________________
કેટલાક પરિચય અને પ્રસંગો તેથી બીજા મુમુક્ષુઓને કંઈ શ્રી રાજચંદ્રને કહેવું હોય તો વયોવૃદ્ધ શ્રી સોભાગ્યભાઈ દ્વારા વિનંતિ કરાવતા અને તે પણ સરળ ભાવે દરેકની વાત રજૂ કરતા. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” લખવાની પ્રેરણા પણ શ્રી ભાગ્યભાઈએ કરેલી, એ વાત આગળ આવશે. શ્રી રાજચંદ્ર પિતાની ઉપકારને ધમાં જિન વીતરાગને, તથા કુંદકુંદાદ આચાર્યોને સંબોધી તેમણે પોતા ઉપર કરેલા અનુપમ અનંત ઉપકારની નોંધ કરી, અંતે શ્રી ભાગ્યભાઈને આ પ્રમાણે સંબંધે છેઃ
હે શ્રી સોભાગ્ય ! તારા સત્સમાગમના અનુગ્રથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર કરું છું.”
આગળ જણાવ્યું છે કે, શ્રી. જૂઠાભાઈના સમાગમથી ખંભાતના શ્રી અંબાલાલભાઈ વગેરે શ્રી રાજચંદ્ર પ્રત્યે આકર્ષાયા હતા. અને તેથી શ્રી રાજચંદ્રને એક વાર ખંભાત પધારવા તે ઉપરાઉપરી વિનંતિપત્રો લખ્યા કરતા હતા. છેવટે શ્રી રાજચંદ્ર એક વખત અનુકૂળતાએ ખંભાત આવવાની કબૂલાત આપી. તે ભાઈઓ અપાસરામાં જઈને પણ મુનિના વ્યાખ્યાનમાં જવાને બદલે એક બાજુ બેસી શ્રી રાજચંદ્રના પનું જ પઠનમનન કરતા. ખંભાત સંધાડાના મુખ્ય આચાર્ય હરખચંદજી મહારાજ હતા. તે મહારાજના સાધુઓમાં શ્રી લલ્લુજી મહારાજ કરીને એક સાધુ હતા. તે એક વખત ભગવતીસૂત્રનાં પાનાં વાંચતા હતા. તેમાં એવી વાત આવી કે, “ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય છે.' આ ઉપરથી તેમને શંકા ગઈ કે, જે એમ જ હેય તે પછી મોક્ષ માટે પ્રયત્ન કરવાની શી જરૂર છે? તેનો કાંઈ સંતાકારક ખુલાસો તેમને મળ્યો નહિ. એટલામાં શ્રી અંબાલાલે તેમને સૂચવ્યું કે શ્રીમદ્ રાજચંદ્ર આગમોના જ્ઞાતા છે અને ઉત્તમ પુરુષ છે. તે અહીં પધારવાના છે. એટલે શ્રી લલ્લુજીએ તે ખંભાત પધારે ત્યારે તેમની સાથે પિતાનો મેળાપ કરાવવાનું શ્રી અંબાલાલને કહી રાખ્યું.
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org