________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
અજામાંથી પણ છેવટે ડાંગરમાં યજ્ઞની સમાપ્તિ મનાવા લાગી. આવી રીતે ધર્મો શુદ્ધ થતા ગયા. મહાવીર સ્વામીના સમયમાં પણ એવી જ ચાળવણી થતી હતી એમ ઉત્તરાધ્યયનસૂત્રમાં આવેલા વિજય અને જયેના સંવાદ ઉપરથી જણાઈ આવે છે. એ સંવાદમાં થનું યથાર્થ સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. વેદનું ખરું કર્તવ્ય અગ્નિહોત્ર છે. અગ્નિહોંત્રનું તત્વ પણ આત્મબલિદાન છે. આ તત્તવને કાશ્યપ ધર્મ અથવા ભદેવનો ધર્મ કહેવામાં આવે છે. બ્રાહ્મણનાં લક્ષણ પણ અહિંસાધર્મવિશિષ્ટ આપ્યાં છે. બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં પણ બ્રાહ્મણોનાં એવાં જ લક્ષણો આપ્યાં છે. ગૌતમબુદ્ધના સમયમાં બ્રાહ્મણનું જીવન બહુ જુદી જ જાતનું હતું. બ્રાહ્મણના જીવનમાં જે ખામીઓ પ્રવેશી હતી તે બહુ પાછળથી પ્રવેશી હતી અને જેનાએ તે ખામીઓ સુધારવા પ્રયત્ન કર્યો હતો. જેનાએ બ્રાહ્મણોની ખામી સુધારવામાં પોતાની ફરજ બજાવી છે. જે જેનોએ એ ખામી વધારવાનું કાર્ય હાથમાં ન લીધું હોત તો બ્રાહ્મણને પિતાને તે કામ હાથ ધરવું પડ્યું હતું. મહાવીર હમેશાં જૂના ધર્મને સનાતન સત્યને અનુસર્યા છે. તેઓ કોઈ વાર કોઈ સત્યથી જુદા પડ્યા જ નથી. અહિંસા, સત્ય, અસ્તેય વગેરે સનાતન સત્યો કહેવાય છે તે મહાવીરને, બુદ્ધને અને વેદને પણ માન્ય હતાં. આ, પ્રમાણે સર્વત્ર એકતા જ જણાય છે. પ્રાચીન ગ્રંથે એ વાતની કાકા સાક્ષી આપી રહ્યા છે કે એ કાળે બહુ ભેદભાવ નહોતો. જૈન અને બ્રાહ્મણ શબ્દની વ્યાખ્યા પણ બહુ જાણવા જેવી છે. જૈનને અર્થ વૃત્તિને છતનાર એ કરવામાં આવે છે. બ્રાહ્મણને ખરે અર્થ એ છે કે (બહુ = વધવું એ ધાતુ ઉપરથી) પરમાત્માની વિશાળતાને સર્વત્ર અનુભવનાર. પરમાત્માની સર્વવ્યાપક્તા અને વિશાળતા જેણે અનુભવી હોય તેણે વૃત્તિઓનો જય કરી સૌથી પ્રથમ જિન બનવું જ જોઈએ. જૈન થયા વિના બ્રાહ્મણ થવાનું નથી અને જૈન થાય તેનાથી બ્રાહ્મણ થયા વિના રહેવાતું નથી.
૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org