________________
વાનપ્રચ્ય ગયા પ્રકરણમાં આપણે શ્રીમદ રાજચંદ્રના જવને લગ્ન પછી લીધેલો અચૂક પલટો જોઈ આવ્યા; તથા વીસમા વર્ષ સુધીમાં તેમની સાધના કેવી જોરભેર વૃદ્ધિગત થતી ચાલી તે પણ તપાસી આવ્યા. આ પ્રકરણમાં તે પ્રવાહ આગળ કેવી રીતે વધતે ચાલ્યો તે આપણે તપાસીશું.
પચીસમા વર્ષમાં શ્રીમદ રાજચંદ્રની તે “મસ્તી” વધતી જાય છે. અને તેનો એક પુરાવો એ છે કે એ વર્ષ દરમિયાન પોતાના પત્રોમાં તે પિતાને માટે “યથાર્થ બેધસ્વરૂપ,' “શ્રી બેધસ્વરૂ૫.' બોધબીજ“સમસ્થિતભાવ,” “સ્વરૂપસ્થ,” “નિષ્કામ આત્મસ્વરૂપ,” સહજસ્વરૂપ” “નિષ્કામ આત્મસ્વરૂપ,' “અપ્રતિબદ્ધ, “અભિન્ન બેધમય, “સમાધિ૩૫, “અચિંત્યદશાસ્વરૂપ, “અહં બ્રહ્માસ્મિ, વગેરે ઉપનામ વાપરે છે. એક સ્થળે તો સંપૂર્ણ ઉન્મત્તાવસ્થામાં આવી જઈ તે પિતે પિતાને જ પ્રણામ કરી બેસે છે. આ રહી તે અનુપમ લીટી : “અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, એવા જે
શ્રીરાયચંદ” તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર. . . .” પરંતુ તે પ્રબળ આત્મચિંતન અને ગાઢ સ્વરૂપસ્થિતિની દશાની સાથે સાથે જ તેમની વ્યાવહારિક ઉપાધિ પણ તેટલી જ સજજડ બનતી જાય છે. પિતાની આંતર દશા અને બાહ્ય ઉપાધિ–એ બેની વચ્ચે તે પુરુષાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org