________________
રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણે આડતિયા તરફથી આવેલા કાગળો, તારાના મર્મો તરત સમજી જતા,ને તેઓની કળા વર્તતાં વાર ન લાગતી. તેમણે કરેલા તક ઘણે ભાગે સાચા પડતા.
આટલી કાળજી ને હોશિયારી છતાં વેપારની ધોલાવેલી કે ચિંતા. ન રાખતા. દુકાનમાં બેઠા પણ જ્યારે પોતાનું કામ પૂરું થઈ રહે એટલે ધર્મપુસ્તક તો પાસે પડયું જ હોય તે ઊઘડે અથવા પેલી પિથી કે જેમાં પોતાના ઉદ્ગારો લખતા તે ઊઘડે. મારા જેવા જિજ્ઞાસુ તેમની પાસે રોજ આવ્યા જ હોય. તેમની સાથે ધર્મચર્ચા કરતાં આંચકે ન ખાય. વેપારને ટાણે વેપાર, ધર્મને ટાણે ધર્મ, અથવા એક જ વખતે એક જ કામ એ સામાન્ય અને સુંદર નિયમનું કવિ પાલન ન કરતા. પોતે શતાવધાની હાઈ તેનું પાલન ન કરે તે ચાલે. બીજાઓ તેમને વાદ કરવા જાય તો બે ઘોડે ચડનાર જેમ પડે તેમ પડે જ. સંપૂર્ણ રીતે ધાર્મિક ને વીતરાગી પુરુષ પણ જે ક્રિયા જે કાળે કરતો હોય તેમાં જ તે લીન થાય એ યોગ્ય છે, એટલું જ નહિ પણ તેને તો એ જ શેભે. એ તેના વેગની નિશાની છે. એમાં ધર્મ છે. વેપાર અથવા એવી કોઈ પણ ક્રિયા જે કર્તવ્ય હોય તો તેમાં પણ પૂરી એકાગ્રતા હોવી જ જોઈએ. અંતરમાં આત્મચિતવન તે તે મુમુક્ષુને તેના શ્વાસની પેઠે ચાલવું જ જોઈએ, તેથી એક ક્ષણભર પણ તે વંચિત ન રહે. પણ આત્માને ચિંતવતો છતો જે બાહ્ય કાર્ય કરતો હોય તેમાંય તે તન્મય રહે જ.
આમ કવિ નહોતા કરતા એમ હું કહેવા નથી ઈચ્છતો. ઉપર જ મેં કહ્યું છે કે પોતે તેમના વેપારમાં પૂરી કાળજી રાખતા. એમ છતાં મારી ઉપર એવી છાપ પડી છે ખરી કે કવિએ પિતાના શરીરની પાસેથી જોઈએ તે કરતાં વધારે કામ લીધું. એ યોગની અપૂર્ણતા તો ન હોય ? કર્તવ્ય કરતાં શરીર પણ જવા દેવું જોઈએ એ નીતિ છે. પણ શક્તિ ઉપરવટ કંઈ વહોરી લઈ તેને કર્તવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org