________________
કેટલાક પરિચય અને પ્રસંગે શ્રીરાજચંદ્રના ગુણગ્રામ સાંભળવા જ બેસી ગયા. શ્રી જૂઠાભાઈએ તેમને શ્રી રાજચંદ્રના પત્રો વાંચી બતાવ્યા. તેઓએ ત્યાં ને ત્યાં તેમની નકલ કરી લીધી. એ અંબાલાલ વગેરે પછી શ્રી રાજચંદ્રના નિકટ અનુયાયી બન્યા એ વાત આગળ આવશે.
અવધાનના પ્રયોગોની દ્વારા શ્રી રાજચંદ્રની કીર્તિ ગુજરાત–કાઠિચાવાડમાં ઘણું પ્રસરી હતી. તે વખતે કાઠિયાવાડના સાયલા ગામમાં શ્રી લલ્લુભાઈ કરીને એક નામાંકિત શેઠ રહેતા હતા. પ્રસંગવશાત તેમની ધનસંપત્તિ ચાલી જતાં, તેમણે મારવાડના સાધુઓની મંત્રતંત્રમાં કુશળતા સાંભળી, તેવા કોઈ સાધુની આરાધના દ્વારા ચાલી ગયેલી લક્ષ્મી ફરી પ્રાપ્ત કરવાને મનસ કર્યો. એ પ્રમાણે કોઈ એક પ્રખ્યાત સાધુને પરિચય કરી, તેને પ્રસન્ન કરી, અંતે તેમણે પિતાના મનની વાત તેને નિવેદિત કરી. પેલા અધ્યાત્મપ્રેમી સાધુએ શેઠને તેમની વૃત્તિ માટે ઠપકો આપ્યો અને તેમની માગણીનાં બદલામાં “બીજજ્ઞાન’ આપ્યું અને જણાવ્યું કે આ સાધના તમને ઉપયોગી નથી, પરંતુ કોઈ યોગ્ય પુરુષ મળે તો તેને આપજે અને તેને જ્ઞાનપ્રાપ્તિ થશે. એ બીજજ્ઞાન શેઠે એ પ્રમાણે બીજા કોઈ યોગ્ય પુરુષને આપવાનું કહીને પિતાના પુત્ર સેભાગ્યભાઈને બતાવ્યું હતું.
એક વખત ભાગ્યભાઈને મેરબીમાં જવાનું થયું. તે વખતે શ્રી રાજચંદ્ર મોરબીમાં હતા. એટલે શ્રી ભાગ્યભાઈએ પિતાના પિતાને પૂછયું કે, “કવિ રાયચંદભાઈ બહુ લાયક માણસ છે એમ બધે કહેવાય છે. . . . તો આપની આજ્ઞા હોય તો હું તેમને તે જ્ઞાન બતાવું.” તેમણે હા પાડી. પછી શ્રી સોભાગ્યભાઈ મેરબી પહોંચ્યા બાદ શ્રી રાજચંદ્રને મળવા ગયા. ઉપર જણાવ્યું છે તેમ, શ્રી રાજચંદ્ર તે વખતે બીજાના મનની વાત કહી બતાવવાના પ્રયોગ કરતા હતા. એટલે શ્રી ભાગ્યભાઈને આવતા દેખી
પt
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org