________________
" શ્રી રાજયની જીવનયાત્રા वं किंधिवि चिंतंतो णिरीहवित्ती हवे जदा साहू । लद्धण य एयतं तदाहु तं तस्स णिश्चयं साणं ॥ ५५॥
(
૪૬) ભાવાર્થ : વિવિધ ધ્યાનમાં સિદ્ધિ મેળવવાને અર્થે તમારું ચિત્ત જે સ્થિર થયેલું ઇચ્છતા હે, તો ઈષ્ટ અને અનિષ્ટ વિષયોમાં મેહ, રાગ અને દ્વેષ કરવા છોડી દો. | ૪૮ ||
કઈ પણ પ્રકારના વિષય ઉપર ધ્યાન કરતાં સાધુ સ્વરૂપસ્થિતિ૨૫ એકાગ્રતા પ્રાપ્ત કરી સકામવૃત્તિઓથી રહિત થઈ શકે, ત્યારે તેને સાચું ધ્યાન પ્રાપ્ત થયું કહેવાય. ૫૫ /
કોઈ કોઈ વાર શ્રી રાજચંદ્ર બધાની વચમાં કલાકો સુધી મૌનપણે સમાધિસ્થ રહેતા; અથવા તે બધાને લઈ દૂર પહાડ ઉપર ચાલ્યા જતા. તે વખતે તે એવા આત્મવેગમાં રહેતા કે કાંટા, ઝાંખરાં કશાનું તેમને ભાન રહેતું નહિ અને વેગપૂર્વક ઊંચે ઊંચે ચાલ્યા જતા. પછી કોઈ શિલા ઉપર જઈને બેસતા અને કાંઈ પઠન પાઠન કરતા અથવા ધાર્મિક વિવેચન કરતા. કઈ કઈ વાર તો હિંસ્ત્ર પશુઓનાં નિવાસસ્થાન સમીપ જ દેખાતાં. તે પ્રસંગ દરમ્યાન શ્રી રાચંદે આખું “દ્રવ્યસંગ્રહ” પુસ્તક મુનિએને વાંચી સંભળાવ્યું હતું.
શ્રી રાજચંદ્ર આ વખતે ઈડરમાં ત્રણ માસ રહ્યા હતા. તે પિતાને ઘણો વખત ગુફાઓમાં ગાળતા. ઈડરથી વવાણિયા તરફ શ્રી રાજચંદ્ર ત્રણેક માસ માટે ગયા હતા. ત્યાંથી પાછા ફરી, થાડે વખત ઈડર રહી મુંબઈ ગયા હતા. સં. ૧૯૫૬માં કેટલોક કાળ તેમણે ધર્મપુરનાં જંગલોમાં ગાળ્યો હતો.
ઈડરથી સં. ૧૯૫૬માં શ્રી રાજચંદ્ર અમદાવાદ પાસેના નરોડા ગામમાં મુનિઓ રહેતા હતા ત્યાં પધાર્યા હતા. આ અરસામાં તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org