________________
૧૦
વિજ્ઞાન ૧. વિવેક એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાને દીવો છે. વિવેક વડે કરીને ધર્મ ટકે છે. વિવેક નથી ત્યાં ધર્મ નથી. (૧૭)
૨. જ્ઞાનદર્શનાદિ ગુણે અજ્ઞાનદર્શને ઘેરી જે મિત્રતા કરી નાખી છે, તે ઓળખી ભાવામૃતમાં આવવું તેનું નામ વિવેક છે. (૧૭)
૩. વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક કહેવાય છે. જ્ઞાન, શીલ, ધર્મતત્વ અને તપ એ સઘળાં વિવેક વિના ઉદય પામે નહિ. જે વિવેકી નથી, તે અજ્ઞાની અને મંદ છે. (૧૭).
૪. આત્મા છે; આત્મા નિત્ય છે; આત્મા કર્તા છે; આત્મા કર્મનો ભોક્તા છે; તેથી તે નિવૃત્ત થઈ શકે છે અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે–એ છ કારણે જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિજ્ઞાન” અથવા “સમ્યફ દર્શનની પ્રાપ્તિ' ગણવી એમ શ્રીજિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. (૨૮) - પ. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ કારણને વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સત્સંગ આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાને યોગ બને છે. (૨૮)
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org