________________
6
· શ્રીમદ્રાજ’એક સમાલોચના
ઉપસ હાર
બંગાળી, મરાઠી, હિન્દી, અને ગુજરાતી આદિ પ્રાંતિક ભાષા, જેમાં ગૃહસ્થ કે ત્યાગી જૈન વિદ્વાન અને વિચારક વગની લેખનપ્રવૃત્તિ થાય છે અને વિશેષ સભવે છે, તેમાંથી પ્રસિદ્ધ જૈન આચાય આત્મારામજીની હિન્દી કૃતિઓને બાદ કરતાં એક ભાષામાં વીસમી શતાબ્દિમાં લખાયેલુ એક પણ પુસ્તક મેં એવું નથી જોયુ કે, જેને • શ્રીમદ્રાજચંદ્ર ’નાં લખાણે! સાથે ગંભીરતા, મધ્યસ્થતા અને મૌલિકતાની દૃષ્ટિએ અંશથી પણ સરખાવી શકાય. તેથી આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દૃષ્ટિએ, વિશેષે કરી જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્રવિષયક ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ શ્રીમદ્નાં લખાણાનુ ભારે મૂલ્ય છે. છેલ્લા ત્રણ ચાર દશકા થયાં જૈન સમાજમાં નવીન પ્રજાને નવીન કેળવણી સાથે ધાર્મિક અને તત્ત્વજ્ઞાન સંબંધી જૈન શિક્ષણ આપી શકે એવાં પુસ્તકાની ચામેરથી અનવરત માગણી થતી જોવામાં આવે છે. અનેક સંસ્થાઓએ પેાતપેાતાની શક્યતા પ્રમાણે આવી માગણીને પહાંચી વળવા કાંઈ ને કાંઈ પ્રયત્ન સેવ્યા છે, તેમજ નાનાંમેટાં પુસ્તક પ્રસિદ્ધ કર્યાં છે; પણ જ્યારે નિષ્પક્ષભાવે એ બધા વિષે વિચાર કરું છું, ત્યારે મને સ્પષ્ટ લાગે છે કે, એ બધા પ્રયત્ન અને લગભગ એ બધું સાહિત્ય શ્રીમનાં લખાણા સામે બાલીશ અને કૃત્રિમ જેવું છે. એમનાં લખાણેામાંથી જ અક્ષરેઅક્ષર અમુક ભાગેા તારવી, અધિકારીની યેાગ્યતા અને વય પ્રમાણે પાઠ્યક્રમ ઘડી કાઢવામાં આવે, કે જેમાં કાઈ પણ જાતના ખર્ચ, પરિશ્રમ આદિને એજ નથી, તે ધાર્મિક સાહિત્ય વિષેની જૈન સમાજની માગણીને આજે પણ એમનાં લખાણથી ખીજાં કાઈ પણ પુસ્તકા કરતાં વધારે સારી રીતે સંતેાષી શકાય એમ છે. એમાં કુમારથી માંડી પ્રૌઢ ઉંમર સુધીના અને પ્રાથમિક અભ્યાસીથી માંડી ઊંડા ચિંતક સુધીના જિજ્ઞાસુ માટેની સામગ્રી મેાજુદ છે. અલબત્ત એ સામગ્રીના સદુપયેાગ કરવા વાસ્તે અસંકુચિત અને ગુણગ્રાહક માનસચક્ષુ જોઈએ.
Jain Education International
૧૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org