SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રનાં વિચારને થાય, કે જે જીવને સંસારને મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ન પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે, તો તેથી કલ્યાણ ન થઈ શકે. જીવનાં પૂર્વકાળનાં બધાં માઠાં સાધન – કલ્પિત સાધન-મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વજ્ઞાન અપૂર્વપુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય? (૨૭) અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈએ પ્રકાર નહિ આવે કે જે અજવાળારૂપ હોય. આવરણતિમિર જેને છે, એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના “ સત’ જણાતી નથી, અને સત ’ની નજીક [પણ] સંભવતી નથી. “ સત’ છે તે ભ્રાંતિ નથી; કલ્પનાથી પર છે. માટે જેની [ “સત '] પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પિતે કાંઈ જાણતો નથી એવો દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો અને પછી જ્ઞાનીને શરણે જવું. આ જે વચનો લખ્યાં છે, એમાં નિગ્રંથે પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પદર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બંધનું બીજ સંક્ષેપે કહ્યું છે. (૨૨-૨૪) ૩. સધર્મનો જોગ સપુરુષ વિના હોય નહીં; કારણ કે “અસત'માં સત્ ” હોતું નથી. (૧૯૪૭) ૪. બાજરા અથવા ઘઉંનો એક દાણ લાખ વર્ષ રાખી મૂક્યો હેય, પણ જે તેને પાણી, માટી આદિનો સંયોગ ન મળે તો ઊગવાનો સંભવ નથી, તેમ સત્સંગ અને વિચારને વેગ ન મળે તે આત્મગુણ પ્રગટ થતો નથી. [ સડી જાય તે વાત અમારા ધ્યાનમાં છે.] (૧૯૫૨). ૫. જીવ પિતાને ભૂલી ગ છે, અને તેથી સસુખનો તેને વિયોગ છે; એમ સર્વ ધર્મસમ્મત કહ્યું છે. પિતાને ભૂલી ગયા-રૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે; એમ નિઃશંક માનવું. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, એ સ્વાભાવિક સમજાય છે; ૨૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy