________________
દયામ સત્કાર્યથી, કર્તવ્યપાલનથી બીજાને દુઃખ થતું હોય તે તે વહોરીને પણ કાર્ય કરવું એમાં જ ખર દયાધર્મ છે.
ઘણી વાર કહીને લખી ગયો છું કે મેં ઘણાનાં જીવનમાંથી ઘણું લીધું છે. પણ સૌથી વધારે કોઈને જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે. દયાધર્મ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું. એવું એક પણ કાર્ય નહિ હોઈ શકે કે જેમાં કઈને જ આઘાત પહોંચતો ન હોય. પણ આ આઘાત દયાથી થયેલો હોવો જોઈએ. આ આઘાતની બે શરતો છે :
૧. સામાને આઘાત પહોંચે તેના કરતાં આપણને વધારે પહોંચે તે જ આપણે તેવું કાર્ય કરીએ.
૨. આપણે હેતુ શુભમાં શુભ હેય, તેમાં સામાનું કલ્યાણ જ આપણા મનમાં હેવું જોઈએ.
આપણે માની લઈએ કે મારો દીકરો દારૂ પીએ છે, બીડી પીએ છે, વ્યભિચારી છે. તે મારી પાસે પૈસા માગે છે. આજ સુધી તે તેણે માગ્યા તેમ મેં આપ્યા, કારણ છું આંધળો બાપ હતો. હું રાયચંદભાઈના પ્રસંગથી શીખ્યો કે મારે પિતાને તો દારૂ–બીડી ન જ પીવાં જોઈએ, વ્યભિચાર ન જ કરે જોઈએ, પણ બીજાનેયે તેમાંથી ઉગારી લેવા જોઈએ. એટલે મારો ધર્મ છે કે હું મારા દીકરાને પૈસા ન આપ્યું. તેના હાથમાં દારૂની પ્યાલી જોઉં તો મારે તે ઝૂંટવી લેવી જોઈએ. મને ખબર પડે કે અમુક પિટીમાં તે દારૂ રાખે છે તો મારે તે પિટી બાળી નાખવી જોઈએ. બાટલી દેખું તો મારે તે ફાડી નાખવી જોઈએ. એમ કરવાથી છોકરાને તો જરૂર આઘાત પહોંચશે. મને એ કર બાપ માનશે. દયાધર્મ સમજનાર બાપ પુત્રને આઘાત પહોંચે તેથી ડરતો નથી, પુત્રના શાપથી ગભરાતો નથી. દયાધર્મ–પરોપકાર ધર્મ–તો એવા
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org