________________
૫
કેટલાક પરિચય અને પ્રસંગે દીવો સળગે એટલે તેના તરફ આજુબાજુથી પતંગિયાં ખેંચાય તે પ્રમાણે શ્રીમદ્ રાજચંદ્રમાં સાચી જિજ્ઞાસા ઉદય પામતાં જ તેમની તરફ સાધુ, ગૃહસ્થ એમ બધા વર્ગનાં મનુષ્યો ખેંચાવા લાગ્યાં. પિતે સંપૂર્ણતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી બહાર ન આવવાની તેમની તીવ્ર ઈચ્છા હોવા છતાં તેમને પ્રબળ પુરુષાર્થ અને ઉજજવળ જ્ઞાનપ્રકાશ ઢાંક્યાં ઢંકાઈ ન રહ્યાં. પરિણામે તેમનું ભક્તમંડળ વધતું જ ગયું. આ પ્રકરણમાં આપણે તે પરિચયમાંના કેટલાક જોઈ જઈશું.
એમ કરવાનાં બીજાં પણ કારણે છે. કોઈ પણ મનુષ્યની સાચી મહત્તાની કટી કરવાનાં અનેક સાધનોમાંથી એક મુખ્ય સાધન, તેણે આજુબાજુનાં મનુષ્યો ઉપર કરેલી અસર પણ હોય છે. એટલે શ્રીમદ્ રાજચંદ્રનો સાચો પરિચય મેળવવા ઈચ્છનારે માત્ર તેમની અંગત ને ઉપર આધાર ન રાખતાં તેમના પરિચયમાં આવેલાં મનુષ્ય તેમને વિષે શું ધારતાં, તેમના પ્રત્યે કયા ભાવે જોતાં, તથા તેમના જીવન ઉપર શ્રીમદ્ રાજચંદ્રની કેવી અસર પડતી તે પણ અવશ્ય જાણવું જોઈએ.
ઉપરાંત અત્યાર સુધી સળંગસૂત્રતા સાચવવા ખાતર આપણે શ્રીમદ્ રાજચંદ્રના જીવનના એક મુખ્ય પાસા તરફ દુર્લક્ષ્ય કર્યું છે. અને તે એ કે, શ્રી રાજચંદ્ર પોતાના જીવનના પ્રવૃત્તિમય સમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org