________________
૩૦ : ગાંધીજી ઉપરના પગે ઉત્તર–ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષને હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે એવું કંઈ છે નહિ. જીવમાત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી; અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય, ત્યાં સર્વ ભાષા (લિપિ) જ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મોક્ષનો હેતુ છે, તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એ કંઈ નિયમ સંભવતો નથી.
૨૫. પ્રશ્ન-“કૃષ્ણાવતાર અને રામાવતાર એ ખરી વાત છે ? એમ હોય તો તે શું? એ સાક્ષાત ઈશ્વર હતા, કે તેના અંશ હતા ? તેમને માનીને મોક્ષ ખરો?”
ઉત્તર–(૧) બન્ને મહાત્મા પુરુષ હતા એવો તો મને પણ નિશ્ચય છે. આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા; સર્વ આવરણ તેમને મટ્યાં હોય, તો તેનો મોક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. ઈશ્વરનો અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી, કેમકે તેને વિરેાધ આપતાં એવાં હજારો પ્રમાણ દૃષ્ટિમાં આવે છે. ઈશ્વરનો અંશ જીવને માનવાથી બંધ, મેક્ષ બધાં વ્યર્થ થાય; કેમકે ઈશ્વર જ અજ્ઞાનાદિનો કર્તા થયો. એમ અજ્ઞાનાદિનો જે કર્તા થાય, તે પછી સહેજે ઈશ્વર હોય તો ય ઈશ્વરપણું ઈ બેસે, અર્થાત ઊલટું જીવન સ્વામી થવા જતાં ઈશ્વરને નુક્સાન ખમવાનો પ્રસંગ આવે તેવું છે. તેમ જીવને ઈશ્વરને અંશ માન્યા પછી પુરુષાર્થ કરવા યોગ્ય શી રીતે લાગે ? કેમકે તે જાતે તો કંઈ કર્તાહર્તા કરી શકે નહિ; એ આદિ વિરોધથી ઈશ્વરના અંશ તરીકે કોઈ જીવને સ્વીકારવાની પણ મારી બુદ્ધિ થતી નથી; તે પછી શ્રીકૃષ્ણ કે રામ જેવા મહામાને તેવા યુગમાં ગણવાની બુદ્ધિ કેમ થાય? તે બન્ને “અવ્યક્ત ઈશ્વર’ હતા, એમ
૩૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org