________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
હવે અમે અમારી દશા કઈ પણ પ્રકારે કહી શકવાના નથી, તે લખી ક્યાંથી શકીશું? મુક્તિયે નથી જોઈતી અને જૈનનું કેળળજ્ઞાને જે પુરુષને નથી જોઈતું તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે ? એ કંઈ આપના વિચારમાં આવે છે? આવે તો આશ્ચર્ય પામજો, નહીં તો અહીંથી તે કઈ રીતે કંઈયે બહાર કાઢી શકાય તેમ બને તેવું લાગતું નથી. “અલખ નામ ધુની લગી ગગનમેં, મગન ભયા મન મેરાજી. આસન મારી સુરત દૃઢ ધારી, દિયા અગમ ઘરડેરા.
દરશ્યા અલખ દેદારાજ.” “આજના પ્રભાતથી નિરંજનદેવની કેાઈ અભુત અનુગ્રહતા પ્રકાશી છે. આજે ઘણા દિવસ થયાં ઇશ્કેલી પરાભક્તિ કઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. પીએ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર)ને મહીની મટુકીમાં નાખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે. તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવહે છે ત્યાં સ્ત્રદળ કમળ છે; એ મહીની મટુકી છે; અને આદિ પુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે. તેની પ્રાપ્તિ પુરુષની ચિત્તવૃત્તિરૂ૫ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે “કાઈ માધવ લ્યો ” હાંરે કોઈ માધવ લ્યો’ એમ કહે છે. અર્થાત તે વૃત્તિ કહે છે કે, આદિ પુરુષની અમને પ્રાપ્તિ થઈ, અને એ એક જ પ્રાપ્ત કરવા ગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરે. ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરે; અને જે તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો, તો અમે તમને એ આદિપુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએઃ કોઈ ગ્રાહક થાઓ; અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ; વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ.
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org