________________
શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન પણ ઉપયોગ હેય તા–વિચારસહિત થાય તો–વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણુ નકામું જાય છે, તેમ ઉપયોગ વિનાને ઉપવાસ આભાર્થે થતો નથી. (૨૯)
૧૧. બાહ્ય ઇકિય વશ કરી હોય, તો પુરુષના આશ્રયથી અંતર્લક્ષ થઈ શકે. આ કારણથી બાહ્ય ઇ િવશ કરવી તે શ્રેષ્ઠ છે. બાહ્ય ઈકિય વશ હોય અને પુરુષનો આશ્રય ન હોય, તો લૌકિકભાવમાં જવાનો સંભવ રહે. (૨૯)
૧૨. જીવ એમ માને છે કે, હું કાંઈક સમજું છું અને જ્યારે ત્યાગ કરવા ધારીશ ત્યારે એકદમ ત્યાગ કરી શકીશ. પરંતુ તે માનવું ભૂલભરેલું થાય છે. જ્યાં સુધી એ પ્રસંગ નથી આવ્યો, ત્યાં સુધી પિતાનું જોર રહે છે. જ્યારે એ વખત આવે છે, ત્યારે શિથિલપરિણમી થઈ મેળો પડે છે. માટે આસ્તે આસ્તે તપાસ કરવા તથા પરિચય કરવા માંડે. એકદમ ત્યાગ કરવાનો વખત આવે ત્યારની વાત ત્યારે, એ વિચાર તરફ લક્ષ રાખી, હાલ તો આસ્તે આસ્તે ત્યાગની કસરત કરવાની જરૂર છે. શરીરમાં પણ આંખ, જીભ અને ઉપસ્થ એ ત્રણ ઈકિયેના વિષયના દેશદેશે ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરાવવાનું છે. હાલ તપાસ દાખલ અંશે અંશે જેટલો જેટલો ત્યાગ કરે તેમાં પણ મોળાશ ન રાખવી. તેમજ રૂઢિને અનુસરી ત્યાગ કરે એમ પણ નહિ. જે કાંઈ ત્યાગ કરવો તે શિથિલતાપણુરહિત તથા બારીબારણાંરહિત કરે. અથવા બારીબારણાં રાખવાં જરૂર હોય, તો તે પણ ચોકસ આકારમાં ખુલ્લી રીતે રાખવાં. પણ એવાં ન રાખવાં કે તેનો અર્થ જ્યારે જે કરવો હોય તેવો થઈ શકે. ત્યાગ કરવા પછી પોતાને મનગમત અર્થ કરે નહિ. (૩૨)
૨૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org