________________
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ઋણમુક્ત થવું એ જ તેની સદા ઉપયોગી, વહાલી, શ્રેઇ અને પરમ જિજ્ઞાસા છે. બાકી તેને કાંઈ આવડતું નથી, તે બીજું કંઈ ઈચ્છતા નથી. પૂર્વ કર્મના આધારે તેનું સઘળું વિચરવું છે. આ વાત ગુપ્ત રાખશે. કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી. પણ આત્માને આટલું પૂછવાની જરૂર છે કે, જે મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પવિકલ્પ, રાગદ્વેષને મૂક; તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તેની મેળે મૂકી દેશે. . . . જ્યાંત્યાંથી રાગદ્વેષરહિત થવું એ જ મારો ધર્મ છે.”
પછીના વર્ષમાં તે એક વિસ્તૃત પત્રમાં જણાવે છે –
“આપના પહેલાં આ જન્મમાં હું લગભગ બે વર્ષથી કંઈક વધારે કાળથી ગૃહસ્થાશ્રમી થયો છું, એ આપના જાણવામાં છે. ગૃહાશમી જેને લઈને કહી શકાય છે તે વસ્તુ (એટલે કે પત્ની) અને મને તે વખતમાં કંઈ ઘણા પરિચય પડ્યો નથી; તો પણ તેનું બનતું કાયિક, ચિક, અને માનસિક વલણ મને તેથી ઘણુંખરું સમજાયું છે; અને તે પરથી તેનો અને મારો સંબંધ અસંતોષપાત્ર થયો નથી. . . . મારો ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતોષપાત્ર નથી, તેમ ઉચિત સંતિષ પાત્ર પણ નથી. તે માત્ર મધ્યમ છે; અને તે મધ્યમ હાવામાં પણ મારી કેટલીક ઉદાસીનવૃત્તિની સહાયતા છે.
તત્ત્વજ્ઞાનની ગુપ્તગુફાનાં દર્શને લેતાં હાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે, અને ખચિત તે તત્ત્વજ્ઞાનનો વિવેક પણ આને ઊગ્યો હતા; કાળના બળવત્તર અનિષ્ટપણાને લીધે, તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે, તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો; અને ખરે ! જે તેમ ન થઈ શક્યું છે, તો તેના (મારા) જીવનનો અંત આવત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org