________________
૧૭ : ઈદ્રિયજય
પ્રવૃત્તિ છે. તે પણ પૂર્વ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામથી સંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉભવને અર્થે વિષય આરાધવા જતાં તે ઘણું કરી બંધાવા સંભવ છે. કેમકે, જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે. તો જેની માત્ર વિચારદશા છે, એવા પુરુષને ભાર નથી કે તે વિષયને એ પ્રકારે જીતી શકે. (૨૯)
૮. જીવે અવશ્ય જાગૃત રહેવું. કારણ કે, વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે, તે હરેક પ્રકારે છેતરે છે. વૃત્તિઓ પ્રથમ જાણે છે કે, “હમણું આ શૂરાતનમાં છે એટલે આપણું બળ ચાલવાનું નથી.’ અને તેથી ચૂપ થઈ બધી દબાઈ રહે છે. જ્યારે જ્ઞાની પુરુષ ત્યાગ કરાવવાને માટે કહે કે, “આ પદાર્થ ત્યાગી દે” ત્યારે વૃત્તિ ભૂલવે છે કે, “ઠીક છે, હું બે દિવસ પછી ત્યાગીશ.” આવા ભુલાવામાં પડે છે કે વૃત્તિ જાણે છે કે “ઠીક થયું. અણીનો ચૂકયો સે વર્ષ જીવે.” એટલામાં શિથિલપણનાં કારણે મળે કે, “આ ત્યાગવાથી રોગનાં કારણે થશે. માટે હમણાં નહિ, પણ આગળ ત્યાગીશ.” આ રીતે વૃત્તિઓ છેતરે છે. (૨૯)
૯. પાંચ ઇકિયે શી રીતે વશ થાય ? વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. ફૂલના દૃષ્ટાંત. ફૂલમાં સુગંધ હોય છે તેથી મને સંતુષ્ટ થાય છે. પણ સુગંધ થોડી વાર રહી નાશ પામી જાય છે અને ફૂલ કરમાઈ જાય છે પછી કાંઈ મનને સંતોષ થતો નથી. તેમ સર્વ પદાર્થને વિષે તુચ્છભાવ લાવવાથી ઇન્દ્રિયોને પ્રિયતા થતી નથી અને તેથી ક્રમે ઇકિયો વશ થાય છે. વળી પાંચ ઇકિયામાં પણ જિહવા છદ્રિય વશ કરવાથી બાકીની ચાર ઇકિય સહેજે વશ થાય છે. તુચ્છ આહાર કરવો, કઈ રસવાળા પદાર્થમાં દોરાવું નહીં. બલિઇ આહાર ન કરવો. (૨૯)
૧૦. તીર્થકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઈકિયાને વશ કરવા માટે. એકલા ઉપવાસ કરવાથી ઈદ્રિયો વશ થતી નથી.
૨૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org