________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા મૃતિપરાયણ જ હોય છે. શાસ્ત્રોએ લખ્યું છે, વડવાઓએ માન્યું છે, વડીલો કહેતા આવ્યા છે એટલા કારણે જ અમુક માન્યતાઓ ધારણ કરવી, અમુક રિવાજો પાળવા, અને અમુક ટોળામાં રહેવું એ માણસને માટે સહેલું અને સ્વાભાવિક છે. સાધના, સાક્ષાત્કાર અને મેક્ષ એ ગમે તેટલા રોચક શબ્દો હોય તે સામાન્ય માણસને માટે એ નથી હોતા. જેઓ શાસ્ત્રોને સ્વીકાર કરે છે અને આજકાલ જેઓ શાસ્ત્રોને ઇનકાર કરે છે તેઓ મોટે ભાગે રૂઢિગ્રસ્ત જ હોય છે. જેઓ સ્વીકાર કરે છે તેઓ પરંપરાને લીધે સ્વીકાર કરે છે, અને જેઓ ઇનકાર કરે છે તેઓ મોટે ભાગે એક નવી ફૅશન જોઈ અને બૌદ્ધિક સહેલાઈ જેઈ ઇનકાર કરે છે. આ બન્નેનું જીવન સાવ જ છીછરું હોય છે એમ નહિ, પણ તેઓ પ્રયોગવીર ન કહેવાય. શાસ્ત્રોમાં મૂળ મુદ્દાની વાત લખી છે તેને પ્રયોગ અને અનુભવ કર્યા વગર રહેવાય જ નહિ, એ જાતને આગ્રહ રાખનારા જે ડાક પુરુષો હોય છે તેઓ જ ખરું જોતાં ધર્મની બાબતમાં જીવતા લોકે કહેવાય.
શ્રીમદ્ રાજચંદ્ર એ કોટિના ગણાય. એમનાં લખાણ પરથી સ્પષ્ટ થાય છે કે છેક નાનપણથી ધાર્મિક જીવનને આગ્રહ એમનામાં હતિ, મનોમંથન અખંડ ચાલુ હતું. પ્રયોગવીર તરીકે પોતાના પ્રયોગોને રિપોર્ટ વખતોવખત પોતાના મિત્રાને અને સહધમીઓને આપવાને પોતે બંધાયેલા છે એમ તેઓ માનતા. તેથી જ તેમના કાગળામાં પિતાને વિષે અનેક વાર ઉલ્લેખ આવે છે.
અધ્યાત્મશાસ્ત્રનો અનુભવ વિવિધ હોય છે, અને ઘણી વાર એકાંગી હોય છે. નિખાલસપણે પિતાનું હદય તપાસતાં દેશો અને વિકારે જણાઈ આવે, એટલે સાધનાના પ્રમાણમાં કશી પ્રગતિ થઈ નથી એમ જણવાથી માણસ તદ્દન નાલાયકીને એકરાર કરે છે. બીજી બાજુ, વિકાર સામે જ્યાં મહાન વિગ્રહ ચલાવે પડે એવી
૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org