________________
શ્રી રાજચંદ્રનાં વિચારરત્નો ૧૦. કોઈ પણ પ્રકારે ભવિષ્યને સાંસારિક વિચાર છેડી, વર્તન માનમાં સમપણે પ્રવર્તવાને દઢ નિશ્ચય કરવો. ભવિષ્યમાં જે થવાને એગ્ય હશે તે થશે, તે અનિવાર્ય છે, એમ ગણ, પરમાર્થ-પુરુષાર્થ સન્મુખ થવું યોગ્ય છે. ગમે તે પ્રકારે પણ એ લોકલજ્જારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા ચેાગ્ય છે. તેની ચિંતા પથે પરમાર્થનું વિસ્મરણ હોય છે અને એમ થાય તે મહા આપત્તિરૂપ છે. માટે તે આપત્તિ આવે નહિ એટલું વારંવાર વિચારવા યોગ્ય છે. કુટુંબાદિનું મમત્વ રાખશે તો પણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખશે તે પણ જે થવા યોગ્ય હશે તે થશે. માટે નિઃશંકપણે નિરાભિમાની થવું યોગ્ય છે, સમપરિણામે પરિણમવું યોગ્ય છે. આ જ્યાં સુધી નહિ પરિણમે, ત્યાં સુધી યથાર્થ બંધ પણ પરિણમે નહિ. (૨૨-૨૪)
૧૧. સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો, પરંતુ, તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાને આપણે સંકલ્પ પણ ન કરવો. (૧૯૪૬)
૧૨. “કરના ફકીરી કયા દિલગીરી, સદા મગન મન રહેનાજી” એ વૃત્તિ મુમુક્ષુઓએ અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થની ચિંતા હોય એ વિષય જુદે છે; વ્યવહારચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું, એ એક માર્ગ પામવાનું સાધન છે. (૧૯૪૭)
૧૩. અમારા ચિત્તમાં તો એમ આવે છે કે, મુમુક્ષુ જીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી, તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંત કાળથી અભ્યાસેલો એ આ સંસાર
સ્પષ્ટ વિચારવાને વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા એગ્ય છે. પ્રતિકૂળ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે, તો જીવન નિર્વાણુ–સમીપનું સાધન છે. વ્યાવહારિક પ્રસંગેનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પ
૨૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org