SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા પૂર્વકર્મનો જ દોષ છે. . . . હું સંસારથી લેશ પણ રાગસંયુક્ત નથી, છતાં તેને જ ભોગવું છું. કાંઈ મેં ત્યાખ્યું નથી. . . . અત્યારે હું કોણ છું તેનું મને પૂર્ણ ભાન નથી. . . . હે જીવ ! તું ભૂલ મા. સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહિ મળે. . . . અંતરની સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું . આશ્ચર્ય ભૂલ.” પરંતુ આ આત્મમંથનની સાથે સાથે ત્યાગ, વૈરાગ્ય તથા તવજિજ્ઞાસા પણ તેમનામાં એટલા જ જોરથી જાગ્રત થતાં જાય છે. તે જ વર્ષના એક પત્રમાં તે લખે છે : એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંતભવનું સાટું વળી રહેશે એમ હું સમજ્યો છું. અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. એ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધનપદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા, એ જ (મારી) માન્યતા છે. તે પછી તે માટે જગતની અનુકૂળતા–પ્રતિકુળતા શું જેવી ? તે ગમે તેમ બોલો પણ આમા જે બંધનરહિત થતો હોય, તો તેમ કરી લેવું, એટલે કીર્તિ અપકીર્તિથી સદાકાળને માટે રહિત થઈ શકાશે. અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોનો જે વિચારે મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં મૃત છે, પણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજે. મારે માટે કઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો. . . . . . આ તમારા “માનેલા મુરબી” માટે કોઈપણ પ્રકારે હશેક કરશે નહિ. તેની ઇચ્છા સંકલ્પવિકલ્પથી રહિત થવાની જ છે. તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતુંવળગતું નથી કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બેલાય, તે ભણે હવે જવા ઈચ્છા નથી. . . . જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યાં છે, તે હળવે હળવે તેને આપી દઈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy