________________
શ્રીમરાજચંદ્ર –એક સમાલોચના જે કાંઈ પણ વિચાર્યું છે કે નિર્ણય બાંધ્યો હોય તે તેમનાં લખાણમાં એ વિષે ક્યાં ય સ્પષ્ટ નિર્દેશ કેમ નથી જણાતો ? ટંકારામાં જન્મેલ બ્રાહ્મણ મૂળશંકરને ધર્મભાવના સાથે જ સમાજસુધારા અને રાષ્ટ્રકલ્યાણની ભાવના મ્હરે, જ્યારે એ જ ટંકારાની પાસેના વવાણિયામાં જન્મેલ તીર્ણપ્રજ્ઞ વૈશ્ય રાજચંદ્રને જાણે એ ભાવના સ્પર્શ જ નથી કરતી અને માત્ર અંતર્મુખી આધ્યાત્મિકતા જ એમને વ્યાપે છે, એનું શું કારણ? સામાજિક કે રાષ્ટ્રીય કે બીજી કોઈ બાહ્ય પ્રવૃત્તિ સાથે સાચી આધ્યાત્મિક્તાને લેશ પણ વિરોધ હતો જ નથી એ વસ્તુ જે ગાંધીજીએ જીવનથી બતાવી, તો તેમના જ શ્રદ્ધેય અને ધર્મસ્નેહી પ્રતિભાશાળી રાજચંદ્રને એ વસ્તુ કાં ન સૂઝી એ એક ગંભીર પ્રશ્ન છે. એને ઉત્તર કાંઈક તો એમના જ “મારું હાડ ગરીબ હતું' એ શબ્દોમાં તરવરતી પ્રકૃતિમાંથી મળી જાય છે અને કાંઈક એમના વાંચન–ચિંતનના સાહિત્યની યાદી ઉપરથી અને કાંઈક એમના અતિ મર્યાદિત પરિચય અને ભ્રમણક્ષેત્રમાંથી મળી જાય છે.
એમના સ્વભાવમાં આત્મલક્ષી નિવૃત્તિનું તત્ત્વ મુખ્ય જણાય છે. તેથી એમણે બીજા પ્રશ્નને કદાચ જાણીને જ સ્પર્યા નથી. એમણે જે સાહિત્ય, જે શાસે વાંચ્યાં છે, અને જે દષ્ટિએ વિચાર્યા છે, તે જોતાં પણ એમનામાં પ્રવૃત્તિના સંરકારે પિપાવાને સંભવ જ નથી. શરૂઆતથી ઠેઠ સુધી તેમનું ભ્રમણ અને પરિચયક્ષેત્ર માત્ર વ્યાપારી પૂરતું રહ્યું છે. વ્યાપારીઓમાં પણ મુખ્યપણે જન. જેને જન સમાજના સાધુ કે ગૃહસ્થ વ્યાપારીવર્ગને પરિચય હશે, તેને એ કહેવાની તે ભાગ્યે જ જરૂર રહે છે કે, મૂળગામી જૈન પરંપરામાંથી પ્રવૃત્તિનું– કર્મયોગનું–બળ મેળવવું કે સવિશેષ કેળવવું ભાગ્યે જ શકય છે. તેથી શ્રીમદ્દના નિવૃત્તિગામી સ્વભાવને વ્યાપક પ્રવૃત્તિમાં વાળે એ કઈ પ્રબળ વેગ તેમની બાહ્ય પરિસ્થિતિમાંથી પ્રગટે એવો ભાગ્યે જ સંભવ હતો.
૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org