________________
શ્રી રાજચંદ્રનાં વિચારને ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરે, એ ગીનું લક્ષણ નથી. સર્વોત્તમ ભેગી તો એ છે કે, જે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ સર્વ પ્રકારે “સત’ જ આચરે છે– જગત જેને વિસ્મૃત થયું છે. (૧૯૪૭) - જ્ઞાની પુરુષો ત્રિકાળની વાત જાણતાં છતાં પ્રગટ કરતા નથી. એ સંબંધમાં એમ જણાય છે કે, ઈશ્વરી ઈચ્છા જ એવી છે કે, અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળિક વાત પ્રસિદ્ધ ન કરે, અને જ્ઞાનીની પણ અંતરની ઈછા તેથી જ જણાય છે. જેની કોઈ પ્રકારની આકાંક્ષા નથી, એવા જ્ઞાની પુરુષને કંઈ કર્તવ્યરૂપ નહીં હોવાથી, જે કંઈ ઉદયમાં આવે તેટલું જ કરે છે. (૧૯૪૭)
શ્રી મહાવીરસ્વામી સમીપે ગોશાલાએ આવી બે સાધુને બાળી નાખ્યા, ત્યારે જે જરા એશ્વર્યપણું કરીને (તેમણે) સાધુની રક્ષા કરી હોત તો (તેમને) તીર્થકરપણું ફરી કરવું પડત. પણ જેને
હું ગુરુ છું, “મારા શિષ્ય છે” એવી ભાવના નથી, તેને તેવો કોઈ પ્રકાર કરવો પડતો નથી. “(હું) શરીરરક્ષણને દાતાર નથી, ફક્ત ભાવઉપદેશનો દાતાર છું; જે હું રક્ષા કરું તો મારે ગોશાલાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે” એમ (તેમણે) વિચાર્યું. અર્થાત તીર્થંકર એમ મારાપણું કરે જ નહીં. (૧૯૫૨),
લબ્ધિ-સિદ્ધિ સાચી છે; અને તે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે; જેગી વૈરાગી એવા મિથ્યાત્વીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હેઈને અપવાદ છે. એવી શક્તિવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી; તેમ બતાવતા પણ નથી. જે કહે છે, તેની પાસે તેવું હોતું નથી. (૧૯૫૬)
૩૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org