________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
ત્યાં જ ઊતરતા. ધર્મ નિમિત્તે પરસ્પર પત્રવ્યવહાર પણ તેમને તેમની સાથે ઘણે થતું. પરંતુ સં. ૧૯૪૫-૪૬ દરમ્યાન જૂઠાભાઈની તબિયત લથડવા લાગી અને આષાઢ સુદ ૯ને દિવસે તેમણે દેહત્યાગ કર્યો.
શ્રી જૂઠાભાઈને અવસાન સંબંધી સં. ૧૯૪૬ના વૈશાખ સુદ ૩ના રોજ શ્રી રાજચંદ્ર લખે છે : આ ઉપાધિમાં પડ્યા પછી જે મારું લિંગદેહજન્ય જ્ઞાનદર્શન તેવું જ રહ્યું હોય,–યથાર્થ જ રહ્યું હેય, તે જૂઠાભાઈ આષાઢ સુદ ૯ ગુરુની રાત્રે સમાધિશત થઈ આ ક્ષણિક જીવનને ત્યાગ કરી જશે એમ તે જ્ઞાન સૂચવે છે.” પછી શ્રી રાજચંદ્ર આપાઢ સુદ ૧૦ને રોજ લખ્યું છેઃ “લિંગદેહજન્ય જ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત ફેર થયો જણાયો. પવિત્રામાં જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાને આજે ખબર મળ્યા.”
શ્રી રાજચંદ્ર આશ્વાસનપત્રમાં શ્રી જૂઠાભાઈની અંતરંગદશા આ પ્રમાણે વર્ણવી છેઃ “મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ ગઈ હતી, વીતરાગને પરમ રાગી હતો, સંસારનો પરમ જગુસિત હતા, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સખ્યભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી. • • • એવો એ જૂઠાભાઈને પવિત્રાત્મા આજે જગતને, આ ભાગને ત્યાગ કરીને ચાલ્યો ગયો. . . . એવા ધર્માત્માનું ટૂંકુ જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી.”
ખંભાતથી એક વખત શ્રી. અંબાલાલ લાલચંદ વગેરે ભાઈઓ લગ્નપ્રસંગે અમદાવાદ આવેલા. તે સરખી ઉમરના હોવાથી શ્રી જૂઠાભાઈને વરઘોડામાં તેડવા માટે શ્રી જૂઠાભાઈને ઘેર ગયા. પરંતુ શ્રી જૂઠાભાઈ શ્રી રાજચંદ્રના ભક્તિસ્તવનમાં જ લીન હતા એટલે પેલાઓ પણ વરઘોડામાં જવાને બદલે શ્રી ઠાભાઈ પાસે
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org