________________
શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન એવાં પુસ્તકો વાંચવા કરતાં જેમાં પુરુષનાં ચરિત્ર અથવા વૈરાગ્ય કથા વિશેષ કરીને રહી છે, તેવાં પુસ્તકનો ભાવ રાખજે. મતમતાંતરને ત્યાગ કરવો. અને જેથી મતમતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહિ. (૨૭).
૨૫. મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસાર વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હેય નહિ. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એરૂપ જે ઈચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હેય નહિ. અને પૂર્વકર્મના બળે તેવો કઈ ઉદય હોય, તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, ભયાકુળ છે. મહાત્મા શ્રીતીર્થકરે પ્રાપ્ત પરિષહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. કેાઈ ઉદયયોગનું બળવાનપણું હોય અને સત્સંગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણે ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય, મૂંઝવણ આવી જતી હોય, તો પણ ધીરજ રાખવી, સત્સંગ સપુરુષનો યુગ વિશેષ કરી આરાધો. પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી કે સત્સંગ સપુરુષના યેગે પ્રમાદહતુએ વિલંબ કરવો તે ધીરજ છે. જીવ દિશામૂઢ રહેવા ઇચછે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહિ. (૨૭)
૨૬. સમસ્ત સંસારનાં મુખ્ય કારણો પ્રેમબંધન તથા બંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્ય છે. તેની મૂંઝવણ જીવને નિજવિચાર કરવાને અવકાશ પ્રાપ્ત થતો નથી અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી અને તે સૌ પ્રમાદને હેતુ છે. અને તેવા પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગ્રત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવેકતા છે, ભ્રાંતિ છે, અને ટાળતાં અત્યંત કઠણ એ મેહ છે. (૨૮)
૨૭. સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ
૩૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org