________________
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપુર છે; અને તે અમને ઘણે કાળ થયા પહેલાં સમજાયું છે; આજે અતિ અતિ સ્મરણમાં છે; કારણ કે સાક્ષાત્ અનુભવ પ્રાપ્તિ છે. અને એને લીધે આજની પરમ અદ્દભુત દશા છે. એવી દશાથી છવ ઉન્મત્ત પણ થઈ ગયા વિના રહેશે નહિ. વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત અંતર્ધાન પણ થઈ જાય, એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ. . . . સત્સંગની માત્ર ખામી છે અને વિકટ વાસમાં નિવાસ છે. હરિઇચ્છાએ ર્યાફર્યાની વૃત્તિ છે એટલે કંઈ ખેદ તો નથી, પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી, એ ચિંતના નિરંતર રહ્યા કરે છે.”
ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે. જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરિઇચ્છા સુખદાયક માનીએ છીએ એટલે જે ઉપાધિગ વર્તે છે તેને પણ સમાધિજેગ માનીએ છીએ. ચિત્તની અવ્યવસ્થાને લીધે મુહૂર્તમાત્રમાં કરી શકાય તેવું કાર્ય વિચારતાં પણ પખવાડિયું વ્યતીત કરી નંખાય છે, અને વખતે તે કાર્ય કર્યા વિના જ જવા દેવાનું થાય છે. બધા પ્રસંગોમાં તેમ થાય તો પણ હાનિ માની નથી. . . . એવી ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે. અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિનો પરમ અનુગ્રહ કારણ છે, એમ માનીએ છીએ.”
એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિમાત્ર રહી નથી. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. . . . અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. . . . પિતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમ હરિએ ઈછેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ. હદય પ્રાયે શન્ય જેવું થઈ ગયું છે. . . .
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org