________________
શ્રી રાજયનાં વિચારને પ. સર્વ ચારિત્ર્ય વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મેક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત, અનુપમ સહાયકારી છે; તથા મૂળભૂત છે. (૨૨-૩૪)
નીરખીને નવયૌવના, લેશ ન વિષચનિદાન, ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન. આ સઘળા સંસારની, રમણ નાયકરૂપ, એ ત્યાગી, ત્યાખ્યું બધું, કેવળ શોકસ્વરૂપ. એક વિષયને છતતાં, જો સૌ સંસાર, નૃપતિ જીતતાં છતીએ, દળ, પુર ને અધિકાર. વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. સુંદર શિયળ સુરતરુ, મન, વાણું ને દેહ, જે નરનારી સેવશે; અનુપમ ફળ લે તેહ. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન,
પાત્ર થવા સેવે સદા, બહાચય મતિમાન. (૧૭) ૭. વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી, અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂછ ન સંભવે એમ થવું કઠણ છે. કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિમૂળપણું થવું સંભવતું નથી. જ્ઞાનદશા ન હોય તો વિષય
આરાધતાં ઉત્સુક પરિણામ ઉત્પન્ન થયા વિના ન રહે, અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી; અને એમ જે પ્રવર્તતા જાય, તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. માત્ર
૨૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org