________________
કેટલાક પરિચય અને પ્રસંગે દરમ્યાન પણ વારંવાર થોડીઘણી નિવૃત્તિ મેળવી ચરોતર, કાઠિયાવાડ વગેરે પ્રદેશમાં મુંબઈથી ભાગી આવતા અને એકાંત
સ્થળોમાં, વનમાં કે પહાડોમાં ઘણી વખત એકલા આત્મચિંતનાર્થે રહેતા. તે પ્રસંગનું વર્ણન પણ આપણે જાણવાનું બાકી છે. દુર્ભાગ્યે આપણી પાસે તેવા પ્રસંગેની અને પરિચયેની સંપૂર્ણ નોંધ નથી. તેથી જેટલા પ્રસંગે અને પરિચયેની ભરોસાપાત્ર માહિતી મળી આવી છે, તે અહીં કીમતી ગણ, પસંદગી કર્યા વિના એકઠી
સં. ૧૯૪૪માં શ્રીમદ રાજચંદ્ર “મેક્ષમાળા' છપાવવા અમદાવાદ આવ્યા હતા. તે બાબતમાં સલાહ તથા મદદ માટે તે તેમના એક નેહીને ભલામણપત્ર શેઠ જેસંગભાઈ ઉજમશીભાઈ ઉપર લઈ આવ્યા હતા. તે પ્રમાણે શેઠ જેસંગભાઈ એ પૂરતી મદદ શ્રી રાજચંદ્રને કરી હતી. તે દિવસ દરમ્યાન શ્રી રાજચંદ્રને અમદાવાદમાં ઠીકઠીક રોકાવું પડ્યું હતું. શેઠ જેસંગભાઈને અવારનવાર વ્યવસાયને અંગે બહારગામ ગેરહાજર રહેવું પડતું, એટલે તેમણે પિતાના નાનાભાઈ જૂઠાભાઈને તેમની સરભરામાં મૂક્યા હતા. આ રીતે શ્રી જૂઠાભાઈ શ્રી રાજચંદ્રના પરિચયમાં આવ્યા. શ્રી રાજચંદ્ર ઘણી વાર શ્રી જૂઠાભાઈની દુકાને જતા આવતા, તથા બીજાના મનની વાતો કહી બતાવવાના પ્રયોગ કરતા એથી તેમને વિદા ઉપજતો. એ અરસામાં શેઠ દલપતભાઈ ભગુભાઈને વંડે શ્રી રાજચંદ્ર અવધાનના પ્રાગ પણ કરી બતાવ્યા હતા. આવી અદ્ભુત શક્તિએને કારણે જૂઠાભાઈ શરૂઆતમાં શ્રીમદ્ રાજચંદ્ર તરફ આકર્ષાયા હતા. પરંતુ ધીમે ધીમે પરિચય વધતો ગયો તેમ તેમ તેમને શ્રી રાજચંદ્રની સાચી મહત્તાનો પરિચય થતો ગયો અને પૂર્વના સંસ્કારને બળે તે તેમનાથી સાચી આધ્યાત્મિક જાગૃતિ પામ્યા. ત્યાર બાદ જ્યારે જયારે શ્રીમદ્ રાજચંદ્ર અમદાવાદ આવતા ત્યારે શ્રી જૂઠાભાઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org