________________
વ્રત–નિયમ ૧. પચ્ચખાણ ( પ્રત્યાખ્યાન) શબ્દ, ‘અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એ જે નિયમ કરવો’ તેને બદલે વપરાય છે. પ્રત્યાખ્યાન કરવાનો હેતુ મહા ઉત્તમ અને સૂક્ષમ છે. રાત્રે આપણે ભજન ન કરતા હોઈએ, પરંતુ તેને જે પ્રત્યાખ્યાનરૂપે નિયમ ન કર્યો હોય, તે તે ફળ ન આપે; કારણ આપણી ઈરછા ખુલ્લી રહી. જેમ ઘરનું બારણું ઉઘાડું હોય અને શ્વાનાદિક જનાવર કે મનુષ્ય ચાલ્યું આવે, તેમ ઈચ્છાનાં દ્વાર ખુલ્લાં હોય, તો તેમાં કર્મ પ્રવેશ કરે છે. એટલે કે એ ભણી આપણા વિચાર છૂટથી જાય છે. તે કર્મબંધનનું કારણ છે. અને જે પ્રત્યાખ્યાન હેય, તે પછી એ ભણું દૃષ્ટિ કરવાની ઈચ્છા થતી નથી.
પ્રત્યાખ્યાનથી એક બીજો પણ મોટો લાભ છે. તે એ કે અમુક વસ્તુઓમાં જ આપણો લક્ષ રહે છે. બાકી બધી વસ્તુઓને ત્યાગ થઈ જાય છે. જે જે વસ્તુ ત્યાગ કરી છે, તે તે સંબંધી વિશેષ વિચાર કે એવી કોઈ ઉપાધિ રહેતી નથી. એ વડે મન બહુ બહોળતાને પામી, નિયમરૂપી સડકમાં ચાલ્યું જાય છે. મને એ નિયમરૂપી લગામમાં આવવાથી, પછી ગમે તે શુભ રાહમાં લઈ જવાય છે. અને તેમાં વારંવાર પર્યટન કરાવવાથી તે એકાગ્ર, વિચારશીલ અને વિવેકી થાય છે. મનનો આનંદ શરીરને પણ નીરોગી કરે છે. (10)
૨૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org