________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા તેમણે બધું એક કાપલીમાં લખી રાખ્યું અને તેમને વંચાવ્યું. શ્રી. સેભાગ્યભાઈ આશ્ચર્યચક્તિ થઈ ગયા. ત્યારથી તે તેમના તરફ આકર્ષાયા અને ધીમે ધીમે તે સંબંધ પત્રવ્યવહાર દ્વારા ગાઢ બનતો ગયે.
એક પત્રમાં શ્રી સોભાગ્યભાઈ સં. ૧૯૫૩ના જેઠ સુદ ૧૪ને . રવિવારે શ્રી રાજચંદ્રને લખે છેઃ “આ કાગળ છેલ્લો લખી જણવું છું. . . . દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનને ભાગ પ્રત્યક્ષ જુદો સમજમાં આવતો હતો. પણ આઠ દિવસ થયાં આપની કૃપાથી અનુભવગોચરથી (તે બન્ને) બેફટ જુદા દેખાય છે અને રાતદિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયું છે. એ આપને સહજ જણાવવા લખ્યું છે. . . . વગર ભયે, વગર શાસ્ત્ર વાંચે, છેડા વખતમાં આપના બધથી અરથ વગેરેને ઘણો ખુલાસો થઈ ગયો છે. . . . જે ખુલાસો પચીસ વર્ષે થાય એ નહોતો, તે થોડા વખતમાં આપની કૃપાથી થયો છે.” - શ્રી સોભાગ્યભાઈને દેહ સં. ૧૯૫૩ના જેઠ વદ ૧૦ને દિવસે છૂટયો હતો. તેમના વિષે લખતાં શ્રી રાજચંદ્ર જણાવે છે: “આ ક્ષેત્રે, આ કાળમાં શ્રી સોભાગ્ય જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે . . . . શ્રી સોભાગ્યની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણ વારંવાર વિચારવાને યેાગ્ય છે. . . . અનાદિથી દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દઢ મેહથી એકપણાની પેઠે વર્તે છે. . . . શ્રી ભાગ્યે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચળ અસંગતાથી નિજઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.”
શ્રી રાજચંદ્રને શ્રી સોભાગ્યભાઈ ઉપર ઘણો સદ્દભાવ હતો.
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org