________________
ર૧.: ભક્તિ
માનવું]. એ કઠણાઈ માયાની છે. અને પરમાત્માના લક્ષ્યની તો એ સરળાઈ છે. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવદ્ભકતને સરખાં જ છે. અને વળી કઠણાઈ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે. પરમાત્મા એમ કહે છે કે, તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હે, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધરહિત થાઓ. તે તમારું છે એમ ન માને. અને પ્રારબ્ધગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મેં મોકલી છે. અધિક શું કહેવું ? એ એમ જ છે. (૨૨-૨૪)
૧૦. મહાત્મા કબીરજી તથા નસિંહ મહેતાની ભકિત અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી. તેમ છતાં તે નિઃસ્પૃહ હતી. સ્વપ્ન પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે– વ્યવહારાર્થે–પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી. તેમ કર્યા સિવાય જો કે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયે છે, તથાપિ તેમની દરિદ્રાવસ્થા હજુ સુધી જગતવિદિત છે, અને એ જ એમનું સબળ માહામ્ય છે. પરમાત્માએ એમના “પરચા’ પૂરા કર્યા છે, તે એ ભક્તોની ઇચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઈચ્છા ન હોય. અને હોય તે રહસ્યભકિતની તેમને પ્રાપ્તિ ન હોય. (૨૨-૨૪)
૧૧. ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હેતો નથી, અથવા હોય તો દુઃખ વેઠતો નથી; દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે. . . . સંસારમાં પ્રારબ્દાનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવે, પરંતુ તેમાં પ્રીતિઅપ્રીતિ કરવાને આપણે સંકલ્પ પણ ન કરવો. (૨૩).
૧૨. બગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતનધર્મરૂપ “પરમસત્ય” તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે. (૧૫)
૨૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org