________________
શ્રીમદ રાજચંદ્રને જીવન બાધ “મારા પિતામહ કૃષ્ણની ભકિત કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદો મેં સાંભળ્યાં હતાં; તેમ જ જુદા જુદા અવતારો સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભકિતની સાથે એ અવતારોમાં પ્રીતિ થઈ હતી.”
શ્રીમનાં માતા દેવબાઈ જૈન કુટુંબમાંથી આવેલાં હતાં. આમ તેમના જીવનમાં આપણા ધર્મના બે મોટા પ્રવાહો – જૈન અને વૈષ્ણવ – એ બેઉનો સુંદર સંગમ થયો હતો. વવાણિયાનાં બીજાં વણિક કુટુંબે જૈન હતાં. એટલે માતાની જૈન અસર ઉપરાંત એમને આસપાસથી પણ જૈન વાતાવરણ મળ્યું હતું. એને પ્રભાવે તે વૈષ્ણવધર્મી જ્ઞાન ઉપરાંત જૈનધમીં જ્ઞાન પણ મેળવવા લાગેલા. ઉપર ઉલ્લેખેલા લેખમાં તે કહે છે કેઃ
જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે તે બધાની કુળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં, કાંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી. . . . કંડીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા, છતાં હું તેઓથી વાદ કરતો અને સમજણ પાડવા પ્રયત્ન કરતે. પણ હળવે હળવે મને તેમના પ્રતિક્રમણ સૂત્ર” ઇત્યાદિ પુસ્તક વાંચવા મળ્યાં. તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત અને જીવથી મિત્રતા ઈચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વધ્યો. છતાં સ્વચ્છ રહેવાના તેમ જ બીજ આચારવિચાર મને વૈષ્ણવના પ્રિય હતા; અને જગત્કર્તાની શ્રદ્ધા હતી.”
આ તેમનું કથન તેમના ૧૩ વર્ષના આયુ માટેનું છે. આવા પ્રચુર ધર્મવારસાની સાથે એમણે પિતાનું જીવન શરૂ કર્યું હતું.
. પ્રથમથી જ તે પ્રતિભાશાળી બાળક હતા. સાત વર્ષે એમણે શાળામાં અભ્યાસ શરૂ કર્યો. ૧૧મા વર્ષ સુધી તે ચાલ્યો. સ્મૃતિ
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org