________________
૨૯ : પ્રશ્નો
સમયે સમયે અનંત કાળ ભોગવવાં પડે એવાં કર્મ તે આગામી કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. . . . અર્ચના એક તણખાને વિષે આખો લોક સળગાવી શકાય એટલો “ઐશ્વર્ય' ગુણ છે; તથાપિ તેને જેવો યોગ થાય છે, તો તેને ગુણ ફળવાન થાય છે. તેમ, અજ્ઞાનપરિણામને વિષે અનાદિ કાળથી જીવનું રખડવું થયું છે; તેમ હજુ અનંત કાળ પણ ચૌદ રાજલોકમાં પ્રદેશ પ્રદેશે અનંત જન્મ, મરણ તે પરિણામથી હજુ સંભવે; તથાપિ, જેમ તણખાને અગ્નિ ચોગવશ છે, તેમ અજ્ઞાનનાં કર્મપરિણામની પણ અમુક પ્રકૃતિ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મેહનીય કર્મનું બંધન થાય, તે સિત્તર કોડા કડી સાગરોપમ [વર્ષનું થાય, એમ જિને કહ્યું છે, તેનો હેતુ સ્પષ્ટ છે કે, જે અનંત કાળનું બંધન થતું હોય, તે પછી જીવને મેક્ષ ન થાય. એ બંધ હજુ નિવૃત્ત ન થયે હોય ..ત્યાં વખતે બીજી તેવી સ્થિતિને સંભવ હોય. પણ એવાં મેહનીય કર્મ . . . એક વખતે ઘણું બાંધે એમ ન બને. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ બીજું તે જ સ્થિતિનું બાંધે; તેમ બીજું નિવૃત્ત થતાં પ્રથમ ત્રીજું બાંધે; પણ બીજું, ત્રીજું, ચેાથું, પાંચમું, છછું એમ સૌ એક મેહનીય કર્મના સંબંધમાં તે જ સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં. કારણ કે જીવને એટલો અવકાશ નથી. મેહનીય કર્મની એ પ્રકારે સ્થિતિ છે. તેમ આયુષ્યકર્મની સ્થિતિ શ્રીજિને એમ કહી છે કે, એક જીવ એક દેહમાં વર્તતાં તે દેહનું જેટલું આયુષ્ય છે તેટલાના ત્રણ ભાગમાંના બે ભાગ વ્યતીત થયે આવતા ભવનું આયુષ્ય બાંધે; તે પ્રથમ બાંધે નહીં; અને એક ભવમાં આગામિક કાળના બે ભવનું આયુષ્ય બાંધે નહીં, એવી સ્થિતિ છે. અર્થાત જીવને અજ્ઞાનભાવથી કર્મસંબંધ ચાલ્યો આવે છે, તથાપિ તેને કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબનારૂપ છતાં, અનંત દુઃખ અને ભવનો હેતુ છતાં પણ જેમાં છવ તેથી નિવૃત્ત થાય એટલે અમુક પ્રકાર બાધ કરતાં સાવ અવકાશ છે. આ
૩૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org