________________
વાનપ્રશ્ય મણિએ કેવી રીતે સુમેળ સા એ જ આ વર્ષ દરમ્યાન તેમની નોંધના ઉતારાઓમાંથી જોવાનું રહે છે. તે લખે છે :
કઈ એવા પ્રકારનો ઉદય છે કે અપૂર્વ વીતરાગતા છતાં વેપારના સંબંધી પ્રવર્તન કરી શકીએ છીએ. તેમ જ બીજાં પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી. . . . આત્મા આત્મભાવે વર્તે છે. સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. • . . જેમ જેમ તેમ થાય છે, તેમ તેમ પ્રવૃત્તિપ્રસંગ વધ્યા કરે છે. જે પ્રવૃત્તિને પ્રસંગ થશે એમ નહિ ધારેલું તે પણ પ્રાપ્ત થયા કરે છે. અને એથી એમ માનીએ છીએ કે ઉતાવળે પૂર્વે નિબંધન કરેલાં એવાં કર્મો નિવૃત્ત થવા માટે ઉદયમાં આવે છે. • • • જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી ચેડા કાળે પ્રાપ્ત થવા માટે વિશેષપણે વર્તે છે. . . . તે ઉપાધિmગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, તે તે જ પ્રકારે દવા સિવાયની બીજી ઇચ્છા વર્તતી નથી એટલે તે જ જેગે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું એગ્ય છે એમ જાણીએ છીએ અને તેમ સ્થિતિ છે.”
ચિત બંધનવાળું થઈ શકતું ન હોવાથી જે સંસારસંબંધે સ્ત્રી આદિ રૂપે પ્રાપ્ત થયા છે, તે જીવોની ઈચ્છા પણ દૂભવવાની ઈચ્છા થતી નથી. અર્થાત તે પણ અનુકંપાથી, અને માબાપઆદિનાં ઉપકારાદિ કારણથી ઉપાધિગને બળવાન રીતે વેદીએ છીએ. . • એમાં કોઈ પ્રકારનું અમારું કામ પડ્યું નથી.”
“ કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે, તેનાથી પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત થવા અર્થે રહ્યા (છીએ). . . . તનને અર્થે, ધનને અર્થે,
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org