________________
જ્ઞાન ૧. જે વડે વસ્તુનું સ્વરૂપ જાણુએ તે જ્ઞાન. હવે યથામતિ વિચારવાનું છે કે એ જ્ઞાનની કંઈ આવશ્યકતા છે ? જે આવશ્યકતા છે, તો તે પ્રાપ્તિનાં કંઈ સાધન છે?
જ્ઞાનની શી આવશ્યકતા છે તે વિષે પ્રથમ વિચાર કરીએ. આ લોકમાં અનાદિ કાળથી આ આત્માનું પર્યટન છે. મેષાનમેષ પણ સુખને જ્યાં ભાવ નથી, એવાં નરકાદિક સ્થાનક આ આત્માએ બહુ બહુ કાળ વારંવાર સેવન કર્યા છે. અસહ્ય દુઃખને પુનઃ પુનઃ અને કહો તો અનંત વાર સહન કર્યા છે. એ ઉત્તાપથી નિરંતર તાપત આત્મા માત્ર સ્વકર્મવિપાકથી પર્યટન કરે છે. પર્યટનનું કારણ જ્ઞાનાવરણુયાદિ કર્મો છે. [ જેને કારણે આત્મા ] વિષયાદિક મેહબંધનને સ્વસ્વરૂપ માની રહ્યો છે. એ અજ્ઞાનાદિક ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે. (૧૭)
૨. પ્રથમ જ્ઞાન અને પછી દયા. અજ્ઞાની શું કરે, જે કલ્યાણ કે પાપ જાણતો નથી? માટે [ પ્રથમ કલ્યાણને જાણવું જોઈએ. પાપને જાણવું જોઈએ. બંનેને જાણ્યા પછી જે શ્રેય હેય તે સમાચરવું જોઈએ. જે જીવનું સ્વરૂપ જાણતા નથી, અજીવનું સ્વરૂપ જાણતા નથી, કે તે બંનેનાં તત્ત્વને જાણતો નથી, તે સંયમની વાત કયાંથી જાણે? [૧૬ પહેલાં]
૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org