________________
રર : સન્યાસ
અંતરસંબંધીય અને બાહ્ય સંબંધીય. અંતર સંગને વિચાર થવાને આત્માને બાહ્ય સંગને અપરિચય કર્તવ્ય છે. જે અપરિચયની પરમાર્થ ઈચ્છા જ્ઞાની પુરુષોએ પણ કરી છે. (૨૯)
૭. જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. સર્વસંગ’ શબ્દનો અર્થ એ છે કે, અખંડપણે આત્મધ્યાન કે ધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. (૪૨૮૧)
૮. “જ્ઞાનનું ફળ વિરતિ છે.” વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્યસમરણમાં રાખવાચોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવમાંથી, વિભાવમાં કાર્યોથી, અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયે; વિભાવનાં કાર્યોને અને વિભાવનાં ફળને ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું, અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી, તે જ વિચાર સફળ છે. (૧૯૫૩) . ૯. ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી. તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમપુરુષોએ ઉપદેશી છે. કેમકે, ત્યાગ આ શ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે. • • • સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને “પરમાર્થસંચમ' કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના પ્રહણને “વ્યવહારસંયમ' કહ્યો છે. કેઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષાએ-લક્ષ વગર – જે વ્યવહાર સંયમમાં જ પરમાર્થસંચમની માન્યતા રાખે છે, તેના વ્યવહાર સંયમને તેને અભિનિવેશ ટાળવા નિષેધ કર્યો છે. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી. (૨૯)
૧૦. ઉપાધિ કરવામાં આવે અને કેવળ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે; અને ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચલ
૨૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org