________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
શા માટે ઊતરવું? ખાસ કરીને ધાર્મિક ગૃહસ્થ અને ત્યાગીઓએ. એ બીજો પ્રશ્ન. ૩. ઔષધ કરીએ તો ય પુનઃ કર્મબંધ થવાને જ, કારણ ઔષધ બનાવવામાં અને લેવામાં સેવાયેલ પાપવૃત્તિ નિષ્ફળ નથી જ. તે પછી રોગ નિવારીને પણ નવા રોગનું બીજ નાખવા જેવું થયું. એને શો ખુલાસો, એ ત્રીજો પ્રશ્ન. - આ ત્રણે પ્રશ્નો એમણે કર્મશાસ્ત્રની દૃષ્ટિથી ચર્ચા છે. ઔષધ અને વેદનીય કર્મનિવૃત્તિ વચ્ચે સંબંધ દર્શાવતાં તથા કર્મબંધ અને વિપાકની વિચારણા કરતાં એમણે જૈન કર્મશાસ્ત્રનું મૌલિક ચિંતન વ્યક્ત કર્યું છે.
વ્યાખ્યાનસાર' (૭૫૩) આખો જૈન તત્ત્વજ્ઞાનની રુચિવાળા બધાએ વાંચવા જેવો છે. એ વાંચતાં એમ લાગે છે કે, એમણે સમ્યકત્વ પાકું અનુભવ્યું ન હોય તો એ વિષે આટલી સ્પષ્ટતાથી અને વારંવાર કહી ન શકે. તેઓ જ્યારે એ વિષે કહે છે, ત્યારે માત્ર સ્થલ સ્વરૂપ નથી કહેતા. એમના એ સારમાં ઘણું પ્રસિદ્ધ દાખલાઓ આકર્ષક રીતે આવે છે. કેવળજ્ઞાનની ક્યારેક પ્રથમ નવી રીતે કરવા ધારેલ વ્યાખ્યા એમણે આમાં સૂચવી હોય એમ લાગે છે; તે જેનપરંપરામાં એક નવું પ્રસ્થાન અને નવીન વિચારણા ઉપસ્થિત કરે છે. એમાં વિરતિઅવિરતિ અને પાક્રિયાની નિવૃત્તિ -અનિવૃત્તિના સંબંધમાં માર્મિક વિચાર છે.*
એમના ઉપર જે ક્રિયાલોપનો આક્ષેપ થતો, તેનો ખુલાસો એમણે પોતે જ આમાં સ્પષ્ટ કર્યો છે, જે તેમની સત્યપ્રિયતા અને નિખાલસતા સૂચવે છે.
ઉપદેશછાયા' (૬૪૩) ના મથાળા નીચેના સંગ્રહમાં શ્રીમદ્ભા આમામાં હંમેશાં રમી રહેલાં વિવિધ વિષયનાં ચિતનોની છાયા છે, જે જૈન જિજ્ઞાસુ વાતે ખાસ રુચિપષક છે.
છે જુઓ આ ગ્રંથ ભાગ ૨, ખંડ ૧, પ્ર૦ ૨૮.
૧૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org