________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
શ્રીમનું પિતાનું જ કહી શકાય એવું કાંઈ પણું તત્ત્વજ્ઞાન તેમનાં લખાણમાં નથી. તેમના જીવનમાં ભારતીય ઋષિઓએ ચિંતવેલું જ તત્ત્વજ્ઞાન સંક્રમે છે. તેમાં ય તેમના પ્રાથમિક જીવનમાં જે થોડાક વૈદિક કે વૈષ્ણવ તત્ત્વજ્ઞાનના સંસ્કાર હતા, તે ક્રમે સમૂળગા ખરી જઈ, તેનું સ્થાન જિન તત્વજ્ઞાન લે છે; અને તે એમના વિચાર તેમ જ જીવનમાં એટલું બધું ઓતપ્રેત થઈ જાય છે કે, તેમની વાણું અને વ્યવહાર જિન તત્ત્વજ્ઞાનનાં દર્પણ બની જાય છે. જીવ, અજીવ, મેલ, તેના ઉપાયો, સંસાર, તેનું કારણ, કર્મ, કર્મનાં વિવિધ સ્વરૂપ, આધ્યાત્મિક વિકાસક્રમ—ગુણસ્થાન, નય, (એટલે કે, વિચારણનાં દૃષ્ટિબિન્દુઓ) અનેકાંત (સ્યાદ્વાદઃ એટલે કે વસ્તુને સમગ્રપણે સ્પર્શનાર દષ્ટિ ), જગતનું એકંદર સ્વરૂપ, ઈશ્વર, તેનું જગત-કતૃત્વ, જીવનું એત્વ કે અને ત્વ, તેનું વ્યાપકત્વ કે દેહપરિમિતત્વ, ઇત્યાદિ તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં આવતા અનેક મુદ્દાઓને તે અનેક વાર ચર્ચે છે. બલકે તેમનું સમગ્ર લખાણ જ માત્ર આવી ચર્ચાઓથી વ્યાપ્ત છે: એમાં આપણે અથથી ઇતિ સુધી જૈન દષ્ટિ જ જોઈએ છીએ. તેમણે એ બધા મુદ્દા પર ઊંડી અને વેધક ચર્ચા કરી છે, પણ તે માત્ર જૈન દષ્ટિને અવલંબીને અને જૈન દષ્ટિનું પિપણ થાય એ રીતે જ; કોઈ એક જૈન ધર્મગુરુ કરે તેમ ફેર એટલે અવશ્ય છે કે, ક્રમે ક્રમે તેમના ચિંતન અને વાચનના પ્રમાણમાં એ ચર્ચાઓ કેઈ એક જૈન વાડાગત શાસ્ત્રમાં પરિમિત ન રહેતાં, સમગ્ર જૈન શાસ્ત્રને સ્પર્શી ચાલે છે. એમના અંતરાત્મામાં જૈન તત્ત્વજ્ઞાનને સંસ્કાર એટલે સુધી પિપાયેલો છે કે, તેઓ પ્રસંગ આવતાં સરખામણીમાં વૈદિક આદિ તત્ત્વજ્ઞાનને પિતાની સમજ મુજબ નિખાલસપણે “અધૂરાં દર્શાવે છે. એમનાં લખાણ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે, એમણે વેદાનુગામી
૧૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org