________________
શ્રીમદ્ રાજચંદ્રને જીવન બીજાએ કાર્યકારણભાવ સાંધવો એ મુશ્કેલ છે. પણ એટલું ચોકકસ સાચું, કે જે પ્રતિભાશક્તિ ને જિજ્ઞાસા શ્રીમમાં હતી તેણે ધર્મવારસાને વાવી તેમાંથી આ નવનીત નિપજાવ્યું હતું. ઉપરાંત, આ અરસામાં એક બીજી મહત્વપૂર્ણ ઘટના એ બની, કે તેમણે સં. ૧૯૪૪ની સાલમાં, એટલે વીસ વર્ષની વયે, લગ્ન કર્યું ને પિોતાના જીવનમાં એક ભારે ફેરફારની શરૂઆત કરી. તેમનાં પત્ની તે ગાંધીજીના પરમ મિત્ર સ્વ. ઝવેરી રેવાશંકરભાઈ મહેતાના મોટાભાઈનાં પુત્રી થાય. આ લગ્નથી શ્રીમને બે પુત્ર અને બે પુત્રી હતાં. તેમાંથી એક પુત્રી જ હાલ હયાત છે.૧
શ્રીમદે વીસમે વર્ષે આશ્રમફેર કર્યો–બ્રહ્મચર્ય છોડી ગાહથ્યને સ્વીકાર કર્યો. ઉપર કહ્યું એમ, મને આ એક ભારે મહત્ત્વની ઘટના લાગે છે. એણે શ્રીમન્ના જીવનને નવો ઝોક આપવામાં એક બાહ્ય પણ અસરકારક નિમિત્ત ઊભું કર્યું. કઈ મનેદશામાં એમણે આ ફેરફારનો નિશ્ચય કર્યો એ તપાસવા આપણી પાસે પૂરતી સામગ્રી નથી. જે થોડીઘણી છે તે પરથી એટલું જણાય છે કે શ્રીમદ્ તેમના વીસમા વર્ષ સુધીમાં એટલા બધા વૈરાગ્યદઢ નહોતા થયા કે જેથી લગ્નની જંજાળમાં પડવાનું નિશ્ચિતરૂપે તે નકારે. વીસમા વર્ષમાં
સ્ત્રીના સંબંધમાં મારા વિચાર' એ મથાળે કરેલી નોંધમાંથી આ ઉતારે તેમની ત્યારની મનોદશાને કાંઈક દ્યોતક છેઃ
સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દેવ છે; અને એ દેવ જવાથી આત્મા જે જુએ છે, તે અભુત આનંદમય જ છે. માટે એ દેષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. શુદ્ધ ઉપયોગની જે પ્રાપ્તિ થઈ તે પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મેહનીયને (એટલે કર્મને) ભસ્મીભૂત કરી શકશે. . . . પણ પૂર્વોપાર્જિત હજી સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય, એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું. . . . સ્ત્રીના
૧. તેમનું લગ્ન મિલસ્ટોરના વેપારી શેઠ મગનલાલ રણછોડલાલ વેરે થયેલું છે. હાલમાં તેમણે વવાણિયામાં શ્રી રાજચંદ્રની જન્મભૂમિ ઉપર સાઠેક હજારને ખર્ચે એક મોટો આશ્રમ બંધાવી શ્રી મોરબીના ઠાકોર સાહેબને હાથે ખુલ્લો મુકાવ્યો છે.
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org