________________
શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન કારણ, પુરુષાર્થ વિના તે યોગ નિષ્ફળ ગયા; માટે પુરુષાર્થ કરે, અને તો જ કલ્યાણ થશે. ઉપાદાનકારણ શ્રેષ્ઠ છે. (૧૯૫૨ )
૪. પોતે ત્યાગ કરી શકે નહીં, અને બહાનાં કાઢે કે મારે અંતરાયે ઘણા છે. ધર્મનો પ્રસંગ આવે ત્યારે ઉદય [ પ્રારબ્ધ ] છે એમ કહે. “ઉદય,” “ઉદય' કહ્યા કરે, પણ કાંઈ કૂવામાં પડતો નથી. ગાડામાં બેઠે હોય અને ઘાંચ આવે તો સાચવી સંભાળીને ચાલે. તે વખતે ઉદય ભૂલી જાય. અર્થાત પિતાની શિથિલતા હોય, તેને બદલે ઉદયને દોષ કાઢે છે. (૧૯૫ર ) - ૫. એશ્વર્યપદ પ્રાપ્ત થતાં તેને ધક્કો મારીને પાછું કાઢે છે, “આ મારે જોઈતું નથી; મારે આને શું કરવું છે?' કઈ રાજા પ્રધાનપણું આપે તો પણ પિતે લેવા ઈચ્છે નહીં:- “મારે એને શું કરવું છે ? ઘરસંબંધીની આટલી ઉપાધિ થાય તો ઘણું છે,” આવી રીતે ના પાડે. એશ્વર્યપદની નિરિછા છતાં રાજ ફરી ફરી આપવા ઇચ્છે તેને લીધે આવી પડે, તો તેને વિચાર થાય કે, “જો તારે પ્રધાનપણું હશે તો ઘણું જીવોની દયા પળાશે ઇ.' એવા ધર્મના કેટલાક હેતુ જાણીને વૈરાગ્ય ભાવનાએ વેદ [ભોગવે] તેને ઉદય કહેવાય. ઇચ્છાસહિત ભોગવે અને “ઉદય' કહે, તે તે શિથિલતાના અને સંસાર રઝળવાના હેતુ થાય.
૬. બંધવૃત્તિઓને ઉપશમાવવાને તથા નિવૃત્તાવવાને જીવને અભ્યાસ– સતત અભ્યાસ – કર્તવ્ય છે. કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવૃત્તવું કેવા પ્રકારથી થાય? કારણ વિના કેઈ કાર્ય સંભવતું નથી. (૨૭)
છે. જવ એમ કહે છે કે મારાં તૃષ્ણા, અહંકાર, લોભ આદિ દે જતા નથી. અર્થાત્ જીવ પોતાનો દોષ કાઢતો નથી; અને દેષોનો વાંક કાઢે છે. જેમ સૂર્યનો તાપ બહુ પડે છે, અને તેથી
૨૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org