________________
ખંડમાં આપ્યાં છે. આ સ્મરણે તેઓશ્રીએ પોતાના ૧૯૨૨-૪ના પ્રથમ જેલીનિવાસમાં લખેલાં. ત્યારનાં તે અધૂરાં છે તે છે. તેઓશ્રી એ પૂરાં કરે તો એક અમૂલ્ય સ્મૃતિવાર આપણને મળી રહે. તે સ્મરણે તેઓશ્રીએ “શ્રીમદ્રાજચંદ્ર' ગ્રંથની નવી આવૃત્તિની પ્રસ્તાવના તરીકે છાપવા માટે આપેલાં, પરંતુ પછી “જૈનસાહિત્યસંશોધક” ત્રિમાસિકમાં પ્રસિદ્ધ થયેલાં. આજે અવિદ્યમાન એ ત્રમાસિકમાં દબાઈ રહેલાં તે પ્રકરણે અહીં ખોદી આપ્યાં છે. એ આ ગ્રંથમાં લેવાની રજા આપવા માટે સમિતિ તેના સંચાલકની આભારી છે. .
એ સંસ્મરણે ઉપરાંત ગાંધીજીની આત્મકથા માં આવેલું રાયચંદભાઈ' વાળું પ્રકરણ તથા તેમાં જ બીજે બે ઠેકાણે આવેલા કાંઈક ઉપાગી લાગતા ઉલ્લેખો પણ તે ખંડમાં ઉમેરી લીધા છે.
પ્રથમ ખંડમાં મૂકેલી “જીવનરેખા' તૈયાર કરવા માટે જે સામગ્રીનો ઉપયોગ કર્યો છે તે અહીં કહેવી જોઈએ. શ્રી રાજચંદ્રની રોજનીશી ને તેને સંગ્રહગ્રંથ “શ્રીમદ્રાજચંદ્ર” તો એક મુખ્ય સાધન હતું જ. પરંતુ જીવનરેખા કંઈ કે રસમય બનાવવા એટલી જ માત્ર સામગ્રી પૂરતી ન ગણાય. પરંતુ એટલામાં એક અણધારી મદદ મળી ગઈ. અગાસ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના અધિષ્ઠાતા શ્રી લઘુરાજ સ્વામી (શ્રી લલ્લુજી), કે જે શ્રીમદ્ રાજચંદ્રના સમકાલીન સત્સંગી ભક્ત કહેવાય, તેમના સત્સંગમાં શ્રી ગોવર્ધનભાઈ કા. પટેલ (હાલમાં બ્રહ્મચારી ગોવર્ધનભાઈ) રહેતા હતા. જયંતીવ્યાખ્યાન પ્રસંગે ઉપયોગી થાય તેવું કાંઈક લખાણ લખી મોકલવા તેમને વિનંતિ કરતાં, તેઓશ્રીએ ખાસ પરિશ્રમપૂર્વક તથા શ્રી લધુરાજ સ્વામીની દોરવણ અને મદદથી શ્રીમદ્ રાજચંદ્રના જીવનપ્રસંગોથી ભરપૂર એવી એક સળંગ જીવનકથા તૈયાર કરીને મોકલી. જયંતી વ્યાખ્યાન પ્રસંગે તે આખી વાંચી જવી તો શક્ય નહોતું, પણ તેની મદદથી તે વર્ષે એક સરસ જયંતી વ્યાખ્યાન યોજી શકાયું; અને તે પ્રસંગ બાદ પણ તે લખાણુને યથેચ્છ ઉપયોગ કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org