________________
શ્રીમદ્ રાજચંદ્ર
સ્યાદ્વાદ જેવી રીતે સમજાવવામાં આવતો હતો તે જોતાં એ આક્ષેપ ખરો પણ હેય. છતાં એટલું તો ચોક્કસ છે કે વિવિધ દષ્ટિબિંદુથી નીરખ્યા સિવાય એક સમગ્ર વસ્તુનું સ્વરૂપ સમજાતું નથી. અને એટલા માટે આધાર ઉપયોગી તથા સાર્થક છે. મહાવીરના સિદ્ધાંતમાં કેટલાક કહે છે તે સંશયવાદ હોય એમ હું માનતો નથી. સ્યાદ્વાદ એ સંશયવાદ નથી. સ્યાદ્વાદ એક મહાન દષ્ટિબિંદુ આપણને પૂરું પાડે છે. વિશ્વને કેવી રીતે જોવું એ આપણને જોતાં શીખવે છે. - જૈનધર્મમાં ગૃહસ્થધર્મ અને સાધુધર્મ એવા બે ભેદ પાડવામાં આવ્યા છે. એ ભેદોમાં એક મોટી ખૂબી સમાયેલી છે. સાધુઓને મહાવ્રત પાળવાનાં હોય છે અને ગૃહસ્થોને અણુવ્રત પાળવાનાં હોય છે. પણ એ ઉપરથી ગૃહસ્થોએ એમ માની લેવાનું નથી કે અમને અમુક પાપકર્મો કરવાની ગૃહસ્થ ધર્મ છૂટ આપે છે. ગૃહસ્થધર્મ ગૃહસ્થને એમ કહે છે કે તમે અમુક પ્રકારની અનિવાર્ય હિંસાથી વિશેષ હિંસા કરશે નહિ. તમે સહેજ અહિંસાધર્મ પાળશે કિવા સહેજ સદાચાર પાળશે તો પણ તેને ઘણા ધર્મ માની લેવામાં આવશે. મતલબ કે અણુવ્રતનું પાલન કરતાં શ્રાવકે એ વાત તે બિલકુલ ભૂલી જવી જોઈતી નથી કે તેને મહાવ્રતની સમીપમાં પહોંચવાનું છે. વ્યાપારમાં જો કે કેટલેક પ્રસંગે મૃષાવાદ બોલ્યા વિના ન જ ચાલે એમ માની લેવામાં આવે છે, અને કેટલાક ધંધામાં એ દોષો સ્વાભાવિકપણે જ રહેલા હોય છે. પરંતુ ધંધાદારીઓ જે ધારે તો એ ધંધામાં પણ પોતાનું ઉજવળ ચારિત્ર્ય ખીલવી શકે. આપણે મનમાં લઈએ તો ધંધાના સ્વાભાવિક છે પણ દૂર કરી શકીએ.
[ છેવટે તેમણે તે દિવસના સમારંભનો ઉપસંહાર કરતાં - જણાવ્યું:]
મરહૂમ રાજચંદ્રનું જીવન એક યથાર્થ મહાત્માનું જીવન હતું. તેમના જીવન ઉપર આપણે ખાસ લક્ષ રાખવું જોઈએ. આજકાલ
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org