________________
શ્રી રાજચંદ્રનાં વિચારને ૬. અનિત્ય પદાર્થ પ્રત્યે મેહબુદ્ધિ હોવાને લીધે, આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. જેને અનાદિકાળથી અભ્યાસ છે, તે અત્યંત પુરુષાર્થ વિના અ૮૫ કાળમાં છોડી શકાય નહિ. માટે ફરી ફરી સત્સંગ, સશાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી, તે વિષયમાં, વિશેષ શ્રમ લેવો ગ્ય છે. (૨૮)
છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી, માત્ર જીવને પિતાના હિતને ત્યાગ કરવાનો વખત આવે છે; અને અનિત્ય પદાર્થને રાગ રહેવાથી, તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણને યોગ રહ્યા કરે છે. તેની બુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં જીવને મૂંઝાઈ પાછું વળવું પડે છે. અને તે મેહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાને યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યું છે. (૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org