________________
શ્રી રાજચંદ્રનાં વિચારને અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહિ મેળવવાથી ભવ્ય [ મુમુક્ષુ ] પણ એ માર્ગ પામતાં અટકે છે તથા અટકશે. કઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખો છોડી દઈ એકાગ્રભાવથી સમ્યફ ગે એ જ માર્ગ સંશોધન કરવાનો છે. વિશેષ શું કહેવું ? તે માર્ગ આમામાં રહ્યો છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષ – નિગ્રંથ આત્મા – જ્યારે યોગ્યતા ગણું તે આત્મત્વ અર્પશે – ઉદય આપશે – ત્યારે જ તે પ્રાપ્ત થશે. ત્યારે જ તે વાટ મળશે. ત્યારે જ તે મતભેદાદિક જશે. મતભેદ રાખી કોઈ મેક્ષ પામ્યા નથી; વિચારીને જેણે મતભેદને ટાળ્યો, તે અંતર્વત્તિ પામી, ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે. (૨૨)
૪. ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તો ત્યાં પછી મતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય, તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે. અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે, તે સર્વ એ એક જ ભાવ પામીને. આપણે એ સર્વભાવે પામીએ, એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. સર્વ સપુરુષે માત્ર એક જ વાટેથી તર્યા છે, અને તે વાટ [એટલે] વાસ્તવિક આત્મજ્ઞાન, અને તેની અનુસારિણું દેહસ્થિતિ પર્યત સક્રિય કે રાગદ્વેષ અને મેહ વગરની દશા. [ 0 ] થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હેય, એમ મારું આધીન મત છે. (૧૯૪૬) • • • આત્મા જે રૂપે હે તે રૂપે ગમે તેથી થાઓ, એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી. જેનના આગ્રહથી જ મેક્ષ છે એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્ત ભાવમાં મેક્ષ છે એમ ધારણા છે. (૨૨-૨૪).
૫. ગમે તે સંપ્રદાય-દર્શન–ના મહાત્માઓને લક્ષ એક સત્ ” જ છે. વાણથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું
૨૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org