________________
૨૮: સદુપદેશ ચિંતન કરવું; સપુરુષની મુખાકૃતિનું હદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સંમત કરેલું સર્વ સંમત કરવું.
આ જ્ઞાનીઓએ હદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રને, સર્વ સંતના હૃદયને, ઈશ્વરના ઘરને મર્મ પામવાને મહામાર્ગ છે. અધિક શું લખવું? આજે, ગમે તો તેથી મોડે, અથવા વહેલે એ જ સૂઝ, એ જ પ્રાપ્ત થયે છૂટકે છે. સર્વ પ્રદેશે મને તો એ જ સંત. (૨૩).
૧૭. સર્વ પ્રકારની ક્રિયાને, જપ, તપને અને તે સિવાયના પ્રકારને લક્ષ એ રાખજો કે, આત્માને છોડાવવા માટે સર્વ છે; બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં ત્યાગવા યોગ્ય છે. (૨૨-૨૪)
૧૮. તમને બધાને હમણાં જે કંઈ જૈનનાં પુસ્તક વાંચવાને પરિચય રહેતો હોય, તેમાંથી જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તે ભાગ વાંચવાનો લક્ષ ઓછો કરજે; અને “જીવે શું નથી કર્યું, હવે શું કરવું' એ ભાગ વાંચવાનો વિશેષ લક્ષ રાખજે. અભેદદશા આવ્યા વિના જે પ્રાણું આ જગતની રચના જેવા ઇચ્છે છે, તે બંધાય છે.
એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાને કારણ પ્રત્યે પ્રીતિ કરવી. સર્વ પ્રકારે એ રચનાના ઉપગની ઇચ્છા ત્યાગવી એગ્ય છે. - લોકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી. ક્ષણે ક્ષણે તે રૂપાન્તર પામ્યા કરે છે. સર્વ કાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂ૫ “સંત” નહિ હોવાથી, ગમે તે રૂપે વર્ણવી (શામાં) તે કાળે બ્રાંતિ ટાળી છે. અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી. બાળ જીવ તો તે સ્વરૂપને શાશ્વત રૂ૫ માની લઈ ભ્રાંતિમાં પડે છે. પણ કઈ જગ જીવ એવી અનેકતાની કહેણીથી મૂંઝાઈ જઈ “સ” તરફ વળે છે. (૨૨-૨૪)
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org