SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રનાં વિચારને ૯. સર્વ જીવને હિતકારી એવી જ્ઞાની પુરુષની વાણીને કંઈ પણ એકાંત દષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં. એ ઉપયોગ નિરંતર સ્મરણમાં રાખવાને યોગ્ય છે. (૧૯૫૩) ૧૦. અનાથદાસજીએ કહ્યું છે કે, એક અજ્ઞાનીના કેટી અભિપ્રાયો છે; અને કેટી જ્ઞાનીને એક અભિપ્રાય છે.” (૧૯૫૨) ૧૧. અમને તો બ્રાહ્મણ, વૈષ્ણવ ગમે તે સમાન છે. જૈન કહેવાતા હોય અને મતવાળા હોય, તે અહિતકારી છે. મતરહિત હિતકારી છે. (૧૯૫ર ) ૧૨. જૈન લિંગધારીપણું ધરી છવ અનંત વાર રખડ્યો છે. આ ઠેકાણે જૈનમાર્ગને નિષેધતા નથી. જેટલા અંતરંગે સાચો માર્ગ બતાવે તે જૈન. બાકી તો અનાદિ કાળથી જ ખટાને સાચું માન્યું છે, અને તે જ અજ્ઞાન છે. આત્મજ્ઞાન પ્રગટે ત્યારે જ આત્મજ્ઞાનીપણું માનવું. ગુણ પ્રગટ્યા વગર માનવું જ ભૂલ છે. ( ૧૯૫૨ ) ૨૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy