________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
શ્રી રાજચંદ્ર સં. ૧૯૪૬માં ખંભાત પધાર્યા. તેમને ઉતારે શ્રી અંબાલાલને ત્યાં જ હતું. તે તેમને અપાસરે તેડી ગયા. ત્યાં શ્રી રાજચંદ્રને હરખચંદજી સાથે પ્રશ્નોત્તર થયા અને બધાને તેમના ખુલાસાએથી શાંતિ થઈ. પછી શ્રી લલ્લુજી ગુની આજ્ઞા મેળવી શ્રી રાજચંદ્રને મેડે એકાંતમાં લઈ ગયા અને ત્યાં પોતે તેમનાથી વયમાં ૧૪ વર્ષ મોટા હોવા છતાં તથા સાધુ હોવા છતાં તેમણે શ્રી રાજચંદ્રને ઉત્તમ પુરુષ જાણું નમસ્કાર કર્યા. શ્રી રાજચંદ્રની ઉમર તે વખતે ૨૨ વર્ષની હતી.
શ્રી રાજચંદે તેમને પૂછ્યું, “તમારી શી ઈચ્છા છે?”
શ્રી લલ્લુજીએ વિનયપૂર્વક હાથ જોડી કહ્યું, “આત્માની ઓળખાણ અને બ્રહ્મચર્યની દઢતાની મારી માગણી છે.” - શ્રી રાજચંદ્ર થોડી વાર મૌન રહ્યા અને કહ્યું, “ઠીક છે.” પછી તેમણે સ્વામીજીના પગનો અંગૂઠે તાણ તપાસી જે અને ઘેર જતાં અંબાલાલને કહ્યું કે, “આ પુરુષ સંસ્કારી છે.” . બીજે દિવસે તો શ્રી લલ્લુજી જાતે જ શ્રીરાજચંદ્રને મળવા શ્રી રાજચંદ્રને ઉતારે આવ્યા. ત્યાં એકાંતમાં શ્રી રાજચંદ્ર તેમને પૂછ્યું, તમે અમને માન કેમ આપો છો?” તેમણે નમ્રતાથી કહ્યું,
આપને દેખીને અતિ હર્ષ—પ્રેમ આવે છે. જાણે અમારા પૂર્વ ભવના પિતા હો એટલો બધો ભાવ આવે છે. કોઈ પ્રકારને ભય રહેતું નથી. આપને જોતાં એવી નિર્ભયતા આત્મામાં આવે છે.” - શ્રી રાજચંદ્ર ખંભાતમાં સાત દિવસ રહ્યા. ત્યાં સુધી શ્રી લલ્લુજી રોજ શ્રી રાજચંદ્રના સમાગમને અર્થે તેમને ઉતારે આવતા. એક દિવસ તેમણે શ્રી રાજચંદ્રને કહ્યું, “હું બ્રહ્મચર્ય માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું, અને ધ્યાન વગેરે કરું છું. છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી.”
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org