________________
શ્રી રાજચંદ્રનાં વિચારને જ્ઞાન હદયગત થતું નથી, જે થવા માટે પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનગ–જે [એવાં] સાધને, તે શુદ્ધ ઉપગ વડે સંમત થવાં જોઈએ. (૨૩)
૪. ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર . . . આત્મજ્ઞાનને હેતુ થાય છે; કેમકે, “પરમાર્થ આત્મા’ શાસ્ત્રમાં વર્તતે નથી, પુરુષમાં વર્તે છે. (૨૯)
૫. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરાક્ષ છે, અને તે જીવને અવિકારી થવા માટે કહી છે. મેક્ષ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આના આરાધવી જોઈએ. (૧૯૪૭)
૬. શાસ્ત્રોનાં શાસ્ત્રો મુખપાઠે હેય, એવા પુરુષો ઘણું મળી શકે, પરંતુ જેણે થોડાં વચને પર પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી, શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય, તેવા મળવા દુર્લભ છે. (૧૭)
૭. શાસ્ત્રનાં પાનાં ઉપાડવાં અને ભણવાં એમાં કાંઈ અંતર નથી, જે તત્વ ન મળ્યું છે. કારણ કે બેયે બે જ ઉપાડ્યો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણે ગયા . . . તેણે મને બોજો ઉપાડ્યો. જેને ઘેર આખો લવણસમુદ્ર છે, તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી. પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પિતાની અને કેટલાય બીજાની તૃષા મટાડવા સમર્થ છે. શાસ્ત્રાભ્યાસનો નિષેધ કરવાને હેતુ નથી– શાસ્ત્રાભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે અને કાળે કરી પાત્રતા મળશે;-પણું મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસને નિષેધ કરીએ છીએ. (૨૨-૨૪).
૮. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડે નથી, પણ અનુભવજ્ઞાનથી નિવડે છે. (૧૯૪૭)
૯. જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા
ર૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org