________________
રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણે આ શુદ્ધ સત્યનું નિરૂપણ રાયચંદભાઈએ ઘણી રીતે પિતાનાં લખાણમાં કર્યું છે. રાયચંદભાઈ એ ઘણાં ધર્મપુસ્તકને સરસ અભ્યાસ કર્યો હતો. તેમને સંસ્કૃત અને માગધી ભાષા સમજતાં જરાયે મુશ્કેલી નહોતી આવતી. વેદાંતનો અભ્યાસ તેમણે કરેલો. તેમ જ ભાગવતનો અને ગીતાજીને. જૈન પુસ્તક તો જેટલાં તેમને હાથ આવતાં તે વાંચી જતા. તેમની તે ગ્રહણ કરવાની શક્તિ અથાગ હતી. એક વખતનું વાંચન તે તે પુસ્તકાનું રહસ્ય જાણી લેવાને સારુ તેમને પૂરતું હતું.
કુરાન, કંદ અવસ્તા ઇત્યાદિનું વાંચન પણ અનુવાદ મારફતે તેમણે કરી લીધું હતું.
તેમને પક્ષપાત જૈન દર્શન તરફ હતા એમ તેઓ મને કહેતા. તેમની માન્યતા હતી કે જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ઠા છે. આ તેમનો અભિપ્રાય મારે આપી જેવો આવશ્યક છે. તેને વિષે હું મત આપવા મને નદી અધિકારી ગણું છું.
પણ રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદર નહોતો. વેદાંત પ્રત્યે પક્ષપાત પણ હતો. વેદાંતીને તે કવિ વેદાંતી જ જણાય. મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસે તેમણે એવું તો કહ્યું જ નહિ કે મારે મોક્ષ મેળવવા સારુ અમુક ધર્મને અવલંબ જોઈએ. મારો આચાર વિચારવાનું જ તેમણે મને કહ્યું. પુસ્તક કયાં વાંચવાં એ પ્રશ્ન ઊઠતાં મારું વલણ ને મારા બચપણને સંસ્કાર વિચારી તેમણે મને ગીતાજી વાંચતો તેમાં ઉત્તેજન આપેલું, અને બીજું પુસ્તકમાં પંચીકરણ, મણિરત્નમાલા, યોગવાસિકનું વૈરાગ્યપ્રકરણ, કાવ્યદોહન પહેલો ભાગ, અને પોતાની “મોક્ષમાળા’ વાંચવાનું સૂચવ્યું હતું.
રાયચંદભાઈ ઘણી વેળા કહેતા કે જુદા જુદા ધર્મ એ તો વાડાઓ છે. તેમાં મનુષ્ય પુરાઈ જાય છે. જેણે મેલ મેળવવો એ જ પુરુષાર્થ
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org