________________
- શ્રી રાજચંદ્રનાં વિચારને હેતુએ જેના સમસ્ત ઉપદેશ છે, એવાં શાસ્ત્રને પરિચય, તે સત મુતને પરિચય છે. (૧૯૫૬) - ૫૪. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે, એવા મુમુક્ષ જીવને જ્યાં સુધી તે જોગને વિરહ રહે, ત્યાં સુધી દઢ ભાવે તે ભાવના ઇચ્છી, પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી, પોતાને વિષે લધુપણું માન્ય કરી, પોતાના જોવામાં આવે તે દેશ પ્રત્યે નિવૃત્તિ ઇચ્છી, સરળપણે વત્ય કરવું; અને જે કાર્ય કરી તે ભાવનાની ઉત્પત્તિ થાય, એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું. (૨૫)
૫૫. આ કાળને વિષે સત્સંગની પ્રાપ્તિ થવી ઘણું દુર્લભ છે એમ જાણું, જે જે પ્રકારે સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય, તે તે પ્રકારે પ્રવર્તવાને પુરુષાર્થ વારંવાર વખતોવખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે (૨૨-૨૪) [ તથા ] આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને એાસરાવી, સલ્ફાસ્ત્રને પરિશ્રમ વિશેષ કરીને કર્તવ્ય છે. આરંભપરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હેય, તે જીવમાં સપુરુષના વચનનું અથવા સશાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. (૩૦)
સત્સગનું ફળ ૫૬. સત્સંગ એ. સર્વ સુખનું મૂળ છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. જ્યાં સારી હવા નથી આવતી, ત્યાં રોગની વૃદ્ધિ થાય છે; તેમ જ્યાં સત્સંગ નથી, ત્યાં આત્મરંગ વધે છે. મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જળ સ્વચ્છ કરે છે, તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબોધ અને પુરુષોને સમાગમ ટાળી શુદ્ધતા આપે છે. સત્સંગ એ આત્માનું પરમ હિતસ્વી ઔષધ છે, (૧૭)
૫૭. સત્સંગ છે તે કામ બાળવાને બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાની પુરુષે કામનું તવું તે અત્યંત દુષ્કર કહ્યું છે–તે સાવ સિદ્ધ
૨૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org