________________
વિરાગ્ય
૧. સઘળાં પ્રાણુઓની સ્વાભાવિક ઈચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયાં રહે છે. પરંતુ વિવેકબુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે. તેઓ સંસારમાં નાના પ્રકારનાં સુખને આરોપ કરે છે. [ પરંતુ ] અતિ અવલોકનથી એમ સિદ્ધ થાય છે કે, તે આપ વૃથા છે. જે સુખ ભયવાળાં છે તે સુખ તે સુખ નથી પણ દુખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યો છે, તેમજ પરિણામે મહાતાપ, અનંત શેક અને અનંત ભય છે, તે વસ્તુનું સુખ તે માત્ર નામનું જ સુખ છે; વા નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતા નથી. ભર્તુહરિ ઉપદેશ છે કે
ભોગમાં રગને ભય છે; કુલને પડવાને ભય છે; લમીમાં રાજાને-ભય છે; માનમાં દીનતાને તથા બળમાં શત્રુને ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદને ભય છે; ગુણમાં ખલને ભય છે: અને કાયા પર કાળને.ભય છે
એમ સર્વ વસ્તુ ભયવાળ છે માત્ર વેરાગ્ય જ અભય છે. આમ સંસારનાં મનહર પણ ચપલ સાહિત્ય ભયથી ભય છે. વિવેકથી વિચારતાં જ્યાં ભય છે ત્યાં કેવળ શાક જ છે. જ્યાં શોક
૨૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org