Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan
Catalog link: https://jainqq.org/explore/004548/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्री पुष्ययरिखमा जिलाना 8 यायाध विध्या धर्मधुरंधर सुशि Page #2 -------------------------------------------------------------------------- ________________ II શ્રી ગણેશાય નમઃ ।। || ૐ શ્રી પાર્શ્વનાથસ્વામિને નમઃ ।। શ્રી પુણ્યચરિત્રમ્ સંકલન આચાર્ય વિજય ધર્મધુરંધર સૂરિ સીવ્યાંગત્ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્યચરિત્રમ્ સંકલન આચાર્ય ઘર્મઘુરંધરસૂરિ 'Shree Punyacharitram' Compilation by : Vijay Dharmdhurandar Suri પ્રત : - ૧૧૦૦: પ્રથમ સંસ્કરણા પ્રકાશન તિથિઃ વિ. સંવત ૨૦૬૬, વીર સંવત ૨૫૩૬, કાર્તિક શુક્લ પંચમી-જ્ઞાનપંચમી (લાભપાંચમ) તા. ૨૩-૧૦-૨૦૦૯, શુક્રવાર - દીક્ષા શતાબ્દી વર્ષ-પાલી(મારવાડ) મૂલ્યઃ ૧૨૦ રૂપિયા મુદ્રક: કિશોરભાઈ એમ. પુરોહિત શેરી નં. ૨૧, જુનાલક્ષ્મીપુરા, પાલનપુર. મોબાઈલઃ 09374273690 મુખપૃષ્ઠ - રમણિક રાવલ, પાલનપુર. 0 પ્રકાશક: જૈન વિદ્યા શોધ સંસ્થાન સર્વતોભદ્ર તીર્થમ, ગ્રામ સ્તરા, તા. ભોપાલગઢ (રાજસ્થાન) ફોન: ૦૨૯૨૦ ૨૨૩૨૨૩ મોબાઈલ : ૦૯૮૨૯૧ પ૯૬૩૫ -:પ્રાપ્તિ સ્થાન : ગુરુ સમુદ્ર અનેકાંત આદર્શ ટ્રસ્ટ ૧૯, રાજપથ સોસાયટી, પી. ટી. કોલેજ રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ ફોન નં. ૬૬૩૮૩૭૪ * * * ' જૈન વિદ્યા શોઘ સંસ્થાન સર્વતોભદ્ર તીર્થમ, ગ્રામ ઓસ્તરા, તા. ભોપાલગઢ (રાજસ્થાન) ફોન: ૦૨૯૨૦ ૨૨૩૨૨૩ મોબાઈલ : ૦૯૮૨૯૧પ૯૬૩૫ - શ્રી પુણ્યચરિત્રમ્ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૯ અર્પણ ) d?- લતાની શાખાબો પર સ્વયં પાંગરેલાં સુંદર સુવાસિત પુષ્પોને બાગવાd-માળી ઉગાડતો નથી, માળી તો છે પુષ્પોળે ચૂંટીને સુંદર પુષ્પમાળા લાવી પ્રભુળે સમર્પિત જ કરે છે. પૂજયપુણ્યવિજયજી મહારાજના ઉત્કૃષ્ટસંહૃતોના સુગોળે ચૂંટીને બનાવેલી આવી જ સુંદર પુષ્પમાળા તેમનાં દીક્ષા શતાબ્દી પર્વ ટાણે તેમને સહર્ષ સાદર અર્પણ.....! - ધર્મધુરંધરસૂરિ શ્રી પુણ્યચરિત્રમ્ Page #5 -------------------------------------------------------------------------- ________________ M isto र Ads - सौजन्य प्रेरक : मुनिराज श्री धर्मबोधि विजयजी म. सा. । मुख्य लाभार्थी :* श्रीमति घीसीबाई जयचन्द्रजी फुटरमलजी बाफना सादड़ी(राणकपुर) मुम्बई * श्रीमति कुसुमबाई भंवरलालजी हस्तीमलजी राँका ___ सादड़ी(राणकपुर) बेंगलोर * श्रीमति चन्द्रकान्ताबाई जुगराजजी धनराजजी खाँटेड सादड़ी (राणकपुर) सुरत * श्री कैलाशनगर जैन संघ- सुरत (गुजरात) Richainee लाभार्थी : ti ARTISTRARSwee श्रीमति कंकुबाई नथमलजी राँका - सादड़ी (राणकपुर) सुरत श्रीमति निर्मलादेवी जाँवतराजजी मेहता- सादड़ी (राणकपुर) फालना श्रीमान् बीमलप्रकाश जनेश जैन बगीचीवाले - शाहदरा, दिल्ली श्रीमति सुखीबाई मांगीलालजी निहालचन्दजी धोका- सादड़ी (राणकपुर) मुम्बइ श्रीमान देवराज अश्विनकुमार संजीवकुमार जैन - पट्टीवाले, लुधियाना श्रीमति अंसीबाईचुन्नीलालजी मगनीरामजी संकलेचा - सादड़ी(राणकपुर) सुरत श्रीमति वक्तीबाई ओटरमलजी गुंगालिया - सादड़ी (राणकपुर) ठाणा स्व. राहुल सरोजबेन चोकसी- पालनपुर (बनासकांठा) गुजरात सहलाभार्थी :श्रीमति उषाबेन फुलचन्दजी देवीचन्दजी राणावत - भिलाड़ श्रीमति उमरावबाई घीसुलालजी बाफना- सादड़ी (राणकपुर) सुरत श्रीमति शकुंतलाबाई वालचन्दजी राठौड़- सादड़ी (राणकपुर) सुरत t - LERYTHAT PATI Visa kane sayindiainik - થી પુણ્યચચૈિત્રમ્ Page #6 -------------------------------------------------------------------------- ________________ | શ્રીમદાત્મ-વલ્લભ-સમુદ્ર-ઇન્દ્રદિન્નસત્રુભ્યો નમઃ | પ્રસ્તાવના અર્વાચીન કાળમાં લગભગ અંતિમ ૧૫૦૦-૧૬૦૦ વર્ષની સમયાવધિમાં ગુજરાતમાં અવતરિત થયેલી કેટલીક વિશિષ્ટ વિભૂતિઓએ સમયે સમયે સ્વયંના જીવનકાળમાં જ્ઞાન આરાધના, સાધના, સાહિત્ય સર્જન તથા ઉપદેશ આપીને જિનશાસનને વિશ્વ ફલક પર આગવું જાજરમાન સ્થાન અપાવ્યું છે. એ મહાપુરુષોમાં કલિકાલ સર્વજ્ઞ પૂજ્ય હેમચંદ્રાચાર્ય સૂરિજી મ. સા., શ્રી હીરવિજય જી મ. સા., શ્રી યશોવિજયજી મ. સા., પૂજ્ય આત્મારામજી મ. સા., પંજાબ કેશરી ગુરુ વલ્લભ અને પૂજ્ય પુણ્યવિજયજી મ. સા. ઈત્યાદિએ અથાગ પુરુષાર્થ કરીને જિનશાસનની ધ્યાનાકર્ષક પ્રભાવના કરી છે અને એ ઉપકારી મહાત્માઓની શ્રેણીમાં આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજીનું નામ અચળ ધ્રુવતારક થઈ પ્રકાશી રહ્યું છે. જગતના સઘળા મહાપુરુષો વંદનીય છે. તેમની જીવન શૈલી અનુકરણીય અને તેમના સિધ્ધાંતો મનનશીલ હોય છે. પ્રત્યેક મહાપુરુષે પોતાની વિશિષ્ટ, લાક્ષણિક કર્મ પ્રણાલીથી શાસનની અદ્વિતીય સેવા કરી છે. વર્તમાનમાં વિશ્વમાં ફેંકાતા આર્થિક વિકાસ તથા ભૌતિક સુખોની ઘેલછાભરી આંધીમાં ધર્મતત્ત્વ અંશાત્મક અટવાઈ ગયું છે. કોમ્યુટર, મોબાઈલ, ટી.વી. ચેનલના યુગમાં આપણી સાહિત્યરુચિ, ભાષાજ્ઞાન તથા વાચનરસ ઓછાં થઈ ગયાં છે. આ એક ખતરનાક હાનિકર્તા હકીકત છે. જગતમાં જે પ્રજા પોતાના ત્યાગ, બલિદાન અને શૌર્યનો ઈતિહાસ ભુલાવી દે છે, જે પ્રભુ, ધર્મથી, સંસ્કૃતિથી પરાંચમુખી થઈ જાય છે, તે પ્રજાનો શતમુખી વિનિપાત થયા સિવાય રહેતો નથી. શૂરવીરો, સંતો, સાધુ ભગવંતો, સમાજસુધારકો સુશાસનકર્તા મહાપુરુષોના જીવનચરિત્રો વિષે જાણવું અને તેમનાં કર્તુત્વ નેતૃત્વ પર ચિંતન, મનન કરીને સ્વયંના જીવનને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પ્રકારના કર્મો વચ્ચે સંવાદિતા પ્રસ્થાપિત કરીને જીવવું એ જ પરમ લક્ષ્ય આપણાં સૌનું નિર્ધારિત થવું ઘટે. જિનશાસનની વર્તમાન શ્રેણીના ચરમ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના શ્રીમુખેથી અનાયાસ ફૂટ થયેલી અમૃતવાણીને આશરે ૧૫૦વર્ષ પૂર્વે વલ્લભીપુરમાં દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણજીની પ્રેરણા તથા નિશ્રામાં શબ્દદેહ આપી લિપિબધ્ધ કરવામાં આવી અને ૪૫ આગમોની રચના થવા પામી. ત્યાર પછી કાળાંતરે અલગ અલગ આચાર્ય ભગવંતોની મર્યાદા, વિદેશી આક્રમણો તથા શિથિલાચાર ઈત્યાદિ પરિબળોનાં કારણે આગમો, થી પુણ્યચરિત્રમ્ | Page #7 -------------------------------------------------------------------------- ________________ અન્ય ગ્રંથો, જૈન નાટ્યકલા, ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય કલા સઘળું વેરવિખેર થઈ ગયું. જ્ઞાનભંડારોમાં સાહિત્ય, તાડપત્રીઓ પર આલેખિત ગ્રંથોના પાનાં આડાઅવળાં થઈ ગયાં. કેટલાંક પુસ્તકો ખવાઈ ગયાં, સડી ગયાં. આમ, પરમાત્માની વાણી પર આલેખિત ગ્રંથો તેના પ્રમાણભૂત સિધ્ધાંતો તથા અન્ય ભગવંતો દ્વારા રચિત ભાષ્ય, ટીકાઓ, ચૂર્ણિ લુપ્તતાના આરે આવી ગયાં! મોટાભાગનું જૈન સાહિત્ય મુખ્યત્વે પ્રાકૃત, સંસ્કૃત, અર્ધ માગધી તથા સમયાંતરે રૂપાંતરિત થતી જતી ભાષાઓમાં સર્જન પામ્યું છે, એટલે આવી પ્રાચીન ભાષાઓનાં પર્યામ જ્ઞાન, વ્યાકરણ તથા સચોટ તર્કશક્તિ અને ચિંતન મનન સિવાય આવા સાહિત્યના વારસાની સાચવણી કોણ કરે? અને આવા સંકટ કાળમાં ગુજરાતની કપડવંજની ધર્મધરા પર એક દિવ્યાત્માએ તા. ૨૯-૧૦-૧૮૯૫ના સોમવારની મધ્યરાત્રિએ જિનશાસનના દિવાકર બનીને જન્મ ધારણ કર્યો. વિ. સં. કારતક શુક્લ પંચમી - લાભપાંચમ અર્થાત્ જ્ઞાનપંચમીનો એ દિવસ હતો અને એ નવજાત શિશુ કાળાંતરમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી પ્રબળ પુરુષાર્થ આદરીને જિનશાસનના જ્ઞાનભંડારો, કલાકૃતિઓ તથા ભારતીય સંસ્કૃતિના મહાન ઉધ્ધારક બની જગતમાં જિનશાસનની અકલ્પનીય પ્રભાવના કરશે તથા જ્ઞાની દેશી-વિદેશી સંશોધકોના પ્રાણવાન પથદર્શક બનીને આગમપ્રભાકર, શ્રુતશીલ વારિધિ પૂજ્ય પુણ્યવિજિયજી મહારાજ બનીને જગમાં પ્રસિધ્ધિના ઉત્તુંગ શિખરે બિરાજિત થશે એની કોને જાણ હતી? ગુજરાતના તત્કાલીન પ્રખર પંડિતો શ્રી સુખલાલજી, શ્રી બેચરદાસજી દોશી, ટોરોન્ટો સ્થિત પ્રાધ્યાપક દલસુખભાઈ માલણિયા, તો પૂજ્ય જિનવિજયજી મ. સા., પૂજ્ય શ્રી જંબુવિજયજી મ. સા., સાધ્વી શ્રી ૐકારશ્રીજી મહારાજ, સાધ્વી શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ તથા અન્ય વિદ્વાનોએ પૂજ્ય પુણ્યવિજયજીના સાંનિધ્યમાં રહીને તેમના વ્યક્તિત્વના મેઘધનુષી સમરંગી પ્રતિભા નિહાળી છે. તેમના સદ્ગુણોની સુવાસ માણી છે તેને તેમણે અક્ષરશઃ પોતાના લેખોમાં પ્રસ્તુત કરી છે. અત્રે સ્પષ્ટતા કરી લઈએ કે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ સમાન અજોડ કર્મયોગી જ્ઞાનયોગીની દીક્ષા શતાબ્દીના આ માંગલિક વર્ષમાં તેમના જીવનના વિવિધ પાસાંઓને તેમનાં સત્કૃત્યોને તેમની કાર્યશૈલી તથા જીવનશૈલીને, તેમનું સાંનિધ્ય પામેલા તેમના સમકાલીન વિદ્વાનો દ્વારા આલેખિત લેખોમાં ક્યાંય અતિશયોક્તિ, ખુશામત જેવાં તત્ત્વો દષ્ટિગોચર નહીં થાય, કારણ કે અત્રે પ્રસ્તુત થનારા લેખોના આલેખકો સિધ્ધાંતનિષ્ઠ, સત્યનિષ્ઠ, સ્વમાની અને પોતપોતાનાં ક્ષેત્ર તથા વિષયોના નિષ્ણાત ધુરંધરો છે. - રશ્મિકાન્ત એચ. જોષી શ્રી પુણ્યચરિત્રમ્ *** 6 Page #8 -------------------------------------------------------------------------- ________________ છે હીં ક્લીં શ્રીસર્વતોભદ્રપાર્શ્વનાથસ્વામિને નમઃ છે. શ્રીમદાત્મ-વલ્લભ-સમુદ્ર-ઇન્દ્રદિત્રસદ્ગુરુભ્યો નમઃ | છે જયન્ત તે જિનેન્દ્રાઃ | પ્રકાશકીય ન્યાયાભાનિધિ જંગમ યુગપ્રધાન પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વરજી મ. સા.ના અવતરણ પછી જિનશાસનની પ્રભાવનામાં ક્રાંતિકાળના શ્રીગણેશ થયા. પૂજ્ય આત્મારામજી મ. સા.એ તેમના આત્મકલ્યાણના ભોગે શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરાને નવીન કલેવર આપી અને ધાર્મિક, સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે અવિરત સુધારણાનું અભિયાન આજીવન ચલાવીને જિનશાસનને આલોકિત ઉન્નતિ પથ નિર્દિષ્ટ કર્યો. ઈ. સ. ૧૮૩૬થી ૧૮૯૬ - તેમના જીવનકાળ દરમ્યાન તેમણે અમેરિકામાં આયોજિત થયેલી 'વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિરૂપે વીરચંદ ગાંધીને મોકલીને સમગ્ર વિશ્વમાં જૈન ધર્મના અસ્તિત્વનો પરિચય અપાવ્યો. પૂજ્ય આત્મારામજી મ. સા. દ્વારા પ્રજ્વલિત થયેલા જિનશાસન ઉત્થાનના એ મહાયજ્ઞમાં ગુરુ વલ્લભ તથા પૂજ્ય ઉપાધ્યાય શ્રી સોહનવિજયજી મહારાજ, પંન્યાસ શ્રી લલિત વિજયજી મહારાજ, ગુરુ સમુદ્ર, ગુરુ ઈન્દ્રન્નિસૂરિ, પૂજ્ય વિજય વલ્લભ મ. સા. ઈત્યાદિ મહાપુરુષોએ ધાર્મિક જાગરણ અને સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે અનન્ય યોગદાન આપ્યું. તો બીજી બાજુ પૂજ્ય આત્મારામજી મ. સા.ના અંતિમ શિષ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ. સા., તેમના શિષ્ય શ્રી ચતુરવિજયજી મહારાજ તથા તેમના જ શિષ્યરત્ન પૂજ્ય આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ નિઃસ્પૃહ કર્મયોગી, જ્ઞાનયોગી શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબ આ મહાપુરુષોની ત્રિપુટીએ જૈન ધર્મના ૪૫ આગમો, ખંભાત, પાટણ, વડોદરા, જેસલમેર જેવા અનેક શહેરો તથા ગામોમાં મૃતઃપ્રાય દશા ભોગવતા અસ્તવ્યસ્ત જ્ઞાનભંડારોમાં રહેલા પ્રાચીન ગ્રંથો, કલાના નમૂનાઓ, હસ્તલિખિત જર્જરિત તાડપત્રીઓ, શાસ્ત્રોની અવ્યવસ્થિત રીતે સડતી પ્રતિઓને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું અને જગત સમક્ષ તીર્થંકર પ્રભુઓ, પ્રભાવી આચાર્યો તથા પૂર્વધરોની શાસ્ત્રો અને ગ્રંથોમાં સચવાયેલી ધરોહરને નવજીવન આપીને જગતના જૈન ધર્મના જ્ઞાનપિપાસુ દેશી - વિદેશી સંશોધકો, વિદ્વાનો તથા જૈન ધર્મ પર સંશોધન કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને એ જ્ઞાનપ્રસાદ સહજ ઉપલબ્ધ કરાવ્યો. એમનાં આ કઠિન દુષ્કર સત્કૃત્યથી જૈન ધર્મની વિશ્વ ફલક પર અનુપમ પ્રભાવશાળી પ્રભાવના થઈ. - ઈ. સ. ૧૮૯૫માં એટલે કે જ્યારે પૂજ્ય આત્મારામજી મ. સા. જીવિત હતા, ત્યારે ૨૭ ઓકટોબરના દિવસે પ્રદાદા ગુરુદેવનું નામ ઉજાળવા એક જ્ઞાનપ્રેમી, સંશોધક, આગમોધ્ધારક પુનિત આત્મા રૂપે પુષ્યવિજયજી મહારાજે પૃથ્વી પર પદાર્પણ કર્યું. પૂજ્ય દાદાગુરુ કાંતિવિજયજી મ. સા. તથા પૂજ્ય ગુરુદેવ ચતુરવિજ્યજીના આ શિષ્યરત્ન તેમના દાદાગુરુ તથા ગુરુદેવનાં પ્રાચીન શાસ્ત્રો, ગ્રંથોને જ્ઞાનભંડારોના સંરક્ષણ તથા ઉપયોગિતાના શ્રી પચચરિત્રમ્ Page #9 -------------------------------------------------------------------------- ________________ આદરેલા અભિયાનને જીવન સમર્પિત કરીને સુંદર અનુપમ દુષ્કર કાર્ય પરિપૂર્ણ કર્યું. મુંબઈમાં પ્રોસ્ટેટ ગ્રંથિના ઓપરેશનના દિવસે પણ પુણ્યવિજયજી જેવા વિદ્યાવ્યાસંગી પ્રાચીન ગ્રંથોના પુનરુધ્ધારના કાર્યને પૂર્ણ નિષ્ઠાથી ન્યાય આપતા રહ્યા હતા, એ વાત જ આ કર્મયોગી જ્ઞાનયોગીની ધર્મસમર્પિત ધગશપૂર્ણ અસ્ખલિત નિષ્ઠાની સાક્ષી પૂરે છે. અને આ વર્ષમાં એટલે કે ઈ. સ. ૨૦૦૯ના વર્ષમાં એ બહુઆયામી મહામાનવની દીક્ષા શતાબ્દીની ઉજવણીના એક ભાગરૂપે એ મહાત્માના ઉદાત્ત, ઉત્તમ પ્રેરણાદાયી જીવનના સઘળા શ્રમણ-શ્રમણી સમુદાય તથા શ્રાવક - શ્રાવિકા વર્ગ અને વિશ્વભરના વિદ્વજનો તથા જૈન ધર્મ પર સંશોધન કરતા જ્ઞાનપિપાસુ વિદ્યાઅર્થીઓના લાભાર્થે મહ્દ અંશે પુષ્પ નહીં તો પુષ્પની પાંદડીના સ્વરૂપમાં સંકલિત અંશો પ્રસ્તુત કરવાની અમને જે સ્વર્ણિમ તક મળી છે, તેને જૈન વિદ્યા શોધ સંસ્થાન, સર્વતોભદ્ર તીર્થમ્ ઓસ્તરા સ્વયંનું શ્રેષ્ઠ સૌભાગ્ય સમજે છે. આ સત્કૃત્યથી અમને પુણ્યવિજયજી સમાન અદ્વિતીય બહુઆયામી મહાપુરુષને આ અવસરે ભાવાંજલિ અર્પવાનો જે સંયોગ પ્રાપ્ત થયો છે તે માટે અમે તીર્થંકર પરમાત્માનો, શાસન રક્ષાકર્તા સઘળા દેવી-દેવતાઓ તથા અમારા સઘળા ગુરુદેવોની અમીકૃપાને જ કારણભૂત માની તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. પ્રાચીન જૈન સાહિત્ય સંશોધન ક્ષેત્રે અંશાત્મક ફાળો આપી ચૂકેલા શ્રુતભાસ્કર પૂજ્યાચાર્ય શ્રીમદ્વિજય ધર્મધુરંધર સૂરીશ્વરજી મહારાજ સાહેબની સત્પ્રેરણા તથા સક્રિય પ્રયાસથી જ્ઞાનયોગી પુણ્યવિજયજીના જીવનકવનને સાંકળી લેતું આ સંકલન કાર્ય શક્ય બન્યું છે તે માટે અમે તેમની શ્રુતભક્તિ તથા વડીલસ્થવિરો પ્રત્યે દાખવેલા અહોભાવને પ્રશંસી તેમના પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ. આ ઉપરાંત પૂજ્ય ગુરુદેવના સેવાભાવી આજ્ઞાંકિત શિષ્યરત્ન શ્રી ધર્મકીર્તિ વિજયજી મ. સા.એ સંપૂર્ણ સંકલનકાર્યમાં ઉત્સાહપૂર્વક રસ દાખવી પૂજ્ય પુણ્યવિજયજી મ. સા.ની દુર્લભ તસવીરો એકત્ર કરાવીને અમને ઉપકૃત કર્યા છે તે બદલ અમે તેમના ઋણી છીએ. વળી, શ્રી પુણ્યવિજયજી મ. સા.ના આ અમૂલ્ય પુસ્તકમાં ખૂબ જ રસ દાખવીને સેવાર્થી સરળમના આજ્ઞાવર્તી મુનિરાજ શ્રી ધર્મબોધિ મહારાજે અર્થ વ્યવસ્થા માટે સજ્જન ભાવિકોને જે પ્રેરણા આપી છે તે બદલ અમે તેમના આભારી છીએ. અમારી ગ્રંથમાળાના લેખક શ્રી રશ્મિકાંત હરિશંકર જોષીએ આ સંકલનકૃતિનું પ્રૂફ રીડીંગ કરી આપી અમને આભારી કર્યા છે. આ ઉપરાંત આ પુસ્તકની કોમ્પ્યુટરાઈઝડ કોપી કરી તેને મુદ્રિત કરાવી આપવા બદલ શ્રી કિશોરભાઈ એમ. પુરોહિત તથા મુખપૃષ્ઠની કલાત્મક સજાવટમાં સહયોગ આપનાર ચિત્રકલાગુરુ શ્રી રમણીકભાઈ રાવલના અમે ઋણી છીએ. આ ઉપરાંત નામી-અનામી શ્રધ્ધેય શ્રમણ-શ્રમણી સમુદાય તથા અન્ય સજ્જનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આશા છે, અવિસ્મરણીય વ્યક્તિત્વના સ્વામી પૂજ્ય પુણ્યવિજયજીના જીવન પર પ્રકાશિત આ કૃતિ એમના અપૂર્ણ રહેલા કાર્યને પૂર્ણ કરવાની કોઈક વિરલાને પ્રેરણા આપશે. -જયંતિભાઈ શાહ, અમદાવાદ. શ્રી પુણ્યોરમ્ 8 Page #10 -------------------------------------------------------------------------- ________________ સદાય આગમ સંશોધનનું ગંભીર કાર્ય કરતા પૂજ્યશ્રીજીના મુખ જનની જણે તો ભકત જાણ, કાં દાતા કાં શૂર..... એ પંકિતને પૂજ્ય || | પર ક્યારેક હળવાશની પળોમાં સ્મિત લહેર વ્યાપી જતી. તેવી પુણ્યવિજયજીના માતૃશ્રી માણેકબહેન (સાંસારિક નામ) તપસ્વી જ કોઈક સુંદર પળ કચકડાની પટ્ટી પર કંડારાઈ ગયેલી જણાય છે સાધ્વી શ્રી રત્નશ્રીજી મહારાજ સા.એ સાર્થક કરી બતાવી. Page #11 -------------------------------------------------------------------------- ________________ 'लालभाई दलपतभाई विद्यामंदिर अहमदाबाद' संस्था के उद्घाटन समारोह पर शेठ श्री कस्तूरभाई, भारत के प्रधानमंत्री श्री जवाहरलाल नहेरु एवं परम पूज्य आगम प्रभाकर श्री पुण्यविजयजी म. सा. 'लालभाई दलपतभाई विद्यामंदिर अहमदाबाद' संस्था के उद्घाटन समारोह पर प्रधानमंत्री पण्डित जवाहरलाल नेहरु को पूज्य पुण्यविजयजी महाराज प्राचीन हस्तलिखित प्रत दिखा रहे हैं। उनके साथ गुजरात के मुख्यमंत्री श्री जीवराजभाई महेता गौर से उनकी बात सुनते दिखाई पड़ते हैं। Page #12 -------------------------------------------------------------------------- ________________ गुजरात राज्य के मुख्यमंत्री श्री जीवराजजी मेहता परम पूज्य आगम प्रभाकरजी पण्डितवर्य श्री अमृतलालजी भोजक व उनके सुपुत्र अभय भोजक प. पू. आगमप्रभाकरजी मुख्यमंत्री को हस्त लिखित ताडपत्री ग्रंथ दिखाते हुए श्री प्रकाश जी, श्री घीसुलालजी शेठ, पण्डितवर्य अमृतलाल भोजक, पीछे खडे हुए ग्रंथपाल श्री केशवलाल भोजक एवं पाटण श्री संघपति, नगरशेठ श्री केशवलाल जी Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન આપતા પ.પૂ. આચાર્ય શ્રીમદ્ સમુદ્રસૂરિજી મ. સા. સાથે પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ ચિંતનની મુદ્રામાં... મુંબઈ સ્થિત ગોડીજી મુકામે આયોજીત સભામાં અમૃતવાણી પીરસતા પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ અને તેમની ડાબી બાજુ બિરાજિત શાંત તપોમૂર્તિ સમુદ્ર સૂરીશ્વરજી મ. સા. Page #14 -------------------------------------------------------------------------- ________________ ચશ્મા પાછળ રહેલા નયનોમાં નીરખાય છે નિશ્ચયાત્મકતા! ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, વેણ કાઢયું કે ના ડગવું ના ડગવું! Page #15 -------------------------------------------------------------------------- ________________ દઢતા ને સબળ સંકલ્પશક્તિ દર્શાવતી પૂજ્યશ્રીજીની વિશિષ્ટ છબી ! કામ તો અપાર છે.....! કેટલું કરી શકીશ આ નાનકડી જિંદગીમાં! Page #16 -------------------------------------------------------------------------- ________________ 1 વાસક્ષેપ પ્રદાન થકી ઉરની આશિષવર્ષા કરતા પૂજ્યશ્રી *T} `t k9bJdh úh Phule lJle >કા વિરુદ્ધ Page #17 -------------------------------------------------------------------------- ________________ હસ્તકમળની અંગુલિઓમાં વાસક્ષેપ તૈયાર છે, પરંતુ ભકતજને પૂછેલા કોઈક પ્રશ્નનું સમાધાન કરી તેને અપલક દષ્ટિથી નિહાળી રહેલા પૂજ્યશ્રીજી તસ્વીરમાં દાઢેગોચર થાય છે... કહેવાય છે કે તીર્થંકર પરમાત્માઓના કર્ણ સ્કંધને સ્પર્શે તેટલા લાંબા હતા, જ્ઞાની પુણ્યવિજયજીની આ તસવીરમાં તેમના વિશિષ્ટ કાન અને નેત્રોમાં જ્ઞાન આભાનાં ચમકારા વર્તાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧. ર. રૂ. ૪. ૬. ૬. ૭. પ્રસ્તાવના. પ્રકાશકીય. // પુષ્પોલયપ્રશક્તિ: | II મુખ્યસ્તવઃ ॥ ।। પ્રશસ્તિપત્રમ્ II. ॥ વિશ્વભ્રાસન્નિમ્ ॥ II આમપ્રમાવિનયઃ ॥ ૮. ॥ મુખ્યાત્મનો વિરહ: .... ૯. પૂજ્ય પુણ્યવિજ્યજીની જીવનયાત્રાના મુખ્ય અંશો ૧૦. જ્ઞાનયોગીનું યોગદાન ૧૧. ઉપલબ્ધિઓ ૧૨. શ્રુતશીલવારિધિ આગમપ્રભાકર પૂજ્ય પુણ્યવિજયજી મ. સા.ની અમૂલ્ય જ્ઞાનપ્રસાદરૂપી ગ્રંથમાળાનાં સુવાસિત સુમન..... ૧૩. મહારાજશ્રીના સ્વર્ગવાસ પછી અધૂરા રહેલા છપાતા ગ્રંથો. ૧૪. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનાં ૬૨ ચાતુર્માસની યાદી ૧૫. જ્ઞાનજ્યોતિની જીવનરેખા ૧૬. આગમપ્રભાકરજીના જીવનની કેટલીક બાજુઓ ૧૭. શ્રી પુણ્યનો પુણ્યપરિચય ૧૮. પુણ્યમૂર્તિનાં કેટલાંક સંસ્મરણો ૧૯. થોડાંક સંસ્મરણો. અનુક્રમણિકા ૨૯. ષષ્ઠિપૂર્તિ નિમિત્તે પત્ર ૩૦. ષષ્ઠિપૂર્તિ નિમિત્તે પત્ર ૩૧. પુણ્યચરિત મુનિશ્રી..... ૩૨. સત્ત્વગુણપરિપૂર્ણ સમદર્શી જીવન ૩૩. જ્ઞાનતપસ્વી મુનિ શ્રી પુણ્યવિજયજી ૨૦. પૂજ્યપાદ દાદાગુરુ પ્રવર્ત્તક શ્રી કાંતિવિજયજી મહારાજ ૨૧. પ્રાતઃસ્મરણીય ગુણગુરુ પુણ્યધામ પૂજ્ય ગુરુદેવનું હાર્દિક પૂજન ૨૨. વિર્ય મુનિરાજશ્રી ૨૩. આગમપ્રભાકર .. ૨૪. મારા અનુભવેલા આગમપ્રભાકર ૨૫. ‘પરા’ના ઉપાસક ૨૬. અનેક વંદન હો એ જ્ઞાનયોગીને! ૨૭. ઉદારચેતા પૂજ્ય આગમપ્રભાકરજી . ૨૮. આગમોના ખજાનચી ૫ ૭ मुनि न्यायविजय... ९ मुनि न्यायविजय... १० • हरिशंकर अंबाराम पंड्या ... १० धनसुखलाल शास्त्री ... ११ વિનવાસ વેરીયન્ત સંઘવી... १२ पण्डित श्री हरिशकर अम्बाराम शास्त्री... १३ ૧૪ ૧૪ ૧૫ ૧૫ ૧૭ ૧૮ રતિલાલ દીપચંદ દેસાઈ. ૧૯ શ્રી રતિલાલ મફાભાઈ શાહ, માંડલ .. ૬૩ પંડિત શ્રી બેચરદાસ જીવરાજ દોશી, અમદાવાદ.. ૬૯ પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક.. ૭૧ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા.. ૯૧ પૂજ્ય પુણ્યવિજયજી મ.સા. .. ૯૭ પૂજ્ય પુણ્યવિજયજી મ.સા. .. ૧૦૭ પૂ. મુનિ શ્રી જંબૂવિજયજી.. ૧૧૩ પૂ. પંન્યાસ શ્રી રમણીકવિજયજી.. ૧૧૪ પૂ. પંન્યાસ શ્રી ચંદનવિજયજી,. ૧૧૫ પૂ. મુનિ શ્રી યશોવિજયજી .. ૧૧૫ પૂ. સાધ્વીજી શ્રી મૃગાવતી શ્રીજી... ૧૧૬ પૂ. સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજી .. ૧૧૭ પૂ. સાધ્વીજી શ્રી ઓંકારશ્રીજી.. ૧૨૦ .... ક.મા. મુનશી .. ૧૨૧ ડોલરભાઈ માંકડ .. ૧૨૧ .પં. શ્રી સુખલાલજી, અમદાવાદ.. ૧૨૨ મુનિ શ્રી જિનવિજયજી, ચંદેરિયા. ૧૨૩ પ્રો. દલસુખભાઈ માલવણિયા, ટોરોન્ટો (કેનેડા) .. ૧૨૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૩૪. અનોખી વિભૂતિ..... ... શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ, અમદાવાદ. ૧૩૧ ૩૫. તસ્મ શ્રીગુરવે નમ: ........... ડો. ભોગીલાલ જ. સાડસરા, વડોદરા. ૧૩૩ ૩૬. વંદનીય જ્ઞાનોપાસના ..... ડો. હરિવલ્લભ ચૂ. ભાયાણી, અમદાવાદ. ૧૩૭ ૩૭. જૈન જ્ઞાનભંડારોના ઉદ્ધારક મુનિ શ્રી પુણ્યવિજયજી.........................ડો. જિતેન્દ્ર જેટલી, દ્વારકા. ૧૩૮ ૩૮. પૂ. પુણ્યવિજયજીની વિદ્યાસાધના ... .......ડો. પ્રબોધ બેચરદાસ પંડિત, દિલ્હી.. ૧૪૧ ૩૯. સદ્ધર્મપરાયણ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજને વંદના............... શ્રી રવિશંકર મ. રાવળ, અમદાવાદ..૧૪૨ ૪૦. પ્રાચીન ભારતીય સાહિત્યોદ્ધારક મુનિશ્રી ડો. નગીનભાઈ જી. શાહ, અમદાવાદ. ૧૪૪ ૪૧. મહામના મુનિજી .... ............. ....... શ્રી મધુસૂદન ઢાંકી, વારાણસી. ૧૪૫ ૪૨. સ્વયંપ્રકાશિત પારગામી વિધાન......... શ્રી ઉપેન્દ્રદાય જ. સાંડેસરા, અમદાવાદ.. ૧૪૮ ૪૩. મુનિ શ્રી પુણ્યવિજયજી-કેટલાંક સંસ્મરણો.........................ડો. રમણલાલ નાગરજી મહેતા, વડોદરા. ૧૫૧ ૪૪. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજને વાકપુષ્પાંજલિ ... ..... શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે, પાટણ. ૧૫૩ ૪૫. પ. પૂ. આ. પ્ર. શ્રી મુનિશ્રી પુણયવિજયજી મહારાજ અને શ્રી જૈન આત્માનંદ સભા (ભાવનગર), ...... શ્રી ખીમચંદ ચાંપશી શાહ, ભાવનગર, ૧૫૬ ૪૬. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજઃ વિશુદ્ધ સેવાનિઝ શ્રમણજીવન...................................... પ્રો. કેશવલાલ હિંમતરામ કામદાર, વડોદરા. ૧૬૦ ૪૭. પ્રેરક વિભૂતિ ................ ...... ...ડો. રમણલાલ ચી. શાહ, મુંબઈ.. ૧૬૨ ૪૮. “વિકલ્લભ' સાથેના સાહિત્યિક પ્રસંગો .... .... પ્રો. હીરાલાલ ૨. કાપડિયા, સુરત. ૧૬૫ ૪૯. બહુમુખી પ્રતિભા .......... ...પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, અમદાવાદ. ૧૬૮ ૫૦. અક્ષર દિવ્યાત્માની અક્ષરઝાંખી ....... ........ ૧૭૧ ભવ્યાત્માને અર્પિત શ્રધ્ધાંજલિઓ ૫૧. પૂજ્ય શ્રમણ-સમુદાયના પત્રોમાંથી ....................પૂ.આ.ભ.શ્રી વિજય સમુદ્રસૂરિજી મ.સા. તથા અન્ય. ૧૭૩ ૫૨. જીવંત સંસ્થા .............. .........પૂજ્ય મુનિ શ્રી કીર્તિચંદ્રવિજયજી.. ૧૮૨ ૫૩. અમારા ગુરુદેવ ........ ............. પૂજ્ય સાધ્વી શ્રી ઓંકારશ્રીજી.. ૧૮૩ ૫૪. અનન્ય વિદ્યાપ્રેમ. ........... પ્રો. શિવલાલ જેસલપુરા- ૧૮૬ ૫૫. પુણ્યવિજયજી સંશોધન-સંપાદન ક્ષેત્રે પ્રભાવશાળી પ્રદાન કરનાર સૌમ્ય વ્યક્તિત્વ...... .......................... અભય દોશી-મુંબઈ. ૧૮૭ ૫૬. પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ, ........ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ.. ૧૯૫ ૫૭. ધર્મમય જ્ઞાનજ્યોતિને વંદના ..... ......... “જૈન” સાપ્તાહિક, ભાવનગર.. ૧૯૬ ૫૮. શાનોદ્ધારનું કપરું કામ.......... .............. “જૈન” સાપ્તાહિક, ભાવનગર.. ૧૯૯ ૫૯. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી ............................ શ્રી ધીરુભાઈ પરીખ - “કુમાર” માસિક. ૨૦૩ ૬૦. સ્વ. મુનિ શ્રી પુણ્યવિજયજી ...... ......... શ્રી “ધર્મપ્રિય”. ૨૦૯ ૬૧. પૂજ્ય ગુરુદેવશ્રીને શ્રદ્ધાંજલિ ............ “જૈન સેવક” માસિક, મુંબઈ. ૨૦૦ ૬૨. દિવંગત મુનિશ્રીને શ્રદ્ધાંજલિ ................ શ્રી “રક્તતેજ' “જૈન ધર્મપ્રકાશ' માસિક, ભાવનગર. ૨૧૦ ૬૩. ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડારનો ૬૪. પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજે કરેલ ઉદ્ધાર ........ શ્રી નર્મદાશંકર ચંબકરામ ભટ્ટ, ‘નવસંસ્કાર' સાપ્તાહિક. ૨૧૨ ૬૫. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી .... ............ શ્રી રવીન્દ્ર ભટ્ટ અમદાવાદ, ‘જન્મભૂમિ' દૈનિક. ૨૧૩ ૬૬. મુનિશ્રી પુણ્યવિજયજીનો સ્વર્ગવાસ. ......... “સંદેશ”દનિક, અમદાવાદતા. ૧૬-૬-૭૧. ૨૧૬ •••••••••••••• . . . . . . . . . . , * * * * * * * * * * * * *' " B Y : Page #20 -------------------------------------------------------------------------- ________________ ॥ पुण्योदयप्रशस्तिः ॥ पुण्यमूर्तिः पुण्यचेताः, पुण्यधीः पुण्यवाङ्महाः । पुण्यकर्मा पुण्यशर्मा, श्रीपुण्यविजयो मुनिः ॥ १ ॥ निसर्गवत्सलोधीरो, विशालहृदयस्तथा। परोपकारप्रवणो, नम्रसौम्यस्वभावभाक् ॥ २ ॥ उदात्तचिन्तनो दीप्रप्रज्ञो वाचंयमस्तथा । निर्भीकः सत्यसामर्थ्यप्रभाप्रसृमरोदयः ।। ३ ।। जैन-वैदिक-बौद्धानां शास्त्रेषु सुविशारदः । सम्माननीयो विदुषां विद्यासंस्थेव जङ्गमा ॥ ४ ॥ यदीयो व्यवसायश्च मुख्यरूपेण वर्तते । श्रेष्ठपद्धतितः प्राच्यशास्त्राणां परिशोधनम् ।। ५ ।। बहुप्राचीनशास्त्राढ्यभाण्डागारावलोकनम् । कृत्वा श्रमेण योऽकार्षीत तेषामुद्धारमुत्तमम् ॥ ६ ॥ महामेधाविना येन प्राचीना बहुगौरवाः । ग्रन्थाः सम्पादिताः सन्ति विद्वदानन्दकारिणः ।। ७ ।। विद्यासङ्गपरायणो मुनिपदालङ्कारभूतक्रियः श्रेष्ठाचारविचारपूतविकसवैदुष्यनिष्पादितम् । भव्यश्लोकमनल्पधाममहिमा बिभ्रन्महासात्त्विको जीयाद् विश्वजनाय पुण्यविजयः पुण्यप्रकाशं दिशन् ।॥ ८ ॥ माण्डल (वीरमगाम) मुनिन्यायविजयः થી પુણ્યચરિત્રમ્ Page #21 -------------------------------------------------------------------------- ________________ ॥ पुण्यस्तवः ॥ अजातशत्रवे विश्वमित्राय स्नेहमूर्तये । सर्वेषां च हितं कर्तुं तत्पराय निसर्गतः ॥ १ ॥ महाविपश्चिते प्राच्यशास्त्रशोध-प्रकाशने । समर्पितस्वनिःशेषजीवनस्थामसम्पदे ।। २ ।। चारित्रोद्योतदीप्राय निःस्पृहायाभयाय च । श्रीपुण्यविजयायास्तु नमः पुण्यविभूतये ।। ३ ।। - मुनिन्यायविजयः माण्डल (वीरमगाम), वि. सं. २०२४, भाद्रपद-अमावस्या || प्रशस्तिपत्रम् ॥ आत्मानन्दमहर्षिशिष्यप्रमुखः प्रज्ञावतामग्रणीः ___ श्रीयुक्तो मुनिराजकान्तिविजयः प्रावर्तको गीयते । तच्छिष्यश्चतुरादिमो हि विजयश्चातुर्यशाली महान् तच्छिष्यो मुनिराजपुण्यविजयो जीयात्समाः शाश्वतीः ।। १ ।। धैर्योदार्यगुणैर्विराजितमना दाक्षिण्यदानैर्युतः ख्यातः साम्यगुणेन विश्वहितकृद् विद्याचणो बुद्धिमान् । कार्याकार्यविचारचारुधिषणः शास्त्रेषु पारङ्गमी सोऽयं श्रीमुनिराजपुण्यविजयो जीयात्समाः शाश्वती ॥ २ ॥ शास्त्राणामपिशोधने नवनवोन्मेषान्दधत्सर्वदा __ऐतिह्ये कुशलो विनोदरसिको ह्येकः पुरातत्त्वविद् । व्याख्याता च विशेषतः स्वसमये जैनागमे भास्करः सोऽय् श्रीमुनिराजपुण्यविजयो जीयात्समाः शाश्वती ॥३॥ कीर्तिर्यस्य च भारते शुचितमा जापानदेशे तथा जर्मन्यां च सुविस्तृता गतिमती दूरं ततो भूतले । साह्लादाश्च भवन्ति ते सुमनसः सम्मील्य साधूत्तमं । सोऽयं श्रीमुनिराजपुण्यविजयो जीयात्समाः शाश्वती ।।४।। भाण्डागारगतांश्च हस्तलिखितान् श्रीस्तम्भने पत्तने થી પુણ્યચરિત્રમ્ Page #22 -------------------------------------------------------------------------- ________________ स्थित्वा जेसलमेरके च नगरे ग्रन्थान्समुद्धारयन् । श्रीमत्पत्तने वसन्बहुसमाः कार्यं तदेवोढवान् सोऽयं श्रीमुनिराज पुण्यविजयो जीयात्समाः शाश्वती ॥ ५ ॥ कांश्चित् फिल्मगताननेकविधिना कांश्चित्प्रतिच्छायया सङ्गृह्यात्मसमाननल्पधनतोऽमूल्यान्मणीग्रन्थकान् । श्रीलादाख्यसुभारतीयभवने तान्तान्समानार्पिपत् सोऽयं श्रीमुनिराज पुण्यविजयो जीयात्समाः शाश्वती ॥ ६ ॥ सत्सम्पादनकार्यकौशलवता ग्रन्था नु सम्पादिताः प्रावीण्यं च दधाति लेखविषये लेखान् लिखन्सर्वथा । बाल्यादागमपाठरागवशतः सम्पादयन्नागमान् सोऽयं श्रीमुनिराजपुण्यविजयो जीयात्समाः शाश्वती ॥ ७ ॥ जैनः सन्नपि भिन्नभिन्नमत विप्रादिकेऽकिञ्चने साहाय्यं द्रविणं प्रदापयति यः स्त्रीपुम्भिनंद सन्त्यजन् । आचार्यार्थगुणैर्विभाति सुतरां नापेक्षते तत्पदम् सोऽयं श्रीमुनिराज पुण्यविजयो जीयात्समाः शाश्वती ॥ ८ ॥ अहमदाबाद 11 ॥ किञ्चत्प्रासङ्गिकम् ॥ चक्रं भ्रमति विश्वस्य लोका आयान्ति यान्ति च । स्वस्वकर्मण्यभिरताः केचित्तिष्ठिन्ति सर्वदा ॥ १ ॥ तथास्मिन्विद्यते लोके पूज्यपूज्यमहामुनिः । श्रीपुण्यविजयो नाम पुण्यं पुण्यवतां सताम् ॥ २ ॥ आत्मारामगुरोस्तद्वत्कान्तिविजयस्ततः । चतुरविजयेभ्यश्च प्राप्तविद्यः क्रमादसौ ॥ ३ ॥ ले. विदुषामनुचरः हरिशङ्कर अम्बाराम पण्डया શ્રી પુણ્યાત્રમ્ Page #23 -------------------------------------------------------------------------- ________________ वोदरम् स्तम्भतीर्थ શ્રી પુણ્યચોત્રમ્ आत्मवान्कान्तियुक्तश्च चतुरः समजायत । वयस्यल्पे मुनेर्दीक्षां गृहीत्वाशिक्षयज्जनान् ॥ ४ ॥ गहनागमशास्त्रेषु कृतभूरिपरिश्रमः । प्राकाशयत शास्त्राणि वनानीव विभाकरः ॥ ५ ॥ मुनित्रयश्च 'विजयाः' वल्लभ-हंस-कान्तयः । वटोदरस्थसंघेभ्यः जीवनं दापयन्ति च ॥ ६ ॥ वटोदरश्रीसङ्गेन "आगमानां प्रभाकरः' I सार्थेनोपाधिना तेन भूषितो यतिराडसौ ॥ ७ ॥ नैरुज्यं भास्करो दद्याद्विश्वदेवाश्च शं तथा ऋतवः सन्तु वो भद्राः, जीवन्तु शरदां शतम् ॥ ८ ॥ ॥ तत्र श्रीऋषभादयो जिनवराः कुर्वन्तु जो मङ्गलम् ॥ ॥ आगमप्रभाकरविजयः ॥ आगमशास्त्रकोविदः, मुनिश्रीपुण्यपालकः । गच्छयेदेन न स्पृष्टः, तुष्टः ज्ञानामृते सदा ॥ १ ॥ मतानेकान्तवादी च विषये समतारसः । प्रभावशाली नेता च, सदैव कार्यतत्परः ॥ २ ॥ भाग्यवांस्त्वां समाप्नोति, परराष्ट्रेऽपि व्यापकः । कर्ता च संस्कर्ता च, सरलामागमपद्धतिम् ॥ ३ ॥ रक्षायां सदाकुशलः पुराणनवज्ञानवान् । विद्याध्ययनदाने च, विद्वन्मूल्यांकने सदा ॥ ४ ॥ जयंश्च स मुनिपुण्य-विजयो ज्ञानिपर्षदि । यतीनां च गृहिणां च स भवेन्मार्गदर्शकः ॥ ५ ॥ धनसुखलाल शास्त्री छबिलदास केसरीचन्द संघवी 12 Page #24 -------------------------------------------------------------------------- ________________ 13 ॥ पुण्यात्मनो विरहः ॥ रचयिता - पण्डित श्री हरिशकर अम्बाराम शास्त्री दुर्गेजेसलमेरुनाम्नि वसतिं कृत्वाऽऽप्तविद्ववरैः उद्धाराय समस्तहस्तलिखितप्राचीनग्रन्थप्रतीः । एवं पत्तनसत्कनिखिलप्राचीनभाण्डाकरान् खम्भातस्थसमस्तग्रन्थनिवहानुद्धृत्य विख्यातवान् ॥१॥ श्रीमज्जैनमुनीन्द्रपुण्यविजयो जैने समाजेऽग्रणीः त्यक्त्वास्मान् निजभक्तकान् विधिहतान् भक्तं सुरेन्द्रं गतः । शङ्केयं समुपस्थिता किमु वयं भक्तिप्रमेये जडा येनामर्त्यगणाप्तभक्तिभरतः स्वात्मा ह्यमर्त्यकृतः ॥२॥ हे ! साधो न विहातुमर्हति भवान् बालाननाथाँस्तथा किं कुर्मो वयमद्य धर्मविसरं कार्यानभिज्ञा अहो । कालेऽस्मिन् कलिना विधर्मनिहते को मार्गसन्दर्शकः संसारार्णवभीतिरक्षणविधौ त्यज्यामहे तात! किम् ॥३ ॥ विद्वंच्चित्तचकोरमोदजनिकां मुद्रां मुखेन्दोः कथम् द्रक्ष्यामस्त्रिदिवेशसद्मवसतेः श्रीपुण्यसाधोश्च ते । आदेशामृततर्पणस्य तु कथं वार्ता विधेयाधुना देवानामनुलोम दैवमथवा शोकं भजेमैककम् ॥४॥ ये ये सज्जनपुङ्गवा जगति ते सर्वे यथावश्यकाः स्वर्गे सज्जनसङ्गमेच्छुविबुधा वाञ्छन्ति ताँस्ताँस्तथा । मां नु विहाय मर्त्यवसतिं देवीग्रहात्स्वर्गतः हा धिक् ! शोकसमुद्रविप्लवगतान् कोऽस्मान्ग्रहीष्यत्यहो ॥५॥ हे हे सद्गुरुवर्य ! निर्मलमनश्चादर्शसाधूत्तम ! कार्याकार्यविवेकदीपकमते ! चारित्र्यच्डामणे ! | कृत्वा संसृतिगर्तमग्नकुधियामुद्धारकार्यं मुदा उन्नत्यै जिनशासनस्य रुचिरो देहश्च नापेक्षितः || ६ || सद्धर्मप्रतिपादनेन सुगुरुं बन्धुश्च धैर्यप्रदम् सत्कार्यानुगतं स्वभावसरलं सर्वैः सखायं कृतम् । शान्तं सारगुणैः प्रकाशितमतिमेवं जनैः संस्तुम् श्रीपुण्यं हरता हि वामविधिना किं नोऽस्मदीयं हृतम् ॥७॥ वृत्तिं बालय चित्त ! विज्ञवरतः शोकं मुधा मा कृथाः पञ्चत्वं हि गताः कदापि पुनस्त्रायान्ति किं श्रूयते ? | आशां तद्विषयां विहाय अधुना प्रार्थ्यः प्रभुः श्रद्धया श्रीपुण्याय चिरं ददातु विपुलां शान्तिं सदा केवलम् ॥८ ॥ શ્રી પુણ્યચરિત્રમ્ Page #25 -------------------------------------------------------------------------- ________________ * પૂજ્ય પુણ્યવિજયજીની જીવનયાત્રાના મુખ્ય અંશો * * જન્મ : તા. ૨૭-૧૦-૧૮૯૫, લાભપાંચમ * સાંસારિક નામ: મણિલાલ દોશી * પિતાનું નામ : ડાહ્યાભાઈ દોશી * માતાનું નામ : માણેક બહેન (દીક્ષા પછીનું નામ શ્રીરત્નશ્રીજી મહારાજ) વિદ્યાભ્યાસ : અંગ્રેજી માધ્યમમાં છ ધોરણ સુધી ઝક દીક્ષા પ્રાપ્તિ : વિ. સં. ૧૯૬૫ મહાવદ પાંચમ, ઈ.સ. ૧૯૦૯ ફેબ્રુઆરી દીક્ષા સ્થાન : છાણી (વડોદરા હાઈવે પરનું નાનું ગામ) ગુજરાત * દીક્ષા ગુરુ : મુનિવર્ય ચતુરવિજયજી મહારાજ * દાદાગુરુ : શ્રી કાંતિવિજયજી મહારાજ - દીક્ષા પર્યાય : ૬૨ વર્ષ એક કાળધર્મ : તા. ૧૪-૦૬-૧૯૭૧, મુંબઈ * જ્ઞાનયોગીનું યોગદાન (૧) પ્રાચીન સાહિત્ય, નાટ્ય, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય કલાક સિક્કા જેવી પ્રાચીન વસ્તુઓનું સંશોધન, સંપાદન. જુદી જુદી કાળાંતરે બદલાતી લિપિઓની ઢબ, અક્ષરોનાં વળાંક પરથી જે તે કૃતિનો સર્જનકાળ નિશ્ચિત કરવો. (૨) પ્રાકૃત - સંસ્કૃત બ્રાહ્મી લિપિઓમાં આલેખિત તાડપત્રીઓના ટુકડાઓનું વર્ગીકરણ કરી વ્યવસ્થિત પાનાં તૈયાર કરવા તથા પ્રાચીન ગ્રંથાગારોના ગ્રંથોની સમયાનુસાર સર્જન મુજબ ગોઠવાગી કરવી. તે ગ્રંથોની ફોટો સ્ટેટ કોપીઓ કઢાવવી ક્ષતિ દોષ નિવારીને તેમનું પ્રકાશન કરાવવું. અત્યંત જર્જરીત પ્રાચીન પ્રતાની માઈક્રો ફિલ્મ લેવડાવી તેનું જતન કરવું. (૩) દેશી - વિદેશી જૈન સાહિત્યના જ્ઞાનપિપાસુ વિદ્વાન સંશોધકો તથા પી.એચ.ડી.ના મહાનિબંધ તૈયાર કરતા વિદ્યાર્થીઓને તેમનાં સંશોધનકાર્યમાં સહાય કરવી. પંડિતો વિદ્વાનો સાથે જ્ઞાનગોષ્ઠિ કરવી. શ્રી પુણ્યચરિત્રમ્ 14 Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધિઓ * (૧) કોઈપણ જાતની શૈક્ષણિક પદવી પ્રાપ્ત ન કરી હોવા છતાં તેમની અધ્યયન દક્ષતાની કદર કરી તેમને પ્રાચીન સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, સંબંધી વિષયોના પી.એચ.ડી.ના પરીક્ષક બનાવાયા. (૨) ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૦માં અધિવેશનની ઈ.સ.૧૯૫૯માં અમદાવાદમાં મળેલી સભામાં, પુણ્યવિજયજી મહારાજને ઈતિહાસ તથા પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષ નીમવામાં આવ્યા. (૩) વિ. સં. ૨૦૦૯માં ‘શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા’ ભાવનગર તરફથી તેમને શ્રી ધર્મગુરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક... અર્પિત કરવામાં આવ્યો. (૪) વિ. સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે અહોભાવથી પ્રેરાઈને તેમની અનુમતિ લીધા સિવાય ‘આગમ પ્રભાકર'ની પદવી અર્પણ કરી. (૫) ઈ.સ. ૧૯૬૧માં કાશ્મીરમાં મળેલા ‘ઑલ ઈન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સ'ના ૨૧મા અધિવેશનમાં પુણ્યવિજયજી મહારાજને પ્રાકૃત તથા જૈન વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા. (૬) ઈ.સ. ૧૯૭૮માં અમેરિકા સ્થિત શ્રી અમેરિકન ઓરિએન્ટલ સોસાયટીએ તેમને પોતાની સંસ્થાના માનદ સભ્ય બનાવીને બહુમાન કર્યું. (૭) વિ.સં. ૨૦૨૩માં મુંબઈના વરલી વિસ્તારમાં આયોજિત પ્રતિષ્ઠા સમારંભમાં શાંત તપોમૂર્તિ શ્રીમદ્ વિજયસમુદ્ર સૂરીશ્વરજી મ. સા.એ તેમને શ્રુતશીલવારિધિ' પદવી વિભૂષિત કર્યા. ૧૯૧૭ ૧૯૧૮ શ્રુતશીલવારિધિ આગમપ્રભાકર પૂજ્ય પુણ્યવિજયજી મ. સા.ની અમૂલ્ય જ્ઞાનપ્રસાદરૂપી ગ્રંથમાળાનાં સુવાસિત સુમન... ૧. મુનિ રામચન્દ્રકૃત કૌમુદીમિત્રાનંદ નાટક મુનિ રામભદ્રકૃત પ્રબુદ્ધ રૌહિણેય નાટક ૩. શ્રીમન્મેઘપ્રભાચાર્ય વિરચિત ધર્માલ્યુદય (છાયાનાટક) ૧૯૧૮ ૪.* ગુરાતત્ત્વવિનિશ્ચય ૫. ઉપાધ્યાય શ્રી યશોવિજયકૃત ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા ૧૯૨૮ ૬.* વાચક સંઘદાસગણિવિરચિત વસુદેવ-હિડિ ૧૯૩૦-૩૧ ૭.* કર્મગ્રન્થ (ભાગ ૧-૨) શ્રી પુણ્યચરિત્રમ્ ૧૯૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૪ ૧૯૫૦ બૃહત્કલ્પસૂત્ર-નિર્યુક્તિભાષ્યવૃત્તિયુત્ત (ભાગ ૧-૬) ૧૯૩૩-૩૮ તથા ૧૯૪૨ ૯. ભારતીય જૈનશ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા ૧૪૩૫ ૧૦. પૂજ્ય શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણવિરચિત જીતકલ્પસૂત્ર, સ્વોપજ્ઞભાષ્યસહિત ૧૯૩૮ ૧૧. કલિકાસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય પ્રણીત સકલહસ્તોત્ર શ્રી કનકકુશલગણિવિરચિત વૃત્તિયુક્ત ૧૯૪૨ ૧૨. શ્રી દેવભદ્રસૂરિકૃત કથારત્નકોશ ૧૩. શ્રી ઉદયપ્રભસૂરિકૃત ધર્માલ્યુદયમહાકાવ્ય ૧૯૪૯ ૧૪. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યપ્રણીત ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર-મહાકાવ્ય (પર્વ ૨-૩-૪) ૧૫. જેસલમેરની ચિત્રસમૃદ્ધિ ૧૯૫૧ ૧૬. કલ્પસૂત્ર - નિર્યુકિત, ચૂર્ણિ, ટિપ્પણ, ગુર્જરનુવાદ સહિત ૧૯૫૨ ૧૭. અંગવિજા ૧૯૫૭ ૧૮. સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી તથા અરિસિંહકૃત સુકૃતકીર્તિન ૧૯.૪ સુકૃતકીર્તિકલ્લોલિન્યાદિ વસ્તુપાલ-પ્રશસ્તિસંગ્રહ ૧૯૬૧ ૨૦. સોમેશ્વરકૃત ઉલ્લાઘરાવઘવ નાટક ૧૯૬૧ 29. Descriptive Catalogue of palm-leaf Mss. in the Shantinath Bhandar Cambay, Vol. I-II Catalougue of Sanskrit and Pakrit Mss Muniraja Shri Punyavijayaji's collection, Part I-III શ્રી નેમિચન્દ્રાચાર્યકૃત આખ્યાનકમણિકોશ, આમ્રદેવસૂરિકૃત વૃત્તિ સહિત ૧૯૬૨ ૨૪.૪ શ્રી હરિભદ્રસૂરિકૃત યોગશતક સ્વોપલ્લવૃત્તિયુતઃ તથા બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય ૧૯૬૫ ૨૫. સોમેશ્વરકૃત રામશતક ૧૯૬૬ ૨૬. નન્દીસૂત્ર-ચૂર્ણિસહિત, ૧૯૬૬ ૧૯૬૧ ૧૯૬૧-૧૯૬૬ ૧૯૬૩, ૧૯૬૫, ૧૯૬૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭. નન્દીસૂત્ર-વિવિધવૃત્તિયુક્ત ૨૮.+ આચાર્ય હેમચન્દ્રકૃત નિઘટ્ટશેષ, શ્રી શ્રી વલ્લભગણિકૃત ટીકા સહિત ૧૯૬૮ ૨૯. નંદિસુત્ત અણુઓગદ્દારાઈ ચ ૩૦.+ જ્ઞાનાંજલિ (મહારાજશ્રીના દીક્ષાપર્યાયષષ્ટિસમારોહ પ્રસંગે પ્રગટ થયેલ મહારાજશ્રીના લેખોનો તથા મહારાજશ્રીને અંજલિ આપતા લેખોનો સંગ્રહ) ૧૯૬૯ ૩૧.+ પન્નાવણાસુર (પ્રથમ ભાગ) ૧૯૬૯ ૩૨. પન્નાવણાસુર (દ્વિતીય ભાગ) ૧૯૭૧ * મહારાજશ્રીના સ્વર્ગવાસ પછી અધૂરા રહેલા છપાતા ગ્રંથો * ૩૩. પત્તનજ્ઞાનભાડારસૂચિપત્ર છપાય છે. ૩૪. જેસલમેરજ્ઞાનભાડ઼ારસૂચિપત્ર છપાય છે. ૩૫. દસકાલીયસુત્ત અગરત્યસિંચૂર્ણિસહિત છપાય છે. ૩૬. સૂત્રકૃતાડગચૂર્ણિ છપાય છે. આ ઉપરાંત મહારાજજીએ સંખ્યાબંધ આગમસૂત્રો તથા અન્ય ગ્રંથોની પ્રેસકોપીઓ કરાવીને એમાં પાઠાંતરો નોંધી રાખ્યા છે, તેમજ છપાયેલા ગ્રંથોમાં પણ પાઠાંતરો નોંધીને ફરી છપાવતી વખતે શુદ્ધ છપાય એવી વિપુલ સામગ્રી તૈયાર કરી આપી છે. (* આ નિશાનીવાળા ગ્રંથોનું સંપાદન સદ્ગત ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ સાથે કર્યું છે. * આ નિશાનીવાળા ગ્રન્થોનું સંપાદન ડૉ. ભોગીલાલ સાંડેસરા સાથે કરેલું છે. + આ નિશાનીવાળા ગ્રન્થોનું સંપાદન પં. શ્રી દલસુખભાઈ માલવણિયા તથા પં. શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક સાથે કરેલું છે.) ક્રાંતિકારી વિચારધારા, આત્મસૂઝ, જ્ઞાનપિપાસા, નિર્દભતા, નિરભિમાની, ધગશ, પુરુષાર્થ, સવાને વરેલા પરગજુ, ઉદાર, નિર્લેપ, નિર્મોહી, વિનમ્ર, વિવેકશીલ, જ્ઞાનીઓના કદરદાન, ધર્મદાઝ, સ્પષ્ટવક્તા પૂજ્ય પુણ્યવિજયજીના પ્રતિભાશાળી વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ પર પ્રકાશ પાથરતા જ્ઞાની વિદ્વાનોના લેખ પ્રસ્તુત .::રમ્ Page #29 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનાં ૬૨ ચાતુર્માસની યાદી (કૌંસ બહારનો અંક ચાતુર્માસનું અને કસમાંનો એક વિ. સં.નું સૂચન કરે છે.) અમદાવાદ - ૩૭, ૩૮ (૨૦૦૧, ૨૦૦૨,) ૪૧ (૨૦૦૫), ૪૪ થી ૫૩ (૨૦૦૮ થી ૨૦૧૭), ૧૫ થી ૫૦ (૨૦૧૯ થી ૨૦૨૩). કપડવંજ - ૫૪ (૨૦૧૮) ખેડા-૪ (૧૯૬૮) જામનગર-૧૬, ૧૭ (૧૯૮૦, ૧૯૮૧) જેસલમેર - ૨ (૨૦૦૯) ડભોઈ-૧ (૧૯૬૫) પહેલું ચોમાસું. પાટણ-૫, ૬, ૭ (૧૯૬૯, ૧૯૩૦, ૧૯૭૧), ૨૦ થી ૩૬ (૧૯૮૪ થી ૨000). પાલીતાણા -૧૧, ૧૨ (૧૯૭૫, ૧૯૭૬) બીકાનેર-૪૩ (૨૦૦૭). ભાવનગર- ૧૩, ૧૪ (૧૯૭૭, ૧૯૭૮). મુંબઈ-૯ (૧૯૭૩), ૬૧, ૬૨, (૨૦૨૫, ૨૦૨૬)-છેવું ચોમાસું. લીંબડી- ૧૫ (૧૯૭૯), ૧૯ (૧૯૮૩). વડોદરા - ૮ (૧૯૭૨), ૧૦ (૧૯૭૪), ૩૦, ૪૦ (૨૦૦૩, ૨૦૦૪), ૬૦ (૨૦૧૪). વઢવાણ કેમ્પ(સુરેન્દ્રનગર)- ૧૮ (૧૯૮૨). સુરત-૨, ૩ (૧૯૬૬, ૧૯૯૬૭). શ્રી પુણ્યચરિત્રમ્ 18 Page #30 -------------------------------------------------------------------------- ________________ ‘આ આગમો તૈયાર કરીએ છીએ, એ વિદ્વાનો તપાસે; તપાસીને સ્ખલના હોય તેમ જ સંપાદન-પદ્ધતિમાં દોષ હોય, તો તેનું ભાન કરાવશે તો અમે રાજી થઈશું. સ્તુતિ કરનારા તો ઘણા મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડે એવા વિદ્વાનો ઘણા ઓછા મળે છે. હું ઈચ્છુ છું કે તેઓ ત્રુટિઓ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેનો ભવિષ્ય અમારાં સંપાદનોમાં ઉપયોગ કરશું.'’ (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૯૬) જ્ઞાનજ્યોતિની જીવનરેખા લેખક : રતિલાલ દીપચંદ દેસાઈ આ ઉદ્ગારો સ્વર્ગસ્થ પરમપૂજ્ય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના છે. મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આપણાં બધાં પવિત્ર મૂળ આગમસૂત્રો પ્રકાશિત કરવા માટે ‘‘જૈન-આગમ-ગ્રન્થમાલા’' શરૂ કરી છે. આ ગ્રંથમાળાના પ્રથમ ગ્રંથ ‘‘નંદિસુત્ત અણુઓગદ્દારાઇ ચ’’ના પ્રકાશન સમારોહ, વિદ્યાલયના સુવાર્ણ મહોત્સવની ઊજવણી પ્રસંગે, શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપદે, અમદાવાદમાં, તા. ૨૬-૨-૧૯૬૮ના રોજ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રવચન કરતાં મહારાજશ્રીએ આ ઉદ્ગારો વ્યક્ત કર્યા હતા. આ ઉદ્ગારો ઉત્કટ સત્યનિષ્ઠા, સત્યને સમજવા અને સ્વીકારવાની ઝંખના, સરળતા, સહૃદયતા અને વિનમ્રતાથી પવિત્ર બનેલા અંતઃકરણની આરસી બની રહે એવા વિમળ અને વિરલ છે; અને એ એના ઉદગાતાની મહત્તા અને મહાનુભાવતાની સાક્ષી પૂરે છે. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજનું જ્ઞાન કેવું જીવનસ્પર્શી હતું અને જીવન કેવું જ્ઞાનમય અને સત્યલક્ષી હતું, તે આ ઉપરથી પણ સમજી શકાય છે. જે ધર્મનાયક પોતાના કાર્યની કદર કરવાની નહીં પણ પોતાના કામમાં રહેલ ખામીઓ જણાવવાની, સામે ચાલીને, માગણી કરે એમને મન ધર્મનિષ્ઠા અને સત્યનિષ્ઠાનું મૂલ્ય કેટલું ઊંચું હશે ! અને એ એમના જીવનમાં કેવી એકરૂપ બની ગયેલ હશે ! ΟΥ આનો ભાવ એ છે કે અંતરમાં સત્યની ચાહના જાગે તો જીવન-વિકાસનું પહેલું પગથિયું સોંપડે. સાચું વિચારવું, સાચું બોલવું અને સાચું આચરવું એ જ ધર્મનો માર્ગ અને એ માર્ગે ચાલવું એ જ માનવજીવનનો મહિમા. સત્યને માર્ગે ચાલવા માટે જે છળપ્રપંચ, દંભ અને અહંકારથી અળગો રહે અને સરળતા, નિખાલસતા અને નમ્રતાને અપનાવે, એ સાચી ધાર્મિકતાના અમૃતનું પાન કરીને જીવનને અમૃતમય બનાવી શકે અને આહિંસા તથા કરુણાની ભાવનાથી સભર એવી સમતાને માર્ગે વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રીનો પવિત્ર નાતો કેળવી શકે. પણ આ માટે સૌથી પહેલાં નિર્દભવૃત્તિ કેળવીને જીવનને સત્યગામી બનાવવું ઘટે. તેથી જ કવિવર શ્રી ઉદયરત્નજીએ કહ્યું છે કે– 19 સમિકતનું મૂળ જાણીએ જી, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમિત વસે જી, માયામાં મિથ્યાત્વ રે, પ્રાણી ! મ કરીશ માયા લગાર. શ્રી પુણ્યચરિત્રમ્ Page #31 -------------------------------------------------------------------------- ________________ પોતાની જાતનું અને વિશ્વનું સત્યદર્શન પામવાનો મુખ્ય ઉપાય છે નિષ્ઠાભરી, નિઃસ્વાર્થ, નિર્દભ અને નિર્મળ જ્ઞાનસાધના. એટલે જીવનસાધનાના ધ્યેયને વરેલ સાધકના જીવનમાં કોઈક ભૂમિકા એવી પાગ આવી પહોંચે છે કે જ્યારે સત્યસાધના અને જ્ઞાનસાધના અકરૂપ બની જઈને સાધકને અવૈર, અષ, અભય, અહિંસા અને કરુણા જેવા દૈવી ગુણોથી સમૃદ્ધ બનાવી દે છે. પૂજ્ય આગમપ્રભાકર મુનિવર્યશ્રી પાગ્યવિજયજી મહારાજની ઉત્કટ જ્ઞાનસાધના અને સૌમ્ય સત્યસાધના આવી જ જીવનસ્પર્શી અને ઊર્ધ્વગામી જીવનનો એક ઉત્તમ આદર્શ બની રહે એવી હતી. અને તેથી જ એમનો વૈરાગ્ય શુષ્ક કે ઉદાસ નહીં પણ પ્રસન્નતાથી સભર અને ‘ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યો રે' એ યોગીરાજ આનંદધનની ઉકિતની યથાર્થતા સમજાવે એવો હતો. એમ કહેવું જોઈએ કે તેઓ નિર્ભેળ અને સત્યગામી જ્ઞાનસાધના દ્વારા સદા પ્રસન્નતાપૂર્વક પરમાત્મદેવનું અને આત્મદેવનું અત્યંતર પૂજન કરીને પોતાના જીવનને સચ્ચિદાનંદસ્ય બનાવી શક્યા હતા. તીર્થકરોએ ધર્મતીર્થની સ્થાપના કરીને જૈન સંસ્કૃતિનો વિશ્વમૈત્રીનો પૈગામ ગાજતો કર્યો પૂર્વ ભારતની પુણ્ય ભૂમિમાંથી; પણ, સમયના વહેણ સાથે, એ સંસ્કૃતિના વહેણે પણ પોતાનો માર્ગ બદલ્યો અને એ સંસ્કૃતિની ગંગા પૂર્વ તરફથી પશ્ચિમ તરફ વહેવા લાગી. ગૂર્જરભૂમિને ભગવાન અરિષ્ટનેમિ દ્વારા કાળા અને વૈરાગ્યની ભાવનાનો વારસો મળેલો જ હતો. એટલે ગુજરાતની ધરતીને પૂર્વ ભારતની મૈત્રી અને અવૈરની સંસ્કૃતિ ખૂબ રુચી ગઈ; એ સંસ્કૃતિને પણ પશ્ચિમ ભારતનો પ્રદેશ બહુ અનુકુળ આવી ગયો. વળી, એ સંસ્કૃતિની ભાવનાને લોકજીવનમાં વહેતી રાખનારા અનેક જીવનસાધક સંતો અને જ્યોતિર્ધરો સમયે સમયે ગુજરાતની ધરતીમાં નીપજતા રહ્યા અને ધાર્મિકતા અને સંસ્કારિતાની સરિતાને સદા વહેતી રાખતા રહ્યા. તેથી જ ગુજરાતની જનતા અહિંસા અને કરુણાની ભાવનાને આજે પણ પોતાના જીવનમાં વિશેષ પ્રમાણમાં અપનાવી શકે છે. મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી ગુજરાતના આવા જ એક પ્રભાવકધર્મપુરુષ હતા, અને તેઓનું જ્ઞાનોદ્ધારનું અપૂર્વ કાર્ય ધર્મસંસ્કૃતિના શાસ્ત્રવારસાને સુરક્ષિત અને ચિરંજીવ બનાવવાના શકવર્તી કાર્ય તરીકે સદા સ્મરાગીય બની રહે એવું હતું. વતન, માતા-પિતા અને દીક્ષા મહારાજશ્રીનું વતન ગુજરાતનું કપડવંજ શહેર, કપડવંજ ધર્મશ્રદ્ધાના રંગે રંગાયેલું શહેર છે; ત્યાગ, વૈરાગ્ય અને સંયમની અભિરુચિ એના કણકણમાં પ્રસરેલી છે. ત્યાંના સંખ્યાબંધ ધર્માનુરાગી ભાઈઓ અને બહેનોએ દીક્ષા ગ્રહણ કરીને આત્મસાધનાનો માર્ગ અપનાવ્યો છે, ત્યાં એકાદ જૈન ઘર પણ એવું ભાગ્યે જ હશે કે જ્યાંથી કોઈ ને કોઈ વ્યક્તિ ત્યાગમાર્ગની પુણ્ય યાત્રિક ન બની હોય. કેટલાક દાખલા તો એવા પણ છે કે જ્યારે એક કુટુંબના બધા સભ્યોએ, વૈરાગ્ય ભાવનાથી પ્રેરાઈને, સંયમનો સ્વીકાર કર્યો હોય ! વળી, શાસ્ત્રોદ્ધારના કાર્યમાં પણ કપડવંજનું અર્પણ વિશિષ્ટ હોય એમ લાગે છે. ભૂતકાળમાં આપણાં પવિત્ર આગમસૂત્રોમાંના નવ અંગસૂત્રો ઉપર વિશદ ટીકા રચના આચાર્યપ્રવર શ્રી અભયદેવસૂરિજીની એ નિર્વાણભૂમિ છે. એમની પવિત્ર સ્મૃતિમાં એમના નામનું એક જ્ઞાનમંદિર પણ થોડાં વર્ષો પહેલાં ત્યાં સ્થાપવામાં આવ્યું છે. વર્તમાન સમયનો વિચાર કરીએ તો, આગમગ્રંથોનો ઉદ્ધાર કરનાર બે સમર્થ આગમધર, મહાપુરુષોની જન્મભૂમિ બનવાનું ગૌરવ થી પુણ્યર્ચારિત્રમ્ 20 Page #32 -------------------------------------------------------------------------- ________________ પણ કપડવંજને જ પ્રાપ્ત થયું છે. આ બે આગમધર ધર્મપુરુષો તે પરમ પૂજ્ય આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ, અને પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ. મહારાજશ્રીના પિતાશ્રીનું નામ ડાહ્યાભાઈ દોશી. એમનાં માતુશ્રીનું નામ માણેકબહેન. બંનેને ધર્મ ઉપર ખૂબ આસ્થા. તેમાંય માણેકબહેનને તો ધર્મ તરફ વિશેષ અનુરાગ. વળી, આજથી પોણોસો વર્ષ પહેલાંના સમયમાં આપણા દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ નહીં જેવું હતું ત્યારે પણ, માણેકબહેને ગુજરાતી છ ધોરણનો અને પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરેનો અભ્યાસ કર્યો હતો. મહારાજશ્રીનો જન્મ વિ. સં. ૧૯૫૨ના કારકત સુદિ પાંચમ (જ્ઞાનપંચમી કે લાભપાંચમ)ના પર્વ દિવસે થયેલો. તેઓનું નામ મણિલાલ. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં. એમાં આ એક સંતાન જ ઊછરેલ-અને તે પણ જાણે કાળના મોમાં કોળિયો થતાં બચી ગયું હોય એ રીતે ! કુટુંબની સ્થિતિ સામાન્ય, એટલે ડાહ્યાભાઈ મુંબઈમાં રહેતા હતા, અને એકલા માણેકબહેન વતનમાં રહીને પોતાના સંતાનને ઉછેરતાં હતાં. મણિલાલ હજુ બે-ચાર મહિનાના જ થયા હતા અને ઘોડિયે ઝૂલતા હતા, એ વખતે એક દિવસ એમને ઘરમાં મૂકીને માણેકબહેન નદીએ કપડાં ધોવા ગયેલાં. પાછળ મહોલ્લામાં એકાએક મોટી આગ લાગી અને એમાં માણેકબહેનનું ઘર પણ ઝડપાઈ ગયું. આગ લાગ્યાની બુમરાણ સાંભળીને એક વહોરા ગૃહસ્થ પણ ત્યાં દોડી આવ્યા. એમણે એક મકાનમાં કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને, માનવતાની ભાવનાથી પ્રેરાઈને ઘરમાં દોડી જઈને, એ ભલા સગૃહસ્થ એ બાળકને લઈને પોતાને ઘેર મૂકી આવ્યા. આ બાજુ નદીકિનારે માણેકબહેનને આગની ખબર પડી; એ તો હાંફળાફાંફળા આવી પહોંચ્યા. જોયું તો ઘર આગમાં સ્વાહા થઈ ગયેલું ! એમને થયું કે ઘરના એકના એક વંશવેલાને પણ આગે ભરકી લીધો ! એમનાં દુઃખનો પાર ન રહ્યો. પેલા વહોરા ગૃહસ્થ માનતા હતા કે હમણાં આ બાળકનાં મા-બાપ આવીને એને લઈ જશે; પણ સાંજ સુધી કોઈ ન આવ્યું ! એ વહોરા ગૃહસ્થ નેકદિલ ઈન્સાન હતા, અને એમને એ ખ્યાલ હતો કે આ બાળક કોઈ હિંદુનું સંતાન છે, એટલે એમણે એ બાળકને હિંદુના ઘરનું પાણી મંગાવીને પાયું અને બકરીનું દૂધ પિવરાવ્યું. રાત થઈ તો પણ એ બાળકને લઈ જવા માટે કોઈ ન આવ્યું એટલે બીજે દિવસે સવારે એમણે ઘેરઘેર ફરીને તપાસ કરી. આખરે માણેકબહેનને પોતાનો દિકરો સાજોસારો મળી ગયો! એમના આનંદનો પાર ન રહ્યો ! મણિલાલને જાણે તે દિવસથી રામના રખવાળાં મળ્યાં ! ડાહ્યાભાઈને આ વાતની ખબર પડી, એટલે તેઓ કપડવંજ આવીને પોતાનાં પત્ની અને પુત્રને મુંબઈ તેડી ગયા. મુંબઈમાં રહી મણિલાલે પ્રાથમિક શિક્ષણ લીધું. પણ માતા અને પુત્રનો ભાગ્યયોગ કંઈક વિલક્ષણ હતો. અને એમાં કુદરતનો કોઈ અકળ સંકેત છુપાયો હતો. ૨૭વર્ષની નાની ઉંમરે માણેકબહેન વિધવા થયાં ! તત્કાળ તો ઉપર આભ અને નીચે ધરતી જેવી એકતલા અને નિરાધારી તેઓ અનુભવી રહ્યાં. ચિત્તમાં જાણે સૂનકાર છવાઈ ગયો. પણ એમણે આખી જિંદગી ધર્મનું પાલન કરવામાં અને ધર્મની વાણી સાંભળવામાં ગાળેલી, એટલે આવા કારમા સંકટ વખતે ધર્મ જ સાચો સહારો આપી રહ્યો. માણેકબહેનને સંસાર સાર વગરનો લાગ્યો. અંતર વૈરાગ્યને ઝંખી રહ્યું અને એ અસાર સંસારનો ત્યાગ કરવા તૈયાર થયાં. પણ વચમાં એક અવરોધ હતો ઃ ચૌદ વર્ષના મણિલાલનું શું કરવું? એને કોને ભરોસે સોંપવો? મણિલાલ પણ કંઈ પાછો પડે એવો ન હતો. એણે મન સાથે નક્કી કર્યું હતું ઃ બા કહે તેમ કરવું. શ્રી પુણ્યચરિત્રમ્ 2 Page #33 -------------------------------------------------------------------------- ________________ માને પાગ થયું : હું સંસારનો ત્યાગ કરું તો મારા પુત્રને સંસારમાં શા માટે રાખું? છેવટે બન્નેએ દીક્ષા લેવાનું નકકી , કર્યું. વિ. સં. ૧૯૬૫ના માહ વદિ પાંચમના દિવસે મણિલાલે, વડોદરા પાસે છાણી ગામમાં મુનિવર્ય શ્રી ચતુરવિજયજીના શિષ્ય તરીકે, દીક્ષા લીધી; નામ પુણ્યવિજ્યજી રાખવામાં આવ્યું. મણિલાલની દીક્ષા પછી બે દિવસે જ માણેકબહેને શ્રી મોહનલાલજી મહારાજના સમુદાયમ : પાલીતાણામાં દીક્ષા લીધી. એમનું નામ સાધ્વી શ્રી રત્નશ્રીજી. રત્નશ્રીજી સંયમનું પાલન કરવામાં સદા જાગ્રતા રહેતાં. પાછલી અવસ્થામાં એમની આંખોનાં તેજ અંદર ઊતરી ગયાં હતાં, છતાં ધર્મની જાગૃતિ એવી જ હતી એક વાર તેઓ સખ્ત બીમાર થઈ ગયાં. ડૉકટરે કહ્યું કે આવી બીમારીનો સરખી રીતે ઈલાજ કરવા માટે સાધ્વીજી ઈસ્પિતાલમાં દાખલ કરવાં જોઈએ. આ સાંભળીને રત્નશ્રીજીનું અંતર વલોપાત કરી રહ્યું; એમને થયું કયા ભવન માટે ઈસ્પિતાલમાં જઈને છ કાયની વિરાધના કરીને સંયમની વિરાધના કરવી? એ તો કોઈ પાર રીતે ઈસ્પિતાલમાં ન જવું પડે એ જ ઝંખી રહ્યાં. દાક્તરને પણ એમની આ ઝંખનાની ખબર પડી. બીજે દિવસે દાકતર આવ્યા; તબિયત કંઈક ઠીક લાગી. એમણે કહ્યું : મહારાજ ! આપને ઈસ્પિતાલમાં નહીં લઈ જઈએ. દાકતરની વાત સાંભળીને સાધ્વીજીના મુખ ઉપર અનહદ આનંદ અને આંતરિક સંતોષની કોઈ દિવ્ય રેખાઓ વિલસી રહી. એમને જીવનની ન કોઈ આકાંક્ષા હતી કે ન મરણનો કોઈ ભય હતાં, દેહદુઃખથી છૂટકો મેળવવા ન જવાય મરણની ઝંખના હતી, અને મરણનો ભય તો એમને લેશ પણ હતો જ નહ.. અમને એકમાત્ર ચિંતા કે ઝંખના એટલી જ હતી કે કોઈ પણ રીતે સંયમની વિરાધના થતી અટકે. વિ. સં. ૨૦૨૨માં, અમદાવાદમાં તેઓ સ્વર્ગવાસી થયાં! દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ મુનિ શ્રી પુણ્યવિજયજીના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ એક આદર્શ શ્રમણ હતા. અહિંસા, સંયમ અને તપનું અમૃત એમના રોમરોમમાં વ્યાપેલું હતું. તેઓ સમતાના સરોવર, ગુણના ભંડાર અને શાંત પ્રતાપી મહાપુરુષ હતા. સ્ફટિક સમું નિર્મળ એમનું જીવન હતું. સંતજીવનને શોભતી ઉદારતા એમાગે એવી કેળવી જાગી હતી કે એમને મન આ મારો અને આ પરાયો એવો કોઈ ભેદ ન હતો જૈન-જૈનેતર સૌને તેઓ વાત્સલ્યપૂર્વક આવકારતાં અને ધર્મસાધનામાં કે જ્ઞાનોપાર્જનમાં જોઈતી સહાય આપતા. પ્રમાદતો એમને સ્પર્શતો જ નહીં. અને કોઈનો તિરસ્કાર કરવો કોઈના ઉપર રોષ કરવો કે મન-વચન-કાયાના વલાણમાં વિસંવાદ રાખીને છળ, પ્રપંચ કે દંભને આશ્રય આપવો, એ તો એમના સ્વભાવમાં જ ન હતું. એમનું જીવન જીવતા અનેકાંતવાદ જેવું ગુણગ્રાહી અને સત્યચાહક હતું. જેવા ઉદાર મહારાજશ્રીના દાદાગુરુ હતા, એવા જ ઉદાર તેઓના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ હતા. વળી, તેઓ જેવા ઉદાર હતા એવા જ વ્યવહારદક્ષ, કાર્યનિષ્ઠ અને સતત સાહિત્યસેવી વિદ્વાન હતા. દાદાગુરુ અને ગુરુ બને જ્ઞાનોપાસના અને જ્ઞાનોદ્ધારના પવિત્ર ધ્યેયને વરેલા હતા. જ્ઞાન વગર ન સંયમનો સાચો માર્ગ લાધે, ન સમયની નિર્મળ આરાધના થઈ શકે, નતો સંઘનો અભ્યદય થઈ શકે કે ન ધર્મની પ્રભાવના થઈ શકે, અને તીર્થકર ભગવાનના અભાવમાં એમની વાણી જ સંઘનું પરમ આલંબન બની શકે : એ પરમ સત્ય તેઓના અંતરમાં બરાબર વસી ગયું હતું. એમના પગલે પગલે શ્રી પુણ્યવિજયજી મહારાજનું જીવનકાર્ય પણ જ્ઞાનોદ્ધારક શ્રી પુણ્યચરિત્રમ્ 22 Page #34 -------------------------------------------------------------------------- ________________ બની ગયું. અને આ રીતે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, મુનિવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ અને મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ-દાદાગુરુ, ગુરુ અને શિષ્ય-ની ત્રિપુટીએ, છેલ્લાં સાઠ-સિત્તેર વર્ષ દરમ્યાન, જ્ઞાનોદ્ધારની એક એકથી ચડિયાતી જે પ્રવૃત્તિ કરી બતાવી તે માટે કેવળ જૈન સંઘ જ નહીં પણ જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના અભ્યાસીઓ અને વિદ્વાનો પણ સદા માટે એમના ઓશિંગણ રહેશે. αγ જ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજની જેમ શાંતમૂર્તિ મુનિપ્રવર શ્રી હંસવિજયજી મહારાજ પગ વડોદરાના જ વતની હતા. એમનું નામ છોટાલાલ હતું. છોટાલાલના અંતરમાં નાની ઉંમરથી જ વૈરાગ્યની ભાવના રમતી હતી. પરિણામે સંસારનો ત્યાગ કરવાની ભાવનાથી પ્રેરાઈને તેઓ ૨૧મે વર્ષે પોતાના મિત્ર છગનલાલ સાથે પંજાબ પહોંચી ગયા. બન્ને મિત્રોએ વિ. સં. ૧૯૩૫ના માહ વદિ અગિયારસે પૂ. આત્મારામજી મહારાજ પાસે દીક્ષા લીધી. એમનું નામ મુનિ હંસવિજયજી રાખીને એમને મુનિ શ્રી લક્ષ્મીવિજયજીના શિષ્ય બનાવવામાં આયા. એમના મિત્ર છગનલાલ એ જ પૂ. પુણ્યવિજયજી મહારાજના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ. શ્રી હંસવિજયજી મહારાજ શાણા, ઠરેલ અને ગમે તેવાના અંતરને વશ કરી લે એવા શાંતિના સરોવર જેવા સંત હતા. એમની વાણીમાં પવિત્રતા અને આત્મીયતાની સરવાણી વહેતી. પોતાના સંયમની આરાધનામાં તેઓ સદા જાગ્રત રહેતા. અનેક પ્રદેશોમાં વિચરી, અનેક આત્માઓને બોધ પમાડી, અનેક તીર્થોની યાત્રા કરી અને પંચાવન વર્ષ જેટલા દીર્ઘ સમય સુધી નિર્મળ સંયમની આરાધના કરી વિ. સં. ૧૯૯૦ના ફાગણ શુદિ પહેલી દશમના દિવસે તેઓ પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. પૂ. પુણ્યવિજયજી મહારાજને આ મહાપુરુષના સૌમ્ય અને પ્રેરક સહવાસનો પણ લાભ મળ્યો હતો. વળી, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ પણ વડોદરાનું જ રત્ન હતા. જૈન સમાજના ઉત્કર્ષ માટે ધાર્મિક કેળવણી સાથે વ્યાવહારિક કેળવણીના પ્રસાર માટે સંખ્યાબંધ શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની, ઉદ્યોગગૃહો શરૂકરવાની તેમજ બીજી પ્રવૃત્તિઓ હાથ ધરવાની પ્રેરણા તેઓએ સમાજને આપી હતી. મહારાજશ્રીને એમના લોકોપકારક સંપર્કનો પણ લાભ મળ્યો હતો, એટલું જ નહીં, એમણે તેઓની પાસે (તે કાળે મુનિ શ્રી વલ્લભવિજયજી પાસે) અરધા અનુયોગદ્દાર સૂત્રનું અધ્યયન પણ કર્યું હતું. દીક્ષાનું પહેલું જ ચોમાસું મહારાજશ્રીએ પોતાના વડીલો સાથે ડભોઈમાં કર્યું. ડભોઈ તો આપણા જ્ઞાનદિવાકર અને મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની નિર્વાણભૂમિ-સત્યલક્ષી, સર્વસ્પર્શી અને મર્મગ્રાહી વિદ્વત્તાથી શોભતા એ પ્રભાવક મહાપુરુષો અહીં જ ચિરવિશ્રામ લીધેલો! જોગાનુજોગ કહો કે કુદરતનો કોઈ અકળ સંકેત કહો, શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજ પ્રત્યે ઊંડો અનુરાગ ધરાવતા હતા. તથા એમના જીવનસ્પર્શી અને વિશ્વતોમુખી પાંડિત્યના તેઓ પરમ ભક્ત હતા. અને, જાગે ભક્તને પોતાની આવી નિઃસ્વાર્થ અને નિર્મળ ભક્તિનો બદલો મળી રહેતો હોય એમ, શ્રી ઉપાધ્યાયજી મહારાજે પોતાના હાથે લખેલી તેઓની પોતાની તેમ જ બીજાઓની સંખ્યાબંધ કૃતિઓ મહારાજશ્રીને જુદા જુદા ભંડારોમાંથી સહજપણે હાથ લાગતી જ રહી હતી. છેલ્લે છેલ્લે, છેક વિ. સં. ૨૦૨૫ની સાલમાં મહારાજશ્રી ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડારને વ્યવસ્થિત કરવા અને પાયચંદ ગચ્છના ભંડારનું નિરીક્ષણ કરવા માટે ખંભાતમાં રોકાયા હતા ત્યારે પણ, પોથીઓનાં નકામાં માની લીધેલાં પાનાંઓમાંથી ઉપાધ્યાયજી મહારાજના શ્રી પુણ્યચરિત્રમ્ 23 Page #35 -------------------------------------------------------------------------- ________________ હસ્તાક્ષરમાં લખાયેલી કોઈ અધૂરી પ્રત તેઓને મળી આવી હતી! એમ પણ કહી શકાય કે શ્રી યશોવિજયજી મહારાજ જેવી જ્ઞાનવિભૂતિના નિર્વાણને લીધે વિદ્યાતીર્થ બનેલ ડભોઈની ભૂમિના સંપર્ક પણ મહારાજશ્રીને વિદ્યાસાધનાની પ્રબળ પ્રેરણા આપી હશે. મહારાજશ્રી પોતાના વિદ્યાભ્યાસની વાત કરતાં કહેતા કે કોઈ પણ વિષયનો એકધારો સળંગ અભ્યાસ કરવાનું મારા જીવનમાં બહુ ઓછું બન્યું છે. વળી, અમુક વર્ષો સુધી એકાગ્ર બનીને અભ્યાસ કર્યો અને પછી પ્રાચીન પ્રતો વાંચવાનું કે પ્રાચીન ગ્રંથોનું સંશોધનનું કામ શરૂ કર્યું એવું પણ નથી બન્યું. કંઈક પૂર્વસંસ્કાર કહો, કંઈક વડીલોની કૃપા કહો કંઈક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કહો, મોટે ભાગે, વિદ્યાભ્યાસ અને શાસ્ત્રસંશોધનનું કામ સાથે સાથે સાથે જ ચાલતાં રહ્યાં; અને, કામ કામને શીખવે એમ, શાસ્ત્રોનું વાચન અને સંશોધન કરતાં કરતાં નવા નવા વિષયોનું જ્ઞાન મળતું રહ્યું. એ કહેવાની જરૂર નથી કે આના પાયામાં મહારાજશ્રીની નિર્મળ તેજસ્વી બુદ્ધિ, સત્યને પામવાની ઝંખના, કોઈ પણ વિષયને જાણવાની ઉત્કટ જિજ્ઞાસા અને તે વિષયના મૂળ સુધી પહોંચવાની અને એના વિસ્તારને પણ સમજવાની ધીરજ અને તાલાવેલી રહેલી હતી. આમ અભ્યાસ અને વિદ્યાપ્રવૃત્તિ સાથે સાથે ચાલતાં રહેવા છતાં તેઓએ જુદા જુદા વિદ્વાનો પાસે જે કંઈ અભ્યાસ કોર્ય હતો, તેની મુખ્ય વિગતો આ પ્રમાણે છે : દીક્ષાના પહેલા વર્ષમાં મહારાજશ્રીએ દાદાગુરુ અને ગુરુશ્રીની નિશ્રામાં બધા પ્રકરણગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો - જાણે શાસ્ત્રીય બોધનો પાયો નંખાયો. બીજે વર્ષે વસોના શ્રાવક શ્રી ભાયલાલભાઈ પાસે માર્ગોપદેશિકાનો અભ્યાસ કર્યો. તે પછી પંડિત શ્રી નિત્યાનંદજી શાસ્ત્રી પાસે સિદ્ધહેમ લઘુવૃત્તિ, હેમલઘુપ્રક્રિયા, ચંદ્રપ્રભા વ્યાકરણ, હિતોપદેશ, દશકુમારચરિત વગેરેનું પરિશીલન કર્યું. પાળિયાદવાળા પંડિત શ્રી વિરચંદભાઈ મેઘજી પાસે લઘુવૃત્તિનો અધૂરો અભ્યાસ પૂરો કર્યો, અને કાવ્યોનું વાચન કર્યું. આ સમય દરમ્યાન દાદાગુરુશ્રી અને ગુરુશ્રીની ઊંડી વિઘાવૃત્તિ અને જ્ઞાનોદ્વારની પ્રવૃત્તિના સંસ્કારો તો પોતાનું કામ કરતા જ હતા. એમની સંશોધનની પ્રવૃત્તિ જોઈને કે જ્ઞાનોદ્ધારની એમની વાતો સાંભળીને મહારાજશ્રીને એમ તો લાગતું જ કે આ કંઈક સારું કામ થઈ રહ્યું છે, અને આવું કામ આપણે પણ કરવા જેવું છે—જાણે પૂર્વજન્મનો કોઈ સંસ્કાર અને ભવિષ્યનો કોઈ કાર્યયોગ જ કામ કરી રહ્યો હતો! એવામાં જૈન દર્શન તેમજ ભારતીય બધાં દર્શનોના ઊંડા અભ્યાસી પંડિતવર્ય શ્રી સુખલાલજીની પાસે અભ્યાસ કરવાનો યોગ બની ગયો. પાટણ અને વડોદરામાં, વિ.સં. ૧૯૭૧ ને ૧૯૧૨ માં, મહારાજશ્રીએ પંડિતજી પાસે કાવ્યાનુશાસન, તિલકમંજરી, તર્કસંગ્રહ અને છંદોનુશાસનના અભ્યાસ કર્યો. આ ગ્રંથોના અભ્યાસ નિમિત્તે અને પંડિતજીના બહોળા જ્ઞાનને લીધે, બીજી અનેક બાબતો પણ આપમેળે જ અધ્યયનના ક્ષેત્રમાં આવી જતી. અને એ રીતે જ્ઞાનના સીમાડાનો અને દષ્ટિનો વિકાસ થતો ગયો. આ અરસામાં પાટણથી શ્રી કેસરિયાજી તીર્થનો સંઘ નીકળ્યો, તેમાં મહારાજશ્રી સાથે પંડિતજી પણ ગયેલા અને એ સંઘમાં પણ વિદ્યાભ્યાસ ચાલુ રહેલો ! આ રીતે જ્યારે એક બાજુ પંડિતજી પાસે આવું અધ્યયન ચાલતું હતું ત્યારે બીજી બાજુ મહારાજશ્રી પ્રાચીન પ્રતોના પાઠાંતરો મેળવવાનું તેમજ શાસ્ત્રીય ગ્રંથોનાં પ્રુફ તપાસવાનું કામ પણ વિશ્વાસપૂર્વક કરતા થઈ ગયા હતા. શ્રી પુણ્યચરિત્રમ્ 24 Page #36 -------------------------------------------------------------------------- ________________ આ પછી તો પંડિત સુખલાલજી અને મહારાજશ્રીને અવારનવાર સાથે કામ કરવાનું બનતું રહ્યું, અને સમય જતાં પંડિતજી પોતાના શાસ્ત્રસંશોધનના કામે પણ મહારાજશ્રી પાસે આવતા રહ્યા, ભાવનગરના બીજા ચોમાસામાં (વિ. સં. ૧૯૭૮માં) પંડિતજી સન્મતિતર્કના સંશોધનના કામે અને લીંબડીના ચોમાસામાં તત્ત્વાર્થસૂત્રના કામે મહારાજશ્રી પાસે ગયેલા. લીંબડીમાં પંડિતજીએ બૌદ્ધદર્શનના કેટલાક મુદ્દાઓથી મહારાજશ્રીને પરિચિત કર્યા. મહારાજશ્રીએ બૌદ્ધ ગ્રંથ હેતુબિંદુની નકલ પંડિતજી માટે કરી આપી; એનો ઉપયોગ પંડિતજીને સન્મતિતર્કના સંપાદનમાં કરવાનો હતો. પાછળથી હેતુબિંદુ ગ્રંથ વડોદરાની ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ તરફથી પ્રગટ થયો. મહારાજશ્રીએ આ ગ્રંથની કરી આપેલ નકલ એક આદર્શ નકલ તરીકે ગુજરાત વિદ્યાપીઠમાં સાચવી રાખવામાં આવી છે. આ રીતે પંડિતજી અને મહારાજજી વચ્ચેનો સંબંધ ઉત્તરોત્તર વધુ ગાઢ થતો ગયો. પંડિતજી મહારાજશ્રીના નિર્દભ સાધુજીવન અને સત્યાગ્રાહી જ્ઞાનસાધના પ્રત્યે ખૂબ આદર ધરાવે છે; મહારાજશ્રી પંડિતજીની સત્યાગ્રાહી, અગાધ અને વ્યાપક વિદ્વત્તા અને અકિંચનભાવ પ્રત્યે એવો જ આદર ધરાવતા હતા. જ્યારે પણ આ બન્નેનું મિલન થતું, ત્યારે વિદ્યાવિનોદનું સુપ્રસન્ન વાતાવરણ પ્રસરી રહેતું. પંડિતજી પ્રત્યેની પોતાના વિદ્યાગુરુ તરીકેની બહુમાનની લાગણી દર્શાવતાં, પોતાના ગુરુદેવનું સ્મરણ કરવાની સાથે, મહારાજશ્રીએ પંડિતજીના સન્માન પ્રસંગે કહેલું શ્રીમાન પંડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. આપણા જીવનની પ્રગતિ માટેનાં જે વિવિધ અંગો છે તેમાં વિદ્યાગુરુ એ એક વિશિષ્ટ અંગ છે. મારા જીવનમાં મેં જે અનેકાનેક સાધુ વિદ્યાગુરુઓ અને ગૃહસ્થ વિદ્યાગુરુઓ મેળવ્યા છે, એ સૌમાં સર્વોચ્ચ સ્થાન હું બે વ્યકિતઓને આપું છું. એમાં પ્રથમ સ્થાન પૂજ્ય પ્રવર, સતત જ્ઞાનોપાસનાપરાયણ, અનેક જ્ઞાનભંડારોના ઉદ્ધારક, વ્યવસ્થાપક અને શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાળાના સંપાદક શ્રી ચતુરવિજયજી મહારાજનું છે, જેઓ મારા દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ છે. બીજું સ્થાન પંડિત શ્રી સુખલાલજીનું છે, જેમણે મને એકાંત આત્મીયભાવે અધ્યયન કરાવ્યું છે, તેમ જ પ્રસંગે પ્રસંગે મને અનેક વિષયોનું જ્ઞાન પુસ્તકો દ્વારા નહિ પણ મોઢેથી જ આપીને મારી દષ્ટિને તેમણે વિશદ બનાવી છે, મારા જીવનનો યોગ જ કોઈ એવો વિચિત્ર હશે કે જેથી હું મારા જીવનના પ્રારંભથી અનેક પ્રકારનાં કાર્યોમાં પરોવાઈ જવાને લીધે અધ્યયન અતિ અલ્પ કરી શક્યો છું. તેમ છતાં મારા વિદ્યાગુરુઓનો એવો પ્રેમ હતો કે જેથી આજે મારી એ ઊણપ કોઈની નજરે નથી આવતી; છતાં એ વાત તો દીવા જેવી છે કે મારું અધ્યયન અતિ અપૂર્ણ છે. આ બંને ગુરુઓએ મારા તીખા સ્વભાવને આનંદથી જીરવીને પણ મને દરેક રીતે સમૃદ્ધ કર્યો છે. બે ગુરુઓમાંથી એક ગુરુશ્રી કે જેઓ મારા જીવનનું સર્વસ્વ હતા, તેઓ તો આજે સ્વર્ગવાસી થઈ ચૂકયા છે. પણ એક ગુરુ આજે વિદ્યમાન છે, જેમની પાસે આજે પણ હું અનેક રીતે અધ્યયન કરું છું. આજે જ્યારે પણ હું મારા આ વિદ્યાગુરુ પાસે જાઉં ત્યારે તેઓશ્રી, ગમે તેટલા કાર્યવ્યસ્ત હોય તેમ છતાં, પોતાનું દરેક મહત્ત્વનું કાર્ય છોડીને પણ મારી સાથે અનાકુળપાણે પોતાના અતિગંભીર અધ્યયન અને ચિંતનમાંથી ઉદ્ભવેલી અનુભવપૂર્ણ વાતો કરે છે, જેથી જીવનમાં નવું જ્ઞાન અને ફુરણાઓ જાગે છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ર૯૦) પૂ. પં. નેમવિજયજીના શિષ્ય સ્વ. મુનિ શ્રી લાવણ્યવિજ્યજી પાસે મહારાજશ્રીએ આવશ્યક હારિભદ્રી થી પુણ્યાચરિત્રમ્ 26 Page #37 -------------------------------------------------------------------------- ________________ ટીકાનું અને પોતાની મેળે ઓઘનિર્યુક્તિનું વાચન-અધ્યયન કર્યું હતું, સાથે પાલિતાણામાં ગુરુતત્ત્વવિનિશ્ચય જૂની હસ્તપ્રતોને આધારે શુદ્ધ કર્યું હતું. આગમસૂત્રોના મહાન ઉદ્ધારક પૂજ્ય સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે જ્યારે પાટણમાં આગમોની વાચના શરૂ કરી ત્યારે કેટલાક તરફથી એની સામે વિરોધનો સૂર વહેતો કરવામાં આવેલો. મહારાજશ્રી એ વખતે એ વાચનાનો લાભ તો નહીં લઈ શકેલા, પણ એમને એટલું તો લાગેલું કે આવા કાર્યનો વિરોધ કરવો એ બરાબર નથી; આ કામ તો ઉત્તમ છે અને એ કરવા જેવું છે. પછી, આ વાચના પાલીતાણામાં ચાલુ રહી ત્યારે, પાલીતાણાના બીજા ચોમાસા દરમ્યાન (વિ. સં. ૧૯૭૬), મહારાજશ્રીએ એનો લાભ લઈ ઓઘનિર્યુકિતની દ્રોણાચાર્યની ટીકા પૂરી વાંચી અને પન્નવણાસૂત્ર ઉપરની મલયગિરિ ટીકા અને ભગવતીસૂત્રની અભયદેવસૂરિની ટીકા અધૂરી વાંચી. ભાવનગરમાં બે ચોમાસાની સ્થિરતા દરમ્યાન મહારાજશ્રીએ પોતાની મેળે જ પઠન-પાઠન કરવાનું ચાલુ રાખ્યું; ઉપરાંત વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ શેઠશ્રી કુંવરજીભાઈ આણંદજી પાસે કર્મપ્રકૃત્તિ, પ્રકણો વગેરેનું વાચન કર્યું. મહારાજશ્રીનો બોધ જાણી શ્રી કુંવરજીભાઈ ખૂબ રાજી થયેલા. એમણે કહ્યું : બધું ઉપસ્થિત છે; માત્ર ગુરુગમ જોઈએ. મહારાજશ્રી શ્રી કુંવરજીભાઈને ગુરુસ્થાનીય માનતા હતા. વિ. સં. ૧૯૯૯ની સાલમાં મહારાજશ્રી આગમમંદિરની પ્રતિષ્ઠા માટે પાલિતાણા ગયા ત્યારે શ્રી કુંવરજીભાઈ બીમાર હતા, એટલે એમને શતા પૂછવા માટે મહારાજશ્રી ખાસ ભાવનગર ગયા હતા. તે વખતે શ્રી કુંવરજીભાઈએ અટપટી લિપિમાં લખેલો એક ચોપડો મહારાજશ્રીને આપતાં તેઓએ તે વાંચી આપ્યો હતો. મહારાજશ્રીની શક્તિનો આવો વિકાસ જોઈને શ્રી કુંવરજીભાઈ ખૂબ રાજી થયા. વિ. સં. ૨૦૨૫ની સાલમાં, ખંભાતમાં, મારે મહારાજશ્રીના વિવિધ વિષયના વ્યાપક અભ્યાસ અંગે તેઓશ્રીની સાથે જે સવાલ-જવાબ થયા તે ઉપરથી પણ તેઓની સ્વયંસ્ફરાણાપ્રેરિત જ્ઞાનોપાસના અને જ્ઞાનોદ્ધારની પ્રવૃત્તિનો કેટલોક ખ્યાલ આવી શકે છે. સવાલ - આપે પ્રાકૃતનો અભ્યાસ ક્યારે, કેવી રીતે કર્યો? જવાબ - એમ લાગે છે કે પ્રાકૃતનું જ્ઞાન શરૂઆતથી જ હતું. પાટણના બીજા ચોમાસામાં પૂજ્ય ગુરુજી પાસે પઉમચરિયું વાંચ્યું; આ વાંચતાં વાંચતાં પ્રાકૃત ભાષા ખૂલી ગઈ. પછી વડોદરામાં પંડિત સુખલાલજી પાસે શ્રી હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ અરધું વાંચ્યું, સાથે સાથે પઉમચરિયું પાટણના સંઘવીના પાડાની તાડપત્રીય પત્રના આધારે સુધાર્યું. સ0-આગમોના અભ્યાસની વિશેષ રુચિ ક્યારે જાગી ? જડ-મુનિશ્રી લાવણ્યવિજયજી પાસે આવશ્યક હરિભદ્રી વૃત્તિ વાંચતાં એ તરફ વિશેષ રુચિ થઈ, અને પૂજ્ય સાગરાનંદસૂરિજીની વાચના ખૂબ ગમી. સ0- અપભ્રંશ ભાષાનું જ્ઞાન કેવી રીતે થયું? જવ- એ તો કેવળ એ ભાષાનું સાહિત્ય વાંચતાં જ થયું. સ0- પ્રાચીન લિપિઓ વાંચવાનો અભ્યાસ કેવી રીતે થયો? શ્રી પુણ્યચરેત્રમ્ Page #38 -------------------------------------------------------------------------- ________________ જ૦-એ પણ મોટે ભાગે કામ કરતાં કરતાં જ થયો, એમ કહીં શકાય. પાટણના બીજા ચોમાસામાં (એટલે દીક્ષાના છઠ્ઠા વર્ષે) સાક્ષર શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ (સી. ડી. દલાલ) પાટણના જ્ઞાનભંડારો તપાસવા આવેલા. એ વખતે એમને પ્રાચીન હસ્તલિખિત પ્રતો મેં વાંચી આપી હતી. દેવનાગરી લિપિ પહેલાંની બ્રાહ્મી લિપિને ઉકેલવાનું અને દેવનાગરી લિપિના અક્ષરોના સેંકે સેંકે બદલાતા મરોડને ઉકેલવાનું પણ મહાવરાને લીધે ફાવી ગયું. અલબત્ત, આમાં શ્રી ગૌરીશંકર હીરાચંદ ઓઝાના ‘‘ભારતીય લિપિમાળા’’નામે પુસ્તકનો પણ ઉપયોગ કરાતો રહ્યો છે. જુદા જુદા સૈકાઓની લિપિઓને ઉકેલવાના આવા મહાવરાને લીધે, જેને અંતે લેખનસંવત ન નોંધ્યા હોય એવી કૃતિ પણ ક્યા સૈકામાં લખાયેલી હોવી જોઈએ એનો મોટે ભાગે સાચો અંદાજ, એ ગ્રંથની લિપિ ઉપરથી, કરી શકાય છે. ન સ૦- આપને બૌદ્ધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય તરફ રુચિ કેવી રીતે થઈ? ૪૦- મોટે ભાગે કણાહડએણં-કર્ણાહતેન- કાનથી સાંભળી સાંભળીને. મારું એક સદ્ભાગ્ય રહ્યું છે કે જુદા જુદા વિષયના વિદ્વાનોને અવારનવાર મળવાનું બનતું રહે છે. એ વખતે અમારા કામ ઉપરાંત બીજી જે કંઈ જ્ઞાનવાર્તા થાય તે હું પૂર્ણ ઉત્સુકતા અને જિજ્ઞાસાપૂર્વક સાંભળતો રહું છું. એમ કરતાં કેટલુંક જ્ઞાન અનાયાસ મળી રહે છે. અને એક વાર કોઈ બાબતમાં જિજ્ઞાસા જાગી એટલે પછી સ્વાભાવિક રીતે જ એને લગતા ગ્રંથો જોવાનું બને છે. અને તેથી આપણે કોઈ પણ બાબતનો ઐતિહાસિક અને તુલનાત્મક દષ્ટિએ તથા તટસ્થ વૃત્તિથી વિચાર કરતા થઈએ છીએ. આનું પરિણામ એ આવે છે કે જુદી જુદી ધર્મસંસ્કૃતિઓ વચ્ચેના ઉપરછલ્લા વિરોધના બદલે એની ભીતરમાં રહેલા સમાનતાના તત્ત્વ તરફ આપણું ધ્યાન વિશેષ જાય છે, અને આપણે કોઈ પણ બાબતનો સમભાવપૂર્વક કે સત્યશોધક અને ગુણગ્રાહક દષ્ટિએ વિચાર કરતા શીખીએ છીએ. જીવનસાધનામાં કે જ્ઞાનની ઉપાસનામાં આ બાબત બહુ મહત્ત્વની અને ઘણી ઉપયોગી નીવડે છે. સ૦- પ્રાચીન ગ્રંથોના સંશોધનની શરૂઆત આપે ક્યારે કરી? જ૦-અમુક કામની અમુક વખતે જ શરૂઆત થઈ એમ ચોક્કસ ન કહી શકાય. શાસ્ત્રોનો અભ્યાસ અને સંશોધનનો અભ્યાસ લગભગ સાથે સાથે જ ચાલતો રહ્યો. પૂજ્ય ગુરુજી જ્યારે પ્રાચીન ગ્રંથોનું સંશોધન કરતા ત્યારે જ મૂળ પાઠોના અર્થો બેસાડવાનો, પાઠાંતરો શોધવાનો, અર્થની સંગતિ માટે શુદ્ધ પાઠ ક્યો હોઈ શકે એનો, લિપિ ઉકેલવાનો-એમ બધો અભ્યાસ કામ કરતાં કરતાં આગળ વધતો રહ્યો. આ બધાની પાછળ એક વાત માલૂમ પડે છે કે અભ્યાસ અને જ્ઞાનની વાતોમાં કે શાસ્ત્રોના સંશોધન-સંપાદનમાં જે રસ પડતો, તેને લીધે બીજી પ્રવૃત્તિ તરફ ભાગ્યે જ ધ્યાન જતું. પૂજ્ય ગુરુજીનાં સંપાદનોમાં સહાયરૂપ થતાં થતાં સ્થિતિ એવી આવી કે કેટલાંક અતિકઠિન ગણાય એવા પ્રાચીન ગ્રંથોનું સંપાદન અમે સાથે મળીને કર્યું, કેટલાક ગ્રંથોનું સંપાદન મેં એકલાએ કર્યું, એટલું જ નહિ, છેવટે એવું પણ બન્યું કે પાઠાંતરો નોંધે પૂજ્ય ગુરુજી અને પાઠનો નિર્ણય કરું હું ! અહીં એક પ્રસંગ ખાસ યાદ આવે છે ઃ સંવત ૧૯૯૫ના ચોમાસમાં મને સંઘરણીનો એવો ઉગ્ર વ્યાધિ થઈ આવ્યો કે શરીર નિચોવાઈ જાય અને શક્તિમાત્ર હરાઈ જાય; વ્યાધિ કોઈ રીતે કાબૂમાં આવે જ નહીં. આ વખતે વડોદરાના શ્રી વાડીભાઈ વૈદ્યનો ઈલાજ ચાલતો હતો. ક્યારેક તો સલાહ મળે કે હવે બીજાની દવા કરો ! પણ મેં તો થાક્યા કે કંટાળ્યા વગર, ધીરજપૂર્વક, એ જ ઈલાજ ચાલુ રાખ્યો. દોઢેક વર્ષ સુધી ચાલેલ આ ઉપદ્રવ દરમ્યાન મને મોટામાં મોટો સધિયારો શ્રી પુણ્યચરિત્રમ્ 27 Page #39 -------------------------------------------------------------------------- ________________ આપ્યો મારા શાસ્ત્રવ્યાસંગે. કથારત્નકોષનું સંપાદન અને નિશીથચૂર્ણિનું અધ્યયન મેં આ બીમારી દરમ્યાન જ કર્યું–જાણે હું મારું કામ કરતો રહ્યો અને દર્દ પોતાનું કામ કરતું રહ્યું ! મને તો આ બધું દાદાગુરુશ્રી અને ગુરુજીની જ કૃપાનું ફળ લાગે છે. પોતાના ગુરુજી અને દાદાગુરુશ્રી ઉપરની શ્રધ્ધાને દર્શાવતાં મહારાજજીએ પોતે જ કહ્યું છે કે – “જો પૂજ્યપાદ ગુરુપ્રવર શ્રી પ્રવર્તકજી મહારાજ, પૂજ્ય ગુરુદેવ અને સમસ્ત મુનિગણની આશિષ વરસતી હશે - છે જ, તો પૂજ્ય ગુરુદેવ સત્સંકલ્પોને મૂર્ત સ્વરૂપ આપવા અને તેમણે ચાલુ કરેલી ગ્રંથમાળાને સવિશેષ ઉજ્જવલ બનાવવા યથાશક્ય અલ્પ-સ્વલ્પ પ્રયત્ન હું જરૂર જ કરીશ.” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૮૯) ૩૦- આપે કોઈ શાસ્ત્રીય ગ્રંથ રચવાનો ક્યારેય પ્રયત્ન કરેલો? જ૦-હા, લીંબડીના પહેલા ચોમાસામાં (વિ. સં. ૧૯૭૮માં) પૂજ્ય દાદાગુરુજી અને ગુરુશ્રી ત્યાંના ભંડારનો ઉદ્ધાર કરવાના કામમાં રોકાયેલા હતા ત્યારે મને વિશેષણવતી ઉપર ટીકા રચવાનો વિચાર થઈ આવેલો. પણ પછી એ વિચાર પ્રમાણે કામ ન થયું. સ૦-આપનામાં સત્યાગ્રાહી મધ્યસ્થભાવ કયાંથી આવ્યો? જ-સ્વાભાવિક રીતે તથા પૂજ્ય દાદાગુરુજીના સતત સમાગમથી. આ રીતે દીક્ષા લીધા બાદ શ્રી પુણ્યવિજયજી મહારાજે પોતાની સ્વયં રણાથી, દાદાગુરુતથા ગુરુજીની વાત્સલ્યભરી કૃપાદૃષ્ટિથી અને જુદા જુદા વિદ્વાનોના સમાગમથી પોતાની જ્ઞાનસાધનાને સર્વગ્રાહી મર્મસ્પર્શી અને સત્યમૂલક બનાવી હતી અને જાણે ભવિષ્યના જ્ઞાનોદ્ધારના મહાન કાર્યને માટે પોતાની જાતને સુસ બનાવી લીધી હતી. જ્ઞાનોદ્ધારનું શકવર્તીકાર્ય આમ તો મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ એક આત્મસાધક સંત હતા, અને પોતાના આત્મભાવની ક્યારેક ઉપેક્ષા ન થઈ જાય કે સંસારની વૃદ્ધિ કરે એવી આત્મવિરોધી પ્રવૃત્તિમાં જરાય ન અટવાઈ જવાય એની તેઓ સતત જાગૃતિ રાખતા; અને અપ્રમત્તપણે પોતાની સાધનાને નિરંતર આગળ વધારતા રહેતા. આમ છતાં એમનું જીવનકાર્ય તો વિવિધ રીતે જ્ઞાનનો ઉદ્ધાર કરવાનું જ હતુંએમનો અવતાર જ જ્ઞાનના ઉદ્ધાર માટે થયો હતો. અને, કહેવું જોઈએ કે, કુદરતે સોંપેલા એ જીવનકાર્યને તેઓ પોણોસો વર્ષ જેટલી વૃદ્ધ ઉંમર લગી એવી જ નિષ્ઠા, એવી જ ર્તિ અને એવી જ તત્પરતાથી કરતા રહ્યા-જાણે એમ લાગે છે કે આ કાર્ય કરતા ન તો તેઓ વયની મર્યાદાને કે ન તો શરીરની શક્તિ-અશક્તિને પિછાનતા હતા. આ કાર્ય કરતાં કરતાં જાણે એમનામાં શક્તિનો અખૂટઝરો વહી નિકળતો હતો. થોડીક પ્રાચીન હસ્તપ્રતો તેમની આગળ મૂકી દઈએ અથવા તો એકાદ હસ્તલિખિત ભંડારની વચ્ચે તેઓશ્રીને બેસાડી દઈએ, તો તેઓ આહાર, આરામ અને ઊંધને વિસરીને એમાં એવા તન્મય બની જતા કે જાણે કોઈ ઊંડા આત્મચિંતનમાં ઊતરી ગયેલ યોગીરાજ જ જોઈ લ્યો! એમને આ રીતે જ્ઞાનોદ્ધારના કાર્યમાં નિરત જોવા એ પણ એક લહાવો હતો. જ્ઞાનોદ્ધારની તેઓશ્રીની આવી અસાધારણ અને શકવર્તી કહી શકાય એવી પ્રવૃત્તિઓની કેટલીક વિગતો જોઈએ. શ્રી પુણ્યચરિત્રમ્ Page #40 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રાભ્યાસ - જ્ઞાનોદ્ધારનું પહેલું પગથિયું છે સ્વયં શાસ્ત્રોનું સત્યસ્પર્શી અને સર્વસ્પર્શી અધ્યયન. આ અધ્યયન પાછળની દષ્ટિ સાંપ્રદાયિક કદાગ્રહથી મુક્ત, ઐતિહાસિક, તુલનાત્મક અને સત્યશોધક હોય તો જ એ સ્વ-પરઉપકારક બની શકે. મહારાજશ્રીના શાસ્ત્રાભ્યાસની આ જ વિશેષતા હતી. અને તેથી તેઓ સદા ગુણના ગ્રાહક અને સત્યના ચાહક બની શકતા હતા. વળી, એમને મન વિદ્યા એ નિર્ભેળ વિધા જ હતી એટલે એની ઉપાસનામાં તેઓ મારા-તારાપણાનો કોઈ ભેદ રાખતા નહીં. અને શાસ્ત્રીય ગ્રંથો ઉપરાંત લૌકિક વિદ્યાઓના ગ્રંથોનું પણ તેઓ એવા જ આદરથી અવલોકન-અવગાહન કરતા. આથી જેમ તેઓ પોતાનાં શાસ્ત્રોની ખૂબી અને મર્યાદાઓથી પરિચિત રહી શકતા, તેમ બીજાઓનાં શાસ્ત્રોની ખૂબીઓ કે મર્યાદાઓથી પાગ પરિચિત રહી શકતા. પરિણામે એમનો અભ્યાસમાં તેમ જ નિરૂપણમાં સદા સત્યની સુભગ આભા પ્રસરી રહેતી; અને તેથી એ નિરૂપણ વિશેષ સચોટ અને પ્રતીતિકારક બનતું. આચાર્યપ્રવર શ્રી હરિભદ્રસૂરિજીએ તેમના યોગબિંદુ ગ્રંથમાં (શ્લોક ૫૨૪)માં સાચું જ કહ્યું છે કે આત્મીય: પરકીયો વા કઃ સિદ્ધાતો વિપશ્ચિતામ? દષ્ટ ઝાબાધિતો યસ્ત યુકતસ્તસ્ય પરિગ્રહઃ | એટલે કે વિદ્વાનને મન આ સિદ્ધાંત મારો અને આ પરાયો એવો કોઈ ભેદ નથી હોતો; પણ જે જોવાથી અને ઈષ્ટથી અબાધિત હોય તેનો સ્વીકાર કરવો, એ જ ઉચિત છે. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનું અધ્યયન આવું જ તંદુરસ્ત અને વિમળ દૃષ્ટિથી પરિપૂર્ણ હતું. અને તેથી જ એ દેશવિદેશના વિદ્વાનોને માટે વિશેષ આવકારપાત્ર બની રહેતું. તેઓશ્રીનું અધ્યયન આવી નિર્મળ બુદ્ધિથી થયેલું હોવાથી એમના લખાણમાં પણ એની છાપ સ્પષ્ટ જોવામાં આવતી. સમભાવી આચાર્ય હરિભદ્રસૂરિએ શાસ્ત્રવાસમુચ્ચયમાં કપિલ મહર્ષિનો ‘દિવ્ય મહાનુનિ' (શ્લોક ૨૩૭) અને ભગવાન બુદ્ધનો મહામુનિ' (શ્લોક ૪૬૬) જેવાં બહુમાનવાચક વિશેષણોથી નિર્દેશ કર્યો છે, તેમ પુણ્યવિજયજી મહારાજનાં લખાણોમાં પણ આ પરંપરાનું વિરલ સાતત્ય જોવા મળે છે. જ્યાં ક્યાંય કોઈ ધર્મપુરુષનો કે મહાન વ્યકિતનો અથવા વિદ્વાનનો ઉલ્લેખ કરવાનો વખત આવતો ત્યારે તેઓ તે બહુમાનસૂચક શબ્દથી જ કરતા. કર્મસાહિત્ય અંગેના પોતાના લેખમાં, દિગંબર સાહિત્યનો નિર્દેશ કરતાં, તેઓએ લખેલું કે “દિગંબર સંપ્રદાયમાં પણ ભગવાન શ્રી પુષ્પદંતાચાર્ય... વગેરે કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતા અને વ્યાખ્યાતા પારંગત આચાર્યો અને સ્થવિરો થયા છે. (જ્ઞાનાંજલિ, પૃ. ૧૪0). સ્તુતિ-સ્તોત્રવિષયક સાહિત્યમાં ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીના અર્પણને બિરદાવતાં મહારાજશ્રીએ લખ્યું છે કે “આ પછી ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યનું સ્થાન આવે છે. આ વિભાગમાં સેંકડો જૈનાચાર્ય તેમ જ જૈન મુનિઓએ ફાળો આપ્યો છે. તેમ છતાં ખરતરગચ્છીય આચાર્યશ્રી જિનપ્રભુ વિધવિધ ભાષામય અને વિધવિધ છંદોમય ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યના સર્જનમાં જે વિશાળ ફાળો આપ્યો છે એ સૌથી મોખરે આવે છે. આ આચાર્યના જેટલું વિપુલ અને વિધવિધ પ્રકારનું સ્તુતિ-સ્તોત્ર-સાહિત્ય કોઈએ સર્યું નથી એમ કહેવામાં અત્રે જરાયે અતિશયોક્તિ થતી નથી.” (જ્ઞાનાંજલિ, ૧૫૯) (29 થી પુણ્યચરિત્રમ્ Page #41 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે શ્રી ધૂમકેતુ લિખિત 'કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય' પુસ્તકને આવકારતાં તેઓએ મુકત મને કહ્યું છે કે : “આચાર્ય શ્રી હેમચંદ્રનાં આજ સુધીમાં શ્રદ્ધા અને પાંડિત્યપૂર્ણ સંખ્યાબંધ જીવનચરિત્રો લખાઈ ચૂક્યાં છે, છતાં ભાઈ શ્રી ધૂમકેતુની આ કૃતિ એ મહાપુરુષ પ્રત્યે એક જુદા પ્રકારની જ શ્રદ્ધાપૂર્ણતા અને કુશળતા રજૂ કરે છે, જેમ શ્રદ્ધાની અમુક પ્રકારની ભૂમિકાથી દૂર રહી જીવનચરિત્રો આલેખવામાં ઘણી વાર ભૂલો થાય છે, અને વાસ્તવિક વસ્તુસ્થિત ઢંકાઈ જાય છે, એ જ રીતે કેવળ શ્રદ્ધાની ભૂમિકામાં ઊભા રહી જીવનચરિત્રો લખવામાંય એવા અને એટલા જ ગોટાળાઓ ઉત્પન્ન થવા સાથે ખરી વસ્તુને અન્યાય પણ મળે છે. એ વિષેનો વિશિષ્ટ વિવેક આપણને શ્રી ધૂમકેતુએ લખેલ પ્રસ્તુત જીવનચરિત્ર દ્વારા બતાવ્યા છે.” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૧૭૩) મહારાજશ્રીના કથનની તેમ જ એમનાં લખાણ કે સંપાદનોની વિદ્વાનોમાં જે ભારે પ્રતિષ્ઠા છે તે તેઓની આવી ગુણગ્રાહક, સત્યશોધક અને તટસ્થ દષ્ટિને કારણે જ. વળી, મહારાજશ્રી એ પણ જાણતા હતા કે જો આપણે અન્ય ધર્મના મહાન પુરષોને માટે માનભર્યા શબ્દો વાપરીએ તો તેથી આપણું ચિત્ત કલુષિત થતું અટકે છે, એટલું જ નહિ, સામી વ્યક્તિ પણ આપણા પૂજ્ય પુરુષો માટે બહુમાનભર્યા શબ્દોનો પ્રયોગ કરવા પ્રેરાય એવી એને પ્રેમભરી ફરજ પાડી શકીએ. આથી ઊલટું, જો આપણે બીજાને માન્ય વ્યક્તિ માટે હલકા શબ્દોનો પ્રયોગ કરીએ તો એથી આપણાં વિચાર અને વાણી તો દૂષિત થાય જ છે; ઉપરાંત એથી સામી વ્યક્તિને આપણને માન્ય વ્યક્તિઓને માટે ખરાબ વાણીનો પ્રયોગ કરવાનો એક પ્રકારનો પરવાનો મળી જાય છે! ધનનો ખપી જેમ શોધી શોધીને ધનનો સંચય કરે, તેમ મહારાજશ્રી સત્યનો અને ગુણોનો શોધી શોધીને સંગ્રહ કરવાની દષ્ટિએ જ શાસ્ત્રોનું અવલોકન-અવગહન કરતા એમના શાસ્ત્રાભ્યાસની આ પણ એક વિરલ વિશેષતા હતી. પ્રાચીન ગ્રંથોનું સંશોધન - પોતાના ગુરુશ્રીના પગલે પગલે મહારાજશ્રીએ પણ એક સમર્થ સંશોધક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. એમનાં સંપાદનોની સળંગપરિપૂર્ણતા જોઈને પરદેશના વૈજ્ઞાનિક સંશોધક વિદ્વાનો પાણ ડોલી ઊઠે છે. તેઓશ્રીને હાથે આકરામાં આકરા ગ્રંથો પણ આણીશુદ્ધ બનીને નવજીવન પામ્યા છે. ગ્રંથસંપાદનના કાર્યમાં તેઓશ્રીને વરેલી અસાધારણ સિદ્ધિનાં કારણો અનેક છે : તેઓ શાસ્ત્રના વિષયથી અને ગ્રંથમાં આવતા ઈતર સાહિત્યના સંદર્ભોથી હંમેશા સુપરિચિત રહેતા; અને જે બાબત પોતાની સમજમાં ન આવતી તે બાબતનો, ગમે તે રીતે, ખુલાસો મેળવીને જ આગળ વધવાનો તેઓનો સ્વભાવ હતો; અક્ષરના વિવિધ મરોડો ધરાવતી જુદા જુદા સૈકાની લિપિને ઉકેલવામાં તેઓ સિદ્ધહસ્ત હતા, અને, સૌથી આગળ વધીને, શાસ્ત્રોના (તેમ જ અન્ય ગ્રંથોના પણ) સંશોધનની બાબતમાં એમની ધીરજ અને ખંત સાચા અર્થમાં અપાર હતી. આ કાર્ય કરતાં એમને ન તો ક્યારેય કંટાળો આવતો કે ન તો તેઓ ક્યારેય ઉતાવળ કરતા. કોઈ પણ પ્રશ્ન કે શંકાનું સંતોષકારક કે સાચું સમાધાન મળે નહીં ત્યાં સુધી તેઓ, યોગીના જેવી પૂર્ણ એકાગ્રતાથી, એની પાછળ લાગેલા જ રહેતા. નાના સરખા ઉંદરને શોધરા ડુંગર ખોદવા જેટલી મહેનત કરવી હોય કે સુવર્ણની કાણી મેળવવા ધૂળધોયાની જેમ ધૂળના ઢગલાને તપાસવો હોય તો પણ તેઓ હંમેશાં તૈયાર રહેતા અને ક્યારેક આટલી બધી મહેનતનું પરિણામ શૂન્યમાં આવે તો પણ તેઓ નિરાશ ન થતા. સત્યની એકાદહીરાકણી મેળવવા માટે પણ તેઓ દિવસ-રાત મથામગ કર્યા જ કરતા. અને આટલું બધું કરવા છતાં, તેના ભારથી મુક્ત બનીને, સદા સુપ્રસન્ન રહી શકતા. સંશોધન-સંપાદનની દષ્ટિએ નમૂનારૂપ લેખી શકાય એવા એમના સંખ્યાબંધ ગ્રંથોના શ્રી પુણ્યચરિત્રમ્ .. 30 | Page #42 -------------------------------------------------------------------------- ________________ નામ લખાવી શકાય, પણ એની યાદી આપવાનું આ સ્થાન નથી. અને તેઓએ આગમસંશોધનનું જે મહાન કાર્ય હાથ ધર્યું હતું તેને તો એમના જ્ઞાનમય વ્યક્તિત્વના સારરૂપ અને પંદરસો વર્ષ પહેલાં થઈ ગયેલા આગમગ્રંથોના મહાન સંરક્ષક અને પરમ પ્રભાવક શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમાણે કરેલ આગમસંકલન જેવું શકવર્તી અને સુદીર્ઘ કાળ સુધી ઉપકારક બની રહે એવું જ માનવું જોઈએ. પ્રાચીન આગમગ્રંથો તથા અન્ય સાહિત્યના સંશોધનની મહારાજશ્રીની અસાધારણ નિપુણતા તથા સંશોધન માટેની અપાર ખંત, ધીરજ અને ચીવટનો લાભ અનેક ગ્રંથો કે ગ્રંથમાળાઓને મળતો રહ્યો હતો. ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાનાં પ્રકાશનો નમૂનેદાર ગણાયાં અને દેશ-વિદેશના વિદ્વાનોની પ્રશંસા મેળવી શક્યાં એમાં મહારાજશ્રી તથા એમના ગુરુવર્ય મુનિ શ્રી ચતુરવિજયજીનો ફાળો ઘણો જ આગળ પડતો છે. આ પ્રકાશનો તેમ જ પ્રાકૃત ટેક્સ સોસાયટી, અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી પ્રગટ થતી લા. દ. ગ્રંથમાળા તથા મુંબઈના શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જૈન આગમ ગ્રંથમાળાનાં સંખ્યાબંધ પ્રકાશનો મહારાજશ્રીની પ્રાચીન ગ્રંથોના સંશોધન માટેની નિપુણતા, નિષ્ઠા અને ભકિતની કીર્તિગાથા ચિરકાળ સુધી સંભળાવતાં રહેશે. પ્રતિઓના નિષ્ણાત પારખુ અને ઉદ્ધારક -પ્રાચીન જીણશીર્ણ હસ્તપ્રતો તો જાણે મહારાજશ્રીના હાથમાં આવતાં જ પોતાની આપવીતી કહેવા લાગતી ! પ્રત નાની હોય કે મોટી, સુરક્ષિત હોય કે જીર્ણ, અધૂરી હોય કે પૂરી-દરેકેદરેક પ્રતિનું મહારાજશ્રી પૂર્ણ ધ્યાનથી અવલોકન કરતા; અને, કોઈ ઝવેરી જેટલી ચીવટથી હીરાની પારખ કરે એટલી ચીવટથી, એનું મૂલ્યાંકન કરતા. મહારાજશ્રી ગ્રંથલેખનની અને ગ્રંથોની સાચવણીની પ્રાચીન તેમજ અર્વાચીન પદ્ધતિ તથા સામગ્રીથી તેમજ આધુનિક વૈજ્ઞાનિક સાધનોથી પૂર્ણ પરિચિત હોવાને કારણે ક્યા જીર્ણ ગ્રંથનાં પુનરુદ્ધાર માટે કેવી માવજત કરવાની જરૂર છે તે તેઓ બરાબર જાણતા હતા. પ્રાચીન ગ્રંથોના એકસરખા માપનાં સેળભેળ થઈ ગયેલાં પાનાંઓમાંથી તેમ જ તાડપત્રીય ગ્રંથોના ટુકડાઓમાંથી આખા કે અધૂરા ગ્રંથોને તૈયાર કરી આપવાની મહારાજશ્રીની સૂઝ અને નિપુણતા ખરેખર અસાધારણ અને હેરત પમાડે એવી હતી. ચોટીને રોટલો થઈ ગયેલી કંઈક પ્રતો એમના હાથે નવજીવન પામી હતી. પ્રતિઓના ઉદ્ધારના તેઓના કાર્યમાં માઈક્રોફિલ્મ, ફોટોસ્ટેટ અને એન્લાર્જમેન્ટ લેવરાવવાનો પણ સમાવેશ થતો. મતલબ કે જે રીતે બને તે રીતે તેઓ પ્રાચીન પ્રતોને સુરક્ષિત બનાવવાનું કાર્ય કરતા જ રહેતા. ગ્રંથભંડારોનો ઉદ્ધાર - મહારાજશ્રી તથા એમના ગુરુજી અને દાદાગુરુશ્રીએ મળીને લીંબડી, પાટણ, ખંભાત, વડોદરા, ભાવનગર, પાલીતાણા, અમદાવાદ, જેસલમેર, બીકાનેર, જોધપુર ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સંખ્યાબંધ જ્ઞાનભંડારોને તપાસી, એમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની યાદીઓ તૈયાર કરી આપી હતી અને કેટલાકની સવિસ્તાર સૂચિઓને મુદ્રિત પણ કરાવી આપી હતી. વળી, ક્યાંક ક્યાંક તો રેપરો, બંધનો, ડાબડા કે પેટીઓ અને કબાટ સુધ્ધાંની વ્યવસ્થા કરાવી કેટલાય પ્રાચીન ગ્રંથભંડારોને નામશેષ થતાં બચાવી લીધા હતા. આ માટે તેમણે જે જહેમત ઉઠાવી અને જે કષ્ટસાધ્ય વિહારો કર્યા, તે બીના શ્રુતરક્ષાના ઈતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત થઈ રહે એવી છે. તેમાંય જેસલમેરના ભંડારોની સાચવણી માટે સોળ-સોળ મહિના સુધી તેઓએ જે તપ કર્યું હતું અને કષ્ટ ઉઠાવ્યું હતું, એનો ઈતિહાસ તો જેવો પ્રેરક છે એવો જ રોમાંચક 31 થી પુણ્યચરિત્રમ્ Page #43 -------------------------------------------------------------------------- ________________ છે. આ કાર્યમાં જેમ અનેક મુશ્કેલીઓ આવી તેમ એમાં સહાયકો પણ આપમેળે આવી મળ્યા હતા. જેસલમેરના ભંડારના ઉદ્ધારના અનુસંધાનમાં ત્રણ બાબતો વિશેષ નોંધપાત્ર બની તેનો નિર્દેશ અહીં કરવો પ્રસંગોચિત લેખાશેઃ (૧) વિ. સં. ૨૦૬ના કારતક વદ સાતમે મહારાજશ્રીએ જેસલમેર માટે વિહાર કર્યો. એ વખતે શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ મહારાજશ્રીને સાબરતીમાં મળેલા. તે પછી મહારાજશ્રી જેસલમેરમાં કામ કરતા હતા ત્યારે તે જેસલમેર જઈને ચારેક દિવસ ત્યાં રોકાયા હતા અને મહારાજશ્રી દ્વારા થઈ રહેલ કામને પ્રત્યક્ષ જોયું હતું. ઉપરાંત, ક્યારેક તેઓને પાટણ જવાનું થતાં ત્યાંના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરનું એમણે નિરીક્ષણ કર્યું હતું. આ બધાંને લીધે એમના મનમાં જ્ઞાનભંડારોના રક્ષણ અને ભારતીય સંસ્કૃતિ તથા જૈન સંસ્કૃતિના અધ્યયન માટે કંઈક નક્કર કામ કરવાની ભાવનાનાં બીજ રોપાયાં. એનું પરિણામ અંતે અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર નામે વિખ્યાત સંસ્થાની સ્થાપનારૂપે આવ્યું. (૨) જેસલમેરના વિહાર માટે મહારાજશ્રી અમદાવાદ થઈને પાટણ જઈ રહ્યા હતા. એક દિવસ વહેલી સવારે રણુંજથી તેઓએ રેલના પાટે પાટે વિહાર શરૂ કર્યો. પૂરા પ્રકાશના અભાવે એમણે ગરનાળાને ન જોયું અને તેઓ ગરનાળાથી ૧૫-૧૭ફૂટ નીચે પડી ગયા. પણ જે શક્તિએ બચપણમાં આગથી અને મોટી ઉંમરે સંઘરણી જેવા ભયંકર વ્યાધિમાંથી મહારાજશ્રીને બચાવી લીધા હતા, એણે જ આ વખતે પણ એમને આબાદ બચાવી લીધા ! આટલે ઊંચેથી પડવા છતાં એમને ખાસ કાંઈ વાગ્યું નહીં; અને તે પછી તો સાતેક માઈલ જેટલો લાંબો વિહાર કરીને તેઓ પોતાના સ્થાને પહોંચ્યા ! રામનાં કેવાં અદ્ભૂત રખવાળાં ! મહારાજશ્રી કહેતા, હું ગૌતમસ્વામીનું નામ લઈ વિહાર કરું છું એટલે ઉપદ્રવોમાંથી બચી જવાય છે. ગૌતમસ્વામી ઉપર તેઓને ખૂબ આસ્થા હતી; અને કોઈ પણ કામની શરૂઆત તેઓ ગૌતમસ્વામીનું સ્મરણ કરીને જ કરતા. (૩) જેસલમેરના ભંડારોના ઉદ્ધાર દરમ્યાન ત્યાંની તાડપત્રીય પ્રતોની માઈક્રોફિલ્મ લેવરાવવાના કામ માટે શ્રી ફતેહચંદ બેલાણીને અવારનવાર દિલ્લી જવાનું થતું. આ દરમ્યાન રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્રપ્રસાદજીનું ધ્યાન આવી અમૂલ સાહિત્યસમૃદ્ધિ તરફ અને ખાસ કરીને અહિંસાના પૈગંબર ભગવાન મહાવીરની ધર્મવાણી જે ભાષામાં સચવાઈ છે, તે પ્રાકૃત ભાષાના ગ્રંથો પ્રગટ કરવા તરફ ગયું. એને લીધે છેવટે ‘પ્રાકૃત ટેક્ષ્ટ સોસાયટી'' નામની, પ્રાકૃત-અર્ધમાગધી ભાષામાં રચાયેલ સાહિત્યનું પ્રકાશન કરવાના ધ્યેયને વરેલી સંસ્થાની સ્થાપના કરવાનું શક્ય બન્યું. આ સંસ્થાએ અર્ધમાગધી ભાષાના સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથો પ્રકાશિત કરીને દેશ-વિદેશના વિદ્વાનોમાં સારી નામના મેળવી છે. પ્રાચીન ગ્રંથો અને એના ભંડારોની જાળવણી કેવી રીતે કરવી એ બાબતમાં મહારાજજી નિષ્ણાત હતા, એટલે એમના હાથે જે જે ભંડારોનો ઉદ્ધાર થવા પામ્યો તે ચિરકાળ માટે સુરક્ષિત બની ગયા. વળી, આવા ભંડારનો વિદ્વાનો સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી ગોઠવણ પણ જ્યાં શક્ય હોય ત્યાં કરવાનું તેઓ ચૂકતા નહીં : આ એમના જ્ઞાનભંડારોના ઉદ્ધારની બીજી વિશિષ્ટતા હતી. જ્ઞાનમંદિરની સ્થાપના – દાદાગુરુ અને ગુરુજીના પ્રયાસથી એ બંનેની જન્મભૂમિ વડોદરા અને છાણીમાં શ્રી ખુબ 32 Page #44 -------------------------------------------------------------------------- ________________ સમૃદ્ધ જ્ઞાનભંડારોની સ્થાપના છેક પોણોસો અને પચાસેક વર્ષ પહેલાં થઈ હતી. ઉપરાંત, તેઓના મહારાજશ્રીના તેમ જ આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના સંયુક્ત પ્રયાસથી પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર નામે શાનદાર ગ્રંથભંડારની સ્થાપના થઈ હતી. અને તેનું ઉદ્દઘાટન, વિ. સં. ૧૯૯૫માં શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના હાથે થયું હતું. આને લીધે વિદ્વાનો અને અભ્યાસીઓ માટે પાટાગમાં એક વિઘાની પરબ શરૂ થઈ છે, એમ કહેવું જોઈએ. આ બધા ઉપર સુવર્ણકળશ ચડાવ્યો જૈનપુરી અમદાવાદ. જ્ઞાનતપસ્વી મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની અપૂર્વ શ્રુતભક્તિ અને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની ઉદારતાના સંગમને તીરે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને નામે એક જાજરમાન વિદ્યાતીર્થની સ્થાપના વિ. સં. ૨૦૧૩ના વિજયાદશમીને શુભ દિવસે થઈ. મહારાજશ્રીએ પોતાના હસ્તલિખિત અને મુદ્રિત હજારો મૂલ્યવાન ગ્રંથોનો અમૂલ્ય ખજાનો એ સંસ્થાને ભેટ આપી દીધો હતો. ઉપરાંત, તેઓશ્રીની ભાવના મુજબ, તેઓના સ્વર્ગવાસ બાદ, તેઓશ્રીનો કળાનો સંગ્રહ પણ આ સંસ્થાને ભેટ મળી ગયો છે. આ સંગ્રહમાંની કળાસામગ્રી વિવિધ પ્રકારની, વિપુલ અને જેનું મૂલ્ય ન આંકી શકાય એવી છે. આ સામગ્રીની સમૃદ્ધિનો ખ્યાલ તો એનાં દર્શન કરવાથી જ આવી શકે. કળાનો આ ભંડાર મહારાજશ્રીની નિઃસ્પૃહતા, અનાસક્તિ અને લોકોપકારની વૃત્તિની કીર્તિગાથા હંમેશાં સંભળાવતો રહેશે. સમયના વહેવા સાથે આ સંસ્થા, પંડિત દલસુખભાઈ માલવણિયાના કુશળ અને ઉદાર સંચાલનનીચે, ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહી છે. ગુજરાતના ગૌરવ સમી આ સંસ્થા જૈન વિદ્યા અને ભારતીય વિદ્યા દેશ-વિદેશના વિદ્યાર્થીઓ, વિદ્વાનો, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓનું યાત્રાધામ બની રહેલ છે. આ સંસ્થા તરફતી પ્રગટ થયેલ ચાલીસ જેટલાં પ્રાચીન ગ્રંથો તથા જ્ઞાનભંડારોની સૂચીઓને લીધે દેશવિદેશમાં આ સંસ્થા વિશેષ નામાંકીત થઈ છે. મહારાજશ્રીના અંતરમાં એક બીજી ઝંખના પણ રમી રહી હતી, એનો નિર્દેશ પણ અહીં જ કરવો પ્રસંગોચિત છે. મહારાજશ્રીના મનોરથો હતા કે મૂળ આગમસૂત્રોની જે સુસંપાદિત-શુદ્ધ આવૃત્તિઓ તૈયાર થાય એના આધારે એક આગમમંદિરની રચના કરવામાં આવે. મહારાજશ્રીના મનોરથની સફળતામાં આપણને બેવડો લાભ થવાનો હતો. એક તો બધાં આગમસૂત્રોની સુસંશોધિત-વિશુદ્ધ આવૃત્તિઓ પ્રગટ થવાને લીધે એ બધા ધર્મગ્રંથો સદાને માટે સુવ્યવસ્થિત બની જાય, અને બીજો લાભ તે આવું આગમમંદિર ઊભું થાય છે. પણ હવે તો આવા ઉમદા મનોરથો સેવનાર પોતે જ આપણાથી સદાને માટે વિદાય થયા, એ દુઃખ કોને કહેવું! કળાની પરખ - પ્રાચીન પ્રતો અને ગ્રંથભંડારોના સંરક્ષણની કળાની વિશિષ્ટ જાણકારીની સાથોસાથ પ્રતોને અને ગ્રંથસ્થ તેમ જ અન્ય ચિત્રસામગ્રી કે પ્રાચીન કળામય વસ્તુઓને પારખવાની મહારાજશ્રીની શક્તિ પણ અભૂત હતી. ઉપરાંત, કઈ પ્રતનું, કઈ દષ્ટિએ, શું મૂલ્યાંકન કરી શકાય, એની પણ તેઓ સ્પષ્ટ સમજ ધરાવતા હતા. આવી વિરલ કળાસામગ્રી જાણે આપમેળે જ પોતાની કથા મહારાજશ્રીને કહી સંભળાવતી! વિદ્વાનોને સહકાર- આ બધા ઉપરાંત મહારાજશ્રીની સૌથી ચડિયાતી અને અતિવિરલ કહી શકાય એવી વિશિષ્ટતા હતી વિદ્વાનો અને વિદ્યાના ખપીઓને જરૂરી બધી સહાય આપવાની તત્પરતા. જેમને છાપેલ પુસ્તકો, હસ્તલિખિત પ્રતો, એની માઈક્રોફિલ્મ કે ફોટોસ્ટેટ કોપી વગેરે જોઈએ તેને તે વસ્તુ તો તેઓ તરત જ 33 શ્રી પુયચરિત્રમ Page #45 -------------------------------------------------------------------------- ________________ સુલભ કરી આપતા, એટલું જ નહીં, કોઈ તેઓએ પોતે કરેલ કે બીજા પાસે કરાવેલ અને બીજી પ્રતોને આધારે સુધારેલ કોઈ પ્રાચીન ગ્રંથની તૈયાર પ્રેસકોપીની માગણી કરે તો તે પણ તે જરાય ખમચાયા વિના પૂર્ણ ઉદારતાથી આપી દેતા; અને એમ કરીને પોતે કોઈના ઉપર અહેસાન કર્યું હોય એવો ભાવ ન તો જાતે અનુભવતા કે ન તો બીજાને એવો ભાવ દેખાવા દેતા. કોઈનું પણ કામ કરી આપવાની પરગજુવૃત્તિ જાણે એમના જીવન સાથે સહજપણે વણાઈ ગઈ હતી. એકવાર મારા મિત્ર શ્રી દલસુખભાઈ માલવણિયાએ બનારસના કોઈ વિદ્વાનને સ્યાદ્વાદરત્નાકરના બધા ભાગની જરૂર હોવાની અને પૈસા ખરચવા છતાં પણ બજારમાંથી એ નહીં મળતાં હોવાની સહજપણે વાત કરી. મહારાજશ્રીએ તરત જ કબાટ ઊઘાડીને એ પુસ્તકના બધા ભાગ દલસુખભાઈને આપ્યા અને એ વિદ્વાનને મોકલી આપવા સૂચવ્યું અને વધારામાં ઉમેર્યું કે એ એનો ઉપયોગ કરશે, એ પણ લાભ જ છે! આપણે તો વળી ગમે ત્યાંથી મેળવી લઈશું. શોધવા ઈચ્છીએ તો આવા તો સંખ્યાબંધ પ્રસંગો મહારાજશ્રીના જીવનમાંથી સાંપડી શકે. આનો સાર એ છે કે જ્ઞાનોદ્ધારમાં અને જ્ઞાનપ્રસારમાં તેઓશ્રીને એવો જીવંત રસ હતો કે એ કામ તેઓ પોતે કરે કે બીજા કરે, એ એમને મન સરખું હતું. અને બીજાને એની જ્ઞાનોપાસનામાં બધી સગવડ મળી રહે એની તેઓ પૂરી ચિંતા રાખતા. પોતે ગમે તેવા ગંભીર કામમાં એકાગ્રહ થયા હોય, પણ કોઈ જિજ્ઞાસુ આવે તો તેઓ લેશ પણ કૃપણતા કર્યા વગર આવનારને ભારોભાર સંતોષ થાય એ રીતે પૂરેપૂરો સમય આપતા. અને એમને કોઈ બાબતમાં જરાક પ્રશ્ન પૂછીએ તો એમની શતમુખે પાંગરેલી વિદ્યાપ્રતિભાનાં તરત જ દર્શન થતાં. એમનું બહુશ્રુતપણું કે શાસ્ત્રપારગામીપણું જોઈને કોઈ પણ આશ્ચર્યમુગ્ધ થયા વગર ન રહેતા. વિનમ્ર વિદ્વત્તા - મહારાજશ્રી અનેક વિષયોના પારગામી વિદ્વાન હોવા છતાં તેઓ ક્યારેય પોતાની પંડિતાઈ કે વાકચાતુરીથી બીજાને આંજી નાંખવાનો પ્રયત્ન ન કરતા. અંતરમાંથી વહેતી એમની સહજ સરળ વાણી જાણે સામી વ્યક્તિને વશ કરી લેતી. વિ. સં. ૧૯૨૪માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણમહોત્સવ પ્રસંગે આગમ પ્રકાશન યોજનાના પહેલા ગ્રંથ નંદિ-અનુયોગદ્વાર સૂત્રનું અમદાવાદમાં પ્રકાશન થયું તે વખતે (તા. ૨૬-૨-૧૯૬૮ના રોજ) એમણે ઉચ્ચારેલ આ ઉગારો તેઓની વિનમ્રતા, કૃતજ્ઞતા, ગુણગ્રાહક દષ્ટિ, પોતાની ભૂલોને જોવા-સ્વીકારવાની સહજ સરળતા અને સત્યપ્રિયતાની સાક્ષી પૂરે એવાં છે : “અહીંયા વિદ્વાન વક્તાઓએ જે કંઈ કહેવું જોઈએ તે ઘણું કહ્યું છે; ને હવે બહુ કહેવાનું રહેતું નથી. તેમાં પણ મારે શું કહેવું એ મોટો પ્રશ્ન છે. હું તો ઈચ્છે કે અમે જે આ કામ કરીએ છીએ, તેમાં અમારી ત્રુટિ ક્યાં છે તે સૂચવનાર અમને મળે. મહેનત ત ઘણી કરવામાં આવી છે. તેમ છતાં પ્રસંગે પ્રસંગે વિચારવામાં આવે ત્યારે ત્રુટિ એટલી બધી દેખાય છે કે આટલા મહાભારત કામને નિર્દોષ રીતે, કેવી રીતે પાર પાડવું તે પણ એક મોટો પ્રશ્ન છે. તેમ છતાં આજે કેટલાંક સાધનોને લીધે, પ્રાચીન ભંડારોનાં અવલોકનોને લીધે, સાહિત્યની આલોચનાને લીધે અને વિદ્વાનોના સમાગમને લીધે, જે કંઈ સ્કૂર્તિ જીવનમાં જાગી છે તેનો ઉપયોગ અહીં કરી લેવો એ દષ્ટિએ આ પ્રવૃત્તિ હાથ ધરી છે.” “દુનિયાના વિદ્વાનો ઉપર નજર કરીએ ત્યારે અમારું સંપાદન પૂર્ણ છે, એમ કહેવાની અમે હિંમત નથી કરતા. જો કે આ કામ હું એકલો નથી કરતો, બધા જાણતા હોય કે હું આ કામ એકલો કરું છું, તેમ છતાં પણ એમાં શ્રી પુણ્યર્ચા૨મમ 34 Page #46 -------------------------------------------------------------------------- ________________ મારી સાથે આત્મીય ભાવે કામ કરનારા ઘણા મિત્રો છે દલસુખભાઈ, ૫૦ અમૃતલાલ વગેરે ઘણા ઘણા એવા વિદ્વાનો છે, જેઓ આ કાર્યમાં રાતદિવસ રચ્યાપચ્યા રહે છે. એને લઈને મારો ભાર ઓછો થઈ જાય છે. છેલ્લાં વર્ષોમાં મારી આંખો મોતિયાને લીધે અસમર્થ હતી, તે વેળા આ વિદ્વાનોએ જ કામને વેગ આપ્યો હતો.” “સાત વર્ષ વહી ગયાં. સાઠની સાલથી આ વિચાર થયો હતો. આટલાં વર્ષોમાં એક જ વોલ્યુમ બહાર પડ્યું, એથી એવો વિચાર આવે કે સાત વર્ષમાં એક જ વોલ્યુમ બહાર પડયું, તો બધું કામ ક્યારે પાર પડશે? બીજી તરફ દષ્ટિ કરવામાં આવે તો એકએક વિષય પર આજે વિદ્વાનો જે વિચારે છે, એ વિચારવાનો સમય નથી. કામ ઘણું મોટું છે. એટલે અમે મર્યાદા નક્કી કરી આગમો તૈયાર કરીએ છીએ.” ડૉ. સુબ્રીંગ, ડૉ. લોયમન, ડૉ. આલ્સડોર્ફ એ બધાએ આગમો વિષે ઘણું વિચાર્યું છે. હમણાં ડૉ. આલ્સડોર્ફના બે આર્ટિકલ આવ્યા છે. એક તો ઈચ્છીપરિન્ના વિષે હતો. આ ક્રિટિકલ પ્રકાશન તેણે ત્યાંના જર્નલમાં પ્રકાશિત કર્યું હતું. આ લેખનો ગુજરાતી અનુવાદ મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ ગ્રંથમાં પ્રગટ થયો છે. ઈચ્છીપરિન્ના વિષે જૈન સાધુને પૂછવામાં આવે તો પણ તે બતાવી નહિ શકે કે તે કેવી વસ્તુ છે, ને તેનું કેટલું મહત્ત્વ છે. ડો. આલ્સડોર્ફ તેના અધ્યયનને કાવ્યમય બનાવ્યું છે. હું નથી ધારતો કે અમારામાંથી કોઈનેયે એનો ખ્યાલ હોય કે આ અધ્યયન કાવ્યમય છે કે તેના છંદોનો ખ્યાલ આવે. અમે ત્યાં સુધી પહોંચ્યા નથી.” બધા આગમો ભેગા કરવામાં આવે તો સહકારથી અશુદ્ધિઓનું સંશોધન થાય; એ એકાએક શક્ય નથી. તેમ છતાં પ્રાચીન આદર્શો એકત્ર કરીએ તો કેટલીકવાર શુદ્ધ પાઠો મળે છે. એ આધારે અત્યારનું કાર્ય કરવામાં આવે છે. સામાન્ય રીતે અમારી દષ્ટિ કંઈક શ્રદ્ધાભિમુખ છે. કેટલીક વખત એમ કહેવામાં આવે છે કે શ્રદ્ધા મૌલિક વિચારોને રોકે છે. એમ બનતું હશે. પણ શ્રદ્ધાની મર્યાદા કરી બીજા પાઠભેદો વિચારતાં ઘણી વસ્તુઓ વિચારાય છે. માત્ર એક ગ્રંથના પ્રત્યંતરોના આધારે આ સંશોધન કરવામાં નથી આવતું, પણ તે ગ્રંથના અવતરણો, ઉદ્ધરણો ને પ્રાચીન પ્રમાણોનો અને આગમના પાઠોનો ટીકાકારો, ચૂર્ણિકારો, ટિપ્પણકારો ને વૃત્તિકાર-બધાએ જ્યાં જ્યાં નિર્દેશ કર્યો છે તે સ્થળોની તપાસ થાય છે. અત્યાર સુધી જે જે આગમો છપાયા છે તેને પ્રાચીન તાડપત્રીઓની જે જે પ્રતો મળી શકી તે પ્રત સાથે સરખાવી શુદ્ધ કરી રાખ્યા છે. તેને આધારે પાઠોનો નિર્ણય કરીએ છીએ.” ઘણી વાર એવું બને છે કે સંશોધનકારે સંશોધનમાં કોઈ સ્થળે, જરૂર જણાય ત્યાં, પાઠ દાખલ કરેલો હોય છે. તે યોગ્ય સ્થળે દાખલ થયો છે કે કેમ તે વિષે શંકા જાગે છે. અમારી આ મોટી મુશ્કેલી છે. એટલે શુદ્ધ પાઠો નકકી કરવા મુશ્કેલ છે. કોઈ પ્રતિમાં જોઈ પાઠો દાખલ કર્યા છે કે કેમ એ, જેસલમેર, પાટણ, ડેક્કન કોલેજ, સુરત, વડોદરાના ભંડારો જઈને, તથા ખંભાતના ભંડારની પણ પ્રાચીન પ્રતિઓની તપાસ કરીને, નકકી કરીએ છીએ પ્રાચીન કાળથી ત્યાં પાઠો પડી ગયા છે. આજ સુધી અમે એક કામ કર્યું છે. દરેક પ્રાચીન ગ્રંથોને અનેકાનેક પ્રતિઓ સાથે સરખાવ્યા છે. એને આધારે એક એક આગમનું સંપાદન થાય છે. ભવિષ્ય પણ એ જ પદ્ધતિ રહેશે.” “આ આગમો તૈયાર કરીએ છીએ, એ વિદ્વાનો તપાસે, તપાસીને અલના હોય તેમ જ સંપાદન થી પુણ્યચરિત્રમ્ | 35 Page #47 -------------------------------------------------------------------------- ________________ પદ્ધતિમાં દોષ હોય, તો તેનું ભાન કરાવશે તો અમે રાજી થઈશું. સ્તુતિ કરનાર તો ઘણા મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડે એવા વિદ્વાનો ઘણા ઓછા મળે છે. હું ઈચ્છું છું કે, તેઓ ત્રુટિઓ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેનો ભવિષ્ય અમારાં સંપાદનોમાં ઉપયોગ કરીશું.” અત્યારે દલસુખભાઈ વગેરે અહીંછે નહિ. તે બધા સહકાર્યકરોનો આ કાર્યમાં સહકાર છે, આત્મીયભાવે પોતાનું જીવન એ ઓતપ્રોત કરીને રહેલ છે. એવા કાર્યકરો ન હોય તો આ કામ ન થાય.' પ્રાચીન કાળમાં અભયદેવાચાર્યું પણ લખ્યું છે કે, ટીકાઓ રચતાં પહેલાં દરેક આગમોની શુદ્ધ પ્રતો તૈયાર થતી; અનેક જાતના પાઠાંતરો જોઈ જવાતા. એવા પાઠાંતરો કે જેના પાઠભેદો મૂંઝવી નાંખે કે સેંકડો કૃતિઓના પાઠભેદોમાંથી ક્યો પાઠ સ્વીકારવો અને કયો જતો કરવો? શ્રી અભયદેવાચાર્યને તેથી જ લખવું પડયું વાચનાનામતૈકવાત, પુસ્તકાનામશુદ્ધિતઃ સૂત્રાણામતિગાલ્મીયંત, મતભેદાચ્ચ કુન્નચિતા “દરેક ગ્રંથમાં ક્યાંક થોડા ને ક્યાંક વધતા, ક્યાંક નાના ને ક્યાંક મોટા, ક્યાંક શુદ્ધ અને ક્યાંક અશુદ્ધ પાઠભેદો આવે છે.” સેંકડો વર્ષથી લિપિના વિકારોથી, લહિયાઓ લિપિ સમજતા નહિ તેથી તેમજ વિદ્વાનો ભાષાન જાણે તેથી પાઠભેદો વધતા રહ્યા છે. બધાનો વિચાર કરવો દુષ્કર છે. તેમ છતાં અમે વીતરાગદેવના પ્રતાપે જે કંઈ બુદ્ધિનું બિંદુ મળ્યું છે તેનો આરાધનામાં ઉપયોગ કર્યો છે. વિદ્વાનો ત્રુટિઓ માટે ક્ષમા કરે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૯૫-૨૯૬; શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો પ૩મો વાર્ષિક રિપોર્ટ) મહારાજશ્રીના આ ટૂંકા છતા મુદ્દાસરના પ્રવચનમાં આગમ-સંશોધનની મુશ્કેલ પ્રક્રિયા કે પદ્ધતિનું નિરૂપણ તો જોવા મળે જ છે; ઉપરાંત, એમાં પોતાની ખામી બતાવનાર કોઈ નીકળે એવી સામે ચાલીને માગણી કરવી, કોઈ ખામી બતાવે તો તેથી દુઃખ લગાડવાને બદલે ઊલટું રાજી થવું, અને જાણેલી ખામીને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં ઉપયોગ કરવાની તત્પરતા બતાવવી– આવી ઉન્નત ભૂમિકા તો કોઈ ઉચ્ચાશયી, સત્યધર્મ-નિષ્ઠ અને યોગસિદ્ધ આત્માને જ સંભવી શકે. એમ લાગે છે કે મહારાજશ્રીને એવી ભૂમિકા સાવ સહજપણે સિધ્ધ થઈ હતી. વિદ્યાવાન કે કળાવાન વ્યક્તિ ગૃહસ્થ હોય તો પણ એનું સમુચિત સન્માન થવું જ જોઈએ એવી ઉદાર અને ગુણગ્રાહી મહારાજશ્રીની દષ્ટિ હતી. આ વાત જાણીતા ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયાએ દોરેલ ભગવાન મહાવીરનાં સુંદર ચિત્રોના સંપુટના આમુખમાંના મહારાજશ્રીના નીચેના ઉદ્ગારોથી પણ જાણી શકાય છે. તેઓશ્રીએ લાગણીપૂર્વક, મુક્ત મને, લખ્યું છે કે ભાઈ શ્રી કાપડિયાએ અનેક વર્ષો સુધી આત્મીયભાવે અથાગ શ્રમ સેવી આપણને ક્ષમણ ભગવાન મહાવીરની ચિત્રકથા ઉપહત કરી છે તે બદલ તેમને આપણા સૌનાં અંતરનાં અભિનંદન અને વંદન છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૨૭) થી પુણ્યર્ચા૨મમ્ 36) Page #48 -------------------------------------------------------------------------- ________________ સાચે જ, આવી ઉદારતા અને ગુણગ્રાહક દષ્ટિનાં દર્શન અતિ દુર્લભ છે. જ્ઞાનપ્રસારની ઝંખના-વિકાસ માટે વિદ્યાના આદર્શની જરૂર સમજાવતાં તેઓ કહે છે કે– ‘“જગત તરફ નજર કરીશું તો જણાશે કે, જે ધર્મ, જે સમાજ, જે પ્રજા કે જે રાષ્ટ્રમાં જેટલો વિદ્યાનો વિશાળ આદર્શ હશે, તેટલું જ તેનું વ્યક્તિત્વ જગત સમક્ષ વધારે પ્રમાણમાં ઝળકી ઊઠશે, અને જેટલી એની વિદ્યાના આદર્શમાં સંકુચિતતા કે ઓછાશ હશે એટલી એના વ્યકિતત્વમાં ઊણપ જ આવવાની. એક કાળે જૈન શ્રમણસંસ્થાનું દરેકેદરેક બાબતમાં કેટલું વ્યક્તિત્વ હતું ! આજે એ વ્યક્તિત્વ ક્યાં પાતાળમાં જઈ રહ્યું છે?” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૧૩) જૈન શ્રમણસમુદાયની અત્યારની નબળી જ્ઞાનભૂમિકા અંગે ખેદ દર્શાવતાં તેઓ કહે છે કે ‘‘પ્રાચીન ગ્રંથો તરફ નજર કરીએ ત્યારે ખુલ્લું જોઈ શકાય છે કે તે ગ્રંથોના પ્રણેતા આચાર્યાદિકોએ પોતાના જમાનાની વિદ્યાના કોઈ પણ અંગના અભ્યાસને છોડયો નથી, જ્યારે અત્યારના આપણા શ્રમણવર્ગની દશા એવી છે કે પોતે જે સંપ્રદાયના ધુરંધર તરીકે હોવાનો દાવો કરે છે, તે સંપ્રદાયનાં મૌલિક શાસ્ત્રોનો તેમનો અભ્યાસ પણ અતિ છીછરો અથવા નહિ જેવો જ હોય છે. આ સ્થિતિમાં આપણે એમના પાસેથી દરેક વિષયને લગતા ઊંડા અભ્યાસની આશા શી રીતે રાખી શકીએ....? એક સમય એવો હતો, જ્યારે જૈનાચાર્યો અને જૈનધર્મના અસ્તિત્વને સમર્થ વિદ્વાનોથી ગાજતી રાજસભાઓમાં સ્થાન હતું. આજે એમનો જ વારસો અને ગૌરવ ધરાવવાનો દાવો કરનાર જૈન શ્રમણોનું વિદ્યાના કોઈ પણ ક્ષેત્રમાં નજીવું સરખુંય સ્થાન અગર વ્યક્તિત્વ છે ખરું? જૈનેતર વિદ્વાનોનું વિદ્યાના વિવિધ વિભાગોમાં જે ગૌરવભર્યું સ્થાન આપણે જોઈ રહ્યા છીએ, તેમાંનું એક શતાંશ જેટલુંય આજે આપણા જૈન શ્રમણોનું સ્થાન હોય એમ મારી દૃષ્ટિએ નથી લાગતું.’’ (જ્ઞાનાંજલિ, પૃ. ૨૧૩-૨૧૫) પ્રાચીન ગ્રંથોના જતન પ્રત્યેની આપણી ઉપેક્ષાવૃત્તિ અંગે ટકોર કરતાં મહારાજશ્રી કહે છે કે “જેમ જનતા દરેક બાબતમાં ‘સાપ ગયા અને લીસોટા રહ્યા' એ નિયમાનુસાર દરેક રીતરિવાજોમાંથી મૂળ ઉદ્દેશોને કિનારે મૂકી બાહ્ય આડંબરમાં ખૂંચી જાય છે, તેમ આ તહેવારને અંગે (જ્ઞાનપંચમી અંગે) પણ થયા સિવાય રહ્યું નથી. અર્થાત્ આ તહેવારને દિવસે પુસ્તકભંડારો તપાસવા, તેમાંનો કચરો સાફ કરવો, હવાઈ ગયેલ પુસ્તકોને તડકો દેખાડવો, ચોંટી ગયેલ પુસ્તકોને ઉખાડી સુધારી લેવાં, પુસ્તકસંગ્રહમાં જીવાત ન પડે તે માટે મૂકેલ ઘોડાવજ આદિની પોટલીઓને બદલવી આદિ કશું જ કરવામાં આવતું નથી. એટલે અત્યારે તો આ તહેવાર નામશેષ થયા જેવો જ ગણાય.’’ (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૫) મહારાજશ્રીના આ બધા ઉદ્ગારો જ્ઞાનપ્રસારની અને જ્ઞાનોદ્ધારની એમની ભાવના કેટલી તીવ્ર હતી, એનું સૂચન કરે છે. અને માત્ર આવી ભાવના વ્યક્ત કરીને કે વર્તમાન પરિસ્થિતિની સામે રોષ કે અફસોસ જાહેર કરીને જ નિષ્ક્રિય બેસી ન રહેતાં એ દિશામાં તેઓ જીવનભર તન તોડીન, મન દઈને, પૂર્ણ નિષ્ઠાપૂર્વક કામ પણ કરતા રહ્યા, એ હકીકત જ એમને સાચા જ્ઞાનોદ્ધારક પુરવાર કરે છે. 37 શ્રી પુણ્યચરિત્રમ્ Page #49 -------------------------------------------------------------------------- ________________ આગમ-સંશોધનનું વિરાટ કાર્ય આગમસૂત્રો એ જૈનધર્મ અને સંસ્કૃતિની જીવાદોરી છે. અને વિવિધ વિષયને સ્પર્શતા વિપુલ જૈન સાહિત્યના સર્જનના મૂળમાં મુખ્યત્વે આ આગમસૂત્રો જ રહેલાં છે. મૂળ સૂત્રો અને એની સમજૂતી આપવાના ઉદ્દેશથી રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણ અને ટીકા-વૃત્તિને આગમ પંચાંગી તરીકે ઓળખવામાં આવે છે. મહારાજશ્રી બધાં આગમસૂત્રો અને સમગ્ર આગમિક સાહિત્યના નિષ્ણાત જ્ઞાતા તથા અસાધારણ સંશોધક હતા; તેમજ તેઓની આગમભક્તિ પણ અસાધારણ હતી. મૂળ આગમો તેમ જ આગમિક સાહિત્યને સમજવાનું તેમ જ શુદ્ધ કરવાનું મહારાજશ્રીનું સિદ્ધહસ્તપણું જોઈને તો એમ જ લાગે કે એ તેઓની જન્મ-જન્માંતરની જ્ઞાન સાધનાનું જ ફળ હોઈ શકે. તત્ત્વજિજ્ઞાસુઓ અને અભ્યાસીઓને સમગ્ર આકસ્મિક સાહિત્ય મુદ્રિત રૂપમાં સુલભ કરી આપવાનું, શ્રીદેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણના જેવું જ, પાયાનું મહાન સંશોધનકાર્ય આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે કર્યું અને તેઓ સાચા અર્થમાં ‘આગમોદ્ધારક' કહેવાયા. આગમ-સંશોધનના આ કાર્યમાં જે કંઈ અશુદ્ધિઓ કે ખામીઓ રહી ગઈ તેને દૂર કરવાનું તેમ જ બાકી રહેલ આગમિક સાહિત્યને સંશોધિત કે મુદ્રિત કરવાનું યુગકાર્ય કરવાનો કાર્યયોગ જાણે મુનિ શ્રી પુણ્યવિજયજીએ પૂરો કરવાનો હતો. અને છેલ્લાં ચાલીસ-પિસ્તાલીસ વર્ષ સુધી આ કાર્ય કરતાં રહીને તેઓએ આગમ-સંશોધનનું કેટલું વિરાટ કાર્ય કર્યું હતું એનો ખ્યાલ તો તેઓને હાથે મુદ્રિત થયેલ, તેમજ સંશોધન-સંપાદનની વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ થયા પછી પણ મુદ્રિત થવા બાકી રહેલ, સંખ્યાબંધ નાના-મોટા ગ્રંથોને જોવાથી જ આવી શકે. તેઓનું આગમ-પ્રભાકર” બિરુદ કેટલું બધું સાર્થક હતું! જે કોઈ ગ્રંથ તેઓના હાથે સંશોધિત - સંપાદિત થતો એને જાણે પ્રામાણિકતાની મહોરછાપ મળી જતી. તેઓના સંપાદનની વિશેષતાને અંજલિ આપતાં, જૈન આગમોના અભ્યાસી અને સંશોધક, વિખ્યાત જર્મન વિદ્વાન ડૉ. વોલ્ટર શુબ્રિગે યોગ્ય જ કહ્યું છે કે - “તેઓએ સંપાદિત કરેલ બૃહત્કલ્પભાગની કીર્તિમંદિર સમી આવૃત્તિનો નિર્દેશ હું અહીં કરવા ઈચ્છું છું. ભારતમાં જેઓ અત્યાર સુધી સંશોધિત નહીં થયેલ ગ્રંથોને પ્રકાશિત કરવાની તૈયારી કરી રહ્યા છે, તે સર્વને માટે આ આવૃત્તિ એક નમૂનાની ગરજ સારે એવી છે.” મહારાજશ્રીના સંશોધનકાર્યની પ્રામાણિકતાને બિરદાવતાં અને એ પ્રામાણિકતા તેઓમાં કેવી રીતે આવી તે સમજાવતાં પંડિતવર્ય શ્રી સુખલાલજીએ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આગમ પ્રકાશન સમારોહ પ્રસંગે, અમદાવાદમાં, તા. ૨૬-૨-૧૯૬૮ના રોજ કહ્યું હતું કે “પૂજ્ય પુણ્યવિજયજીએ આ કામમાં (આગમ-સંશોધનના કામમાં) આખી જિંદગી ખર્ચા છે. તેમની પાસે દષ્ટિ છે. એમ તો છેલ્લાં ચાલીસ વર્ષથી ઘણા સાધુઓ આવું કામ કરી રહ્યા છે એ હું જાણું છું. પણ પૂજ્ય પુણ્યવિજયજી મારા સ્નેહી-મિત્ર છે એટલા માટે નહિ પણ તટસ્થ ભાવે હું આ કહું છું કે તેમના નામ સાથે પ્રામાણિકતા સંકળાયેલી છે. કોઈ પણ પુસ્તક બહાર પડે અને સરતચૂકથી કોઈ તેમનું નામ છાપે અને લોકોને ખબર પડે કે આ પુસ્તક પુણ્યવિજયજીનું છે, તો લોકો માને છે કે આ પુસ્તક સામાન્ય નથી. તેણે જેટલા પુસ્તક ભંડારો ને સંગ્રહો જોયા છે, તેટલા ઘણા ઓછાએ જોયા હશે. તેમની દષ્ટિમાં ઉદારતા રહી છે, તેમની દષ્ટિ પંથથી પર છે. મારે ને એમને ૫૦ વર્ષ પહેલાંના સમયથી સંબંધ છે. નાની વયથી આજ સુધી જેમ સમય પસાર થતો ગયો તેમ બી પુણ્યચરિત્રમ્ Page #50 -------------------------------------------------------------------------- ________________ તેમની દૃષ્ટિનો વિકાસ થતો ગયો. તેમને સાંપ્રદાયિક બંધન નથી ખપતાં, ગચ્છ-પરંપરાનો આગ્રહ નથી. આથી તેમના સંપાદનમાં પ્રામાણિકતા રહી છે. બીજી વાત તેમનો ગુણગ્રાહિતાનો ગુણ છે, દોષદર્શન તેમનામાં નથી.જૈન પરંપરાનો કોઈ પણ વિદ્વાન કે બીજી પરંપરાના વિદ્વાનો પણ તેમને મળવા આવે છે. એમને એમની સાથેની ચર્ચા કરતા જોઈએ તો લાગે છે કે સામાની વાત જુએ ને સાચી હોય તો તેનો સ્વીકાર કરે છે. મહેનતની પ્રામાણિકતાની સાથે તેમનામાં ધૈર્ય છે. દૃષ્ટિની આ વિશાળતાથી તેમનામાં પ્રામાણિકતા આવી છે.’' બધાં આગમસૂત્રો અને સમગ્ર આગમિક સાહિત્યની શુદ્ધ વાચનાઓ તૈયાર થાય એ મહારાજશ્રીની તીવ્ર ઝંખના હતી; આ કાર્યનું એમને મન જીવનકાર્ય જેટલું મહત્ત્વ હતું. એટલે એની પાછળ પોતાના સમગ્ર સમય અને શક્તિનો ઉપયોગ કરવામાં તેઓ ક્યારેય સંકોચ કરતા ન હતા. જ્ઞાનભંડારો અને પ્રાચીન ગ્રંથોના ઉદ્ધાર માટે તેઓ જે ઉલ્લાસથી કામ કરતા એની પાછળ તેઓની એક દૃષ્ટિ એવી પણ હતી કે કદાચ ક્યાંકથી કોઈક આગમને લગતો વધારે પ્રાચીન કે નવો ગ્રંથ મળી આવે, જેને આધારે ઉપલબ્ધ આગમના પાઠો વધુ શુદ્ધ કરી શકાય અથવા કોઈક અજ્ઞાત આગમિક ગ્રંથને પ્રકાશિત કરવાનું શક્ય બને. શ્રી જિનાગમ પ્રકાશિની સંસદ- પાટણમાં રહીને મહારાજશ્રી આગમ-સંશોધનનું કાર્ય એકાગ્રતાથી કરી રહ્યા હતા, તે જોઈને પાટણના કેટલાક ભાવનાશીલ મહાનુભાવોના અંતરમાં તેઓને આ કાર્ય માટેની આર્થિક ચિંતાથી મુક્ત કરવાનો સુવિચાર આવ્યો. એમાંથી પાટણમાં વિ. સં. ૨૦૦૧માં ‘શ્રી જિનાગમ પ્રકાશિની સંસદ’ નામે એક સંસ્થાની સ્થાપના કરવાનું શક્ય બન્યું. આ સંસ્થા પાસે ફંડ પણ સારું ભેગું થયું હતું. પણ થોડા વખત પછી જ, આ સંસ્થાના મુખ્ય કાર્યવાહકોની મહારાજશ્રીના કાર્ય પ્રત્યેની શ્રદ્ધામાં, ગમે તે કારણે, ઓટ આવી; અને મહારાજશ્રીએ સંશોધિત કરેલ આગમ-સાહિત્યને મુદ્રિત કરવાનું કામ અટકી પડડ્યું ! પોતાને ધર્મનાધર્મશ્રધ્ધાના રખેવાળ પુરવાર કરવાના અંધશ્રદ્ધાથી ઘેરાયેલા વધારે પડતા ઉત્સાહમાં જો આ મહાનુભાવોએ મહારાજશ્રીના કાર્યમાં અશ્રદ્ધા-અવિશ્વાસ જન્માવીને એ પવિત્ર કાર્ય સ્થગિત થઈ જાય એવી મોટી ભૂલ કરવાને બદલે મહારાજશ્રીની સત્યપ્રિયતા, સાધુતા અને વિદ્વતા ઉપર વિશ્વાસ રાખીને આ કાર્યને આગળ વધવા દીધું હોત તો મહારાજશ્રીની હયાતીમાં અને તેઓના પોતાના જ હાથે આગમ-પંચાગીના કેટલાક બધા ગ્રંથો કેવા આદર્શ રૂપમાં પ્રગટ થઈ શક્યા હોત ! પણ જ્યાં આવા મહાન પુણ્યકાર્યના સાથી બનવાનું ભાગ્ય-વિધાન જ ન હોય, અને સારા કામમાં અંતરાયરૂપ જ બનવાનો નિમિત્તયોગ્ય હોય, ત્યાં આવી ધર્મબુદ્ધિ જાગે પણ શી રીતે ? અને ૧૮-૨૦ વર્ષ બાદ, મોડે મોડે, જ્યારે એમનામાં આવી સત્બુદ્ધિ જાગી અને, વિ. સં. ૧૯૨૫માં, આ મહાનુભાવોએ ‘શ્રી જિનાગમ પ્રકાશિની સંસદ’માં આગમ-પ્રકાશન માટે ભેગી થયેલી રકમ મહારાજશ્રી દ્વારા સંપાદિત - સંશોધિત થતાં મૂળ આગમસૂત્રોના પ્રકાશન-મુદ્રણ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સોંપી ત્યારે આ કાર્યવાહકોના મનનો ભાર ભલે ઓછો થયો હોય, પણ એમાં એટલું બધું મોડું થયું હતું કે, આ સહાયતાથી પોતાના આગમ-સંશોધનના કાર્યને વેગ મળે તે પહેલાં, બે વર્ષ બાદ જ, મહારાજશ્રી સ્વર્ગે સિધાવી ગયા ! કાનનાં કાચા અને શ્રદ્ધાના પોચા કાર્યકરો પોતાના હાથે જ ધર્મશાસનને કેટલુ મોટું નુકશાન કરી બેસે છે, અને સેંકડો વર્ષ સુધી ઉપકારક બની શકનાર શકવર્તી પ્રવૃત્તિને કેવો લકવો લગાવી દે છે, એનો આ ઊંઘ ઉડાડી મૂકે એવો દાખલો છે. પૈસા પડી રહ્યા, બીજા પણ મળી રહેશે, બીજી બીજી સગવડ અને સામગ્રી પણ આવી મળશે; પણ શ્રી પુણ્યચરિત્રમ્ 39 Page #51 -------------------------------------------------------------------------- ________________ પુણચરિત પુણ્યવિજયજી ક્યાંથી મળવાના હતા ! આગમ-સંશોધન અંગની એમની સૂઝ, શકિત અને ભક્તિ હવે ક્યાં મળવાની હતી? અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને અંધભક્તિમાં આપણે ખોટનો કેવો સોદો કરી બેઠા! પણ પુણ્યવિજયજી મહારાજને, યોગની સાધના કર્યા વગર જ, યોગની સિદ્ધિની સહજ બક્ષિસ મળી હતી. એટલે ગમે તેવા કપરા અને પ્રતિકૂળ સંજોગોમાં પણ તેઓ સ્વસ્થ, શાંત અને સ્થિર રહી શકતા હતા. એટલે જિનાગમ પ્રકાશિની સંસદના મુખ્ય કાર્યકરોના આવા દુઃખદ વલણ અંગે શોચ કે અફસોસ કરવામાં કાળક્ષેપ કરીને મનને ઉદ્વિગન બનાવવાને બદલે, જાણે કશું જ નથી બન્યું એમ માનીને, પોતે જે કંઈ આર્થિક સગવડ સંઘમાંથી મેળવી શક્યા તેટલા પ્રમાણમાં આગમ-સંશોધનનું પોતાનું જીવનકાર્ય આગળ વધારતા રહ્યા. અને પોતાની જાતે જે કાર્ય થઈ શકે એમ હતું એ માટે તો પૈસાની પણ ક્યાં જરૂર હતી? તેઓ તો મુદ્રિત થઈ ગયેલ આગમ સાહિત્યને, જે કંઈ નવી સામગ્રી મળતી રહે એને આધારે, શુદ્ધ કરતા રહ્યા અને જે કંઈ અપ્રગટ અને અજ્ઞાત આગમ સાહિત્ય ઉપલબ્ધ થતું ગયું એની સંશોધિત શુદ્ધ નકલો તૈયાર કરતા-કરાવતા જ રહ્યા. આટલી બધી સુધારેલી પ્રેસ-કોપીઓનું મુદ્રણ ક્યારે થશે એની ચિંતા ક્યારેય એમના ચિત્તની સમાધિને ચલિત કરી શકી ન હતી. વળી, શ્રીસંઘ પોતાના કાર્યમાં જોઈતી મદદ નથી કરતો અથવા ઓછી મદદ કરે છે, એવી કશી ફરિયાદ તેઓ ક્યારેય કરતા નહીં. એમના નિકટના સંપર્કથી વિશ્વાસપૂર્વક એમ જરૂર કહી શકાય કે શ્રીસંઘ પ્રત્યે આવી અસંતોષ કે અણગમાની લાગણી એમના અંતરમાં ક્યારેય જન્માવા જ નહોતી પામતી; કારણ કે તેઓ જે કંઈ કાર્ય કરતા તે પૂર્ણ નિઃસ્વાર્થભાવે અને સાધુજીવનની નિર્મળ સાધનારૂપે જ કરતા. આટલું જ શા માટે, શ્રી જિનાગમ પ્રકાશિની સંસદના આવા અનિચ્છનીય વલણ અંગે પણ તેઓએ એના કોઈ પણ કાર્યવાહક પ્રત્યે ક્યારેય કડવાશ દર્શાવી હોય એવું બન્યું નથી; સૌને તેઓ ધર્મસ્નેહથી અને સમભાવપૂર્વક આવકારતા. એમ લાગે છે કે કડવાશના અંશને પણ એમના જીવનમાં સ્થાન ન હતું. મહારાજશ્રી સચ્ચિાનંદમય સ્થિતિના અવતાર હતા. વિદ્યાલયની યોજના-મહારાજશ્રીને મન આગમ-સંશોધનનું કાર્ય પણ નિર્મળ સંયમની આરાધના માટેનું ઉત્તમ સાધન હતું. અને એ કાર્યમાં (તેમ જ જ્ઞાનોદ્ધારનાં નાનાં-મોટાં બીજાં અનેક કાર્યોમાં) તેઓ સતત નિરત રહેતા. સને ૧૯૬૦ના અરસામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તે વખતના માનદમંત્રી શ્રીયુત ચંદુલાલ વર્ધમાન શાહને વિદ્યાલય તરફથી મૂળ આગમસૂત્રો પ્રગટ કરવાનો વિચાર આવ્યો. આ વિચાર તેઓએ મહારાજશ્રીને જણાવ્યો. મહારાજશ્રીએ પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા વગેરે સાથે વિચારવિનિમય કરીને મૂળ આગમસૂત્રો પ્રકાશિત કરવાની યોજના તૈયાર કરી આપી, એટલું જ નહીં, આ યોજનાના મુખ્ય સંપાદક તરીકેની જવાબદારી પોતે તેમજ શ્રી દલસુખભાઈ માલવણિયા સ્વીકારશે એમ પણ કહ્યું. વિદ્યાલયના સંચાલકોએ આ યોજનાને મંજૂર કરી; અને એ યોજના મુજબ કાર્યની શરૂઆત પણ કરી દેવામાં આવી. વિદ્યાલય પ્રત્યે મહારાજશ્રી સ્વાભાવિક રીતે જ ખૂબ અનુરાગ ધરાવતા હતા, અને એની વ્યવસ્થાશકિત એક આદર્શ સંસ્થાને છાજે એવી નમૂનેદાર છે, એ પણ જાણતા હતા. આવી માતબર અને પ્રતિષ્ઠિત સંસ્થા આગમ-પ્રકાશનની જવાબદારી સંભાળે એનાથી રૂડું બીજું શું! આ યોજના મુજબ ત્રણ ગ્રંથો પ્રકાશિત થયા અને મહારાજશ્રીનો સ્વર્ગવાસ થયો! થી પુણ્યચરિત્રમ્ 40 Page #52 -------------------------------------------------------------------------- ________________ બધું જ આગમ-પ્રકાશન માટે અર્પણ આગમ-પ્રકાશનની બધી જવાબદારી વિદ્યાલય જેવી વગદાર અને શક્તિશાળી સંસ્થાએ સંભાળી હતી, એટલે એને માટે જરૂરી આર્થિક સહાય શ્રીસંઘમાંથી મેળવી આપવાનો કોઈ ભાર મહારાજશ્રી ઉપર ન હતો. છતાં તેઓ આ બાબતે સતત ચિંતા સેવતા રહેતા અને અવસર આવ્યે પોતાથી બનતું કરવાનું ચૂકતા નહીં. નીચેના પ્રસંગો આ વાતની સાક્ષી પૂરે એવા છે– (૧) કપડવંજનો ઉત્સવ-દીક્ષા લીધા ૫૩ વર્ષ વીતી ગયાં છતાં મહારાજશ્રીને પોતાના વતન કપડવંજમાં ચોમાસુ કરવાનો અવસર જ નહોતો મળ્યો. છેવટે, વિ. સં. ૧૯૧૮માં, કપડવંજના શ્રીસંઘની ભાવના સફળ થઈ, અને ૫૩ વર્ષને અંતે ૫૪મું ચાતુર્માસ મહારાજશ્રી કપડવંજમાં રહ્યા. શ્રીસંઘે પોતાનો આનંદ વ્યક્ત કરવા મહારાજશ્રીનો ૬૬મો જન્મદિવસ સુંદર રીતે ઊજવવાનો નિર્ણય કર્યો. આ વખતે કારતક સુદિ-૫ થી ૭ સુધીનો ત્રણ દિવસનો ઉત્સવ યોજવામાં આવ્યો હતો. અને મુખ્ય સમારોહ સુદિ ૭, તા. ૪-૧૧-૧૯૬૨, રવિવારના રોજ ઊજવવામાં આવ્યો હતો. આ સમારોહમાં પ્રમુખ તરીકે પંડિતવર્ય શ્રી સુખલાલજી અને અતિથિવિશેષ તરીકે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ પધાર્યા હતા. આ પ્રસંગે કપડવંજ સંઘના અગ્રણીઓએ, મહારાજશ્રી ઈચ્છે તે કાર્યમાં ઉપયોગ કરવા માટે, વીસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. મહારાજશ્રીએ, સાધુજીવનને શોભે એવો નિર્મમભાવ દાખવીને, એ રકમ આગમ-પ્રકાશનના કાર્ય માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને અર્પણ કરવાની ભલામણ કરી હતી. (૨) વડોદરાનો સમારોહ -વિ. સં. ૨૦૨૪નું ચોમાસુ મહારાજશ્રી વડોદરામાં રહ્યા. આ પ્રસંગની યાદરૂપે વડોદરાના શ્રીસંઘે વિ. સં. ૨૦૨૫ના માહ મહિનામાં, મહારાજશ્રીની દીક્ષાપર્યાયષષ્ટિપૂર્તિ નિમિત્તે એક મોટો સમારોહ ઊજવવાનું નક્કી કર્યું. આ માટે માહ સુદિ ૧૩થી માહ વિદ ૭ સુધીનો ૧૦ દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો હતો. વિદ પાંચમ સુધી અઠ્ઠાઈ મહોત્સવ ઊજવાયા બાદ વદિ ૬ ના શ્રી આત્મારામજી જૈન જ્ઞાનમંદિરમાં પ્રાચીન સાહિત્યના પ્રદર્શનનું ઉદ્ઘાટન વડોદરા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. ચતુરભાઈ શંકરભાઈ પટેલે કર્યું હતું. મુખ્ય સમારોહ વિંદ ૭, તા. ૯-૨-૧૯૬૯ રવિવારે સવારના રાખવામાં આવ્યો હતો. આ સમારોહમાં અગત્યનો કાર્યક્રમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શ્રી જૈન આગમ ગ્રંથમાળાના બીજા ગ્રંથ શ્રી પત્રવણાસૂત્રના પહેલા ભાગનો તથા મહારાજશ્રીનાં લખાણો તથા મહારાજશ્રીને અંજલિ આપતા દેશ-વિદેશના વિદ્વાનોના લેખોનો સંગ્રહરૂપ ‘‘જ્ઞાનાંજલિ’’ નામે ગ્રંથના પ્રકાશનવિધિનો હતો. આ સમારોહનું પ્રમુખપદ જાણીતા ઉદ્યોગપતિ અને જૈન અગ્રણી શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ સંભાળ્યું હતું. પન્નવણાસૂત્રના પહેલા ભાગનો પ્રકાશનવિધિ પણ તેઓએ જ કર્યો હતો. જાણીતા વિદ્વાન ડો. એ. એન. ઉપાધ્યાયે ‘‘જ્ઞાનાંજલિ’’ ગ્રંથનું પ્રકાશન કરીને એ મહારાજશ્રીને અર્પણ કર્યો હતો. અતિથિવિશેષ તરીકે શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ પધાર્યા હતા. આ પ્રસંગના સંભારણારૂપે વડોદરાના શ્રીસંઘે શ્રી પન્નવણાસૂત્રના ખર્ચ માટે તેત્રીસ હજાર રૂપિયા વિદ્યાલયને ભેટ આપ્યા હતા. ઉપરાંત, જાણે સમય પાકી ગયો હોય એમ, શ્રી પુણ્યચરિત્રમ્ 41 Page #53 -------------------------------------------------------------------------- ________________ પાટણની શ્રી જિનાગમ પ્રકાશિની સંસદના કાર્યકરોએ, સંસદ હસ્તકનું આશરે એક લાખ ચોત્રીસ હજાર રૂપિયા જેવું સારું ફંડ, મહારાજશ્રી દ્વારા થતા આગમ-સંશોધનના કાર્યમાં વાપરવા માટે, શ્રી મહાવીર જૈન વિદ્યાલયને અર્પણ કરવાની જાહેરાત કરી હતી. (૩) મુંબઈમાં ચાતુર્માસ પરિવર્તન- મહારાજશ્રી વિ.સં. ૨૦૨૫નું ચોમાસુ મુંબઈમાં રહ્યા હતા. વિ. સં. ૨૦૨૬ના કારતક સુદિ ૧૫ના રોજ મહારાજશ્રીના ચાતુર્માસ પરિવર્તનનો લાભ પાટણવાળા શ્રી પન્નાલાલ મફતલાલ શાહ, શ્રી કાંતિલાલ મફતલાલ શાહ અને શ્રી ચંપકલાલ મફતલાલ શાહ - એ ત્રણ ભાઈઓએ લીધો હતો; અને એ પ્રસંગે, પોતાના કુટુંબ તરફથી, શ્રી ભગવતીસૂત્રના પહેલા ભાગના ખર્ચ પેટે, પાંત્રીસ હજાર રૂપિયા જેવી મોટી રકમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને ભેટ આપવાની તેઓએ જાહેરાત કરી હતી. આઉપરથી જોઈ શકાય છે કે મહારાજશ્રી કેવળ આગમ-સંશોધનના કાર્યની જ નહીં પણ એ માટે વિદ્યાલયને જરૂરી આર્થિક સહાયતા મળી રહે એની પણ ચિંતા રાખતા હતા; અને અવસર આવ્યે નિઃસ્વાર્થ પણે એ માટે પ્રેરણા પણ આપવાનું ભૂલતા નહીં. કેવી આદર્શ, સક્રિય અને વિરલ શ્રુતભક્તિ ! આગમ-સંશોધન-કાર્યને ઝડપી બનાવવાની ઝંખના તેરાપંથના આચાર્ય શ્રી તુલસીજી વિ. સં. ૨૦૨૩નું ચોમાસુ અમદાવાદમાં રહ્યા હતા. અમદાવાદમાં સ્થિરતા કરવાનો એમનો એક આશય આગમ-સંશોધનને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓમાં રસ લેનાર વિદ્વાનોનો નિકટ પરિચય સાધીને વિચારવિનિમય કરવો, એ પણ હતો. એટલે એમાં મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મળવાના કાર્યક્રમને સ્વાભાવિક રીતે જ સમાવેશ થઈ જતો હતો. આચાર્ય તુલસીજી તથા મહારાજશ્રીનું મિલન તો ન થયું, પણ એમના વિદ્વાન અને વિચારક શિષ્ય મુનિ શ્રી નથમલજી વગેરે મુનિવરો મહારાજશ્રીને બેએક વાર મળ્યા હતા. એમના આ મિલન વખતે મહારાજશ્રી અને મુનિ શ્રી નથમલજી વચ્ચે જે વાર્તાલાપ થયો, તે તેરાપંથી મહાસભાના સાપ્તાહિક હિંદી મુખપત્ર ‘જૈન ભારતી’ના તા. ૧૯-૧૧-૧૯૬૭ના અંકમાં છપાયો છે. તે જાણવા જેવો હોવાથી એ આખો મૂળ વાર્તાલાપ આ વિશેષાંકમાં અન્યત્ર આપવામાં આવ્યો છે. આ વાર્તાલાપમાંના નીચે આપેલ થોડાક સવાલ-જવાબ ઉપરથી પણ મહારાજશ્રીની આગમ-સંશોધન અંગેની પ્રવૃત્તિ, ઝંખના અને ચિંતાનો ખ્યાલ આવી શકે છે– સવાલ (મુનિ નથમલજી ) : આજકાલ આપ શું કરો છો? જવાબ (મહારાજશ્રી) : અત્યારે હું ટીકાઓ અને ચૂર્ણિઓની પ્રતોનું સંશોધન કરી રહ્યો છું. આપ જાણો છો કો જે ચૂર્ણિઓ અને ટીકાઓ છપાઈ છે, એ ખૂબ અશુદ્ધ છે. ઘણાં સ્થાનોમાં તો અનર્થ જેવું થઈ ગયું છે. હું માનું છું કે આ કામ મહત્ત્વનું છે અને એ પહેલાં કરવું જોઈએ. સવાલ : આપ આ કાર્યમાં ક્યારથી પરોવાયા છો? જવાબ : આશરે પચ્ચીસ વર્ષથી હું આ કાર્યમાં લાગેલો છું. સવાલ : શું આપ છાપાં-સામયિકો પણ વાંચો છો? જવાબ : ના. વિશેષે કરીને હું આગમોમાં જ રચ્યો-પચ્યો રહું છું. એ જ મારા માટે છાપાં-સામાયિકો શ્રી પુણ્યચરિત્રમ્ 42 Page #54 -------------------------------------------------------------------------- ________________ છે. હા, ક્યારેક કોઈ ખાસ નિબંધ-લેખ આવી જાય તો વાંચી લઉં છું. સવાલઃ આપ કેટલાક કલાક કામ કરો છો? જવાબઃ સમયની કોઈ મર્યાદા નથી; હું બધા વખતનો આ કામમાં જ ઉપયોગ કરું છું. સવાલ: આપની સાથે કેટલા મુનિઓ કામ કરે છે? જવાબ : હું એકલો જ છું. મને ભારે નવાઈ ઊપજે છે કે ઘણા બધા મુનિઓને આગમના કામમાં રસ છે જ નહીં. એમને આ કામ જંજાળ જેવું લાગે છે. આમાં જેમને રસ પડે છે એવા વિરલા છે. મને આમાં ખૂબ આનંદ આવે છે. આ કામની આગળ બીજાં બધાં કામ મારે માટે ગૌણ છે. હું એકલો જેટલું કરી શકું એ મેં કર્યું છે. કેટલાક પંડિતો પણ કામ કરે છે. આ રીતે જૈન સાહિત્યની યત્કિંચિત્ સેવા થઈ શકે છે.” આ છેલ્લા જવાબમાં આપણા સાધુસમુદાયની આગમ-સંશોધનના કામ પ્રત્યેની ઉદાસીનતાની મહારાજશ્રીએ જે ટકોર કરી છે, એમાં મહારાજશ્રીએ પોતાની આ અંગેની દુઃખ અને ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. બાકી તો, એ આગમધર મહાપુરુષ પોતાના આગમ-સંશોધનના કાર્યમાં એવા ઓતપ્રોત હતા કે જેથી એમને આવી વિશેષ ચિંતા કરવાનો ભાગ્યે જ અવકાશ મળતો. આમ છતાં આગમ-સંશોધનના કામને સમર્પિત થયેલું એક નાનું સરખું પણ મુનિમંડળ રચાય અને આ કાર્ય મોટા પ્રમાણમાં ઝડપથી આગળ વધે એવા વિચારો મહારાજશ્રીને આવ્યા વગર રહે એ કેમ બને? એમની આવી ભાવના અને લાગણી આપણા વિદ્વાન મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ ઉપર મહારાજશ્રીએ વિ. સં. ૨૦૦૬ની સાલમાં જેસલમેરથી લખેલા પત્રમાં પણ જોવા મળે છે. તેઓએ લખ્યું હતું કે “હવે તો મારી ઈચ્છા એ જ છે કે આપણે સત્વરે મળીએ અને મહત્વનાં કાર્યોને જીવનમાં પ્રારંભીને પૂર્ણ રૂપ આપીએ. આપણે એક એવા સંશોધનરસિક મુનિવરોનું મંડળ સ્થાપી શકીએ તો ઘણું સારું થાય.” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૬૫) આ શબ્દો લખાયા ત્યારે તો એના ભાવી સંકેતને કોણ પામી શકે એમ હતું? પણ બેએક વર્ષ પહેલાં, મહારાજશ્રીના કાળધર્મ બાદ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકોએ સંસ્થાની આગમ-પ્રકાશનની યોજનાને ચાલુ રાખવાની જવાબદારી સ્વીકારવાની વિનંતિ, જેના ઉપર મહારાજશ્રીએ ઉપર મુજબ પત્ર લખ્યો હતો તે, મુનિવર્ય શ્રી જંબુવિજયજી મહારાજને કરી અને મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજે એનો ઉલ્લાસપૂર્વક સ્વીકાર કર્યો. અત્યારે તેઓ આ કાર્યને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે સૂચવ્યું એવું મુનિમંડળ, આ કામ માટે, શ્રી જંબૂવિજયજી મહારાજને મળે તો કેવું સારું ! ઈતર ગ્રંથોનું સંપાદન-પ્રકાશન-મહારાજશ્રીની જ્ઞાનભક્તિ અને સંશોધનકળાનો લાભ કેવળ આગમસાહિત્યને જ મળ્યો હતો એમ માનવું બરાબર નથી; આગમ-સાહિત્ય સિવાયના બીજા અનેક નાના-મોટા જૈન તેમજ અજૈન ગ્રંથોનું પણ તેઓએ સંશોધન-સંપાદન કર્યું હતું. (આ લેખને અંતે પુરવાણી-૨ તરીકે મુકવામાં આવેલી યાદી ઉપરથી મહારાજશ્રીએ સંપાદિત કરેલ ગ્રંથોની માહિતી મળી શકશે.) જ્ઞાનોપાસનાનું બહુમાન- મહારાજશ્રીએ, પોતાની નિરભિમાન, સરળ અને ઉદાર જ્ઞાનસાધનાને થી ૧!પગારે નમ્ | | 43 - Page #55 -------------------------------------------------------------------------- ________________ કારણે, દેશ-વિદેશના વિદ્વાનોમાં જે ચાહના અને આદર મેળવ્યાં હતાં, તે ખરેખર વિરલ હતાં. નીચેના વિગતને મહારાજશ્રીની જ્ઞાનોપાસના તરફના બહુમાન પ્રતીકરૂપ લેખી શકાય (૧) કોઈ જાતની ડિગ્રી નહીં હોવા છતાં મહારાજશ્રીને પીએચ.ડી. માટેના મહાનિબંધના પરીક્ષક નીમવામાં આવ્યા હતા. (૨) ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦મું અધિવેશન, સને ૧૯૫૯માં, અમદાવાદમાં મળ્યું ત્યારે ઈતિહાસપુરાતત્ત્વ વિભાગના પ્રમુખ તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી. (૩) ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળાએ યોજેલ, વિ. સં. ૨૦૦૯ની સાલનો શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સૂવર્ણચંદ્રક મહારાજીને અર્પણ કરવામાં આવ્યો હતો. (૪) વિ. સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે તેઓને ‘આગમપ્રભાકર’ની સાર્થક પદવી અર્પણ કરી હતી. (૫) ઓલ ઈન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સના, સને ૧૯૬૧માં, કાશ્મીરમાં મળેલ એકવીસમા અધિવેશનના પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે મહારાજશ્રીની વરણી કરવામાં આવી હતી. (૬) સને ૧૯૭૦માં અમેરિકાની ધી અમેરિકન ઓરિયેન્ટલ સોસાયટીના માનદ સભ્ય બનવાનું વિરલ બહુમાન મહારાજશ્રીને મલ્યું હતું. (૭) વિ. સં. ૨૦૨૭માં, મુંબઈમાં, વરલીમાં થયેલી પ્રતિષ્ઠા વખતે, ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં, આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે તેઓશ્રીને ‘શ્રુતશીલવારિધિ’ની યથાર્થ પદવી આપી હતી. મહારાજશ્રીની જીવનવ્યાપી નિર્ભેળ વિદ્યાપ્રવૃત્તિ, પરગજુ અને પારગામી વિદ્વત્તા, જ્ઞાનોદ્ધારની અનેકવિધ સત્યપ્રવૃત્તિ, આદર્શ સહૃદયતા અને ઊર્ધ્વગામી સાધુતાને જ આ હાર્દિક અંજલિ લેખવી જોઈએ. ધન્ય એ સાધુતા અને એ વિદ્વત્તા ! જીવનસાધના અને વિમળ વ્યક્તિત્વ જ્ઞાનની ઉપાસના કરતાં કરતાં શુષ્ક જ્ઞાની કે પોથીપંડિત ન બની જવાય, અથવા તો પરોપદેશે પાણ્ડિત્યની જેમ વિદ્વતા અને ધર્મ જુદાં પડીને હૃદયને રીઢું ન બનાવી મૂકે, એની મહારાજશ્રી સતત ચિંતા અને જાગૃતિ રાખતા હતા અને કર્મબંધ ઓછા થાય, ભવના ફેરા ઓછા થાય અને કલેશો-કષાયો પણ ઓછા થાય એવો પ્રયત્ન તેઓ સતત કરતા રહેતા; એમની સમગ્ર જીવનસાધનાનું આ જ કેન્દ્ર હતું અને આજ અમૃત હતું. પારકાની નિંદા-કૂથલીમાં તેઓ ક્યારેય પડતા નહીં; અને સામાના નાના સરખા ગુણને પણ મોટો કરી જાણવાનો એમનો સહજ સ્વભાવ હતો. એમનું જીવન શીલ અને પ્રજ્ઞાના દિવ્ય તેજ અને વૈભવથી સમૃદ્ધ હતું. જ્ઞાનની જેમ ચારિત્રને પણ તેઓ સદા પૂર્ણ યોગથી આવકારતા. સમભાવ એમના રોમરોમમાં વ્યાપેલો હતો. અને તેથી, પોતે અમુક ફિરકા અને અમુક ગચ્છના હોવા છતાં, પોતાના સમુદાયની જેમ બીજાના સમુદાયનો, પોતાના ગચ્છની જેમ બીજાના ગચ્છનો, પોતાના ફિરકાની જેમ બીજાના ફિરકાનો અને પોતાના ધર્મની જેમ બીજાના ધર્મનો હંમેશાં આદર કરી શકતા; અને, મધમાખીની જેમ, જ્યાંથી સાર મળી શકે ત્યાંથી સાર ગ્રહણ કરી લેતા. વિ. સં. ૨૦૦૮માં સાદડીમાં મળેલ સ્થાનકવાસી સાધુ સંમેલનમાં મહારાજશ્રી પ્રત્યે જે આદર અને 44 શ્રી પુણ્યચરિત્રમ્ Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ બતાવવામાં આવેલા, તે તેઓની આવી વિશાળ દષ્ટિને કારણે. એ પ્રસંગે મહારાજશ્રીના અને સ્થાનકવાસી શ્રમણ સમુદાયનાં સામસામેથી આવતાં સામૈયાં, બે નદીઓનાં નીરની જેમ, જે રીતે એકરૂપ બની ગયાં હતાં એ દશ્ય યાદ રહી જાય એવું હતું. તેઓનો આ સમભાવ, આવું ગુણાનુરાગી વલણ, આવી સત્યગ્રાહક મનોવૃત્તિ, પોતાની તથા પોતાના પક્ષની ભૂલોને શોધવા-સમજવા-સ્વીકારવાની તત્પરતા તેમ જ અપાર સહનશીલતા જોતાં સહેજે આચાર્ય હરિભદ્રસૂરિનું સ્મરણ થઈ આવે છે. તેઓ શાસ્ત્રોની અને શાસ્ત્રોને જાણવાનો દાવો કરનાર વ્યકિતની, એમ બન્નેની મર્યાદા સારી રીતે જાણતા હતા. અને તેથી જ વખત આવે સમતાપૂર્વક કડવું સત્ય પણ ઉચ્ચારી શકતા હતા. તેમના કથનમાં સચ્ચાઈનો એવો રણકો રહેતો કે સામી વ્યક્તિ એનો પ્રતિકાર કરવા ભાગ્યે જ પ્રેરાય. વિ. સં. ૧૯૯૦ની સાલમાં અમદાવાદમાં મળેલ મુનિસમેલન વખતે ચાર મુનિઓની કમિટીમાં અને અંતે સમેલનને સફળ બનાવવામાં તેઓ જે કંઈ નિર્ણાયક કામગીરી બજાવી શક્યા હતા, એમાં એમના આ ગુણનો હિસ્સો નોંધપાત્ર હતો. આપણા શ્રમણ સંઘના જુદા જુદા સમુદાયો વચ્ચે જે વાડાબંધી જેવું થઈ ગયું છે, તેનાથી મહારાજશ્રી સાવ અલિપ્ત હતા. અને કોઈ પણ સમુદાય, ગચ્છ કે ફિરકાના સાધુઓ પાસે જતાં એમને ક્યારેય ક્ષોભ કે સંકોચ થતો નહીં, તેમ એમની પાસે આવવામાં પણ કોઈ સમુદાય, ગચ્છ કે ફિરકાના સભ્યોને-સાધુઓને સંકોચ ન થતો. એમના અંતરનાં દ્વાર સૌને આવકારવા માટે સદા ખુલ્લાં જ રહેતાં. અને તેથી જ તેઓ ત્યાગ-વૈરાગ્યમય સંયમજીવનનો સાચો અને અપૂર્વ આનંદ અનુભવી શકતા. મહારાજશ્રી જુનવાણીપણાની મર્યાદા અને નવા વિચારની ઉપયોગિતા બરાબર સમજી શકતા; છતાં રખે ને જ્ઞાનોદ્ધાર અને જ્ઞાનસાધનાના પોતાના જીવનકાર્યને ક્ષતિ પહોંચે, એટલા માટે જુનવાણીપણાની સાથે સંકળાઈ ગયેલા મોટા મોટા આડંબરભર્યા મહોત્સવોથી કે સુધારા માટેની જેહાદ જેવી ચળવળથી તેઓ સદા દૂર રહેતા; અને છતાં આ બાબતમાં એમના વિચારો સુસ્પષ્ટ હતા, અને અવસર આવ્યું તેઓ એને નિર્ભયપણે વ્યક્ત પણ કરતા. તેઓને મન કોઈ કામ નાનું કે નજીવું ન હતું, કામ એ કામ જ છે– ભલે પછી દુનિયાની સ્કૂલ નજરે એ નાનું હોય – અને કામની રીતે જ એ કામ કરવું જોઈએ; એમાં ઊતાવળને અવકાશ ન જ હોય : આ દષ્ટિ મહારાજશ્રીની સમગ્ર પ્રવૃત્તિઓમાં પ્રસરી રહેતી. અને તેથી તેઓ દરેક કામને ચીવટપૂર્વક કરવા ટેવાયા હતા. પોતાની જ્ઞાનસાધના અને જીવનસાધનામાં તેઓને જે વિરલ સફળતા મળી એમાં આ દષ્ટિનો પણ ભાગ સમજવો ઘટે. શિષ્યો વધારવાના, નામના મેળવવાના કે પદવી લેવાના વ્યામોહથી તેઓ તદ્દન અલિમ અને અળગા હતા. આચાર્ય પદવી માટેની પાટણ શ્રીસંઘની આગ્રહભરી વિનંતિનો તેઓએ વિનમ્રતા તેમજ દઢતાપૂર્વક ઈન્કાર કર્યો હતો. વિ. સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે તેઓને “આગમપ્રભાકર'નું બિરુદ આપ્યું તે પણ તેઓને પૂછ્યા વગર જ. વિ. સં. ૨૦૧૭માં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની જન્મશતાબ્દીની, મુંબઈમાં, અખિલ-ભારતીય ધોરણે ઉજવણી થઈ તે વખતે પણ મુંબઈના શ્રીસંઘે તથા અન્ય સ્થાનોના મહાનુભાવોએ મહારાજશ્રીને આચાર્ય પદવી માટે ખૂબ આગ્રહ કરેલો, પણ મહારાજશ્રીએ એ વખતે પણ એનો વિવેકપૂર્વક શ્રી પુય-ર્ચારિત્રમ્ | 45 Page #57 -------------------------------------------------------------------------- ________________ ઈન્કાર કર્યો હતો. છેવટે એ જ વર્ષમાં, મુંબઈમાં વરલીના જિનમંદિરની પ્રતિષ્ઠા વખતે, આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે, પોતાના સંતોષ અને સંઘના આનંદ ખાતર, મહારાજશ્રીની જાણ બહાર, શ્રીસંધ સમક્ષ, તેઓને “શ્રુતશીલવારિધિ'ની પદવી આપીને તેઓનું બહુમાન કર્યું હતું. મહારાજશ્રી જેમ જ્ઞાનની લાણી કરતા રહેતા, તેમ ધર્મની લાણી પણ તેઓ સતત કરતા રહેતા. ગમે તેવા ગંભીર કામો વચ્ચે પણ તેઓ બાળજીવોને ધર્મની વાત સમજાવવામાં ક્યારેય આનાકાની કે સમયનો લોભન કરતા. એમના અંતરમાં એ વાત બરાબર વસી ગઈ હતી કે જે વ્યક્તિ જે મેળવવા આપણી પાસે આવે તે તેને એની યોગ્યતા પ્રમાણે આપણે આપવી જ જોઈએ, કારણ કે એમનું જીવન અને ધર્મ એકાકાર બની ગયાં હતાં. એમને ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરતા કે દેરાસરમાં પ્રભુદર્શન-ચૈત્યવંદન કરતા જોવા એ એક લહાવો હતો. ત્યારે, લેશ પણ ઉતાવળ વગર, જાણે આત્મા અને પરમાત્મા વચ્ચે નિરાંતે વાતો થતી હોય એવી પ્રસન્નતા અને શાંતિ તેઓ અનુભવતા હોય, એમ જ આપણને લાગે. તેઓનું અંતર ખૂબ કરુણાભીનું હતું. કોઈનું પણ દુઃખ જોઈને એ દ્રવવા લાગતું. એમની પાસે કંઈક દુઃખી વ્યક્તિઓ સહાય માટે આવતી; અને એમના બારણેથી ખાલી હાથે કોઈ પાછો ગયો જાણ્યો નથી. જો સગવડ હોય તો લાખ રૂપિયા પણ દીન જનોનાં દુઃખ દુર કરવા માટે થોડા સમયમાં વહેંચી નંખાવે એવો દયાળુ, ઉદાર અને પરગજુ એમનો સ્વભાવ હતો. ગમે તેવી મૂંઝવણના સમયે કે સ્વજન-સાથીના વિયોગ વખતે પણ તેઓ સંસારના ભાવોને વિચારીને જે રીતે સ્વસ્થ અને શાંત રહી શકતા, તે એમણે સાધેલી સ્થિપ્રજ્ઞતાનું ફળ હતું. વિ. સં. ૨૦૨૫ના મેરુતેરશના પર્વદિને (તા. ૧૬-૧-૧૯૬૯ ના રોજ ) તેઓના ચિરસાથી પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજ્યજીના અણધાર્યા કાળધર્મ વખતે તેઓ જે સ્વસ્થતા જાળવી શક્યા, તે એમની જીવનસાધનાને બળે જ. એ વખતે તેઓએ તા. ૨૭-૧-૧૯૬૯ના રોજ લખેલ એક પત્રમાં લખ્યું હતું કે શ્રી રમણીક એકાએક અણધારી રીતે વિદાય લઈ ગયા! ઘણાં વર્ષનો આત્મીય સંબંધ એટલે સહજ ભાવે અંતરને લાગે તો ખરું જ. તે છતાં હૃદયનું ગાંભીર્ય ખોયું નથી. સંસારમાં આપણે સંસારી જેવા રહ્યા એટલે અંતરને ઉણપ લાગે તો ખરી જ. આમ છતાં હું સર્વથા સમાધિ અને શાંતિમાં છું.” સંયમ, ત્યાગ, વૈરાગ્યની નિર્મળ સાધના અને જીવનસ્પર્શ સાધુતાનાં દર્શન કરાવતા આ બોલ શ્રી પુણ્યવિજયજી મહારાજની જળકમળ જેવી સાધનાની સાક્ષી પૂરે છે. સ્વયં સમજપૂર્વક કડવાશનું પાન કરીને પોતાની સહનશીલતા, ગંભીરતા અને અનાસકિતને ચરિતાર્થ કર્યાના કંઈક પ્રસંગો મહારાજશ્રીના જીવનમાં સહજ રીતે વણાઈ ગયા હતા. અને મહારાજશ્રીની નિર્મળતા તો એમની પોતાની જ હતી! પેલું સાગરમાં તરતું બોવું જોયું છે? પાણી ગમે તેટલું વધે છતાં એ તો જળની ઉપર ને ઉપર જ રહે છે. મહારાજશ્રી પાસે પ્રાચીન પ્રતો, કળામય સામગ્રી અને પુરાતત્ત્વની વસ્તુઓનો કેવો ઉત્તમ સંગહ હતો! છતાંએ ક્યારેય મોહમાયાને જગાવીને એમના અકિંચનભાવને ખંડિત કરી નહોતો શક્યો. તેઓએ પ્રતિષ્ઠા કરાવી હતી, દીક્ષાઓ આપી હતી, અવારનવાર જ્ઞાનના સાધનો થી ૫ણ્યચારેગમ 46 Page #58 -------------------------------------------------------------------------- ________________ અને કળાની સામગ્રીનાં પ્રદર્શનો યોજ્યાં હતાં (વિ.સં. ૨૦૦૯માં અમદાવાદમાં ઓરિયેન્ટલ કોન્ફરન્સન અધિવેશન વખતે યોજેલું પ્રદર્શન ખૂબ મોટું અને ખૂબ આકર્ષક તેમજ યાદગાર બન્યું હતું), નાના-મોટા ઉત્સવોમાં પણ ભાગ લીધો હતો, અને જીવનમાં કંઈક નાનાં-મોટાં યશનામી કામો કર્યા હતાં, પણ એ બધું જ જળકમળની જેમ સાવ અલિપ્ત ભાવે ! એ માટે અહંભાવનું નામ નહીં. નમ્રતા અને જ્ઞાની પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને તેઓ, વિ. સં. ૨૦૦૪ની સાલમાં, જૈન સંઘના વીસમી સદીના દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ, આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજને ખાસ વંદના કરવા અને શાતા પૂછવા સૂરત ગયા હતા-આચાર્ય મહારાજ ત્યારે માંદગીને બિછાને હતા. એ બન્ને આગમવેત્તાઓનું મિલન જેઓએ જોયું તેઓ ધન્ય બની ગયા. ક્યારેક કોઈની સાથે નારાજ થવાનો કે કોઈના પ્રત્યે રોષ કરવાનો પ્રસંગ આવે તો પણ એવી લાગણી, જરાક પવન લાગતાં પાટી ઉપરથી રેતી સરી પડે એમ, તરત જ એમના મન ઉપરથી દૂર થઈ જતી. કષાયોનો ઘેરો રંગ કે આકરો ડંખ એમના ચિત્તને ક્યારેય કલુષિત કરી શકતો નહીં. મહારાજશ્રીની કુણાશ તો જુઓ : વિ. સં. ૨૦૦૬માં તેઓ જેસલમેર જઈ રહ્યા હતા. તે વખતે વરકાણામાં આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજીને મળવાનું થયું. એ એમનું આખરી મિલન હતું. એ વખતે આચાર્ય મહારાજની આંખોનાં તેજ શમી ગયાં હતાં. મહારાજશ્રી સહજભાવે લાગણીભીના સ્વરે કહ્યું: ‘‘આપ તો સદા પ્રકાશમાન છો; આપનાં નેત્રોનું તેજ પાછું આવવું જોઈએ.’’ એ વાતને ત્રણેક વર્ષ વીતી ગયાં. મુંબઈમાં ડોકટર ડગને આચાર્ય મહારાજની આંખે ઓપરેશન કર્યું; આંખોનું શમી ગયેલું તેજ ફરી જાગી ઉઠડ્યું. આ સમાચાર મહારાજશ્રીને એક પત્રથી અમદાવાદમાં મળ્યા. પત્ર વાંચીને અને એમાં આચાર્ય મહારાજના પોતાના અક્ષરો જોઈને મહારાજશ્રીનું હૈયું ગદ્ગદ્ થઈ ગયું. મહારાજશ્રીની આંખો હર્ષનાં આંસુ વહાવી રહી. પ્રસન્ન વૈરાગ્ય અને સંવેદનશીલ હૃદયનું આ જ પરિણામ ! અનેક દુઃખી-ગરીબ, ભાઈઓ-બહેનો તો મહારાજશ્રી પાસે આશ્વાસન અને સહાય મેળવવા આવતાં જ; પણ સાધ્વી-સમુદાયને માટે તો તેઓ વિશાળ વડલા અને વત્સલ વડીલ જેવા હતા. પોતાના સમુદાયનાં સાધ્વીજીઓને જ એમની મમતાનો લાભ મળતો એવું નથી. કોઈ પણ સમુદાય કે ગચ્છનાં સાધ્વીજીઓ એમની પાસે સંકોચ વગર જઈ શકતાં અને એમની પાસેથી દરેક જાતની સહાય મેળવી શકતાં, એટલું જ નહીં, પોતાની મૂંઝવણ, ભૂલ કે જરૂરિયાત વિશ્વાસપૂર્વક તેઓને કહી શકતાં. આવી બાબતમાં તેઓ સાગર સમા ગંભીર અને મેઘ સમા ઉપકારી હતા. જેઓને મહારાજશ્રીના નજીકના પરિચયમાં આવવાનો અવસર મળ્યો છે, તેઓ જાણે છે કે વયોવૃદ્ધ સાધ્વીજીઓના ધર્મપુત્ર, મોટાં સાધ્વીજીઓનાં ધર્મબંધુ અને નાની ઉંમરનાં સાધ્વીજીઓનાં ધર્મપિતા બનીને એમની દરેક રીતે સંભાળ રાખવી એમને પોતાનો વિકાસ સાધવાનું પ્રોત્સાહન આપવું એ મહારાજશ્રીને માટે બહુ સહજ હતું. આવી કે બીજી કોઈ પણ બાબતમાં જ્ઞાનીપણાનો ભાર એમના મમતાભર્યા વ્યવહારની આડે ન આવી શકતો. સાધ્વી-સમુદાયના ઉત્કર્ષની વાત મહારાજશ્રીના હૈયે કેવી વસેલી હતી એ અંગે તેઓએ કહ્યું હતું કે– શ્રી પુણ્યરિત્રમ્ 47 Page #59 -------------------------------------------------------------------------- ________________ ‘‘પાટણ, માતર આદિમાં સાધ્વી, મહત્તરાની પ્રાચીન મૂર્તિઓનાં દર્શન થાય છે, છતાં આશ્ચર્ય તો એ જ કે કોઈ પણ એવી શાસનપ્રભાવિકા મહત્તરા, ગણિની કે સાધ્વીની જીવનકથા આજે આપણા સામે નથી. એક રીતે જૈન વાડ્મયમાં આ ખામી જ છે. અસ્તુ. વર્તમાન યુગમાં અનેક સાધ્વીઓનાં નાનાં-મોટાં જીવન ચરિત્રો લખાઈ રહ્યાં છે એ હર્ષની વાત છે.’’ (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૩૨) વળી, આજ મુદ્દાને અનુલક્ષીને મહારાજશ્રીએ મુંબઈમાં, ભાયખલામાં, તા. ૨૨-૨-૧૯૭૧ના રોજ કહેલું કે— ‘‘આચાર્ય ભગવાને (આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે ) એક કાળે, શાસ્ત્રના એક આદેશને ધ્યાનમાં લઈને, સાધ્વીઓના વ્યાખ્યાનનો અને કલ્પસૂત્રના વાચનનો નિષેધ કર્યો હતો. અને પછી, બદલાયેલી પરિસ્થિતિનો અને લાભાલાભનો તેમજ સાધ્વીસમુદાયના વિકાસનો વિચાર કરીને, તેઓએ પોતે જ એની પોતાના આજ્ઞાવર્તી સાધ્વીસમુદાયને અનુમતિ આપી હતી. આ વાતનું મહત્ત્વ સૌ કોઈએ આ દૃષ્ટિએ અવધારવું ઘટે. આચાર્ય મહારાજની સમયજ્ઞતા એવી વિવેકભરી અને જાગૃત હતી કે, જો એમને એમ લાગ્યું હોત કે, સાધ્વીવર્ગને આવી છૂટ આપવાથી શાસનને નુકશાન થવાનો સંભવ છે, તો આ છૂટને પાછી ખેંચી લેતાં તેઓ ખમચાત નહીં. પણ તેઓએ આવું કોઈ પગલું ભર્યું ન હતું. એટલે આપણા સાધ્વીસંઘને શ્રાવકસંઘની સમક્ષ પણ વ્યાખ્યાન આપવાની તેમજ એને કલ્પસૂત્રનું વાચન કરવાની જે અનુમતિ તેઓએ આપી હતી તેથી એકંદરે જૈન સંઘને લાભ જ થયો છે.’’ (‘બે મહત્ત્વનાં પ્રવચનો', પૃ. ૭) ન ધર્મને અને ધાર્મિકતાને વ્યાપક દષ્ટિએ સમજવાની જરૂરનું સૂચન કરતાં મહારાજશ્રીએ કહ્યું છે કે– ‘‘આજે એ સમય આવી લાગ્યો છે, જ્યારે ધર્મપાત્ર વ્યાપક રીતે મનુષ્યને એના જીવનવિકાસમાં કઈ રીતે સહાયક બને એ દરેક વિજ્ઞ મનુષ્ય સ્થિતપ્રજ્ઞ બની વિચારવું જ જોઈએ અને તો જ ત્યાગ, તપ અને સમભાવરૂપ વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતા આપણા જીવનમાં સ્થાન લઈ શકશે. એ સિવાય, પોતપોતાના માનેલા સંપ્રદાયની રીતિ પ્રમાણે, બાહ્ય ક્રિયાના વાધા ગમે તેટલા નજરે દેખાય, પરંતુ સાચી ધાર્મિકતા તો મરી જ જશે. આજની આપણા સૌની જીવનચર્ચાનો વિચાર કરવામાં આવે તો આપણને, કદાચ સાર્વત્રિક ન કહીએ તો પણ, આપણા મોટા ભાગની ધાર્મિકતા તો મરી ગયેલી જ દેખાશે. આનું મુખ્ય કારણ બીજું એકેય નથી, પણ આપણે સૌએ સાંપ્રદાયિક અને સામુદાયિકતાના સંકુચિત અને અતિસંકુચિત કૂવામાં પડીને આપણી વિજ્ઞાનવૃત્તિ અને સમભાવના વિશાળ તત્વને જીવનમાંથી ભુલાવી દીધું છે, એ છે.’’ (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૧૭૬) આવી ધાર્મિકતાનેસમજવા અને જીવનમા ઉતારવા માટે મહારાજશ્રી સદાસર્વદા પ્રયત્નશીલ રહેતા અને કોઈપણ નિમિત્તે આત્મધનનું અપહરણ કરી જનાર તસ્કર અંદરથી જાગી ન ઊઠે કે બહારથી પેસી ન જાય એ માટે નિરંતર જાગૃતિ રાખતા : એવું અપ્રમત્ત એમનું જીવન હતું. 1 બાળક જેવી નિર્દોષતા તેઓને સહજસિદ્ધ હતી. મહારાજશ્રીની અંતર્મુખદષ્ટિ અને જીવનજાગૃતિનો એક પ્રસંગ જાણવા જેવો છે ઃ એક વાર મહારાજશ્રીને તાવ આવ્યો. તાવ ઘણો આકરો અને અસહ્ય બની જાય ત્રી. પુષ્યરિત્રમ્ 48 Page #60 -------------------------------------------------------------------------- ________________ એટલો વધારે હતો. મહારાજશ્રી બેચેન બનીને ક્યારેક બૂમ પાડી ઊઠતા. એક વાર તો એ બોલી ઊઠ્યા કે “ આપણું અધ્યાત્મ ખોવાઈ ગયું! એ કેવું નબળું સમજવું!'' હું એ વખતે હાજર હતો. મને થયું, જેમને પોતાના અધ્યાત્મની શકિત-અશક્તિનો આટલો ખ્યાલ હોય એમનું અધ્યાત્મ નબળું કે ખોવાઈ ગયેલું કેવી રીતે ગણી શકાય? એ પ્રસંગ અંતરમાં કોતરાઈ ગયો. અંગત પરિચયની થોડીક વાત મહારાજશ્રીનાં દર્શન પહેલવહેલાં ક્યારે કર્યા એ તો સ્પષ્ટપણે સાંભરતું નથી; વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મુનિસંમેલન થયું તે વખતે, એમનાં દર્શન કરવાનો અવસર મળ્યો હોય. પણ એટલું બરાબર સાંભરે છે કે મુનિ સંમેલને જે પટ્ટક તૈયાર કર્યો હતો, એનું મૂળ લખાણ મહારાજશ્રીના હસ્તાક્ષરમાં લખાયું હતું. અને એના ઉપર જ આઠ આચાર્યો અને એક મુનિવર, એમ નવ શ્રમણભગવંતોની સહીઓ લેવામાં આવી હતી. . આ સંમેલને જૈનધર્મ ઉપર થતા આક્ષેપોનો પ્રતિકાર કરવા માટે “શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ” નામે એક સંસ્થાની સ્થાપના કરી હતી. અને આ સમિતિ તરફથી “શ્રી જૈન સત્ય પ્રકાશ' નામે એક માસિક શરૂ કરવામાં આવ્યું હતું. ત્રિપુટી મહારાજ તરીકે જૈન સંઘમાં વિખ્યાત બનેલા વિદ્વાન મુનિરાજ શ્રી દર્શનવિજયજી આદિની ભલામણથી હું સમિતિ સાથે જોડાયો અને એના માસિકના સંચાલન-સંપાદનનું કામ સંભાળવા લાગ્યો. મને લાગે છે કે, આ નવી કામગીરી સંભાળતાં સંભાળતાં પત્રવ્યવહાર દ્વારા મહારાજશ્રીના સંપર્કમાં આવવાનું બન્યું. આ પછી બે-ત્રણ વર્ષે મુનિરાજ શ્રી દર્શનવિજયજી મહારાજ વગેરે પાટણ ગયા ત્યારે હું પણ પાટણ ગયેલો. મહારાજજીનો કંઈક નિકટથી પરિચય મેળવવાનો મારે માટે એ પહેલો જ અવસર હતો. પણ એ વખતે તેઓએ એવું હેત દાખવ્યું કે જાણે હું લાંબા વખતથી એમનો પરિચિત ન હોઉં. મહારાજશ્રીને મન ન કોઈ પોતાનો છે, ન કોઈ પરાયો છે, ન કોઈ અપરિચિતએમના અભંગ દ્વારે સૌને સદા વાત્સલ્ય અને ઉલ્લાસભર્યો સમાન આવકાર મળતો. મહારાજશ્રીએ કબાટો, પેટીઓ અને પોથીઓ ઉઘાડી ઉઘાડીને મને કંઈ કંઈ અવનવી વસ્તુઓ મમતાપૂર્વક બતાવેલી, એ આજે પણ સારી રીતે સાંભરે છે. પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા પૂજ્ય ચતુરવિજયજી મહારાજની અમીદષ્ટિનો લાભ પણ આ વખતે જ મળેલો. આ પછી મહારાજશ્રીનો પરિચય ઉત્તરોત્તર વધતો ગયો. વિ.સં. ૨૦૦૬માં તેઓ જેસલમેર ગયા ત્યારે ત્યાંની કામગીરીની માહિતી આપતા પત્રો તેઓ અવારનવાર મને લખતા રહેતા. જેલમેરથી પાછા ફરતા સ્થાનકમાર્ગી ફિરકાના ઉદાર, સહૃદય, વિદ્વાન અને સ્વતંત્ર ચિંતક સંત ઉપાધ્યાય શ્રી અમરમુનિજી (કવિજી મહારાજ) તથા શ્રી મદનલાલજી મહારાજ સાથે મહારાજશ્રીને જે ધર્મ સ્નેહભર્યો હાર્દિક સંબંધ ગાઢ થયેલો એની વિગતો પાલનપુરમાં ખુદ શ્રી અમરમુનિજી તથા શ્રી મદનલાલજી મહારાજના મુખેથી સાંભળીને અંતર ગદ્ગદ્ થઈ ગયું અને લાગ્યું કે મહારાજશ્રીના હૃદયની વિશાળતા સાચે જ સાગર જેવી છે એ વર્ષનો સંકેત તો એવો હતો કે મહારાજશ્રી તથા આ મુનિવરો પાલનપુરમાં સાથે જ ચોમાસુ કરે અને આગમ-સંશોધન તથા બીજાં સાહિત્ય-કાર્યો અંગે વિચાર-વિનિમય કરે. પણ વચમાં કંઈક અણધાર્યો વિક્ષેપ એવો આવ્યો કે, આ શક્ય ન બન્યું. તેઓનું ચોમાસું પાલનપુરમાં થયું; મહારાજશ્રી અમદાવાદમાં ચોમાસું રહ્યા. વિ. સં. ૨૦૦૮ની આ વાત. આ પછી, વિ. સં. ૨૦૧૮નું ચોમાસુ મહારાજશ્રીએ પોતાના વતન કપડવંજમાં કર્યું એ એક વર્ષને બાદ કરતાં, છેક શ્રી પુણ્યચરિત્રમ્ 49 Page #61 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૨૦૨૩ સુધીનાં બધાં ચોમાસાં મહારાજશ્રીએ અમદાવાદમાં કર્યા, એટલે એમની વધુ નિકટમાં આવવાનો વિશેષ લાભ મળતો રહ્યો. વિ. સં. ૨૦૧૭માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે, મહારાજશ્રીના માર્ગદર્શન નીચે, મૂળ આગમસૂત્રો પ્રકાશિત કરવાની યોજના શરૂ કરી અને હું, એની વ્યવસ્થા સંભાળવા, સહમંત્રી તરીકે વિદ્યાલયમાં જોડાયો. આથી વિ. સં. ૨૦૧૭થી ૨૦૧૭ સુધી મહારાજશ્રીને બહુ જ નિકટથી જોવા-જાણવાનો, એમના વાત્સલ્યના મહેરામણ સમા અંતરને અનુભવવાનો અને એમની વિદ્વતાથી સુરભિત સાધુતા અને સાધુતાથી શોભતી વિદ્વત્તાનાં દર્શન કરવાનો જે અવસર મળ્યો તે ખરેખર અપૂર્વ અને જિંદગીના અમૂલ્ય લહાવારૂપ છે. મોટે ભાગે તો ‘ડુંગરા દૂરથી રળિયામણા' એ કહેવતની જેમ, સમાજમાં, ધર્મમાં કે દેશમાં મોટી ગણાતી વ્યક્તિઓમાં પણ મોટા ભાગની એવી હોય છે કે જેમ જેમ એમનો નિકટનો પરિચય થતો જાય તેમ તેમ એમની મોટાઈ અંગેની આપણી માન્યતા નકામી સાબિત થતી જાય છે અને તેઓ ખરે વખતે ફટકિયા મોતી જેવા પુરવાર થતા લાગે છે, એટલું જ નહીં, એમની કંઈ કંઈ ક્ષતિઓ આપણી આગળ છતી થતી જાય છે. પણ મહારાજશ્રીની બાબતમાં મારો તેમજ એમના પરિચયમાં આવનાર સૌ કોઈનો પણ અનુભવ આથી સાવ જુદો છે. જેમ જેમ એમનો વધુને વધુ નિકટનો પરિચય થતો ગયો, તેમ તેમ એમના વધુને વધુ ગુણોની છાપ અંતર પર પડતી ગઈ. એમની નિખાલસતા તો એમની જ હતી ! ઘણીવાર તો એમની રહેણીકરણી જોઈને એ જ સવાલ થઈ આવતો કે મહારાજશ્રીની સાધુતા વધે કે વિદ્વતા! સાચે જ, ચંદન જેમ વધુ ઘસાય તેમ વધુ સુગંધ પ્રસરાવે, એવું ભવ્ય અને દિવ્ય તેઓશ્રીનું જીવન હતું. કોઈને પણ ના પાડવાનો કે કોઈના નાના-મોટા ગમે તેવા કામ માટે પણ સમયની કૃપણતા કરવાનો મહારાજશ્રીનો સ્વભાવ જ ન હતો. આથી આગમ-સંશોધનના કામમાં વિક્ષેપ આવી જતો જોઈને હું અકળાઈ જતો, અને રૂબરૂમાં કે તેઓ બહારગામ હોય તો પત્ર લખીને, અવારનવાર ફરિયાદ કરતો જ રહેતો. પણ સંતપુરુષ પોતાને આંગણેથી કોને જાકારો આપે, ભલા-જગતના સર્વ જીવોને પોતાના મિત્ર માનવાનું એમનું જીવનવ્રત હતું જે? એટલે મારી ફરિયાદને ભાગ્યે જ દાદ મળતી. છતાં ઘણીવાર મહારાજશ્રી આત્મવિશ્વાસપૂર્વક એવું આશ્વાન આપતા કે આ બાબતમાં તું નકામી ચિંતા કરે છે. હું ચોર્યાશી વર્ષ જીવવાનો છું અને આગમસંશોધનનું કામ મારે હાથે જરૂર પૂરું થવાનું છે! એ શબ્દો ખાલી શબ્દો જ રહ્યા અને મહારાજશ્રી ૭૬ વર્ષની ઉમેર જ સ્વર્ગવાસી થયા, એ વાતના વિચારથી હજી પણ જ્યારે મન ઉદાસ બની જાય છે, ત્યારે એને એક જે વિચારથી આશ્વાસન મળે છે કે આવા મહાન, વિદ્વાન અને પવિત્ર સંત પુરુષનો આટલો સત્સંગ થયો, એ કંઈ ઓછા સદ્ભાગ્યની વાત છે ! બાકી તો, સંસારમાં કોનું ધાર્યું થયું છે અને કોની ઈચ્છાઓ પૂરી થઈ છે? સંસારનું નામ જ અસ્થિરતા ! ખંભાતનો વિહાર, પં. શ્રી રમણીકવિજયજીનો સ્વર્ગવાસ વિ.સં. ૨૦૨૪નું ચોમાસું પૂરું થયું એટલે આગમ-સંશોધનના કાર્યને વેગ આપવા મહારાજશ્રી અમદાવાદ પાછા ક્યારે ફરે એની અમે સૌ કાગના ડોળે રાહ જોતા હતા. પણ અમારી ભાવના સફળ ન થઈ શકે એવો આદરસ્નેહભર્યો અને અમને પણ ગમી જાય એવો મીઠો અવરોધ વડોદરાના સંઘે ઊભો કર્યો એના અમે પણ ઉલ્લાસથી શ્રી પુયર્ચારિત્રમ્ 50; Page #62 -------------------------------------------------------------------------- ________________ સહભાગી બન્યા હતા એ જ વર્ષે, ત્રણેક માસ બાદ, વિ. સં. ૨૦૨૫ના માહવદિ પાંચમના રોજ, મહારાજશ્રીને દીક્ષા લીધાને ૬૦ વર્ષ પૂરાં થતાં હતાં, એ નિમિત્તે વડોદરાના સંઘે મહારાજશ્રીનો દીક્ષાપર્યાય ષષ્ઠિપૂર્તિ-સમારોહ ઊજવવાનું નક્કી કર્યું હતું. એટલે તે પહેલાં મહારાજશ્રી અમદાવાદ પાછા આવે એ શક્ય ન હતું. આ સામે અમારાથી તો કંઈ બોલી કે ફરિયાદ કરી શકાય એમ હતું જ નહીં. અમને પણ એનો ઘણો આનંદ અને ઉલ્લાસ હતો. વચલા સમયમાં મહારાજશ્રીએ ખંભાતનો શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડાર તપાસીને વ્યવસ્થિત કરવા ખંભાત જવાનું નક્કી કર્યું, અને વચમાં તેઓના વયોવૃદ્ધ શિષ્ય મુનિરાજ શ્રી જયભદ્રવિજયજીના વતન ગંભીરા ગામના દેરાસરને ૧૦૦ વર્ષ પૂરાં થયાં હતાં, એ નિમિત્તે ત્યાં યોજવામાં આવેલ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું નક્કી કર્યું. એ કામ પતાવીને મહારાજશ્રી ખંભાત ગયા. ત્યાં ત્રણેક અઠવાડિયાં સ્થિરતા કરીને, ભંડારને સરખો કરવાનું કામ પતાવીને, તેઓએ વડોદરા તરફ વિહાર કર્યો. આ વખતે મહારાજશ્રીના ૬૦ વર્ષના દીક્ષા પર્યાયની સમાપ્તિ નિમિત્તે વડોદરામાં યોજાયેલ સમારોહ પ્રસંગે મહારાજશ્રીને અર્પણ કરવાના “જ્ઞાનાંજલિ” ગ્રંથનું મુદ્રણનું કામ ચાલુ હતું. આ ગ્રંથ માટે મારે મહારાજશ્રીનો કંઈક વિસ્તૃત પરિચય લખવાનો હતો. એટલે એ અંગેની વિશેષ માહિતી મેળવવા હું બે દિવસ માટે ખંભાત ગયો અને મહારાજશ્રી તેમ જ પંન્યાસ શ્રી રમણીકવિજયજી પાસેથી બની તેટલી માહિતી મેં નોંધી લીધી. મહારાજશ્રીને માટે પંન્યાસ શ્રી રમણીકવિજયજી મહારાજ તો, કાયાની છાયાની જેમ, અભિન્ન હતા અને મહારાજશ્રીની સંભાળ રાખવાનું સંઘોપકારક કાર્ય તેઓ પૂરા આદર અને સ્નેહથી કરતા હતા. આ વિદ્યાવ્યાસંગી મુનિવર ખૂબ સરળ અને ઉદાર હતા. અમારા બે વચ્ચે ઠીક ઠીક ગાઢ ધર્મસ્નેહ રચાઈ ગયો હતો; મારા માટે તેઓ વાતના વિસામારૂપ હતા. પંન્યાસ શ્રી રમણીકવિજ્યજીની તબિયત બરાબર રહેતી નહોતી. એમને કંઈક હદયની પણ તકલીફ હતી. ચોમાસું પૂરું થયું એ અરસામાં મુંબઈના કાર્યકરોએ શ્રી પુણ્યવિજયજી મહારાજને, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી કરવાની યોજનાને વેગ મળે એટલા માટે, મુંબઈ પધારવાની વિનંતી કરવાનું નક્કી કર્યું હતું, અને એ માટે શરૂઆતમાં મહારાજશ્રીને કાગળો પણ લખ્યા હતા. આ રીતે મુંબઈ જવાનો એક નવો વિચાર શરૂ થયો એટલે પંન્યાસ શ્રી રમણીકવિજયજીને ક્યારેક થયું કે હૃદયની તકલીફના નિદાન અને ઉપચાર માટે મુંબઈ જવાનું થાય તો ઠીક. શ્રી પુણ્યવિજયજી મહારાજ તો, પોતાનાં અનેકવિધ સંશોધનકામોને લીધે, મુંબઈ જવાનો વિચાર સરખો કરે એમ ન હતા, પણ, પંન્યાસ શ્રી રમણીકવિજયજીની તબિયતની દષ્ટિએ, તેઓને પણ મુંબઈ જવાનો વિચાર ધ્યાન આપવા જેવો લાગ્યો. પણ એટલામાં ખંભાતથી પાછા ફરતાં, તેઓ વડોદરા પહોંચે તે પહેલાં જ, છાણી મુકામે, મેરુ તેરશના પર્વદિને, પંન્યાસ શ્રી રમણીકવિજયજી મહારાજ એકાએક કાળધર્મ પામ્યા! પછી તો અમને તથા બીજાઓને પણ લાગ્યું કે હવે મહારાજશ્રી મુંબઈ તરફ વિહાર કરવાને બદલે અમદાવાદ તરફ જ વિહાર કરશે. વડોદરાના મહારાજશ્રીની દીક્ષાના સાઠ વર્ષનો સમારોહ કયારે પૂરો થાય અને મહારાજશ્રી ક્યારે અમદાવાદ તરફ વિહાર કરે એની જ અમે 5; શ્રી પુણ્યચરિત્રમ્ Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રતીક્ષા કરી રહ્યા. છેલ્લાં બે વર્ષ મુંબઈમાં વડોદરાનો સમારોહ સુંદર રીતે પૂરો થયો એટલે શ્રી પોપટલાલ ભીખાચંદ, શ્રી જેસિંગલાલ લલ્લુભાઈ અને શ્રી જયંતિલાલ મણિલાલ ઘડિયાળી-એ મુંબઈના ત્રણ આગેવાનો મહારાજશ્રીને વિનંતી કરવા તા. ૯૩-૬૯ના રોજ વડોદરા પહોંચ્યા. વચલા સમયમાં મહારાજશ્રીના મનમાં મુંબઈ જવું કે નહીં એનું મંથન ચાલતું હતું, અને સામાન્ય રીતે અમને એવા સંકેત મળતા હતા કે તેઓનું મન મુંબઈ તરફ વિહાર કરવાનું નથી. પણ ભાવીનો સંકેત કંઈક જુદો જ હતો. ભવિતવ્યતાના એ ભેદને પામવાનું આપણું ગજું શું? આમાં પણ એમ જ મુંબઈના આગેવાનો વડોદરા આવ્યા તે દિવસે મહારાજશ્રીએ મને પણ વડોદરા બોલાવ્યો. તેઓએ હજુ કશો નિર્ણય કર્યો ન હતો અને તેઓનું મન ખુલ્લું હતું, એટલે મુંબઈ તરફ વિહાર કરવા સામે મારે જે કંઈ કહેવું હોય એ કહેવાની તક આપવા માટે મને વડોદરા બોલાવ્યો હશે, એમ માનું છું. મને તો સતત એક જ વિચાર સતાવતો હતો કે આગમ-સંશોધનનું કામ શરૂ કર્યો નવેક વર્ષ થઈ જવા છતાં એ કામની પ્રગતિ ઠીક ઠીક ધીમી હતી, અને મહારાજશ્રીના હાથે અને તેઓની દેખરેખ નીચે એ કાર્ય જેટલું સર્વાગ સંપૂર્ણ થઈ શકશે એટલું બીજાના હાથે નહીં જ થઈ શકે; આ કાર્ય માટે મહારાજશ્રી જેવી સજ્જતા, સૂઝ અને સમર્પણવૃત્તિ બીજા કોઈમાં હોય એમ મને લાગતું ન હતું. તેથી મારો મત તો સ્પષ્ટ હતો કે મહારાજશ્રીએ મુંબઈ તરફના વિહારનો વિચાર જતો કરીને બને તેટલાં વહેલાં અમદાવાદ પધારવું જોઈએ. મેં મારી વાત કંઈક આવેશ સાથે રજૂ કરી. આ બાબતમાં મને એક બીજા વિચારથી પણ બળ મળ્યું હતું : ત્રણ કે ચાર દિવસ પહેલાં મારે કોઈ કામસર શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ પાસે જવાનું થયેલું ત્યારે મેં તેઓને વિનંતી કરી કે મહારાજશ્રી મુંબઈ તરફ વિહાર ન કરતાં અમદાવાદ પધારે એવી વિનંતી આપ પત્ર લખીને કરો. તેઓએ મારી વિનંતી માન્ય કરી અને બીજા દિવસે પત્ર પણ લખ્યો. હું વડોદરા રવિવારે ગયો હતો એટલે મને વિશ્વાસ હતો કે મારા વડોદરા પહોંચતા પહેલાં શનિવારે મહારાજશ્રીને શેઠશ્રીનો પત્ર મળી જ ગયો હશે, એટલે હું મારી વાત ભારપૂર્વક રજૂ કરી શકીશ. તેથી મેં વડોદરા પહોંચીને મહારાજશ્રીને પહેલું આ કાગળ બાબત પૂછ્યું. તેઓએ ના કહી. જવાબ સાંભળીને હું નિરાશ થયો. પાછળથી જાણવા મળ્યું કે, મને મારી વાત રજૂ કરવામાં સહાયક થઈ પડે એવો, શ્રીયુત્ત શ્રી ફૂલચંદભાઈ શામજીએ મુંબઈથી મહારાજશ્રીને લખેલો પત્ર પણ તેઓને શનિવારે મળી જવો જોઈતો હતો તે નહોતો મળ્યો. આ કાગળમાં તેઓએ મહારાજશ્રીને મુંબઈ પધારવાની આગ્રહભરી વિનંતી કરવાને બદલે આ બાબતમાં અનુકુળ લાગે એવો નિર્ણય સુખેથી લેવાનું લખ્યું હતું. પણ બનવાકાળ જ જુદો હતો એટલે આ બંને કાગળો મોડા પચા! છતાં મેં મહારાજશ્રીને તથા મુંબઈના આગેવાનોને મારે જે કહેવું હતું તે સ્પષ્ટ રૂપે અને ભારપૂર્વક કહ્યું. મુંબઈના ભાઈઓ નારાજ થાય એવી કંઈક વાત પણ મારા મોંએથી નીકળી પડી ! મને તો એમ જ થતું હતું કે શાસનને નુકશાન પહોંચે એવી આ કેવી વાત આપણે કરી રહ્યા છીએ ! મુંબઈના ભાઈઓએ પોતાની વાત કરી. અમારી આ બધી વાત અમે મહારાજશ્રીની રૂબરૂ કરી અને અમારું કામ પૂરું થયું. મહારાજશ્રીએ પોતાનો નિર્ણય થી પુણ્યસ્ચરેસમ 52 Page #64 -------------------------------------------------------------------------- ________________ રાતના પ્રતિક્રમણ પછી જણાવવાનું કહ્યું. રાત્રે મહારાજશ્રીએ મુંબઈ તરફ વિહાર કરવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. આ સાંભળીને હું તો, જાણે કોઈ હોનારત બની હોય એમ, સ્તબ્ધ થઈ ગયો. આવો નિર્ણય સાંભળવા મારું મન તૈયાર ન હતું. હું ખૂબ ખિન્ન અને નિરાશ થઈ ગયો. પણ હવે મનની વાત કે વેદનાને વ્યક્ત કરવાનો કોઈ અવકાશ ન હતો. જેઓના સ્વાસ્થને માટે મુંબઈ જવાનો વિચાર જન્મ્યો હતો, તે પંન્યાસ શ્રી રમણીકવિજયજીનો સ્વર્ગવાસ થવા છતાં મુંબઈ જવાનો નિર્ણય થયો એ ભવિતવ્યતાયોગ પણ કેવો અજબ કહેવાય! પણ એ યોગને માથે ચડાવવો જ રહ્યો. મહારાજશ્રીએ તા. ૨૪-૩-૬૯ના રોજ મુંબઈ તરફ વિહાર કર્યો અને ત્રણેક મહિના બાદ, તા.૨૬-૬-૬૯ના રોજ, તેઓ મુંબઈ પહોંચી ગયા. મહારાજશ્રી અડધી સદી કરતાં પણ વધુ સમય બાદ, બાવન વર્ષે, મુંબઈ પધાર્યા હતા. શ્રીસંઘે તેઓનું ભાવભર્યું સ્વાગત કર્યું. સંઘમાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો. તા. ૨૯-૬-૬૯ના રોજ તેઓ ગોડીજીના ઉપાશ્રયે પધાર્યા. મહારાજશ્રીનું ચાતુર્માસ વાલકેશ્વરમાં નકકી થયું હતું. તેઓ તા. ૬-૭-૬૯ના રોજ વાલકેશ્વર પધાર્યા. પહેલું ચોમાસુ પૂરું થયા બાદ, તા. ૧૧-૧-૭૦ના રોજ સવારના, મહારાજશ્રીના સાંનિધ્યમાં, જન્મશતાબ્દીની ઉજવણીના કાર્યને વેગ આપવા મુંબઈના કાર્યકરો, બહારગામના પ્રતિનિધિઓ અને જન્મશતાબ્દી માટે કેટલાક મહિના પહેલાં રચાયેલ એડહોક કમીટીના સભ્યોની સભા મળી. આ સભા ઉજવણીના આકારપ્રકાર અને એ માટેની યોજનાને નિશ્ચિત રૂપ આપવા માટે ખૂબ ઉપયોગી બની રહી. આમાં એડહોક કમીટીનું વિસર્જન કરીને અખિલ ભારતીય ધોરણે જન્મશતાબ્દી સમિતિની રચના કરવામાં આવી; એના સભ્યપદનું લવાજમ રૂા. ૫૧ નકકી કરીને એ રકમ ઉજવણીના ખર્ચમાં વાપરવાનું ઠરાવવામાં આવ્યું; અને, આ પ્રસંગના રચનાત્મક કાર્યરૂપે ‘આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટની સ્થાપના કરીને ત્રણ હજાર રૂપિયાનો એક એવા ટ્રસ્ટ-સ્કોલરો નોંધવાનું ઠરાવવામાં આવ્યું. આ સભાની પહેલાં અને પછી પણ કાર્યકરો અવારનવાર મહારાજશ્રી પાસેથી માર્ગદર્શન મેળવતા રહેતા. મહારાજશ્રીનો જીવનરસ તો શાસ્ત્રસંશોધનનો હતો એ એનું એમને માટે શ્વાસ અને પ્રાણ જેટલું મૂલ્ય હતું, એટલે મુંબઈમાં પણ એ કામ તો ચાલતું જ રહ્યું. જન્મશતાબ્દીની તૈયારીના કામમાં તો તેઓ માગી સલાહ જ આપતા; પણ કાર્યકરોને માટે તો એમની હાજરી જ ઉત્સાહ પ્રેરવા માટે બસ હતી. પહેલું ચોમાસુ તેઓએ સુખ-શાંતિથી પૂરું કર્યું; તબિયત પણ એકંદર સારી રહી. આ દરમ્યાન પન્નાઓના સંશોધનનું કામ ચાલતું રહ્યું. તેઓનું બીજું ચોમાસુ પણ વાલકેશ્વરમાં જ થયું. પણ મુંબઈના એક વર્ષના રહેવાસ પછી મહારાજશ્રીને શરીરમાં અવારનવાર નાની-મોટી ફરિયાદ થઈ આવતી; અને એના જરૂરી ઉપચાર પણ કરાવવામાં આવતા. પણ તેઓ આ માટે વિશેષ ચિંતા ન સેવતા. અને સંશોધનનું કામ તો ચાલતું જ રહેતું, પણ એ માટે પૂરતો સમય ભાગ્યે જ મળતો. બીજું ચોમાસુ પૂરું થવાનું હતું એ અરસામાં શરીરની અસ્વસ્થતાની ફરિયાદકંઈક વધી ગઈ. મહારાજશ્રી કયારેક ક્યારેક એવી ફરિયાદ કરતા કે હમણાં હમણાં સ્કૂર્તિ ઓછી દેખાય છે, સૂઈ રહેવાનું મન થાય છે અને કામમાં મન પૂરું લાગતું નથી. આનો પણ કંઈક ને કંઈક ઉપચાર તો થતો જ રહેતો. પણ મહારાજશ્રીએ, અમે કે શ્રી પુણ્યચરિત્રમ્ 53 Page #65 -------------------------------------------------------------------------- ________________ બીજા કોઈએ પણ આ વાતને ગંભીર ન લેખી. પણ આજે લાગે છે કે એ ભૂલ હતી. આ દરમ્યાન પણ પયજ્ઞાઓના સંશોધનનું તથા પત્રવણાસૂત્રની પ્રસ્તાવનાને તપાસવા-સુધારવાનું કામ તો યથાસમય-શક્તિ ચાલુ જ હતું. વિ.સં. ૨૦૨૭ના કારતક સુદિ બીજથી આઠ દિવસ માટે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની જન્મશતાબ્દીનો નાનો ઉત્સવ ભાયખલાથી શરૂ કરીને ગોડીજીના દેરાસર-ઉપાશ્રયમાં રાખવામાં આવ્યો હતો. મહારાજશ્રી આ કામ માટે જ મુંબઈ આવ્યા હતા એટલે આ બધા પ્રસંગોમાં તેઓ હાજર રહ્યા. દરમ્યાનમાં કારતક સુદિ ૫ ના( જ્ઞાનપંચમીના પર્વ દિને) મહારાજશ્રીનો જન્મદિવસ હતો. એ દિવસે તેઓને ૭૧ વર્ષ પૂરાં થતાં હતાં, એટલે તેઓને અભિવાદન કરવાનો એક સાદો સમારોહ ગોડીજીના ઉપાશ્રયમાં, આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીના સાંનિધ્યમાં, યોજવામાં આવ્યો હતો, આ પ્રસંગે ખાસ હાજર રહીને શ્રી અમૃતલાલ યાજ્ઞિક તથા ડા. પ્રો. વી. એમ.કુલકર્ણીએ મહારાજશ્રીને પોતાની ભાવભરી અંજલિ અર્પણ કરી હતી.આ સમારોહમાં હાજર રહેવાનો અને ભાગ લેવાનો મને પણ લાભ મળ્યો હતો. આઠ દિવસનો ઉત્સવ પૂરો થતાં મહારાજશ્રી વાલકેશ્વર પાછા ફર્યા ત્યારે દેખાતું હતું કે એમની તબિયત જોઈએ તેવી ન હતી. વિ. સં. ૨૦૨૭ના કારતક સુદિ ૧૫ના રોજ, વાલકેશ્વરમાં જ, ‘સમ્રાટ અશોક' સોસાયટીની મેમ્બર ભાઈઓની વિનંતિથી, પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિની સાથે પાટણવાળા શ્રી ચીમનલાલ વમળજી ઝવેરીના બંગલે ચાતુર્માસ પરિવર્તન કર્યું તો ખરું, પણ એ સ્થાને પહોંચીને વ્યાખ્યાન આપ્યા બાદ, પેશાબની રુકાવટની તકલીફ એકાએક વધી જવાને કારણે, તેઓને બોમ્બે મેડીકલ સેન્ટરમાં દાખલ કરવા પડડ્યા. એમ લાગે છે કે મહારાજશ્રીની તબિયત ક્રમે ક્રમે ચિંતાકારક બનતી ગઈ એની શરૂઆત આ રીતે થઈ. આ પછી તેઓને હરસની તકલીફ થઈ આવી. હરસને કારણે વેદના તો બહુ ન થતી, પણ અવારનવાર ઠલ્લામાં લોહી પડતું રહેતું; ક્યારેક તો લોહીની માત્રા ચિંતા થઈ આવે એટલી વધી જતી-જાણે ધીમે ધીમે શરીરની તંદુરસ્તી જોખમાતી જતી હતી અને એમાં અશક્તિ માળો ઘાલતી જતી હતી. આ દરમ્યાન જન્મશતાબ્દીની અખિલ-ભારતીય ધોરણે ઉજવણી કરવાનો મુખ્ય અવસર આવી પહોંચ્યો. આ માટે સને ૧૯૭૦ના ડિસેમ્બર માસની ૨૪-૨૫-૨૬-૨૭ તારીખો નક્કી થઈ હતી; અને ઉજવણી માટે ક્રોસ મેદાનમાં વિશાળ ‘વિજયવલ્લભ નગર'ની રચના કરવામાં આવી હતી. સમારોહમાં સહેલાઈથી હાજરી આપી શકાય એટલા માટે સાધુમહારાજોને રહેવાની સગવડ મુંબઈની સુપ્રસિદ્ધ શકુંતલા ગર્લ્સ હાઈસ્કૂલમાં કરવામાં આવી હતી. મહારાજશ્રીએ ઉજવણીના બધા કાર્યક્રમોમાં ઉલ્લાસથી ભાગ લીધો હતો. મુંબઈના સંધે તથા આ નિમિત્તે બહારગામથી - જુદા જુદા પ્રદેશોમાંથી-આવેલ મહાનુભાવોએ એક દિવસ શ્રી શકુંતલા ગર્લ્સ હાઈસ્કૂલમાં ભેગા મળીને મહારાજશ્રીને આચાર્યશ્રીની પદવીનો સ્વીકાર કરવાની ખૂબ લાગણીભરી વિનંતી કરી; આ લાગણીનો ઈન્કાર કરવાનું કામ મુશ્કેલ હતું. પણ મહારાજશ્રીએ વિવેક અને દઢતાપૂર્વક એનો ઈન્કાર કરીને, પોતાને આવા કોઈ બંધનમાં નાખ્યા વગર, પોતાની રીતે આગમ-સંશોધનનું કામ કરવા દેવા કહ્યું. મહારાજશ્રીને મન તો આગમ-સંશોધનના કામમાં જ બધી પદવીઓ, બધી સિદ્ધિઓ અને સર્વ બાબતો સમાઈ 54 શ્રી પુણ્યરિત્રમ્ Page #66 -------------------------------------------------------------------------- ________________ જતી હતી. જન્મશતાબ્દીનો ઉત્સવ પૂરો થયો એટલે હવે મહારાજશ્રીનું મન જલદી ગુજરાત તરફ વિહાર કરવા ઈચ્છતું હતું. પણ અહીં પણ કોઈક વિલક્ષણ ભવિતવ્યતાયોગ વચમાં આવ્યો અને મહારાજશ્રીની તબિયતની અસ્વસ્થતા વધતી ગઈ, પરિણામે ગુજરાત તરફ વિહાર કરવાનું લંબાતું ગયું. ખરી રીતે આમાં વિલંબ નહોતો થતો, આ વિહાર હવે કદી થવાનો જ ન હતો ! પણ અમારા જેવા ઠગારી આશાના દાસ આ કુદરતની કરામતને કેવી રીતે પામી શકે? સમય એમ ને એમ વહેતો રહ્યો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકો ઈચ્છતા હતા કે સંસ્થાની જૈન આગમ ગ્રંથમાળા'ના ત્રીજા ગ્રંથ પન્નવણાસૂત્રના બીજા ભાગનું પ્રકાશન મહારાજશ્રીની હાજરીમાં મુંબઈમાં કરવામાં આવે. આ માટે તેઓએ મહારાજશ્રીને વિનંતી કરી. મહારાજશ્રીએ એ માન્ય કરી; અને એ માટેનો સમારોહ ફાગણ વદિ ૨, રવિવાર, તા. ૧૪-૩-૭૧ના રોજ ભાયખલાના જિનમંદિરના સભામંડપમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું, મહારાજશ્રીની ભલામણ મુજબ આ પ્રકાશનવિધિ માટે દિગંબર જૈન સંધના દેશ-વિદેશમાં જાણીતા અને પખંડાગમ મૂલ તથા તેની ટીકા ધવલી જેવા મહાગ્રંથોના યશસ્વી સંપાદક ડૉ. હીરાલાલજી જૈનને આમંત્રણ આપવાનું ઠરાવવામાં આવ્યું. આ પસંદગી પણ મહારાજશ્રીનું મન કેવું ઉદાર, ગુણગ્રાહક અને જ્ઞાનપ્રેમી હતું એ વાતની સાક્ષી પૂરે છે. દરમ્યાન વરલીમાં (મુંબઈમાં) આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિના સાંનિધ્યમાં પ્રતિષ્ઠા, દીક્ષા તથા પદવીદાનનો સમારોહ યોજવામાં આવ્યો હતો, એ માટે મહારાજશ્રી વરલી પધાર્યા. આ મહોત્સવ વખતે, આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે, ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ, મહારાજશ્રીને “શ્રુતશીલવારિધિ'નું બિરુદ આપ્યું. તા. ૨૨-૨-૭૧ના રોજ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ તથા આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે ભાયખલામાં બે મહત્ત્વનાં પ્રવચનો આપીને સાધુજીવનની શુદ્ધિ, સાધ્વીસંઘનો વિકાસ, એમને અધ્યયન અને વ્યાખ્યાન કરવાની છૂટની અનિવાર્યતા, બોલીની આવકનો ઉપયોગ, શાસ્ત્રના વિધિનિષેધોની ઉપયોગિતા જેવા મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરી હતી. (પછી આ બન્ને પ્રવચનો છાપીને વહેંચવામાં આવ્યાં હતાં.) આ પછી તા. ૧૪-૩-૭૧ના રોજ, ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં, ડૉ. હીરાલાલજી જૈને પન્નવણાસ્ત્રના બીજા ભાગનું પ્રકાશન કર્યું અને મહારાજશ્રીની જ્ઞાનોપાસનાને હાર્દિક અંજલિ આપી. હજી પણ અમને આશા હતી કે મહારાજશ્રી ગુજરાત તરફ વિહાર કરી શકશે અને કદાચ અમદાવાદ નહિ પહોંચાય તો પણ સૂરત કે વડોદરા સુધી તો પહોંચી જશે. પણ કુદરત આ આશાને અનુકૂળ ન હતી ! દરમ્યાનમાં બીજા બે વિચારો મહારાજશ્રીના મનમાં જાગ્યા: એક વિચાર પૂનાના સુપ્રસિદ્ધ વિદ્યાતીર્થ ભાંડારકર ઓરિયેન્ટલ ઈન્સ્ટીટયૂટની મુલાકાત લેવા પૂના તરફ વિહાર કરવો અને પોતાની દાયકાજૂની ભાવના પૂરી કરવી એ હતો. બીજો વિચાર હતો, ચિત્તોડગઢની તળેટીમાં, આપણા સુપ્રસિદ્ધ પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી 55 શ્રી પુણ્યસ્ત્રિમ્ | Page #67 -------------------------------------------------------------------------- ________________ જિનવિજયજીએ, સુંદર અને વિશાળ શ્રી હરિભદ્રસૂરિ સ્મૃતિમંદિર બનાવરાવ્યું છે, તેની પ્રતિષ્ઠા મહારાજશ્રીની હાજરીમાં થાય એવી શ્રી જિનવિજયજીની ઈચ્છા પૂરી કરવા માટે, ગુજરાતની દિશામાં વિહાર કરીને વચ્ચેથી ચિત્તોડ તરફ વિહાર કરવો એ. સમતાભરી સાધુતા અને સમતાભરી વિદ્વત્તાની મૂર્તિ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિ પ્રત્યે મહારાજશ્રી અનન્ય ભક્તિ ધરાવતા હતા, એટલે એમના અંતરમાં આવી ભાવના જાગે એ સ્વાભાવિક હતું. મારા જેવાને તો આ બન્ને વિચારો બેચેન બનાવે એવા હતા. મારી તો એક જ ઝંખના હતી કે મહારાજશ્રી બને તેટલા વહેલા અમદાવાદ પહોંચે. પણ આમાંની એક પણ ભાવના ક્યાં સફળ થવાની હતી? પછી તો, મહારાજશ્રીની તબિયત વધુ નબળી થતી ગઈ. પ્રોસ્ટેટ ગ્લેંડ મોટી થવાને કારણે તથા હરસને કારણે ઠઠ્ઠા-માત્રાની તકલીફ હવે વધારે પરેશાન કરવા લાગી. હરસને લીધે લોહી પણ વધારે પડવા લાગ્યું અને શરીરની અશક્તિમાં વધારો થતો ગયો. આવી ચિંતાકારક સ્થિતિમાં પણ મહારાજશ્રીની પ્રસન્નતા તો એવી ને એવી જ હતી, એનો હું પણ સાક્ષી છું. આ બધા સમય દરમ્યાન કંઈક ને કંઈક ઉપચાર તો ચાલુ જ હતા, પણ એની ધારી કે કાયમી અસર ભાગ્યે જ થતી. આ અરસામાં જાણવા મળ્યું કે મદ્રાસના કોઈ હકીમ હરસમસાને એવી કુશળતા અને સિફતથી કાઢી આપે છે કે જેથી દર્દીને ન તો કંઈ વેદના થાય છે કે ન તો એને લીધો લોહી પડે છે. જેમણે આવો ઉપચાર કરાવ્યો હતો એવા થોડાક દર્દીઓનો અનુભવ પૂછીને આ વાતની ખાતરી કરી લીધી અને મહારાજશ્રીના દુઝતા હરસનો ઉપચાર આ હકીમ પાસે કરાવવાનું નક્કી કર્યું. તા. ૨૩-૩-૧૯૭૧ના રોજ, વાલકેશ્વરમાં, આ હકીમે મહારાજશ્રીના હરસમસા કાઢી લીધા તે વખતે શ્રી દલસુખભાઈ તથા હું અમે બન્ને હાજર હતા. ન કોઈ જાતની વેદના, ન કશી બેચેની. આ પ્રયોગ પછી મહારાજશ્રી બિલકુલ સ્વસ્થ લાગ્યા. આ જોઈને અમે એક જાતની નિરાંત અનુભવી. છતાં શરીર ઠીક ઠીક અશક્ત થયું હતું અને વિહાર કરી શકાય એવી સ્થિતિ હવે રહી ન હતી, તેથી મહારાજશ્રીને ત્રીજું ચોમાસું પણ મુંબઈમાં જ રહેવાનું નક્કી કરવું પડ્યું. પણ આ ઉપચાર સફળ ન થયો, આ રાહત બહુ અલ્પજીવી નીવડી અને લોહી પડવું ચાલુ રહ્યું, એટલે બીજા બીજા સૂઝ્યા અને યોગ્ય લાગ્યા તે ઉપચારો ચાલુ રાખવાનું અનિવાર્ય બની ગયું. પણ કોઈ ઉપચાર કારગત ન થયો—દર્દ પણ જાણે હઠીલું રૂપ લઈને આવ્યું હતું! મારે એપ્રિલ માસમાં વિદ્યાલયના કામે મુંબઈ જવાનું થયું એટલે મારા મિત્ર શ્રી કાંતિભાઈ કોરા તથા હું અવારનવાર મહારાજશ્રી પાસે જતા; એમની તબિયત જાતે જોવાની ચિત્તમાં, એ દિવસોમાં, એક જાતની સચિંત ઉત્સુકતા રહેતી; કારણ કે ઉપચારોની કશી ધારી અસર નહોતી થતી, અને અસ્વસ્થતા તથા અશક્તિ વધતી જતી હતી. છેલ્લે છેલ્લે મેં મહારાજશ્રીનાં દર્શન વિ. સં. ૨૦૨૭ના ચૈત્ર વદિ૦)), તા. ૨૫-૪-૧૯૭૧ ને રવિવારના રોજ બપોરના બારેક વાગતા કર્યાં; તે પછી હું અમદાવાદ આવ્યો. એ વખતે કોણ જાણતું હતું કે જેમની સ્ફટિક સમી નિર્મળ અને હેતાળ સાધુતાનો સંપર્ક સાધવાનો લાભ આટલાં વર્ષોથી મળ્યો હતો, એમનું મારા માટે આ છેલ્લું દર્શન હતું ? રે વિધાતા ! શ્રી પુણ્યચરિત્રમ્ 56 Page #68 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા દિવસો જેમ વખત જતો ગયો તેમ મહારાજશ્રીને હરસમસાની અને મોટી થઈ ગયેલ પ્રોસ્ટેટ ગ્લેન્ડની તકલીફ ઓછી થવાને બદલે વધતી ગઈ. અને એને કારણે ઝાડો અને પેશાબ-એ બન્ને કુદરતી હાજતોમાં અવારનવાર અવરોધ આવવા લાગ્યો. પરિણામે હરમસામાંથી લોહી પડતું રહેવાને કારણે અશક્તિ અને બેચેની બન્નેમાં વધારો થતો ગયો. છેવટે લાગ્યું કે હોમિયોપેથી, આયુર્વેદિક કે બીજા આડા-અવળા ઉપચારોમાં કાળક્ષેપ કરવો એ જાણીજોઈને જોખમને નોતરવા જેવી ભૂલ છે. એટલે છેવટે એલોપેથીનો વ્યવસ્થિત ઉપચાર કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. ડૉ. પનાલાલ પતરાવાળા મહારાજશ્રીની સંભાળ ખૂબ ભક્તિભાવપૂર્વક રાખતા હતા, એટલે જે કંઈ ઉપચારો કરાવવામાં આવતા તે એમને જણાવીને જ કરાવવામાં આવતા. પણ એનું કંઈ પરિણામ ન આવ્યું, તેથી તેઓ પણ સચિંત હતા. અને મહારાજશ્રીને તો ફક્ત એટલાથી જ સંતોષ હતો કે તાવતરિયાની કે શરીરના કોઈ પણ ભાગમાં સહન થઈ ન શકે એવા દુઃખાવાની વેદના ન થાય એટલે બસ. બાકી, શરીરની આળપંપાળની બાબતમાં કે જીવન કે મૃત્યુની બાબતમાં તેઓ, કોઈ યોગસિદ્ધ આત્માની જેમ, સાવ નિચંત, સમભાવી અને અલિમ હતા. પણ બીજાઓને માટે આવી વાતના મૂક સાક્ષી બની ચૂપ બેસી રહેવું એ શક્ય ન હતું. છેવટે ડૉ. પતરાવાળા, શ્રીયુત ફૂલચંદભાઈ શામજી અને બીજાઓએ ડો. મુકુંદભાઈ પરીખની સલાહ લેવાનું નક્કી કર્યું. ડૉ. મુકુંદભાઈએ મહારાજશ્રીને તપાસ્યા. એમણે જોયું કે પેલા હકીમજીએ મહારાજશ્રીના હરસમસાનું જે ઓપરેશન કર્યું હતું તે સાવ ઉપર છલ્લું હતું અને દર્દના મૂળને સ્પર્શી સુધ્ધાં નહોતું શક્યું; પરિણામે લોહીના સ્રાવને બંધ કરવામાં એ નિષ્ફળ ગયું હતું. એમણે હરસમસાનું ઓપરેશન તરત જ કરાવી લેવાની સલાહ આપી. નિષ્ણાત, ભક્તિશીલ અને મહારાજશ્રીની તાસીરના જાણકાર શ્રી મુકુંદભાઈ જેવા ડૉકટરની સ્પષ્ટ સલાહ મળી ગઈ હતી, અને હવે બીજો કોઈ વિકલ્પ વિચારવામાં થોડો પણ સમય ગુમાવવો પાલવે એમ ન હતો. એટલે તાત્કાલિક ઉપચાર શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું. મહારજશ્રીએ સમ્મતિ આપી અને વૈશાખ વદ ૧, તા. ૧૧-૫-૭૧ના રોજ તેઓને બોમ્બે મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા. અને એના બીજા દિવસે ડૉ. મુકુંદભાઈ પરીખે હરસમસાનું ઓપરેશન કર્યું. જે દિવસ ઓપરેશન થયું તે દિવસે પણ મહારાજશ્રી કેટલા સ્વસ્થ અને નિશ્ચિંત હતા, તે એમના પોતાના હાથે લખાયેલ એક પત્રથી પણ જાણી શકાય છે. આ પત્ર તેઓએ વિ. સં. ૨૦૨૭, વૈશાખ વિદ ૨, બુધવાર (તા. ૧૨-૫-૭૧)ના રોજ, હોસ્પિટલમાંથી, વડોદરા પંન્યાસજી મહારાજ શ્રી નેમવિજયજી મહારાજ ઉપર લખ્યો હતો. કદાચ મહારાજશ્રીના હાથે લખાયેલો આ પત્ર છેલ્લો હશે; અથવા છેલ્લા થોડાક પત્રોમાંનો એક હશે. મહારાજશ્રીનો પત્ર આ પ્રમાણે છે– ‘‘મુ. વડોદરા, પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાન્ત્યાદિગુણગણભંડાર પરમગુરુદેવ પંન્યાસજી મહારાજ શ્રી નેમવિજયજી મહારાજજી તથા શ્રી પં. ચંદન વિ. મ. યોગ્ય સબહુમાન વંદના ૧૦૦૮ વાર. આપશ્રી સાતામાં હશો. હું પણ સાતામાં છું. આપના પ્રતાપે લીલાલહેર છે. આપનો કૃપાપત્ર મળ્યો છે. ઘણો આનંદ થયો છે. આપની કૃપાથી પરમ આનંદ છે.’’ 57 શ્રી પુણ્યચરિત્રમ્ Page #69 -------------------------------------------------------------------------- ________________ વિ. આપશ્રીના શરીરના સમાચાર જાણ્યા છે. આપની આટલી વૃદ્ધાવસ્થામાં બાહ્ય પીડાઓ વધે જ વધે. હવે સામાન્ય દવાથી જ જે થાય તે જ કરવાનું.” | વિ. પાંચ મહિનામાં ઘણા ઈલાજો કર્યા પણ મસામાંથી લોહી આવવું બંધ ન થવાથી હવે ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું છે. ગઈકાલે હોસ્પિટલમાં આવ્યા છીએ. આજે નવ વાગ્યે ઓપરેશન થવાનું છે. કોઈ વાતે ફિકર કરશો નહીં. હું દરેક રીતે સાતામાં છું. આપના પ્રતાપે સારું થઈ જશે. ઓપરેશન કોઈ ભારે નથી. શરીરમાં અશક્તિ છે, પણ બીજી પીડા નથી. તાવ કે કાંઈ નથી. આપ સાતામાં રહેજો. કૃપા રાખજો.” લી. સેવક પુણ્યની ૧૦૦૮ વાર વંદના. “શ્રી કપૂરશ્રીજી મ. વગેરેને, હસમુખ બહેન તથા રમણભાઈ વગેરેને સમાચાર કહેજો.” આ કાગળ રવાના કરતાં પહેલાં પૂ. સાધ્વીજી શ્રી ઓંકારશ્રીજીએ એમાં ઉમેર્યું હતું કે- “પ. પૂ. આગમપ્રભાકરશ્રીજી મ. નું ઓપરેશન સારી રીતે થઈ ગયું છે. આપશ્રી સુખશાતામાં હશો. ત્રણ મસા નીકળ્યા છે તે જાણશોજી.” મહારાજશ્રીએ અનેકવિધ કાર્યો કરવા છતાં એમનું ચિત્ત સદા સમાધિની સાધના માટે જ જાગ્રત અને પ્રયત્નશીલ હતું, અને તેથી જ તેઓ આવી અસાધારણ સમતા અને શાંતિ અનુભવી શકતા હતા. મુંબઈના ઘણા મહાનુભાવો મહારાજશ્રીની સેવા માટે તત્પર હતા. મહારાજશ્રીને કેન્દ્રમાં રાખીને રચાયેલ અમારા મિત્રમંડળમાંથી શ્રી કાંતિભાઈ કોરા, ખડા સૈનિક શ્રી લક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક અને મહારાજશ્રીના આજીવન સેવક શ્રી માધાભાઈ મહારાજશ્રીની સેવામાં રહ્યા. અમારે નસીબે તો મુંબઈથી ટપાલ કે કોલ મારફત મળતા સમાચારથી જ સંતોષ માનવાનું આવ્યું. આમ છતાં, એટલું યાદ આવે છે કે, શ્રી મહારાજને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ મેના છેલ્લા અઠવાડિયા દરમ્યાન અમારા મિત્ર શ્રી દલસુખભાઈ માલવણિયાને મુંબઈ જવાનું થયેલું, એટલે તેઓ સારવાર દરમ્યાન મહારાજશ્રીનાં દર્શન કરી શકેલા. મહારાજશ્રીને ઓપરેશન કરવામાં આવ્યું તેના થોડા દિવસ બાદ મારા ઉપર ટપાલ લખતાં રહીને મહારાજશ્રીની તબિયતના નિયમિત સમાચાર આપતા રહેવાનું પવિત્ર ‘સંજયકાર્ય', અમારા નિષ્ઠાવાન સાથીઓમાંના એક, ભાઈશ્રી લક્ષ્મણભાઈએ જે રીતે સંભાળ્યું, તે માટે હું એમનો ખૂબ આભારી છું. ઓપરેશન પછીની મહારાજશ્રીની તબિયતના સમાચાર તેઓના જ શબ્દોમાં જાણીએ તા. ૨૫-૫-૭૧ના કાર્ડમાં તેઓએ લખ્યું હતું : “ગઈ કાલે સવારે ૧૦ વાગે ટોટી (કેથેડ્રલ) કહાડડ્યા પછી, ઘણી મુસીબતે, તોલો-બે તોલા માત્રુ આવતું હતું. સાંજે ૪ વાગતાં સુધીમાં તો પેઠું ભરાઈ ગયું. અને પાણી સુદ્ધાં પીવાનું બંધ થઈ ગયું. ટીકડી આપી, શેક કર્યો, પણ કશો ફરક ન પડ્યો. છેવટે સાંજે સાત વાગે ટોટી ફરીથી ચઢાવી અને ચઢાવતાં જ બે બાટલા માત્રુથી ભરાઈ ગયા. તે પછી રાત સારી ગઈ. અત્યારે ટોટી ચઢાવેલી છે. મસાનું ઓપરેશન કર્યું છે તે ભાગ હજુ રુઝાયો નથી. ઝાડો એનીમા આપીને જ કરાવવો પડે છે. શરીરમાં અશક્તિ પણ ઘણી છે. આજે સાંજે ડૉકટરના આવ્યા પછી ખબર પડે કે હવે આગળ શું કરવું? મસાના ઓપરેશનવાળો ભાગ રૂઝાય નહીં ત્યાં સુધી પ્રોસ્ટેટ અંગે કશું નવું કરવાનું નથી.' શ્રી પુણ્યચરિત્રમ્ - 58 Page #70 -------------------------------------------------------------------------- ________________ આ એક જકાગળમાં ચિંતા કરાવે એવી ઘણી બાબતો હતી. તેમાંય અશક્તિ ઘણી હોવાનું લખ્યું તે ચિહ્ન શરીરની આંતરિક શક્તિને સારો એવો ઘસારો લાગ્યાનું સૂચવતી હતી; છતાં સ્વજન માટે કે સામાન્ય જન માટે પણ અનિષ્ટની કલ્પના કરવાનું કોને ગમે? અમે સારાની આશામાં રાચતા રહ્યા ! તા. ૨૬-૫-૭૧ના અંતર્દેશીય પત્રમાં તેઓએ લખેલું “પૂ. મહારાજ સાહેબનું પ્રોસ્ટેટનું ઓપરેશન કરવું પડશે તેવો ડોકટર પરીખનો અભિપ્રાય છે....... આ બધું કયાં કરવું, કોની પાસે કરવું વગેરે માટે હજુ ફાઈનલ નિર્ણય થયો નથી. એક વિચાર એવો પણ છે કે, ડૉ. કરંજીયાવાલા પાસે બોમ્બે હોસ્પિટલમાં કરાવવું. આજે સાંજે અથવા આવતીકાલે આ બાબતનો નિર્ણય થશે....... સામાન્યરીતે મહારાજશ્રી શાંતિમાં છે.” - તા. ૨૭-૫-૭૧ના અંતર્દેશીય પત્રમાં તેઓએ જણાવ્યું: “ગઈકાલે પૂજ્ય મહારાજ સાહેબને એનીમા, ઓલીવ ઓઈલ તથા ગ્લેસેરીન આપેલ, પણ ઝાડો થયો નહીં. છેવટે ઘણી મહેનતે ગંઠાયેલો મળ નીકળ્યો અને પૂ. મહારાજ સાહેબ એકદમ ઢીલા થઈ ગયા. બપોરે ૩ વાગે ડોકટર પતરાવાલાને બોલાવવા પડ્યા. ઈંજેકશન આપ્યું છતાં સાંજ સુધી ગભરામણ જેવું ચાલુ રહ્યું. તે પછી રાત શાંતિમાં ગઈ છે. ગઈકાલે બપોર પછી કશું જ વાપર્યું ન હતું..... અત્યારે અશક્તિ ઘણી છે. અને તે જ કારણે પ્રોસ્ટેટનું ઓપરેશન કરવાની ઉતાવળ થઈ શકતી નથી.” આ કાગળ ઉપરથી જોઈ શકાય છે કે રોગનું પ્રતીકાર કરવાનું શરીરબળ ધીમે ધીમે ઘટતું જતું હતું, અને હવે તો, જાણે શરીર રોગના ઉપચારને ગાંઠવા માંગતું ન હોય એમ, નવી નવી ફરિયાદો ઊભી થવા લાગી હતી. પણ આ સમગ્ર સ્થિતિનું તારણ આપણે ન કાઢી શક્યા! તા. ૨૮-૫-૭૧ના અંતર્દેશીય પત્રમાં એમણે સમાચાર આપ્યા: “પ્રોસ્ટેટનું ઓપરેશન તરત નહીં કરવા પાછળ એ પણ કારણ છે કે મહારાજજી હજુ ચત્તા સૂઈ શકતા નથી અને બેસી પણ શકતા નથી. ચાર-પાંચ દિવસમાં બેસતા થઈ જશે તેવી ધારણા છે.” - તા. ૩૧-૫-૭૧ના અંતર્દેશીય પત્રથી શ્રી લક્ષ્મણભાઈએ જણાવ્યું - “પૂ. મહારાજ સાહેબ શાતામાં છે. હવે દસ્ત એની મેળે થાય છે. એનીમા આપવું પડતું નથી. આહાર પણ લઈ શકાય છે અને ઊંઘ પણ આવે છે. આજે પલંખી વાળીને પાંચ-દસ મિનિટ બેસાર્યા હતા. હવે તબિયત સારી છે.'' આ સમાચાર કંઈક ચિંતાને દૂર કરે એવા સારા હતા. વચમાં કયારેક અમારા મિત્ર શ્રી કાંતિભાઈ કોરાના કાગળ કે ટૂંક કોલથી અથવા શ્રી લક્ષ્મણભાઈની ટપાલથી મહારાજશ્રીની તબિયતના જે સમાચાર મળતા રહ્યા, તે ઉપરથી સામાન્ય રીતે લાગ્યું કે હવે ખાસ ચિંતા કરવા જેવું નથી, અને તબિયત સુધરતી આવે છે. તા. ૬-૬-૭૧ના કાર્ડમાં એમણે સૂચવ્યું: “પૂજ્ય મહારાજ સાહેબ સુખ-શાતામાં છે. અને આપને ધર્મલાભ લખાવ્યા છે. પ્રોસ્ટેટ ગ્લેંડનું ઓપરેશન, શકુંતલા હાઈસ્કૂલ પાસે બાચા નર્સીગ હોમ''માં, ડૉ. મુકુંદભાઈ પરીખના હાથે, તા. ૮-૬-૭૧ને મંગળવારે સવારે આઠ વાગે, કરવાનું નક્કી થયું છે. કોઈ જાતની ફિકરચિંતા કરશો નહીં. સોમવારે સવારે અમે બાચામાં દાખલ થઈશું.” 59 થી પુણ્યચરેત્રમ્ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૮મી તારીખે ઓપરેશન થયાના સમાચાર શ્રી કાંતિભાઈ કોરાના ટૂંકકોલથી અમને મળ્યા અને અમે કંઈક નિરાંત અનુભવી; હરમસાનું ઓપરેશન તો આ પહેલાં જ શાંતિથી થઈ ગયું હતું. આ તારીખે વડોદરા પૂજ્ય પંન્યાસ શ્રી નેમવિજયજી મહારાજને લખેલ કાર્ડમાં શ્રી લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું : ‘‘પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબનું પ્રોસ્ટેટ ગ્લેંડનું ઓપરેશન સારી રીતે થયું છે... તબિયત સારી છે. કોઈ જાતની ફિકરચિંતા કરશો નહીં.’’ આ ઓપરેશન નવી પદ્ધતિથી એવી રીતે કરવામાં આવ્યું હતું કે જેથી સામાન્ય રીતે પ્રોસ્ટેટ ગ્લેંડના ઓપરેશનમાં નાનું અને મોટું એમ બે ઓપરેશન કરવાં પડે છે તેના બદલે એક જ ઓપરેશનથી કામ પતે છે અને દર્દી વહેલો બેસતો-ફરતો-હરતો થઈ જાય છે. ૧૦મી જૂનના પોસ્ટકાર્ડમાં શ્રી લક્ષ્મણભાઈએ લખેલું ઃ ‘‘પૂ. મહારાજ સાહેબની તબિયત સારી છે. આજથી મગનું પાણી અને એવી હળવી ચીજો આપવાનું શરૂ કર્યું છે. આજે ખુરશી ઉપર બેસાર્યા હતા. આવતીકાલે કેથેડ્રલ કહાડી નાંખવાની છે. કહાડડ્યા પછી કુદરતી માત્રુ કેવું અને કેટલું આવે છે તે જોયા પછી સારા-ખોટાની ખબર પડે. અત્યારે તો કોઈ તકલીફ નથી. ૪૮ કલાક ગેસની તકલીફ રહી. હવે સારું છે. અશક્તિ પુષ્કળ છે. અઠવાડિયામાં અહીંથી રજા મળશે એવી ધારણા છે.’’ એમનું ૧૨મીનું કાર્ડ કહેતું હતું ઃ ‘પૂ. મહારાજ સાહેબને આજે કેથેડ્રલ કહાડી નાખી છે અને રૂમમાં ફરવાની છૂટ આપી છે. બેસવાની છૂટ તો પહેલે દિવસે જ આપી હતી. તેલ-મરચું-ખટાશ સિવાય ખાવા માટે પણ છૂટ છે. આજે રૂમમાં ફેરવ્યા હતા. અશક્તિ બહુ છે.'' આ છે મહારાજશ્રીની શરીરસ્થિતિની અને દાકતરી સારવારની ડાયરી. આ ડાયરીનું જાણે છેલ્લું પાનું લખતા હોય એમ, ૧૪મી જૂનનું કાર્ડમાં લખીને ટપાલમાં નાખ્યું. એમાં શ્રી લક્ષ્મણભાઈએ મને જણાવ્યું હતું કે– ‘‘પૂજ્ય મહારાજ સાહેબની તબિયત સારી છે. બે દિવસ ગેસની ટ્રબલ જોરદાર રહી. એક દવાનો ડોઝ આપતાં પણ તકલીફ પડે તેવું થયું. આજે ઘણો ફાયદો છે. સવારે હોસ્પિટલમાં થોડા ચલાવ્યા પણ ખરા અને સાબુદાણાની કાંજી વગેરે વપરાવ્યું પણ ખરું. એક-બે દિવસમાં અહીંથી રજા મળશે. હવે મસાની કે પ્રોસ્ટેટની કોઈ તકલીફ નથી. અશક્તિ ખૂબ છે એટલે આરામ માટે ઉપાશ્રય સિવાય બીજે રહેવું પડશે. જો ગેસ ટ્રબલ વધારે હશે તો પાછા મેડીકલ સેન્ટરમાં જવાનું થશે. એટલે એક્ષરે વગેરે ત્યાં લઈ શકાય. નહીંતર શ્રી મહાવીર વિદ્યાલય અથવા કોઈકના ઘેર રહેવાનું થશે.’’ આ અરસામાં શ્રી કોરા સાહેબે મને એક કાગળમાં લખેલું કે મહારાજશ્રી આહાર-પાણી-દવા જેવું કંઈક પણ લેવા જાય છે, ત્યારે કાળજામાં એવું અસહય દર્દ થાય છે કે ક્યારેક તો મહારાજશ્રીની આંખોમાં જળજળિયાં આવી જાય છે. આહાર, પાણી કે ઓષધ જેવું કંઈ પણ લેતી વખતે છેલ્લા બે દિવસ મહારાજશ્રીએ જે વેદનાનો અનુભવ કર્યો તેનો ચિતાર મહારાજશ્રીના અનન્ય ભક્ત શેઠ શ્રી ફૂલચંદભાઈ શામજીએ, મહારાજશ્રીના સ્વર્ગવાસ બાદ, શ્રી પુણ્યરિત્રમ્ 60 Page #72 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૬-૭૧ના રોજ, પૂના, આચાર્ય મહારાજશ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ ઉપર જે પત્ર લખ્યો હતો એમાં આપ્યો છે. એ પત્રમાં તેઓએ લખ્યું હતું કે “તા. ૧૨ અને ૧૩, શનિ અને રવિ બન્ને દિવસો ચિંતાજનક અમારા માટે હતા, કારણ કે તે બન્ને દિવસોએ આગમપ્રભાકર સાહેબની તબિયત બરાબર ન હતી. પેશાબના દર્દનું ઓપરેશન બહુ જ સારું થઈ ગયું; તેની કોઈ તકલીફ હતી નહીં, પરંતુ છાતીમાં જ્યાં પાણી તથા ખોરાક આંતરડામાં જાય છે ત્યાં, તેમને દરદ થતું હતું અને તે એટલું બધું કે તેમની આંખોમાં પાણી આવી જતાં. કોઈ પ્રવાહી અગર દૂધ-ચા-પાણી કાંઈ પણ લેતાં આ દરદ થતું હતું. રવિવારે આખો દિવસ રહ્યું. બધા નિષ્ણાત દાક્તરોને બોલાવ્યા અને બધાએ એકી અવાજે કહ્યું કે ચિંતાનું કોઈ કારણ નથી, ગેસ્ટાઈન છે, એકાદ દિવસમાં સારું થઈ જશે.” અને ડૉકટરોનો આ અભિપ્રાય સાચો હતો. આ વાતનો ઉલ્લેખ કરતાં શ્રી ફૂલચંદભાઈએ જ પોતાના ઉક્ત કાગળમાં લખ્યું હતું કે-“તે મુજબ (દાક્તરોએ કહ્યા મુજબ) સોમવારે સવારે સારી રીતે દૂધ, ચા, મગનું પાણી, નારિયેળનું પાણી, પપૈયું તેમજ કાંજી વગેરે લીધું. સાંજે ખીચડી લીધી. રૂમમાં પોતે જ દસ-બાર આંટા માર્યા. રૂમની બહાર ગેલેરીમાં ઠેઠ લાયબ્રેરી સુધી ગયા, ત્યાં લગભગ પચીસેક મિનિટ બેઠા; ખૂબ આનંદથી વાતો કરી, અને બધાને ખૂબ સંતોષ થયો. એકાદ દિવસમાં અહીંથી રજા મળશે પછી તેમને થોડા નરીશમેન્ટ માટે કઈ જગ્યાએ લઈ જવા તેની પણ વાતો નક્કી કરી અને સોમવારે સાંજે સાડા છએ હું જમવા ગયો.” - આ રીતે ૧૪મી તારીખે તબિયત એકંદર સારી હતી એટલે દિવસભર ભાવિકજનો મહારાજશ્રીનાં દર્શન કરવા, એમને શાતા પૂછવા આવતા રહ્યા અને, અશક્તિ વધુ લાગવા છતાં, મહારાજશ્રી પણ સૌને પ્રસન્નતાથી આવકારતા રહ્યા. શ્રી ફૂલચંદભાઈ શામજી સાંજ સુધી એમની પાસે હતા અને શ્રી કાંતિભાઈ કોરા તો મોડી સાંજે મહારાજશ્રી પ્રતિકાર કરવા બેઠા તે પછી જ ઘેર ગયા હતા. આમ બધું સલામત, આનંદકારી અને ચિંતાને ઓછી કરે એવું હતું. પણ એ સલામતી અને એ આનંદ છેવટે છેતરામણાં નીવડ્યાં! શ્રી લક્ષ્મણભાઈના છેલ્લા કાગળમાં કેવા સંતોષકારક અને સારા સમાચાર હતા ! છતાં એક વાત તો તેઓના દરેક કાગળમાં રહેતી કે અશક્તિ બહુ છે. વારંવાર કહેવામાં આવતી આ વાત જરૂર ચિંતા ઉપજાવે એવી હતી; પણ છેલ્લા કાગળમાં સારા સમાચાર એટલા બધા હતા કે આપણી ચિંતા દૂર થઈ જાય, ઓછી થઈ જાય. પણ ક્યા સમાચારને કેટલું મહત્ત્વ આપવું એ માટેનો આપણો અને કુદરતનો ગજ જુદો હોય છે; અને છેવટે કુદરતના ગજનો ફેંસલો જ કાળા માથાના પામર માનવીએ શિરે ચડાવવો પડે છે ! અને..... અને... અને થયું પણ એવું જ ડાયરીના છેલ્લા પાનારૂપ શ્રી લક્ષ્મણભાઈનું ઉપર સૂચવેલું છેલ્લું પોસ્ટકાર્ડ, રેલગાડીમાં બેસીને, પોતાની મજલ પૂરી કરીને, મારા હાથમાં આવે તે પહેલાં જ, રાત્રે સાડા નવના સુમારે, મુંબઈથી અમારા મિત્ર શ્રી કોરા સાહેબના પુત્ર ભાઈ અશોકે મને ટૂંકકોલથી સમાચાર આપ્યા કે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ એકાએક કાળધર્મ પામ્યા! ન કલ્પી શકાય એવા આ સમાચાર હતા. એ સાંભળીને પળવાર તો અંતરને કળ ચડી ગઈ, ચિત્ત સૂનમૂના '61 થી પુણ્યચરિત્રમ Page #73 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયું અને હૃદયમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. શરીરમાં અશક્તિ હોવાની વાત તો શ્રી લક્ષ્મણભાઈ વારંવાર લખતા રહેતા, પૂજ્ય મહારાજશ્રીએ પણ પંન્યાસ શ્રી નેમવિજયજી મહારાજ ઉપરના છેલ્લા પત્રમાં અશક્તિ હોવાનું સૂચવ્યું હતું. એ વાત જ છેવટે સાચી પડી, અને મહારાજશ્રી સદાને માટે વિદાય થયા! વિ. સં. ૨૦૧૭ના જેઠ વદિ ૬, તા. ૧૪-૬-૭૧ને સોમવારનો દિવસ રાત્રિના ૮-૫૦નો સમય. મહારાજશ્રીએ પ્રતિક્રમણ કરીને સંથારાપોરસી ભણાવી લીધી; અને, જાણે પોતાનો કાર્યકાળ પૂરો થયો હોય અને હમેશને માટે સંથારો કરવા (પોઢી જવા) માગતા હોય એમ, શ્રી લક્ષ્મણભાઈ સાથે વાત કરતાં કરતાં, બેચાર મિનિટમાં જ, તેઓ સ્વર્ગવાસી થઈ ગયા! છેલ્લી પળો પૂરી સમાધિ, શાંતિ અને સ્વસ્થતામાં વીતી; ન કોઈ વેદના કે ન કશી માયા-મમતા, વીતરાગના ધર્મના સાધક વીતરાગભાવ કેળવી જાણીને પોતાના જીવનને ઉજ્જવળ અને ધન્ય બનાવી ગયા ! ધન્ય મુનિરાજ! પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજની ઈચ્છા મુજબ શ્રી લક્ષ્મણભાઈએ છેલ્લા કાગળમાં લખ્યું હતું કેઅશક્તિ ખૂબ છે એટલે આરામ માટે ઉપાશ્રય સિવાય બીજે ક્યાંક રહેવું પડશે.”—એવાણી આપણા માટે કેવી વસમી રીતે સાચી પડી ! ભવિતવ્યતાના ભેદ અને કુદરતના સંકેતને કોણ પામી શક્યું છે? યુગદષ્ટ આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના કાળધર્મ અંગે પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજે રાધનપુર નિવાસી મુંબઈમાં રહેતા ગુરુભક્ત શ્રી મણિલાલ ત્રિકમલાલ શાહ ઉપર, અમદાવાદથી, વિ. સં. ૨૦૧૦ના આસો સુદિ ૧૪ના રોજ લખેલ પત્રમાં લખ્યું હતું કે- “આવા મહાપુરુષો સ્વર્ગવાસી થાય ત્યારે હાથતાળી આપવા જેવું જ લાગે છે. પણ એવા પુરુષો માટેનું મરણ એવું જ હોવું ઘટે.”પરમપૂજ્ય મહારાજશ્રીએ લખેલા આ શબ્દો એમને પોતાને જ કેવા લાગુ પડે છેઆપણે જોતા રહ્યા અને તેઓ હાથતાળી આપીને ચૂપચાપ ચાલતા થયા! પરમપૂજ્ય શ્રી આગમપ્રભાકરજી મહારાજ માટે તો, વધુ ઉચ્ચ સ્થાન માટેનું આ એક સ્થળાંતર માત્ર જ હતું; પણ આવા સમતા, સાધુતા અને સરળતાના સાક્ષાત્ અવતાર સમા અને જ્ઞાનજ્યોતિથી પોતાના અંતરને તથા પોતાની આસપાસના સૌ કોઈના અંતરને પ્રકાશમાન અને પ્રસન્ન કરી મૂકનાર સંત પુરુષના જવાથી આપણે કેટલા રંક બન્યા છીએ એનો અંદાજ મેળવવો શક્ય નથી. પણ હવે તો એ જ્ઞાનજ્યોતિનું સ્મરણ, વંદન અને યથાશક્તિ અનુસરણ કરવું એ જ આપણા હાથની વાત છે. નમો નમો નાણદિવાયરસ્સા (મહારાજશ્રીને દીક્ષા લીધે સાઠ વર્ષ થયાં તે નિમિત્તે, વડોદરામાં ઉત્સવ થયો તે પ્રસંગે, “જ્ઞાનાંજલિ” ગ્રંથ પ્રકાશિત થયો હતો, આ ગ્રંથમાં મેં“પૂજ્ય આગમપ્રભાકરશ્રીજીની જીવનરેખા” નામે મહારાજશ્રીનો કંઈક વિસ્તારથી પરિચય આપ્યો હતો. એમાં ઠીક ઠીક સુધારા-વધારા કરીને તેમ જ નવું લખાણ પણ સારા પ્રમાણમાં ઉમેરીને આ લખાણ તૈયાર કર્યું છે. ૬, અમુલ સોસાયટી, અમદાવાદ-૩; વિ.સં. ૨૦૨૯, ચૈત્ર વદિ ૮, ગુરુવાર, તા. ૨૬-૪-૧૯૭૩,-૨. દી. દેસાઈ) * * * શ્રી પુણ્યચરિત્રમ્ 62 Page #74 -------------------------------------------------------------------------- ________________ આગમપ્રભાકરજીના જીવનની કેટલીક બાજુઓ શ્રી રતિલાલ મફાભાઈ શાહ, માંડલ જે જે પુરુષો સામાન્ય જીવનમાંથી આગળ વધી મહાન બની શક્યા છે, એમનું જીવન તપાસશું તો દશ વર્ષની આસપાસના બાલ્યકાળમાં જ એમનામાં એક એવો ગુણ દઢીભૂત થયેલો માલૂમ પડે છે કે જે દ્વારા એ આગળ વધી ભવિષ્યમાં ઝળકી ઊઠે છે. બાલ્યકાળના ગાંધીજીમાં સત્યનો, વિનોબાજીમાં બ્રહ્મચર્યનો, શ્રીમદ્ રાજચંદ્રમાં ચિંતનનો, બુદ્ધમાં ધ્યાનનો અને મહાવીરમાં નિર્ભયતાનો ગુણ પુષ્ટ થયેલો નજરે પડે છે. . આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ આજે બહુમુખી પ્રતિભા ધરાવતા બહુશ્રુતવિધાન, શાસ્ત્રોના ગહન સંશોધક, વિદ્યાના અવિરત ઉપાસક અને ચારિત્ર્યવાન સંતપુરુષ તરીકે જૈન-જૈનેતર સમાજમાં ખૂબ જાણીતા થયા છે. પણ બાળપણમાં પોતાના ભાવિ જીવનને અનુરૂપ કોઈ પણ ગુણ કે શક્તિ એમનામાં દેખાતાં નહોતાં. એમનામાં કેવળ એક જ ગુણ હતો અને તે માતૃઆજ્ઞાના પાલનનો. એ ગુણને આધારે જ એ આજે પ્રતિષ્ઠાના શિખરે પહોંચી શક્યા છે. વિધવા માતા દીક્ષા લેવા ચાહતાં હતાં, પણ પોતાના એકના એક પુત્ર મણિલાલની એમને ચિંતા થતી, જેથી માતાએ કહ્યું કે, હૈયા ! જો તું પણ મારી સાથે દીક્ષા લઈ લે તો મને તારી ચિંતા માટે અને હું નિશ્ચિત બની મારું દીક્ષાજીવન સફળ કરી શકું.'' પુત્રે આથી જવાબ આપ્યો કે, “મા! તમે કહેશો તેમ જ હું કરીશ. મારી ચિંતા ન કરશો.” આથી માતાએ રાજી થઈ જણાવ્યું કે, “તું દીક્ષિત ન થાય ત્યાં સુધી આ વાત કોઈને પણ ન કહેવી, નહિ તો કુટુંબીઓ તને રોકી રાખશે ને મારી ચિંતા વધારી મૂકશે.” આથી માતૃભક્ત મણિલાલે પોતાના ભાવિ જીવનની ચિંતા કે રૂપરેખા દોર્યા વિના જ માતાની આજ્ઞા તરત સ્વીકારી લઈ કહ્યા પ્રમાણે પાલન કર્યું અને અનુકૂળ સમય પ્રાપ્ત થતાં આત્મારામજી ઉર્ફે વિજ્યાનંદસૂરીશ્વરજીના શિષ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ પાસે પાલિતાણા મુકામે દીક્ષા અંગીકાર કરી. ૬૦વર્ષ પહેલાં માતૃઆજ્ઞાના પાલનની એક નાની શી ઘટનામાં એ મણિલાલ આજે આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીરૂપે પ્રકાશોજવલ બની રહ્યાં છે. સાધ્વી-માતાનું એમને સમય સમય પર માર્ગદર્શન મળ્યા કરતું, અને મુનિશ્રી પણ ત્રણેક વર્ષ પર સાધ્વી-માતૃશ્રી અમદાવાદમાં કાળધર્મ પામ્યાં ત્યાં સુધી અવારનવાર બે-ચાર દિવસે એમના દર્શને જઈ આવતા અને વિહારમાં દૂર હોય તો ખબર-અંતર પુછાવી લેતા. પણ છેલ્લાં ૧૫-૨૦ વર્ષથી બન્નેને પ્રાયઃ અમદાવાદમાં જ રહેવાનું બન્યું હતું. ગુરુ પણ માતાની જેમ ઉદાર અને વિશાલ હદયના મળ્યા હતા. બે વર્ષ પહેલાં એમના ગુરુ વિષે પ્રશ્ન પૂછતાં તેમણે જણાવેલું કે, “ગુરુએ નથી મારા અધ્યયન કે કાર્યમાં કદી રોકટોક કરી કે નથી કોઈ વિધિનિષેધનો આગ્રહ રાખ્યો. એમને વિશ્વાસ હતો કે એ જે કંઈ કરતો હશે એ સારું જ કરતો હશે.” પૂર્ણ સ્વાતંત્ર બક્ષતી ગુરુની આવી ઉદારતા અને વાત્સલ્યનું વર્ણન કરતાં મહારાજશ્રીનાં નેત્રો આંસુભીનાં થઈગયાં. એક 63 થી પુણ્યચરિત્રમ્ Page #75 -------------------------------------------------------------------------- ________________ સમર્થ વિદ્વાન, પ્રખર સંશોધક અને સેંકડો-હજારોનું અભિવાદન ઝીલતા પ્રભાવશાળી સંતમાં પણ કેવું ભક્તિ-આર્ટ્સ, કેવું પ્રેમભીનું હૈયું વસેલું છે, એ જાણી હું આશ્ચર્યમુગ્ધ બની ગયો. મેં એમના વિષે થોડું ઘણું સાંભળ્યું હતું, પણ દશ વર્ષ પહેલાં જ પ્રથમ એમનાં દર્શન થયાં. હું એક નિબંધ લખી એમને વંચાવવા ગયેલો. પણ નિબંધનાં પાનાં ફેરવી એ તડૂકી ઊઠ્યા: “કોઈ મહારાજે ચડાવ્યો લાગે છે. શાસ્ત્રમાં શું છે એની કંઈ ખબર છે? આવો નિબંધ ન ચાલે” કહી એમણે એ મને પાછો સોંપ્યો, હું નિહા.થઈ પાછો ફર્યો, છ મહિના પછી એમાં સુધારાવધારા કરી તથા કંઈક અભ્યાસ વધારી ફરી પહોંચ્યો. સાથે મુદ્દાઓની કરેલી તારવણી હાથમાં આપી. “વિદ્વાનોમાં આવું કંઈ ન ચાલે'' એમ કહેવા છતાં મેં કરેલા પ્રયત્ન માટે એમનાં હૈયામાં ઊઠેલી સહાનુભૂતિની લાગણી હું આ વખતે જોઈ શક્યો હતો. આથી હિંમત કરી પૂછ્યું કે “આપ એ વાંચી ક્ષતિઓ બતાવો તો ફરી પ્રયત્ન કરું.” મને બિલકુલ સમય જ નથી” નો જવાબ સાંભળી “તો કોઈ વિદ્વાન મેળવી ન આપો?” એમ જણાવતાં એ પોતાનું કામ પડતું મૂકી તરત જ ઊભા થયા અને મને સાથે લઈ, ખરા બપોરે, ખતરગચ્છના ઉપાશ્રયે ઝવેરીવાડમાં પહોંચ્યા અને મારો એ નિબંધ મહાન શાસનપ્રભાવક આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્ય શ્રી ભાનવિજયજી મહારાજને તપાસી માર્ગદર્શન આપવા સોંપ્યો. છ માસ પછી ત્રીજી વખત એમની પાસે પહોંચ્યો તો એમાં ઉમેરાયેલી નવી દલીલો જોઈએ રાજી થયા અને આ કંઈક વિદ્વાનોને ગળે ઊતરે તેવી વાત છે, કહી અલ્પ પ્રશંસા સાથે મને પ્રોત્સાહિત કર્યો. જ્યારે એ જાણે છે કે આ માણસ વ્યવહારની આડીઅવળી વાતો કરી નકામો સમય બગાડવા નથી આવતો, પણ કેવળ તત્ત્વચર્ચા અર્થે કે કંઈક ધાર્મિક સાહિત્યનું સર્જન કરી માર્ગદર્શન માટે આવે છે, ત્યારે પોતાનું અગત્યનું કામ થોભાવીને પણ એ કલાક-બે કલાક એવાને આપે છે - એ શાથી કે વાવેલું કંઈ નકામું નહીં જાય.. આમ જે કોઈ શુભ પ્રયત્ન કરે છે એને સલાહ - સૂચન આપવા કે મદદ કરવા પોતાનું કામ પડતું મૂકીને પણ એ તૈયાર જ રહે છે. છેલ્લાં ૮-૧૦ વર્ષના નિકટના પરિચય પછી મને એમનામાં જે જે ગુણો, શક્તિઓ તથા સ્વભાવનું દર્શન થયું છે એ અંગે કેટલાક પ્રસંગો હું રજુ કરવા ઈચ્છું છું કે જે દ્વારા બીજાઓને પ્રેરણારૂપ એમના સ્વભાવ અને ગુણો, જે ઝટ નજરે ચડતા નથી, એનું દર્શન કરાવી શકાય. અનુભવી માનસશાસ્ત્રી-એમણે કોઈ કિતાબો વાંચીને નહીં પણ માનવસ્વભાવોનું ઊંડું નિરીક્ષણ કરીને જે અનુભવ મેળવ્યો છે એને આધારે વ્યક્તિને સમજીને એ કામ લેતા હોય છે, જેથી હરેકને સંતોષ આપી સહુનો ચાહ મેળવી લે છે. ઉદ્યોગપતિ શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ જેવા મળવા આવવાના હોય ને એમની સાથે જે જે કામોની વિચારણા કરવાની હોય એ કાર્યોનું લિસ્ટ તૈયાર રાખે છે કે જેથી જેમને સમયની કિંમત છે એમનો ન બગડે સમય કે ન રહી જાય કોઈ વાત ભૂલમાં. આ ગુણને કારણે એ વિશેષ સફળ થઈ શક્યા છે. થી પુછયચરમ 64 Page #76 -------------------------------------------------------------------------- ________________ બીજાઓ સાથે કેમ કામ લેવું એ મુનિશ્રી સારી રીતે જાણે છે અને એ જ એમના વિજયની ચાવી છે. વિચારોમાં ક્રાંતિકાર-શાસ્ત્રોના ગહન અધ્યયનને કારણે એમાં પ્રવેશેલી વિકૃતિઓ તથા ભૂલભરેલી માન્યતાઓ એ સારી રીતે સમજતા હોઈ કોઈ યોગ્ય વ્યક્તિ મળે છે ત્યારે એ પોતાના સ્પષ્ટ વિચારો રજૂ કરે છે, અને ત્યારે એ એક મહાન ક્રાંતિકાર અને સુધારકના રૂપમાં પ્રગટ થઈ જાય છે. આચારમાં પરંપરાવાદી -પણ સામયિક પરિસ્થિતિ તથા પોતાની મર્યાદાને ધ્યાનમાં લઈ નથી એ પોતાના વિચારો જાહેરમાં મૂકતા કે નથી એને લિપિબદ્ધ કરવા ચાહતા. ખરું કહીએ તો, સંશોધનકાર્યમાં એ એટલા બધા ડૂબેલા રહે છે કે એમને બીજી ઝંઝટોમાં પડવાનો સમય જ નથી. આથી ભવિષ્યના સામર્થ્યયોગી યુગપ્રધાનો પર એ ચિંતા છોડી દઈ શાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધાથી જ ચાલવામાં એમણે પોતાના મનનું વલણ કેળવ્યું છે, જે કારણે પરંપરાને વળગી રહેવામાં તથા ચાલ્યા આવતા વ્યવહારોને સાચવી લેવામાં એ આજે ડહાપણ માને છે. સ્પષ્ટ વકતૃત્વ; સ્નેહભીનું હૈયું- આમ છતાં કોઈ પ્રશ્ન પર જાહેરમાં બોલવાની ફરજ આવી પડે છે ત્યારે એમનો ક્રાંતિકારી આત્મા સળવળી ઊઠે છે, અને ત્યારે, સામૂહિક વિરોધના ભયે, પોતાને જે સત્ય લાગતું હોય એને પ્રગટ કરવામાં નથી કદી એ ક્ષોભ પામતા કે નથી પોતાના વિચારોને ગોપવી રાખતા. વળી, વિરોધીના ગુણ પ્રત્યે એ આદરશીલ રહેતા હોઈ જેમ એના ગુણ ગાઈ શકે છે, તેમ પ્રસંગ આવે આમજનોનો દોષ હોય તો એની ટીકા પણ કરી શકે છે. આ પ્રકૃતિને કારણે નાની અને નમાલી વાતોને પ્રાણપ્રશ્ન બનાવતા મોટા આચાર્યોને પણ બહુમાન સાથે સાચી વાત સંભળાવી દે છે. અને આવી સ્પષ્ટ અને કડવી વાત સાંભળવા છતાં હરકોઈ એમની ટીકા સહી લે છે, એનું કારણ એમના દિલમાં નથી કોઈ પ્રત્યે દ્વેષ-કડવાશની લાગણી કે નથી કોઈને વગોવવાની વૃત્તિ; પણ એવે વખતે પણ એમના દિલમાંથી કેવળ સ્નેહભર્યો સદ્ભાવ જ નીતરતો હોય છે, એ છે. આ કારણે કોઈ અલ્પમ્રુત હોય, ઓછું ભણેલો હોય કે કોઈને એમની સાથે ઉગ્ર મતભેદ હોય, તો પણ મુનિશ્રીના સાંનિધ્યમાં કોઈને પરાયાપણું લાગતું જ નથી. એમણે સર્જેલા નિમર્ગ અને સ્વચ્છ વાતાવરણનો જ એ પ્રભાવ છે. મનની એકાગ્રતા- લુણસાવાડાના ઉપાશ્રયે રવેશ પાસેની બારીએ એમનું આસન હોઈ મેં એક વાર પૂછેલું કે, ‘“આ રસ્તેથી ચોવીસે કલાક નાનાં-મોટાં વાહનો પસાર થતાં હોઈ આવા ભારે ઘોંઘાટમાં આપને ખલેલ નથી પડતી? એથી તો બહેતર છે કે આ સ્થાન જ બદલાવો તો?' એમનો જવાબ હતો કે, ‘‘કામનો જો રસ હોય અને મનની જો એકાગ્રતા હોય તો ઘોંઘાટની ખબર જ પડે નહીં. મને તો કદી ઘોંઘાટ નડયો જ નથી.'' માંડલમાં અમે ૧૫-૨૦ ભાઈઓ બોલીને ખલેલ પડે એવી રીતે ઉપાશ્રયમાં વાતો કરતા હતા. મહારાજશ્રીને થોડો આરામ લેવો હતો. પણ એ તો ઘોંઘાટ વચ્ચે જ એકાદ મિનિટમાં ઘસઘસાટ ઊંઘી ગયા અને જાગીને ફરી પોતાના કામમાં લાગી ગયા. અમારી વાતો કે ગરબડની એમના પર કશી અસર નહોતી. ખરેખર, મનની આવી સ્વસ્થ દશા અને કાર્યમાં આવી એકાગ્રતા એ સાધનાનું એક ઊંચું સોપાન છે; જ્યારે બીજાઓ આવી પરિસ્થિતિમાં બેચેન બની જાય છે. 65 શ્રી પુણ્યરિત્રમ્ Page #77 -------------------------------------------------------------------------- ________________ મસ્ત એકાકી કાર્યકર-સંશોધન અંગે લાખો હસ્તલિખિત પ્રતો એમણે નજર તળે કાઢી હોઈ એની સૂચિ બનાવવી, જરૂરી ગ્રંથો પ્રકાશિત કરવા તથા એ અંગે ઊંડું સંશોધન કરવું વગેરે ગંજાવર કામો પડેલાં હોઈ મેં પ્રશ્ન કર્યો કે, ‘“આપ બીજા મુનિઓની મદદ લેતા હો તો? અને હવે તો આપની ઉંમર પણ થઈ છે.’’ એમણે જવાબ આપેલો કે, ‘‘આગમોની ટીકા લખનાર અભયદેવસૂરિજી મહારાજ પણ એકલા જ હતા; ચૈત્યવાસી દ્રોણાચાર્ય કંઈક મદદ કરતા ખરા; બાકી એમને કોની સહાય હતી? અને આ તો ભાવનાનો પ્રશ્ન છે, આમંત્રણનો નહીં, એથી જેને રસ છે, કામ કરવાની હોંસ છે એને કોણ રોકે છે? અને એવાને ચાહે પણ કોણ નહીં?’’ નિસ્પૃહી યોગી-એક દિવસ ભણેલો-ગણેલો આશાજનક લાગતો એક બ્રાહ્મણ યુવાન એમના શિષ્ય તરીકે દીક્ષિત થયો. આ અંગે મેં એ શિષ્યને મળવા-જોવાની ઈચ્છા કરી તો હસીને એમણે જણાવ્યું કે, ‘‘એ અહીં એની હોંસથી આવ્યો હતો અને દિલ ઉપડડ્યું ત્યારે કહ્યા વિના ભાગી છૂટચો! બાકી તો રહ્યો એટલું નફામાં. અને એ ચાલ્યો ગયો તો આપણું શું લઈ ગયો?’' આવો શિષ્ય મળતાં નહોતો એમને હર્ષાતિરેક થયો કે ચાલ્યા જતાં નહોતો સહેજે ખેદ થયો. નિઃસ્પૃહ યોગીની જેમ જાણે કંઈ બન્યું નથી તેમ તેઓ તો પોતાના કાર્યમાં જ મસ્ત હતા. સ્વાદવિજેતા-પોતાના સંશોધનકાર્ય પાછળ તેઓ જેવા એકાગ્ર બની જાય છે તેવા જ એ અર્થે સ્વાદવિજેતા પણ બની શકે છે. જેસલમેરના જ્ઞાનભંડારો તપાસવા માટે એ ખાસા દોઢ-બે વર્ષ ત્યાં રોકાયેલા. ત્યારે કેવળ મકઈના રોટના અને જાડી દાળ પર જ એમને રહેવાનું હતું. પણ એમને તો પોતાના કામનો જ એકમાત્ર રસ હતો; સ્વાદ-અસ્વાદની એમને પડી જ નહોતી. વિરોચિત સાધના-જાહેર પ્રવૃત્તિ વ્યક્તિને વ્યાપક પ્રતિષ્ઠા મેળવી આપે છે. પણ જ્ઞાનસાધના અને સંશોધનનું કાર્ય એકાંતના એક ખૂણે થતું હોઈ એવા સાધકને કોઈ ઓળખી શકતું નથી. પણ મુનિશ્રીએ આજ સુધી જેનાં દ્વાર બંધ હતાં એ જેસલમેરના પ્રાચીન જ્ઞાનભંડારો ખોલાવવા જે વીરોચિત સાધના કરી છે એની પાછળ એક ઈતિહાસ હોઈ એથી જ એ સહુનું આકર્ષણ બન્યા છે. દૂર દૂરનો પ્રદેશ, વચમાં આવતાં રેતીનાં રણો, ઊડતી રેતીની ડમરીઓ તથા લાંબા લાંબા અંતરે આવેલાં ગામો-એ બધાં વચ્ચેથી પસાર થઈ ધોમધખ તાપે તપતી ભૂમિમાં પહોંચવું, અજ્ઞાન ભાઈઓને સમજાવી ભંડારો ખોલાવવા, તથા દોઢ-બે વર્ષ ત્યાં રહી નાની - મોટી આપત્તિઓ સહેવી અને ધાર્યું કામ પાર પાડી સમાજ અને સરકારનું પણ ધ્યાન ખેંચવું, એ હ્યુ-એનસાંગના પ્રવાસનું સ્મરણ કરાવતો એક રોમાંચક પ્રવાસ હતો; ખરું કહીએ તો, એ એમના જીવનની મહાન યાત્રા હતી. અને એ કારણે જ એ વ્યાપક પ્રતિષ્ઠા પામ્યા છે. મહાન યોજક-આવી શક્તિઓ ઉપરાંત એમનામાં યોજનાશક્તિ છે, વ્યવસ્થાશક્તિ છે. સાથે ખંત, ચીવટ, ચોકસાઈ, ધગશ અને લીધેલું કામ પાર પાડવાની પૂરી જવાબદારી પણ છે. આ કારણે માંગી લાવેલ ગ્રંથો કે પોથીઓ એ કદી પોસ્ટ દ્વારા રવાના નથી કરતા, પણ પોતાના વિશ્વાસુ માણસો દ્વારા જ મોકલવાની અને માલિકના હાથની પહોંચ મેળવી લેવાની ખાસ ચીવટ રાખે છે. આવા આવા ગુણોથી આકર્ષાવાને કારણે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની કેવળ પ્રશસ્તિ ગાઈને જ એ નથી બેસી રહ્યા; પણ એમની પાસેથી લાખો શ્રી પુણ્યોત્રમ્ 66 Page #78 -------------------------------------------------------------------------- ________________ રૂપિયાની ગંજાવર રકમ કઢાવી ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર’ની સ્થાપના પણ એ કરાવી શક્યા છે. આ સંસ્થામાં સંશોધન-અધ્યયન ઉપરાંત હસ્તપ્રતોની જાળવણી તથા કળા-કારીગરીના અપ્રાપ્ય નમૂનાઓના સંગ્રહ માટે પણ ખાસ વિભાગો રાખવામાં આવ્યા છે. આ સંસ્કૃતિ વિદ્યામંદિરનો ઉદ્ઘાટનવિધિ ભારતના પંતપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે થયો ત્યારે એ બધા વિભાગો વિષે મુનિશ્રીએ એમને ઝીણવટભર્યો ખ્યાલ આપ્યો હતો. આજે તો એ વિદ્યામંદિર વિદ્યાપ્રેમી પ્રવાસીઓ માટે એક યાત્રાધામ બની રહ્યું છે, જે ખરેખર મુનિશ્રીની સાધના અને તપશ્ચર્યાનું જીવતું જાગતું સંસ્મરણ છે. કળા-કારીગરીનું ઊંડું જ્ઞાન-સંશોધનકાર્ય અંગે પ્રાચીન પોથીઓ, એની બનાવટ, રચના, એમાં દોરાયેલાં ચિત્રો, સોનેરી-રૂપેરી અક્ષરો તથા એમાં વપરાતાં અનેક પ્રકારનાં આનુષંગિક સાધનોના અભ્યાસથી એમને પ્રાચીન કળા-કારીગરીનો પણ ઊંડો અભ્યાસ થયો છે. ને એથી એવા નમૂનાઓ પણ એકઠા કરવાનો એમણે શોખ કેળવ્યો છે; જે કારણે પ્રાચીન શિલ્પાકૃતિઓ, કળાના અવશેષો, ધાતુની પ્રતિમાઓ તથા હસ્તલિખિત પ્રતો અને જૂનાં ચિત્રો-એમ વિવિધ વસ્તુઓના વેચનારા એમની પાસે આવતા જ રહે છે. ઊંડા અભ્યાસને કારણે એ એવી ચીજોની કિંમત આંકી શકતા હોઈ વેચનારા ભાગ્યે જ એમને ઠગી શકે છે. આમ છતાં ક્યારેક અપ્રાપ્ય વસ્તુઓ મોં માગ્યા દામ અપાવીને પણ એ રાખી લે છે. લિપિઓના ઊંડા અભ્યાસી-આજ સુધીમાં હજારો-લાખો હસ્તપ્રતોનું એમણે નિરીક્ષણ કર્યું હોઈ લિપિ તથા અક્ષરોના મરોડ પરથી જ એ પ્રત ક્યા સૈકામાં લખાયેલી છે એ તેઓ કહી શકે છે. લિપિ વિષે એમણે મને અનેક અક્ષરો સ્કેટમાં દોરી સમજાવેલું કે સૈકે સૈકે કેટલાક અક્ષરો મૂળમાંથી બદલાતા રહેવાથી અને એક સૈકામાં વપરાતા એ અક્ષરો બીજા સૈકાઓમાં બીજા અક્ષરોનું રૂપ ધારણ કરતા હોઈ લિપિજ્ઞાનના તલસ્પર્શી અભ્યાસ વિના શાસ્ત્ર વાંચનાર ઘણીવાર ઓડનું ચોડ જ વેતરી નાખે છે. એમણે એક દાખલો આપી સમજાવેલું કે, ‘‘અમુક સૈકામાં આ વાક્ય અમુક રીતે વંચાતું. બીજા સૈકામાં એ જ અક્ષરો બીજી રીતે વંચાતા હોઈ એ જ વાક્ય બીજી રીતે વંચાય છે ને તેથી મૂળ અર્થ ક્યાંયનો ક્યાંય ચાલ્યો જઈ નવો જ અર્થ એમાંથી નીકળી આવે છે.’’ (એ વાક્ય હું આજે યાદ રાખી નથી શક્યો.) આમ પ્રાચીન લિપિઓના એ એક બહુ મોટા અભ્યાસી છે. સૌજન્ય અને નમ્રતાની મૂર્તિ-આમ એમનામાં અનેક ગુણો, શક્તિઓ અને અગાધ જ્ઞાન હોવા છતાં એમનો પ્રધાન ગુણ કહેવો હોય તો એમ કહેવું જોઈએ કે તેઓ વિનય અને નમ્રતાની મૂર્તિ છે. હૈયાની મૃદુતા પણ એટલી જ. ડંખ-દ્વેષ એ સમજે જ નહીં, જેથી હરકોઈનું-વિરોધીઓનું પણ તેઓ સરખું જ સન્માન કરતા હોઈ સહેજે જ દિલ જીતી લે છે. મહાવિદ્વાન અને મહાપ્રતિષ્ઠિત એવા આ મુનિની આવી નમ્રતા અને મુદ્દતા એમનું માનસ કેટલું ઉર્ધ્વગામી તથા ભદ્ર છે એ પ્રદર્શિત કરે છે. Y કથાઓનો ભંડાર-પોતાના સંશોધનકાર્યમાં એ એટલા ડૂબેલા રહે છે કે બીજાઓને આકર્ષવાનું કે મોટા ઉત્સવો-મહોત્સવો ઊભા કરી જૂથ જમાવવાનું એમની પાસે એવું કોઈ સાધન જ નથી. તેમ જ પોતાનું કાર્ય 67 શ્રી પુણ્યચરિત્રમ્ Page #79 -------------------------------------------------------------------------- ________________ બીજાઓ સમજી શકે એવી હરેકની ભૂમિકા પણ હોતી નથી. આમ છતાં પ્રેમભીનું હૈયું, વાણીની મીઠાશ અને નાનાં-મોટાં, અભણ કે ભણેલાઓને પોતાના તરફ આકર્ષી શકે છે. એમની પાસે ધર્મકથાઓનો એવો ભંડાર ભર્યો છે કે જે કદી ખૂટતો જ નથી. માંડલમાં ૫-૬ દિવસોના એમનારોકાણ દરમ્યાન રાત્રે બાર-બાર વાગ્યા સુધી એવી રસભરી વાર્તાઓ દ્વારા જ અમને એ જકડી રાખતા. રસ જમાવટ કરવાની એમને સહજ લબ્ધિ પ્રાપ્ત થઈ છે, એમ કહું તો તે ખોટું નહિ ગણાય. એક ઉત્તમ કથાકાર તરીકે અમે ત્યારે જ એમને પ્રથમ ઓળખ્યા હતા પેટ પકડીને હસાવવામાં પણ એ પૂરા પાવરધા છે. નાનાં બાળકો, બહેનો કે ઓછું ભણેલાઓનો ચાહ મેળવવામાં એમના કથાભંડારે પણ એમને ખૂબ સહાય કરી છે. હું માનું છું કે એમના જીવનની બીજી બાજુઓ જોવા-સમજવા માટે આટલું પૂરતું ગણાશે. બાકી એમની વિદ્વત્તા, કોઈ પણ વિષયનું વિશ્લેષણ કરવાની એમની અભૂત શક્તિઓ, સંશોધનક્ષેત્રે આજ સુધી કરેલું કામ, સંપાદિત કરેલા ગ્રંથો, સાહિત્યક્ષેત્રે કરેલી સેવા, આજ સુધી આવેલી અડચણો તથા મળેલી મદદો વગેરે પ્રસંગોને સમાવતી એમની જીવન-ઘટનાઓ વિષે તો એમના નિકટમાં રહેલા મુનિ મહારાજ શ્રી રમણિકવિજ્યજી, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ કે શ્રી અમૃતલાલ ભોજક જેવા જ એમના વિશે પ્રમાણભૂત પ્રકાશ પાથરી શકે. છેલ્લે, એમના આદરણીય મુનિ શ્રી ન્યાયવિશારદ, ન્યાયતીર્થ ન્યાયવિજયજી મહારાજે જે એક શ્લોક દ્વારા એમના જીવનના ગુણરાશીને ગૂંથી લીધો છે, એ શ્લોક આપીને જ હું મારો લેખ પૂર્ણ કરું છું: यो नम्रो विनयावदातचरितो माध्यस्थविभ्राजितः श्रामण्यप्रभयोन्नतो विशदया सौम्यस्वभावौज्जवलः ॥ नित्यं प्राक्तनशास्त्रशोधनपरो विद्यासुधागाहवान्, पुण्यौजाः स मुनीन्द्रपुण्यविजयो जीयात् सदाङत्मधुता ॥ જેઓશ્રી સ્વભાવે અતિ નમ્ર છે; વિનયયુક્ત જેમનું ઉત્તમ ચારિત્ર છે અને મધ્યસ્થવૃત્તિથી જેઓ આદરણીય બન્યાછે; વળી, શ્રમણ્યની નિર્મલ પ્રભાથી જેઓ પ્રશંસનીય છે; શાંત-સૌમ્ય સ્વભાવથી ઉજ્જવલ છે અને પ્રાચીન શાસ્ત્રના સંશોધનકાર્યમાં સદા મગ્ન રહી વિદ્યારૂપી અમૃતમાં અવગાહન કરતા રહે છે. એવા પુણ્ય-સત્વશીલ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ ઉત્તમ આત્મપ્રભાથી સદા જયવંત રહો! શ્રી પુણ્યર્ચામ... 68 Page #80 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં કેટલાક પરિચયો વિશેષ સુખદાયક અને ચિરંતન સમય સુધી અવિસ્મરણીય કોટિના નીવડે છે, ત્યારે કેટલાક પરિચયો જીવનને ધન્ય બનાવવાના સામર્થ્યવાળા પણ હોય છે. મારે માટે અને મારા કુટુંબ માટે શ્રી પુણ્યનો (એટલે કે આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મુનિરાજનો) પરિચય ઉપર જણાવેલી બંને કોટિને એકસાથે સ્પર્શે એવો છે, એ મારો પોતાનો જાત અનુભવ છે. આ વાત કાંઈ લોકોમાં માત્ર જાહેર કરવાના રસથી નથી લખતો, પરંતુ શ્રી પુણ્યનો દીક્ષાપર્યાય ૬૧મા વર્ષમાં પ્રવેશે છે, એ પ્રસંગ માટે વડોદરામાં એક સુંદર સમારોહ થવાનો છે. તે સમારોહ સમિતિના ઉત્સાહી વિદ્વાન ભાઈઓએ મને પત્ર લખીને સૂચવેલ છે કે આ પ્રસંગે તમારે જરૂર કંઈક લખી મોકલવું જોઈએ. એટલા માટે જ જે વાતને મારા પોતાના હૃદયમાં અત્યાર સુધી સંઘરી રાખી સંતોષ અને પ્રસાદ અનુભવતો રહ્યો છું, તેને અહીં શબ્દના રૂપમાં આલેખવા થોડોઘણો પ્રયાસ કરું છું. જ શ્રી પુણ્યનો પુણ્યપરિચય પંડિત શ્રી બેચરદાસ જીવરાજ દોશી, અમદાવાદ પચાસથી પણ વધારે વરસ પહેલાંની વાત છે કે અત્યારે જે મકાનમાં શ્રી પુણ્ય ચોમાસું છે તેના પૂર્વવર્તી જૂના મકાનમાં વડોદરામાં જ મુનિ શ્રી જિનવિજયજી સાથે શ્રી પુણ્યનો મને સૌથી પ્રથમ પરિચય થયો. પૂજ્ય શ્રી પ્રવર્તકજી મહારાજનો તથા માનનીય શ્રી ચતુરવિજયજી મહારાજનો પણ તે વખતે સૌ પ્રથમ સમાગમ થયો. રાતનો વખત હતો, શી વાતચીત થઈ તે તો અત્યારે સ્મરણમાં નથી, પણ કાંઈ સાહિત્ય-સંપાદન-સંશોધન વા. કાંઈ લેખન વિશે વિશે એ વાત હતી એટલો ખ્યાલ રહ્યો છે. વડોદરા કેટલો સમય હું રહેલો એ પણ યાદ નથી આવતું. પણ પ્રથમ સમાગમ જ એવો થયો કે વારંવાર સમાગમ કરવાનું મન થયા કરતું. પૂજ્ય પ્રવર્તકજી મને બિલકુલ મારા પિતાના સ્થાને ભાસેલા અને પૂજ્ય શ્રી ચતુરવિજયજી પણ ખાસ વિશેષ સ્નેહાળ - આકર્ષક લાગેલા. તે વખતે હું આગમના ભાષાંતરના કામમાં હતો કે શ્રી જિનવિજયજી સાથે ‘જૈન સાહિત્ય સંશોધક’ની પ્રવૃત્તિમાં હતો, એ પણ સ્મૃતિમાં રહ્યું નથી. મારા વિચિત્ર વિચારો હોવા છતાં એ મુનિત્રયની વિશેષ સહાનુભૂતિ મેળવી શકેલો એ તો મને બરાબર યાદ છે. સહાનુભૂતિનો અર્થ કોઈ એમ ન સમજે કે એ મુનિઓનો મારા વિચારોને ટેકો હતો, પણ ભિન્ન રીતે વિચારનાર વ્યક્તિ સાથે એમનું વર્તન પોતાના સમાન વિચાર ધરાવનાર સાથે જેવું હોય તેવું બરાબર મેં અનુભવેલું. અહીં મેં જૈન મુનિઓમાં પણ પરમસહિષ્ણુતાનો ગુણ હોય છે, એવું સૌથી પ્રથમ જ અનુભવ્યું, જે અન્યત્ર ક્યાંય અનુભવેલ નહીં. એ જ ગુણ ત્યારે શ્રી પુણ્યમાં જેવો હતો તેવો આજે પણ વિશેષ વિશદપણે વિકસેલો છે. મારી પ્રવૃત્તિ શ્રી પુણ્યની જેમ જ જૈન સાહિત્યના સંશોધન-સંપાદન અને તે અંગે બની શકે એવું કાંઈ લખવાની રહેતી. એમાં શ્રી પુણ્યનો સહકાર જ્યારથી હું તેમને મળ્યો ત્યારથી આજ સુધી સતત રહેતો આવેલ છે. એ માટે જાહેરમાં અને લેખોમાં પણ મેં તેમનું વિશેષ ઋણ સ્વીકારેલ છે. અને અહીં પણ એ સ્વીકૃતિને દુહરાવીને સંતોષ માનું છું. અને પ્રથમ પરિચયથી તે આજ સુધી મેં તેઓની કોઈ મર્યાદા લોપી હોય તેવું સ્મરણમાં નથી. માણસ છું અને છદ્મસ્થ પણ ખરો જ, છતાં તેમની મર્યાદા બની શકે તે રીતે જાળવવા શ્રી પુણ્યરિત્રમ્ 69 Page #81 -------------------------------------------------------------------------- ________________ જાગૃતિ રાખવામાં જ મેં આનંદ અનુભવ્યો છે. એવો પણ પ્રસંગ આવેલો કે જ્યારે મારા વિચાર પ્રમાણે ન્યાયને ખાતર કોઈ હરિજન કેસને અંગે જુબાની આપવા વિચારતો હતો અથવા કાંઈ લખવા ધારતો હતો અને તેમ કરતાં બીજી પરંપરાના કોઈ રૂઢ પ્રકૃતિના મુનિની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચે એવી પરિસ્થિતિ હતી; ત્યારે માત્ર શ્રી પુણ્યની તરફના બહુમાન અને આદરને ખાતર એ પ્રવૃત્તિ બંધ રાખેલું એવું મારું તેમના તરફ માનસિક આકર્ષણ રહેલું. પૂજ્ય પ્રવર્તકજીના સમાગમમાં મેં તેમની ક્રાંતિયુક્ત વિચક્ષણતા અનુભવેલી અને એ આપણે ત્યાં ઉપડેલા બાલદીક્ષાના ઝંઝાવાતમાં મેં બરાબર અનુભવી. આ અંગે પૂજ્ય પ્રવર્તકજી પાસે સલાહસૂચન મેળવવા ભાવનગરવાળા મારા મિત્ર શ્રી ભાઈચંદભાઈ વકીલ સાથે પાટણ પણ ગયેલો. પહેલી મુલાકાત વડોદરામાં, પછી મુંબઈમાં અને ત્યાર પછી અનેક વાર પાટણમાં થયેલી. તે વખતે જે કાંતિયુક્ત વિચારધારા પૂજ્ય શ્રી પ્રવર્તકજીમાં અનુભવેલી તે તેમના આ પ્રશિષ્યમાં પણ ઊતરી આવેલી છે એમ મને અનુભવથી સમજાયું છે. બ્રહત્કલ્પનું સંપાદન-સંશોધન અને તેમાં લખાયેલી પ્રસ્તાવના જશ્રી પુણ્યની ક્રાંતિયુક્ત વિચારધારાનાં સાક્ષીરૂપ છે. એક કહેવાતા ગીતાર્થ મુનિએ શાસ્ત્રનું નામ દઈને એવી વાત વહેતી મૂકેલી કે દીક્ષાના પ્રસંગમાં સાધુઓ છોકરાઓને સાધ્વીના ઉપાશ્રયમાં પણ સંતાડી શકે છે, એવું શાસ્ત્રવચન છે. મને તો આ હકીકત મિથ્યા જ લાગેલી અને આ અંગે મેં દીક્ષાનું શાસ્ત્ર’ નામનો એક મોટો નિબંધ તૈયાર કરીને તે વખતે પ્રગટ થતા સુઘોષા' પત્રમાં છપાવેલો. શ્રી પુણ્ય પણ આવું નરોતાળ ખોટું વહેતું મૂકવામાં આવેલું વિધાન વાંચી પોતાની ક્રાંતિયુક્ત વિચારધારાને જાહેરમાં પ્રગટ કરતાં લેશ પણ અચકાયા નહીં. અને તેમણે વિશેષ નમ્રભાવે એ કહેવાતા ગીતાર્થ મુનિને પડકારેલા, પણ શ્રી પુણ્યને કોઈ પડકારી જ ન શક્યું. આમાં મેં શ્રી પુણ્યની નિર્ભયતા અને શાસનની વિશુદ્ધ ભક્તિ, એ ગુણો વિશેષ પ્રમાણમાં ચમકેલા જોયા. અને એ પ્રસંગથી વિશેષ પ્રભાવિત થયેલો હું તેમને અસાધારણ આદર સાથે માનવા લાગ્યો અને તે સમયથી આજ સુધી તેમના તરફ મારું આકર્ષણ વધતું જ ચાલ્યું. મને તો હજુ સુધી પણ એમ જ લાગ્યા કરે છે કે, વર્તમાનમાં જૈન શ્રમણાદિ સંઘની જે પરિસ્થિતિ છે, તેમાં સંશોધન કરી તેને બરાબર વ્યવસ્થિત કરવાનું સામર્થ્ય કોઈ જૈન મુનિમાં હોય તો તે આ શ્રી પુણ્યમાં જ છે. અને આ દષ્ટિએ જકપડવંજમાં જ્યારે તેમના અંગે એક સમારોહ થયેલો, જેવખતે પંડિત સુખલાલજી પ્રમુખસ્થાને હતા અને શેઠ શ્રી કસ્તૂરભાઈ પણ વિશિષ્ટ સ્થાને બિરાજેલા હતા. ત્યારે શ્રી પુણ્યને વિનંતી કરેલી કે સમયનો પ્રવાહ બદલવા લાગ્યો છે, એટલે તે પ્રવાહ સાથે જૈન સંઘ પોતાનો તાલ મિલાવે એ રીતે આપે કાંતિનો નાદ કરી જૈન સંઘને માર્ગદર્શન આપવું જોઈએ અને અત્યારે પણ મારી તેમને એ જ વિનંતી વિશેષ આગ્રહ સાથે છે. * * * શ્રી પુણ્યચરિત્રમ Page #82 -------------------------------------------------------------------------- ________________ પુણ્યમૂર્તિનાં કેટલાંક સંસ્મરણો લેખક: પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક પૂજ્યપાદ આગમપ્રભાકરજી વિદ્યકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબનાં અહીં જણાવેલાં સંસ્મરણોમાં તેઓશ્રીને લક્ષીને પૂ. પા. મહારાજજી' શબ્દનો પ્રયોગ કર્યો છે–હું સદાને માટે તેઓશ્રી પ્રત્યે આ ઉચ્ચારણ જ કરતો. તથા જ્યાં જ્યાં પૂ. પા. ગુરુજી' અને “ગુરુજી' શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યાં ત્યાં ‘વિદ્વર મુનિવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ' (પૂ. પા. મહારાજજીના ગુરુશ્રીજી) સમજવા તેઓશ્રી, સાથે રહેલા શ્રમણ સમુદાયગત તેમનાથી નાના મુનિઓમાં અને નિકટના ગૃહસ્થવર્ગમાં ગુરુજી'ના નામે જ સંબોધાતા. પૂ. પા. મહારાજજી સાથેના સુદીર્ઘ (વિ. સં. ૧૯૮૯થી ૨૦૨૭) સહવાસનાં સ્મરણોનું પ્રમાણ ઘણું હોય તે સ્વાભાવિક છે, છતાં આજે લખવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે જેટલા સ્મરણો યાદ આવ્યાં છે તેટલાં સંખ્યાની દષ્ટિએ બહુ ન કહેવાય. અલબત્ત, એવો જ કોઈ પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે તદનુરૂપ મહારાજજીનું જે કોઈ સ્મરણ હોય તે અચૂક થઈ આવે. અહીં જણાવેલ સ્મરણોમાં ક્રમભંગ પણ થયો હશે. પ્રારંભનાં ત્રણ વર્ષ (વિ. સં. ૧૯૮૯થી ૧૯૯૨) સુધી હું પૂ. પા. ગુરુજીની પાસે પ્રાચીન ગ્રન્થોના પાઠભેદ લેવા બેસતો અને પ્રાચીન ગ્રંથોની પ્રેસકોપી કરવાનું કાર્ય તેઓશ્રીની નિશ્રામાં અલગ બેસીને કરતો. આ સમયમાં પૂ. પા. મહારાજજી પાસે જવું હોય ત્યારે મને મનમાં ખૂબ ક્ષોભ તથા સંકોચ થતો. તેમની સમક્ષ જેટલું અને જેમ કહેવું હોય તેટલું તેવી રીતે કહી શકતો પણ નહીં. આનું મુખ્ય કારણ પૂ. પા. મહારાજજીને એટલા બધા ઓતપ્રોતપણે કાર્યરત જોતો, જેથી તેમને બોલાવવા કેમ, એ મારે માટે સમસ્યા થઈ જતી, એ હતું; એટલું જ નહીં, હું જેટલો સમય ઉપાશ્રયમાં બેસતો તે દરમ્યાન પૂ. પા. મહારાજજીને તેમના સંશોધનકાર્ય સિવાય અન્ય કાર્યોમાં નિષ્કારણ સમય આપતા જોતો જ નહોતો. વિ.સં. ૧૯૯૩માં જ્યારે મને શ્રી નિશીથસૂત્રની ચૂર્ણની પ્રેસકોપી કરવાનું કાર્ય સોંપ્યું ત્યારે હું મહારાજજીની પાસે શંકાઓનું સમાધાન મેળવવા વારંવાર જતો. અને મહારાજજી મને શાંતિથી સમજાવતા. આથી મને પણ તેમની પાસે બેસવા-બોલાવવાની હિંમત આવી, એટલું જ નહીં, ક્રમે ક્રમે મારી પ્રત્યેક જિજ્ઞાસાને સમજાવવામાં કોઈ કોઈ વાર બે-ત્રણ કલાક જેટલો સમય પણ તેઓ આપતા. આ દિવસો જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ધન્યતા અનુભવાય છે. ૧. પૂજ્યપાદગુરુજીના દેહવિલય (વિ. સં. ૧૯૯૬) પછી પ્રારંભમાં તો મહારાજજીને પોતાના વ્યવહાર | શ્રી પુણ્યચચૈિત્રમ Page #83 -------------------------------------------------------------------------- ________________ કેમ નભશે એની કંઈક ચિંતા અને વિમાસણ થયેલી; પણ આવા જ્ઞાનયોગી ગુરુને સમજનાર શ્રાવકો પણ કેટલીક અનુકૂળતા કરી આપે અને તેમને બોલતા પણ કરે. તે સમયના સાગર ગચ્છના ઉપાશ્રય (પાટણ)ના વહીવટકર્તા શેઠ શ્રી અમૃતલાલભાઈ સૂરજમલ ઝવેરીએ પૂ. પા. મહારાજજીને જે કોઈ ચીજ-વસ્તુની આવશ્યકતા હોય તે સંબંધમાં નિશ્ચિંત રહેવા જણાવ્યું હતું. ધીમે ધીમે મહારાજજી, તેમની પાસે આવનાર આબાલવૃદ્ધ જનોની સાથે યોગ્ય વાર્તાલાપ કરતા થયા. ઉત્તરોત્તર સમય જતાં પરિવર્તન એ આવ્યું કે ક્રમે ક્રમે મહારાજજીનો સમય અન્યાન્ય કાર્યોમાં રોકાવા લાગ્યો, તેથી તેઓ સંશોધનકાર્ય મોડી રાત સુધી કરવા લાગ્યા. ચોમાસાના દિવસોમાં મહારાજજી વહેલાં સૂઈ જતા અને રાત્રે બે-ત્રણ વાગે ઊઠીને કામ કરતા, જેથી ઊડતા જંતુઓ માર્ગની બત્તીઓ આગળ કૂદાકૂદ કરીને થાકી જવાથી કામ કરતાં અડચણરૂપ થતા નહીં. આમ છતાં જો કોઈ વાર એવા પતંગિયાં વગેરે મોડી રાત્રે પણ આવતાં તો મહારાજજી બત્તીનો ઉપયોગ બંધ કરીને માળા કરતા. ટૂંકમાં, સંશોધનકાર્ય આવશ્યક હોવા છતાં તેમને જીવહિંસાના વિવેકમાં પણ એટલો જ ઉપયોગ હતો. રાત્રે બત્તીથી કામ કરવા સંબંધમાં સમાજમાં ક્યારેક થતી ટીકારૂપ ચર્ચાઓ જાણીને એક વખતે મેં મહારાજજીને કહ્યું કે બત્તીના લેંપને દિવસે કોઈ જોઈ ન શકે તેવી રીતે કપડાથી ઢાંકી રાખીએ તો કેમ? મહારાજજીએ મને અતિસ્વસ્થતાથી જણાવ્યું કે ‘જેવા હોઈએ તેવા દેખાવું; છુપાવવું તે તો આત્મવંચના છે.’ બત્તીના સંબંધમાં તો પાટણ છોડીને મહારાજજી અમદાવાદ આવ્યા તે પછીનાં વર્ષોમાં અમદાવાદના કેટલાક સહૃદય ઉપાસક ગૃહસ્થોએ મહારાજજીને કેવળ જિજ્ઞાસાથી પૂછેલું કે રાત્રે બત્તી રાખી શકાય ખરી? મહારાજજીએ પણ એટલી જ સહ્રદયતાથી જણાવેલું કે- ‘‘સવારે વ્યાખ્યાન આપવું એ દિવસના શેષ ભાગમાં જ્યારે કોઈ મુનિ કે ગૃહસ્થ શાસ્ત્રાદિ સંબંધી હકીકતો જિજ્ઞાસાથી પૂછે ત્યારે તે સંબંધમાં તેમની સાથે ઉચિત વાર્તા કરવી એમાંય બેવડો લાભ છે, તેથી તે અનિવાર્ય બની જાય છે. અને જીવનમાં જે કંઈ વાંચ્યું-જાણ્યું-વિચાર્યું છે તે જિજ્ઞાસુને જણાવવાની અમારી ધર્મફરજ છે. આથી મારું સંશોધનકાર્ય કાં તો રાત્રે કરું અથવા દિવસનાં રોકાણો સદંતર બંધ કરું-આ બે વિકલ્પ હોવાથી અને બેમાંથી એકને પણ છોડવો ઉચિત નહીં જણાવાથી મારા માટે રાત્રે કામ કરવું એ અનિવાર્ય થઈ ગયું છે. જો મારી પાસે દિવસે કોઈ ન આવે એવો પ્રબંધ થાય તો હું રાત્રે કામ કરવાનું તરત જ બંધ કરું.’ ૨. માર્ગમાં ચાલતાં આજુબાજુ અને ઊંચા મસ્તકે સામે પણ જોવાની ટેવ મહારાજજીમાં ન હતી. આથી તેઓ નીચી દૃષ્ટિ રાખીને જ માર્ગમાં ચાલતા. એક વખત માર્ગમાં મહારાજજીની સામી બાજુથી ગુરુજી આવતા હશે. મહારાજજી તો તેમના કાયમી ક્રમ મુજબ ચાલતા હોવાથી તેઓ ગુરુજીને જોઈ શક્યા નહીં. ઉપાશ્રયમાં (સાગરનો ઉપાશ્રય-પાટણ) આવ્યા પછી ખૂબ જ સંતોષ અને વાત્સલ્યથી ગુરુજીએ મહારાજજીને વિનોદમાં કહ્યું કે-પુણ્યવિજયજી ! જો માર્ગમાં તારા વંદનની અપેક્ષા રાખીએ તો તે ખોટી ઠરે ! ૩. મહારાજજી પાટણમાં રહ્યા તે સમયમાં સ્થંડિલભૂમિ જવા માટે વર્તમાન પાટણથી બે માઈલના અંતર સુધી જૂના પાટણની જુદી જુદી ભૂમિમાં જતા. માર્ગમાં, જૂના અવશેષો શોધવાની દષ્ટિને લીધે, તેઓશ્રી 72 શ્રી પુણ્યરિત્રમ્ Page #84 -------------------------------------------------------------------------- ________________ અનેક પાષાણશિલ્પો અને શિલાલેખોની ભાળ મેળવતા; ડો. પંડ્યા અભ્યાસગૃહના મુખ્ય નિયામક શ્રી દવે સાહેબને જણાવીને તે તે શિલ્પો ડો. પંડ્યા અભ્યાસગૃહના નાનકડા સંગ્રહાલયમાં મુકાવતા. એકવખત પાટણ સુધરાઈ તરફથી વર્તમાન પાટણની બહાર શ્રી કાલિકામાતાના મંદિર પાસેની ખાઈમાં, જરા આગળ, જૂના પાટણના કિલ્લા આગળની ઊંચી ભૂમિમાંથી પથ્થરો કાઢીને, તેને ત્યાં ને ત્યાં જ તોડી સડક બનાવવા માટે નાના ટુકડા કરાવવામાં આવતા હતા. આવા ટુકડાનો ઢગલો મહારાજજીએ કણસડા દરવાજાના બહારના ભાગમાં જોયો. તેમાં સુંદર શિલ્પના ટુકડા જોવાથી, શ્રી દવે સાહેબને જણાવીને, તેમના દ્વારા તે વખતના પાટણ સુધરાઈના ચેરમેન શ્રી વસનજીભાઈ દ્વારા જેમાં શિલ્પકળા હોય તે પથ્થરો નહીં તોડવાનો અમલ કરાવ્યો હતો. - રોજના ક્રમ મુજબ મહારાજજી એક વખત વર્તમાન પાટણથી આસરે એક માઈલ દૂર સરસ્વતી નદીના કાંઠા ઉપર આવેલ શેખ ફરીદના રોજામાં ગયા. આરોજામાં ઈતિહાસપ્રસિદ્ધ બહેરામખાનની પણ કબર છે. આ રોજાના મુખ્ય પીરસાહેબની કબરની બિલકુલ નજીકમાં એક કાળા પથ્થરની ઉપરથી ગોળ અને નીચેથી ચોરસ એવી લાંબી શિલાને પણ તેમણે જોઈ. ઉપાશ્રયે આવીને બપોરે મહારાજજીએ મને કહ્યું કે “શેખ ફરીદના રોજામાં મુખ્ય કબરની નજીક લાંબી મૂર્તિ ઊંધી પાડેલી હોય એવું લાગે છે. આ માટે હું પ્રયત્ન કરું છું. પણ તે પહેલાં તું ત્યાં જઈને જોઈ લે.” બે-ચાર દિવસ પછી મહારાજજીએ તે સમયના વહીવટદાર સાહેબ (મામલતદાર)ને સૂચના કરી. વહીવટદાર સાહેબે જણાવ્યું કે મુખ્ય કબરને કશું જ નુકસાન થાય તેમ ન હોય તો તે શિલા ઉપાડીને જોઈ શકાશે, અને તે જો મૂર્તિ હશે તો ત્યાંથી ખસેડી પણ શંકાશે. ત્યાર બાદ બીજે દિવસે મને વહીવટદાર સાહેબની સાથે મોકલ્યો. મહારાજજીએ સૂચવેલી કાળી શિલા ઉપાડી તો તે ખંડિત મસ્તકવાળી વિષ્ણુ ભગવાનની મૂર્તિ નીકળી. આ મૂર્તિને તે વખતે વહીવટદાર સાહેબની કચેરી પાસે મુકાવી હતી. ૪. પાટણમાં શ્રી હૈમસારસ્વત સત્ર પ્રસંગે પૂ. પા. મહારાજજીએ માઈક આગળ બોલીને વ્યાખ્યાન આપેલું. ઉપાશ્રયે આવ્યા પછી મહારાજજીના ખાસ ઉપાસકપાટણના સ્થાનિક આગેવાન વયોવૃદ્ધ બે શ્રેષ્ઠીઓએ મહારાજજીને પૂછ્યું કે માઈક આગળ સાધુથી બોલી શકાય? આ સમયે મહારાજજી ધારત તો શાસ્ત્રની પરિભાષાથી, અપેક્ષાભેદે, પ્રસંગને ઘટાવી શકત. પણ મહારાજજીએ તો ઉત્તરમાં એટલું જ કહ્યું કે “મને મારા માટે ઉચિત લાગ્યું તેથી બોલ્યો છું. આમ છતાં આમાં શ્રીસંઘને હું દોષિત લાગતો હોઉં તો શ્રીસંઘ મને જે કંઈ દંડ ફરમાવશે, તે ભોગવવાની મારી આવશ્યકીય ફરજ ગણીશ.” ૫. એક નવા યુગના વિચારક ગણાતા ભાઈએ મહારાજજીને એક સુધારક મુનિસ્વરૂપે માનીને મહારાજજીને જણાવ્યું કે, “માકુભાઈ શેઠ-શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈએ-સંઘ કાઢીને પૈસાનો ખોટો ધુમાડો કર્યો, આ છે આપણા જૈન સમાજની સ્થિતિ!” આ સાંભળીને મહારાજજીએ ગંભીરતાથી જણાવ્યું કે “હું એમ પૂછું છું કે માકુભાઈ શેઠે સંઘ ન કાઢયો હોત અને નાચ-ગાન કે રંગ-રાગમાં લાખો રૂપિયા ઉડાવ્યા હોત તો તમે મને કહેવા આવત? અને આવી વિલાસી ઉડાઉગીરી મોટા જૈન ધનિકોમાં સર્વથા નથી એમ તમે 73 બી પુણસરિણમ્ Page #85 -------------------------------------------------------------------------- ________________ માનો છો? જો નથી માનતા તો, એવા જે કોઈ હોય તેમના રૂપિયાના ધુમાડાની વાત શા માટે થતી નથી ? મને તો એમ જણાય છે કે જ્યારે જ્યારે કોઈ ગૃહસ્થ ધાર્મિક કાર્યમાં દ્રવ્યવ્યય કરે છે ત્યારે જ નવયુગના કેટલાક ભાઈઓ તેમના તે દ્રવ્યવ્યયને નિરર્થક કહે છે.” ૬. એક વખતે સમાજના સક્રિય હિતચિંતક શેઠ શ્રી કાંતિલાલભાઈ ઈશ્વરલાલ પાટણમાં પૂ. પા. મહારાજજી પાસે આવેલા. તેમણે જણાવ્યું કે જૈન યુનિવર્સિટી કરવા માટે અમે મુંબઈમાં વિચારીએ છીએ, જેથી જૈન વિદ્યાર્થીઓને વર્તમાન રાજકીય-રાષ્ટ્રીય વ્યાવહારિક શિક્ષણ ઉપરાંત ધાર્મિક શિક્ષણ પણ સારી રીતે આપી શકાય; દેવપૂજા, પ્રતિક્રમણ, શકિત મુજબ તપસ્યા તેમજ કંદમૂળાદિ ભોજનનો અને રાત્રી ભોજનનો ત્યાગ વગેરે નિયમોનું દરેક વિદ્યાર્થીને ફરજિયાત નિયમથી પાલન કરાવી શકાય. આ જણાવ્યા પછી શ્રી કાંતિલાલભાઈએ મહારાજજીનો અભિપ્રાય પૂછ્યો, ત્યારે મહારાજજીએ જણાવ્યું કે “બહુ મોટું કામ છે, તે સંબંધમાં તમે વિચારીને યોગ્ય કરશો જ. પણ તમારી કોઈપણ સંસ્થામાં તમે કોઈ અમુક જ સાધુ મહારાજને મુખ્ય રાખશો નહિ. જો તમે અમને તેમાં લાવશો તો તે સંસ્થાની સ્થિરતા જોખમાશે. વિદ્યાર્થીઓના ધાર્મિક નિયમપાલનની વાત યોગ્ય છે. છતાં એટલું ચોક્કસ સમજજો કે ધાર્મિક આચાર પ્રત્યેના નિયમો વિદ્યાર્થીઓ કેવળ એક પ્રકારના બોજરૂપે ગણે તેવું ન બને તેનો ખ્યાલ રાખી તે પ્રત્યે તેમની અંતરની લાગણી દઢ થાય તેવો પ્રબંધ ખાસ કરજો. અહીં એક વાત જણાવી દઉં કે આગેવાન ગૃહસ્થો તેમના બાળકોને જો આ રીતે સંસ્કારો આપવામાં ઉદાસીન હશે અને તે વાત જો સમાજની સંસ્થાના વિદ્યાર્થીઓ જાણશે તો વિદ્યાર્થીઓ આગેવાનોને જુદી રીતે જોશે, એવો સંભવ ખરો.” ૭. એક વખત કામ કરીને મહારાજજી પાસે બેઠેલો ત્યારે તેમની દીક્ષાના પ્રારંભનાં વર્ષોની એક વાત મહારાજજીએ કહી : “પ્રકરણગ્રંથની પ્રત, દશવૈકાલિક સૂત્રની પ્રત, એક-બે ચરિત્રની પ્રત, આવા થોડા ગ્રંથો મારી પાસે રહેતા, તેને હું લાકડાના ડબામાં મૂકતો, અને જે કોઈ છાપાં આવતાં તેમાંથી ચિત્રો જુદાં કાઢીને હું મારા ડબામાં રાખતો.” કહ્યું: ‘આપની કલાસામગ્રીની પારખનું મૂળ આપની બચપણાની ચિત્રસંગ્રહની આવી લગન હોય એમ લાગે છે.” મહારાજજીએ કહ્યું: “એ તો એવું છે ભાઈ!” ૮. મહારાજજી જ્યારે પણ સંશોધનકાર્ય કરતા ત્યારે તેઓ મન-વચન-કાયાથી કાર્યમાં તલ્લીન થઈ જતા, આ હકીકત મેં પહેલાં જણાવી જ છે.આ અનુભવ મહારાજજી પાસે જનાર વ્યક્તિઓને પણ થયો હશે જ. અહીં આ સંબંધનો એક પ્રસંગ જણાવું છું. ગુજરાતના પ્રસિદ્ધ નટ પદ્મશ્રી જયશંકરભાઈ (સુંદરી) એક વાર પાટણ આવેલા. આ દિવસોમાં તેઓ અમદાવાદ રહેતા હતા અને પૂ. પા. મહારાજજી પણ અમદાવાદમાં હતા. આથી મેં સહજભાવે શ્રી જયશંકરભાઈને પૂછ્યું કે કોઈ વાર મહારાજજી પાસે જાઓ છો? શ્રી જયશંકરભાઈએ જણાવ્યું કે, “મહારાજજીનાં દર્શન કરવા જવા માટે ઘણી વાર મન થાય, પણ એક જ વાર હું વંદન કરવા ગયો. યોગાનુયોગ બીજા મુનિમહારાજ ક્યાંક ગયા હશે અને મહારાજી તેમના કાર્યમાં મગ્ન હતા. કાર્યરત મહારાજજીને જોઈને હું ખૂબ પ્રભાવિત થયો. પાંચેક મિનિટ દૂર ઊભો રહ્યો અને મનમાં થયું કે, 'જયશંકર ! તારે કોઈ ખાસ કામ થી પુણ્યચરિત્રમ્ 14 Page #86 -------------------------------------------------------------------------- ________________ તો છે નહીં, દર્શન તો થયાં જ છે, હવે મહારાજજીના મહત્ત્વના કાર્યમાં અંતરાય શા માટે આપવો ?' બસ, આટલું વિચારીને હું ત્યાંથી મારા ઠેકાણે ગયેલો.” ૯. રોજના નિયમ પ્રમાણે મહારાજજીને વંદન કરીને કામ કરવા બેસતો. તે મુજબ એક દિવસ (પ્રાયઃ વિ. સં. ૧૯૯૩-૯૪)માં વંદન કરવા ગયો ત્યારે મહારાજજી જાપાનની બનાવટની દંતમંજનની લાકડાની ડબી તોડીને તેના ભાગો તપાસી રહ્યા હતા. મેં વંદન કરીને પૂછ્યું કે “મહારાજજી ! આપ શું તપાસો છો?' મહારાજજીએ જણાવ્યું કે “આ ડબી પાવડર સાથે એક આનાની આવે છે. બે પૈસાનો પાવડર ગણીએ તો ખાલી ડબી બે પૈસાની ગણાય. મારે એ જાણવું હતું કે આ ડબીનું ઢાંકણું ઊઘડવાના બદલે ધક્કો લગાવવાથી અંદર શી રીતે જાય છે? હવે તેની રીત સમજાઈ એટલે બે પૈસામાં આટલું જાણ્યું.' આ પ્રસંગ પછી આશરે ૧૫-૧૭ વર્ષ પછી એક દિવસ મહારાજજી વિનોદમાં બેઠા હતા ત્યારે તેમાગે મને પૂછ્યું કે “અમૃત ! મેં દીક્ષા ન લીધી હોત તો હું શું થયો હોત?'' આ સાંભળી પ્રથમ તો મારાથી હસી જવાયું. છતાં મારી દષ્ટિએ મારા પાસે જવાબ હતો તેથી મેં કહ્યું કે “આપ યંત્રો બનાવવા જેવો કોઈક ઉદ્યોગ કરતા હોત.” તરત જ મહારાજજીએ કહ્યું કે “શાથી કહે છે?”ઉપર જણાવેલા ડબી તોડવાના પ્રસંગની યાદ આપી. મહારાજજી પણ હસ્યા અને બોલ્યા કે “બહુ જૂની વાત યાદ કરી !” ૧૦. સાગરના ઉપાશ્રય (પાટણ)માં હું મહારાજજીની સાથે સંશોધનકાર્યમાં બેઠો હતો ત્યારે બીજા ઉપાશ્રયેથી પધારેલા એક મુનિ મહારાજ (મને નામનું સ્મરણ નથી) આવ્યા અને મહારાજજીને વંદન કરવા લાગ્યા. આગંતુક મુનિશ્રીએ એક ખમાસણ દીધું, ત્યાં તો મહારાજજીએ જણાવ્યું કે, “આપ મને વંદન ન કરશો, હું આપની પાસે પાઠશાળામાં ભણેલો છું. આપ મારા ગુરુસ્થાનીય છો.” આટલું કહીને મહારાજાએ જણાવ્યું કે, “આપ પૂર્વાવસ્થામાં જસરાજભાઈ માસ્તર ખરા ને?'' (મને સ્મરણ છે ત્યાં સુધી માસ્તર સાહેબનું નામ જસરાજભાઈ કહેલું.) આવનાર મુનિશ્રીએ હા કહી અને આનંદિત થઈને જણાવ્યું કે “આપની બાલ્યાવસ્થાની સ્મૃતિ પણ કેવી યથાવત્ રહી છે!'' અહીં વિદ્યાદાતા પ્રત્યે મહારાજજીનો બહુમાનભાવ સ્પષ્ટ થાય છે. ૧૧. પાટણ-સાગરના ઉપાશ્રયમાં પંચ શ્રી ધર્મવિજયજી મહારાજ પણ હતા. પગે કંઈક ખામી હોવાથી ચાલતાં તેમનો પગ લંઘાતો. એક સાંજે હું કામ કરીને ઘેર જતાં પહેલાં મહારાજજી પાસે બેઠો હતો. તે વખતે શ્રી ધર્મવિજયજી મહારાજ પણ થોડી હળવી આનંદની વાતો કરીને ઊડ્યા, ચાલવા માંડ્યા, ત્યારે પગ લંઘાતો હતો. તે જોઈને મહારાજજી વિનોદમાં બોલ્યા કે “ધર્મસ્ય લંગડા ગતિઃ!” આ સાંભળી શ્રી ધર્મવિજયજી મહારાજ ખૂબ હસ્યા અને બોલ્યા કે “ના, ના સાહેબ, જુઓ ધર્મસ્ય ત્વરિતા ગતિઃ !” આમ કહીને ઉતાવળે ચાલી બતાવ્યું. આવો કોઈ કોઈ વિનોદનો પ્રસંગ પણ બનતો. ૧૨. બૃહત્કલ્પસૂત્રના મુદ્રણ સમયમાં જ્યારે મુંબઈથી પ્રફ આવે ત્યારે તેને હસ્તલિખિત પ્રતિઓ સાથે મેળવીને સુધારવા માટે પૂ. પા. ગુરુજી અને મહારાજની સાથે હું પણ બેસતો. એક એક હસ્તલિખિત પ્રતિ 15 શ્રી પુણ્યચરિત્રમ્ | Page #87 -------------------------------------------------------------------------- ________________ ગુરુજી અને મારી પાસે રહેતી. બીજી પાંચ પ્રતિઓનાં પાનાં પણ સાથે જ બાજુમાં ચટાઈ ઉપર રાખતા. એક દિવસ આ કામ ચાલતું હતું એ સમયે પ. પૂ. શ્રી રવિવિજયજી મહારાજ (બાપજી મહારાજ) પાણીની ઘડી લઈને ગુરુજીની પાસે મૂકવા આવ્યા. ઘડી કાચી માટીની હશે કે ગમે તેમ પણ બાપજી મહારાજના હાથમાં કાંઠલો રહ્યો અને ઘડીનો શેષ ભાગ પાણી સાથે નીચે ચટાઈ ઉપર મૂકેલી તાડપત્રીય પ્રતિ ઉપર પડ્યો. મહારાજજીએ અતિ સ્વસ્થતાથી, જરાય આકુળતા વગર, પોતે અને તેમની સૂચનાથી મેં બધાં પાનાં લઈને બ્લાટીંગ પેપરનું પેડ તોડીને તરત જ તેનાથી પ્રતિનાં પાનાં ઉપરનું પાણી ચુસાવી લીધું અને પ્રતિ યથાવત્ કરી. મહારાજજીને જરાય અકળામણ કે અણગમો ન થયો. બાપજી મહારાજને શાંતિથી જણાવ્યું કે હવે ઘડી લાવો ત્યારે નીચે પોથી મૂકી હોય તેના ઉપર ન આવે એ રીતે લાવજો. ૧૩. પૂ. પા. મહારાજજી જ્યારે પણ ઉપાશ્રયની બહાર જતા ત્યારે તેઓ દાદાગુરુશ્રી પૂ. પા. પ્રવર્તકજી મહારાજને જણાવી તેમની અનુમતિ લઈને જ જતા. પ્રવર્તકજી મહારાજના કાળધર્મ પછી તેઓ પૂ પા. ગુરુજીને જણાવી તેમની અનુમતિ લઈને જતા. પૂ. પા. ગુરુજીના કાળધર્મ પછી પોતાના વડીલ ગુરુભાઈ આચાર્ય શ્રી વિજેયમેઘસૂરિજી મહારાજને જણાવીને જતા, અને તેમના કાળધર્મ પછી પોતાનાથી નાના મુનિઓને પણ જણાવ્યા સિવાય મહારાજજી કોઈ દિવસ ઉપાશ્રયની બહાર જતા નહીં. મહારાજજી જ્યારે ઉપાશ્રયની બહાર જતા ત્યારે વિરપવાદરૂપે લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજનું એકવીસ વાર નામસ્મરણ કરીને જ જતા. ૧૪. પાટણનિવાસી શેઠ શ્રી જીવણલાલ લલ્લુભાઈનાં બાળવિધવા બહેન શ્રી મંગુબેન મહારાજજી પાસે લાંબા સમય સુધી ભણેલા અને અભ્યાસના પરિણામે ક્રમે કરીને શ્રી મંગુબહેને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો અને તે અન્ય સમુદાયનાં સાધ્વીજી પાસે. તેમણે પૂ. પા. મહારાજજીને પોતાની દીક્ષા લેવાની ભાવના અને સમુદાયની રુચિ જણાવી; અને વિશેષમાં જણાવ્યું કે દીક્ષા તો આપના હસ્તે જ લેવી છે. ત્યારે મહારાજજીએ પોતાના શ્રીહસ્તે મંગુબહેન તેમને અભીષ્ટ સમુદાયનાં શિષ્યા થાય તે મુજબની જ દીક્ષા આપી. શ્રી મંગુબહેન બીજા સમુદાયનાં સાધ્વી થાય તે બાબત સાથેના કોઈક મુનિઓને ગમતી ન હતી, પણ તે મુનિઓનો અણગમો વહોરીને પણ મહારાજજીએ જ દીક્ષાવિધિ કરાવી હતી. આ મંગુબહેન તે વિદુષી સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી શ્રી પદ્મયશાશ્રીજી. ૧૫. વિ. સં. ૧૯૯૬માં હું સત્તરીચૂર્ણિનું સંશોધન-સંપાદન કરતો હતો. આ ગ્રંથમાં આવતા ઉપશમશ્રેણી-ક્ષપકશ્રેણિના સ્વરૂપને સમજવું મારા માટે મુશ્કેલ હતું. આથી પૂ. પા. મહારાજજીને મેં વિનંતી કરી કે સત્તરીચૂર્ણિમાં આવતું ઉપશમશ્રેણિ-ક્ષપકશ્રેણિનું સ્વરૂપ સમજવું છે, તો હું આપની પાસે ક્યારે આવું? મહારાજજીએ કહ્યું કે રોજ રાતના ૮ વાગ્યા પછી આવજે, હું રોજ રાતના મહારાજજી પાસે જતો અને રાતના ૧૨-૧૨ વાગ્યા સુધી બેસતો. બધું સમજ્યા પછી મહારાજજીએ જણાવ્યું કે, આ વિષય એવો છે કે આપણે સમજીએ, પણ તેનું દઢ પરિશીલન ન રહે તો, તે ફરી દુર્ગમ બની જાય છે. બે જ વર્ષમાં મારા માટે પણ શ્રી પુણચરિત્રમ્ Page #88 -------------------------------------------------------------------------- ________________ એવું જ બન્યું, અને મેં મહારાજજીને જણાવ્યું ઉપશ્રમશ્રેણી-ક્ષપકશ્રેણીના સંબંધમાં આપશ્રીએ કહ્યું હતું તેવું જ મારા માટે થયું. અસ્તુ. આ વાચનના દિવસો દરમ્યાન સાગરના ઉપાશ્રયની સામે રહેતા શ્રી લહેરૂભાઈ નિહાલચંદ નામના વયોવૃદ્ધ ઉપાસક, તેમના રોજના ક્રમ મુજબ, રાત્રે મહારાજજીની પાસે બેસતા. મહારાજજી કામ કરતાં વિસામો લે તે સમયમાં શ્રી લહેરૂભાઈ સાથે તદનુરૂપ વાતચીત કરતા. હું અહીં જણાવેલ હકીકત સમજવા બેસતો ત્યારે જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી હું તે સંબંધમાં પુનઃ પુનઃ પૂછતો. આથી એક દિવસ શ્રી લહેરૂકાકાએ મહારાજજીને કહ્યું કે ‘‘સાહેબ ! મારું માનો તો અમૃતને જો આપ દીક્ષા આપો તો આપની પાટ દીપાવશે.’’ જવાબમાં મહારાજજીએ કહ્યું કે ‘“જો અમૃત તેના આંતરિક વૈરાગ્યથી દીક્ષા લેવાનું કહે તો આ દિવસો ચાતુર્માસના છે અને રાતના બાર વાગ્યા છે, તો પણ હું તેને અત્યારે દીક્ષા આપું, અને એ માટે જે કંઈ નિયમનું ઉલ્લંઘન થાય તે માટે હું ગુરુવર્ગ પાસે પ્રાયશ્ચિત્ત લઉં !'' મારા ઉપર મહારાજજીની આવી અંતરની કૃપા હતી અને તે છેવટ સુધી ટકી રહી એ મારું મોટું સદ્ભાગ્ય માનું છું. ૧૬. પૂ. પા. મહારાજજી સાથે કામ કરતાં પ્રાસંગિક રીતે મને અનેકવાર ઉપયોગી માહિતીઓ અને શિખામણો મળતી રહેતી. પણ તેઓશ્રી પાસેથી ઉપદેશ મેળવવાનો કેવળ એક જ પ્રસંગ બનેલો અને તે મારે મન ચમત્કારિક પ્રસંગ બની ગયો. આ પ્રસંગ આ પ્રમાણે છે : વિ. સં. ૧૯૯૮ના કાર્તિક સુદ ૧ (બેસતા વર્ષ)ની વહેલી સવારે હું, દર વર્ષના નિયમ મુજબ, સાગરના ઉપાશ્રયે (પાટણ) મહારાજજીને વંદન કરવા ગયો. વંદન કરીને સાતા પૂછ્યા પછી મહારાજજીએ કહ્યું : ‘“અમૃત ! ભગવાને કહ્યું છે કે સાંસારિક ભાવોને તમે છોડો. જો નહીં છોડો તો એવો એક દિવસ અચૂક આવશે કે જે દિવસે આ સાંસારિક ભાવો તમને તો અચૂક છોડશે.’’ બન્યું એવું કે વિ. સં.૧૯૯૮ના પોષ સુદ ૧ ના દિવસે હું વિધુર થયો, કેટલાક મહિનાઓ ગયા પછી મહારાજજીને મેં કહેલું કે ‘‘સાહેબ ! આપે મને આટલા વર્ષોમાં એક જ વાર ઉપદેશ આપ્યો, અને તેનો અનુભવ પણ થયો.’' મહારાજજીએ કહ્યું : ‘‘ભાઈ ! ગઈ દિવાળીની રાત્રે હું આચારાંગસૂત્ર વાંચતો હતો, વાંચતાં જે કંઈ ચિંતન થયેલું તેનો નિષ્કર્ષ, તું વહેલી સવારે આવ્યો ત્યારે, મેં તને સહજભાવે કહ્યો હતો.’' ૧૭. એક વિચક્ષણ સંપન્ન દીક્ષાર્થી બહેન ‘પોતે દીક્ષા કોની પાસે લેવી?’ તેના નિર્ણય માટે અન્યાન્ય સાધ્વીજી મહારાજના સમુદાયોમાં જતાં અને ત્યાં લાંબો સમય રહેતાં. આ ક્રમ પ્રમાણે તે બહેન પાટણમાં પણ રહેલાં. પોતાને જે સમુદાયમાં દીક્ષા લેવી હોય તે સમુદાયની ચકાસણી માટે આ બહેન શક્ય બધી જ તપાસ કરતાં. પોમેનનો સદ્ભાવ સંપાદિત કરીને તે તે સાધ્વીજી મહારાજની ટપાલ પણ લેતાં, એટલું જ નહીં, તે ટપાલ કવરમાં હોય તો તેને સિફતથી ખોલીને વાંચી લઈ પુનઃ યથાવત્ કરીને મૂળ માલિકને સોંપતાં, તો કોઈક પત્ર પોતાની પાસે પણ રાખી લેતાં ! દીક્ષાર્થી એટલે પાપભીરુ તો હોય જ, પણ દીક્ષા લીધા પછી પોતાની સંયમ-સાધનામાં અજંપો ન રહે તે માટે આ બહેન આવી આવી ચિકિત્સા કરતાં. આવું જ કંઈક પાટણમાં પણ થયું. સાંવત્સરિક પ્રતિક્રમણમાં પોતાના અપરાધોની સવિનય ક્ષમા માગતાં ગુરુણીજી તરફથી આ બહેનની ખૂબ જ અસહ્ય નિર્ભર્ત્યના થઈ. સવારે આ બહેન મહારાજજી પાસે આવ્યાં, પોતાને થયેલા દુઃખની વાત કરીને શ્રી પુણ્યચરિત્રમ્ 77 Page #89 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું કે સાહેબ મેં એક પત્ર છુપાવી રાખ્યો છે તે જો હું જાહેર કરું તો તેમની (સાધ્વીજી મહારાજની) કેટલી અવહેલના થાય, તે આપ આ પત્ર જોઈને જાણી શકશો.'' સામે મહારાજજીએ જણાવ્યું કે, “બહેન ! તારે સંયમની આરાધના કરવી છે, તો પછી આ કીચડને (પત્રને) લઈને કાં ફરે ? તેનો નાશ કર અને તને જ્યાં સંપૂર્ણ અનુકૂળતા લાગે તે સમુદાયમાં રહીને આત્મકલ્યાણ કર, એ જ સાચો માર્ગ છે” આ મતલબના મહારાજના વક્તવ્યની અસર આ બહેન ઉપર ખૂબ જ થઈ અને તે બહેને પોતાને સાચી પ્રેરણા મળ્યા બદલ ધન્યતા અનુભવી. ૧૮. પૂ. પા. પ્રવર્તકજી મહારાજ સાહેબ, પૂ. પા. ગુરુજી અને પૂ. પા. મહારાજજીની પાસે રહેનાર માણસોને બીજાં સ્થાનોમાં થોડી વધારે આર્થિક પ્રાપ્તિ મળતી હોય તો પણ, તેમનું વાત્સલ્ય એટલું રહેતું કે તેમને છોડીને કોઈ માણસ બીજા સ્થાનમાં જતો નહિ. એવા પણ પ્રસંગો બન્યા છે કે જ્યારે કોઈ લહિયાની માંદગી વખતે તેઓએ એની પૂરી સંભાળ લીધી હોય અને કોઈ મુસીબત વખતે પગારની રકમની ગણતરી કર્યા વગર, લાગણી ભીના બનીને, એને જરૂરી સહાય વખતસર પહોંચાડી હોય. તેઓ લહિયાઓ તરફ પુત્ર જેવી મૂાગી લાગણી હંમેશાં ધરાવતા. તો પછી એમની પાસેથી જવાનું કોને ગમે? સદાય માણસાઈભર્યું વર્તન, એ આ ત્રણે પૂજ્યોની અતિવિરલ વિશેષતા હતી. ૧૯, કોઈનો પણ નિંદક કે ટીકાખોર મહારાજજી સમક્ષ કંઈ કહેવા આવ્યો હોય ત્યારે પ્રથમ તો તેને પરનિંદાથી પર રહેવા અને શુભ પ્રવૃત્તિઓ કરવા તેઓશ્રી સૂચન કરતા. પણ જ્યારે કોઈ તેની પરનિંદાની વાત ચાલુ જ રાખે તો બહુ ગંભીર અને સહજ ગરમ સ્વરથી તેને દાદર ઊતરી જવાનું કહ્યાનો પણ પ્રસંગ બનતો. ટૂંકમાં, મહારાજજીનું પરગુણગ્રાહી અંતર પરદોષકથન જરાય સહી શકતું ન હતું. આ સંબંધમાં મને એક વખત જણાવેલું કે જ્યારે કોઈ માણસ આપણી પાસે પારકાની ટીકા-નિંદા કરે ત્યારે આપણે પ્રથમ તો એમ વિચારવું કે આ માણસ આવી વાત કહેવા કેમ આવ્યો? અહીં એ ચોક્કસ છે કે જે માણસની તેણે નિંદા કરી હોય તે ખરાબ હશે કે સારો? -એમાં વિકલ્પ છે જ, પણ આવનાર નિંદકની તો કોટી ઊંચી નથી જ. સમજદાર માણસે વ્યવહારમાં આ વાત વિચારવા જેવી છે. ૨૦. મહારાજજી વડોદરામાં બિરાજમાન હતા (પ્રાયઃ વિ. સં. ૧૯૯૯પછી). તે વખતે હું શ્રી જિનાગમ પ્રકાશિની સંસદના કાર્ય અન્વયે વડોદરા ગયેલો. આખો દિવસ મહારાજજી પાસે બેઠો હતો. દિવસ દરમ્યાન અંતરે અંતરે મુંબઈ વગેરે સ્થળોનાં કેટલાંક કુટુંબો મહારાજજીને વંદન કરવા આવ્યાં હતાં. આમાંના મુખ્ય ભાઈઓ પૈકી એક ભાઈએ દસ હજાર રૂપિયા સુધીના અને એક ભાઈએ ચાર હજાર રૂપિયા સુધીના કામ માટે અને અન્ય ભાઈઓએ પણ કોઈપણ કાર્ય માટે ખર્ચ કરવાની ભાવના બતાવી હતી. મહારાજજીએ જણાવેલું કે, કામ હશે ત્યારે જણાવીશ; તેઓએ તાત્કાલિક ખર્ચ માટે કશું જ જણાવ્યું નહીં! રાત્રે હું મહારાજજી પાસે બેઠો ત્યારે મેં સહજભાવે જણાવેલું કે કોઈ પણ પ્રેરણા વિના આજે પોતાની ભાવનાથી ખર્ચ કરવાનું કેટલાક ભાઈઓએ જણાવ્યું તો આપશ્રીએ કોઈને કશું જ કેમ ન કહ્યું?” મહારાજજીએ કહ્યું: “અત્યારે કશું જ કામ નથી.’ મેં ફરી જણાવ્યું કે, “કોઈ યોગ્ય ગૃહસ્થના ત્યાં રકમ મુકાવીએ તો ભવિષ્યમાં કોઈ જરૂરી કામ માટે તેનો ઉપયોગ કરી થી પુણ્યચરિત્રમ્ Page #90 -------------------------------------------------------------------------- ________________ શકાય, આ હેતુએ તેમને કંઈક સૂચવ્યું હોત તો કેમ?’' મહારાજજી ખૂબ જ ગંભીર થઈને બોલ્યા કે ‘‘અમૃત ! મારા કામનું મહત્ત્વ હશે તો તે માટેના ખર્ચનો પ્રબંધ જે તે સમયે થશે જ, એટલી દૃઢ માન્યતા છે. બાકી, ઉપાસકોની રકમ અગાઉથી એકત્રિત કરીને કોઈ એક વ્યક્તિના ત્યાં જમા કરાવવાનાં પરિણામ સારાં આવ્યાં નથી. આ સંબંધમાં મારી પાસે કેટલાક દાખલા પણ છે. આથી જ આવી રકમો એકત્રિત કરીને મારે પેઢાં (પેઢીઓ) ચલાવીને અર્થના વમળમાં અટવાઈ જ્ઞાનના કાર્યમાં ખલેલ પાડવી નથી. આવી બાબતો સાધુજીવનને તો બાધક છે જ, ઉપરાંત ભાવિક ઉપાસકોને ક્રમશઃ અશ્રદ્ધાને માર્ગે દોરનારી છે, એ નિશ્ચિત સમજજે.’’ ખરેખર, મહારાજજીએ પોતાના કાર્ય માટે પૈસાની ચિંતા ભાગ્યે જ કરી હશે. Y ૨૧. મહારાજજી અતિ મહત્ત્વના સંશોધનકાર્યમાં તલ્લીન થયાં હોય તે સમયમાં પણ કોઈ મુનિ કે ગૃહસ્થની અંતિમ બીમારીના પ્રસંગમાં કોઈ આરાધના કરવા માટે બોલાવવા આવે તો મહારાજજી, ક્ષણનો પણ વિલંબ કર્યા વિના, તરત જ જતા અને તે તે બિમાર વ્યક્તિના ચિત્તની શાંતિ થાય તે રીતે આરાધના સંભળાવતા. આ કર્તવ્યની યાદ આપતાં મહારાજજીએ મને એક દિવસ કહેલું કે આ મોટા શેઠિયાઓના ત્યાં, જ્યારે અંતિમ બિમારી હોય ત્યારે, મોટે ભાગે તો ડોકટરોની સૂચના જ એવી હોય છે કે બીમારની પાસે કોઈ જઈ જ ન શકે. આ સ્થિતિમાં આ વસ્તુ પ્રાયઃ આપણી પરંપરાથી અને પારમાર્થિક રીતે પણ સંગત નથી. આવા પ્રકારની કર્તવ્યનિષ્ઠાનો એક પ્રસંગ જણાવું છું. અમદાવાદમાં લુણસાવાડા-મોટી પોળના ઉપાશ્રયે રોજના ક્રમ મુજબ એક દિવસ હું ગયો. મહારાજજીને વંદન કરીને બેઠો ને તરત જ મહારાજજીએ કહ્યું કે ‘‘ચાલ, આપણે ચીમનભાઈ કડિયાના ત્યાં જવું છે.’’ (આ દિવસોમાં શ્રી ચીમનલાલ કડિયા કેન્સરની અસાધ્ય બિમારીમાં હતા.) મેં પૂછ્યું : ‘‘કોઈએ કહેવરાવ્યું છે?'' મહારાજજીએ જણાવ્યું : ‘‘એમા કહેવરાવવાનું શું? જે જીવોની સાથે પ્રસંગવશ બોલવા-લખવાનો પ્રસંગ બન્યો હોય તેમની સાથે, જ્ઞાનીઓએ ચીંધેલા માર્ગને અનુસરીને, મનઃસમાધાન અને ખામણાં કરવાં જ જોઈએ. આ હકીકત ભગવાનના ઉપદેશની મહત્ત્વની મુખ્ય બાબતોમાંની એક છે.’’ પછી અમે બે શેખના પાડામાં શ્રી કડિયાના ઘેર ગયા. ઉપર જઈને જણાવ્યું કે પુણ્યવિજયજી મહારાજ સાહેબ પધાર્યા છે. શ્રી કડિયા તરત જ અંદરના ઓરડામાંથી બહારના ભાગમાં આવ્યા અને મહારાજજીને વંદન કર્યું. ત્યાર પછી મહારાજજીએ કહ્યું : ‘‘ચીમનભાઈ ! આપણે અહીં જે કંઈ વિવાદ આદિ થયું છે તે બધું અહીં જ મૂકવાનું છે. એની આછી-પાતળી પણ રેખા જો રહી જાય તો જન્માંતરમાં પણ શીંગડા માંડવા પડે અને કષાયાધીન પીડાઓ આપણે જ ભોગવવી પડે.’’ આ અને આ ભાવનું સૂચન કરીને– સાવજોગવિરઈ ઉકિત્તણ ગુણવઓ ય પડિવત્તી । ખલિયમ્સ નિંદણા વણતિગિચ્છ ગુણધારણા ચેવ । આ ગાથા ઉપર મહારાજજીએ લગભગ અર્ધા કલાક સુધી એવું હૃદયંગમ પ્રવચન કર્યું કે જેથી મને પણ એમ જ થયું શ્રી પુણ્યચરિત્રમ્ 79 Page #91 -------------------------------------------------------------------------- ________________ કે-મહારાજજી બોલે જ જાય અને હું સાંભળે જ જાઉં ! ‘શ્રી કડિયાની આંખ પણ ભીની થઈ ગઈ અને મહારાજજીના ચરણને પકડીને ભાવભીના સ્વરે બોલ્યા કે ‘‘સાહેબ ! મારા ઉપર આજ ખૂબ ઉપકાર કર્યો.’’ અહીં અંતસમયની આરાધનાનો મહિમા અને મહારાજજીનું કૂણું અંતર પ્રતિબિંબિત થાય છે. ૨૨. પ્રાયઃ વિ. સં. ૧૯૯૯ની સાલમાં કેટલાક સંબંધીઓ દ્વારા મને પ્રેરણા મળી કે બીડીઓનો ધંધો કરવામાં સારી કમાણી થઈ શકે તેમ છે. એક રાત્રે મહારાજજી પાસે જઈને મેં જણાવ્યું કે, મહારાજજી ! હું ધંધો કરું! કુતૂહલ થયું હોય તેવી દષ્ટિથી મહારાજજી બોલ્યા : ધંધો ? મેં કહ્યું : હાજી, બીડીઓના ધંધામાં પ્રાપ્તિ સારી થાય તેમ છે. મહારાજજીએ જણાવ્યું : આમાં મને કંઈ ખબર પડે નહીં, પણ જે કરે તે બરાબર વિચારીને કરજે. મેં જણાવ્યું કે સાહેબ ! બધો વિચાર કર્યો છે અને તેમાં સારું છે. પછી મહારાજજીએ કહ્યું કે તેં વિચાર તો કર્યો જ હશે, પણ પેલા ભરડાજીના શિષ્યના જેવો વિચાર ન થાય તેની ચોકસાઈ રાખવી. આમ કહીને પ્રસ્તુત ભરડાજીનું દૃષ્ટાંત આ પ્રમાણે કહ્યું–એક ગામમાં ગુરુ અને શિષ્ય ભરડાજી રહે. ગુરુજી શિષ્યને પ્રસંગે પ્રસંગે કહે કે બચ્ચા ! જ્યારે કોઈ પણ કામ કરવું હોય ત્યારે ખૂબ સોચી-સમજીને કરવું. શિષ્ય પણ ગુરુના વચનનો આદર કરતો. એક દિવસ સવારમાં શિષ્ય દાતણ કરવા બેઠો હતો ત્યારે સામેના વાડામાં ઊભેલા બળદ ઉપર શિષ્યની નજર પડી. શિષ્યને વિચાર થયો કે ‘‘આ બળદનાં બે શીંગડામાં મારું માથું આવી શકે કે કેમ? તે નક્કી કરવું જોઈએ.'' શિષ્યને બળદનાં શીંગડાંમાં માથું મૂકવાનો વિચાર આવ્યો તે સાથે જ ગુરુજીની ‘બહુ સોચી-સમજીને કામ કરવાની’ શિખામણ પણ યાદ આવી. એટલે શિષ્યે ઉતાવળ ન કરતાં આ સંબંધનો નિર્ણય કરવા માટે અંગત વિચારવા માંડ્યું. આમ છ મહિના સુધી વિચારીને તેણે નિર્ણય કર્યો કે બળદનાં બે શીંગડાં વચ્ચે માથું મૂકવું. અને શિષ્યે એમ કર્યું પણ ખરું ! માથું મૂકતાં જ બળદે શિષ્યને ઊંચો કરીને પટક્યો. બૂમ પાડીને શિષ્ય ઉભો થવા જતો હતો ત્યાં તો તેની બૂમ સાંભળીને ગુરુજી આવ્યા. ગુરુજીએ બૂમ પાડવાનું કારણ પૂછતાં, શિષ્યે બળદે પછાડવાની વાત કરી. ગુરુજી કહે : બેટા ! હું તને કાયમ કહું છું કે બહુ સોચી-સમજીને કામ કરવું. ત્યારે વળતો શિષ્ય બોલ્યો કે ગુરુજી ! એક-બે દિવસ નહીં, છ મહિના સુધી વિચાર કરીને પછી મેં બળદનાં શીંગડામાં માથું મૂક્યું, તોય મને પછાડયો! આ સાંભળીને હું સમજ્યો કે મહારાજજી મને ના નથી કહેતા, પણ હું બીડીઓનો ધંધો કરું તે મહારાજજીને રુચિકર તો નથી. મેં ધંધો ન કર્યો. ૨૩. જેસલમેરના જ્ઞાનભંડારોનો સમુદ્ધાર માટે પૂ. પા. મહારાજજીએ જ્યારે ગુજરાતમાંથી વિહાર કર્યો ત્યારે વિહારમાં આવતાં જે ગામોમાં પોતાનાથી મોટા મુનિમહારાજો વિરાજમાન હતા તેમની પાસેથી તેમણે જેસલમેરના ભંડારોના સમુદ્ધારકાર્યની સફળતા માટે વિનમ્રભાવે શુભાશીર્વાદ મેળવ્યા હતા. મહારાજજીના વિનમ્રભાવ માટે ગુજરાતના સુપ્રસિદ્ધ લેખક શ્રી ધૂમકેતુભાઈએ લખેલા ‘હેમચન્દ્રાચાર્ય’ પુસ્તકની પ્રસ્તાવના ‘‘લેખકનું નિવેદન’’માં લખ્યું છે કે— ‘‘હું જ્યારે પાટણ ગયો ત્યારે મહામુનિ શ્રી પુણ્યવિજયજીને મળવાનો મને પ્રસંગ મળ્યો. ‘વિદ્યા શ્રી પુણ્યરિત્રમ્ 80 Page #92 -------------------------------------------------------------------------- ________________ વિનયન શોભતે—એ સૂત્રને સદેહે જોવાથી જે આનંદ માણસને થાય તે આનંદ મને થયો. એમની અગાધ વિદ્વત્તા અને અદ્ભુત વિનમ્રતા ભરેલા વાતાવરણમાંથી મને હેમચંદ્રાચાર્યના જીવનઆલેખ વિષે કંઈક નવીન જ વસ્તુદર્શન થયું. હું એમનો અત્યંત ઋણી છું કે એમણે પોતાના અમૂલ્ય સમયમાંથી થોડી પળો મને આપીને મારા કાર્યને પ્રોત્સાહન આપ્યું છે, નેનાજુક તબિયત છતાં પ્રસ્તાવાનનો શ્રમ ઉઠાવ્યો છે. ગુજરાતી વિકત્સમાજના એ નિર્મળ રત્નને હું નમ્રતાથી વંદુ છું.” (પૃ. ૫-૬) ઉપર લખેલો પ્રસંગ પણ શ્રી ધૂમકેતુભાઈની હકીકતનો ઘોતક છે. ૨૪. જેસલમેર જતાં રણુંજ ગામના મુકામ પછી પાટણ આવવા માટે મહારાજજીએ વહેલી સવારે વિહાર કર્યો ત્યારે રેલમાર્ગની બાજુની કેડીમાં તેઓ ચાલતા હતા અને મનમાં પાઠ કરતા હતા. ચાલતાં ચાલતાં નાળું આવ્યું અને મહારાજજી સાત-આઠ ફૂટ નીચે પડી ગયા. જો કે કોઈ મહાવ્યથા ન થઈ, પણ પગમાં પીડા જણાઈ. પાટણ શ્રીસંઘના કેટલાય ભાઈઓ પાટણથી લગભગ બે માઈલ સુધી સામે આવેલા તેમાં હું પણ હતો. મહારાજજીએ પડી જવાની વાત કોઈને પણ ન કરી. પાટણમાં સામૈયું, વ્યાખ્યાન વગેરે પતી ગયું પછી મને બાજુમાં બોલાવીને કહ્યું કે “અમૃત ! હું આજરોજ સવારે પડી ગયો છું, વિહાર લાંબો કરવાનો છે અને પગમાં પીડા થાય છે. તું કોઈ કુશળ માણસને બોલાવી લાવ. પણ આ વાત કોઈને પણ જણાવીશ નહીં, તથા જે ભાઈ ઈલાજ કરવા આવે તેને પણ કહેજે કે તે પણ કોઈને વાત ન કરે. નાહકના લોકો દોડાદોડ કરશે.''હું જેષ્ઠિમલ્લ જ્ઞાતિના અને હાડવૈદનું કામ કરતા શ્રી પ્રતાપમલ્લ પહેલવાનને મહારાજજીની આજ્ઞા મુજબ સૂચન કરીને બોલાવી લાવ્યો. પુણ્યકાર્યના પ્રવાસી પુણ્યપુરુષની તકલીફ ૩૬ કલાકમાં તો બિલકુલ શમી ગઈ. અન્ય સાધુ-સાધ્વી મહારાજોની નાની-મોટી બીમારી માટે જોઈતી દવાઓના સંબંધમાં મહારાજજી વિના વિલંબે યોગ્ય ઉપાસક દ્વારા પ્રબંધ કરાવતા. પણ પોતા માટે બહુ ઓછી દવા લેવી પડે તેવું જ ઈચ્છતા. તેમનું સ્વાસ્થ પણ તેવું જ રહેતું. ૨૫. જેસલમેરના જ્ઞાનસત્રમાં હું પણ હતો જ. યોગાનુયોગે મહારાજજી અને અમે સૌ કાર્યકર ભાઈઓએ એક જ સમયે જેસલમેરમાં સાથે પ્રવેશ કર્યો. પ્રથમ તો ધર્મશાળામાં પુસ્તકોની પેટીઓ અને અન્ય સામાન ઢગલાના રૂપમાં મુકાયો. તેને વર્ગીકૃત કરીને અમે સૌ ગોઠવતા હતા. મહારાજજીએ એક ઓરડો તેમના માટે પસંદ કર્યો અને તેના બારણામાં તેઓશ્રી ઊભા હતા. અહીં અમારી સાથેના સામાનમાં જે એક નાની પેટીમાં ખર્ચ માટેના રૂા. 3000/- હતા તે પેટી જડે નહીં ! મેં લક્ષ્મણભાઈને પૂછ્યું કે ક્યાંક રહી ગઈ કે પડી તો નહીં ગઈ હોય ને? આમ અમે ચિંતામાં શોધાશોધ કરતા હતા. એટલામાં બારણામાં ઊભેલા મહારાજજીએ પૂછ્યું કે શું થયું છે? મેં પેટીની વાત જણાવી. મહારાજજી અતિસ્વસ્થ અને નિરાકુળ સ્વરે એટલું જ બોલ્યા કે જડશે એ તો! પણ અહીં આવ હવે આપણે અહીંના કામ વિશે વિચારીએ ! સામાન ઘણો હતો એટલે એક બીજા ખડકલાની નીચેથી પેટી તો મળી, પણ મહારાજજીની નિરાકુળતાથી અમે સૌ ખૂબ જ પ્રભાવિત થયા. 8; શ્રી.પુયચરિત્રમ્ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૬. જેસલમેરના નિવાસ દરમ્યાન રતલામથી વયોવૃદ્ધ શ્રીપૂજ્યજી મહારાજ જેસલમેર પધાર્યા હતા. મહારાજજીના કાર્યની તેઓશ્રીએ મુક્ત અને પ્રશંસા કરીને જણાવ્યું કે –મદBIનના માપ જ્ઞાન પ્રશાસન का महत्त्वपूर्ण कार्य करते हो इसमें कोई शक नहीं । फिर भी आप अगर शासनदेवी श्री पद्मावतीजी का अनुष्ठान તો માપ વિરોષસુર હા મહારાજજીએ તેમની સહજ સ્વસ્થતાથી જણાવ્યું કે– શ્રી પદ્માવતીની शासनदेवी है ही, शासन का कार्य करने की सूझ भी पद्मावतीजी को होगी ही । मैं मानता हूँ वहाँ तक मेरा कार्य शासनकार्य ही है, तो पद्मावतीजी की भी यह आवश्यकीय फर्ज है की वो मेरे शासनकार्य में सविशेष अनुकूलता करे। इतने काम में से समय निकाल के में पद्मावतीजी की आराधना में लग जाऊँ सो तो पद्मावतीजी को भी मंजूर રહોના ચાહિયે, રવિવો મૌર મેરે પરિણામો જ્ઞાતિ ને દાહિ! આ વાત સાંભળીને શ્રીપૂજ્યજી મહારાજે કોઈ દલીલ કરી ન હતી. ૨૭. જેસલમેરમાં એક રાત્રે હું મહારાજ પાસે શંકા પૂછવા બેઠો ત્યારે મહારાજજી શંકાસ્થળ જોતા હતા, તે વખતે મારી નજર તેમના આસન ઉપર પડેલા પત્ર ઉપર પડી. પત્રની પંક્તિમાં અનુયોગદ્વારસૂત્રનું નામ જોવાથી મને થયું કે આગમ સંબંધી વિગતનો પત્ર લાગે છે. તેથી જે ભાગ ખુલ્લો હતો તે વાંચતાં જણાયું કે એક ગુણગ્રાહી મુનિભગવંતના મંગાવવાથી મહારાજજીએ પોતે સુધારેલી અનુયોગધારસૂત્રની પ્રતિ મોકલી હશે. તે પ્રતિ જોઈને પત્ર લખનાર મુનિશ્રીએ મહારાજજી પ્રત્યે ખૂબ જ ભક્તિભાવપૂર્વક જણાવેલું કે, “અનુયોગદ્વારસૂત્રનું આવું સંશોધન વર્તમાનકાળમાં આપના સિવાય બીજાને માટે પ્રાયઃ અશક્ય છે.” પત્ર લખનાર મુનિશ્રીનું નામ વાંચીને મેં મહારાજજીને પૂછ્યું કે આ મહારાજે આપના માટે આવું સરસ લખ્યું છે?' મહારાજજીએ કહ્યું કે તે જોયું તો ભલે જોયું, આ આખો કાગળ વાંચી જા, પણ કોઈનેય કહીશ નહીં. કારણ કે અમારે સાધુસમુદાયમાં કોઈ વાર અનેક વિમાસણો હોય છે. આ હકીકત જાહેર થાય તો લખનાર મુનિને કદાચ તેમના વડીલોનો અણગમો વહોરવો પડે. ૨૮. અનેકવાર એવું બનેલું કે મહારાજજી સંશોધનકાર્ય કરતા હોય અને નજીકમાં જ પંન્યાસજી શ્રી રમણીકવિજયજી મહારાજ અને હું, મહારાજજી જરાય પ્રયત્ન વિના પણ સાંભળી શકે તેવા અવાજે, વાત કરતા હોઈએ. આ વાતની કોઈક બાબત માટે મહારાજજીને અમે અલગ અલગ પૂછીએ કે– કેમ સાહેબ! મેં કહ્યું તેમ છે ને? ત્યારે અમારી મોટા અવાજે થયેલી વાતનો એક પણ શબ્દ મહારાજજીને સ્પર્શેલો જ નહીં તેથી મહારાજજી અમારી આખી વાત સાંભળે ત્યારે જ ઉત્તર આપે. ટૂંકમાં, બાજુમાં કોણ શું કરે છે? તેનો જરા પણ ખ્યાલ મહારાજજીને રહેતો નહીં. સંશોધનકાર્યમાં તેમની તલ્લીનતા સદાને માટે રહેતી, એટલું જ નહીં, મારા માટે તો મેં અનેકવાર અનુભવ્યું છે કે, મહારાજજીની તલ્લીનતાની અસર મને ઘણીવાર થતી કે જેથી સમયનો અને થાકનો ખ્યાલ પણ વીસરી જવાતો. આજ અનેકવાર તેમના અભાવમાં મન ભારે થઈ જાય છે ! ૨૯ પૂજ્યપાદ શ્રુતસ્થવિર, આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરીશ્વરજીની સૂરતમાં ગંભીર અને અંતિમ માંદગી હતી તે સમયે મહારાજજી વડોદરામાં હતા. તેમની સાથે આગમોના કાર્ય અંગે કેટલીક આવશ્યકીય ચર્ચા થી પુરાચરિત્રમ 82 Page #94 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે મહારાજજી વડોદરાથી સુરત ગયા હતા. સૂરતથી વડોદરા પધાર્યા પછી કેટલાક દિવસ પછી મારે પાટણથી વડોદરા જવાનું થયું. એક દિવસ પ્રાસંગિક રીતે મેં મહારાજજીને પૂછ્યું કે “સાહેબ ! સુરત જઈને શું કરી આવ્યા?” મહારાજજીએ જણાવ્યું કે “અમૃત! કામ કરતાં આપણને જે જે સ્થાનો ધ્યાન ખેંચે તેવાં લાગે છે તે પ્રત્યેક સ્થાન સાગરજી મહારાજની નજરમાં છે. અને તેઓએ ખૂબ જ ગંભીર બાબતોને યથાર્થ ભાવે પચાવી રાખી તેથી જ એમનું શ્રુતસ્થાવિર્ય છે એમ કહી શકાય.” ૩૦. વયોવૃદ્ધ સાધ્વીજી શ્રી રત્નશ્રીજી મહારાજ મહારાજજીનાં માતુશ્રી હતાં. પોતે સાધ્વી અને પુત્ર સાધુ હોવા છતાં માતા તરીકેની તેમની લાગણીઓ સાવ લુપ્ત તો ન જ થાય એ સ્વાભાવિક છે. આથી જ અનેકવાર મહારાજજી, સાધ્વી-માતાનું મન સાચવવા, આંતરિક રીતે અલિપ્ત ભાવે, પણ જરાક ઉભડક ન લાગે તેવી રીતે, સાધ્વી-માતા પાસે જતા અને તેમને સંતોષ થાય તે રીતે તેમનું મન સાચવતા. માતા પાસે બેસીને તેઓને સુગમ બને તે રીતે, વિવિધ પ્રસંગે, તાત્વિક વિનોદ સાથે કરતા. આવા કેટલાક પ્રસંગોમાં હું પણ મહારાજજીની સાથે જતો. ૩૧. એક દિવસ સાથે રહેલા મુનિઓ પૈકી બે મુનિભગવંતોને પરસ્પર ઊંચાં મન થયાં, પણ મહારાજજીની ઉપસ્થિતિમાં કષાયનું મોટું સ્વરૂપ થઈ શકે નહીં. આમ છતાં તે બન્ને મુનિઓનાં મન પરસ્પર કષાયિત રહેતાં હતાં. આ વાત મહારાજજી પામી ગયા હતા. મહારાજજી વ્યક્તિવિશેષને સમજાવવા માટે સમય પાકવાની અવધિ પણ વિચારતા, આથી તાત્કાલિક તો તેમણે કોઈ મુનિને કશું જ કહ્યું નહીં. હું બપોરે મહારાજજીની પાસે ગયો ત્યારે તેમણે મને અંગત રીતે જણાવ્યું કે “ધર્મની વિવિધ આરાધના અને આત્મશાંતિના ઉપાયો પૈકીના એક એક પ્રકારની આ બે જણા (જેમને પરસ્પર ઊંચા મન હતા તે) વર્ષોથી આરાધના-ઉપાસના કરે છે, પણ કેમ જાણે આત્મકલ્યાણ માટેનો મુખ્ય હેતુ તેમના લક્ષમાં જ આવતો નથી ! આ બે જણાએ શાસ્ત્રાભ્યાસ અલ્પ કર્યો છે, છતાં કષાયોનો પરિપાક કેવો હોય છે?' તે તો તેમણે અનેક વાર વાંચ્યું હશે ‘જ્ય અયિં ચરિત્ત’ ગાથાનો અર્થ જો સાચી રીતે વિચારે તો તેમને કષાયનિમિત્તના પ્રસંગોમાં સ્વભાન આવે જ. આમાંય પ્રશસ્ત કષાયનો અને અપ્રશસ્ત કષાયનો સત્યાર્થ સમજ્યા વિના જે પ્રશસ્ત કષાયનો આશ્રય લેવામાં આવે છે તે તો પ્રાયઃ પ્રત્યેક વ્યક્તિનો ભિન્ન ભિન્ન હોય છે અને તે મોટે ભાગે અશાસ્ત્રીય પણ છે. અમૃત! આપણા ત્યાં કષાયત્યાગ માટે ઘણો ઘણો ઉપદેશ છે એ તો ખરું, પણ અન્ય ધર્મોમાં પણ કષાયજયથી આત્મકલ્યાણ માટે સારી રીતે લખાયું છેઉપદેશાયું છે.' આટલું કહીને મહારાજજીએ એક બાદશાહનું દષ્ટાંત કહ્યું. તે આ પ્રમાણે છે એક બાદશાહે મોટી ઉંમર સુધી રાજવૈભવ ખૂબ ભોગવ્યો. એક દિવસ તેને વિચાર આવ્યો કે “રાજસુખ ખૂબ ભોગવ્યું; હવે ખુદાની બંદગી માટે શેષ ઉમર ગાળવી જોઈએ-ફકીરી લેવી જોઈએ. પણ જો લોકો જાણે કે મેં ફકીરી લીધી છે, તો મારા વૈભવત્યાગથી લોકો મને સાચો ફકીર થવા દેશે નહિ, અને માન-પૂજા-આદર કર્યા જ 83 થી પુણ્યચરિત્રમ્ | Page #95 -------------------------------------------------------------------------- ________________ કરશે. માટે કોઈને પણ જણાવ્યા વિના મારે ફકીર થવું જોઈએ.'' આ વિચાર નિશ્ચિત કર્યા પછી એક રાત્રે બાદશાહ, કોઈને । પણ કહ્યા વિના, પોતાની રાજધાની છોડીને બહાર નીકળી ગયો. જ્યાં પોતાને કોઈ પણ ન ઓળખે તેવા પ્રદેશમાં જવાનો નિર્ધાર કરી કેટલેક દિવસે પોતાના રાજ્યની હદથી પણ ઘણે દૂર બાદશાહ ફકીર નીકળી ગયા. ‘જ્યાં જાય ત્યાં ગામ બહારનાં ખંડેરોમાં પડડ્યા રહેવું, સૂકું-લૂખું, ઓછું-વધતું જે મળે તે ખાવું અને પ્રસન્નચિત્તે ખુદાની બંદગી કરવી.’-આ ક્રમમાં બાદશાહ ફકીરનાં બાર વર્ષ વીત્યાં. શરીરનો વર્ણ વગેરે એટલું તો બદલાઈ ગયું કે પૂર્વના સતત પરિચયમાં આવનાર માણસો પણ બાદશાહને ઓળખી ન શકે. આત્મશાંતિ માટે સહેલાં કષ્ટથી બાદશાહને આંતરિક આનંદ જ રહેતો. બાર વર્ષ વીત્યા પછી બાદશાહફકીરને વિચાર આવ્યો કે ‘‘મને કોઈ પણ રીતે મારાં પૂર્વનાં સુખ-ચેન અને વૈભવ-વિલાસનું સ્મરણ સરખયું સ્પર્શતું નથી, છતાં મારા આત્માની સાચી કસોટી કરવા માટે મારે મારી રાજધાનીમાં જવું જોઈએ.’' આમ વિચારીને બાદશાહ-ફકીર લાંબા ગાળે પોતાની રાજધાનીમાં આવે છે; નગર બહાર ખંડેરોમાં પડચા રહે છે. રોજ નગરમાં જાય છે, પણ કોઈ તેમને ઓળખી શકતું નથી; સાથે સાથે બાદશાહ-ફકીરને પણ કોઈ દિવસ ક્ષણમાત્ર પણ પોતાના અધિકારનું મમત્વ સ્પર્શતું નથી.આમ થોડા દિવસ ગયા પછી એક દિવસ નગરના બજારમાં એક ચકોર માણસે બાદશાહ-ફકીરને જોઈને નિશ્ચય કર્યો કે આ ફકીર ચોક્કસ અમારો બાદશાહ છે. આ નિશ્ચય કર્યા પછી એ માણસને વિચાર આવ્યો કે ‘આ બાદશાહ ફકીરી સાચી છે કે કાચી, તેની પરીક્ષા તો મારે કરવી જ જોઈએ.’ આમ વિચારી એક દિવસ બાદશાહ-ફકીર નગરમાંથી ભિક્ષા લઈને ખંડેરો તરફ જતા હતા ત્યારે આ માણસ તેમની પાછળ પાછળ ખંડેરો સુધી ગયો. અને તેણે વિનયથી હાથ જોડીને કહ્યું - ‘મુર્શદ! આપ મારા ઘેર ભોજન લેવા માટે આવતી કાલે પધારો તો મારું કલ્યાણ થાય’ બાદશાહ-ફકીરે કહ્યું કે ‘અચ્છા બેટા, આયેંગે’. બીજે દિવસે પરીક્ષક યજમાન બાદશાહ-ફકીરને લેવા માટે ખંડેરમાં ગયો, અને તેમના સાથે લઈને પોતાના ધર તરફ ચાલવા માંડડ્યો. જ્યારે પોતાનું ઘર ત્રણ સો હાથ દૂર રહ્યું ત્યારે પરીક્ષક યજમાને બાદશાહ-ફકીરને આંખ ફેરવીને કહ્યું કે- ‘ક્યા તૂને હમારે લિયે ફકીરી લી હૈ? હરામ કા ખાના હૈ? ચલા જા યહાંસે !' આ સાંભળી બાદશાહ-ફકીરે જે કરુણામયી દષ્ટિથી નોંતરું સ્વીકારીને ‘અચ્છા બેટા, આયેંગે’ કહ્યું હતું તેવી જ દષ્ટિથી વળતું જણાવ્યું કે ‘અચ્છા બેટા, જાતા હૂં.' ફરી બીજે દિવસે પરીક્ષક યજમાન બાદશાહ-ફકીરની પાસે ગયો, અને પસ્તાવો કરીને કહેવા લાગ્યો કે- મેં આપની સાથે નાલાયકીભર્યું વર્તન કર્યું છે તેથી હું ખૂબ જ બેચેન છું. આપ જો મારા ઘેર ભોજન લેવા નહિ પધારો તો મને ચેન નહીં પડે. આ સાંભળી બાદશાહ-ફકીરે પૂર્વવત્ પ્રસન્ન દષ્ટિથી કહ્યું કે અચ્છા બેટા, આયેંગે. આ બીજે દિવસે પહેલા દિવસ કરતાં પોતાના ઘર તરફ જરા વધારે આગળ સુધી આવીને પરીક્ષક યજમાને બાદશાહ-ફકીરને કહ્યું કે‘કલ નિકાલા ગયા થા, ફિર આજ હરામકા ખાને કે લિયે આયા હૈ? મહેનત-મજદૂરી કર, નિકલ યહાં સે!’ આ સાંભળી બાદશાહ-ફકીરે પૂર્વવત્ રીતે જણાવ્યું કે ‘અચ્છા બેટા, જાતા હૂં.’ શ્રી પુણ્યચરિત્રમ્ 84 Page #96 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે પરીક્ષક યજમાન રોજ બાદશાહ-ફકીરની પાસે જઈને વિનયથી ઉત્તરોત્તર વધુ ને વધુ પસ્તાવાપૂર્વક માફી માગીને તેમને પોતાના ઘેર ભોજન લેવા માટે નોતરી લાવે, અને જેમ જેમ ઘર નજીક આવે તેમ તેમ ઉત્તરોત્તર દિવસોમાં “કુત્તા, હરામી, કમીના” આવા હલકા શબ્દો વાપરી બાદશાહ-ફકીરનો તિરસ્કાર કરે, બાદશાહ-ફકીર પણ નોંતરું મળે તે વખતે તથા તિરસ્કાર થાય તે વખતે પણ પૂર્વવત્ શાંતિથી જવાબ આપતા. આ રીતે પરીક્ષક યજમાને પોતાના ઘરના પગથિયા સુધી નોંતરી લાવીને બાદશાહ-ફકીરનો કુલ વીસ દિવસ સુધી તિરસ્કાર કર્યો. આ બધા દિવસોમાં બાદશાહ-ફકીર પૂર્વવત્ અમીદ્રષ્ટિથી જવાબ આપતા. એકવીસમા દિવસે પરીક્ષક યજમાનનો આત્મા કંપી ઊઠયો, બાદશાહ-ફકીરને નોતરીને ઘેર લાવી જમવા બેસાડ્યા. ફકીર જમે છે, યજમાનનો આત્મા કકળીને મનોમન કહેવા લાગ્યો‘આવા સંતને સતાવીને હવે તારું શું થશે? ઝેરનાં પારખાં ન થાય, તે તેં કર્યા! તારી શી દશા થશે?' આવા આવા વિચારવમળમાં તેનું મન ભરાઈ ગયું અને એ મોટે અવાજે બાદશાહ-ફકીરના ખોળામાં માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો. બાદશાહફકીરે કહ્યું કે બેટા, કયું રોતા હૈ? પરીક્ષક યજમાન બોલ્યો- આપ બાદશાહ છો, એ મેં બાવીસ દિવસ પહેલાં નક્કી જાણી લીધું અને આપની ફકીરીની પરીક્ષા કરવા માટે મેં આપની સાથે જે વર્તાવ કર્યો તે મારો ગુનો કદી માફ નહીં થાય. આમ બોલતાં બોલતાં પરીક્ષક યજમાન ખૂબ ખૂબ અકળાઈને રોવા લાગ્યો. ફકીરે તેના વાંસા ઉપર હાથ ફેરવીને શાંતિથી જણાવ્યું કે-“બેટા! ઈસમેં તેરા કોઈ કસૂર નહીં હૈ, તેરે મેં શયતાન આયા થા ઈસસે તૂને ઐસા કિયા, અબ શયતાન ચલા ગયા હૈ, તો કિસ લિયે રોતા હૈ? શયતાનને શયતાની કામ કિયા ઈસમેં તેરા કોઈ કસૂર નહીં હૈ. ખડા હો જા ઓર ગભરા મત. ખુદા કી બંદગી ઔર હો સકે ઈતની બૈરાત કર, અબ ખુશ હો જા ! જિંદગાની લંબી હૈ, અચ્છા કામ કર, તેરા અચ્છા હી હોગા!” આ દષ્ટાંત કહ્યા પછી મહારાજજીએ જણાવ્યું કે–અમૃત! કષાયનાં નિમિત્તો ન મળે ત્યાં સુધીની જુદી વાત, પણ કષાયનાં નિમિત્તો મળતાં આત્મા જેટલે અંશે સમભાવ કેળવે તેટલે અંશે અમારી સાધુતા છે. બાકી તો કષાયનું નિમિત્ત થનારે પહેલ કરી અને તેના પછી જો આપણે તેનો બદલો લઈએ તો આપણામાં અને કષાયના નિમિત્તભૂત વ્યક્તિમાં ઝાઝો ફરક ન કહેવાય. અહીં મહારાજજી માટે અનેકવાર અનુભવેલી હકીકત જણાવું છું કે મહારાજજી પ્રત્યે અયોગ્ય રીતે વર્તનાર માણસને કોઈને કોઈ દિવસ પસ્તાવાનો પ્રસંગ આવે તે રીતે મહારાજજીનો તેની સાથે વ્યવહાર થતો હતો. ૩૨. એક વખત મને પ્રસંગવશ એક વ્યક્તિ ઉપર રોષભાવ થયો. મહારાજજીની પાસે જઈને બધી વાત જણાવીને મેં કહ્યું કે--હું તેમની સામે જાહેરમાં લખવાનો છું. મહારાજજી અતિસ્વસ્થપણે સાંભળી જ રહ્યા; કશું જન બોલ્યા. થોડીવાર અન્ય સામાન્ય વાતો કરતાં પ્રસંગ લઈને તેઓએ એક દષ્ટાંત કહ્યું, તે આ પ્રમાણે એક ઠાકોરના ત્યાં નાની અશ્વશાળા હતી. એક દિવસ પડોશી દુશ્મને ઠાકોરના સીમાડાં ભાંગ્યા તેથી 35 બી પુરા-ચરસ sain Education International For Private & Pers Page #97 -------------------------------------------------------------------------- ________________ σε ઠાકોરે તેની સાથે લડાઈ કરવાની તૈયારી કરી. લડવૈયાઓ અશ્વશાળાના બધા ઘોડા લઈને તૈયાર થયા. ઠાકોર અશ્વશાળામાં આવ્યા ત્યારે ત્યાં એક પણ ઘોડો ન હતો. અશ્વપાલકને પૂછતાં જણાવ્યું કે યોધ્ધાઓ બધા ઘોડા લઈને તૈયાર થઈને ઉભા છે. ઠાકોરે પોતાના માટે ઘોડાની વ્યવસ્થા કરવાનું સૂચવતાં અશ્વપાલે જણાવ્યું : ‘‘મહારાજ ! આ એક ઘોડી જ બાકી છે અને તે જાતવાન છે. તેના પૂર્વજોએ આપના પૂર્વજોને લડાઈઓમાં ખૂબ જ સફળતા અપાવેલી છે, પણ તે સગર્ભા છે.’’ ઠાકોરે કહ્યું ‘“જાતવાન છે એટલું જ બસ છે. સગર્ભા છેતે તો હું કાળજીથી સંભાળી લઈશ.’' ઘોડી ઉપર સવાર થઈને ઠાકોર લડાઈના મેદાનમાં આવ્યા. અને કુશળતાથી શત્રુ ઉપર જય મેળવ્યો. લડાઈમાં કાળજીપૂર્વક સંભાળવા છતાં જુસ્સાના આવેગમાં ઠાકોરે એક વાર જરા જોરથી ઘોડીને એડી મારેલી. થોડી દિવસ પછી ઘોડીને સુંદર લક્ષણયુક્ત વછેરો જન્મ્યો. પણ ઠાકોરની એડી વાગવાના કારણે તેની એક આંખ ફૂટી ગયેલી. દિવસો જતાં વછેરાની ચપળતા અને હોંશિયારીથી પ્રેરાઈને અશ્વપાલને તેના ઉછેરમાં વધારે લાગણી રહેતી. તે એક આંખે કાણો હોવાથી અશ્વપાલે તેનું નામ ‘કાણેખાં’ રાખ્યું. થોડા દિવસો જતાં એક દિવસ કાણેખાંએ પોતાની માને પૂછ્યું – મા! બધા ઘોડાને બે આંખો છે અને મારે એક જ આંખ કેમ ? માએ લડાઈની વાત કરતાં જણાવ્યું કે માલિક આપણને તેના સંતાન કરતાં પણ અધિક લાગણીથી પોષે છે, પણ લડાઈમાં ખૂબ જ કાળજી રાખવા છતાં જુસ્સાને લીધે ઠાકોરે એક જ વાર એડી મારેલી તેથી તારી આંખ ફૂટી ગઈ. આ સાંભળીને કાણેખાંને ગુસ્સો આવ્યો અને એ બોલ્યો કે–મને જરા મોટો થવા દે, પછી તારા ઠાકોરની ખબર લઈ બતાવું. માએ કહ્યું– બેટા! આપણા આવા માયાળુ માલિક માટે આવું વિચારવું કે બોલવું તેમાં આપણી નાલાયકી કહેવાય. આમ છતાં કાણેખાં તો મનમાં ડંખ રાખે જ ગયો. કેટલોક સમય ગયા પછી કાણેખાં મોટો થયો. યોગાનુયોગ વળી પડોશી શત્રુએ હુમલો કર્યો અને ઠાકોરે લડાઈની તૈયારી કરી. આ વખતે ઠાકોર માટે યોગ્ય ઘોડા તરીકે અશ્વપાલે કાણેખાંની પસંદગી કરીને ઠાકોરને કહ્યું– એ કાણો છે પણ અતિ ચપળ અને સમયસૂચક છે; ઉપરાંત, તેને સારી રીતે કેળવેલો છે. ઠાકોરે કહ્યું—ભલે, તૈયાર કરો. અશ્વશાળામાં આવીને અશ્વપાલે કાણેખાને કહ્યુ–તારા મા-બાપ, દાદા અને પડદાદાએ આપણાં ઠાકોર સાહેબોને અનેક લડાઈઓમાં જિતાડચા છે. તે પ્રમાણે તું પણ કુશળતાથી ઠાકોરને લડાઈમાં જય અપાવજે. આ સાંભળીને કાણેખાં, તેની મા પાસે જઈને કહેવા લાગ્યો–મા ! આજ તારા ઠાકોરને મારી આંખ ફોડવાની સજા ન આપું તો હું કાણેખાં નહિ ! આજ તો તારા ઠાકોરને દુશ્મનના હાથમાં જ સોંપી દઉં. આ સાંભળીને માનું હૈયું વલોવાઈ ગયું અને તે બોલી “બેટા ! મેં તને અનેકવાર સમજાવ્યો તોય તું સમજતો નથી તે સારું નથી. આપણી પેઢીઓના પોષનારના ઉપકારનો સારો બદલો આપવો એ આપણી ફરજ છે.આમ મા બોલતી હતી ત્યાં કાણેખાં રોષમાં ને રોષમાં જ ચાલવા માંડડ્યો. કાણેખાંને જતાં જતાં છેવટે મા એટલું જ બોલી કે બેટા ! ભલે તું રોષમાં જાય છે, પણ મને વિશ્વાસ છે કે તારી જાત તને ખોટું કામ નહીં કરવા દે. ઠાકોર કાણેખાં ઉપર સવાર થઈને લડાઈના મોરચે આવ્યા. મોરચા ઉપર ચારણોએ એકેક યોધ્ધાને શૂર ચડે તેવી રીતે બિરદાવ્યા પછી કાણેખાંને પણ ચારણોએ કહ્યું–‘“તારી માએ અને તારા બાપ-દાદાઓએ આ ઠાકોરને અને તેના પૂર્વજોને લડાઈમાં જીવસટોસટના શ્રી પુણ્યચરિત્રમ્ 86 Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગોમાં આબાદ રીતે જિતાડેલા. તું પણ તેમના જ વંશનો છે એટલે તારી બહાદુરી બતાવવામાં પાછી પાની ન કરતો. ચારણો જેમ જેમ આવાં વચનો બોલતાં ગયાં તેમ તેમ કાણેખાંનાં નકસોરાં કૂલતં ગયાં અને તેણે નિશ્ચય કર્યો કે આ લડાઈમાં તો ઠાકોરને જીવના જોખમે પણ બચાવવા. અને ખૂબ જ ચતુરાઈથી કાણેખાંએ ઠાકોરને જિતાડ્યા. આ દષ્ટાંત કહીને ઉપસંહારમાં મહારાજજીએ કહ્યું–આવાં દષ્ટાંતો જીવનમાં પ્રેરણા લેવા માટે હોય છે. આટલું સાંભળ્યા પછી મેં જે લખવાનો વિચાર કર્યો હતો તે સદંતર માંડી વાળ્યો, એટલું જ નહીં, આવા પ્રસંગોમાં મારા માટે તો મહારાજજી સદાને માટે પ્રેરક બની રહ્યા છે. ૩૩. મહારાજજી ખૂબ જ મક્કમ મનના હતા, છતાં કોઈ કરુણ પ્રસંગ જોતાં કે સાંભળતાં તેઓ ગગ પણ થઈ જતા. એક દિવસ લુણાવાડાના ઉપાશ્રયે હું ગયો તે અગાઉથોડી જ વાર પહેલાં એક યુવક મહારાજજીને મળીને ગયેલો. મહારાજજીએ મને કહ્યું–અમૃત ! એક ભાઈ મુંબઈથી આવ્યો હતો. તેની મા માંદી છે, તેની સેવા માટે બીજું કોઈ નથી. તેથી તેણે મા પાસે જવા તેના શેઠની રજા માગી. જવાબમાં શેઠે જણાવ્યું કે–તારો હિસાબ ચૂકતે લઈને જાઓ, તમે નોકરીથી છૂટા છો. અમૃત! શુભાશુભના ઉદય પ્રમાણે જીવને વેદન છે એ તો નિશ્ચિત છે જ, છતાં આવી નિષ્ફરતા એ પણ....' આટલું કહેતાં તો મહારાજજીનો કંઠ ભરાઈ ગયો અને આંખ ભીની થઈ ગઈ, આગળ મહારાજજી કશું જ બોલ્યા નહીં, અહીં વજનાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિા લોકોત્તરણાં ચત્તાંસિ કો હિ વિજ્ઞાતુમહતિ આ ઉક્તિ મહારાજજીમાં મૂર્ત થાય છે. ૩૪. એક દિવસ હું લુણસાવાડા મોટીપોળના ઉપાશ્રયમાં મહારાજજી સાથે બેસીને કામ કરતો હતો. વચમાં પ્રાંસગિક વાતચીતમાં મહારાજજીએ જણાવ્યું કે-“મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે પોતાના માટે એક સ્થળે અસ્માદશાં પ્રમાદગ્રસ્તાનાં ચરણકરણહીનાનામ.... (આખું વાક્ય યાદ નથી રહ્યું:) લખ્યું છે. અમૃત! તું વિચાર કર જો ઉપાધ્યાયજી મહારાજ જેવા સમર્થ જ્ઞાની અને ત્યાગી મહાપુરુષનો આ પ્રકારનો સ્વાનુભવ હોય તો અમે શુદ્ધ સંયમઆરાધના માટે ગૌરવ લઈએ તે કેટલું બેહૂદું અને સત્યથી વેગળું છે, એટલું જ નહીં, તે આત્મવંચના પણ છે.” ૩૫. અમદાવાદ-પંચભાઈની પોળના વતની અને મારા આદરણીય મુરબ્બી શ્રી લાલભાઈ સોમચંદભાઈએ મને એક દિવસ જણાવ્યું કે-“પૂ.શ્રી ભદ્રમુનિજી (આજ દિવંગત છે) જૈનોના બધા ફિરકાઓનું ઐક્ય કરવા માટે પ્રયત્ન કરવા ઈચ્છે છે અને આકાર્યમાં પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજનો સહકાર મેળવવાની પણ તેમની ભાવના છે. આ સંબંધમાં તમે મહારાજજીને પૂછીને યોગ્ય પ્રયત્ન કરો તો સારું કામ થાય.” મેં મહારાજજીને આ વાત કહી. જવાબમાં મહારાજજીએ જણાવ્યું કે “આગ્રહો એટલા જડ ઘાલીને બેઠા છે કે જેથી આપણે માનીએ તેટલું આ કામ સરળ નથી. આવાં કાર્ય કરતાં કોઈ વાર સુષુત આગ્રહો ઉત્તેજિત થાય તેવો પણ સંભવ રહે છે અમૃત ! આ સંબંધમાં મને તો કોઈ વાર એવો પણ વિચાર આવેલો કે શ્રવણ 87 શ્રી પુણ્યચરિત્રમ્ Page #99 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર પોતે આવીને આ બધાને પોતાની પ્રરૂપણા સમજાવીને એક થવા કહે તો પણ કોઈ માને કે કેમ? તે એક પ્રશ્ન છે. જો કે એ એક વિચાર પૂરતી અસત્ કલ્પના છે. આ સંબંધમાં તને એક દષ્ટાંત કહું છું.” આમ કહીને મહારાજજીએ આ પ્રમાણે દષ્ટાન્ત કહ્યું સાતસો દોહાના રચનાર બિહારીદાસજી એક ત્યાગી-વૈરાગી સંતપુરુષ હતા. તેઓ એક દિવસ એક ગામની ધર્મશાળાની પડાળીના એક ખૂણામાં બેઠા હતા. સાંજના સમયે એ પડાળીમાં ઊતરેલા અન્ય બાવાઓ પોતપોતાના શિષ્યો સાથે ભોજન લઈને બેઠા હતા. તેવામાં એક ગુરુ-બાવાજીએ પોતાના શિષ્યની આગળ બિહારી સતસઈનો એક દોહો કહ્યો અને તેનો અર્થ સમજાવ્યો. આ સાંભળીને નજીકમાં બેઠેલા બીજ એક ગુરુ બોલ્યા - આપને જો બિહારીદાસજીકે દોહે કા અર્થ કહા સો ગલત હૈ, ઇસકા અર્થ તો ઐસા હોતા હૈ આ સાંભળીને પહેલા બાવાજી બોલ્યા - ભાઈ મેરે ગુરુજીને મુઝે જો અર્થ બતાયા હૈ સો મેં કહતા હૈ, ઔર વહી અર્થ સહી હૈ બીજા બાવાજીએ પણ જણાવ્યું કે મેંને જો અર્થ કહા વો ભી મેરે ગુરુજીને સિખાયા હૈ, મેરે ગુરુજી બહુત જ્ઞાની થો આ સાંભળી પહેલા બાવજી બોલ્યા - તો ક્યા મેરે ગુરુજી અજ્ઞાની થે? આયે બડે જ્ઞાની ગુરુવાલે! બીજા બાવજી બોલ્યા-મુંહ સંભાલ કે બોલો, ક્યા સમઝ રખા હૈ તુમને હમારે ગુરુજી કો? આમ પરસ્પર ચડસાચડસીમાં બે બાવાજી લડવા તૈયાર થઈ ગયા. આ વાત ખૂણામાં બેઠેલા સંત બિહારીદાસજી સાંભળતા હતા. તેમણે વિચાર્યું કે મારા રચેલા દોહાના અર્થ માટે આ બે જણ ખોટા લડે છે; અને મારું કહેવાનું તાત્પર્ય તો આ બે કહે છે તેથી જુદું જ છે, તો એમને સમજાવું. આમ વિચારીને સંત બિહારીદાસજી ઝઘડી રહેલા એ બે બાવાઓની પાસે જઈને હાથ જોડીને બોલ્યા કે–ભાઈ! મેં બિહારી હું, આપ જિસ દોહે કે અર્થ કે બારે મેં વિવાદ કરતે હો ઉસકા સહી અર્થ યહ હૈ આટલું કહેતાં તો ઝઘડતા બન્ને બાવાઓ ચીપિયા લઈને ઊભા થયા અને બોલ્યા કે ક્યા બિહારીદાસજી ઐસે હોતે હૈં? આયા બડા બિહારીદાસ બનકે!ભાગ યહાં સે આટલું કહીને એ બેય બાવા બિહારીદાસજીને ધકકે ચડાવવા જાય તે પહેલાં સંત બિહારીદાસજી પોતાની ગોદડી લઈને ધર્મશાળાની બહાર જતા રહ્યા. “અમૃત ! આ સ્થિતિ છે સમાજની! માટે આવા પ્રયત્નોમાં પડીએ તો સફળતા શક્ય નથી; આપણાં કામ, સમય અને શક્તિ બગડવાનો સંભવ છે.” આટલું અંતમાં મહારાજજીએ જણાવ્યું. મહારાજજીએ અહીં જણાવેલી વાત મેં શ્રી લાલભાઈને જણાવી હતી. ૩૬. શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંચાલિત આગમપ્રકાશનના કાર્ય અન્વયે શ્રી અનુયોગકારસૂત્રનું કાર્ય ચાલતું હતું. તદન્વયે મને મહારાજજીએ રાત્રે બોલાવેલો. અનુયોગદ્વારસૂત્રનાં સૂત્રોને સંખ્યાક્રમ આપવાનું કામ કરવાનું હતું. કામ કરતાં કરતાં લગભગ રાતના બાર વાગ્યા હશે. મહારાજજી જ્યારે કાર્યમાં પરોવાયા હોય ત્યારે સદાને માટે તેમની આકૃતિ અને આંખની વિશિષ્ટ પ્રતિભા ઊપસતી. આ વખતે પણ મેં મહારાજજીના સામે જોયું, દાઢી પણ ઠીક ઠીક વધેલી હતી, મારાથી સહજભાવે બોલાઈ ગયું–“મહારાજજી! આપ અત્યારે ઋષિ જેવા લાગો છો.” મહારાજજી બે મિનિટ સુધી તો કશું જ બોલ્યા નહીં. પણ પછી એમણે કહ્યું કે-“અમૃત ! શ્રી પુણ્યચરિત્રમ્ 88 Page #100 -------------------------------------------------------------------------- ________________ તું નિશ્ચિત માનજે કે મારો આત્મા યોગભૂમિને સ્પર્શેલો છે.” આ સમયની તેમની આંખ અને આકૃતિ જેવી હતી તેવી જ અત્યારે પણ મારી સામે મૂર્ત થાય છે. અને ધન્યતા તથા વિરહદુઃખ અનુભવાય છે. ૩૭. સંશોધન-સંપાદન સંબંધી યત્કિંચિત્ જે આવડત મને મળી છે, તે પૂજ્યપાદ મહારાજજીની જ પ્રસાદી છે, એ એક હકીકત છે. અર્થાત્ આવા પ્રકારની આવડત તે મારી નહીં પણ મહારાજજીની જ છે. આથી હું જે કંઈ પ્રમાણિત કાર્ય કરું છું તે, અર્થાપત્તિએ, મહારાજજીએ કર્યું છે એમ હું સદાને માટે માનું છું. શ્રી અનુયોગવારસૂત્રના સંશોધન પ્રસંગે એક રાત્રે મહારાજજીની સાથે બેઠો હતો ત્યારે મારાથી એક સ્થાનને ઝડપથી નિર્ણય લઈને બોલી જવાયું. મહારાજજીએ સૂચક અને ગંભીર આંખે મારા સામે જોઈને કહ્યું– અમૃત! તું ગયા ભવમાં શું હોઈશ? મેં કહ્યું - અર્ધમાગધી-પ્રાકૃત ભણ્યા વિના પણ આ કાર્ય કરવામાં હું ઉપયોગી થાઉં છું તેમાં મુખ્યતયા આપશ્રીનો અનુગ્રહપૂર્ણ ઉપકાર તો મુખ્ય છે જ, છતાંય ગત જન્મમાં કદાચ ગોરજી (જાતિ) હોઈશ !મહારાજજીએ વાત પૂરી કરવાના ઢંગથી કહ્યું-તારી રીત-રસમ ઉપરથી એટલું તો કહી શકાય કે તું ગયા જન્મમાં ગોરજી-યતિ તો નહીં હોય પણ કોઈ અતિચારસેવી સાધુ હોઈશ. આગળ ચાલતાં તેમણે જણાવ્યું કે-“આટલાં વર્ષોના પરિચયથી મને લાગે છે કે આપણે ગત જન્મોમાં સાથે હોઈશું અને આવતા જન્મોમાં પણ મળીશું. અમૃત ! આગમોના કામ માટે આપણે બીજો ભવ કરવો પડશે, અને તે વખતે આ જન્મનાં કાર્યો આપણને સવિશેષ બળ આપશે.'' આ વાત સાંભળી ત્યારે મારા મનમાં થયેલું કે-“શું મહારાજજીના નેતૃત્વમાં સમગ્ર આગમો પ્રકાશિત નહીં થાય?” આ શંકા મેં મહારાજજીને જણાવી ન હતી. આ પ્રસંગ અમદાવાદનો છે. ૩૯ કોઈક કામ કરવા અમુક ગૃહસ્થને યોગ્ય માનીને તે કામ માટે તે ગૃહસ્થને મહારાજજીએ સૂચના કરી હોય. પણ જો તે ગૃહસ્થ મહારાજજીએ સૂચવેલા કાર્યને ઉવેખે તો મહારાજજીએ તે ભાઈને વિશેષ સમજાવવા કદી પ્રયત્ન કર્યો નથી. મહારાજજીએ આવી બાબતના સંબંધમાં મને એક વાર જણાવેલું કે–આપણે માનીએ કે આ કામ અમુક માણસ કરશે અને જો તે ન કરે તો તેમાં મુખ્યતયા તો આપણી ખામી માનવી જોઈએ. આવો પ્રસંગ જવલ્લે જ બનેલો અને તેમાં મહારાજજીમાં એક ઉદાસીન યોગીનાં દર્શન થયેલાં. . ૩૯. જે કોઈ મુનિ મહારાજ કે સાધ્વીજી મહારાજને પુસ્તક, પંડિત, દવા કે અન્ય વસ્તુની જરૂર હોય ત્યારે તેઓ મહારાજજી પાસે આવીને કહેતાં, મહારાજજી તેનો અચૂક પ્રબંધ કરાવતા. આમાં સ્વપર સમુદાય કે ગચ્છાન્તરની આછી-પાતળી રેખા પણ મહારાજજીના મનમાં ભેદ પાડી શકી ન હતી. આ ઉપરાંત દુઃખી ગૃહસ્થ, તકલીફવાળા વિદ્યાર્થી વગેરે પણ મહારાજજીની પાસે આવતા અને તેમને યોગ્ય મદદ પણ તેવા પ્રકારના ભાગ્યવાન ગૃહસ્થો દ્વારા મહારાજજી કરાવતા. કોઈવાર મહારાજજી કહેતા કે “આ માણસ ઠગ જેવો કે ધીઠો લાગે છે.” મદદ માટે આવનાર ગૃહસ્થવર્ગમાં કોઈ કોઈ અજૈન ભાઈઓ પણ આવતા. આવા કાર્યના સંબંધમાં મહારાજજીએ મને એક દિવસ કહેલું કે–“આપણે અન્યના માટે શક્ય હોય તેટલા ઉપયોગમાં આવીશું તો જન્માંતરમાં એ બધા જીવો આપણી અનુકૂળતા માટે થશે.' ૪૦. સમુદાયાન્તરના કે ગચ્છાન્તરના કોઈક સાધુઓ, તેમના પોતાના સમુદાયમાં કે ગચ્છમાં કોઈ પણ થી પુણ્યચરિઝમ 89 Page #101 -------------------------------------------------------------------------- ________________ કારણે મનમેળના અભાવે ત્યાંથી જુદા થઈને મહારાજજી પાસે આવીને પોતાની પરિસ્થિતિ જણાવી, મહારાજજીની પાસે રહેવા માટે વિનંતી કરતા, ત્યારે મહારાજજીના સહવર્તી મુનિઓને કોઈક વાર રુચિકર ન લાગતા અને મહારાજજી સમક્ષ પોતાનો અભિપ્રાય પણ જણાવતા. ત્યારે મહારાજજી કહેતા કે–ઘર છોડીને સાધુ થયો છે, જ્યાં છે ત્યાં તેના આત્માને કષાય થાય છે, તો સ્વસ્થ ચિત્તે જો સંયમ પાળે તો તે લાભ જ છે ને ! તે ક્યાં જાય? આવનાર આવા મુનિઓમાં કોઈક મુખમધુર અને અંદરથી કપટી હોય એવા પણ આવ્યા હશે, પણ તે મહારાજજીની પાસે ઝાઝું રહી શક્યા નથી. ૪૧. પૂજ્યપાદ મહારાજજીની સાથે કાર્ય કરતાં કરતાં, સમય જતાં, થોડી-ઘણી સમજ આવ્યા પછી, ધ્યાન ખેંચે તેવી હકીકતો તરફ મારી નજર જતી. આને લક્ષીને પ્રસંગે પ્રસંગે હું મહારાજજીની સાથે ચર્ચા કરતો અને પૂછતો કે-સાહેબ!આ સંબંધમાં લેખો લખું છું? મહારાજજી મને ખૂબ જ શાંતિથી સાધક-બાધતા સમજાવતા અને ભારપૂર્વક હુકમના રૂપમાં આજ્ઞા કરતા કે-“અમૃત! જે હકીકતો યથાવભાવે સમાજનો મોટો વર્ગ સમજી ન શકે એવી હકીકતોની જાણથી તેવા વર્ગમાં પારમાર્થિક રીતે હાનિ થવાનો વધુ સંભવ છે. અલબત્ત, સમજદાર એટલે સાધક-બાધક કારણોને સમજીને પચાવનાર વ્યક્તિવિશેષ જાણે તો અનુચિત નથી. આપણી પંડિતાઈ અને શાસ્ત્રવચનથી જે ખાસ લખવા-કહેવા જેવું છે તે તો એ છે કે જેને વાંચી-સાંભળીને માણસના કષાયો પાતળા-ઓછા થાય, તે પાપભીરુ, પરોપકારી અને સદાચારી બને.” આવી મતલબની પ્રેરણા અને અનેકવાર મળી છે. આજ ગુરુપૂર્ણિમાના પ્રભાતે આ સંસ્મરણો લખાયાં છે તેથી મનને ખૂબ જ આનંદ થયો છે. मत्तियाओ अहं जाओ मणुओ जप्पसायओ । मुणिपुंगवाण ताणं पुण्णप्पाणं महे सीणं ॥ १ आगमपहायराणं सुविहियसाहण नाणजोगीणं । सिरिविक्कमनिवसंवच्छरस्स नंद-उच्छि-ख-जुगसंखस्स । गुरुपुण्णिमाए एवं लिहियं 'अमएण' भत्तीए ॥ ३ અર્થ: જેમના પ્રસાદથી હું માટીમાંથી માણસ થયો તે મુનિપુંગવ પુણ્યાત્મા મહર્ષિ આગમપ્રભાકર સુવિહિત સાધુ જ્ઞાનયોગી શ્રી પુણ્યવિજયજી મહારાજના ચરણકમલમાં મારાં વંદન હો ! શ્રી વિક્રમ સંવત્ ૨૦૨૦ની ગુરુપૂર્ણિમા (અષાડ સુદ૧૫)ના દિવસે ભક્તિથી અમૃતે આ લખ્યું છે. (મૂળ તો આ સંસ્મરણો, પૂજ્યપાદ મહારાજજીની હયાતીમાં, વિ. સં. ૨૦૨૫ના વર્ષમાં દીક્ષા પર્યાયષષ્ટિપૂર્તિ સમારોહ વડોદરામાં ઊજવાયો તે નિમિત્તે પ્રગટ થયેલાં “જ્ઞાનાંજલિ”નામે ગ્રંથ માટે, હું લખવાનો હતો, પણ કંઈક એવી ઉપાધિઓ આવી પડે કે એ તે વખતે ન લખાયાં, તે છેક અત્યારે શ્રદ્ધાંજલિરૂપે લખાયાં). શ્રી પુણ્યારિઝમ 90 Page #102 -------------------------------------------------------------------------- ________________ થોડાંક સંસ્મરણો લેખક - શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા (જ્યારે જ્યારે અમદાવાદ જવાનું બનતું, ત્યારે ત્યારે મોટાભાગે પૂ. પંડિત શ્રી બેચરદાસભાઈ સાથે આગમપ્રભાકર પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજને વંદન કરવા જતો. છેલ્લાં લગભગ બે વરસથી તેઓ મુંબઈ પધાર્યા હતા. જ્યારે જ્યારે તેમની પાસે જવાનું બનતું ત્યારે ત્યારે મોટાભાગે તેઓ તેમના સંશોધન અને લેખનકાર્યમાં ઓતપ્રોત થયેલા જોવામાં આવતા. તેઓશ્રી કહેતા હતા કે એક શબ્દનો અર્થ શોધવા અને બેરાડવામાં ઘણીવાર આઠ આઠ દિવસ નિકળી જાય છે. આમ છતાં મુંબઈમાં તેઓશ્રીની પાસે જ્યારે જવાનું બનતું ત્યારે કોઈ કોઈ વાર તેમની સાથે વાર્તાલાપનું સદ્ભાગ્ય પણ પ્રાપ્ત થતું. તેમના દેહોત્સર્ગથી ભારતીય વિદ્યાના ક્ષેત્રમાં કદી પણ ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમને શ્રદ્ધાંજલિ આપતાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ઉમાશંકર જોષીએ સાચું જ કહ્યું છે કેઃ “મુનિ શ્રી પુણ્યવિજયજી જતાં ગુજરાતના જ નહીં પરંતુ રાષ્ટ્રના સાંસ્કૃતિક જીવનને ખોટ પડી છે. તેમનું જીવન ચંદ્રના પ્રકાશ જેવું દિલને ભરી દે તેવું આહલાદક હતું.” તેમની સાથેના નીચે આલેખેલા કેટલાક પ્રસંગો મારી ડાયરીની નોંધ પરથી લખ્યા છે. - લેખક) (૧). તા. ૧૯-૭-૬૯, શનિવાર શ્રી પ્રાણજીવનદાસ ગાંધી, હું અને ચીમનલાલ પાલીતાણાકર આજે ચાર વાગે વાલકેશ્વર પૂ પુણ્યવિજયજી મહારાજ પાસે જૈન ધાર્મિક શિક્ષણ સંઘની સંસ્કાર-વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન મહારાજશ્રીની નિશ્રામાં ગોઠવવા અર્થે વિનંતી કરવા ગયા હતા. પૂ. મહારાજશ્રીએ તપમાં સ્વાભાવિકતા હોવી જોઈએ એ અંગે શાલિભદ્રજીની વાત કરતાં કહ્યું કે, મા ખમણના પારણે ગોચરીમાં તેમને દહીં મળ્યું અને તે તેમણે લીધું પાણી ખરું. આજે તો એક ઉપવાસના પારણામાં પણ લોકો ખટાશ લેતાં અચકાય છે, આનું મૂળ કારણ એક જ છે કે, આપણા વર્તમાન તપમાં સ્વાભાવિકતા નથી, પણ કૃત્રિમતા છે. ઉપવાસના દિવસે મનમાં તો પારણાના વિચારો જ રમતા હોય છે. માણસે નિખાલસ અને નિર્દોષ બની જવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી એક ખેડૂતને ઉપદેશ આપવા અર્થે ભગવાનની પાસે લઈ આવ્યા, પણ ભગવાન પર દષ્ટિ પડતાં જ તે ભડકીને ભાગ્યો. એ વખતે ઈન્દ્ર મનમાં ગૌતમની મશ્કરી કરી કે ગૌતમ પણ કેવા શિષ્યને શોધી લઈ આવ્યા છે! પરંતુ તેમ છતાં ગૌતમના મોં પર જરાય ગ્લાનિ કે ઉદાસીનતા ન હતી. ભગવાને ઈંદ્રને ગૌતમનો નિર્દેશ કરી કહ્યું : “ગૌતમ તો નિખાલસ અને નિર્મળ છે એટલે પેલા ખેડૂતની બાબત અંતે તમને જેવો વિચાર આવ્યો તેવો વિચાર ગૌતમને ન આવ્યો.” જીવનમાં આવી નિર્મળતા અને નિખાલસતા કેળવવી જોઈએ. પછી મીરાંબાઈ અને જીવાણજી ગોંસાઈ વચ્ચેના બી પુણ્યત્રિમ 91 Page #103 -------------------------------------------------------------------------- ________________ વાર્તાલાપની વાત સમજાવી મહારાજશ્રીએ કહ્યું : “આજે તો બ્રહ્મચર્યની બાધા પાળનારાઓ પણ કોઈ સુંદર રમણી જુવે કે તેના મનમાં કાંઈ કાંઈ રમકડાં દોડવા લાગે. એટલે આજે ધર્મ વધ્યો હોય તેવું ભલે લાગે, પણ આ બધું કૃત્રિમ છે; તેમાં જે સ્વાભાવિકતા હોવી ઘટે તે નથી.” મુલુન્ડવાળા શ્રી હરગોવિંદદાસજી રામજી (હવે સ્વર્ગસ્થ) મહારાજશ્રીના અત્યંત પરિચયમાં હોવાથી મેં તેમની ખબર આપતાં મહારાજશ્રીને કહ્યું કે ફેકચર થવાથી તેમને બ્રીચ કેન્ડીઝની હોસ્પિટલમાં રાખવામાં આવેલ છે, પરંતુ ત્યાં તેમને ગમતું નથી, ઘેર પાછા આવવા ઉતાવળ કરે છે. કૃત્રિમતા અને સ્વાભાવિકતા પર મહારાજશ્રીનો આજે ખાસ ઉપદેશ હતો, એટલે આ સંબંધમાં તેઓએ કહ્યું : “જે સ્વસ્થતા અને શાંતિપૂર્વક આજ સુધી તેઓ દીર્ધ જીવન જીવ્યા છે, તેવી જ સ્વસ્થતા અને શાંતિ તેઓની આ બીમારીની આપત્તિમાં તેઓ જાળવી રાખે, તો જ તેમની શાંતિ અને સ્વસ્થતાને સ્વાભાવિક કહી શકાય. બાકી જીવન પ્રવાહ જ્યારે સીધો અને સરળ હોય ત્યારે તો સૌ કોઈ શાંતિ અને સ્વસ્થતા જાળવી શકે. પણ તેમાં શી નવાઈ? આ શાંતિ અને સ્વસ્થતા સ્વાભાવિક તો ત્યારે જ ગણાય કે જ્યારે પ્રતિકૂળ સંજોગોમાં પણ એ શાંતિ અને સ્વસ્થતામાં અવરોધ ન પડે.” મહારાજશ્રીએ આચાર્ય હરિભદ્રસૂરિ અને આચાર્ય હેમચંદ્રાચાર્યના જીવન અંગે કેટલીક વાતો કરી કહ્યું: ‘ભગવાન નેમનાથ શ્રીકૃષ્ણ પાસે માંસાહારન અટકાવી શક્યા, પણ એ કાર્ય હેમચંદ્રાચાર્ય કુમારપાળ પાસે કરાવી શક્યા. આનું નામ ભવિતવ્યતા” એમ કહી ઉમેર્યું “દરેક કાર્યમાં યોગ મહત્ત્વનો ભાગ ભજવે છે.” પછી મહારાજશ્રીએ માથા પર વાસક્ષેપ નાખતી વખતે અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું: “હું તો પૂર્વાચાર્યોનો એજન્ટ છું, અને એમની ઝોળી (બટવો)નો વાસક્ષેપ નાખું છું.” તા. ૭-૯-૬૯, રવિવાર પંડિત શ્રી બેચરદાસભાઈ અને અજવાળીબહેન સાથે આજે બપોરે પૂ. પુણ્યવિજયજી પાસે ગયો હતો. ૧૫મી ઓગસ્ટના દિવસે મહારાજશ્રી કોટના ઉપાશ્રયમાં ગયા હતા એ સંબંધમાં ચર્ચાનીકળતાં મહારાજશ્રીએ કહ્યું: “એ દિવસે કોટના ઉપાશ્રયમાં નણિઊણ-પૂજનમાં હાજરી આપવાનું બન્યું. આજ સુધી તો આ પૂજનનું નામ સાંભળવામાં આવ્યું ન હતું. પૂજાના અંતે મંત્રનો શ્લોક આવે છે તેનો અર્થ એવો થતો હતો કે - “સર્વ દુશ્મનોનો નાશ થઈ જાઓ અને સઘળી સ્ત્રીઓ વશ થઈ જાઓ!” એ વખતે કોટમાં ચોમાસું રહેલાં મુનિ શ્રી ચિત્રભાનુનું ધ્યાન એ શ્લોક પર દોરીને પૂજન સમયે મહારાજશ્રીએ કહ્યું: “મંદિરમાં બેસી આવા મંત્રો બોલી શકાય?” મેં શ્રાવકોનો બચાવ કરતાં કહ્યું કે આવી બાબતોમાં શ્રાવકો તો શું સમજે? તેઓ તો જેમ મુનિરાજો કહે તેમ કરે. મુનિરાજો નવા નવા પ્રકારનાં પૂજનો શોધી કાઢે તો શ્રાવકસમાજ એ પૂજનો કરાવવા હંમેશાં તૈયાર જ થઈ જાય છે. આમાં દોષ હોય તો પણ ધર્મગુરુઓનો જ કહેવાયને! મહારાજશ્રીએ કાંઈક ભારે હૈયે કહ્યું: “આ તો તમે એકતરફી વાત કરી, શ્રાવકોને મોજ-વૈભવ જોઈએ છે અને પ્રતિષ્ઠા તેમ -શી પુણ્યચરિત્રમ દ્વત 32 . Page #104 -------------------------------------------------------------------------- ________________ જ નામના મેળવવા માટે જ તેઓ સાધુઓની પાછળ લાગી આવી બધી ક્રિયા કરાવતા હોય છે.” પછી માર્મિક રીતે હસીને કહ્યું: “શ્રાવકો પણ ગારુડી જેવા હોય છે, જેમાં તેમને ગમે તેમ અન્યને નચાવી શકે!'' પછી ધર્મશાસ્ત્રો સંબંધમાં મહારાજશ્રીએ કહ્યું: “આજે તો શાસ્ત્રોને હથિયાર બનાવી સાધુઓ પણ અંદર અંદર લડી રહ્યાં છે. ધર્મ શાસ્ત્રોમાં નથી કે મંદિરોમાં પણ નથી, ધર્મ તો માણસના આત્મામાં રહેલો છે. સમતા અને સમભાવ જ્યાં સુધી જીવનમાં ન આવે ત્યાં સુધી સાચો ધર્મ પ્રાપ્ત થયો ન માની શકાય.” (3). તા. ૧૮-૧૨-૬૯, ગુરુવાર. શ્રી ખીમચંદ ચાંપશી શાહ અને હું આજે બપોરે પૂ. પુણ્યવિજયજી મહારાજ સાહેબ પાસે ગયા હતા. આપણા શ્રમણ સંઘના સાધુઓની વર્તમાન પરિસ્થિતિ વિશે ચર્ચા થતાં મહારાજશ્રીએ વિષણ હૈયે કહ્યું: “આજે તો સાધુઓ પણ એટલા નીચે ઊતરી ગયા છે કે ભંડારોમાંથી સારાં પુસ્તકો તેઓને જોઈતાં હોય તો આપવામાં આવતાં નથી, કારણ કે એવા સાધુઓ પણ જોવામાં આવે છે કે જે ગ્રંથો વેચીને પૈસા ઉપજાવી લે છે. આવા કિસ્સાઓ બનેલા હોવાના કારણે ગ્રંથભંડારો હવે સાધુઓને ગ્રંથો આપતાં પહેલાં ડિપોઝીટ પૈસા લે છે. સાધુઓ પણ આ રીતે ડિપોઝીટ પૈસા આપી ગ્રંથો લે છે. હવે આમાં અપરિગ્રહપણું ક્યાં રહ્યું?' શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સાહિત્ય સંરક્ષક પ્રકાશન સમિતિ તરફથી તાજેતરમાં બહાર પડેલ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર'ના ત્રણ ભાગો સંબંધમાં વાત નીકળતાં મહારાજશ્રીએ કહ્યું કે તે ગ્રંથો તેમણે વાંચ્યા નથી. તેમ છતાં એ સંબંધમાં કહ્યું કે “ઘણાં વરસો પહેલાં સદ્ગત આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીના અનન્ય ભક્ત સદ્ગત શ્રી મણિલાલ મોહનલાલ પાદરાકર આચાર્યશ્રીના હાથે લખેલા એ ગ્રંથોની મેટર લઈ મને અમદાવાદ મળવા આવ્યા હતા. શ્રી પાદરાકર પોતે જ એ ગ્રંથોના પ્રકાશનની વિરુદ્ધમાં હતા એવું કાંઈક મને યાદ છે. આ દષ્ટિએ આ ગ્રંથોનું પ્રકાશન કેટલે દરજે વાજબી ગણાય તે વિચારવા જેવી વાત છે.” ૫-૧-૭૦, સોમવાર શ્રી ખીમચંદચાંપશી શાહ અને હું આજે બપોરે પૂ. પુણ્યવિજયજી મહારાજની પાસે વાલકેશ્વર ઉપાશ્રય ગયા હતા. મુંબઈમાં સંશોધન અને લેખનકાર્ય ખાસ નથી થઈ શકતું એ સંબંધમાં એમની નારાજી અને ઈતરાજી એમની સાથેની વાતચીત પરથી સ્પષ્ટ રીતે જણાઈ આવતી હતી. * મંદિરોમાંથી ભગવાનની પ્રતિમાઓ ચોરાઈ જાય છે, એ બાબતમાં થયેલા એક કેસના અંગે ચર્ચા થતાં મહારાજશ્રીએ કહ્યું કે એ કેસમાં શિલ્પ અને સ્થાપત્યના વિષયમાં નિષ્ણાત એવા શ્રી ભોગીલાલ સાંડેસરાએ કેસના આરોપીની વિરુદ્ધમાં જાય એવી જુબાની આપી હતી. જે ન્યાયાધીશ પાસે એ કેસ ચાલતો હતો તેણે 93 શી પુણ્યચઝિમ્ Page #105 -------------------------------------------------------------------------- ________________ આરોપીને નિર્દોષ છોડી દીધો. એ વાત કાયદાની હતી એટલે તે વિશે આપણે ટીકાન કરી શકીએ. પરંતુ આરોપીને નિર્દોષ છોડી મૂકતાં તેણે સાક્ષીની જુબાનીની ટીકા પણ કરી. એનો વિષય ન્યાયનો હતો અને તેને જો શિલ્પ અને સ્થાપત્ય વિશેનું જ્ઞાન ન હોત તો, સાંડેસરાની જુબાની પર ટીકા કરવાનો તેને હક્ક કેટલો? પણ આજે તો આખુંય રાજતંત્ર અવળે રસ્તે જ ચાલી રહ્યું છે, ત્યાં શું થાય? ૧૩-૮-૭૦, ગુરુવાર આજે ત્રણ વાગે પૂ. પુણ્યવિજયજીને મળવા વાલકેશ્વર ગયો હતો. ભાવેશ્વરથી સાહિત્ય કલારત્ન મુનિ શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે ચીમનલાલ પાલીતાણાકરના સન્માન સમારંભ સંબંધમાં આવતા રવિવારના વ્યાખ્યાનમાં શ્રોતાઓને બે શબ્દો કહેવા માટેનો પત્ર તેમની પર લખી મોકલ્યો હતો. તે સંબંધમાં મહારાજશ્રી સાથે વાત કરતાં તેઓશ્રીએ વ્યાખ્યાનમાં આ વાતની અનુમોદના કરવા આનંદપૂર્વક સંમતિ આપતાં એક શ્લોક કહી તેનો અર્થ સમજાવતાં કહ્યું: “ગૃહસ્થ તો પોતાના દરિદ્રભાઈનું, દુઃખી બહેનનું, વૃદ્ધ પુરુષનું તેમજ જ્ઞાન આપનાર ગુરુનું અત્યંત ધ્યાન રાખવું જ જોઈએ. આ તો પાયાની જરૂરિયાત છે.” - પંડિત શ્રી બેચરદાસભાઈનાં, આગમો પરનાં બનારસમાં આપેલાં વ્યાખ્યાનોના પ્રકાશન સંબંધમાં મેં વાત કરી એટલે મહારાજશ્રીએ આપણા પંડિતજનોની પ્રશંસા કરતાં કહ્યું કે હવે અમે તો કાંઠે આવી ગયા કહેવાઈએ. પરંતુ પંડિત સુખલાલજી કે બેચરદાસજી, પંડિત હરગોવિંદદાસ કે (એક પંડિતજીનું નામ તેમણે અહીં આપેલું પણ તેનું સ્મરણ નથી રહ્યું) જેવા પંડિતો થવા મુશ્કેલ છે. મહારાજશ્રીએ ઉણોદરી તપ સંબંધમાં ૩૨ કોળિયાના આહાર સંબંધમાં સમજાવતાં કહ્યું કે જેની સુધા જે રીતે ઝૂમ થાય એ રીતે તેણે આ પ્રમાણમાં કોળિયા લઈ ભોજન કરવું જોઈએ. તાત્પર્ય એ છે કે દેહને પોષણની જરૂરિયાત હોય તે કરતાં વધુ અગર ઓછો ખોરાક આપવાનું જરૂરી નથી. બાકી તો, આ વસ્તુનો મુખ્ય આધાર દરેકની તાસીર, બાંધો અને પ્રકૃતિ પર રહે છે. દેવલોકના દેવો અને દેવીઓના વિષયસુખ સંબંધમાં શાસ્ત્રમાં જે વર્ણન છે તે પરત્વે ઘણા વખતથી મને એક શંકા રહેતી હતી, પણ તે વ્યક્ત કરતાં એક પ્રકારની સુબ્ધતા અનુભવતો. દેવીઓની ઉત્પત્તિ જો કે બીજા દેવલોક સુધી જ હોય છે, પરંતુ તેમ છતાં આઠમા દેવલોક સુધી ત્યાંના દેવોની ઈચ્છા થાય ત્યારે વાસનાની તૃમિ અર્થે દેવીઓ જઈ શકે અગર તો જવું પડે છે. ઉચ્ચ કોટિના દેવો તો શાંત અને કામવાસના રહિત જ હોય છે, એટલે વ્યવસ્થા એવી જણાય છે કે દેવની કક્ષા જેટલા પ્રમાણમાં ઊંચી તેટલા પ્રમાણમાં કામવાસનાની ન્યૂનતા. મારા મનમાં એમ થતું કે મૃત્યુલોકમાં તો પુરુષની પ્રધાનતા માની, એટલે સ્ત્રીઓની અવહેલના થતી જોવામાં આવે છે, પરંતુ દેવલોકમાં પણ દેવીઓને ગમે તે દેવની ઈચ્છા અને હુકમ થાય એટલે વાસના તૃમ કરવા તેણે ચાલી થી પુરા-રારઝમ 94 Page #106 -------------------------------------------------------------------------- ________________ નીકળવું પડતું હશે? મહારાજશ્રી પાસે મારી આ શંકા વ્યક્ત કરી એટલે તેઓશ્રીએ આ બાબતમાં સમજાવતાં કહ્યું કે, આવા વ્યવહારમાં પણ દેવ અને દેવીના પૂર્વ જન્મોના સંબંધો અને અરસપરસ વચ્ચેના રાગ મુખ્ય કામ કરતાં હોય છે. આવા સંબંધો અને રોગના કારણે જ જ્યારે અરસપરસ વચ્ચે આકર્ષણ-ખેંચાણ થાય, ત્યારે જ દેવ એવા પ્રકારની દેવીની ઈચ્છા કરે અને તેથી જ દેવી દેવ પાસે જાય છે. એમાં દેવીઓની અવહેલનાની કોઈ વાત નથી. દેવીઓને દેવ પાસે જવાની ફરજ પડે છે અગર ઈચ્છા વિરુધ્ધ જવું પડે છે એમ માનવું યથાર્થ નથી. ૯-૧૦-૭૦, શુક્રવાર હું અને શ્રી ખીમચંદ ચાંપશી શાહ આજે બપોરે પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે વાલકેશ્વર ઉપાશ્રય ગયા હતા. વર્તમાન કાળ જૈન સમાજમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ અંગે પૂ. મહારાજશ્રીએ દુઃખદ હદયે સમાલોચના કરી. તેઓશ્રીએ કહ્યું : “અમદાવાદમાં હું અત્યંત કામના બોજા નીચે દબાયેલો રહેતો હોવા છતાં, જ્યારે મને અન્ય સ્થળે પૂજા-પૂજન સમારંભમાં હાજરી આપવાનું કહેવામાં આવે ત્યારે તેવા પ્રસંગે હું ત્યાં જવા પ્રયત્નો કરું છું,કારણ કે સમાજના મોટા ભાગના લોકોને આવી ક્રિયામાં રુચિ હોય છે અને આ રીતે તેમનો સંપર્ક થાય છે. કોઈ પણ બાબત પ્રત્યે તિરસ્કાર કે ઘણા કરવાથી તે બાબત સુધરી જતી નથી.” મહારાજશ્રીએ પોતાની બાલ્યવયનો એક દાખલો આપી કહ્યું : “હું અત્યંત નાનો હતો ત્યારની વાત છે, પરંતુ આજે પણ મને તે બરાબર યાદ છે. અમારા ઘરે એક ખૂણામાં ગાદલાંની થપ્પી પડી રહેતી. રાતે તે થપ્પીનાં ગાદલાં પાથરી સૌ સૂતા. એક વખત સાંજના થપ્પી પર ચડી હું ઊંઘી ગયો. પથારી પાથરવાનો સમય થયો ત્યારે મારી માતાએ મને ઊઠાવ્યો, પણ મેં નીચે ઊતરવા માટે ના પાડી. મેં હઠ લીધી કે મારે તો થપ્પી પર જ સૂવું છે. માતાએ પછી નવો રસ્તો કાઢો; મને કહેઃ તારે થપ્પી પર સૂવું છે ને ? ચાલ, હું તને બીજી સરસ થપ્પી કરી આપું! એમ કહીને પાથરવાના બેત્રણ ઓછાડોની ગડી કરી; વળી તેની પર એક-બે ટુવાલની ગડી કરી ગોઠવ્યા. અને પછી કહ્યું કે થપ્પી તૈયાર થઈ ગઈ, હવે તેની પર સૂઈ જા. મને તો કોઈ પણ હિસાબે થપ્પી જ જોઈતી હતી અને મને તે મળી ગઈ એટલે હું તેની પર સૂઈ ગયો.” બાળકને કેમ સમજાવવું અને તેની સાથે કેમ કામ લેવું તે માતા બરોબર સમજતી હોય છે. આપણા સમાજમાં પણ આજે બાળમાનસનું પ્રમાણ વધારે છે; ચોપાનિયાંમાં (આ ચોપાનિયાં શબ્દ મહારાજશ્રીએ જૈન સમાજનાં વિવિધ સામયિકોને ઉદ્દેશી વાપર્યો હતો.) તીખાતમતમતાં લેખો લખીને અગર ભાષણો દ્વારા લોકો પર પ્રહાર કરીને લોકોને સુધારવાના પ્રયત્નો મિથ્યા છે. (એ અરસામાં મુંબઈજૈન યુવક સંઘ તરફથી આપણી સાધુસંસ્થા અંગે એક પરિસંવાદ ગોઠવવામાં આવ્યો હતો, અને તેમાં કોઈ કોઈ વક્તાઓએ પ્રહારો કરવાની નીતિ અખત્યાર કરી હશે, તેના અંગે મહારાજશ્રી પોતાની વેદના ઠાલવી રહ્યા હતા એવું અનુમાન થયું, પણ આ અંગે તેઓશ્રીએ સ્પષ્ટ નિર્દેશ નહીં કરેલો.) ભિન્ન ભિન્ન ફિરકાના સાધુઓ વચ્ચે ઐક્ય સાધવાના બણગાં કેટલાક લોકો ક્યા કરે છે, પણ આવા માણસોને કશી ગતાગમ હોતી નથી. ભરેલો ઘડો છલકાતો નથી 95 થી પુણ્યર્ચારિત્રમ્ Page #107 -------------------------------------------------------------------------- ________________ પણ અધૂરો ઘડો જ છલકાય છે, તેમ આ બાબતમાં ઓછામાં ઓછું સમજનારાઓ વધુમાં વધુ ઘોંઘાટ કરે છે.” - જૈન સમાજની કેટલીક શિક્ષિત અને કેળવાયેલી વ્યક્તિઓ સંબંધમાં તેઓએ કહ્યું કે “આ લોકોમાં જ્ઞાન અને સમજણશક્તિ હોવા છતાં તેઓનાં લખાણો અને ભાષણોમાં કડવાશ અને કટુતા આવી જાય છે. આના કારણે સમાજમાં સુધારો થવાને બદલે ઊલટો બગાડો થવા પામે છે. કોઈ પણ બાબત ગમે તેટલી દુઃખદ હોવા છતાં તે વિષે લખતી કે બોલતી વખતે લેખક કે વકતાએ કડવાશ શા માટે બતાવવી જોઈએ તે નથી સમજી શકાતું.” મહારાજશ્રીએ પછી કહ્યું: “મને લાગે છે કે, એવી નાજુક બાબત હોય તો પણ તે અંગે સંયમપૂર્વક, વિનય અને વિવેકથી શ્રોતાઓને કહેવામાં આવે, તો તેઓની પર ઊલટી વધુ સારી અસર થશે. અને આ માર્ગે જ સમાજમાં સાચા સુધારાઓ શક્ય બની શકે.” તા. ૬-૧૧-૭૦ ચીમનલાલ પાલીતાણાકરના સન્માન સમારંભમાં પધારવા માટે પૂ. પુણ્યવિજયજી મહારાજ સાહેબને આમંત્રણ આપવા શ્રી કેશવલાલ મોહનલાલ શાહ, હું અને ચીમનલાલ પાલીતાણાકર આજે વાલકેશ્વર ઉપાશ્રયમાં ગયા હતા. મહારાજશ્રીએ કહ્યું કે હવે શરીર પહેલાંની માફક કામ નથી આપતું એટલે આ પ્રસંગે ગોડીજી ઉપાશ્રયમાં આવવાનું બની શકે તેમ નથી; તેમ છતાં આવા શુભ કાર્યમાં મારા આશીર્વાદ તો હરહંમેશ હોય જે છે.” તે પછી મહારાજશ્રીએ કહ્યું કે “જૈન સમાજ સાહિત્ય, લોકઉત્કર્ષ અર્થે વિચારવા અને યોજના કરવાને બદલે પોતાની શક્તિ માત્ર ઉત્સવો અને વરઘોડાઓની પાછળ વેડફી નાંખે છે. જૈન સમાજની ઉન્નતિ માત્ર ઉત્સવો અને વરઘોડાઓથી નથી થવાની. આપણા સમાજનો અભ્યદય ન થવાનું કારણ આપણો જૈન સમાજ પોતે જ છે, પણ લોકો તે સમજતા નથી એ ભારે દુઃખદ વાત છે.” T96 શ્રી ગુણાચરિત્રમ્ Page #108 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પુણ્યવિજયજી મ. સા.ના પ્રેરણાદાતા તથા જ્ઞાનભંડારોના પ્રણેતા દાદાગુરુ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ. સા. પ્રાચીન જ્ઞાનભંડારોના ઉધ્ધારમાં મહત્ત્વપૂર્ણ પ્રારંભિક યોગદાનકર્તા પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ.સા.ની લાક્ષણિક છબી Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન પ્રારંભતા પૂજ્ય ચતુરવિજયજી મ. સા.ની ભાવવાહી મુદ્રા પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ. સા.ની સાથે જ પૂજ્ય આત્મારામજી મ. સા.ના વરદ્ હસ્તે દીક્ષા ગ્રહણ કરનાર શાંતમૂર્તિ મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજ. બન્ને મહાપુરુષો વચ્ચે સુંદર સ્નેહસેતુ બંધાયો હતો. Page #110 -------------------------------------------------------------------------- ________________ પંજાબ કેશરી ગુરુ વલ્લભ સાથે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ HITS : પ્રવર્તક પ્રવર શ્રી કાંતિવિજયજી મ. સા. અન્ય મુનિ ભગવંતોની સાથે. Page #111 -------------------------------------------------------------------------- ________________ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજના પ્રાતઃસ્મરણીય ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મ.સા. દષ્ટિગોચર થાય છે. परम पूज्य पंजाब केशरी आचार्य भगवंत श्रीमद् विजय वल्लभ सूरीश्वर जी म. सा., प्रवर्तक प्रवर कांतिविजयजी म. सा. आदि मुनिमण्डल के साथ श्री परम पूज्य आगम प्रभाकरजी म.सा. (पाटण) Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉપરોકત તસ્વીરમાં પાટની મધ્યમાં ગુરુ શ્રી સમુદ્રસૂરિજી, જમણી બાજુ પુણ્યવિજયજી મહારાજ તેમની જમણીબાજુ શ્રી વલ્લભદત્ત મહારાજ તથા અન્ય સાધુ-ભગવંતો અને તેમની આગળની હરોળમાં નીચે બાલમુનિ ધર્મધુરંધર વિજયજી મ.સા. તથા અન્ય મુનિ ભગવંતો દૃષ્ટિગોચર થાય છે. (મુંબઈ) Page #113 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ સ્થિત ભાયખલા ખાતેની સભામાં પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજય સમુદ્ર સૂરીશ્વરજી મ. સા.ના સ્નેહાદરને માન આપીને પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ તેમના જ્ઞાનભંડારમાંથી અમૃતફળ સમાન મધુર વચનો સંભળાવી ભાવિકોને સન્માર્ગ ચીંધી રહ્યા છે. મધ્યમાં ગુરુ સમુદ્ર ધ્યાનથી તેમની વાણીનું અમૃતપાન કરી રહ્યા છે, તેમની ડાબી બાજુ આચાર્ય શ્રીમદ્ વિજયેન્દ્રદિન્નસૂરિજી બિરાજમાન છે. પૂજ્ય પુણ્યવિજ્યજી મ. સા.ના આગમ સંશોધનને તેમના પછી આગળ ધપાવનાર પૂજ્ય મુનિવર્ય | શ્રી જંબૂવિજયજી મ. સા. આગમ પ્રભાકરજી સાથે દૃશ્યમાન થાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ગુરુભાઈ મુનિ શ્રી મેઘવિજયજી તથા મુનિ શ્રી રમણીક વિજયજી મહારાજ શ્રી ચરણ વિજયજી મ.સા. શ્રી પુણ્યવિજયજી મ. સા. શ્રી રમણીક વિજયજી મ. સા. Page #115 -------------------------------------------------------------------------- ________________ ભI શ્રી નેમવિજયજી તથા શ્રી પુણ્યવિજયજીની નિશ્રામાં શ્રી દર્શન વિજયજીને પંન્યાસ પદવી અર્પણ સમારોહ (વિ.સં. ૨૦૧૧ અમદાવાદ)ની એક ઝલક.. શ્રી પુણ્યવિજયજી, શ્રી નેમવિજયજી, શ્રી ચંદનવિજયજી, શ્રી દર્શનવિજયજી, શ્રી રમણીકવિજયજી અને શ્રી જંબુવિજયજી મ. સા. આદિ મુનિ મંડળ Page #116 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પુણ્યવિજયજીનાં વ્યક્તિત્વના સમર્થ શિલ્પી ગુરુદેવોને પ્રણામ....! (કહેવત છે કે, ગુરુ કરતાં ચેલા સવાયા! જગતના સઘળા સમર્થ ગુરુઓ માટે આ વાત શતાંશ સત્ય સાબિત થઈ છે. મછંદરનાથ ગુરુના શિષ્યરત્ન ગોરખનાથ, સ્વામી રામકૃષ્ણ પરમહંસના શિષ્યરત્ન સ્વામી વિવેકાનંદ, ગુરુ.ચાણક્યના શિષ્ય સમર્થ રાજવી ચંદ્રગુપ્ત મૌર્ય તો જૈન પરંપરામાં પણ પૂજ્ય બૂટેરાયજીના શિષ્યરત્ન પૂજ્ય આત્મારામજી મ. સા., પૂજ્ય આત્મારામજીના શિષ્યભૂષણ ગુરુ વલ્લુભ અને અંતિમ શિષ્ય પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજે પોતપોતાનાં ક્ષેત્રમાં અનુપમ યોગદાન આપીને જિનશાસન અને તેમના ગુરુદેવનું નામ રોશન કર્યું જ છે. આગમપ્રભાકર પૂજ્ય પુણ્યવિજ્યજી મહારાજ વર્તમાનકાળમાં તો 'ન ભૂતો ન ભવિષ્યતિ' ઉક્તિને પોતાના અનન્ય દુષ્કર યોગદાનથી સત્ય સાબિત કરી ગયા છે. પૂજ્ય પુણ્યવિજયજીના આવા વિરાટ વ્યક્તિત્વની ઝલક આ પૂર્વેના બે લેખોમાં આપ નિહાળી ચૂક્યા છો, ત્યારે એમના વ્યક્તિત્વના સઘળાં પાસાંઓથી સુપરિચિત થતાં પૂર્વે આ અનુપમ શિષ્યરત્નના વ્યક્તિત્વના ધડતરમાં પાયાની ઈંટ બની પ્રશંસનીય જ નહીં, પરંતુ અત્યધિક મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર તેમના પુણ્ય વિજયજીના) દાદાગુરુ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજ સાહેબ તથા ગુરૂદેવ પૂજ્ય ચતુરવિજયજી મહારાજ સાહેબની જીવનઝાંખીનું વિહંગાવલોકન કરવું આ સ્થાને સર્વથા ઉચિત લેખાશે એવું અમારું મંતવ્ય છે, - ચાલો, એ વિભૂતિઓના પૂજ્ય પુણ્યવિજયજી મ. સા. દ્વારા આલેખિત જીવન પર આછો દષ્ટિપાત કરી તેમના પ્રત્યે આપણો અહોભાવ દાખવી કૃતાર્થ થઈએ. - રશ્મિકાંત જોશી) * * * પૂજ્યપાદદાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ મારા પરમ ઉપકારી પૂજ્યપાદ દાદાગુરુશ્રીનું જ્યારે પણ પુણ્ય સ્મરણ કરું છું ત્યારે, સાચા ગુરુના જ્ઞાન અને ચારિત્રના પ્રભાવનું વર્ણન કરતી ગુણોસ્તમૌન વ્યાધ્યિાનંશિષ્યાઃ સંછિન્નસંશયયઃ એ કાવ્યપંક્તિ અંતરમાં ગુંજી ઊઠે છે, અને એની યથાર્થતા સમજાઈ જાય છે. સાચા ગુરુનું તો જીવન અને આચરણ જ શિષ્યોની શંકાઓનું નિવારણ કરી દે છે. મેં મારા દાદાગુરુશ્રીમાં એક આદર્શ ધર્મગુરુ, વિદ્યાગુરુ અને દીક્ષાગુરુ તરીકે આવો મહિમા પ્રત્યક્ષ અનુભવ્યો છેઃ એમની હાજરી માત્રથી કેવળ એમનાં દર્શનથી જ-કંઈકશાસ્ત્રીય બાબતોના સંશયોનું નિરાકરણ થઈ જતું, એટલું જ નહીં, જીવનસાધના અને ચારિત્રની આરાધનાને લગતી અનેક શંકા-કુશંકાઓનું પણ જાણે આપમેળે જ શમન થઈ જતું. આવા જીવનસિદ્ધ પ્રભાવક મહાપુરુષ હતા મારા પરમપૂજ્ય દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ: આજે આ ઉંમરે અને છ દાયકા જેટલા દીક્ષા-પર્યાય પછી પણ લાગે છે કે આવા વાત્સલ્યમૂર્તિને શિરછત્ર તરીકે મેળવવામાં હું કેટલો બધો ભાગ્યશાળી હતો ! એમનું સ્મરણ અંતરને ગગદબનાવી મૂકે છે, અને જાણે આજે પણ હું એમની આગળ બાળમુનિ હોઉં એવું સંવેદન ચિત્તમાં જગાડે છે. સાચે જ, તેઓશ્રીના મહાન ઉપકારની કોઈ સીમા જ નથી. 97 શ્રી પુણ્યચરિત્રમ Page #117 -------------------------------------------------------------------------- ________________ કુટુંબના સંસ્કારને લીધે અને ખાસ કરીને મારાં પ્રાતઃસ્મરણીય માતુશ્રીની હિતચિંતા અને પ્રેરણાને લીધે મારામાં જે કંઈ અલ્પ-સ્વલ્પ ધર્મસંસ્કારો પડ્યા હતા. અને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની શ્રધ્ધાનું જે કંઈ સામાન્ય બીજારોપણ થયું હતું, તેનો જ્ઞાનોપાસના અને સંયમઆરાધનારૂપે જે કંઈ વિકાસ થયો, તે મારા પરમપૂજ્ય દાદાગુરુદેવ અને મારા પરમપૂજ્ય ગુરુજી શ્રી ચતુરવિજયજી મહારાજની મારા પ્રત્યેની નિઃસીમ ધર્મકૃપાને પ્રતાપે જ. શીલ અને પ્રજ્ઞાવી સમૃદ્ધ એમના સ્ફટિક સમા નિર્મળ જીવનનું સ્મરણ અને આલેખન એક ધર્મમાર્ગદર્શક અને આત્મભાવપ્રેરક ધર્મકથા જ બની રહે છે. આપણા આસબ્રોપકારી, ચરમતીર્થકર, ભગવાન શ્રી મહતિ-મહાવીર-વર્ધમાનસ્વામીના શાસનમાં સમગ્ર જૈન આગમોને દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ, એમ ચાર વિભાગોમાં વહેંચીને એમાં ધર્મકથાનુયોગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, તે ઉપરથી પણ સમજી શકાય છે કે ધર્મની પ્રભાવનામાં અને આત્મસાધનામાં ધર્મકથાનું કેટલું મહત્ત્વ છે. જ્ઞાનયોગ, ધ્યાનયોગ, કર્મયોગ અને ભકિતયોગ, એ ચાર પ્રકારના યોગોમાંના ભક્તિયોગની જેમ, સામાન્ય બુદ્ધિના, ઓછા ભણેલા, ભલા ભોળા બાળજીવોને ગમ્મત સાથે જ્ઞાન આપીને એમને સરળતા અને સુગમતા પૂર્વક નીતિ, સદાચાર અને ધર્મની સમજૂતી આપવામાં ધર્મકથાનુયોગની ઉપયોગિતા અને ઉપકારકતા ઘણી વ્યાપક છે. મારા દાદાગુરુની જીવનકથા એ ધર્મબોધક એક પાવનકારી ધર્મકથા છે. અહિંસા-સમભાવ-અનેકાંતવાદમૂલક વાત્સલ્યસભર સાધુતા જૈનધર્મે પ્રરૂપેલ આત્મસાધનાના રાજમાર્ગનો અને પૂજ્ય પ્રવર્તકજી મહારાજની અખંડ જીવનસાધનાનો વિચાર કરીએ છીએ તો એમ જ લાગે છે કે તેઓશ્રીમાં એ બન્ને એકરૂપ બની ગયાં હતાં; અને તેથી તેઓનું જીવન જૈનધર્મ અને સંસ્કૃતિના એક સાચા પ્રતિનિધિ કહી શકાય એવા ધર્મપ્રભાવક પુરુષનું કે સ્વ-પર ઉભયનું કલ્યાણ સાધનાર મહર્ષિ સાધુ-સંતપુરુષનું આદર્શ જીવન હતું. જૈન તીર્થકરો અને મહર્ષિઓએ ભવભ્રમણાના અંતને એટલે કે મોક્ષપ્રાપ્તિને આત્મસાધનાનું એટલે કે આધ્યાત્મસાધનાનું અંતિમ ધ્યેય માનીને, એના મુખ્ય ઉપાય તરીકે, જીવનમાં અહિંસાની સાધના અને પ્રતિષ્ઠા કરવાનું ફરમાવ્યું છે. અને અહિંસાને સિધ્ધ કરવાના મુખ્ય સાધન તરીકે સંયમ અને તપની આરાધનાને સ્થાન આપ્યું છે. વળી, આપણા શાસ્ત્રકાર ભગવંતોએ ઉવસમસાર ખુ સામણ-શ્રમણજીવનો સાર તો ઉપશમ એટલે કે શાંતિ અને સમતા છે– એમ કહીને ધર્મસાધનામાં સમતા કે સમભાવનું કેટલું મહત્ત્વનું સ્થાન છે, એ સમજાવ્યું છે, આ રીતે વિચારીએ તો સમતા એટલે કે સમભાવની પ્રાપ્તિ એ જ આત્મસાધના કે ધર્મસાધનાનું ધ્યેય કે કેન્દ્ર બની જાય છે. ઉપરાંત, માનસિક અહિંસાના પાલનના અને સત્યના નાના-મોટા એક-એક અંશને શોધી કાઢવાના અને સ્વીકારવાના એક અમોઘ ઉપાય તરીકે જૈનધર્મે નયવાદ અને સાકાદ એટલે કે અનેકાંતદષ્ટિની પ્રરૂપણા કરી છે. આ અનેકાંતવાદ એ આત્મસાધના અને તત્વવિચારણાના ક્ષેત્રમાં જૈન દર્શનનું એક આગવું શ્રી પુણ્યર્ચારિત્રમ્ 98 Page #118 -------------------------------------------------------------------------- ________________ કહી શકાય એવું પ્રદાન છે. આ રીતે જૈનધર્મની સાધના-પ્રક્રિયામાં અહિંસા, સમભાવ અને અનેકાંતદષ્ટિ એ રત્નત્રયી કેન્દ્ર સ્થાને બિરાજે છે, અથવા કહો કે એ પ્રક્રિયાનું એજ અંતિમ સાધ્ય કે ધ્યેય છે. અને આત્મસાધનાની યાત્રામાં આગળ વધતાં વધતાં છેવટે એ ત્રણે એકરૂપ બની જાય છે; આનું જ નામ મોક્ષ એટલે કે ભવસાગરનો છેડો. (ખરી રીતે એ ત્રણે એકબીજામાં એવાં તો ઓતપ્રોત છે કે જો એ ત્રણમાંના ગમે તે એકની યથાર્થ અને જીવનસ્પર્શી સાધના કરવામાં આવે તો બાકીનાની સાધના પણ આપોઆપ થતી રહે, અને જો એકની પાળ ઉપેક્ષા કરવામાં આવે તો બીજાની સાધનામાં ક્ષતિ આવ્યા વગર ન રહે.) - અહિંસા, સમતા અને અનેકાંતદષ્ટિ: આત્મસાધનાના સાધનરૂપ તેમજ સાધ્યરૂપ આ ગુણસંપત્તિની અપ્રમત્ત આરાધનાની દષ્ટિએ જ્યારે મારા દાદાગુરુશ્રીની સંયમસાધનાનો વિચાર કરવામાં આવે છે, ત્યારે એમ જ લાગે છે કે એ ત્રણેનો પવિત્ર ત્રિવેણી સંગમ એમના જીવનમાં સાવ સહજપણે સધાયો હતો, અને તેઓએ શ્રમણજીવનનો એક શ્રેષ્ઠ આદર્શ પોતાની સદા અપ્રમત્ત ધર્મસાધના દ્વારા જીવી બતાવ્યો હતો, એ મેં પ્રત્યક્ષ જોયું છે. એમની આવી સિદ્ધિ આગળ મસ્તક નમી જાય છે. અહિંસા તો શ્રમણ-જીવનનું મહાવ્રત જ છે; અને પૂરી જાગૃતિ રાખવામાં આવે તો જ એનું પાલન થઈ શકે છે. એકેન્દ્રિય અને કીડી-કુંથુઆ જેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોથી લઈને તે કુંજર સુધીના કોઈ પણ જીવને જરા પણ કિલામણા ન થાય, અને માનવીની તો લાગણી પણ ન દુભાય, આવી રીતે આહાર, વિહાર અને વ્યવહાર ગોઠવવામાં આવે એ આ મહાવ્રતની રક્ષા માટે જરૂરી છે. પૂજ્ય પ્રવર્તકજી મહારાજ આ માટે તો સતત જાગ્રત હતા, અને જાણે-અજાણે પણ કોઈ દોષ કે અતિચારનું સેવન ન થઈ જાય એની પણ પૂરેપૂરી સાવચેતી રાખતા હતા; પણ આ મહાવ્રત અંગે એમની વિશેષતા મેં તેઓશ્રીની કરુણાપરાયણતામાં જોઈ છે. કોઈને જરા પણ દુઃખ જુએ કે એમનું હૈયું કરુણાભીનું થઈ જતું–બીજાનું કષ્ટ એમનાથી જોઈ શકાતું જ નહીં. અને આ પ્રસંગે, સંકટમાં આવી પડેલા પ્રત્યે સહાનુભૂતિ બતાવીને, એને દિલાસો આપીને કે બીજા કોઈને એને સહાયતા કરવાની પ્રેરણા કરીને જ સંતોષ ન માનતાં, તેઓ જાતે જ કંઈ પણ કરતા ત્યારે જ એમને સંતોષ થતો; અને એવે વખતે પોતે વયોવૃધ્ધ છે, જ્ઞાનવૃદ્ધ છે કે ચારિત્રવૃછે, એવો કોઈ વિચાર એમને ન આવતો. પોતાના કે બીજા સમુદાયનો કે નાના-મોટાનો ભેદ રાખ્યા વગર બિમાર સાધુઓની તેઓ સમાનભાવે અને લાગણીપૂર્વક વૈયાવચ્ચ કરતા એ તો ખરું જ, પણ એમની પાસે આવેલ કે કામ કરતા કોઈ ગૃહસ્થ માંદગીમાં આવી પડે તો એની સંભાળ રાખવાનું પણ તેઓ ન ચૂકતા. અને એમની પવિત્ર નિશ્રામાં કામ કરતા લહિયાઓના તો તેઓ હેતાળ શિરછત્ર જ હતા. એમને જરા પણ અસુખ ઊપજતું તો તેઓ બેચેન બની જતા, અને એ મુશ્કેલીનું નિવારણ થાય ત્યારે જ તેઓ નિરાંત અનુભવતા. પૂજ્ય દાદાગુરુશ્રીનો વૈયાવચ્ચનો અને દયાળુતાનો આ ગુણ અતિ વિરલ હતો. ઉંમર વૃદ્ધ થઈ, શરીર અશક્ત બની ગયું અને આંખોનું તેજ પણ અંદર સમાઈ ગયું, છતાં એમનો આ ગુણ જરાય ઓછો થયો ન હતો. આવી સ્થિતિમાં પણ લાકડીને ટેકે કે કોઈને સહારે ઉપાશ્રયમાં માંદા થયેલા સાધુઓ કે લહિયાઓ પાસે જઈને એમને સુખપૃચ્છા કરતા અને એમના માથે અને શરીરે વાત્સજૂર્વક હાથ ફેરવતા મેં અનેકવાર જોયા છે. આવા તો કેટલાય પ્રસંગો મારા સ્મરણમાં સંઘરાયેલા પડ્યા છે. એની યાદ આવતાં, એમની અહિંસકતા અને કરુણાળુતાના વિચારથી, અંતર ગદ્ગદ બની જાય છે. આ બધું તેઓને એટલા માટે સાવ સહજપણે સાધ્ય બની 99 શ્રી પુણ્યચરિત્રમ્ Page #119 -------------------------------------------------------------------------- ________________ શક્યું છે કે એમના જીવનમાં કટુતાનો અંશમાત્ર ન હતો અને જીવમાત્ર પ્રત્યે એમના હૃદયમાં વાત્સલ્યનો અખૂટ ઝરો સતત વહ્યા જ કરતો હતો. મિત્તી મેં સ્વવસૂએસ એ જિનેશ્વરદેવનો સંદેશ એમના રોમરોમમાં ધબકતો હતો. જેવી નિર્મળ તેઓશ્રીની અહિંસા મહાવ્રતની આરાધના હતી, એવી જ ઉત્તમ એમની સમતાની સાધના હતી. એમ લાગે છે કે સમતા કે સમભાવનું અમૃત તો એમના જીવનના અણુઅણુમાં સિંચાયેલું હતું; સમતાના તો તેઓ સાગર જ હતા. તેથી જ નિંદાથી ન ક્યારેય અકળાવું, સ્તુતિથી ન કદી ફુલાવું અને વેર-વિરોધના વિનાશકારી વમળમાં કોઈ દિવસ ન અટવાવું–આવી સ્થિતપ્રજ્ઞતા તેઓને સહજપણે સિદ્ધ થઈ હતી. અંદરથી મનનું કે તનનું કોઈ દુઃખ જાગી ઊઠવ્યું હોય કે સંઘ, સમાજ કે કોઈ વ્યક્તિ નિમિત્તે બહાર ઝંઝાવાત જાગી ઊઠવ્યો હોય, છતાં મારા દાદાગુરુશ્રીને, હિમાલયની જેમ એ બધાથી અવિચલિત અને અસ્પૃષ્ઠ રહીને, પ્રશાંતપણે, સ્વસ્થતાપૂર્વક અને અપ્રમત્તભાવે સંયમની આરાધના કરતા મેં જોયા છે. વળી, કોઈ બાબતમાં કોઈ એમને પોતાના વિરોધી માની લે તો, એમ થતું અટકાવવું એમના હાથની વાત ન હતી, પણ તેઓ પોતે તો કોઈ પ્રત્યે આવી આગગમાની કે તિરસ્કારની લાગણી ન ધરતા; અને સંસારમાં પ્રવર્તતા કષાય આદિ ક્ષુદ્ર ભાવોનો વિચાર કરીને સામાના દોષને પણ વીસરી જતા. તેઓની ક્ષમાશીલતા આદર્શ હતી; તેઓ સાચા અર્થમાં ક્ષમાશ્રમણ હતા. એમણે સમભાવ એવો કેળવી જાણ્યો હતો કે એમાં મારા-તારાનો ભેદ દૂર થઈ ગયો હતો. તીર્થંકર ભગવંતનું સમયાએ સમણો હોઈ– સાચા શ્રમણ થવું હોય તો સમતા કેળવવી જ જોઈએ–એ વચન પૂજ્ય દાદાગુરુશ્રીના અંતરમાં બરાબર વસી ગયું હતું. અને તેથી સમભાવની ક્યારેય ઉપેક્ષા ન થઈ જાય, એની તેઓ સદા સાવધાની રાખતા હતા. સમતાની આવી લબ્ધિ મેળવીને તેઓશ્રી સાચા શ્રમણ બન્યા હતા. ન અને, અહિંસા અને સમતાની જેમ અનેકાંતદિષ્ટ એટલે કે સ્યાદ્વાદ અને નયવાદનો મહિમા એમના જીવનમાં તાણા-વાણાની જેમ વણાઈ ગયો હતો; કારણ કે તેઓ સત્યના એક-એક અંશના ખપી હતા; અને મતાગ્રહ કે સાંપ્રદાયિક સંકુચિતતાને કારણે સત્યના કોઈ પણ અંશની જાણતાં કે અજાણતાં ઉપેક્ષા થઈ જાય એ એમને કોઈ રીતે મંજૂર ન હતું. તેથી જ તેઓ ‘મારું તે સાચું' એવી હઠાગ્રહી મનોવૃત્તિથી દૂર રહીને ‘સાચું તે મારું એવી ગુણગ્રાહક અને સત્યઉપાસક દૃષ્ટિને અપનાવી શક્યા હતા, અને બધા ધર્મોના સારા સારા અંશનો આદર કરી શક્યા હતા. શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રોના ઉધ્ધારના કાર્યમાં પણ તેઓ મારા-તારાપણાના ભેદભાવથી મુક્ત બનીને, હંસ-ક્ષીર-નીર ન્યાયે, હમેશાં સાર ગ્રહણ કરતા રહેતા હતા, અને કોઈપણ ધર્મ, પંથ કે સંપ્રદાયની નિંદાથી સદા દૂર રહેતા હતા સચ્ચ લોગસ્મિ સારભૂયં–વિશ્વમાં સત્ય એ જ સારભૂત તત્ત્વ છે– એ શાસ્ત્રવાણીનું હાર્દ તેઓ પૂરેપૂરું સમજી ગયા હતા, અને તેથી સત્યની ઉપાસના માટે સદા તત્પર રહેતા હતા. કષાયોને, રાગદ્વેષને કે કલેશકર મમતને વશ થયા કે સત્ય ખંડિત થયા વગર ન રહે. બીજાની વાતને એની દૃષ્ટિથી સમજવાનો પ્રયત્ન ન કરીએ તો પણ સત્યની ઉપાસનાને આંચ આવી જાય. આટલા માટે તેઓ એક અપ્રમત્ત આત્મસાધક સંતની જેમ, પોતાની જાતને આવી બાબતોથી સદા બચાવી લઈને સત્યની શોધમાં આનંદ અનુભવતા રહેતા હતા. એમ જ કહેવું જોઈએ કે પૂજ્ય દાદાગુરુશ્રીનું જીવન જીવતા અનેકાંતવાદનું એક જ્વલંત ઉદાહરણરૂપ હતું; એમના જીવન અને વ્યવહારમાંથી જાણે વગર બોલ્યે અનેકાંતદષ્ટિનો જીવનસ્પર્શી બોધપાઠ મળી રહેતો હતો. શ્રી પુણ્યરિત્રમ્ 100 Page #120 -------------------------------------------------------------------------- ________________ આ રીતે અહિંસા, સમભાવ અને અનેકાંતવાદની જીવનમાં એકરૂપતા સાધવાને લીધે પૂજ્ય દાદાગુરુશ્રીના જીવનમાં યોગીની એટલે કે મન-વચન-કાયાની પ્રવૃત્તિની એકરૂપતા અતિસહજપણે જ સધાઈ ગઈ હતી. વિચારવું કંઈક, બોલવું કંઈક અને વર્તન-વ્યવહાર કંઈક એવો ચિત્તની અસ્થિરતા કે મલિનતા દર્શાવતો વિસંવાદ ક્યારેય એમનામાં જોવામાં નથી આવ્યો. ગીતાર્થ, સંધસ્થવિર અને શાસનપ્રભાવક મહાપુરુષ કેવા હોઈ શકે, એ તેઓશ્રીના જીવનમાંથી બરાબર સમજી શકાતું હતું. તેઓ એવા શાંત, ધીરગંભીર, કોઠાડાહ્યા, ઓછાબોલા અને હેતાળ હતા કે એમના પરિચયમાં આવનાર નાની-મોટી વ્યક્તિ–એમાં ચતુર્વિધ સંઘમાંની ગમે તે વ્યક્તિનો કે બીજી પણ ગમે તે વ્યક્તિનો સમાવેશ થતોના અંતરનાં દ્વાર એમની પાસે ઉઘડી જતાં; પોતાની ભૂલની કબૂલાત કરવામાં એવી વ્યક્તિને એક પ્રકારની નિરાંત થતી. અને પૂજ્ય દાદાગુરુશ્રી તરફથી પણ એને એવી મધ્યસ્થ, શાણી અને શક્તિ મુજબની સલાહ કે આજ્ઞા મળતી કે એનું જીવન પલટાઈ જતું. કોઈની કંઈ ક્ષતિ જાણવામાં આવી હોય, અને ક્યારેક એ વ્યક્તિ પૂજ્ય દાદાગુરુશ્રીને પોતાના વિરોધી માનીને તેઓશ્રીનો અવર્ણવાદ કરતી હોય, તો પણ એની એ ખામીનું ઉચ્ચારણ કરવાનું કેવું? ગમે તે વ્યક્તિની ભૂલ એમના સાગર સમા ગંભીર અંતરના ઊંડાણમાં સદાને માટે સમાઈ જતી. મતલબ કે કોઈ પણ પ્રસંગે, કષાયો અને કલેશોને કારણે કર્મબંધન થઈ જાય અને પોતાનો આત્મા હળુકર્મી અને અલ્પસંસારી બનવાને બદલે ભારેકર્મી અને ભવાભિનંદી ન બની જાય એની જ તેઓશ્રી સતત ચિંતા સેવતા અને એ માટે સદા પ્રયત્નશીલ રહેતા. કષાયમુક્તિઃ કિલ મુક્તિરેવ કે સમભાવભાવિ અપ્પા લહેઇ મુર્ખ ન સંદેહો–એ ભગવાન વીતરાગ તીર્થંકરદેવની વાણીને તેમણે બરાબર અંતરમાં ઉતારી હતી. અને તેથી તેઓશ્રીનું જીવન એક સાચા સંતપુરુષનું જીવન બની શક્યું હતું. જીવનસંબંધી કેટલીક વિગતો હવે દાદાગુરુશ્રીના જન્મ, માતા-પિતા, દીક્ષા વગેરેની કેટલીક વિગતો જોઈએઃ - તેઓશ્રી વડોદરાના રહેવાસી હતા. વિ. સં. ૧૯૦૭માં તેઓનો જન્મ થયો હતો. તેઓની જ્ઞાતિ દશા શ્રીમાળી હતી. સંસારી અવસ્થામાં તેઓનું નામ છગનલાલ હતું. (જોગાનુજોગ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ પણ વડોદરાના વતની હતા, અને એમનું નામ પણ છગનલાલ હતું.) તેઓ પરિણીત હતા, પણ એમનું અંતર તો સંયમમાર્ગની જ ઝંખના કરતું હતું, એટલે ઘરમાં રહ્યા છતાં તેઓ જળકમળ જેવું અલિપ્ત જીવન જીવવાનો પ્રયત્ન કરતા હતા; અને સંસારી મટી ત્યાગી ક્યારે બનાય, એની રાહમાં હતા. શાહ છોટાલાલ જગજીવનદાસ પણ વડોદરાના વતની હતા. અને એમનું મન પણ વૈરાગ્યાભિમુખ હતું. બે સમાનધર્મી જીવો વચ્ચે સહેજે ધર્મસ્નેહ બંધાઈ ગયો. અને વૈરાગ્યભાવના ઉત્કટ બનતાં, વિ. સં. ૧૯૩૫ની સાલમાં, જ્યારે છગનલાલ અઠ્ઠાવીસ વર્ષની ભરયુવાન વયમાં હતા ત્યારે, બન્ને મિત્રો, પરમપૂજ્યપાદ, શાસનરક્ષક, પંજાબદેશોદ્ધારક, ન્યાયાંભોનિધિ, અજ્ઞાનતિમિરતરણિ આચાર્યદેવ શ્રી ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (પ્રસિધ્ધ નામ શ્રી આત્મારામજી) મહારાજશ્રીનાં ચરણોમાં જઈ પહોંચ્યા. પૂજ્ય આત્મારામજી મહારાજ શ્રી પુણ્યરિત્રમ્ 101 Page #121 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રતાપી અને જ્ઞાન અને ચારિત્રની સાક્ષાભૂર્તિ હતા. એમનું તેજ, બલ અને પરાક્રમ સૂર્ય જેવું અપૂર્વ હતું; અને પંજાબમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનધર્મના પુનરુદ્ધારનું ભગીરથ કાર્ય કરીને તેઓ જૈનધર્મના મહાપ્રભાવક જ્યોતિર્ધર બન્યા હતા. આવા ધર્મની જાજવલ્યમાન મૂર્તિ સમા મહાપુરુષના વરદ હસ્તે, વિ. સં. ૧૯૩૫માં માહ વદિ ૧૧ના રોજ, બન્ને મિત્રોએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. છગનલાલનું નામ મુનિ કાંતિવિજયજી અને છોટાલાલનું નામ મુનિ હંસવિજ્યજી રાખવામાં આવ્યું. મુનિ કાંતિવિજયજીની દીક્ષા પૂજ્ય મુનિરાજ શ્રી લક્ષ્મીવિજ્યજી મહારાજશ્રીના શિષ્ય તરીકે થઈ હતી, પરંતુ પાંચ વર્ષ બાદ એમની વડી દીક્ષા થઈ તે વખતે પૂજ્યવર્ય શ્રી લક્ષ્મીવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા હતા, એટલે તેઓને પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજના શિષ્ય બનાવવામાં આવ્યા. સાધુજીવનના આચારનું તેઓ ખૂબ સજાગપણે પાલન કરતા હતા, અને એમાં ખામી ન આવે એનું પણ પૂરેપૂરું ધ્યાન રાખતા હતા, છતાં શ્રમણધર્મની જવાબદારીને તેઓ એટલી મોટી સમજતા હતા કે મુનિપદનું પાલન બરાબર થઈ શકે તો તેથી જ તેઓ પૂર્ણ સંતુષ્ટ હતા. એટલે તેઓશ્રીએ ક્યારેક કોઈ પદવીની ચાહના કરી ન હતી, એટલું જ નહીં, એનાથી હંમેશાં દૂર જ રહેતા હતા. છેવટે ૫૦ વર્ષની ઉંમરે વિ. સં. ૧૯૫૭માં, પાટણના શ્રીસંઘના અને સમુદાયના આગ્રહને કારણે, તેમણે પ્રવર્તક પદવીનો સ્વીકાર કર્યો હતો. આ પદવી પછી ૪૧ વર્ષ સુધી સાવ નિર્મોહ ભાવે, કેવળ ધર્મકર્તવ્યની બુદ્ધિથી અને કર્મોની નિર્જરા કરવાની વૃત્તિથી, વિવિધ રીતે શાસન, શ્રીસંઘ અને સમાજની સેવા કરીને, ત્રેસઠ વર્ષ જેટલા સુદીર્ઘ સમય સુધી નિર્મળ ચારિત્રનું પાલન કરીને, ૯૧ વર્ષની પરિપકવ વયે, વિ. સં. ૧૯૯૮ના અષાડ સુદિ ૧૦ને દિવસે, પાટણમાં તેઓશ્રી સ્વર્ગવાસી થયા. આ પહેલાં બે વર્ષ અગાઉ મારા પરમ ઉપકારી ગુરુશ્રી સ્વર્ગવાસી બન્યા હતા. ઉપરાઉપરી વડીલોનું શિરચ્છત્ર દૂર થઈ જવાથી હું એક પ્રકારની નિરાધારતા અનુભવી રહ્યો. પણ છેવટે સંયોગોની વિષયોગાન્તતાને વિચારીને અને મુખ્યત્વે પૂજ્ય દાદાગરુશ્રી અને ગુરુશ્રીએ આપેલ ત્યાગ-વૈરાગ્યના બળે મેં મારા મનને સ્વસ્થ કરવાનો અને યથાશક્તિ સંયમમાર્ગની આરાધના કરવા સાથે જ્ઞાનભક્તિ અને અધ્યયન-સંશોધનની સાધના દ્વારા ચિત્તને એકાગ્ર અને ગ્લાનિમુક્ત કરવાનો પ્રયત્ન કર્યો. શાસનના પ્રાણ સમા અને જૈન સંસ્કૃતિના અમૂલ્ય વારસા સમા આપણા પ્રાચીન શાસ્ત્રગ્રંથો તેમ જ આપણા દેશના પ્રાચીન સાહિત્યની સાચવણી, એના સંશોધન-સંપાદન અને જ્ઞાનભંડારોની સુવ્યવસ્થા અને સ્થાપનાનું કામ મારા આ બંને ઉપકારી વડીલોને કેટલું પ્રિય હતું, તે કેવળ હું કે અમારા સમુદાયનાં સાધુ-સાધ્વીઓ જ નહીં, પણ તેઓના પરિચયમાં આવનાર જૈનજૈનેતર વિદ્વાનો પણ સારી રીતે જાણે છે. મારે કહેવું જોઈએ કે જ્ઞાનોવા અને જ્ઞાનોદ્ધારના તેઓના આ વારસાએ મને જીવનમાં ખૂબ સધિયારો આપ્યો છે, અને મારા ચિત્તને સદા પ્રસન્ન રાખ્યું છે. એક અદનો વારસદાર પોતાના વડીલો કે પૂર્વપુરુષો પાસેથી આથી વધારે સારો વારસો મેળવવાની શી અપેક્ષા રાખી શકે? મને તો એમ જ લાગે છે કે આજે પણ એ બન્ને પુણ્યચરિત પૂજ્યોની કૃપા મારા ઉપર સતત વરસી રહી છે. શ્રી પુણ્યચચૈિત્રમ્ 102 Page #122 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનોદ્ધારનું કાર્ય પૂજ્ય દાદાગુરુશ્રી શાસ્ત્રોધ્ધારના કામમાં એવા તો ઓતપ્રોત બની ગયા હતા કે જાણે એ એમનું જીવનકાર્ય કે એમનો જીવન-આનંદજન હોય ! પૂર્વાચાર્યો અને અન્ય વિદ્વાનોએ મહાશ્રમ અને સાધનાપૂર્વક રચેલ પ્રાચીનઅર્વાચીન સ્વદર્શનના કે ઈતર ગ્રંથોની રક્ષા, એના મૂલ્યાંકન, લેખન આદિ બાબતમાં તેઓ ખૂબ ઊંડા ઊતર્યા હતા. એમની આવી અવિહડ જ્ઞાનપ્રાપ્તિને લીધે જ આજથી આશરે પોણોસો વર્ષ પહેલાં (વિ. સં. ૧૯૫૨માં) વડોદરામાં શ્રી આત્માનંદ જૈન જ્ઞાનમંદિરની અને તે પછી કેટલાંક વર્ષે છાણીમાં છાણી જ્ઞાનભંડારની સ્થાપનાની પ્રેરણા આપી હતી. આ જ્ઞાનભંડારોમાં નવ હજાર ઉપરાંત ગ્રંથોનો સંગ્રહ છે, જેમાં તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી, એમ બંને પ્રકારની પ્રતો છે. એમાં પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, રાજસ્થાની, ગુજરાતી આદિ ભાષામાં રચાયેલ શાસ્ત્રીય ગ્રંથો ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, કોષ, છંદ, અલંકાર, નાટક, આયુર્વેદ, શિલ્પ, જ્યોતિષ જેવા વિવિધ વિષયના તેમજ જુદાં જુદાં દર્શનોને આવરી લેતા ગ્રંથોનો વિપુલ અને બહુમૂલો સંગ્રહ છે. આ ભંડારોમાં આવી નિર્ભેળ જ્ઞાનોપાસનાની વ્યાપક દષ્ટિએ જ ગ્રંથોનો સંગ્રહ કરવામાં આવેલ હોવાથી એ દેશ-વિદેશના જૈન અને જૈનેતર વિદ્વાનોને માટે સમાન રીતે ઉપયોગી અને ઉપકારક બની શક્યા છે. પ્રાચીન ગ્રંથોનો આવો ઉત્તમ સંગ્રહ કરવા ઉપરાંત બીજું મહાન કાર્ય તેઓએ એ કર્યું કે જે ગ્રંથોની પ્રતિઓ અન્યત્ર અપ્રાપ્ય, અતિવિરલ કે જીર્ણશીર્ણ હતી, એવા જૈન-જૈનેતર સંખ્યાબંધ ગ્રંથોની પોતાની જાત દેખરેખ નીચે, કુશળ લહિયાઓને હાથે, નકલો કરાવી હતી. એક જમાનામાં તેઓશ્રીના હાથ નીચે એકીસાથે પચીસ-પચીસ, ત્રીસ-ત્રીસ લહિયાઓ કામ કરતા હતા. એ દશ્યનું આજે પણ સ્મરણ થઈ આવતા જાણે એમ જ લાગે છે કે કોઈ જ્ઞાનોદ્ધારક મહર્ષિ જ્ઞાનોદ્ધારની એક મહાશાળા ચલાવી રહ્યા છે, અને એમાં પોતાની સર્વ શક્તિનું સિંચન કરી રહ્યા છે. વળી, પ્રાચીન ગ્રંથોના સંગ્રહ અને રક્ષણ માટે જેમ તેઓએ નવા જ્ઞાનભંડારો સ્થપાવ્યા હતા, તેમ જૂના જ્ઞાનભંડારોને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે પણ ખૂબ જહેમત ઉઠાવી હતી. પાટણ, લીંબડી આદિમાં રહેલા ભંડારો તેઓની આવી જ્ઞાનભકિતની કીર્તિગાથા બની રહે એમ છે. અને પાટણમાં નવું સ્થપાયેલ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર તો, પાટણના સંખ્યાબંધ અવ્યવસ્થિત બની ગયેલ ગ્રંથભંડારોના સુવ્યવસ્થિત મહાભંડારરૂપ બની ગયેલ હોવાથી, જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના અભ્યાસીઓ માટે જ્ઞાનતીર્થ સમાન બની ગયેલ છે. આ જ્ઞાનમંદિરની સ્થાપનામાં પૂજ્ય દાદાગુરુદેવે જે ઝંખના સેવી હતી અને પ્રેરણા આપી હતી તે સૌકોઈને માટે દાખલારૂપ બની રહે એમ છે. નવા જ્ઞાનભંડારોની સ્થાપના અને જૂના જ્ઞાનભંડારોની સુરક્ષાની સાથે સાથે પ્રાચીન શાસ્ત્રગ્રંથોના ઉધ્ધાર તરફ પણ તેઓશ્રીનું પૂરેપૂરું ધ્યાન હતું. અને એટલા માટે આવા ગ્રંથોના સંશોધન-સંપાદન અને શુદ્ધીકરણ માટે તેઓ જાતે કામ કરતા અને બીજાઓને પ્રેરણા આપતા. ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભા તરફથી પ્રસિદ્ધ થતી શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાલા, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી જૈન ઐતિહાસિક ગ્રંથમાલા વગેરેના સંચાલન અને વિકાસ માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહેતા હતા. આ કાર્યમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી 103 થી પુણ્યચરિત્રમ્ Page #123 -------------------------------------------------------------------------- ________________ વિજયવલ્લભસૂરિજી મહારાજ, પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયદાનસૂરિજી મહારાજ, પૂજ્યપાદ શ્રી હંસવિજયજી મહારાજના સુશિષ્ય મુનિવર શ્રી દોલતવિજયજી આદિ ઘણાનો ફાળો છે, છતાં આ ગ્રંથમાળાને એની શરૂઆતથી જ જીવિત રાખવામાં મારા પૂજ્ય દાદાગુરુશ્રીનો અને પૂજ્ય ગુરુશ્રીનો ફાળો અતિ મહત્ત્વનો અને મોટો છે, એ સત્ય હકીકત છે. અહીં એક વાત તો સમજી જ લેવાની છે કે પૂજ્ય દાદાગુરુશ્રીની જ્ઞાનોદ્ધારની કે શાસનપ્રભાવનાની દરેકેદરેક પ્રવૃત્તિમાં, કાયાની છાયાની જેમ, મારા પૂજ્ય ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજનો હંમેશાં ધર્મપુરુષાર્થભર્યો ઘણો મોટો ફાળો રહેતો. આ ઉપરથી સૌ કોઈને નિશ્ચિતરૂપે લાગશે કે ગુરુ-શિષ્યની આ જોડીએ જ્ઞાનોઘ્ધારના પુણ્યકાર્યની પાછળ જ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. મારામાં શાસ્ત્રસંશોધનની જે કંઈ અતિ અલ્પ-સ્વલ્પ સ્ફૂર્તિ કે દષ્ટિ આવી છે, તે મારા આ બંને શિરછત્રોને જ આભારી છે, એટલું જ નહિ, પણ મારામાં જે કંઈ સારું છે, તે આ ગુરુયુગલની કૃપાનું જ ફળ છે. વિશિષ્ટ વ્યક્તિત્વ પૂજ્ય દાદાગુરુશ્રી કેવા કરુણાલુ અને વાત્સલ્યમૂર્તિ હતા, એમનો સ્વભાવ કેવો શાંત અને પરગજુ હતો, તેઓ કેટલા બધા ધીર-ગંભીર અને બોલવા કરતાં કરવામાં માનનારા હતા, એમનામાં મધ્યસ્થતા, ગુણગ્રાહક વૃત્તિ અને સત્યશોધક દષ્ટિનો કેવો સુમેળ સધાયો હતો અને એમનું જીવન કેવું વિમળ હતું, અને આવી બધી ગુણવિભૂતિને બળે એમનું વ્યક્તિત્વ કેવું પ્રભાવશાળી અને ઉજ્જવલ હતું, એ અંગે તો પુનરુક્તિનો દોષ વહોરીને પણ એમના એ દિવ્ય ગુણોનું વારંવાર સંકીર્તન કરવાનું મન થઈ આવે છે. એમના આવા વિશિષ્ટ વ્યક્તિત્વની છાપ એમના પરિચયમાં આવનારના અંતર ઉપર પડચા વગર ન રહેતી. સૌ કોઈને તેઓ પોતાના હિતચિંતક સ્વજન સમા જ લાગતા. દાદાગુરુશ્રીના આવા વ્યક્તિત્વથી લીંબડીના દરબાર શ્રી દોલતસિંહબાપુ વગેરે ખૂબ પ્રભાવિત બન્યા હતા. તેઓને કોઈ પણ કારણસર જામનગર કે પાટણ આવવાનું થતું ત્યારે તેઓ દાદાગુરુશ્રીનાં દર્શને અવશ્ય આવતા. એક વાર તો તેઓ એક નોકરને લઈને એકલા જ આવ્યા હતા. તેઓશ્રી પ્રત્યેના આવા આદર કે આકર્ષણનું એક કારણ એ પણ હતું કે તેઓ જેમ સૌ પ્રત્યે સમાન ધર્મસ્નેહ ધરાવતા હતા, તેમ જૂની-નવી ગમે તે પ્રકારની વિચારસરણીને સમભાવે સમજી, વિચારી અને આવકારી શકતા હતા; અમુક પ્રકારની વિચારસરણીને કારણે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અનાદરનો ભાવ દર્શાવવાનું એમની પ્રકૃતિમાં જ ન હતું. તેથી રૂઢિચુસ્ત, સુધારક કે ઉદ્દામ વિચારો ધરાવનાર સૌ કોઈને માટે તેઓ પૂછ્યાઠેકાણું બની શક્યા હતા. આનો સાર એ કે તેઓશ્રીમાં માનવતાનો સદ્ગુણ આટલી કોટિએ ખીલ્યો હતો. સમદર્શીપણું, સ્નેહાળતા, વૈય્યાવચ્ચ કરવાનો ભાવ વગેરે વગેરે તેઓશ્રીના વિશિષ્ટ ગુણોને લીધે તેઓનો પોતાનો સાધુસમુદાય નાનો હોવા છતાં એમની છત્રછાયામાં વિશાળ સાધુસમુદાય રહેતો હતો. તેઓનું સમુદાયમાં એવું બહુમાન હતું અને સમુદાયના હિતની તેઓ એવી ચિંતા સેવતા હતા કે એક વખત, વિ. સં. ૧૯૫૭માં, પૂજ્ય મુનિ શ્રી વલ્લભવિજયજીને આચાર્ય પદવી આપવાની વાત આવી ત્યારે તેઓએ દીર્ઘદષ્ટિ અને સમયજ્ઞતા શ્રી પુણ્યચરિત્રમ્ 104 Page #124 -------------------------------------------------------------------------- ________________ વાપરીને એ બંધ રાખવાની સલાહ આપી; અને સૌએ એમની આ સલાહ માનપૂર્વક વધાવી લીધી. વળી, પંડિતવર્ય શ્રી બેચરદાસજી સામે શ્રીસંઘમાં વિરોધ જાગ્યો કે મુનિ શ્રી જિનવિજ્યજીએ દીક્ષાનો ત્યાગ કર્યો તે વખતે, તેઓ પ્રત્યે જરા પણ હીનભાવ સેવ્યા વગર, પૂજ્ય દાદાગુરુશ્રીએ એમને આશ્વાસન, હિતશિખામાગ અને માર્ગદર્શન આપીને એમની વિશિષ્ટ શક્તિઓનો લાભ સમાજને મળતો રહે એ માટે જે પ્રયત્ન કર્યો હતો, તે પૂજ્ય દાદાગુરુશ્રીની ઉદારતા, સાધુતા અને મહાનુભાવતાની સાક્ષીરૂપ બની રહે એમ છે. એમના જીવનમાં આવા તો અનેક પ્રસંગો મેં જોયા છે. ડો. દેવવ્રત ભાંડારકર, શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ જેવા આપણા દેશના વિદ્વાનો અને ડો. હર્મન યાકોબી, નોર્મન બ્રાઉન જેવા વિદેશી વિદ્વાનોએ દાદાગુરુશ્રીની પાસેથી ઘણી પ્રેરણા મેળવી હતી. આ લખતી વખતે વિ. સં. ૧૯૯૭ કે ૧૯૯૮ની સાલનો એક પ્રસંગ યાદ આવે છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર, લેખક અને કવિ અને ગુજરાત યુનિવર્સિટીના અત્યારના ઉપકુલપતિ ભાઈશ્રી ઉમાશંકર જોષી પૂજ્ય દાદાગુરુશ્રી પાસે પાટણ આવ્યા હતા. એ જવાના હતા અને બીજે જ દિવસે મહાવીર જયંતીનું પર્વ આવતું હોવાથી મારી વિનંતીને માન્ય રાખી તેઓ રોકાઈ ગયા હતા. આ જયંતી પ્રસંગે પૂજ્ય દાદાગુરુશ્રીએ, અતિ સાહજીકપણે, ભગવાનના ગુણાનુવાદ તરીકે, થોડીક મિનિટ સાવ સાદી અને સરળ વાણીમાં વ્યાખ્યાન આપ્યું હતું. અંતરની લાગણીની સહજ અભિવ્યક્તિરૂપે અપાયેલા આ પ્રવચનથી ભાઈશ્રી ઉમાશંકર જોષી ખૂબ પ્રભાવિત થયા હતા. આ વક્તવ્યના પોતાના હૃદય ઉપર અંકિત થયેલ પ્રતિબિંબનો ઉલ્લેખ, પાછળથી, તેઓએ મારા ઉપરના એક પત્રમાં કર્યો હતો. તેમાં તેઓએ જણાવ્યું હતું કે, “પૂજ્ય મહારાજશ્રીએ અતિવૃદ્ધ અવસ્થા હોવા છતાં મહાવીર જયંતીના પ્રસંગે જે સાર્વજનિક વ્યાખ્યાન આપ્યું, તેથી મને લાગ્યું કે ભારતમાં હજી પણ ઋષિતેજ જાગતું છે.'' આવો જ એક બીજો પ્રસંગ પણ અહીં નોંધવા જેવો છે. ભારતીય કળાના અભ્યાસી શ્રી એન. સી. મહેતા (શ્રી નાનાલાલ ચીમનલાલ મહેતા) એક વાર દાદાગુરુશ્રીને મળવા પાટણ આવેલા મારી યાદ પ્રમાણે તેઓ પંડિતવર્ય શ્રી સુખલાલજી સાથે આવ્યા હતા. શ્રી મહેતા પૂજ્ય દાદાગુરુશ્રી તથા શાંતિમૂર્તિ પૂજ્ય શ્રી હંસવિજયજી મહારાજ-એ ત્રણેએ એકાંતમાં લાંબા વખત સુધી વાતો કરી. એ પછી આ બે સંતપુરુષોની પોતાના ચિત્ત ઉપર પડેલી છાપ અંગે તેઓએ કંઈક એવી મતલબનું કહેલું કે–સામાન્ય રીતે હું બીજાઓથી ભાગ્યે જ અંજાઉં છું; પણ આ બે સાધુપુરુષોથી હું ખૂબ પ્રભાવિત બન્યો છું. બન્ને ઋષિ જેવા કેવા સૌમ્ય, અને શાંત છે! વિહાર પૂજ્ય દાદાગુરુશ્રીએ જ્ઞાનભંડારોના ઉદ્ધાર આદિને પોતાનું એક જીવનકાર્ય માનેલું હોવાથી મોટેભાગે તેઓને એ કાર્યમાં જ ઓતપ્રોત રહેવું પડતું, અને તેથી તેઓ વિહાર ઓછો કરી શકતા. છતાં તેઓશ્રીએ પંજાબ, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ પ્રદેશોમાં વિચરીને ત્યાંની ભૂમિને પવિત્ર કરી હતી અને ત્યાંની જનતાને પોતાની સમદર્શી સાધુતાનો લાભ આપ્યો હતો. જ્ઞાનભંડારોની ઉદ્ધારની દૃષ્ટિએ પાટણ તો તેઓશ્રીની કર્મભૂમિ જ બન્યું હતું. 105 શ્રી પુણ્યચરેમમ્ Page #125 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથરચના તેઓશ્રીએ ખાસ કોઈ સ્વતંત્ર ગ્રંથની રચના નથી કરી. તે છતાં તેઓએ જૈન તત્ત્વસાર નામના ગ્રંથનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો, જે છપાઈ ગયો છે. પણ તેઓની આત્મશુદ્ધિની અને પ્રભુના માર્ગનું અનુસરણ કરવાની તીવ્ર ઝંખના અને પોતાના દોષોના દર્શનથી થતી વેદના તેઓશ્રીની સ્તવન, સજ્ઝાય અને વૈરાગ્યપદોરૂપ કાવ્યકૃતિઓમાં જોવા મળે છે. આ કૃતિઓ સંખ્યામાં ભલે ઓછી હોય પણ, પહાડમાંથી નીકળતી સરિતાની જેમ સંવેદનશીલ અંતરના ઊંડાણમાંથી સહજપણે પ્રગટેલી હોવાથી, ગુણવત્તામાં ચઢિયાતી છે. તેઓશ્રીની આ હૃદયસ્પર્શી કાવ્યકૃતિઓ ‘આત્મકાંતિ પ્રકાશ' નામે પ્રસિદ્ધ થયેલી છે. એમ કહેવું જોઈએ કે અંતરસ્પર્શી જ્ઞાનરસ એ તેઓનો જીવનરસ હતો. જ્યારે શરીર અશક્ત થઈ ગયું અને આંખોનું તેજ પણ અંદર સમાઈ ગયું, ત્યારે પણ કોઈ ને કોઈ વાચકને પાસે રાખીને તેઓ નિરંતર શાસ્ત્રશ્રવણ કરતા જ રહેતા; એમાં તેઓ દુઃખ માત્રને વીસરીને આત્મિક આનંદનો અનુભવ કરતા. ક્યારેક મનમાં કોઈ કવિતા સ્ફુરી આવે તો પાસે રાખેલી સલેટ ઉપર મોટા મોટા અક્ષરોથી ટપકાવી લેતા. ઉપસંહાર દાદાગુરુશ્રીના ગુણોનું સ્મરણ અને સંકીર્તન કરતાં થાક તો મુદ્દલ લાગતો જ નથી, અને એક પરમ ઉપકારી મહાપુરુષના ઉપકારોનું સ્મરણ કરતાં ચિત્ત અનેરો આહ્લાદ અનુભવે છે, પણ હવે આ ધર્મકથા પૂરી આ ધર્મકથાને પૂરી કરતી વખતે એક પાવન પ્રસંગ યાદ આવે છે ઃ દાદાગુરુશ્રીની બીમારીના છેલ્લા દિવસો હતા. એમને સાથળ ઉપર ગૂમડું થઈ આવ્યું, તે ફૂટવું તો ખરું, પણ કોઈ રીતે રુઝાય નહીં, મને થયું, હવે સ્થિતિ ગંભીર છે. આમ તો એમને શાતા પૂછવાનો મારો ક્રમ ન હતો—પૌત્ર દાદાને શી શાતા પૂછે? પણ તે દિવસે તેઓની પાસે જઈને પૂછ્યુંઃ‘કેમ સાહેબ, શાતા છે ને?’’ દાદાગુરુશ્રીએ આછું સ્મિત કરીને મારા શરીરે વાત્સલ્યભર્યો હાથ ફેરવતાં કહ્યું : ‘“નાનું સરખું ટબુકડું આવ્યું હતું અને આવડું મોટું થઈ ગયું!'' અને એમ કહીને હેત વરસાવતો તેઓશ્રીનો વરદ હાથ મારા માથે મૂક્યો ! આવું વાત્સલ્ય પામીને હુ ધન્ય બની ગયો ! તે પછી ૪૫ દિવસે જ તેઓ સ્વર્ગવાસી થયા. મારા જીવન-ઘડતરમાં અને મારા શાસ્ત્રાભ્યાસના વિકાસમાં મારા પૂજ્ય દાદાગુરુશ્રી અને પૂજ્ય ગુરુશ્રીના ફાળાનો વિચાર કરું છું તો મને તો એમ જ લાગે છે કે આ કોઈ જન્મ-જન્માંતરના પુણ્યનું ફળ જ મને મળતું રહ્યું છે. વિશાળ વટવૃક્ષ જેવા એમના વાત્સલ્યસભર આશ્રયનો મેં જીવનભર અનુભવ કર્યો; એક પણ ચાતુર્માસ તેઓથી અલગ કરવાનો પ્રસંગ ન આવ્યો, પોતાના જીવનપ્રસંગોનું વર્ણન કરી અનેકવાર તેઓએ મને જીવનદર્શન કરાવ્યું; તેઓશ્રીના ચરણે બેસીને જ્ઞાન અને ચારિત્રની યથાશક્તિ આરાધના કરવાનો સોનેરી અવસર મળ્યો અને પ્રભુના શાસનની યથામતિ-શક્તિ સેવા કરવાની ભાવનાની ભેટ આવા પરમોપકારી મહાપુરુષો પાસેથી મળી, એ કંઈ જેવું તેવું સદ્ભાગ્ય ન કહેવાય. આ બધાંનો વિચાર કરતાં મારા અંતરતમ અંતરમાંથી એક જ ધ્વનિ નીકળે છે કે અત્યારે હું જે કંઈ છું તે મારા પૂજ્ય દાદાગુરુશ્રી અને પૂજ્ય ગુરુશ્રીના પ્રતાપે જ ! મારા આ પરમ ઉપકારી શ્રી પુણ્યચરિત્રમ્ 106 Page #126 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષો પ્રત્યેની મારી આભારની ઊંડી લાગણીને, કોઈ અજ્ઞાત કવિના સુભાષિતનો ઉપયોગ કરીને, વ્યક્ત કરું તો મારે કહેવું જોઈએ કે– न मैंने हँस के सीखा है, न मैंने रोके सीखा है । मैंने जो कुछ भी सीखा है, इन्हीं का हो के सीखा है ! સ્તંભતીર્થ,પોષ વદિ ૩, વિ. સં. ૨૦૨૫ ** પ્રાતઃસ્મરણીય ગુણગુરુ પુણ્યધામ પૂજ્ય ગુરુદેવનું હાર્દિક પૂજન પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, ગુણભંડાર, પુણ્યનામ અને પુણ્યધામ તથા શ્રી આત્માનન્દ જૈન ગ્રંથરત્નમાલાના ઉત્પાદક, સંશોધક અને સંપાદક ગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી ચતુરવિજયજી મહારાજ વિ. સં. ૧૯૯૬ના કાર્તિક વદી પની પાછલી રાત્રે પરલોકવાસી થયા છે, એ સમાચાર જાણી પ્રત્યેક ગુણગ્રાહી સાહિત્યરસિક વિદ્વાનને દુઃખ થયા સિવાય નહિ જ રહે. તે છતાં એ વાત નિર્વિવાદ છે કે જગતના એ અટલ નિયમના અપવાદરૂપ કોઈ પણ પ્રાણધારી નથી. આ સ્થિતિમાં વિજ્ઞાનવાન સત્પુરુષો પોતાના અનિત્ય જીવનમાં તેમનાથી બને તેટલાં સત્કાર્યો કરવામાં પરાયણ રહી પોતાની આસપાસ વસનાર મહાનુભાવ અનુયાયી વર્ગને વિશિષ્ટ માર્ગ ચીંધતા જાય છે. પૂજ્યપાદ ગુરુદેવના જીવન સાથે સ્વગુરુચરણવાસ, શાસ્રસંશોધન અને જ્ઞાનોદ્વાર એ વસ્તુઓ એકરૂપે વણાઈ ગઈ હતી. પોતાના લગભગ પચાસ વર્ષ જેટલા ચિર પ્રવ્રજ્યાપર્યાયમાં અપવાદરૂપ–અને તે પણ સકારણ— વર્ષો બાદ કરીએ તો આખી જિંદગી તેઓશ્રીએ ગુરુચરણસેવામાં જ ગાળી છે. ગ્રંથમુદ્રણના યુગ પહેલાં તેમણે સંખ્યાબંધ શાસ્ત્રોના લખવા-લખાવવામાં અને સંશોધનમાં વર્ષો ગાળ્યાં છે. પાટણ, વડોદરા, લીંબડી આદિના વિશાળ જ્ઞાનભંડારોના ઉદ્ધાર અને તેને સુરક્ષિત તેમજ સુવ્યવસ્થિત કરવા પાછળ વર્ષો સુધી શ્રમ ઉઠાવ્યો છે. શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાળાની તેમણે બરાબર ત્રીસ વર્ષ પર્યંત અપ્રમત્ત ભાવે સેવા કરી છે. શ્રી આ. હૈ. ગ્રં. ૨. મા.ના તો તેઓશ્રી આત્મસ્વરૂપ જ હતા. પૂજ્યપાદ ગુરુદેવના જીવન સાથે છગડાનો ખૂબ જ મેળ રહ્યો છે. અને એ અંકથી અંકિત વર્ષોમાં તેમણે વિશિષ્ટ કાર્યો સાધ્યાં છે. તેઓશ્રીનો જન્મ વિ. સં. ૧૯૨૬માં થયો છે, દીક્ષા ૧૯૪૬માં લીધી છે, (હું જો ભૂલતો ન હોઉં તો) પાટણના જૈન ભંડારોની સુવ્યવસ્થાનું કાર્ય ૧૯૫૬માં હાથ ધર્યું હતું. ‘‘શ્રી આત્માનન્દ જૈન ગ્રંથરત્નમાલા’’ના પ્રકાશનની શરૂઆત ૧૯૬૬માં કરી હતી અને સતત કર્તવ્યપરાયણ, અપ્રમત્ત, આદર્શભૂત સંયમી જીવન વિતાવી ૧૯૯૬માં તેઓશ્રીએ પરલોકવાસ સાધ્યો છે. અસ્તુ. 107 શ્રી પુણ્યચરિત્રમ્ Page #127 -------------------------------------------------------------------------- ________________ હવે પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમાન ચતુરવિજયજી મહારાજની ટૂંકી જીવનરેખા વિદ્વાનોને જરૂર રસપ્રદ થશે, એમ માની કોઈ પણ જાતની અતિશયોક્તિનો ઓપ આપ્યા સિવાય એ અહીં તદ્દન સાદી ભાષામાં દોરવામાં આવે છે. જન્મ -પૂજ્યપાદ ગુરુદેવનો જન્મ વડોદરા પાસે આવેલા છાણી ગામમાં વિ. સં. ૧૯૨૬ના ચૈત્ર શુદિ ૧ ને દિવસે થયો હતો. તેમનું પોતાનું ધન્ય નામ ભાઈ ચૂનીલાલ રાખવામાં આવ્યું હતું. તેમના પિતાનું નામ મલકચંદ અને માતાનું નામ જમનાબાઈ હતું. તેમની જ્ઞાતિ વીશા પોરવાડ હતી. તેઓ પોતે અને ચાર ભાઈ હતા અને ત્રણ બહેનો હતી. તેમનું કુટુંબ ઘણું જ ખાનદાન હતું. ગૃહસ્થપણાનો તેમનો અભ્યાસ તે જમાના પ્રમાણે ગુજરાતી સાત ચોપડી જેટલો હતો. વ્યાપારાદિમાં ઉપયોગી હિસાબ આદિ બાબતોમં તેઓશ્રી હોશિયાર ગણાતા હતા. ધર્મસંસ્કાર અને પ્રવજ્યા-છાણી ગામ સ્વાભાવિક રીતે જ ધાર્મિક સંસ્કારપ્રધાન ક્ષેત્ર હોઈ ભાઈશ્રી ચૂનીલાલમાં ધાર્મિક સંસ્કાર પ્રથમથી જ હતા અને તેથી તેમણે પ્રતિક્રમણ સૂત્રાદિને લગતો યોગ્ય અભ્યાસ પણ પ્રથમથી જ કર્યો હતો. છાણી ક્ષેત્રની જૈન જનતા અતિભાવુક હોઈ ત્યાં સાધુ-સાધ્વીઓનું આગમન અને તેમના ઉપદેશાદિને લીધે લોકોમાં ધાર્મિક સંસ્કાર હંમેશાં પોષાતા જ રહેતા. એ રીતે ભાઈ શ્રી ચૂનીલાલમાં પણ ધર્મના દઢ સંસ્કારો પડ્યા હતા, જેને પરિણામે પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય અનેકગણગણનિવાસ શાંતજીવી પરમગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજનો સંયોગ થતાં તેમના પ્રભાવસંપન્ન પ્રતાપી વરદ શુભહસ્તે તેમણે ડભોઈ ગામમાં વિ. સં. ૧૯૪૬ના જેઠ વદિ ૧૦ને દિવસે શિષ્ય તરીકે પ્રવ્રજ્યા અંગીકાર કરી અને તેમનું શુભ નામ મુનિ શ્રી ચતુરવિજયજી રાખવામાં આવ્યું. વિહાર અને અભ્યાસ–દીક્ષા લીધા પછી તેમનો વિહાર પૂજ્યપાદ ગુરુદેવ શ્રી પ્રવર્તકજી મહારાજ સાથે પંજાબ તરફ થતો રહ્યો અને તે સાથે ક્રમે ક્રમે અભ્યાસ પણ આગળ વધતો રહ્યો. શરૂઆતમાં સાધુયોગ્ય આવશ્યકક્રિયા સૂત્રો અને જીવવિચાર આદિ પ્રકરણોનો અભ્યાસ કર્યો. તે વખતે પંજાબમાં અને ખાસ કરીને તે જમાનાના સાધુવર્ગમાં વ્યાકરણમાં મુખ્યત્વે સારસ્વત પૂર્વાધ અને ચન્દ્રિકા ઉત્તરાર્ધનો પ્રચાર હતો, તે મુજબ તેઓશ્રીએ તેનો અભ્યાસ કર્યો અને તે સાથે કાવ્ય, વાભદાલંકાર, શ્રુતબોધ આદિનો પણ અભ્યાસ કરી લીધો. આ રીતે અભ્યાસમાં ઠીક ઠીક પ્રગતિ અને પ્રવેશ થયા બાદ પૂવાચાર્યકૃત સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણો– જે જૈન આગમના પ્રવેશદ્વાર સમાન છે–નો અભ્યાસ કર્યો. અને તર્કસંગ્રહ તથા મુક્તાવલીનું પણ આ દરમિયાન અધ્યયન કર્યું. આ રીતે કમિક સજીવ અભ્યાસ અને વિહાર બન્નેય કાર્ય એકીસાથે ચાલતાં રહ્યાં. ઉપર જણાવવામાં આવ્યું તેમ પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજ ક્રમે ક્રમે સજીવ અભ્યાસ થયા પછી જ્યાં જ્યાં પ્રસંગ મળ્યો ત્યાં ત્યાં તે તે વિદ્વાન મુનિવરાદિ પાસે તેમ જ પોતાની મેળે પણ શાસ્ત્રોનું અધ્યયન-વાચન કરતા રહ્યા. ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યે કહ્યું છે કે “અભ્યાસો હિકર્મસુ કૌશલમાવતિ" એ શી પુણ્યરસ 108 Page #128 -------------------------------------------------------------------------- ________________ મુજબ પૂજ્યવર શ્રી ગુરુદેવ શાસ્ત્રીય વગેરે વિષયમાં આગળ વધતા ગયા અને અનુક્રમે કોઈનીયે મદદ સિવાય સ્વતંત્ર રીતે મહાન શાસ્ત્રોનો અભ્યાસ પ્રવર્તવા લાગ્યો, જેના ફળરૂપે આપણે “આત્માનન્દ જૈન ગ્રંથરત્નમાળા'ને આજે જોઈ શકીએ છીએ. શાસ્ત્રલેખન અને સંગ્રહ-વિશ્વવિખ્યાતકીર્તિ, પુનિતનામધેય, પંજાબદેશોદ્ધારક, ન્યાયાસ્મોનિધિ જૈનાચાર્ય શ્રી વિજયાનન્દસૂરિવરની અવર્ણનીય અને અખૂટ જ્ઞાનગંગાના પ્રવાહનો વારસો એમની વિશાળ શિષ્યસંતતિમાં નિરાબાધ રીતે વહેતો રહ્યો છે. એ કારણસર પૂજ્ય પ્રવર પ્રાતઃસ્મરણીય પ્રભાવપૂર્ણ પરમગુરુદેવ પ્રવર્તકજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કાન્તિવિજયજી મહારાજશ્રીમાં પણ એ જ્ઞાનગંગાનો નિર્મળ પ્રવાહ સતત જીવતો વહેતો રહ્યો છે, જેના પ્રતાપે સ્થાન સ્થાનના જ્ઞાનભંડારોમાંથી શ્રેષ્ઠ-શ્રેષ્ઠતમ શાસ્ત્રોનું લેખન, તેનો સંગ્રહ અને અધ્યયન આદિ ચિરકાળથી ચાલુ હતાં અને આજ પર્યત પણ એ પ્રવાહ અવિચ્છિન્નપણે ચાલુ જ છે. ઉપર જણાવેલ શાસ્ત્રલેખન અને સંગ્રહવિષયક સંપૂર્ણ પ્રવૃત્તિ પૂજ્યપાદ ગુરુવર શ્રી ચતુરવિજ્યજી મહારાજના સૂક્ષ્મ પરીક્ષણ અને અભિપ્રાયને અનુસરીને જ હંમેશાં ચાલુ રહ્યાં હતાં. પુણ્યનામધેય પૂજ્યપાદ શ્રી ૧૦૦૮ શ્રી પ્રવર્તકજી મહારાજે સ્થાપન કરેલા વડોદરા અને છાણીનાં જૈન જ્ઞાનમંદિરોમાંના તેઓશ્રીના વિશાળ જ્ઞાનભંડારોનું બારીકાઈથી અવલોકન કરનાર એટલું સમજી શકશે કે એ શાસ્ત્રલેખન અને સંગ્રહ કેટલી સૂક્ષ્મ પરીક્ષાપૂર્વક કરવામાં આવ્યા છે અને તે કેવા અને કેટલા વૈવિધ્યથી ભરપૂર છે. શાસ્ત્રલેખન એ શી વસ્તુ છે એ બાબતનો વાસ્તવિક ખ્યાલ એકાએક કોઈનેય નહિ આવે. એ બાબતમાં ભલભલા વિદ્વાન ગણાતા માણસો પણ કેવાં ગોથાં ખાઈ બેસે છે એનો ખ્યાલ પ્રાચીન-અર્વાચીન જ્ઞાનભંડારોમાંનાં અમુક અમુક પુસ્તકો તેમ જ ગાયકવાડ ઓરિયેન્ટલ ઈન્સ્ટિટયૂટ આદિમાંના નવાં લખાયેલાં પુસ્તકો જોવાથી જ આવી શકે છે. ખરું જોતાં શાસ્ત્રલેખન એ વસ્તુ છે કે, તેને માટે જેમ મહત્ત્વના ઉપયોગી ગ્રંથોનું પૃથક્કરણ અતિ ઝીણવટપૂર્વક કરવામાં આવે એટલી જ બારીકાઈથી પુસ્તકને લખનાર લહિયાઓ, તેમની લિપિ, ગ્રંથ લખવા માટેના કાગળો, શાહી, કલમ વગેરે દરેકેદરેક વસ્તુ કેવી હોવી જોઈએ એની પરીક્ષા અને તપાસને પણ એ માગી લે છે. - જ્યારે ઉપર્યુક્ત બાબતોની ખરેખર જાણકારી નથી હોતી ત્યારે ઘણીવાર એવું બને છે કે, લેખકો ગ્રંથલિપિને બરાબર ઉકેલી શકે કે નહિ? તેઓ શુદ્ધ લખનારા છે કે ભૂલો કરનારા-વધારનારા છે? તેઓ લખતાં લખતાં વચમાંથી પાઠો છૂટી જાય તેમ લખનારા છે કે કેવા છે? ઈરાદાપૂર્વક ગોટાળો કરનારા છે કે કેમ? તેમની લિપિ સુંદર છે કે નહિ? એકસરખી રીતે પુસ્તક લખનારા છે કે લિપિમાં ગોટાળો કરનારા છે?-ઈત્યાદિ પરીક્ષા કર્યા સિવાય પુસ્તકો લખાવવાથી પુસ્તકો અશુદ્ધ, ભ્રમપૂર્ણ અને ખરાબ લખાય છે. આ ઉપરાંત પુસ્તકો લખાવવા માટેના 109 થી પુચચરિત્રમ્ Page #129 -------------------------------------------------------------------------- ________________ કાગળો, શાહી, કલમ વગેરે લેખનનાં વિવિધ સાધનો કેવાં હોવાં જોઈએ એની માહિતી ન હોય તો પરિણામ એ આવે છે કે સારામાં સારી પદ્ધતિએ લખાયેલાં શાસ્ત્રો-પુસ્તકો અલ્પ કાળમાં જ નાશ પામી જાય છે. કેટલીકવાર તો પાંચ-પચીસ વર્ષમાં જ એ ગ્રંથો મૃત્યુના મોંમાં જઈ પડે છે. પૂજ્યપાદ ગુરુવરશ્રી ઉપરોક્ત શાસ્ત્રલેખન વિષયક પ્રત્યેક બાબતની ઝીણવટને પૂર્ણપણે સમજી શકતા હતા, એટલું જ નહિ, પણ તેઓશ્રીના હસ્તાક્ષરો એટલા સુંદર હતા અને એવી સુંદર અને સ્વચ્છ પદ્ધતિએ તેઓ પુસ્તક લખી શકતા હતા કે ભલભલા લેખકોને પણ આંટીનાખે. એ જ કારણ હતું કે ગમે તેવા લેખક ઉપર તેમનો પ્રભાવ પડતો હતો અને ગમે તેવા લેખકની લિપિમાંથી તેઓશ્રી કાંઈને કાંઈ વાસ્તવિક ખાંચાખૂંચ કાઢતા જ. પૂજ્યપાદ ગુરુદેવની પવિત્ર અને પ્રભાવયુક્ત છાયા તળે એકીસાથે ત્રીસ ત્રીસ, ચાલીસ ચાલીસ લહિયાઓ પુસ્તકો લખવાનું કામ કરતા હતા. તેઓશ્રીના હાથ નીચે કામ કરનાર લેખકોની સાધુસમુદાયમાં કિંમત અંકાતી હતી. ટૂંકમાં એમ કહેવું જોઈએ કે જેમ તેઓશ્રી શાસ્ત્રલેખન અને સંગ્રહ માટેના મહત્ત્વના ગ્રથાના વિભાગ કરવામાં નિષ્ણાત હતા, એ જ રીતે તેઓશ્રી લેખનકળાના તલસ્પર્શી હાર્દને સમજવામાં અને પારખવામાં પણ નિષ્ણાત હતા. પૂજ્યપાદ ગુરુવરની પવિત્ર ચરણછાયામાં રહી તેમના ચિરકાલીન લેખનકળા વિષયક અનુભવોને જાણીને અને સંગ્રહીને જ હું મારો “ભારતીય જૈન શ્રમાગસંસ્કૃતિ અને લેખનકળા” નામનો ગ્રંથ લખી શક્યો છું. ખરું જોતાં એ ગ્રંથલેખનનો પૂર્ણ યશ પૂજ્ય ગુરુદેવશ્રીને જ ઘટે છે. શાસ્ત્રસંશોધન-પૂજ્યપાદ ગુરુવરશ્રીએ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રીના શાસ્ત્રસંગ્રહમાંના નવા લખાવેલ પ્રાચીન ગ્રંથો પૈકી સંખ્યાબંધ મહત્ત્વના ગ્રંથો અનેકાનેક પ્રાચીન પ્રત્યન્તરો સાથે સરખાવીને સુધાર્યા છે. જેમ પૂજ્ય ગુરુદેવ લેખનકળાના રહસ્યને બરાબર સમજતા હતા, એ જ રીતે સંશોધનકળામાં પણ તેઓશ્રી પારંગત હતા. સંશોધનકળા, તેને માટેનાં સાધનો, સંકેતો વગેરે પ્રત્યેક વસ્તુને તેઓશ્રી પૂર્ણ રીતે જાણતા હતા. એમના સંશોધનકળાને લગતા પાંડિત્ય અને અનુભવના પરિપાકને આપણે તેઓશ્રીએ સંપાદિત કરેલ શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાળામાં પ્રત્યક્ષપણે જોઈ શકીએ છીએ. જૈનજ્ઞાનભંડારોનો ઉદ્ધાર-પાટણના વિશાળ જૈન જ્ઞાનભંડારો એક કાળે અતિ અવ્યવસ્થિત દશામાં પડવ્યા હતા અને ભંડારોનું દર્શન પણ એકંદરે દુર્લભ જ હતું. એમાંથી વાચન, અધ્યયન, સંશોધન આદિ માટે પુસ્તકો મેળવવાં અતિ દુષ્કર હતાં. એની ટીપો-લિસ્ટો પણ બરાબર જોઈએ તેવી માહિતી આપનારાં ન હતાં અને એ ભંડારો લગભગ જોઈએ તેવી સુરક્ષિત અને સુવ્યવસ્થિત દશામાં ન હતાં. એ સમયે પૂજ્યપાદ પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી (મારા પૂજ્ય ગુરુદેવ) શ્રી ચતુરવિજજી મહારાજાદિ શિષ્ય પરિવાર સાથે પાટણ શ્રી પુણ્યચરિત્રમ્ 110 Page #130 -------------------------------------------------------------------------- ________________ પધાર્યા અને પાટણના જ્ઞાનભંડારોની વ્યવસ્થા કરવા માટે કાર્યવાહકોનો વિશ્વાસ સંપાદન કરી એ જ્ઞાનભંડારોના સાર્વત્રિક ઉદ્ધારનું કામ હાથ ધર્યું અને એ કાર્યને સર્વાગપૂર્ણ બનાવવા શક્ય સર્વ પ્રયત્નો પૂજ્યપાદ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રીએ અને પૂજ્ય ગુરુદેવશ્રી ચતુરવિજયજી મહારાજશ્રીએ કર્યા. આ વ્યવસ્થામાં બૌદ્ધિક અને શ્રમજન્ય કાર્ય કરવામાં પૂજ્યપાદ ગુરુદેવનો અકથ્ય ફાળો હોવા છતાં પોતે ગુપ્ત રહી જ્ઞાનભંડારોના ઉદ્ધારનો સંપૂર્ણ યશ તેઓશ્રીએ શ્રીગુરુચરણે જ સમર્પિત કર્યો છે. લીંબડી શ્રીસંઘના વિશાળ જ્ઞાનભંડારની તથા વડોદરા-છાણીમાં સ્થાપન કરેલા પૂજ્યપાદ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રીના અતિ વિશાળ જ્ઞાનભંડારોની સર્વાગપૂર્ણ સુવ્યવસ્થા પૂજ્ય ગુરુવર્યે એકલે હાથે જ કરી છે. આ ઉપરાંત પૂજ્યપ્રવર શાન્તમૂર્તિ મહારાજશ્રી ૧૦૦૮ શ્રી હંસવિજયજી મહારાજશ્રીના વડોદરામાંના વિશાળ જ્ઞાનભંડારની વ્યવસ્થામાં પણ તેમની મહાન મદદ હતી. શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાલા-પૂજ્ય શ્રી ગુરુશ્રીએ જેમ પોતાના જીવનમાં જૈન જ્ઞાનભંડારોનો ઉદ્ધાર, શાસ્ત્રલેખન અને શાસ્ત્રસંશોધનને લગતાં મહાન કાર્યો કર્યા છે, એ જ રીતે તેમણે શ્રી એ. જે. ચં. ૨. મા.ના સંપાદન અને સંશોધનું મહાન કાર્ય પણ હાથ ધર્યું હતું. આ ગ્રંથમાળામાં આજ સુધીમાં બધા મળીને વિવિધ વિષયને લગતા નાના-મોટા મહત્ત્વના નેવું ગ્રંથો પ્રકાશિત થયા છે, જેમાંના ઘણાખરા પૂજ્ય ગુરુદેવે જ સંપાદિત કર્યા છે. આ ગ્રંથમાળામાં નાનામાં નાના અને મોટામાં મોટા અજોડ મહત્ત્વના ગ્રંથો પ્રકાશિત થયા છે. નાનામોટા સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણોનો સમૂહ આ ગ્રંથમાળામાં પ્રકાશિત થયો છે એ આ ગ્રંથમાળાની ખાસ વિશેષતા છે. આ પ્રકરણો દ્વારા જૈન શ્રમણ અને શ્રમણીઓને ખૂબ જ લાભ થયો છે. જે પ્રકરણોનાં નામ મેળવવાં કે સાંભળવાં પણ એકાએક મુશ્કેલ હતાં, એ પ્રકરણો પ્રત્યેક શ્રમણ-શ્રમણીને હસ્તગત થઈગયાં છે. આ ગ્રંથમાળામાં એકંદર જૈન આગમો, પ્રકરણો, ઐતિહાસિક અને ઔપદેશિક પ્રાકૃત, સંસ્કૃત કથાસાહિત્ય, કાવ્ય, નાટક આદિ વિષયક વિવિધ સાહિત્ય પ્રકાશ પામ્યું છે. એ ઉપરથી પૂજ્યપાદ ગુરુદેવમાં કેટલું વિશાળ જ્ઞાન અને કેટલો અનુભવ હતો એ સહેજે સમજી શકાય તેમ છે, અને એ જ કારણસર આ ગ્રંથમાળા દિન પ્રતિદિન દરેક દષ્ટિએ વિકાસ પામતી રહી છે. છેલ્લામાં છેલ્લી પદ્ધતિએ ગ્રંથોનું સંશોધન, સંપાદન અને પ્રકાશન કરતા પૂજ્યપાદ ગુરુદેવે જીવનના અસ્તકાળ પર્યત અથાગ પરિશ્રમ ઉઠાવ્યો છે. નિશીથસૂત્રચૂર્ણિ, કલ્પચૂર્ણિ, મલયગિરિ વ્યાકરણ, દેવભદ્રસૂરિકૃત કથારત્નકોશ, વસુદેવ હિંડી-દ્વિતીય ખંડઆદિ જેવા અનેક પ્રાસાદભૂત ગ્રંથોના સંશોધન અને પ્રકાશનના મહાન મનોરથોને હૃદયમાં ધારણ કરી, સ્વહસ્તે એની પ્રેસ કોપીઓ અને એનું અર્થસંશોધન કરી, તેઓશ્રી પરલોકવાસી થયા છે. અસ્તુ. મૃત્યુદેવે કોના મનોરથ પૂર્ણ થવા દીધા છે! 111 થી પુણ્યારિત્રમ્ | Page #131 -------------------------------------------------------------------------- ________________ આમ છતાં જો પૂજ્યપાદ ગુરુપ્રવર શ્રી પ્રવર્તકજી મહારાજ, પૂજ્ય ગુરુદેવ અને સમસ્ત મુનિગણની આશિષ વરસતી હશે-છે જ, તો પૂજ્ય ગુરુદેવના સત્સંકલ્પોને મૂર્ત સ્વરૂપ આપવા અને તેમણે ચાલુ કરેલી ગ્રંથમાળાને સવિશેષ ઉજ્જવલ બનાવવા યથાશક્ય અલ્પ-સ્વલ્પ પ્રયત્ન હું જરૂર જ કરીશ. ગુરુદેવનો પ્રભાવ–પૂજ્યપાદ ગુરુદેવમાં દરેક બાબતને લગતી કાર્યદક્ષતા એટલી બધી હતી કે કોઈપણ પાસે આવનાર તેમના પ્રભાવથી પ્રભાવિત થયા સિવાય રહેતો નહિ. મારા જેવા સાધારણ વ્યક્તિ ઉપર પૂજ્ય ગુરુદેવનો પ્રભાવ પડે એમાં કહેવાપણું જ ન હોય, પણ પંડિતપ્રવર શ્રીયુત સુખલાલજી, વિન્માન્ય શ્રીમાન જિનવિજયજી આદિ જેવી અનેકાનેક સમર્થ વ્યક્તિઓ ઉપર પણ તેઓશ્રીનો અપૂર્વ પ્રભાવ પડ્યો છે અને તેમની વિશિષ્ટ પ્રવૃત્તિનું સજીવ બીજારોપણ અને પ્રેરણા પૂજ્યપાદ ગુરુદેવના સહવાસ અને સંસર્ગથી પ્રાપ્ત થયાં છે. જૈન મંદિર અને જ્ઞાનભંડાર વગેરેના કાર્ય માટે આવનાર શિલ્પીઓ અને કારીગરો પણ શ્રી ગુરુદેવની કાર્યદક્ષતા જોઈ તેમના આગળ બાળભાવે વર્તતા અને તેમના કાર્યને લગતી વિશિષ્ટ કળા અને જ્ઞાનમાં ઉમેરો કરી જતા. પૂજ્યપાદ ગુરુશ્રીએ પોતાના વિવિધ અનુભવોના પાઠ ભણાવી પાટણનિવાસી ત્રિવેદી ગોવર્ધનદાસ લક્ષ્મીશંકર જેવા અજોડ લેખકને તૈયાર કરેલ છે, જે આજના જમાનામાં પણ સોના-ચાંદીની શાહી બનાવી સુંદરમાં સુંદર લિપિમાં સોનેરી કીમતી પુસ્તકો લખવાની વિશિષ્ટ કળા તેમ જ લેખનકળાને અંગે તલસ્પર્શી અનુભવ પણ ધરાવે છે. પાટણનિવાસી ભોજક ભાઈ અમૃતલાલ મોહનલાલ અને નાગોરનિવાસી લહિયા મૂળચંદજી વ્યાસ વગેરેને સુંદરમાં સુંદર પ્રેસકોપીઓ કરવાનું કામ તેમ જ લેખન-સંશોધનને લગતી વિશિષ્ટ કળા પણ પૂજ્ય ગુરુદેવે શીખવાડચાં છે, જેના પ્રતાપે તેઓ આજે પંડિતની કોટિમાં ખપે છે. એકંદર આજે દરેક ઠેકાણે એક એવી કાયમી છાપ છે કે પૂજ્યપાદ પ્રવર્તકજી મહારાજ અને પૂજ્ય ગુરુદેવની છાયામાં કામ કરનાર લેખક, પંડિત કે કારીગર હોશિયાર અને સુયોગ્ય જ હોય. ઉપસંહાર –અંતમાં હું કોઈપણ પ્રકારની અતિશયોક્તિ સિવાય એમ કહી શકું છું કે, પાટણ, વડોદરા, લીંબડીના જ્ઞાનભંડારોનાં પુસ્તકો અને એ જ્ઞાનભંડારો, શ્રી આત્માંનંદ જૈન ગ્રંથરત્નમાળા અને એના વિદ્વાન વાચકો અને પાટણ, વડોદરા, છાણી, ભાવનગર, લીંબડી વગેરે ગામો-શહેરો અને ત્યાંના શ્રીસંઘો પૂજ્યપાદ પરમગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજના પવિત્ર અને સુમંગળ નામને કદીય ભૂલી નહિ શકે. (સદ્ગત ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજે કરેલા, પંચમ અને ષષ્ઠ કર્મગ્રંથના સંપાદનનો પ્રાસ્તાવિક લેખ, સને ૧૯૪૦) માં પુણ્યત્રિમ્ 112 Page #132 -------------------------------------------------------------------------- ________________ વિદર્ય મુનિરાજશ્રી પૂ. મુનિ શ્રી જંબૂવિજયજી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: વિર્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ ભારતીય વિદ્વાનોમાં વિશિષ્ટ કોટિનું સ્થાન ધરાવે છે. મારા અનંત ઉપકારી પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયજી મહારાજાની પ્રેરણા અને કૃપાથી આજથી ૨૪ વર્ષ પૂર્વે મારે એમના સંપર્કમાં આવવાનું થયું. ત્યારથી આજ સુધીના એમની સાથેના સંબંધમાં એમના જીવનનાં વિવિધ પાસાંઓ અનુભવવાનો મને યોગ પ્રાપ્ત થયો છે. જૈન આગમશાસ્ત્રો, ધર્મશાસ્ત્રો, વ્યાકરણ, સાહિત્ય આદિ વિવિધ વિષયોના તેઓ પ્રકાંડ અને વ્યાપક વિદ્વાન છે. તે ઉપરાંત અતિ મહત્ત્વનું એમનું સંશોધનકાર્ય છે. એમની સંશોધનશૈલી અતિ ગંભીર તેમજ તુલનાત્મક છે. સાહિત્યસંશોધનના સમુદ્રમાં એ સદા મગ્ન હોય છે. એમણે જે સંશોધન - સંપાદનશૈલી વિકસાવી છે તે અનેક દષ્ટિએ ઉચ્ચ કોટિની છે. એમની સંપાદનશૈલીને આધારે અધ્યયન, સંશોધન અને સંપાદનમાં પરિશ્રમ કરનારા થોડા પ્રયત્ન ઘણી જ સફળતા મેળવે છે. - આ એમના પાંડિત્યની વાત થઈ. એમની સ્વભાવગત ઉદારતા જોઈએ ત્યારે આપણને એ મહામાનવ જ લાગે. કોઈપણ વસ્તુના પ્રદાનમાં એ અતિ ઉદારચેતા છે. અનેક વર્ષોના ઘણા જ પરિશ્રમને અંતે તૈયાર કરેલી સાધનસામગ્રી અને સંશોધનો કોઈ પણ જાતના સંકોચ કે ભેદભાવ વિના એ યોગ્ય પાત્રને ક્ષણવારમાં આપી દે છે. કોઈ પણ વ્યક્તિને માટે એમનાં દ્વાર સદાયે ખુલ્લાં હોય છે. સંશોધકોને તેમ જ અભ્યાસીઓને સહાય કરવા એ સદાયે તત્પર હોય છે, નાના-મોટાનો કે સ્વ-પરનો ભેદ એમના પાસે જનારને બાધક થતો નથી. વિચારોની બાબતમાં અબદ્ધ, અનાગ્રહી અને સમાધાનપ્રિય છે. એમનું સમગ્ર જીવન એક પ્રકારના જ્ઞાનયજ્ઞરૂપ છે. અને સાહિત્ય-સંશોધકોને માટે એમનું સ્થાન સદાયે આશ્વાસનરૂપ છે. જૈન મુનિઓએ આજ સુધી વિપુલ પ્રમાણમાં ગ્રંથરચના કરી છે તેમજ જૈન-જૈનેતર ગ્રંથોનો સંગ્રહ પણ મોટા પ્રમાણમાં કર્યો છે. આવા હજારો ગ્રંથો ભારતનાં ભિન્ન ભિન્ન સ્થળોના જૈન-જ્ઞાનભંડારો આદિમાં અસ્તવ્યસ્તરૂપે વિદ્યમાન છે. તેમાંના પાટણ, જેસલમેર, લીંબડી, વડોદરા આદિ સ્થળોમાં એ ગ્રંથોને વ્યવસ્થિત કરીને સુંદરમાં સુંદર રીતે સુરક્ષિત હાલતમાં મૂકવાનું અત્યંત મહત્ત્વનું પુણ્યકાર્ય જે એમના હાથે થયું છે, તે અજોડ છે. ક્યા ક્યા જૈન જ્ઞાનભંડારોમાં ક્યા ક્યા ગ્રંથો છે, કેવા કેવા પ્રાચીન છે, એમાં મહત્ત્વની કહી શકાય તેવી કઈ કઈ વિશિષ્ટતા છે, આ બધી બાબતોની એમના પાસે જેટલી માહિતી છે, તેટલી ભાગ્યે જ બીજા કોઈ વિદ્વાન પાસે હશે. એ માત્ર વિદ્વાન નથી. પણ જંગમ જ્ઞાનકોશ છે. હસ્તલિખિ ગ્રંથો અને લિપિ આદિ સંબંધી સૂક્ષ્મતર અનુભવોનો એમના પાસે જે ખજાનો છે તેની આપણને પૂરી કલ્પના પણ આવી શકે તેમ નથી. પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોના કેન્દ્ર સમાન પાટણ, જેસલમેર, અમદાવાદ, લીંબડી આદિ અનેક સ્થળોના જ્ઞાનભંડારોનો એમણે જે જીર્ણોધ્ધાર કર્યો છે તે એમનું શકવર્તી ભગીરથ પુણ્યકાર્ય માત્ર જૈન સંઘના ઈતિહાસમાં નહિ, પણ ભારતના ઈતિહાસમાં પણ સુવર્ણાક્ષરે નોંધાયેલું હતી પુરાચચૈિત્રમ્ | Page #133 -------------------------------------------------------------------------- ________________ રહેશે. એમની અવસ્થા ૭૫ આસપાસ હશે. છતાં કાર્ય કરવાનો તેમનો ઉત્સાહ જોતાં તેમનું માનસ યૌવનથી ભરપૂર છે. આ ઉંમરે તેમણે વિશાળ આગમ સાહિત્યનું ભગીરથ સંપાદનકાર્ય ઉપાડ્યું છે. આગમના વિશાળ સમુદ્રમાં તુલનાત્મક, ઐતિહાસિક તેમજ શુદ્ધિની દષ્ટિએ એમનું જે તલસ્પર્શી અવગાહન છે તેમ જ તેમની પાસે જે વિવિધ દુર્લભ હસ્તલિખિત સામગ્રી છે, તે જોતાં જો તેઓશ્રીના હાથે આગમ સાહિત્ય પ્રકાશન થાય તો ખૂબ જ સુંદર બને એ સ્વાભાવિક છે. - આપણે શાસનદેવને પ્રાર્થના કરીએ કે અરિહંતભાષિત પવિત્ર શ્રુતજ્ઞાનની પરમ ઉપાસના માટે એમને ખૂબ ખૂબ દીર્ધાયુ અને નીરોગી જીવન પ્રાપ્ત થાય. ૪૫ આગમોનું તેમજ બીજા પણ ધર્મગ્રંથોનું તેમના હાથે સાંગોપાંગ સુંદર પ્રકાશન થાય અને તેમની શ્રુતજ્ઞાનઉપાસનાથી વર્તમાનકાલીન તેમજ ભવિષ્યકાલીન જૈન સંઘ ખૂબ ગૌરવંતો અને સમુદ્ધ બને એ અભિલાષા. આગમપ્રભાકર પૂ. પંન્યાસ શ્રી રમણીકવિજયજી આગમપ્રભાકર પૂ. પુણ્યવિજયજી મહારાજના એક નિકટતમ અંતેવાસી અને શિષ્ય તરીકે મારું ચિત્ત અનેક ભાવો અને સ્મરણોથી ઊભરાઈ જાય છે. કેટલું લખું અને કેવી રીતે લખું? હૃદયમાં છે એ સર્વ આ કલમમાંથી કેવી રીતે ઊતરે? એ માટે તો એક પુસ્તક લખવું જોઈએ, પણ તેય સંતોષકારક લખાય કે કેમ? વળી શારીરિક પ્રકૃતિ કોઈ પ્રકારના લેખનરૂપ પ્રયત્નમાંય પ્રત્યવાયનાખે છે. આથી હું તો મહારાજશ્રીના વ્યક્તિત્વના આગમપ્રભાકરઅંગને જ બહુ સંક્ષેપમાં માનાંજલિ અર્પણ કરીશ. મૂલ આગમો ઉપરની ટીકાઓનો મહાન ઉપક્રમ નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિએ પાટણમાં કર્યો હતો. અભયદેવસૂરિની ટીકાઓ ન હોત તો આગમોના અર્થો કરવાનું બહુ કઠિન બન્યું હોત. ત્યાર પછી રમાશરે નવ સો વર્ષ બાદ શ્રી સાગરાનંદસૂરિજીએ પાટણમાંથી આગમવાચનાનું કામ આરંભ્ય અને આગમોનું કડીબદ્ધ પ્રકાશન કર્યું. શ્રી સાગરાનંદસૂરિજી તેમજ શ્રી પુણ્યવિજયજી બંનેની જન્મભૂમિ કપડવંજ. પાટણ એ આગમઅધ્યયનની કર્મભૂમિ છે. શ્રી પુણ્યવિજ્યજી મહારાજે એ જનગરમાં શ્રી જિનાગમપ્રકાશિની સંસદની સ્થાપના કરી અને આગમ-પ્રકાશનનું ભગીરથ કાર્ય ત્યાંથી આરંભાયું અને તેને વિવિધ વ્યક્તિઓ અને સંસ્થાઓનો સહકાર સાંપડ્યો. શ્રી અભયદેવસૂરિનો કાલધર્મ કપડવંજમાં થયો. શ્રી પુણ્યવિજયજીનો જન્મ કપડવંજમાં થયો અને તે પણ જ્ઞાનપંચમીના દિવસે! આ બધું શું આકસ્મિક જ હશે? ના. ઈતિહાસનો કાર્યકારણભાવ આપણે પૂરો સમજી કે સમજાવી શકતા નથી, તેથી તે નહિ જ હોય એમ શી રીતે મનાય? એટલું તો ચોક્કસ લાગે છે કે મહાન આગમિક આચાર્યોનો યુગ યુગે પ્રગટ થતો જ્ઞાન-પુરુષાર્થ આપણા સમયમાં આગમપ્રભાકરના વ્યક્તિત્વમાં સુરેખ અભિવ્યક્તિ પામ્યો છે. શ્રી પુણ્યચરિત્રમ્ 114 Page #134 -------------------------------------------------------------------------- ________________ મારા અનુભવેલા આગમપ્રભાકર પૂ. પંન્યાસ શ્રી ચંદનવિજયજી સંસારી અવસ્થામાં, સં. ૧૯૮૪ના જેઠ સુદમાં હું પાટણ ગયો હતો. પૂ. પુણ્યવિજયજી મહારાજનો દર્શન પ્રથમ વાર થયાં હતાં એવું સ્મરણ છે. જેઠ વદમાં મારી દીક્ષા કપડવંજમાં મુનિ રાજશ્રી ઉત્તમવિજયજી પાસે થઈ, તે પછી, સં. ૧૯૮૫માં વિહાર કરીને વડી દીક્ષા માટે વડીલ ગુરુવર્યોની સાથે હું પાટણ ગયો ત્યારે મારા ગુરુ શ્રી ઉત્તમવિજયજી મહારાજ ગોધરાથી ચોમાસું કરીને મહેસાણા પધાર્યા હતા. મારી વડી દીક્ષા વખતે તેઓશ્રીનો પત્ર પૂ. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ ઉપર આવ્યો કે ‘“સુભદ્રવિજયજીને શ્રી નેમવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા અપાવો.'' પૂ. પુણ્યવિજયજી મહારાજ, જેઓ એ વખતે યુવાવસ્થામાં હતા તેમણે પણ આ સૂચનને અનુમોદન આપ્યું અને નામ ચંદનવિજય રાખી મને શ્રી નેમવિજયજી મહારાજનો શિષ્ય બનાવડાવ્યો. આ ભાગ્યવાને મને અને મારા ગુરુજીને અનેક ધાર્મિક અને વિદ્યાકીય પ્રસંગોએ દીર્ઘ દષ્ટિપૂર્વક મૂલ્યવાન સહાય કરેલી છે. મારી અને શ્રી રમણિકવિજયજી પંન્યાસ પદવી કેટલાંક વર્ષ પહેલાં વડોદરામાં એક સાથે થઈ તે સમયે ઊઠે ચમાસે લાંબા વિહાર કરી તેઓ પધાર્યા હતા, એ પ્રસંગે વડોદરાના સંઘે તેઓને ‘આગમપ્રભાકર’ની પદવી ભક્તિપૂર્વક આપી હતી, જેને સમસ્ત જૈન સમાજે અને ભારતીય વિધાનસમૂહે હાર્દિક અનુમોદન આપ્યું છે. શ્રી આગમપ્રભાકરજી જ્ઞાન-ધ્યાનમાં, ભણવા-ભણાવવામાં અપ્રમત્ત રહેનાર અને પરોપકાર માટે સદા પ્રયત્ન કરનાર છે એ મેં પ્રત્યક્ષ જોયું અને અનુભવ્યું છે. કોઈ સાધુ - સાધ્વી બિમાર હોય કે તેમને કોઈ વસ્તુનો ખપ હોય ત્યારે તેમની જરૂરિયાતો કોઈ શ્રાવકને ઉપદેશ આપી, તેઓ પૂરી કરે છે. એમનાં વ્યાખ્યાનો હંમેશાં તત્ત્વશીલ હોય છે. સાધુ-સાધ્વીને કે શિષ્યોને ભણાવે ત્યારે ખૂબ ઝીણવટથી, દાખલા-દલીલો સાથે સમજાવીને ઝીણવટથી તેઓ વાચના આપે છે. અને પ્રાચીન ગ્રન્થોના સંશોધનનું તેમનું કામ તો સતત ચાલુ જ હોય છે. આટલી પાકટ વયે પણ કામના થાક જેવી વસ્તુ એમનામાં દેખાતી નથી. તેમણે વડીલ ગુરુ અને દાદાગુરુ પાસેથી વારસો લીધો છે એને ખૂબ વધાર્યો અને વિકસાવ્યો છે. આવા સતત કાર્યશીલ થોડાક જ મુનિવરો સમાજમાં જોવા મળે એમ છે. ‘પરા’ના ઉપાસક પૂ. મુનિ શ્રી યશોવિજયજી ચંદ્ર જેવું શીતળ અને સમુદ્ર જેવું ગંભીર જીવન જોવું હોય, નમ્રતા, સરલતા અને પુરુષાર્થની મૂર્તિ જોવી હોય, જીવનના મુખ્ય પાયા જેવા બન્ને વળ્વા, એટલે કે વિનય અને વિવેકના આદર્શો જોવા હોય, ‘જ્ઞાને મૌન’ની ઉક્તિનાં દર્શન કરવાં હોય, કાર્યના અનેક બોજ વચ્ચે પણ સદાય પ્રસન્ન રહેતી મુખમુદ્રાનું જો તમારે દર્શન કરવું શ્રી પુણ્યરિત્રમ્ 115 Page #135 -------------------------------------------------------------------------- ________________ હોય, મારા-પરાયાના ભેદનું અદર્શન કરવું હોય, તો મુનિજીને જુઓ અને તમને ઉપરોકત તેમજ બીજા અનેક ગુણોનું દર્શન લાધશે. પૂજ્ય પુણ્યનામધેય પુણ્યવિજયજીને એક સપ્તાહ નિહાળો તો તમને જ્ઞાનની મહાધૂણી જગાવીને બેઠેલા એક અવધૂતનાં દર્શન થશે. તમે જ્ઞાનચર્ચા કરો અને તમને પુનિત જ્ઞાનગંગામાં સ્નાન કરાવતી જ્ઞાનીનું દર્શન થશે. પહેલવહેલી જ મુલાકાત લેશો તો તમને તમારી સાથે નહિ પણ મિનિટો સુધી આંખથી અક્ષરો સાથે પ્રેમ કરી રહેલા જ્ઞાનપ્રેમીને નીરખશો. થોડો વખત રહો તો તમને જ્ઞાનગુણની જાણે પરા' ઉપાસના કરતા એક યોગીનું સ્મરણ થશે. એમની આજીવન સાધનાના ફળ સ્વરૂપ, ઊંડા અધ્યયન અને ગંભીર પરામર્શપૂર્વક સંશોધિત થયેલી આગમશાસ્ત્રની પવિત્રકૃતિઓ જ્યારે વિદ્વાનોના હાથમાં મુકાશે ત્યારે જ એમણે કરેલા મહાન કાર્યની સાચી ઝાંખી થશે, અને ત્યારે જ તેમની કૃતિઓનું સાચું મૂલ્ય અંકાશે એ કાર્ય પૂર્ણ થશે ત્યારે તે કાર્ય શકવર્તી બની જશે એટલું જ નહિ, પણ એકવીસમી સદીનું જૈન સંઘમાં “સહુથી શિરોમણિ' કાર્ય ગણાશે અને, આજના શબ્દોમાં કહું તો, એ “એવોર્ડ મેળવી જશે. આવી વ્યકિતઓ વિરલ જન્મે છે, સૈકામાં ગણતરીની જ પાકે છે, અને અવિનયનો દોષ વહોરીને, ક્ષમા માગી લઈને, અતિ નમ્ર ભાવે (ખાનગીમાં વિનંતિઓ તો ઘણી કરી પણ) હવે જાહેરમાં જ વિનંતી કરું કે હવે આપ એ સમયનો સંપૂર્ણ સદુપયોગ કરી શકો તેવા સ્થળમાં રહી આપની અને આપના વર્તુળની તમામ શક્તિઓને કામે લગાડી પાંચ વરસમાં આગમોનું સંપૂર્ણ પ્રકાશન થાય તેવો ભગીરથ પુરુષાર્થ કરો. અન્ય તમામ કાર્યોને સ્થગિત કરી પ્રકાશન માટે ભેખ લો! શાસનદેવને પ્રાર્થના કે મારી વિનંતિનો અમલ થાય તેવી અનુકૂળતા આપને આપે! અંતમાં, જ્ઞાન એ જ જેમનું તપ છે, જ્ઞાન એ જ જેમનું ધ્યાન છે, અને જ્ઞાન એ જ જેમનું સર્વસ્વ છે એવા ત્યાગી મિત્ર મુનિવરને ભૂરિભૂરિ વંદન! પરમાત્મા તેમને શતાયું બનાવે એ જ પુનઃપુનઃ પ્રાર્થના. અનેક વંદન હો એ જ્ઞાનયોગીને! પૂ. સાધ્વીજી શ્રી મૃગાવતી શ્રીજી. આપણા મહાન પ્રાચીન આચાર્યોએ વિસ્મૃત થતા જ્ઞાનને બચાવવા માટે અથાગ પ્રયત્નો સેવી તાડપત્રો ઉપર જ્ઞાનને સ્થિર કર્યું, અને જૈન, વૈદિક, બૌદ્ધ પરંપરાના તથા બીજા ભિન્ન ભિન્ન વિષયોના અનેક ગ્રંથોની હજારો પ્રતિઓ લખાવી એનો જેસલમેર, પાટણ, ખંભાત, વડોદરા, અમદાવાદ, લીંબડી વગેરે શહેરોના જ્ઞાનભંડારોમાં સંગ્રહ કર્યો. સ્વાધ્યાયની રુચિ ઓછી થતી ગઈ, તે ભંડારને તાળા ચાવીમાં જ પૂરી રાખ્યા, પુસ્તકોને જ્ઞાનના પ્રતીકરૂપે પૂજવા લાગ્યા, તેનો ઉપયોગ ન થયો, સારસંભાળ ન થઈ! કેટલીક પ્રતો અને પુસ્તકો ઉધઈઓના આહાર રૂપે પરિણમ્યાં! આવી વિષમ અને અઘટિત દશા જ્ઞાનભંડારોની થવા પામી. સાધુસમાજ, ગૃહસ્થ સમાજમાં | શ્રી પુરાચરમ્ 116 Page #136 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની રુચિ, જ્ઞાન પ્રત્યે સાચું બહુમાન જ્ઞાનની પ્રગતિ કરવાની વૃત્તિ ધીમે ધીમે ઘટતી ગઈ. આવા સમયે વિરલ સંતોની દિષ્ટ તે તરફ ખેંચાઈ. તે દિશામાં કાર્ય શરૂ થયું. પરમપૂજ્ય પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ તથા તેઓના વિદ્વાન સુશિષ્ય પૂજ્ય ચતુરવિજયજી મહારાજે તે દિશામાં ઘણું કર્યું. દાદાગુરુ શ્રી પ્રવર્તકજી મહારાજ અને પોતાના ગુરુજીના હાથ નીચે તૈયાર થઈ પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજે તે વારસાગત શ્રુતજ્ઞાનની ભક્તિને સ્વજીવનમાં સ્થાન આપ્યું, તે કાર્ય એ પૂજ્યશ્રીના જીવનના અંગરૂપે બની ગયું. અનેક જ્ઞાનભંડારોને ચિરાયુષ્ય બનાવવા માટે નવેસરથી ડબ્બાઓ, કબાટો વગેરે તૈયાર કરાવીને પુનર્જીવન અર્પણ કર્યું છે. જેસલમેર જેવા દૂર વિકટ રણ પ્રદેશમાં ઉગ્ર વિહાર કરી ત્યાં પહોંચ્યા. તે મહાતીર્થની યાત્રા કરી, સાથે જ્ઞાનયાજ્ઞા કરી! તાડપત્રીઓના ટુકડાઓના કોથળાઓ અને પોટલાંઓ તેમની પાસે ઠલવાયાં! તેમાંથી ટુકડો ટુકડો કાઢી, જોડી અસ્તવ્યસ્ત પાનાંના ઢગલાઓ વ્યવસ્થિત કરીને અલભ્ય અનુપમ જ્ઞાનગ્રંથો ઉદ્ધર્યા! અપૂર્વ કાર્ય કર્યું! ઘણીવાર તેઓ જ્ઞાનભક્તિમાં એવા લીન હોય છે કે જ્યારે સંપાદન કાર્ય કરતા હોય ત્યારે તેઓની સામે જઈ ઊભા રહો તો કેટલીયવાર સુધી તેઓને ખ્યાલ પણ ન આવે ! આવી છે તેઓની એકાગ્રતા ! અને સરળતા તો નાના બાળક જેવી ! ઉદારતા તો એમને જ વરેલી છે. માંડમાંડ એક પ્રત મળી હોય અને કોઈ જ્ઞાનપિપાસુ માગે તો વિના સંકોચે તેને આપી દે! તેઓની શ્રુતભક્તિ, નિરભિમાનતા, નિરાડંબરતા, ઉદારતા આદિ ગુણો એમની એક એક વૃત્તિમાં ઉપર તરી આવે છે. એમણે તો સાચે જ જ્ઞાનની પરબ માંડી છે અને સાંપ્રદાયિકતા વિના, કોઈ પણ જાતના ભેદભાવ વિના, એનું પાણી એઓ સૌને પાયે જાય છે. આવા જ્ઞાનયોગી આગમપ્રભાકર મુનિવર્ય પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજનો દીર્ઘકાલીન ૬૦વર્ષનો દીક્ષાપર્યાય થયો તે આપણા માટે અનેરી આનંદપ્રદ વાત છે. આ અવસરે દીક્ષાષષ્ટિપૂર્તિ ઉત્સવ ઉજવવો તે વાસ્તવમાં જ્ઞાન અને ચારિત્રની ભક્તિનો અપૂર્વ લાભ વડોદરા શ્રી સંઘે લીધો છે. આ શુભાવસરે પરમાત્મા પાસે એ જ પ્રાર્થના છે કે પૂજ્ય મહારાજશ્રી આરોગ્યપૂર્વક ચિરકાલ આગમ-સાહિત્યની સેવાનું કાર્ય કરતા રહે! તે કાર્યમાં તેઓને પ્રભુ પૂર્ણતયા સફળતા આપે! એ શુભેચ્છા સાથે વંદન હો આપણા એ જ્ઞાનયોગીને! ઉદારચેતા પૂજ્ય આગમપ્રભાકરજી પૂ. સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજી સત્તાવીસ વર્ષ પૂર્વે વિહાર કરતાં કરતાં પૂ. માતા-ગુરુદેવ આદિની સાથે યાત્રા નિમિત્તે પાટણ જવાનું થયું. ત્યાં દીર્ઘસંયમી, જ્ઞાનોપાસનારત અને પ્રતિભાસંપન્ન આગમપ્રભાકર પૂજ્ય પુણ્યવિજય મહારાજ સાહેબની વિદ્વત્તાનાં ગુણગાન સાંભળીને દર્શન કરવાની અભિલાષા જાગી. સાથે સાથે કંઈક સંકોચ પણ થવા લાગ્યો કે આવા મહાવિદ્વાન વ્યક્તિ બીજા સમુદાયની વ્યક્તિઓની સાથે મન મૂકીને વાત કરશે કે કેમ? પરંતુ પ્રથમ દર્શને જ વિદ્વત્તાની સાથે તેઓની નિરભિમાન વૃત્તિ, નિખાલસતા અને ઉદારતાદિ સદ્દગુણોનો અનુભવ થયો. શ્રી પુણ્યચરિત્રમ્ 117 Page #137 -------------------------------------------------------------------------- ________________ આથી જ બાલ, યુવા, વૃદ્ધ અને વિદ્વાન કોઈપણ વ્યક્તિને તેમનું સાંનિધ્ય પ્રેરણાદાયક અને આનંદપ્રદ બને પચીસ વર્ષ પૂર્વે પાટણ નિવાસી શ્રેષ્ઠી લલ્લુભાઈ ગોપાળદાસની પુત્રી સુશ્રી મંગુબહેનને સંયમ ગ્રહણ કરવાની અભિલાષા જાગી. શ્રી મંગુબહેનનું કુટુંબ જ્ઞાનાર્જન અને વ્યાખ્યાનાદિ માટે સાગરના ઉપાશ્રયે જતું, તેથી તે સમુદાયનાં સાધુ-સાધ્વીજી મહારાજની સાથે એમને વિશેષ પરિચય હોય તે સ્વાભાવિક છે. બીજા સમુદાયનાં સાધ્વીજી મહારાજ પાસે દીક્ષા લેવાની ભાવના જાગ્રત થતાં જ એક વિસંવાદ જાગ્યો. કેટલીક વ્યકિતઓની ઈચ્છા હતી કે શ્રી મંગુબહેને બીજા સમુદાયમાં દીક્ષા ન લેવી જોઈએ. તેઓએ પોતાની અંતર-વ્યથા પૂ. પુણ્યવિજયજી મહારાજ સાહેબને કહી સંભળાવી : ‘ગુરુદેવ ! આ સમુદાયમાં અહર્નિશ જ્ઞાનાદિ આરાધના કરનાર દીક્ષાર્થી બહેન અન્યત્ર દીક્ષા લે તો તે ક્યાં સુધી ઉચિત છે? જો આપશ્રીને દીક્ષા આપવાનું કહે તો આપ ના પાડજો. બીજા સમુદાયમાં દીક્ષા લેવાથી તો એ આપનાં દર્શન માટે પણ નહિ આવી શકે.” શ્રી આગમપ્રભાકરજીએ તે વ્યક્તિઓને પ્રત્યુત્તર આપ્યો કે, “હું જ્ઞાનાદિ આરાધનાને માનું , સંપ્રદાયતાને માનતો નથી. જ્ઞાનાદિ ઉપાસના માટે સ્વ-કલ્યાણકારી ગમે તે સમુદાયમાં દીક્ષિત થાય અને વંદનાર્થે આવે કે નહિ તેમાં મને શું વાંધો હોઈ શકે? દીક્ષાભિલાષી યોગ્ય વ્યકિતને તે સમુદાયના આચાર્યના કથનાનુસાર દીક્ષા આપવી તે પ્રત્યેક સાધુનું કર્તવ્ય છે.” પૂજ્ય આગમપ્રભાકરજીનો આવો સ્વાભાવિક અને નિખાલસ પ્રત્યુત્તર તેમની અનન્તઃ ઉદારતાનો અપૂર્વ પરિચાયક છે. આ જાતની નિખાલસતા સર્વત્ર દુર્લભ હોય છે. અનેક વિદ્વાનો, પંડિતો, રિસર્ચ સ્કોલરો આદિ તેમની વિદ્વત્તાનો લાભ લેવા અવારનવાર આવતા હોય છે. પણ મેં એવા સાધુ-સાધ્વીજી મહારાજને પણ તેમનાં દર્શનાર્થે આવતાં જોયાં છે, જેઓ તેમના સંપ્રદાયગત ન હોય, છતાં પણ આવનાર કોઈપણ વ્યક્તિને આવશ્યક પુસ્તકોના આત્મીયભાવે ઉચિત પરામર્શ આપતા ક્યારેય સ્વ-પરગણાનો ભેદ સ્પર્શી શક્યો નથી. હમણાં એક પંડિતજી મને મળવા આવેલા. પ્રસંગોપાત્ત તેમણે પોતાના મહાનિબંધની તૈયારીઓ માટે આવશ્યક પુસ્તકો જોવાની ઈચ્છા દર્શાવી. મેં તેમને પૂ. આગમપ્રભાકરજી પાસે પુસ્તકો મળવાની સંભાવના બતાવી. પંડિતજીને મેં પ્રથમ જ જોયેલ તેમ તેમણે પણ મહારાજ સાહેબનાં પ્રથમ જ દર્શન કરેલ. ત્યાં પંડિતજીએ આવશ્યક અને અલભ્ય પુસ્તકોમાંથી નોંધ કરવા બદલ ખૂબ જ આનંદ વ્યક્ત કરેલ. વિ. સંવત ૧૯૨૨ના ગ્રીષ્માવકાશમાં એસ.એસ.સી.થી એમ.એ. સુધીની બહેનો માટે અમદાવાદમાં ‘સંસ્કાર-અધ્યયન-સત્ર'નું આયોજન થયેલ. સંવત ૧૯૨૩માં ભાવનગરમાં અને સંવત ૧૯૨૪માં પુનઃ અમદાવાદમાં આયોજન થયેલ. પૂજ્ય મહારાજ સાહેબે પ્રત્યેક સત્રમાં પોતાનો અમૂલ્ય સમય કાઢીને કન્યાઓને યથોચિત ઉપદેશ અને માર્ગદર્શન આપેલ. મેળાવડા પ્રસંગે પણ કન્યાઓના વકતવ્ય સામે અરુચિન દર્શાવતાં તેઓ તેમના માટે પ્રેરણારૂપ બનતા. જેમ ફટિકનું સ્વરૂપ અન્તર્બાહ્ય એકસમાન હોય છે, તેમ પૂ. મહારાજ સાહેબનું જીવન એકરૂપ છે, શ્રી પુણ્યચચૈિત્રમ્ 118 Page #138 -------------------------------------------------------------------------- ________________ તેમાં દંભને કોઈ અવકાશ નથી. આ કારણથી તેમના વિષયમાં કોઈ આલોચના કરે અને સ્વકાર્યવશ કોઈ તેમની પ્રશંસા પણ કરે, પૂ. મહારાજશ્રી તે વ્યક્તિની દાંભિક પ્રશંસા તથા તેના વિષયની મહત્ત્વપૂર્ણ આલોચના જાણતા હોય, છતાં ગંભીરતાવશ તેની નિંદા કરવાથી અળગાં રહીને સહજપણે તેનું કાર્ય પૂર્વવત્ કરી આપે, જેથી તે વ્યક્તિને કલ્પના પણ ન આવે કે મહારાજશ્રી મારો દાંભિક વ્યવહાર જાણે છે. હિંગણઘાટમાં શ્રેષ્ઠિવર્ય બંસીલાલજી કોચરના બંગલે ઉપધાનતપનિમિત્તે માલા-પરિધાન મહોત્સવ હતો. તે પ્રસંગે પૂ. મહારાજ સાહેબને વિનંતી કરી કે મધ્યપ્રદેશમાં અલભ્ય ઉચ્ચ કોટિની પ્રતોનું એક પ્રદર્શન યોજાય તો જનતાને સારો લાભ મળે. પૂ. આગમપ્રભાકરજીએ પોતાના બે પંડિતો સાથે કેટલીક પ્રાચીન અલભ્ય વિવિધ પ્રતો અન્ય સામગ્રી સાથે મોકલીને જનતાને એનાં દર્શનનો લાભ અપાવ્યો. પ્રાચીન જ્ઞાનભંડારોના મહાન ઉદ્ધારક, સંરક્ષક અને સંશોધક પૂજ્યશ્રી જેસલમેર પધાર્યા ત્યારે જેસલમેર જ્ઞાનભંડારનાં પુસ્તકો જીર્ણશીર્ણ અવસ્થામાં હતાં, છતાં એનાં દર્શન દુર્લભ હતાં. વ્યવસ્થાપકોને પુસ્તકોની અવ્યવસ્થિતતાનો ભય રહેતો હતો. પણ પૂજ્યશ્રીની વિદ્વત્તાના કારણે તે અલભ્ય પ્રતો સહર્ષ જોવા મળી. કષ્ટ સહન કરીને તેમના જ્ઞાનભંડારને વ્યવસ્થિત કર્યો તે તેઓની ઉદારવૃત્તિ અને અપૂર્વ કાર્યદક્ષતાનું ઘોતક છે. પ્રાયઃ ૭૫ વર્ષની અવસ્થામાં પણ યુવાનોને માટે પ્રેરણારૂપ બની રહે તેવી ઘણી વાર અખંડ ૨૦ કલાકની જ્ઞાનોપાસના તેઓએ પ્રાપ્ત કરેલ સિદ્ધિની પરિચાયિકા છે. આત્મસ્થિત યોગીની માફક આગમસંશોધન કાર્યમાં જ્યારે લીન હોય ત્યારે શ્રેષ્ઠિવર્ય કસ્તૂરભાઈ જેવા વ્યક્તિઓને પણ તેમની પ્રતીક્ષા કરવી પડે. પણ તે પ્રતીક્ષામાં પણ આનંદનું વાતાવરણ સર્જાય, જ્યારે મહારાજશ્રીને ખ્યાલ અપાય કે અહીં કોઈ આપની પ્રતીક્ષા કરી રહ્યું છે. પૂજ્યશ્રી આગમશાસ્ત્રોના મર્મજ્ઞ છે. તેમની આગમવિષયક ધારણાઓ સર્વાધિક પ્રામાણિક અને અનેકાન્ત-દષ્ટિકોણથી અવ્યાધિત છે. આગમવિષયક જટિલ પ્રશ્નોનું સમાધાન કરવાની તેમનામાં અદ્ભૂત ક્ષમતા છે. આ કારણે જ સાધ્વીજી મહારાજોના વ્યાખ્યાનાદિ વિષયમાં તેમની દૃષ્ટિ સ્પષ્ટ છે. તેમના સમુદાયના આચાર્યવર્ષે પણ સાધ્વી સંસ્થાને તૈયાર કરવા સ્વ-પર સમુદાયના સાધ્વીજી મહારાજાનો પોતાની સમક્ષ વ્યાખ્યાનાદિ કરાવાવમાં સ્વ-હીનતાની લાગણીનો કદાપિ અનુભવ કરતા નથી, કિન્તુ ભગવાનના શાસનના ચાર સંઘ પૈકી આ પણ માતારૂપ મહત્ત્વપૂર્ણ સંઘ છે તેમ માને છે, તેના ઉત્કર્ષમાં જ બધાનો ઉત્કર્ષ અનુભવે છે. પૂજ્યશ્રીના દીક્ષાપર્યાયની ષષ્ટીપૂર્તિના પાવન પ્રસંગે સાધ્વીજી પદ્મયશશ્રીજી આદિ સમુદાય સહ, હું શ્રદ્ધા-ભક્તિના અક્ષત સમર્પિત કરીને પૂજ્યશ્રીને વંદન કરું છું અને આવો ધર્મોત્સવ ઊજવવા બદલ વડોદરાના શ્રીસંઘને ધન્યવાદ આપું છું. 119 શ્રી પુણ્યચરિત્રમ્ Page #139 -------------------------------------------------------------------------- ________________ આગમોના ખજાનચી પૂ. સાધ્વીજી શ્રી ઓંકારશ્રીજી સંતો અને મહાપુરુષોનાં ક્ષર અને અક્ષર બંને જીવનચરિત્રો આધુનિક ભૌતિકવાદમાં ફસાયેલા સંસારી મુનષ્યો માટે દીવાદાંડી સમાન છે. મહાન વિભૂતિઓનાં કાર્યો અને વચનોમાંથી સરળ જીવન અને ઉચ્ચ ચિંતન માટેની પ્રબળ પ્રેરણા અનાયાસે મળતી હોય છે. જૈનશાસનના પ્રભાવક, વિચક્ષણ, ધુરંધર આગમજ્ઞાતા, સૌજન્યમૂર્તિ, પ્રકાંડ વિદ્વાન અને સંશોધક પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના પવિત્ર કમલ જેવા જીવનની સુવાસને શબ્દોમાં વર્ણવવી એ દુષ્કર કાર્ય છે. આગમપ્રભાકર પૂ. મહારાજશ્રીનો જન્મ આજથી ૭૪ વર્ષ પહેલાં પવિત્ર એવા કપડવંજમાં લાભપાંચમના દિવસે થયો હતો. શ્રી ડાહ્યાભાઈ અને શ્રીમતી માણેકબહેનનું દાંપત્ય, જ્ઞાનપંચમીએ જ્ઞાનદીવડો પ્રકાશિત થવાથી ધન્ય બની ગયું. સવિવેકી માતા-પિતાએ બાળપણમાં જ અણમોલ મોતીને પારખી લીધું. સદ્ગુણ અને સંસ્કારના સિંચનને અનુકૂળ આવે એવું શિક્ષણ અને વાતાવરણ તેમણે આપ્યું. ચૌદ વર્ષનું તેજસ્વી રત્ન જ્યાં ઝબકારા મારવા લાગ્યું ત્યાં વત્સલ માતાએ હ્રદયની ઉદારતા દાખવી અને પોતે પોષીને ઉછેરેલા, કલિમાંથી પુષ્પરૂપે પ્રકટાવેલા પનોતા પુત્રને જૈનશાસનના ચરણે અર્ધ્ય તરીકે અર્પણ કર્યો. ધન્ય છે એ માતાને એક કોમ કે કુટુંબના મટી તેઓ સમસ્ત સમાજના બની ગયા! પૂજ્ય મહારાજશ્રીએ કિશોર અને યૌવનકાળનો ઉપયોગ ધર્મશિક્ષામાં કર્યો. તેમના ગુરુજીનું નામ પૂ. ચતુરવિજયજી હતું. તેમણે છાણીમાં દીક્ષા-શિક્ષા ગ્રહણ કરી હતી. પૂ. મહારાજશ્રી દીક્ષા સ્વીકાર કર્યા બાદ કેટલોક વખત પાટણમાં રહ્યા અને પૂજ્ય દાદાની સેવામાં પરાયણ થવા ઉપરાંત જ્ઞાનધ્યાનમાં મસ્ત રહેવા લાગ્યા, સ્વભાવે સરળ અને નિખાલસ હોવાથી તેઓ અભ્યાસકાળે પણ સૌનાં મન જીતી લેતા. તેઓશ્રીનું અનુભવજ્ઞાન અલૌકિક અને આશ્ચર્યકારક છે. સંશોધનવૃત્તિ તથા તન-મનની એકાગ્ર વૃત્તિથી તેમણે પોતાનું જીવન આગમોમાં ગૂંથી દીધું. આગમ એમના શ્વાસોચ્છવાસમાં રમી રહ્યા. આગમોના અધ્યયન અને સંશોધન માટે તેમણે જીવનની એકેએક ક્ષણ ખરચી છે. જાણે જૈન ધર્મના આગમોનો ખજાનો સાચવનાર ખજાનચી ન હોય ! તે માટે તેમના ધૃતિ, ખંત અને તપ ખરેખર પ્રશંસનીય છે. તેમની વિદ્વત્તા અને તેમના ચારિત્ર્યથી આકર્ષાઈ અનેક વિદેશી વિદ્વાનો તેમની પાસે આવતા ત્યારે અંગ્રેજીના જ્ઞાનના અભાવે તેમને ઘણી મુશ્કેલી પડતી. તેથી તેમણે નિશ્ચય કર્યો કે જ્યાં સુધી પૂરતું અંગ્રેજી ન આવડી જાય ત્યાં સુધી દૂધ ગ્રહણ ન કરવું. અને બે વર્ષમાં તો તેમણે એ સંકલ્પ સિદ્ધ કર્યો! પૂજ્યશ્રી જેવા વિદ્યાનુરાગી વિદ્વાનો વિરલ જ હશે. તેમણે મોટામાં મોટું કાર્ય એ કર્યું કે અસ્તવ્યસ્ત તથા જીર્ણશીર્ણ થઈ ગયેલા અસંખ્ય ભંડારોની તેમણે પુનર્વ્યવસ્થા કરી - કરાવડાવી. પાટણમાં લગભગ ૨૫ હજાર પુસ્તકોનું સંગ્રહાલય તથા અમદાવાદમાં પણ લાલભાઈદલપતભાઈભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જેવી સંસ્થાઓ પૂજ્યશ્રીની પ્રેરણા અને પરિશ્રમના પરિણામરૂપ છે. આવી સંસ્થાઓનાં અભ્યાસીઓ માટે અનુકૂળતા અને સુવ્યવસ્થા કરેલી છે. મારવાડની મરુભૂમિમાં-જેસલમેરમાં પણ પોતે બે વર્ષ નિવાસ કર્યો અને અનેક કષ્ટો વેઠીને શ્રી પુણ્યચરિત્રમ્ 120 Page #140 -------------------------------------------------------------------------- ________________ ત્યાંના જ્ઞાનભંડારનો પુનરુદ્ધાર કર્યો. પરોપકાર અને કેવળ જનકલ્યાણના જ હેતુથી પ્રવૃત્તિ કરી રહેલા આ પ્રકારના સંતોને પણ શારીરિક મર્યાદા તો નડે એ કુદરતનો ક્રમ છે. વધતી જતી વય છતાં પોતે સદાય પ્રસન્ન રહીને જુવાનોને પણ શરમાવે એવી અદા અને ભાવનાથી તેઓ રોજ આઠથી દશ કલાક સતત કાર્ય કરતા હોય છે. ઝાંખુ થઈ ગયેલું આંખોનું તેજ પણ હવે પ્રભુકૃપાથી પુનઃપ્રાપ્ત થવા લાગ્યું છે. તેમનાં તપ અને તેજ, વૈર્ય અને કાર્યનિષ્ઠા, શાંતિ અને શ્રદ્ધા, તેમની પાસે જનારને પ્રભાવિત કર્યા વિના રહે તેમ નથી. આવા વીતરાગી મહાનુભાવોને પદવી કે પ્રતિષ્ઠાનો તો મોહ હોય જ ક્યાંથી? સાધુતાથી - માત્ર સ્વાંગ સાધુતા નહીં પણ વાણી, વિચાર અને કાર્યો વણાઈ રહેલી સાધુતાથી-શોભતું જીવન, માત્ર જૈન સમાજનું જ નહીં પણ માનવસમાજનું - ખાસ કરીને ગુજરાતનું તો ગૌરવ છે. એમનાં ચરણોમાં પ્રણામ કરી આપણે એક જ પ્રાર્થના કરીએ કે આવા જ્ઞાનસ્થવિર, વયસ્થવિર, અદ્વિતીય આગમપ્રભાકર મુનિશ્રીજીના શરીરને પ્રભુ લોકસેવાની દષ્ટિએ, સ્વાથ્ય અને દીર્ધાયુ આપે અને જૈન શાસનની આગમજ્યોત તેમના દ્વારા વધુ અને વધુ જવલંત બનાવે. પ્રય ભાઈશ્રી સાંડેસરા મુનિ શ્રી પુણ્યવિજયજી અભિવાદન સમારોહનું નિમંત્રણ મળ્યું. આ ધર્મોત્સવમાં હું સૌને સફળતા ઈચ્છું છું. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે આપણા સાહિત્યની ખૂબ સેવા કરી છે. ઈશ્વર એમને લાંબું આયુષ્ય આપે એવી મારી પ્રાર્થના. ભારતીય વિદ્યા ભવન, મુંબઈ. તા. ૪ ઓકટોબર, ૧૯૬૮ ક. મુનશીનાં વંદન. (કનૈયાલાલ માણેકલાલ મુનશી). * * * સ્નેહી ભાઈશ્રી ભોગીભાઈ, આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજના દીક્ષા પર્યાયની ષષ્ટિપૂર્તિ પ્રસંગે એક ધર્મોત્સવ ઊજવવાનું નક્કી કર્યું છે તે જાણ્યું. મહારાજશ્રીએ પ્રાચીન સાહિત્ય અને ખાસ કરીને હસ્તલિખિત ગ્રન્થો વિશે જે અદ્ભુત કામ કર્યું છે તેના માટે આપણે સૌ એમને અંજલિ આપીએ તે યોગ્ય જ છે. એકનિષ્ઠાથી દેવી સરસ્વતીની ઉપાસના આટલા લાંબા સમય સુધી એમણે કરી છે તે પ્રસંગે આપણે એમને અભિનંદન આપીએ. રાજકોટ-૧ ડોલરભાઈ માંકડ તા. ૧૩-૧૧-૧૯૬૮. કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. * * * શ્રી પુણ્યચરિત્રમ 121 Page #141 -------------------------------------------------------------------------- ________________ પુણ્યચરિત મુનિશ્રી પં. શ્રી સુખલાલજી, અમદાવાદ જ્યારે હું મુનિશ્રી પુણ્યવિજયજી વિશે વિચાર કરું છું, ત્યારે તેમની ઓળખાણ માટે પુણ્યચરિત' એ જ શબ્દ વાપરવો મને વિશેષ સંગત લાગે છે. આજ સુધીના, ત્રેપન વર્ષ જેટલા તેમની સાથેના લાંબા પરિચયથી હું તેમને જે રીતે ઓળખવા પામ્યો છું, તેનો અતિસંક્ષેપમાં અત્રે નિર્દેશ કરવા ધારું છું. તે ઉપરથી વાચકો સમજ - શકશે કે હું તેમને માટે ‘પુણ્યચરિત’ એવું સાર્થક વિશેષણ શા માટે વાપરું છું? નિર્દભતા - મેં આટલા લાંબા પરિચયમાં જ્યારે પણ મુનિશ્રી પુણ્યવિજયજીમાં દંભનું તત્ત્વ જોયું નથી, જે સામાન્ય રીતે દરેક પંથના વેષધારીઓમાં સહેજે તરી આવતું હોય છે. મન, વચન અને વ્યવહારથી જુદાઈ મોટા ભાગે પ્રતિષ્ઠા સાચવવાના ખોટા ખ્યાલમાંથી પોષાય છે, પણ એવી પ્રતિષ્ઠાનો લોભ શ્રી પુણ્યવિજયજીને સ્પર્યો નથી, એ વસ્તુ મેં અનેક કટોકટીના પ્રસંગોએ પણ જોઈ છે. આચાર્ય હરિભદ્ર ધર્મનાં પ્રાથમિક લક્ષણોમાં નિર્દભતાને પ્રથમ સ્થાન આપ્યું છે, તે સ્વાભાવિક છે. સતત કર્મયોગ-મુનિશ્રી પુણ્યવિજયજીનો ૧૯૧૫માં તેમના ગુરુ અને દાદાગુરુની હયાતીમાં મારે પ્રથમ પરિચય થયો, ત્યારથી આજ સુધી મેં તેમનામાં એકધારો કર્મયોગ નિહાલ્યો છે. અને તે કર્મયોગ એટલે શાસ્ત્રોદ્ધાર અને ભંડારોબારનો. આજે તો એમના આ કર્મયોગ વિશે જૈન અને જૈનેતરોમાં, આ દેશ-પરદેશોમાં એટલી બધી જાણ થઈ છે કે એ વિશે કાંઈ પણ કહેવું તે પુનરુક્તિ સમાન લાગે છે. તેમણે શાસ્ત્રો અને ભંડારોના મુખ્ય કેન્દ્ર ગુજરાત અને રાજસ્થાનનાં કેવળ પ્રસિદ્ધ શહેરોમાં જ જઈ તેમ જ રહી તે અંગે વ્યવસ્થિત કામ નથી કર્યું, પણ નજીક કે દૂર જ્યાં નાના ગામડામાં કે ઉપેક્ષિત એવાં સ્થળોમાં નાના-મોટાં શાસ્ત્રસંગ્રહની વાત સાંભળી, ત્યાં પણ જાતે પહોંચીને તે શાસ્ત્રસંગ્રહ અંગે બધું જ ઘટતું કર્યું છે. આ બધું કામ અંગત શાસ્ત્રસંગ્રહ વધારવા માટે નહિ પણ તે તે ભંડારો અને શાસ્ત્રો વધારે સુરક્ષિત કેમ રહે અને વધારે સુલભ કેમ બને અને છતાંય એમાંથી કશું ગુમ ન થાય એ દષ્ટિએ તેઓએ કામ કર્યું છે. અને આ કામ એટલું બધું વિશાળ, શ્રમસાધ્ય અને કંટાળો ઉપજાવનારું છે, છતાં એમણે એ પ્રસન્ન ચિત્તેત કર્યું છે. સ્થાનકવાસી, મૂર્તિપૂજક કે ઈતર પરંપરાના અનેક સાધુઓએ કે વિદ્વાનોએ મળીને પણ જે, જેવું અને જેટલું કામ નથી કર્યું છે, તેવું અને તેટલું કામ એકલે હાથે મુનિશ્રી પુણ્યવિજયજીએ કર્યું છે. અલબત્ત, પ્રારંભિક વર્ષોમાં તેમના ગુરુશ્રી મુનિ ચતુરવિયજી અને દાદાગુરુશ્રી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી સહાયક અને માર્ગદર્શક હતા જ. સૂચિપત્રો -મુનિશ્રીએ નાનામોટા સંખ્યાબંધ ભંડારોની હસ્તલિખિત પ્રતિઓનું એક એક પાનું જોઈ એ અસ્તવ્યસ્ત પ્રતિઓને પણ સુસંગત કરી છે. તેના યોગ્ય સંરક્ષણ માટે વેષ્ટનો અને ડાબડાઓની સગવડ પણ કરી છે. વધારામાં, એ અનુભવના આધારે, તેમણે અનેક તાડપત્રીઓ અને કાગળની પ્રતિઓનાં આધુનિક ઢબે, ઉપયોગિતાની દષ્ટિએ, અનેક સૂચપિત્રો તૈયાર કર્યા છે અને કેટલાંક છપાવ્યાં પણ છે, જેનો લાભ દેશવિદેશના વિદ્વાનો અને સ્કોલરો સરળતાથી લે છે. આધુનિક સગવડનો ઉપયોગ - પ્રાચીન કે અર્વાચીન લિખિત હજારો પોથીઓ મૂળ સ્વરૂપમાં દષ્ટિ શ્રી પુણ્યચરિત્રમ્ 122 Page #142 -------------------------------------------------------------------------- ________________ સમક્ષ આવે અને એનો વ્યાપક ઉપયોગ થઈ શકે એ દૃષ્ટિએ તેમણે માઈક્રોફિલ્મ અને ફોટોસ્ટેટ કોપી દ્વારા સંખ્યાબંધ પ્રતિઓને સર્વસુલભ બનાવવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે, જે સુવિદિત છે. સંગ્રહવૃત્તિ - આ ઉપરાંત એમણે જ્યાંથી પણ લભ્ય હોય ત્યાંથી નવનવાં શાસ્ત્રો અને નવનવા વિષયોના ગ્રંથોનો (પછી તે લિખિત હોય કે મુદ્રિત) સંગ્રહ પણ સારી પેઠે કર્યો છે. આ સંગ્રહ ઉપર પણ એમણે અંગત માલિકીનો ભાવ પોષ્યો નથી, પણ જેને જેને ઉપયોગ હોય, તે બધાને ઉદારતાપૂર્વક પૂરા પાડવાની વૃત્તિ સતત પોષી છે, જે મેં અન્યત્ર ભાગ્યે જ જોઈ છે. સર્વાર્પણ - આજ સુધીના પોતાના અંગત સંગ્રહનો મહામૂલ્ય અને દુર્લભ જેવો ભાગ એમણે સર્વ ઉપયોગની દૃષ્ટિએ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જેવી સાર્વજનિક સંસ્થાને અર્પિત કર્યો છે, અને તેમાં સતત ઉમેરા કરતા જ જાય છે. સંપાદન અને ધીરજ - મુનિશ્રી પુણ્યવિજયજીએ એકલા અને બીજાના સહયોગમાં અનેક ગ્રંથો પ્રકાશિત કર્યા છે. એમનાં સંપાદનની વિશેષતા એ છે કે તેમાં આધુનિક સ્કોલરને જોઈતું બધું જ સરળતાથી મળી આવે એવાં પરિશિષ્ટો હોય છે. આ કામ જેટલી ધીરજ અને સ્પષ્ટ દષ્ટિની અપેક્ષા રાખે છે, તેટલી ધીરજ અને તેટલી સ્પષ્ટ દૃષ્ટિ તેમને સ્વાભાવિક છે. તેથી તેમની પાસેથી કામ લેવું હોય તો એ કામ લેનારે પણ એટલી જ ધીરજ અને એટલી જ ઉદારતા કેળવવાનું કઠણ કાર્ય કરવું જોઈએ, એ સહેજે ફલિત થાય છે. સદા પ્રસન્ન અને નિર્દેર - તમે જ્યારે પણ મુનિશ્રીને મળો ત્યારે તમને એક જ વાત દેખાશે કે તેઓ સમવિષમ બધી પરિસ્થિતિમાં પ્રસન્ન યા અન્તર્મુખ દષ્ટિ હોય એવા જ જણાવાના. અનેક ગચ્છો અને સંઘાડાઓ વચ્ચે, એક યા બીજા કારણે, નાની કે મોટી ખટપટ ચાલતી મેં જોઈ છે. પણ મુનિશ્રી પુણ્યવિજયજીને મેં ક્યારેય કોઈના પ્રત્યે કટુતા અનુભવતા જોયા નથી. જેઓ સાવ રૂઢિચુસ્ત અને સંકુચિત વૃત્તિના હોય તેમના પ્રત્યે પણ તેમના મનમાં ડંખ મેં જોયો નથી. અને જેઓ વધારે પડતી છૂટ લેનાર હોય તેમના પ્રત્યે પણ તુચ્છતાની લાગણી સેવતા મેં તેમને અનુભવ્યા નથી. ઊલટું, પોતાની પાસે કાંઈ ને કાંઈ આશ્રય લેવા આવનારને એમણે ઉદાર દષ્ટિએ નભાવ્યા છે, અને ધર્મના ઉપબૃહણ અંગનું પોષણ જ કર્યું છે. એ રીતે જોતાં હું એમને ‘પુણ્યચરિત’ એવું સાર્થક વિશેષણ આપવા લલચાયો છું. સત્ત્વગુણપરિપૂર્ણ સમદર્શી જીવન મુનિ શ્રી જિનવિજયજી, ચંદેરિયા મુનિપ્રવર શ્રી પુણ્યવિજયજી મહારાજના એકાંત જ્ઞાનોપાસક પુણ્યમય જીવનના સહવાસનો વિશેષ લાભ મને ઘણા લાંબા સમય સુધી મળ્યો છે. પરંતુ એ બધાં સ્મરણો એટલા બધાં વિસ્તૃત છે કે જેમનું આલેખન કરવાનો અહીં અવકાશ નથી. એક પ્રકારે મહારાજશ્રી અને હું નાનપણથી સાથી છીએ. જે મહાન સાધુશ્રેષ્ઠ, સ્વ. પૂજ્યપાદ, પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજના પરમપ્રિય પ્રશિષ્ય હોવાને કારણે શ્રી પુણ્યવિજયજી શ્રી પુણ્યચરિત્રમ્ 123 Page #143 -------------------------------------------------------------------------- ________________ મહારાજે એમના વાત્સલ્યભર્યા જે આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે, તે જ પૂજ્યપાદ પ્રવર્તકજી મહારાજના કરુણાપૂર્ણ આશીર્વાદ મેળવવાનું મને પણ કિંચિત્ સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. અમે બન્ને વર્ષો સુધી સાથે રહ્યા છીએ, સાથે વિહાર કર્યા છે, સાથે વિદ્યાધ્યયન પણ કર્યું છે. અને પાટણના જૈન ભંડારોમાં રહેલા ગ્રંથોનું અવલોકન, પ્રશસ્તિલેખન આદિ કાર્ય પણ સાથે રહીને કર્યું છે. પ્રાચીન ગ્રંથોના સંશોધન અને સંપાદન આદિનું પ્રારંભિક કાર્ય પણ અમે સાથે જ રહીને આરંભ્યું હતું. શ્રી પુણ્યવિજયજી મહારાજના આંતર અને બાહ્ય બન્ને દષ્ટિએ સમાન રૂપે નિર્મળ, નિવ્યોજ, વિશુદ્ધ, અનાડંબર અને સત્ત્વગુણપરિપૂર્ણ જીવનનો હું વિશિષ્ટ સાક્ષી છું. એમના પરમસૌજન્ય ભરેલા સ્વભાવથી . એમના સંપર્કમાં આવનાર જૈન અને અજૈન એવા અનેક વિદ્વાનો પૂર્ણ પરિચિત છે. એમના જીવનનું એકમાત્ર પરમ લક્ષ્ય જ્ઞાનની ઉપાસના કરવાનું રહ્યું છે. એમણે નથી ક્યારેય કોઈ પણ પદવી પ્રાપ્ત કરવાની અભિલાષા સેવી કે નથી ક્યારેય કોઈ સંઘ કે સમાજ તરફતી સંમાન પ્રાપ્ત કરવાની આકાંક્ષા રાખી, નથી એમણે કોઈ ધનવાનોને પોતાના ખાસ અનુરાગી બનાવવાની કશી લાલસા બતાવી કે નથી કોઈને પોતાના શિષ્યો બનાવવાની ભાવના વ્યકત કરી. બાહ્ય આચારની દષ્ટિએ પણ વર્તમાન સાધુસમાજમાં હું એમને એક શ્રેષ્ઠ સાધુ તરીકે માનું છું, તેમજ પરમજ્ઞાનોપાસક તરીકે પણ હું એમને સર્વશ્રેષ્ઠ વિદ્વાન મુનિ સમજું છું. આ પંક્તિઓ લખનાર વ્યક્તિએ પણ બરાબર ૬૦વર્ષ પહેલાં અર્થાત્ મુનિ શ્રી પુણ્યવિજયજીએ જ્યારે દીક્ષા લીધી તેના બે માસ પૂર્વે એમના જ સંપ્રદાયના એક વૃદ્ધ મુનિ પાસે રાજસ્થાનના પાલી ગામમાં સાધુવેશ ધારણ કર્યો હતો. જોકે એની અગાઉ, સાત વર્ષ પહેલાં, મેં ૧૩-૧૪ વર્ષની નાની વયમાં, માતાનો અને પરિવારનો મોહ છોડી, ત્યાગી જીવનની બે દીક્ષાઓ લઈને મૂકી દીધી હતી. સર્વપ્રથમ વૈદાદિ શાસ્ત્રોનું અધ્યયન કરવાની તેમજ યોગાભ્યાસી બનવાની ઘેલછાને લીધે વિ. સં. ૧૯૫૮ના વૈશાખ માસમાં એક શૈવ સંન્યાસી મનાતા, કેવળ કોપીનને ધારણ કરનાર ખાખી બાવા પાસે ભૈરવી દીક્ષા લીધી હતી અને એ રીતે હું એક કોપીન સિવાય બીજું કોઈ વસ્ત્ર ધારણ નહીં કરવાની દૈગંબરી જીવનચર્યાનું અનશરણ કરનાર બટુક સંન્યાસી બન્યો. પરંતુ ૬-૭ મહિના પછી, એ ખાખી બાવાના દુશ્ચરિત્રો જોઈ મને ભયજનક ત્રાસ થયો, અને એક અંધારી મધ્ય રાત્રિએ હું એના ટોળામાંથી જીવ લઈને નાસી છૂટચો. ત્યાર પછી વિ. સં. ૧૯૫૯ના આસો માસમાં જૈન સંપ્રદાયના સ્થાનકવાસી તપસ્વી સાધુનો પરિચય થતાં એ સાધુમાર્ગની દીક્ષા લીધી, જેનું મેં ૭-૮ વર્ષ સુધી બરાબર પાલન કર્યું. પરંતુ એ દરમ્યાન મને જે તીવ્ર જ્ઞાનપિપાસા થવા લાગી તેની તૃપ્તિ એ સંપ્રદાયમાં પૂર્ણ થાય તેવું ન લાગવાથી હું જે માર્ગે જવાથી મારી જ્ઞાનવૃદ્ધિ થાય તે માર્ગની શોધમાં પડડ્યો અને અંતે એ સંપ્રદાયના સાધુવેશનો પણ મેં પરિત્યાગ કર્યો. તે પછી સંવત ૧૯૬૫ના માગશર માસમાં, ઉક્ત રીતે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના સંવિગ્ન માર્ગની દીક્ષા ગ્રહણ કરી. અને આ શરીર તે દિવસથી મુનિ જિનવિજયજીના નામે ઓળખાવ લાગ્યું. પરંતુ મારા કોઈ અજ્ઞાત પ્રારબ્ધયોગના બળે ૭-૮ વર્ષ પછી મેં એ સંપ્રદાયના સાધુવેશનો પણ પરિત્યાગ કર્યો, અને એ દીક્ષિત જીવનથી ઉપરત થયો. કેવળ મુનિ જિનવિજયજી એવું નામ આ શરીરને વળગી રહ્યું અને તેથી જ લોકો મને શ્રી પુણ્યરિત્રમ્ 124 Page #144 -------------------------------------------------------------------------- ________________ મુનિજી' તરીકે ઓળખ્યા કરે છે. એ વખતે મેં દેશસેવાની અને સાહિત્ય ઉપાસનાની ચોથી દીક્ષા લીધી, અને હું સાધુજીવનના માર્ગ કરતાં અન્ય માર્ગે પ્રવૃત્ત થયો. તે પછી હું માત્ર નામનો મુનિ રહ્યો. એ દષ્ટિએ જ્યારે હું મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના પુણ્યમય જીવનનું સિંહાવલોકન કરું છું, ત્યારે એમના એકસરખી રીતે ચાલ્યા આવતા પવિત્ર જીવન વિશે મારા મનમાં એક અનન્ય શ્રદ્ધા ભરેલી લાગાગી ઉભરાઈ આવે છે. ૬૦ વર્ષ જેટલા એના લાંબા દીક્ષા પર્યાયની મને પરિપૂર્ણ કલ્પના અને અનુભૂતિ છે. એમનું સાધુજીવન ગંગાના પ્રવાહની માફક સતત, શાંત, સ્થિર, નિર્મળ અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામ કરતું વહેતું રહ્યું એક મોટા વિદ્વાન હોવા છતાં એમણે પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવાની દષ્ટિએ ક્યારેય કશો પ્રયત્ન કર્યો નથી. જૈન સાધુસમાજના એક વિશિષ્ટ સંમાન્ય અને અગ્રણી સાધુપુરુષ હોવા છતાં પોતાની મહત્તા પ્રદર્શિત કરવાની એમણે કશી પ્રવૃત્તિ કરી નથી. પોતે આટલા મોટા વિદ્વાન અને અનેકજનવન્દનીય મુનિ હોવા છતાં કોઈપણ ભાવનાશીલ ગૃહસ્થ કે વિદ્વાનને ત્યાં એકલા જ પહોંચી જવાની એમની ટેવ એમની સરળતાની ઘાતક છે. પોતાના સંપ્રદાયના નિયમોનું સારી રીતે પાલન કરતાં છતાં તેઓ અન્ય સંપ્રદાયના કોઈ સાધુઓ પ્રત્યેકે તેમના ભિન્ન આચાર-વિચાર પ્રત્યે ક્યારેય અનાદર બતાવતા નથી. એ રીતે તેઓશ્રી સમદર્શી સાધુપુંગવ છે, એમ જ કહેવું જોઈએ. પોતાના સંપ્રદાયના જેરૂઢ વિચારો એમને ઉચિત ન લાગતા હોય, તેનું અનુસરણ કરવાની એમની વૃત્તિ હોતી નથી, અને એ માટે કોઈ કશી ટીકા-ટિપ્પણી કરે તો તેઓ તેના પર કશું લક્ષ્ય આપતા નથી કે તેનો કશો પ્રતિવાદ પણ કરતા નથી. નવા નવા જ્ઞાનભંડારો જોવાની, એ ભંડારોમાં છુપાઈ રહેલા વિવિધ વિષયોના અજ્ઞાત અને અલભ્ય-દુર્લભ્ય ગ્રંથો જોવા-તપાસવાની એમને હંમેશા તીવ્ર ઉત્કંઠા હોય છે. અને એ માટે શારીરિક સ્વાધ્યની પરવા કર્યા વગર લાંબા લાંબા વિહારો પણ એ કર્યા કરે છે. સાહિત્યને પ્રકાશમાં લાવવાની એમના જેવી તીવ્ર ઉત્કંઠા કોઈ પણ જૈન સાધુમાં મેં જોઈ નથી. જે કોઈ સાહિત્યપ્રિય સાધુ કે ગૃહસ્થ એમની પાસેથી પોતાના કાર્યમાં જે કઈ પ્રકારની સહાયતાની અપેક્ષા રાખતા હોય છે, તેમને યથાયોગ્ય સહાયતા આપવાની ઉદાર વૃત્તિ તેઓ હંમેશા દાખવતા હોય છે. જે દિવસથી અમે પ્રથમવાર સમાગમમાં આવ્યા અને અમારી વચ્ચે સ્નેહભાવથી ગ્રંથી બંધાણી, ત્યારથી તે અત્યાર સુધી પણ એ એવી ને એવી જ સુદઢ રહી છે એ વસ્તુ મારા જીવન માટે એક અમૂલ્ય પાથેયરૂપ છે. શરૂઆતમાં કેટલાંક વર્ષ સુધી અમારો બન્નેનો જીવનપ્રવાહ સરખી દિશામાં વહેતો રહ્યો, પણ પછી મારો જીવનપ્રવાહ જુદા માર્ગે વળ્યો, અને જુદાં જુદાં રૂપો ધારણ કરતો ગયો. સમ-વિષમ અને ઊબડખાબડ ગણાય એવાં વિવિધ કાર્યક્ષેત્રોમાં હું ફરતો રહ્યો અને મારા જીવનનું કોઈ લક્ષ્ય સ્થિર ન થયું. મુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજના નિશ્ચલ અને વિશિષ્ટ ધ્યેયલક્ષી જીવનપ્રવાહ સાથે મારે વિશૃંખલા જીવનમાં જો કંઈક સમાન તત્વ જેવું મને લાગતું હોય તો તે માત્ર એક સાહિત્યિક ઉપાસના અંગેનું છે. અને મારી એ સાહિત્યિક ઉપાસનામાં તેઓશ્રી સહાય તથા યોગ્ય સહકાર આપવાની અત્યંત ઉદાર અને નિષ્કામ વૃત્તિ દાખવતા રહ્યા છે. એમની આવી અનન્ય 125 થી પુણ્યચષેિત્રમ Page #145 -------------------------------------------------------------------------- ________________ કૃપા માટે હું ક્યા શબ્દોમાં મારો કૃતજ્ઞભાવ પ્રગટ કરું તે મને સમજાતું નથી. પરમાત્મારૂપ પરં જ્યોતિ પાસે મારી એટલી જ હાર્દિક પ્રાર્થના છે કે તેઓશ્રી પૂર્ણ શતાયું થાય અને એમની અખંડ જ્ઞાનોપાસનાનો પ્રજવલિત પ્રદીપ જ્ઞાનોપાસકોનાં જીવનને સદાય પ્રેરણાદાયક પ્રકાશ પ્રદાન કરતો રહે! ૪ જ્ઞાનતપસ્વી મુનિ શ્રી પુણ્યવિજયજી પ્રો. દલસુખભાઈ માલવણિયા, ટોરોન્ટો (કેનેડા) પૂજ્યપાદ મુનિરાજ શ્રી પુણ્યવિજયજીનો દીક્ષાપર્યાય સાઠ વર્ષનો થયો અને સાઠ વર્ષ સતત વિદ્યાનિષ્ઠામાં ગયાં છે. તેનો સાક્ષી છેલ્લાં ૩૪ વર્ષથી તો પ્રત્યક્ષથી અને તે પૂર્વનાં વર્ષોનો પરોક્ષ જ્ઞાનથી છું. પણ તેમની જ્ઞાનનિષ્ઠા આચારનિષ્ઠા શૂન્ય નથી તેની પણ મને ખાતરી થઈ છે. આ જ કારણ છે કે તેમની પ્રતિષ્ઠા વિદ્વાનોમાં અને જૈન સમાજમાં પણ છે.સર્વપ્રથમ તેમનો પરિચય ઈ. સ. ૧૯૩૫ના ઉનાળામાં થયો. પાટણના સાગરના ઉપાશ્રયમાં તેઓ કેટલીક બહેનોને ભણાવી રહ્યા હતા અને પૂ. પં. શ્રી સુખલાલજી અને હું ઉપર ગયા. જૈન સાધુ એક ગૃહસ્થને આદર આપે એ નવું દૃશ્ય પ્રથમવાર જોયું, અને પ્રથમવાર જ નમ્રતાની મૂર્તિનાં દર્શન થયાં, તે ભુલાય તેમ નથી. પૂ. મહારાજશ્રીની આ મૂર્તિ લાંબા ગાળાના પરિચય પછી પણ ઝાંખી પડી નથી, ઉત્તરોત્તર ઉજ્જવલ બનતી ગઈ છે અને તે કારણે મારો આદર ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે. પ્રમાણમીમાંસાનું સંપાદન કરવાની દષ્ટિએ પૂ. પં. સુખલાલજી લગભગ આખો ઉનાળો પાટણમાં રહ્યા અને તેમની સાથે હું પણ રહ્યો અને પૂ. મહારાજશ્રીની જીવનચર્યા જોતો રહ્યો. તેઓશ્રીની સાથે તેમના પૂ. ગુરુ શ્રી ચતુરવિજયજી અને તેમના પણ ગુરુ પુ. પ્રવર્તક કાંતિવિજયજી મહારાજને જોયા– એક એક કરતાં ચડિયાતા અને પરસ્પર તથા અન્ય પ્રત્યે સદ્વ્યવહારમાં કુશળ. સૌમ્ય પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી બીજે માળે બારણા પાસે જ બેઠા હોય—તેમની સૌમ્યમૂર્તિ ભુલાય તેમ નથી. પૂ. ચતુરવિજયજી તો સંશોધનમાં વ્યસ્ત હોય, પણ પૂ. પ્રવર્તકજી કોઈને કાંઈક સમજાવી રહ્યા હોય - આ નિત્યનું દૃશ્ય હતું. અને પૂ. પુણ્યવિજયજી પઠન-પાઠનસંશોધન–– આમ ત્રણ કાર્યોમાં રત દેખાયા. કદી પણ એ ત્રણમાંથી એકેયને દિવસે ઊંઘતા કે આડેપડખે થતા જોયા નહિ. સદા અપ્રમત્ત એ ત્રણેની મૂર્તિ તાજી હોય તેમ નજર સમક્ષ તરવરે છે. આજે એ ત્રિમૂર્તિમાંથી પૂ. મહારાજશ્રી જ છે, પણ તેમની આ ઉંમરે પણ અપ્રમતત્તા તો તેની તે જ છે—— તેથી આદર ઉત્તરોત્તર વધ્યું જ . જાય છે. પછી તો પૂ. મહારાજશ્રીનો સંપર્ક ઉત્તરોત્તર વધતો ગયો, અને તેમના અનેક ગુણોનો પ્રત્યક્ષ પરિચય થતો રહ્યો, તેના વર્ણનની લાંબી હારમાળા થાય, પણ પ્રસ્તુતમાં તો અમુક જ ગણાવી શકાય. મારા મિત્ર શ્રી રતિભાઈ દેસાઈ પૂ. મહારાજશ્રીના બાળકહૃદય ઉપર આફરીન છે. કોઈમાં આંટીઘૂંટી જોઉં છું તો મન પાછું પડતું અનુભવું છું, એટલે બાળકહૃદય પૂ. મહારાજશ્રીનું સ્પષ્ટ વક્તવ્ય પણ ખૂંચતું નથી. ઘણી વાર અનુભવ્યું છે કે જયાં બીજા ઘણુંબધું છુપાવીને વાત કરવામાં કુશળ હોય છે, ત્યાં પૂ. મહારાજશ્રી શ્રી પુણ્યચરિત્રમ્ 126 Page #146 -------------------------------------------------------------------------- ________________ તેમના ખુલ્લા, નિર્દોષ, નિર્મળ વક્તવ્યથી સામાનું મન આકર્ષી શકે છે. કયારેક તેમની કડવી વાણી પણ મીઠી જ લાગે છે. જો કે એવી કડવી વાણીનું તેમનું ક્ષેત્ર બહ પરિમિત છે. બાળકને જેમ રમકડાંનો પ્રેમ હોય તેમ પૂ. મહારાજશ્રીને પુસ્તક - પાનાંનો પ્રેમ છે. જયારે કોઈ મારા જેવો આ હસ્તપ્રત જ પકડવી અને કેસ વાપરવી એ જાણતો ન હોય અને પ્રતને બગાડી મૂકે અગર બગાડવાની તૈયારી કરતો હોય ત્યારે એમનું એ બાળકહૃદય જોવા જેવું બને છે, આકુળ-વ્યાકુળ બની જાય છે. ક્યારેક એ આકુળતા મનમાં સંઘરી રાખે છે, પણ ક્યારેક આ નિમિત્તે તેઓ રોષે ભરાય છે ત્યારે જોવા જેવું બને છે - આ એક માત્ર ક્ષેત્ર તેમના રોષને પ્રકટ કરવાનું નિમિત્ત બને છે, આથી બીજા નિમિત્તે રોષ તેમનામાં જોયો નથી, અનુભવ્યો નથી. . પુસ્તક-પાનાંનો તેમનો આ પ્રેમ પરિગ્રહમૂલક નથી, પણ તેની સુરક્ષાની દષ્ટિમાંથી નિષ્પન્ન છે, તેનાં અનેક પ્રમાણો આપી શકાય તેમ છે. પોતે સંશોધિત કરેલી પ્રત, તેની નકલ કે કોઈ છાપેલ પુસ્તક કોઈને પણ આપી દેવામાં તેમણે કદી સંકોચ કર્યો નથી. આ બાબતની સાક્ષી અનેક વિદ્વાનો પૂરશે. આજના વિદ્વાનો ઉદાર બની શકે છે પણ પોતે શુદ્ધ કરેલ પ્રત કે તેની નકલ બીજાને તેને નામે સંપાદિત કરવા આપતા નથી - તેમાં એક માત્ર અપવાદભૂત પૂ. મહારાજા છે. આ બાબત હું મારા જાતઅનુભવથી પણ કહી શકું છું. તેમણે મને મારા સંપાદનો માટે ઉપયોગી અનેક પ્રતો મેળવી આપી, તે તો ખરું જ, ઉપરાંત તેમણે પોતે કરેલ કે કરાવેલ નકલો પણ મને સંપાદન માટે આપી છે. આ પ્રસંગે મારે સ્પષ્ટ કરવું જોઈએ કે પ્રમાણવાર્તિક (સ્વાર્થનું માન)ની પ્રત અને તેની નકલ તેમણે જ મને સંપાદન માટે આપી અને મેં તેનું સંપાદન કર્યું. અને એ કારણે મારે વિઝિટિંગ પ્રોફેસર તરીકે કેનેડામાં આવવાનું બન્યું છે. ભારતમાં ઉપલબ્ધ પ્રમાણવાર્તિકની એકમાત્ર પ્રત અને તેની નકલ અન્ય કોઈ પાસે હોત તો તે કોઈને આપત જ નહિ, એવું એનું મહત્ત્વ છે. પણ પૂ. મહારાજશ્રીની ઉદારતા છે કે વિના “નનન ચ' તેમણે મને એ સોંપી દીધી. એ જ પ્રમાણે વિશેષાવશ્યક મૂળ સ્વોપણ વૃત્તિની નકલ પણ તેમની જ ઉદારતાને કારણે મને મળી અને તેનું સંપાદન મેં મારા નામે કર્યું. હેતુબિન્દુ-ટીકાની નકલ તેમણે તાજે જ અજાણી લિપિમાંથી ઘોર પરિશ્રમ કરીને કરી અને તે પણ તેમણે પૂ. પં. સુખલાલજીને સંપાદન માટે આપી દીધી - આ તો પ્રસિદ્ધદાખલા છે, પણ તે સિવાયના આવા તો અનેક દાખલા છે, જેમાં નિઃસંકોચભાવે તેમણે અન્યને સામગ્રી પૂરી પાડી છે. કોઈ પણ દેશી-વિદેશી વિદ્વાનને જૈન ભંડારની પ્રત જોઈતી હોય તો તે પ્રત, અગર તેની નકલ, અગર ફોટો સોંપવામાં જરા પણ સંકોચ તેઓ અનુભવતા નથી. આથી પ્રો. બ્રાઉન અને પ્રો. આલ્સડોર્ફ જેવા વિદેશી વિદ્વાનો પણ પ્રતો માટે તેમનું શરણ સ્વીકારે છે. અને એક કાળે જે એમ કહેવાતું કે જૈન ભંડારની પ્રત તો અપ્રાપ્ય જલેખવી જોઈએઆ વાતને ખોટી પાડવામાં પૂ. મહારાજશ્રીનો મોટો ફાળો છે, અને હવે એમ મનાવા લાગ્યું છે કે જૈન ભંડારોની પ્રત પણ વિદ્વાનોને ઉપલબ્ધ થઈ શકે છે. - જ્ઞાનોદ્ધારક સાધુપુંગવોની ત્રણ પેઢીનો હસ્તપ્રતસંગ્રહ, જેમાં અનેક મહત્ત્વની પ્રતો સંઘરવામાં આવી હતી, તે લાલભાઈ દલપતભાઈ ભા. સં. વિદ્યામંદિરને સોંપી દેવામાં તેમણે જે ઉદારતા દાખવી છે તે માત્ર અનુકરણીય જ નહિ પણ તેમની નિર્મલ અપરિગ્રહવૃત્તિ જ દાખવે એવી છે. તે સંગ્રહ મળ્યો તેને આધારે જ, શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને એમનાં કુટુંબની સખાવતથી, એ વિદ્યામંદિરની અમદાવાદમાં 127 શ્રી પુણ્યચરિત્રમ્ Page #147 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના થઈ અને બેએક વર્ષ પછી તેમાં હું જોડાયો. અને મેં અનુભવ્યું છે કે ક્યારેય પણ ‘એ પ્રતો મારી છે’– એ પ્રકારનો અહં મેં તેમનામાં જોયો નથી, તેમ જ એ સોંપી દઈને પોતે મોટો ઉપકાર કર્યો છે એવી ભાવના પણ મેં તેમનામાં જોઈ નથી, પણ જાણે કે સમાજનું સમાજને જ મળ્યું છે એવી ધન્યતા તેમણે અનુભવી છે. આવી ઉદાર અને અપરિગ્રહવૃત્તિની ભૂમિકા ઉપર લા.દ. વિદ્યામંદિરનું ચણતર થયું છે. આજે તેમના એ દશ હજાર પ્રતોના સંગ્રહમાં બીજી પચીસેક હજાર ઉપરાંત પ્રતો તેમની જ ભલામણથી સંસ્થાને મળી છે અને હજી બીજી કેટલીક મળશે તેનો અંદાજ કરવો મુશ્કેલ છે. ઘણા જ થોડા સમયમાં તેમની અને પૂ. સુખલાલજીની દોરવણી નીચે ચાલતી આ સંસ્થા દેશવિદેશમાં પ્રસિદ્ધિને પામી છે તેમાં તેમના મૂખ આશીર્વાદ જ કારણ છે. લા. દ. વિદ્યામંદિરના નવા મકાનનું ઉદ્ઘાટન શ્રી જવાહરલાલ નહેરુના હાથે થવાનું હતું. પૂ. મહારાજશ્રીએ સોંપેલ જૈન ભંડારની અને પ્રાચીન લેખનકળાની સામગ્રીનું પ્રદર્શન તે પ્રસંગે ગોઠવવામાં આવ્યું હતું. માત્ર પાંચ જ મિનિટ એ પ્રદર્શનનું નિરીક્ષણ માટે શ્રી નહેરુના કાર્યક્રમમાં હતી, પણ એ સામગ્રીની સમજ લેવામાં પૂ. મહારાજશ્રી સાથે પ્રદર્શનમાં તેમણે અડધો કલાક ગાળ્યો. આવી મહત્ત્વની સામગ્રી તેમણે વિદ્યામંદિરને સોંપી છે. તેનું મૂલ્ય રૂપિયામાં તો થઈ શકે તેમ છે જ નહીં. સચિત્ર હસ્તપ્રતો અમૂલ્ય જ ગણાવી જોઈએ. આવો અમૂલ્ય વારસો વિદ્યામંદિરને મળ્યો છે. પણ વિદ્યામંદિરના બંધાનાર અતિથિગૃહ કે ઉપાશ્રયમાં તેઓ સ્થિરવાસ કરશે કે નહિ એ ચર્ચા-પ્રસંગે તેમણે જે કહ્યું છે તે વિચારવા જેવું છે. તેઓએ કહ્યું ઃ મને તો મારા આ શ્રાવકભક્તોની વચ્ચે જ રહેવું ગમે છે, તેમની મને હૂંફ છે, મારી તેમને છે. અમારી દલીલ હતી કે મહારાજશ્રી, આપનું કાર્ય તો વિદ્યાનું છે, સંશોધનનું છે અને તેમાં તો આ બધા બાધક જ બને છે. ગમે ત્યારે ગમે તે આવે, આપ ગમે તેવા ગંભીર કાર્યમાં ગૂંથાયા હો પણ ભાવિક સાથે વાર્તાલાપ તો કરવો જ પડે. આમ આપનો સમય બગડે છે, વિદ્યાનું કામ રખડે છે વગેરે. પણ આની સામે તેમની દલીલ એ છે કે, ‘ખપીને બોધ આપવો એ પણ અમારું તો એટલું જ મહત્ત્વનું કામ છે. કોણ કઈ રીતે બોધ પામે તે કાંઈ કહેવાય નહિ. આપણા દરવાજા તો ખુલ્લા જ રહેવા જોઈએ' અને જોયું કે તે ખુલ્લા જ છે. સંશોધનનું કામ છોડી તેઓ નાનાં બાળકો સાથે પણ આનંદપૂર્વક વાત કરી શકે છે. અમને તેમનો એ સમય બગડતો જણાય છે, પણ તેમને મને એ સમયનો સદુપયોગ જ છે. એ બાળકો જ ભવિષ્યના નાગરિકો છે, તેમનામાં સુસંસ્કાર સીંચવા એ પણ તેઓ પોતાનું કામ માને છે. આમ ખરા અર્થમાં તેઓ ધર્મગુરુ છે, વિદ્યાગુરુ છે. લા. દ. વિદ્યામંદિરને માત્ર હસ્તપ્રતો જ તેમણે આપી છે એમ નથી, પણ જિંદગીભર ચૂંટી ચૂંટીને સંઘરેલાં સાત-આઠ હજાર મુદ્રિત પુસ્તકો પણ સોંપી દીધાં છે. સોંપી દીધાં છે એટલે હવે ખરી રીતે તો તેમની મુશ્કેલી વધી છે. પોતાના સંશોધનકાર્યમાં જરૂરી પુસ્તકો પણ તેમણે સંસ્થાને આપી દીધાં, હવે તે પુસ્તકોનો ઉપયોગ અમે કરતા હોઈએ ત્યારે તેમને પણે તે જરૂરી થઈ પડે છે. અમારી પાસેથી મંગાવવાનો સંકોચ તેમનામાં મેં અનુભવ્યો છે અને જોયું છે કે અત્યંત જરૂરી પુસ્તકો પુનઃ તેમણે વસાવી લીધાં છે. આવી સંકોચવૃત્તિ ભવ્યતાનું લક્ષણ છે. તેમની પાસેનું કોઈ પુસ્તક કોઈ જુએ અને મહારાજજી અનુભવે કે આ પુસ્તક જોનારને જરૂરી જણાય છે, તો તેઓ તરત જ તે તેને નિઃસંકોચભાવે આપી દે છે. આમ જે જ્ઞાનોત્તેજના ખરા 128 શ્રી પુણ્ય-રિત્રમ્ Page #148 -------------------------------------------------------------------------- ________________ ભાવપૂર્વક તેમનામાં છે, તે અન્યમાં વિરલ હોય છે, તેથી એનું મૂલ્ય વિશેષ છે. કામની તલ્લીનતા તેમનામાં જોવી એ પ્રેરક બને છે. ઘણીવાર જોયું છે કે એક ઢીંચણ ઊંચે રાખી કાંઈક લખતા હોય અને કોઈ આવી ચડે તો તેમનું ધ્યાન તે તરફ દોરવામાં આવે તો જ જાય છે. આવી એકાગ્રતા લાધી છે, છતાં આગંતુક સાથે તે છોડી તરત જ વાત કરવા લાગી જવામાં પોતાના કાર્યની હાનિનું દુઃખ તેમણે અનુભવ્યું નથી, આનંદ જ અનુભવ્યો છે. આ તેમની મોટાઈ છે, જે તેમને અત્યંત નમ્ર બનાવે છે, અહંકારની છાંટને અવકાશ નથી દેતી, અને સમભાવની વૃદ્ધિ કરે છે. શેઠ કે દરિદ્ર આગંતુક તેમને મન સમાન મહત્ત્વ ધરાવે છે. શ્રી કસ્તૂરભાઈ સાથે વાત કરવામાં જેટલો સમય તેઓ લે તે આપવામાં તેમને જેમ સંકોચ નથી, તેમ સાવ દરિદ્ર આવી પોતાનું દુઃખ ગાય તો તે સાંભળવામાં પણ તેમને સમયનો સંકોચ નથી; બન્નેની વાત આદરભાવે જ સાંભળે છે. દરિદ્રને પણ ‘હવે બંધ કરો, મારે કામ છે’– એવું કદીય તેમણે કહ્યું હોય એ જાણમાં નથી, આમ સર્વ સાથે સમાન વર્તન તેમના કામમાં અમને તો બાધક જણાય છે, પણ તેમને મન એ પણ એક કામ જ છે; તેથી મહત્ત્વ ઓછું નથી. આમ ખરા અર્થમાં તેઓ ધર્મગુરુ છે. આધુનિક કાળે ‘જૈન ભંડારોના ઉદ્ધારક' એવું બિરુદ તેમને આપીએ તો અનુચિત નહિ ગણાય. લીંબડી, પાટણ, ખંભાત, જેસલમેરના ભંડારનો તેમણે કરેલો ઉદ્ધાર તો સર્વવિદિત છે. પણ ઘણા અનામી ભંડારો તેમણે જોયા છે અને તેની સુવ્યવસ્થા માટે પ્રયત્ન કર્યો છે. અને તેમના ઉદ્ધારનું એ સુલક્ષણ છે કે તેમાંની સામગ્રીનું એક પણ પાનું આડુઅવળું ન થાય તેની તકેદારી રાખે છે તેમાંથી બીજાની જેમ ચોરી કરવી તે તેમનું કામ નથી. આથી તેમની પ્રતિષ્ઠા એવી જામી છે કે સૌ કોઈ પોતાના ભંડારો ઉઘાડીને તેમને નિઃસંકોચભાવે સોંપી દે છે. ભંડારની ચકાસણી એ તો ધૂળધોયાનું કામ છે. કચરા તરીકે કોથળામાં ભરી દીધેલાં પાનાંમાંથી મહત્ત્વની પ્રતો તેમણે તૈયાર કરીને ભંડારમાં મૂકી છે. આચાર્ય હરિભદ્રનો અપૂર્વ ગ્રન્ત તાડપત્રના ટૂકડાથી ભરેલા ટ્રંકમાંથી તૈયાર કરીને વિદ્યામંદિરને છાપવા આપ્યો ત્યારે ખબર પડી કે કેટલું અપાર ધૈર્ય તેમનામાં છે. અનેક ભંડારોનું નિરીક્ષણ કરતા હોઈ કઈ પ્રતિ ક્યાં છે તે તો તેમની સ્મૃતિમાં જ રહે છે. પણ તેવા નિરીક્ષણની સાથે સાથે ગ્રન્થ-સંશોધનનું કામ પણ તેઓ કરતા રહે છે. કોઈ ગ્રન્થની ઉત્તમ પ્રતિ નજરે ચડે કે તરત જ તેને આધારે મુદ્રિત પુસ્તકમાં સંશોધન અને પાઠાંતરોની નોંધ તત્કાળ કરી-કરાવી લે છે. સેંકડો તેવા ગ્રન્થો તેમણે સંશોધિત કર્યા છે અને તે તેમના પુસ્તકાલયમાં છે. જ્યારે પણ કોઈને એ સંશોધિત પુસ્તકની જરૂર હોય ત્યારે તેઓ તે સહર્ષ આપી દે છે. નાલંદા મહાવિહારના અધ્યક્ષ સાતકોડી મુખર્જીએ તત્ત્વસંગ્રહનું મુદ્રિત પુસ્તક, જે તેમણે જેસલમેરની પ્રતને આધારે શુદ્ધ કર્યું હતું, અને તેમાં ખૂટતાં પાનાંની પૂર્તિ પણ કરી હતી, તે જેસલમેરની પ્રતના ફોટો સાથે મોકલી આપ્યું હતું તેનો હું સાક્ષી છું. છેલ્લાં ૩૫ થી ૪૦ વર્ષથી તેઓ આગમના સંશોધનના કાર્યમાં રત છે. જે પણ ભંડારમાં આગમની વિશુદ્ધ પ્રત જુએ છે તેનાં પાઠાંતરો છાપેલ પુસ્તકમાં લેતા રહે છે. માત્ર મૂળના જ નહિ પણ નિર્યુક્તિ આદિ બધી ટીકાઓના પણ; ટીકામાં આવેલાં મૂળનાં ઉદ્ધરણોનો ઉપયોગ પણ મૂળ સૂત્રના શુધ્ધિકરણમાં કરે છે— આમ આગમોને શક્ય એટલી બધી રીતે વિશુદ્ધ કરી પ્રકાશિત કરવાનું તેમનું સ્વપ્ન બહુ જુનું છે. તેના પ્રકાશનની ની પુણ્યચરિત્રમ્ 129 Page #149 -------------------------------------------------------------------------- ________________ યોજનામાં પણ તેમને રસ છે જ. આથી છેવટે હવે શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એના પ્રકાશનનો યશ લેવા નકકી કર્યું છે. પણ એ યશ પૂ. મહારાજશ્રીની કામ કરવાની જે પ્રક્રિયા છે તે પ્રમાણે ચાલતા વિદ્યાલયને આકરો પડી જાય તેમ છે. પણ પૂ. મહારાજશ્રી તો પોતાની રીતે જ તે કામ કરવાના. કોઈ છાપવાનું નક્કી કરે તે છોડી દે તેનો તેમને રોષ નથી. કામ સતત ચાલુ રહેવું જોઈએ, કામમાં તન્મયતા જોઈએ, પણ તેમનું કામ એટલે માત્ર આગમસંશોધનું જ કામ નથી પણ બીજાં અનેક કામો છે. સૌ યથાસંયોગ તેમનો સમય માગી લે છે અને તે આપવામાં તેમને જરા પણ સંકોચ નથી. તેમને મન મહત્ત્વની તરતમતા નથી; જે ટાણે જે જરૂરી હોય તે ટાણે તે કરી દેવું એ એનું મહત્ત્વ છે. હમણાં જ મેં તેમને વિનંતી કરી કે અહીં ‘ઉપમિતિભવપ્રપંચ કથા'નો બીજો પ્રવેશ મારે ભણાવવાનો છે, તો તેનાં પાઠાંતરો અને શુદ્ધિ મને કોઈ સારી પ્રતને આધારે કરી મોકલો. મારી આ વિનંતી સ્વીકારીને તે તેમણે તરત કરી મોકલ્યું. આવું તો અનેકને માટે તેઓ કરતા હોય છે, તે એમનો સ્વભાવ છે. એટલે આપણી ધીરજ ન રહે અને આપણે એમ માનીએ કે પૂ. મહારાજશ્રી અમુક કામ જ કરે, બીજું ન જ કરે, એ બનવું અસંભવ જણાય છે. પણ એટલું તો નક્કી જ છે કે તેમણે તૈયાર કરેલ પુસ્તકમાં અન્ય દ્વારા સંશોધન લગભગ અશક્ય જ છે, કારણ કે તેમનો પ્રયત્ન યથાશક્ય સકલ સામગ્રીનો ઉપયોગ કરીને સંશોધિત પુસ્તક તૈયાર કરવાનો રહે છે. આથી આગમની જે આવૃત્તિ તેમના દ્વારા તૈયાર થશે તે લગભગ છેવટની જ હશે. આવતી પેઢીમાં આટલી ધીરજ, આટલી ખંત અને આટલો પરિશ્રમ કરી આવા પ્રાચીન ગ્રન્થોના ઉદ્ધારની નિકા જવલ્લે જમળવા સંભવ છે. જૈન સમાજ પૈસાના મૂલ્યમાં બધી વસ્તુની કિંમત આંકે છે– તેને આ નિષ્ઠાનું મૂલ્ય સમજવામાં ઘણી અડચણ પડે તેમ છે. કારણ, તે તો એમ જ વિચારે છે કે આ પુસ્તક છપાયું તેમાં આટલાં વર્ષ ગયાં અને આટલું ખર્ચ થયું. પરંતુ જે આગમોને તે પવિત્ર અને પ્રમાણરૂપ માને છે, તેના શુદ્ધિકરણના મૂલ્યને પૈસામાં આંકી શકાય જ નહિ. આ માટે બાયબલ માટે તેના અનુયાયી જે ખર્ચ કરે છે–આજે પણ તેના વિશુદ્ધ અંગ્રેજી અનુવાદ માટે–તેનો અંદાજ જો જૈન સમાજ પાસે મૂકવામાં આવે તો તેમણે રૂપિયામાં નહિ પણ લાખો રૂપિયામાં પાઈ જેટલો પણ ખર્ચ આગમ માટે નથી કર્યો તે જણાઈ આવશે. મહારાજશ્રીને મન આવા કાર્યનું મૂલ્ય પૈસામાં નથી, સ્વયં કાર્યનું જ મહત્ત્વ છે. કાર્યનું મહાવીસરાઈ જાય અને પૈસાનું મહત્ત્વ વધી જાય તો કામ યથાયોગ્ય થઈ શકે નહિ–આ ભાવના તેમના સ્વભાવગત છે. તેમનો વિશ્વાસ છે કે કાર્ય સારું હશે તો પૈસાને કારણે તે અટકી પડશે નહિ. તેમણે અનુભવ્યું છે કે તેમનું કોઈ પણ કાર્ય તે કારણે અટકી પડ્યું નથી. ઘણી વાર તેઓ જેસલમેરના ભંડારના ઉદ્ધારની વાત કરે છે. નીકળ્યા ત્યારે માત્ર તેનો ઉદ્ધાર કરવો છે એ એક જ નિષ્ઠા લઈને નિકળ્યા, અને ત્યાં પહોંચી ગયા. સાથીઓને બોલાવ્યા, તેમના ભોજન વગેરેની વ્યવસ્થા કરી અને રાત-દિન એક કરી એ કામમાં સૌ લાગી ગયા. કામ પૂરું થયું અને તે માટે પૈસા મળી રહ્યા. આજે તે ભંડાર સુરક્ષિત-વ્યવસ્થિત છે. પણ તે એવે સ્થળે છે, જ્યાં આક્રમણનો ભય સદૈવ રહે છે. આ ચિંતા તેમને સતાવી રહી છે. પણ આ જૈન સમાજ સંપત્તિ-પરિગ્રહમાં માને છે–ભગવાનના વચનથી વિરુદ્ધ જઈને; એની મારાપણાની ભાવના જતી નથી. જેસલમેરનું જેસલમેરમાં રહેવું જોઈએ-આ ભાવના ક્યારેક કદાચ તે અમૂલ્ય ભંડારને જોખમમાં નાંખી દેશે, પણ એ સજનો તેને અન્યત્ર ખસેડશે નહિ. આવી જૈન સમાજની સ્થિતિ છે. પણ મહારાજશ્રીએ તો પોતાની ફરજ શ્રી પુણ્યચરિત્રમ્ 130 Page #150 -------------------------------------------------------------------------- ________________ બજાવી. હવે જૈન સમાજે તેની ભાવી સુરક્ષાનો પ્રશ્ન ઉકેલવાનો છે. આશા રાખીએ કે ટ્રસ્ટીઓમાં સબુદ્ધિ આવે. આવા મહત્ત્વપૂર્ણ ભંડારનો પૂરો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા પણ જરૂરી છે, અન્યથા તે લોભિયાના ધનની જેમ નિરુપયોગી પડી રહેશે. જે આચાર્યે તે ભંડારની યોજના કરી હશે તેમનો આત્મા આ લોભિયાના ધનને જોઈને રાજી નહિ થતો હોય, તેમને મન તો તેનો સતત ઉપયોગ થાય એમાં જ એ ભંડારની મહત્તા છે. આજે એવી કોઈ વ્યવસ્થા ત્યાં નથી. તે થવી જરૂરી છે. તો જ પૂજ્ય મહારાજશ્રીએ કરેલ પ્રયત્ન વિશેષ સફળ થશે. પૂ. મહારાજશ્રીએ સુસંપાદિત કરી અનેક પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. અહીં દૂર મારી પાસે તેની સૂચી નથી. પણ જે અત્યન્ત મહત્ત્વનાં છે તેનો નિર્દેશ તો જરૂરી છે. પૂ. મહારાજશ્રીના નામની છાપ જે પુસ્તક ઉપર હોય તે લિજ્જગતમાં વિશ્વસનીય આવૃત્તિ ગણા છે—એ હકીકત છે. વળી, તેમની તીણ દષ્ટિ પુસ્તકનું મહત્ત્વ પારખી શકે છે અને તેથી તેમણે જે કાંઈ સંપાદિત કર્યું છે તે મહત્ત્વનું હોય છે. બૃહત્કલ્પ ભાષ્ય જેવો મહાગ્રન્થ, જૈન આચાર્યો અને આગમધરોનો વિરોધ છતાં, તેઓએ સંપાદિત કર્યો, તે એક સુધારક તરીકે નહીં પાગ તેમાં જે ભારતીય સંસ્કૃતિ માટેની સામગ્રી છે, તેથી વિદ્વાનોને શા માટે વંચિત રાખવા?-એ ભાવનાથી. અને એ ગ્રન્થનું મહત્ત્વ વિજગતમાં અંકાયું છે પણ ખરું, તેવો જ બીજો ગ્રન્થ છે વસુદેવહિાડી. તે જ્યારથી પ્રકાશિત થયો છે ત્યારથી આજ સુધી બરાબર વિદ્વાનો તે વિષે કાંઈને કાંઈ લખતા રહ્યા છે : ભાષાષ્ટિએ, કથાવસ્તુની દષ્ટિએ અને બીજી અનેક દષ્ટિએ એ ગ્રન્થનું મૂલ્ય વિદ્વાનોને મન બહુ મોટું છે. બૃહત્કથા, જે અત્યારે અનુપલબ્ધ છે, તેની સામગ્રીનો ઉપયોગ વસુદેવહિાડીમાં થયો હોઈ તેની વિશેષતા વિદ્વાનોને મન વસી છે તેથી તેની ચર્ચા અવારનવાર સંશોધનનાં માસિકોમાં અને પરિષદોમાં થતી જ રહે છે. અંગવિજા નામનો ગ્રન્થ આમ તો નિમિત્તશાસ્ત્રનો ગ્રન્થ છે, પણ તેમાં જે ભારતીય સંસ્કૃતિ વિષેની સામગ્રી ભરી પડી છે તે જ્યારે ડો. વાસુદેવશરણ અગ્રવાલે જોઈ ત્યારે વગર માગ્યે તેની પ્રસ્તાવના તેમણે લખી. આવા તો અનેક ગ્રન્થો તેમણે સંપાદિત કર્યા છે. અને તેથી વિજગતમાં સુસંપાદક તરીકે તેમનું નામ ખ્યાત થયું છે. પૂ. મહારાજશ્રી શતાયુ થાય અને સાહિત્યની અને સામાન્ય જનની પણ સેવા કરતા રહે એવી શુભાશા સેવું છું! અનોખી વિભૂતિ શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ, અમદાવાદ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ ગુજરાતની અનોખી વિભૂતિ છે. ન શ્રમણો કે સંન્યાસીઓ સંસારનો ત્યાગ કરે છે એનો અર્થ શો? ભૌતિક રીતે તો તેઓ જગતમાં રહે છે. વનમાં રહે તો પણ તેમનો નિર્વાહ તો લોકો જ કરે છે. હકીકતમાં કોઈ લોકોની બહાર રહી શકતું નથી, સંસાર તજી શકતું નથી. એક સ્થળ તજીને બીજે સ્થળે જાય એટલે જગત, લોક કે સંસારનો ત્યાગ થતો નથી. અર્થાત્ ત્યાગનો અર્થ બીજો કોઈ છે. એ જીવન જીવવાની રીતમાં છે. પોતાનું કે પોતાના કુટુંબનું કે નાતજાતનું કે પ્રદેશ કે 131 શ્રી પુણ્યચરિત્રમ્ Page #151 -------------------------------------------------------------------------- ________________ દેશનું હિત કે સ્વાર્થ સાધવામાં સંસારી માણસ રોકાયેલો રહે છે. સંસારત્યાગી સાધુ શેમાં રોકાયેલો રહે છે? એવા કોઈ કાર્યમાં એ રોકાયેલો રહે છે, જે આમાંના કશાથી મર્યાદિત નથી, છતાં આ બધાંને સમાવી લે છે. એને માટે આત્મહિત અને લોકહિત અવિરોધી હોય છે. એ નિઃસ્પૃહી બને છે એનો અર્થ એ કે પોતાની ભાવનામાં, વિચારમાં, આચરણમાં, પ્રવૃત્તિમાં એને સૌના હિતની સ્પૃહા રહે છે. આ અર્થમાં નિ:સ્પૃહી થવું કે સ્પૃહી થવું એ અંગત, કે કુટુંબાદિની મર્યાદામાં રહેનાર કે એનો ભાર વહનારને મોટે ભાગે દુર્ઘટ હોય છે. આથી આવી આકાંક્ષાવાળા, આત્માના અને સંસારના હિતાર્થે સંસારનો ત્યાગ કરે છે, એમ સમજવામાં ત્યાગનાં અર્થ અને કૃતાર્થતા છે. અર્થાત્ સંસારત્યાગીના ત્યાગની કૃતાર્થતા તેની પ્રવૃત્તિ લોકજીવના ક્યા ક્ષેત્રમાં કેવી અને કેટલી છે તેનાથી અંકાય છે. આ દષ્ટિએ મુનિશ્રી પુણ્યવિજયજીના મુનિ તરીકેના જીવનનો વિચાર કરીએ તો ખ્યાલમાં આવશે કે એમની પ્રવૃત્તિ કેટલી બધી લોકોપકારક છે. એમના મુનિજીવનના યમ-નિયમ-સંયમથી વીર્યવાન બનેલી બુદ્ધિશક્તિ અને ધનના અપરિગ્રહને લઈને મળેલી ઉદારતાનો લાભ વિદ્યાક્ષેત્રને જે મળ્યો છે તે અનોખો છે. ગુજરાત, મારવાડ, મેવાડ, માળવા આદિ પ્રદેશોમાં વિદ્યાસંરક્ષણ અને સંવર્ધનનું કામ જૈનમુનિઓ પરંપરાથી કરતા આવ્યા છે. એમનું આ કાર્ય જૈન સંપ્રદાયના સાહિત્યનું સંરક્ષણ કરવા કે તેનું સંવર્ધન કરવા પૂરતું. જ રહ્યું નથી. જૈન જ્ઞાનભંડારોમાં જૈન સંપ્રદાયના ગ્રંથોનો સંગ્રહ અને સાચવણી થયાં છે, તેની સાથે સાથે જ બીજા સંપ્રદાયોના ગ્રંથો અને કોઈપણ સંપ્રદાયના ન ગણાય અથવા સર્વ સંપ્રદાયના ગણાય, જેને આચાર્ય હેમચંદ્ર સર્વપાર્ષદવ' કહે છે, એવા વ્યાકરણ, કોશ, કાવ્ય, અલંકાર ઈત્યાદિનાં થયાં છે. પાટણના કે ખંભાતના કે અમદાવાદના જૈન ભંડારો તપાસવાથી આ આપોઆપ દેખાઈ આવે છે. આ પ્રવૃત્તિમાં જૂની પ્રતિઓ સાચવવાના કામ સાથે તેની નવી નકલો પણ કરાવાય છે, જે એક જાતની પ્રાચીન કાળની પ્રકાશન પ્રવૃત્તિ કહેવાય. ઘણો નષ્ટ થઈ જતો ભારતીય પ્રાચીન વિદ્યાનો વારસો આથી જ સચવાઈ રહ્યો છે. આજના યુગમાં મુનિ શ્રી પુણ્યવિજયજીની આ ક્ષેત્રમાં પ્રવૃત્તિ બહુમાન યોગ્ય થઈ છે તેમની ગુરુ પરંપરામાં પ્રવર્તક મુનિ શ્રી કાન્તિવિજયજી, મુનિ શ્રી ચતુરવિજયજીએ આ દિશામાં જે પ્રવૃત્તિ આદરી હતી તે મુનિ શ્રી પુણ્યવિજયજીએ યશસ્વી રીતે આગળ વધારી છે. લીંબડી, પાટણ, ખંભાત, છાણી આદિના ભંડારોની વ્યવસ્થિતતા એમને આભારી છે. આ ભંડારોનાં વર્ણનાત્મક કેટલોગ, જે એમને હાથે તૈયાર થઈ પ્રકાશિત થયાં છે કે થવાની તૈયારીમાં છે, એ એમની ભારતીય પ્રાચીન વિદ્યાની એક મોટી સેવા . * મુનિ શ્રી પુણ્યવિજયજીની આ પ્રવૃત્તિનું નવું ફળ તે અમદાવાદમાં શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને એમના બીજા ભાઈઓની ઉદાર સખાવતથી સ્થપાયેલું અને ચાલતું શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર છે, જેમાં એમના પોતાના ગ્રંથભંડાર ઉપરાંત બીજા અનેક હસ્તલિખિત ગ્રંથો સંગ્રહીત થયા છે. ઉપરાંત, મહત્ત્વનો અને વિરલ ગણાય એવો પુરાવસ્તુસંગ્રહ પણ એમાં એમની દ્વારા થયો છે. મુનિ શ્રી પુણ્યવિજયજીને હાથે આટલી એક સેવા પણ વિદ્યાક્ષેત્રે મોટી ગણાય. પરંતુ એથી પણ અદકી સેવા, એ જે રીતે પોતાની ઉદાર અને સૌજન્યભરી રીતે બીજા અભ્યાસીઓને અને સંશોધકોને આ બધી શ્રી પુણ્યચચૂિત્રમ્ 132 Page #152 -------------------------------------------------------------------------- ________________ સામગ્રી સુલભ કરી આપે છે અને એમાં માર્ગદર્શન આપે છે એ છે. આ એમનું સંરક્ષણકાર્ય થયું. એમનું સંવર્ધનકાર્ય પણ એટલું જ ઉજ્જવલ છે. પ્રાચીનશૈલીના અભ્યાસમાં નિષ્ણાત હોઈ પોતે આધુનિક સંશોધન અને વિવેચનની પદ્ધતિમાં પણ નિપુણ છે. એમનાથી થયેલાં પ્રાકૃત, સંસ્કૃત ગ્રંથોના સંપાદનોનો, તેમાંના વિવિધ પ્રકારના શબ્દાનુક્રમોનો અને સંશોધનદષ્ટિથી તટસ્થભાવે લખાયેલા વિદ્વત્તાપૂર્ણ ઉપોદ્ઘાતોનો જે કોઈ લાભ ઉઠાવે છે, તેનું માથું સહજ રીતે તેમના તરફ નમી પડે છે. આવી વિરલ વિભૂતિની દૃષ્ટિનો લાભ વિદ્યાક્ષેત્રને સમૃદ્ધ બનાવ્યા કરે એ જ આ પ્રસંગે પ્રાર્થના હોય. અને સાથે સાથે એ પ્રાર્થના પણ હોય, કે એમની પરંપરા સાચવે એવા બીજા મુનિઓ પોતે તૈયાર કરતા રહે! તસ્મૈ શ્રીગુરવે નમઃ। ડો. ભોગીલાલ જ. સાંડેસરા, વડોદરા પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનું પ્રથમ દર્શન સને ૧૯૩૦માં મને થયું હતું. એ વર્ષે વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદ પાટણમાં મળી હતી. એ નિમિત્તે યોજાયેલા પ્રદર્શનમાં પ્રાચીન હસ્તલિખિત પ્રતો, વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાંથી આવેલા પં. લાલચંદ ગાંધીની સાથે, ગોઠવતા મેં તેમને જોયા હતા. પાટણના માર્ગો ઉપરથી પસાર થતા તેઓને અનેકવાર અહોભાવપૂર્વક હું જોતો. પણ તેમનો પ્રત્યક્ષ પરિચય તો ૧૯૩૧ના મે માસમાં થયો. નવી શરૂ થનાર સિંધી જૈન સિરીઝના કામ માટે જરૂરી સામગ્રી એકત્ર કરવા સારુ પુરાતત્ત્વાચાર્ય જિનવિજયજી પાટણ આવ્યા હતા. ભારે સંકોચપૂર્વક હું તેમની પાસે ગયો અને મારા અલ્પ વાચનમાંથી ઉપસ્થિત થયેલા, ગુજરાતના ઈતિહાસ અને સાહિત્ય વિષેના કેટલાક પ્રશ્નોની તેમની સાથે ચર્ચા કરી. જિનવિજયજીને મારામાં રસ પડ્યો; બીજે દિવસે પુણ્યવિજયજી પાસે તેઓ મને લઈ ગયા, મારો પરિચય કરાવ્યો અને એક વિદ્યાર્થી તરીકે સ્નેહપૂર્વક તેમને મારી સોંપણી કરી. કેમ જાણે જન્માન્તરનો ન હોય એવો પ્રગાઢ અને ઊંડો અમારો સંબંધ તે સમયથી શરૂ થયો - આ વસ્તુ આવા જ શબ્દોમાં પૂ. મહારાજશ્રીએ પણ અંગત વાતચીતમાં અનેકવાર ભાવપૂર્વક કહી છે એ નોંધતાં હું ધન્યતા અનુભવું છું. મહામાત્ય વસ્તુપાલના સાહિત્યમંડળના એક સદસ્ય અમરચંદ્રે પોતાના માર્ગદર્શક અને અરિસિંહ માટે પ્રયોજેલો શબ્દ વાપરીને કહું તો, એ ‘કલાગુરુ’ની આંગળી પકડીને સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી પ્રશિષ્ટ (‘કલાસિકલ’) સાહિત્યના ભરચક, સુવિશ્રુત અને સપાટ રાજમાર્ગોની બંને બાજુએ દૂર સુધી ખીલેલાં, પ્રમાણમાં અલ્પપરિચિત અડાબીડ રમણીય વનોમાં, લીલી વનરાઈઓમાં અને શીતળ નિકુંજોમાં તથા અજાણ્યા ડુંગરોમાં એ પછી હું વિહરવા લાગ્યો અને સંશોધનની કેડીએ એક લાંબી મજલ શરૂ થઈ. એનાં યાદ આવે એટલાં સંસ્મરણો અને અનુભવો નોંધવા બેસું તો એક પુસ્તક ભરાય. કદાચ એ લખવાનો સમય મેળવી શકાય તો પણ એ માટેનું આ સ્થાન નથી. અહીં તો આ મહાન મનીષી અને વિરલ મહાપુરુષ સાથેના મારા સંપર્કની થોડીક વાતો જ કરીશ. 133 દાદાગુરુ સદ્ગત પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના વાર્ધક્યને કારણે મહારાજશ્રી એમના ગુરુ શ્રી પુણ્યચરિત્રમ્ Page #153 -------------------------------------------------------------------------- ________________ સદ્ગત ચતુરવિજયજી મહારાજ સાથે પાટણમાં કેટલાંક વર્ષ સ્થિર વાસ કરીને રહેલા હતા. પાટણમાં મણિયાતી પાડામાં આવેલા સાગરના ઉપાશ્રયના માળ ઉપર એક વિશાળ ખંડમાં દાદરાની સામે આશરે નેવું વર્ષના વૃદ્ધ પ્રવર્તકજી મહારાજનું આસન રહેતું; તેમની બાજુમાં પૂજ્ય ચતુરવિજયજી અને પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનાં આસનો તથા પાસે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના વડીલ ગુરુબંધુ સદ્ગત પૂજ્ય મેઘવિજયજી મહારાજનું આસન - એવી વ્યવસ્થા રહેતી. એ વિશાળ ખંડની અંદરના એક ઓરડામાં પ્રાચીન હસ્તપ્રતોના ઉત્સાહી સંગ્રાહક સ્વ. પૂજ્ય જશવિજયજી મહારાજ અને તેમના ગુરુબંધુ સ્વ. પૂ. ન્યાયવિજયજી મહારાજ રહેત.. જૈન ઉપાશ્રયમાં ધર્મારાધનનું વાતાવરણ તો હોય જ એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે. પણ સાગરના ઉપાશ્રયમાં ઉત્કટ વિદ્યાપ્રેમ અને સતત જ્ઞાનસાધનાનું વાતાવરણ હતું એની ઊંડી છાપ મારા બાલમાનસ ઉપર પડેલી છે. આંખોના નીર ઊંડાં ગયાં હોય એવી સ્થિતિમાં પણ પ્રવર્તકજી મહારાજ હસ્તપ્રતો તપાસતા હોય અને વાંચતા વાંચતા શ્લોકસંખ્યાનાં કે બીજાં અગત્યનાં સ્થાનોએ લાલ નિશાનીઓ કરતા હોય. ચતુરવિજયજી મહારાજ અને પુણ્યવિજયજી મહારાજની સામે, મુંબઈના નિર્ણયસાગર પ્રેસમાં છપાતાં તેમનાં સંસ્કૃત, પ્રાકૃત સંપાદનોનાં પ્રુફના થોકડા પડચા હોય. એ તપાસવા ઉપરાંત નવાં સંશોધનોનાં અને પ્રેસ-કોપીઓની મેળવણીનાં કામો ચાલતાં હોય. દેશપરદેશના વિદ્વાનો વારંવાર આવી ચઢતા હોય અને તેમની સાથે વિવિધ પ્રકારની જ્ઞાનચર્ચાઓ ચાલતી હોય. લગભગ સાડત્રીસ વર્ષ બાદ, આપણા દેશની તેમજ વિદેશની અનેક વિદ્યાસંસ્થાઓના અનુભવ પછી લખું છું કે સાગરના ઉપાશ્રયનું વાતાવરણ કોઈપણ દેશની વિશિષ્ટ સંશોધન-સંસ્થાની બરોબરી કરે એમ હતું. અથવા એમ કહું કે એવી સંસ્થાઓ કરતાં ચઢિયાતું હતું તો પણ કશી અત્યુક્તિ નથી, કેમ કે ધારાધોરણ કે દરખાસ્તોની જંજાળો કે ઓફિસ-કામની પળોજણોનો ત્યાં સદંતર અભાવ હતો. સોલંકી યુગના પાટણમાં સ્થળે સ્થળે આવેલા ઉપાશ્રયો તેમજ સહસ્ત્રલિંગ સરોવરના તીરપ્રદેશના વિદ્યામઠોની સારસ્વત સમદ્ધિનું સાતત્ય જાણે કે ત્યાં અનુભવાતું હતું. ગુજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ મન્દિરનું કામકાજ કેટલાંક વર્ષ પહેલાં આટોપાઈ ગયું હોઈ એ પ્રકારના સંશોધનકાર્ય કરનાર ગુજરાતમાં એક જ સંસ્થા તે સમયે હતી - અને વડોદરાનું પ્રાચ્ચવિદ્યામન્દિર (ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટ). આવી સંસ્થાના સંશોધકો અને અધ્યાપકોના માર્ગદર્શન અને સંપર્કથી મળી શકે એથીયે અદકો લાભ ગુજરાતના એક ખૂણે આવેલા પાટણમાં મને મળ્યો એને ઋણાનુબંધ ગણવો? સંશોધન માટેનાં પુસ્તકોની અનુકૂળતા પણ ત્યાં પર્યાપ્ત હતી. વળી, સંસ્થાઓમાં હોય એવું કચેરીના સમયનું બંધન કે અધ્યાપકો કે માર્ગદર્શક વિદ્વાનો સાથે મળવાનો કે કામ કરવાનો સમય અગાઉથી નક્કી કરવાનું નિયંત્રણ, એવું કશું ત્યાં નહોતું, એ પણ એક મોટું સ્વાતંત્ર્ય હતું. ઉપાશ્રયે જવાનો મારો લગભગ દરરોજનો ક્રમ હતો. સ્કૂલમાં રજા કે વેકેશન હોય ત્યારે વધારે કલાકો ત્યાં હું ગાળી શકતો. પૂ. પુણ્યવિજયજી મહારાજે હસ્તપ્રતોનું વાંચન મને પહેલાં શીખવ્યું. પ્રવર્તકજી મહારાજ પાસે હસ્તપ્રતોના થોકડા પડચા હોય તે હું ઈચ્છા મુજબ ફેંદતો, તપાસતો કે વાંચતો. એમાંથી કેટલીક પ્રતો વિશેષ વાચન કે નકલ માટે હું ઘેર લઈ જતો. સચિત્ર વિજ્ઞપ્તિપત્રો પણ નિરીક્ષણ કે વાચન માટે ઘેર લઈ જવાની મના નહોતી! મહારાજશ્રી પાસે અનેક વિષયોની વાતો સાંભળતો અને તેમને અનેક પ્રશ્નો પૂછતો. એમના વડીલ શ્રી પુણ્યચરિત્રમ્ 134 Page #154 -------------------------------------------------------------------------- ________________ ગુરુબંધુ પૂ. મેઘવિજયજી મહારાજ પાસે આસપાસના મહોલ્લામાં રહેતા કિશોરો સ્કૂલના અભ્યાસ માટે કે વાર્તા-વિનોદ માટે આવતા તેમની સાથે રમતો અને તેમને ઘેર જતો. એ અરસામાં- મહારાજશ્રી સાથેના પરિચય પછી એકાદ માસમાં - તેમની સુચનાથી આચાર્ય હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણ'નું વાચન એમની પાસે આવ્યું. મહેન્દ્ર જૈન પંચાંગના સંપાદક જ્યોતિર્વિદમુનિ શ્રી વિકાસવિજયજી (પછીથી વિજયવિકાસચંદ્રસૂરિજી) મારા સહાધ્યાયી હતા. પ્રાકૃત વ્યાકરણ’નાં આશરે પંદરસો સૂત્રો રસ અને ઉત્સાહથી મુખપાઠ કરેલાં. એ માટે મહારાજશ્રીએ ભેટ આપેલી ડો. પી. એલ. વૈદ્ય-સંપાદિત પ્રાકૃત વ્યાકરણની નકલ એક મોંઘા સંભારણા તરીકે મેં સાચવી રાખી છે. દેશ-વિદેશના અનેક વિદ્વાનોનાં દર્શન સાગરના ઉપાશ્રયે થયાં. ‘પ્રાકૃત વ્યાકરણ'નું અમારું વાચન ચાલતું હતું એ સમયે જ સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન ડો. આશ્ડોર્ફ આવ્યા હતા. મહારાજશ્રી અને તેમની વચ્ચે સંસ્કૃતમાં થયેલા વાર્તાલાપનાં કેટલાંક વાક્યો આજ સુધી મને શબ્દશઃ યાદ છે. જૈનાશ્રિત ચિત્રકલાના સંશોધન માટે આવેલા અમેરિકન વિદ્વાન પ્રો. નોર્મન બ્રાઉનનું પ્રથમ દર્શન ત્યાં થયું હતું. પૂ. પંડિત સુખલાલજી અને શ્રી રસિકલાલભાઈ પરીખનાં પ્રથમ દર્શને એકસાથે ત્યાં થયાં હતાં. શ્રી બલવંતરાય ક. ઠાકોર અને શ્રી રામનારાયણ વિ. પાઠકને સૌ પહેલાં ત્યાં મળવાનું થયું હતું. જૈન ગુર્જર સાહિત્યના વિશિષ્ટ સંશોધક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ અને વડોદરા પ્રાચ્યવિદ્યા મન્દિરના એ સમયના નિયામક ડો. વિનયતોષ ભટ્ટાચાર્ય સાથે પ્રથમ વાર્તાલાપ ત્યાં થયો હતો. પં. બેચરદાસ દોશી, શ્રી મધુસૂદન મોદી અને પં. લાલચંદ ગાંધી– એ પ્રાકૃત અપભ્રંશ સાહિત્યના ઊંડા અભ્યાસીઓને પોતાનાં કામો કરતાં ત્યાં જોયા હતા. ભવિષ્યમાં જેઓ પૂ. મહારાજશ્રીના અત્યંત કાર્યક્ષમ સંશોધન - સહાયક થવાના હતા તે ૫. અમૃતલાલ ભોજક સાથેની આજીવન મૈત્રીનો આરંભ ત્યાં થયો હતો. એક કિશોરના જીવનમાં માત્ર ત્રણેક વર્ષમાં થયેલી આ કમાણી બહુમૂલ્ય હતી, એમ પશ્ચાદવલોકન કરતાં મને લાગે સને ૧૯૩૪માં અમે અમદાવાદ રહેવા ગયા; અને થોડોક સમય પત્રકારત્વમાં ગાળ્યા પછી આગળ અભ્યાસ માટે હું કોલેજમાં જોડાયો. મહારાજશ્રીનો નિવાસ તો પાટણમાં હતો. રજાઓ અને વેકેશનોમાં હું અચૂક પાટણ જતો અને અગાઉનો કમ પાછો ચાલુ થઈ જતો. એની વિગતોમાં ઊતરવાનું અહીં પ્રસ્તુત નથી. બહાર વસતા અનેક પટણી મિત્રો અને સ્નેહી સંબંધીઓ મને કહેતા અને આજે પણ કહે છે કે “પાટણમાં અમે શું કરીએ? અમારો સમય જતો નથી.” પણ ઉક્ત ક્રમને કારણે પાટણમાં મારો વખત બહુ ફલપ્રદ રીતે જતો, એટલું જ નહિ, હકીકતમાં વેકેશન ટૂંકી પડતી. એવી બે વેકેશનોમાં થઈ પૂ. મહારાજશ્રી પાસે પ્રાકૃત મહાગ્રંથ ‘વસુદેવ-હિંડી'નું (જેનું સંપાદન તેઓએ તથા તેમના પૂજ્ય ગુરુજીએ કરેલું છે) સાદ્યન્ત વાચન મેં કર્યું અને પછીથી એનો ગુજરાતી અનુવાદ કર્યો, જે ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ પ્રગટ કર્યો છે. • • સને ૧૯૩૪માં એમ.એ. થઈ ગુજરાત વિદ્યાસભાના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગમાં (પછીના ભો. જે. વિદ્યાભવનમાં) હું જોડાયો. જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' એ વિષયનું સંશોધનકાર્ય સંસ્થા તરફથી મહારાજશ્રીને સોંપાયું હતું, પણ આગમ-વાચનાનું ભગીરથ કાર્ય તેઓએ હાથ ધરતાં એ કાર્ય મને સોંપાયું અને એ વિષયના શ્રેષ્ઠ તદ્ધિક તરીકે તેમની અનેકવિધ સહાય મને મળી. એમનું જ કામ પ્રોક્સી' તરીકે મેં કર્યું એમ 135 થી પુણ્યચરિત્રમ્ Page #155 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં અત્યુક્તિ નથી. સને ૧૯૫૧માં વડોદરામાં યુનિવર્સિટીમાં જોડાયા પછી પ્રાચીન ગુર્જર ગ્રન્થમાળાનું મેં આયોજન કર્યું. એ માટે હસ્તપ્રત-સામગ્રી એકત્ર કરવામાં પૂ. મહારાજશ્રી તરફથી કીમતી સહાય મળી. ત્રણ બાલાવબોધ સહિત ષષ્ટિશતક-પ્રકરણ’, ‘પ્રાચીન ફાગુસંગ્રહ’ અને ‘વર્ણક-સમુચ્ચય'નાં કામો તેમની સહાય વિના આ રીતે થઈ શક્યાં ન હોત. અનેક વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓને અપેક્ષિત સામગ્રી પૂરી પાડવાની ખંતભરી કાળજી પૂ. મહારાજ સાહેબે લગભગ અર્ધ શતાબ્દી થયાં રાખી છે. સને ૧૯૫૮માં પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક તરીકે મારી નિયુક્તિ થઈ અને એ સંસ્થા તરફથી પ્રગટ થતી ‘ગાયકવાડ્ઝ ઓરિએન્ટનલ સિરીઝ'ના મુખ્ય સંપાદક તરીકે પણ મારે કામ કરવાનું આવ્યું. આ સિરીઝનો આરંભ શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે કર્યો હતો અને એના પ્રથમ ગ્રંથ તરીકે રાજશેખરની કાવ્યમીમાંસા' સને ૧૯૧૬માં પ્રસિદ્ધ થઈ હતી. વડોદરાનરેશ શ્રી સયાજીરાવ ગાયકવાડની સૂચનાથી ચિમનલાલ દલાલે પાટણના હસ્તલિખિત ગ્રંથભંડારોની તપાસ કરી. એના અહેવાલને પરિણામે આ સિરીઝનો રાજ્ય તરફથી આરંભ થયો હતો. ભંડારોની તપાસ માટે અગાઉ પાટણ આવેલા વિદ્વાનો ફોર્બ્સ, ન્યૂલર, પિટર્સન, ભાંડારકર, કાથવટે અને મણિલાલ નભુભાઈ કરતાં ઘણી વિસ્તૃત તપાસ ચિમનલાલ દલાલ કરી શક્યા એનું સૌથી મોટું કારણ પૂ. પ્રવર્તકજી મહારાજ અને પૂ. ચતુરવિજયજી મહારાજ તરફથી તેમની કામગીરીને સંપૂર્ણ સહકાર અને સહાય મળ્યાં એ હતું. ગાયકવાડ સિરીઝના ઘણા મૂલ્યવાન ગ્રંથો પાટણ ભંડારની હસ્તપ્રતો ઉપરથી સંપાદિત થયેલા છે. આ સિરીઝને તથા તેની આયોજક સંસ્થાને પૂ. મહારાજશ્રી તરફથી વિવિધ પ્રકારની સહાય આજસુધી મળતી રહી છે એ તેમની ગુરુપરંપરાનું સાતત્ય છે. ખંભાતના તાડપત્રીય ભંડારની તેમણે તૈયાર કરેલી વર્ણનાત્મક સૂચિ તથા એમનાં બીજાં કેટલાંક સંપાદનો આ સિરીઝમાં પ્રગટ કરી શક્યાં છીએ એ અમારે માટે પરમ હર્ષનો વિષય છે. જીવનમાં અર્ધ શતાબ્દી સુધી મહારાજશ્રીએ ગ્રંથસંગોપનનું કાર્ય કર્યું, પણ ગ્રંથોનેય પરિગ્રહ તેમણે રાખ્યો નથી. દસેક વર્ષ પહેલાં એમની પ્રેરણાથી શેઠ કસ્તૂરભાઈ લાલભાઈએ અમદાવાદમાં સ્થાપેલા ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને પોતે એકત્ર કરેલ વિરલ હસ્તપ્રતોનો અને મુદ્રિત ગ્રંથોનો વિશાળ સંગ્રહ તેઓએ ભેટ આપીને સર્વને ઉપલબ્ધ બનાવ્યો છે. પોતાની અનેકાનેક તૈયાર પ્રેસ-કોપીઓનું પણ લાયક વિદ્વાનોને વિતરણ કરી દેતાં તેમણે કદી સંકોચ અનુભવ્યો નથી. કેવળ હું જ નહિ, પણ મારાં સર્વ કુટુંબીજનો અને બાળકો પૂ. મહારાજશ્રીના ગાઢ પરિચયમાં આવ્યાં છીએ અને તેમનો સતતવાહી વાત્સલ્યભાવ અમને મળ્યો છે એ માટે અમે ધન્યતા અનુભવીએ છીએ. છેલ્લાં અઢાર વર્ષ થયાં હું વડોદરામાં સ્થિર થયો છું. એટલા સમયમાં અનેકવાર મહારાજશ્રીનું વડોદરામાં આગમન થયું છે તેમ કેટલાંક ચાતુર્માસ પણ થયાં છે. હરેક વખતે વડોદરામાં પ્રવેશતાં અને વડોદરા છોડતાં તેમણે અને તેમના સમસ્ત મુનિમંડળે એકાદ દિવસ તો અમારે ત્યાં અવશ્ય ગાળ્યો છે એ કદી ભુલાય એમ નથી. જ્ઞાનાંજલિ' ગ્રંથના અભિવાદન વિભાગના અનેક લેખોમાં પૂ.મહારાજશ્રીના એક પરમ વિશિષ્ટ વિદ્વાન અને સંશોધક તરીકેના ગુણોનો દેશ-વિદેશના સંશોધનપ્રવીણોએ પોતપોતાના દષ્ટિબિન્દુએથી નિર્દેશ કરેલો હોઈ એ જ વસ્તુની પુનરાવૃત્તિ હું અહીં નહીં કરું. પણ વર્ષોથી અનુભવાયેલી એક વાતનો નિર્દેશ અહીં કરવાનું મન શ્રી પુયર્ચા૨નમ્ 136 Page #156 -------------------------------------------------------------------------- ________________ થાય છે દીર્ધકાળની નિર્ભેળ જ્ઞાનભક્તિએ પૂ. મહારાજશ્રીના નિસર્ગ-સરળ જુવ્યક્તિત્વને ખૂબ સાત્ત્વિક બનાવ્યું છે. નામાભિધાનને અનુરૂપ તેઓ પુણ્યાત્મા છે. સંશોધનના ક્ષેત્રમાં મારો પ્રથમ પ્રવેશ કરાવનાર વિદ્યાગુરુ તેઓ હોવા છતાં થોડાંક વર્ષથી અમારી વચ્ચે સંશોધનવિષયક વાર્તાલાપ મર્યાદિત પ્રમાણમાં જ થાય એવું અજ્ઞાત રીતે બન્યું છે. મહારાજશ્રીનું વ્યક્તિત્વ એ કોટિએ પહોંચેલું અનુભવાય છે કે તેમની ઉપસ્થિતિમાં વાતાવરણ પવિત્ર થાય અને આસપાસનાં મનુષ્યોનાં માનસ પણ સાત્વિક આન્દોલનો અનુભવે. આવી સ્થિતિમાં ગરુ વાણીનો ઉપયોગ કરે તોયે શું અને ન કરે તોયે શું? “ગુરોસ્તુ મૌન વ્યાખ્યાન શિખાસ્તુ છિન્નસંશયા' વંદનીય જ્ઞાનોપાસના ડો. હરિવલ્લભ ચૂ. ભાયાણી, અમદાવાદ વિદ્યાક્ષેત્રે જેમણે ચિરંજીવ અર્પણ કર્યું છે, તેવા તેજસ્વી અને ગૌરવશાળી જૈન શ્રમણોની મહાન પરંપરાનું આગમપ્રભાકરે પુણ્યવિજયજી મહારાજે પોતાની અરધી શતાબ્દીથી પણ વધુ વિસ્તરતી જ્ઞાનોપાસના દ્વારા સંરક્ષણ અને સંવર્ધન કર્યું છે. પુણ્યવિજ્યજીની બહુશ્રુતતા, અવિરત સંશોધનવૃત્તિ અને સ્વભાવવૃત્ત વિદ્યાપ્રીતિ સર્વવિદિત છે. તેમની પ્રકૃતિની આ લાક્ષણિકતાઓ તેમના અદ્યાવધિ જીવનના કાર્યકલાપમાં ત્રિવિધ રૂપમાં પ્રગટ થતી રહી છેઃ (૧) પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિને લગતા તેમના બહુમૂલ્ય સંશોધનકાર્ય દ્વારા; (૨) પ્રાચીન જ્ઞાનભંડારોના વ્યવસ્થાકાર્ય દ્વારા; અને (૩) અન્યના સંશોધનકાર્યમાં અનેક પ્રકારે સહાયભૂત અને પ્રેરક થવા દ્વારા. મહારાજશ્રીની સંખ્યાબંધ સંશોધન-સંપાદનની કૃતિઓમાં પ્રાકૃત સાહિત્યના ‘વસુદેવહિડી' અને ‘અંગવિજ્જા' જેવા અનન્ય અને અણમોલ ગ્રંથોનો સમાવેશ થાય છે. પ્રાચીન સાહિત્ય, ભાષા ઈતિહાસ અને સંસ્કૃતિના અધ્યયન માટે આ ગ્રન્થોનું એટલું બધુ મહત્ત્વ છે કે અનેક વિદ્વાનોને તે વર્ષો સુધી રોકી રાખશે. પણ તેમની સંશોધન પ્રવૃત્તિના કળશરૂપ તો છે તેમણે આદરેલો જૈન આગમોની શાસ્ત્રશુદ્ધ વાચના તૈયાર કરવા માટેનો મહાભારત પુરુષાર્થ. મૂળ હસ્તપ્રતો, તેમના પરનું ચૂર્ણિ, વૃત્તિ આદિરૂપ ટીકાસાહિત્ય વગેરે સમગ્ર સાધનસામગ્રીનો આધાર લઈને અદ્યતન પદ્ધતિએ જૈન આગમગ્રન્થોનો પ્રાચીનતમ પાઠ નિર્ણત કરવો એ પ્રાકૃતવિદ્યાનું એક પાયાનું કાર્ય છે. મહાભારતની પ્રમાણભૂત વાચના તૈયાર કરવા જેટલું–અને જૈન સમાજની દષ્ટિએ તો સર્વાધિક મહત્ત્વનું–આ કાર્ય અતિશય કઠિન અને જટિલ છે, અને અનેક વર્ષોનો લગાતાર શ્રમ, ધીરજ, અધ્યયન તથા સાધન-સામગ્રીનો સંચય અને ઊંડું પરિશીલન માગી લે તેવું છે. પુણ્યવિજયજીએ આ કાર્યને પોતાનું કર્યું છે, અને એક રીતે તો તેમનાં વિદ્યા અને જ્ઞાનને લગતાં અન્ય તેમનાં કાર્યો, સ્વયં ઘણા મહત્ત્વનાં હોવા છતાં, આ જીવનકાર્યના આનુષંગિક ફળ રૂપે જ છે. પાટણના જગપ્રસિદ્ધ જ્ઞાનભંડારોની વ્યવસ્થાને લગતું તેમનું ચિરસ્મરણીય સેવાકાર્ય, જેસલમેરના ઐતિહાસિક પણ અપ્રાપ્ય જેવા જ્ઞાનભંડારનાં અમૂલ્ય રત્નોને સર્વસુલભ બનાવવાનો તેમનો પુરુષાર્થ, તેમ જ અન્ય ભંડારોની તપાસ, વ્યવસ્થા કે હસ્તપ્રતની સૂચિઓનું નિર્માણ-એ સૌ આગમ સંપાદનના પ્રધાન લક્ષ્યને પહોંચવાના તેમના ભગીરથ અને જીવનવ્યાપી પ્રયાસોની (137 શ્રી પુણ્યચરિત્રમ Page #157 -------------------------------------------------------------------------- ________________ લાખેણી આડપેદાશ લેખે જ સમજવાનાં છે. મહારાજશ્રી પાસેથી અહીંના તેમજ પરદેશના, શિખાઉથી માંડીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા, અનેક વિદ્વાનો અને સંશોધકોને અત્યંત ઉદારતાથી, તત્પરતાથી અને નિર્મમભાવે સંશોધનકાર્ય અંગે વિવિધ પ્રકારની સહાય સદા મળતી રહી છે.. અને એનો વ્યાપ પણ ઘણો મોટો છે. અનેક ભંડારોમાંથી હસ્તપ્રતો સુલભ કરી આપવી અને તે અંગેના તેમના અન્યન્ય જ્ઞાન અને અનુભવનો મુકતપણે લાભ આપવો, કોઈને સંશોધનની તાલીમ કે પ્રેરણા આપવી, કોઈને સંશોધનની વિવિધ ગૂંચો ઉકેલવામાં માર્ગદર્શન આપવું, તો ક્યાક સંશોધનસંસ્થાની કે પ્રકાશન-પ્રવૃત્તિની સ્થાપનાના સક્રિય પ્રેરક અને પ્રોત્સાહક બનવું. આ સૌ એમની ઊંડી વિઘાપ્રીતિ અને વિક્રીતિનાં જ ફલિત છે. જ્યારે આ બધાનો કોઈક વ્યવસ્થિત વૃત્તાંત તૈયાર થશે ત્યારે તે પ્રાચીન સાહિત્યસંશોધનના ક્ષેત્રમાં મળતા સહકાર અને સદ્ભાવ અંગેનું એક અતિશય પ્રેરક પુસ્તક બની રહેશે. પુણ્યવિજયજીની અશ્રાન્ત કાર્યલગની, ઉદારતા, વત્સલતા અને નિખાલસતા સરળતાને શબ્દોમાં મૂકવાનો કોઈ પણ ઉદ્યમ અસફળ રહેવાનો. તે બધાંનો સાચો અનુભવ અને આસ્વાદ તો તેમના પ્રત્યક્ષ સંપર્કમાં આવીને જ પામી શકાય. પુણ્યવિજયજીનું તથા તેમના અત્યંત નિકટના બહષ્ણુત સહયોગીઓ-મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજી–નું પ્રખર વિદ્યાસંવર્ધનનું એકનિષ્ઠ કાર્ય અર્વાચીન ગુજરાતના સંસ્કારજીવનનું એક અત્યંત ઉજ્જવળ પ્રકરણ છે. મહારાજશ્રીની જ્ઞાનસાધના યથાપૂર્વ ચાલતી રહે, આગમસંપાદનનું જીવનકાર્ય યશસ્વી રીતે પાર પડે અને તે અંગે આવશ્યક અને અનિવાર્ય એવાં દીર્ધાયુષ્ય, સ્વાથ્ય, શક્તિ અને સર્વ પ્રકારના સહકારનો સુયોગ એમના પરત્વે અવિરત થતો રહે એમ આપણે સૌ સર્વાત્મભાવે ઈચ્છીએ. જૈન જ્ઞાનભંડારોના ઉદ્ધારક મુનિ શ્રી પુણ્યવિજયજી ડો. જિતેન્દ્ર જેટલી, દ્વારકા પ્રાચ્યવિદ્યાસંશોધનના ક્ષેત્રમાં રસ લેનાર સંશોધક વિદ્વાનોમાં અને એમાં પણ હસ્તપ્રતોને આધારે પોતાનું સંશોધન આગળ ધપાવનાર વિદ્વાનોમાં મુનિ શ્રી પુણ્યવિજ્યજીને ન ઓળખનાર એવા ભાગ્યે જ કોઈ ભારતીય કે પૂર્વ તથા પશ્ચિમના વિદેશી વિદ્વાન હશે. શું ભારતમાં કે શું અન્ય પૂર્વના કે પશ્ચિમના દેશોમાં એમની ખ્યાતિ હસ્તપ્રતોના તથા અનેક જૈન જ્ઞાન ભંડારોના ઉદ્ધારક તરીકે અમર રહે એવી છે. જૈન જ્ઞાનભંડારોની શાસ્ત્રીય પદ્ધતિથી ઉદ્ધાર કરવાની ગુરુચાવી એમના લિપિશાસ્ત્રના વિશિષ્ટ જ્ઞાનમાં રહેલી છે. બાલ્યવયમાં જ દીક્ષા લીધા બાદ એમણે પંડિતો પાસે વ્યાકરણ, સાહિત્ય વગેરે જુદાં જુદાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ યુવાન વયથી જ એમનો રસ વિદ્યામાં–એમાં પણ વિશેષ સંશોધનમાં-સારો હોઈ એમના પ્રગુરુ પ્રવર્તક મુનિ શ્રી કાન્તિવિજયજી તથા ગુરુવર્ય મુનિ શ્રી ચતુરવિજયજીની પ્રેરણાથી હસ્તપ્રતોના ઉદ્ધારના કાર્યમાં ઝંપલાવ્યું અને અનુભવ તથા એકધારી સાધના દ્વારા સારું એવું નૈપુણ્ય પણ પ્રાપ્ત કર્યું. -- - શ્રી પુણ્યચરિત્રમ્ 138 Page #158 -------------------------------------------------------------------------- ________________ એમના પ્રગુરુ તથા ગુરુના હાથ નીચે સારી એવી તાલીમ મેળવ્યા બાદ એમણે જૈન આગમોનું શાસ્ત્રીય પદ્ધતિથી સંપાદન કરી ઉદ્ધાર કરવાના હેતુથી જૈન આગમ ગ્રંથો ઉપરાંત વસુદેવહિપ્પી' જેવા સર્જક ગ્રંથોનું હસ્તપ્રતોને આધારે, હસ્તપ્રતોનો ઉદ્ધાર કરતાં કરતાં, સંપાદન અને એ રીતે ઉદ્ધાર કર્યો છે. એમના પ્રગુરુ તથા ગુરુ ક્રમશઃ કાળધર્મ પામ્યા પછી પણ આજ દિન સુધી લગભગ ૭૪ વર્ષની વયે પણ એક યુવાનને પણ પ્રેરણા આપે એ ગતિથી આ સંશોધન તથા સંપાદનનું કામ ચાલુ રાખ્યું છે. એ કામના પરિપાકરૂપે જૈન આગમોના અનેક ગ્રંથોનું શાસ્ત્રીય સંપાદન એમના પ્રત્યક્ષ માર્ગદર્શન નીચે થવા ઉપરાંત બીજા પણ અનેક ગ્રંથોનું શાસ્ત્રીય સંપાદન એમના કુશળ હાથે થયું છે. આ ઉપરાંત આવું સંશોધન તથા સંપાદન શાસ્ત્રીય પદ્ધતિથી કરનાર અનેક ભારતીય તેમજ વિદેશના વિદ્વાનો હસ્તપ્રતોનો ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા એમણે કરી છે. આમ આજે જે સંશોધન તથા સંપાદન ક્ષેત્રમાં ખ્યાતનામ છે, તેમાંના ઘણા વિદ્વાનોના તેઓ આ પ્રાચ્યવિદ્યાના સંશોધન-ક્ષેત્રના શિક્ષક તથા સહાયક રહ્યા છે. ગુજરાતમાં એમણે મુખ્યત્વે પાટણનો હેમચંદ્રનો જ્ઞાનભંડાર, ખંભાતનો શાંતિનાથનો ભંડાર, લીમડીનો ભંડાર તથા બીજા નાના-મોટા ભંડારોનું વ્યવસ્થિત આકલન તેમ જ સંકલન કરવા ઉપરાંત આ ક્ષેત્રમાં કોઈપણ સંશોધક વિદ્વાનને આશ્ચર્યમુગ્ધ કરી નાખે એવું કામ તે જેસલમેર જેવા પ્રદેશમાં દોઢ વર્ષ રહી ત્યાંના જ્ઞાનભંડારોના ઉદ્ધારનું કર્યું છે. એમાણે આ કામ કઈ અજબ રીતે કર્યું છે તેનો ખ્યાલ, જેણે આ કામ થતું પ્રત્યક્ષ જોયું હોય તેને જ આવી શકે. અહીં જ એમની લિપિશાસ્ત્રની અગાધ નિપુણતા પ્રત્યક્ષ દેખાય છે. જેસલમેરના જ્ઞાનભંડારમાં ટ્રસ્ટીઓની વિનંતિથી તેઓએ સંપ્રદાયના નિયમનું યથાર્થ પાલન કરી, એમની સાધુમંડળી સાથે પગપાળા જ ઈ.સ. ૧૯૫૦માં પાટણથી વિહાર કર્યો હતો. ત્યાં આ કામ કરવા માટે રહેવાની તથા કામ કરવાની અનેક મુશ્કેલીઓ હતી, પરંતુ આ બધી મુશ્કેલીઓને એમણે એમની કાર્ય કરવાની સાહજિક કુશળતા તથાકુનેહથી પાર કરી હતી. જેસલમેરના આ જ્ઞાનભંડારોની તાડપત્ર ઉપર લખાયેલી હસ્તપ્રતો એકબીજા સાથે એવી તો સેળભેળ થઈ ગઈ હતી કે એને છૂટી પાડી વ્યવસ્થિત કરવા માટે કોઈ પણ વિદ્વાન હિંમત હારી, જાય; હતો, પણ એમણે આ કાર્યની વિકટતા જોઈ એ કામ મૂકી દીધું હતું. વડોદરાના વિદ્વાન શ્રી દલાલે પણ માત્ર આ ભંડારની પ્રતોની, એ પ્રતો જે રીતે ઉપલબ્ધ થઈ એ રીતની, એક સૂચી માત્ર તૈયાર કરી હતી. પરંતુ મુનિશ્રી પુણ્યવિજયજીએ, ઉપર જણાવ્યું તેમ, અનેક મુશ્કેલીઓ વચ્ચે એમના સહાયક સાથીદારો સાથે ખંત અને ધીરજથી આ કામ સતત પરિશ્રમ કરી પાર પાડ્યું. તાડપત્રની હસ્તપ્રતો એવી તો ભેળસેળ થઈ ગઈ હતી કે કેટલીક હસ્તપ્રતો અંદર હોવા છતાં એ છે કે ગૂમ થઈ ગઈ છે તે કહી શકાતું ન હતું. એમણે જેસલમેરમાં પોતે જે ખંડમાં રહેતા હતા, ત્યાં સૌ પહેલાં બધીએ હસ્તપ્રતો મંગાવી, તાડપત્રની આ હસ્તપ્રતોનાં એકેએકપત્રો જુદાં કરી નંખાવ્યાં. એમ કર્યા બાદ એમાણે લાગલગાટ બે માસ સુધી દિવસના લગભગ ૧૬ થી ૧૭ કલાક સુધી સાથીદારો સાથે કામ કરી એક એક તાડપત્ર ખૂબ જ ધીરતથી અને ખંતથી ગોઠવ્યા. આમાં કેટલાએક તાડપત્રોની સરખા અક્ષરવાળી બે પ્રતો પણ હતી. એમાં અમુક પત્રકઈ પ્રતનું છે, એનો નિર્ણય એમની સૂક્ષ્મક્ષિકા અને લિપિશાસ્ત્રના ગંભીર જ્ઞાનને આધારે કર્યો. આ પરિશ્રમના પરિણામે લગભગ ૮૦ જેટલી તાડપત્ર ઉપરની હસ્તપ્રતો, જે અગાઉનાં સૂચીપત્રોમાં નથી એમ જણાવી, તે. 139 શ્રી પુણ્યુંજોરત્ર | Page #159 -------------------------------------------------------------------------- ________________ બધીયે આ સંમિશ્રણમાંથી મળી આવી. આજ રીતે કાગળ ઉપર લખાયેલી હસ્તપ્રતોને પણ મંગાવી; એમાં માત્ર ભેળસેળ થયેલ હસ્તપ્રતોને જુદી પાડી વ્યવસ્થિત કરી. તાડપત્ર કરતાં કાગળ ઉપર લખાયેલી હસ્તપ્રતોની સંખ્યાનું પ્રમાણ લગભગ દરેક હજાર જેટલું હોઈ, પરંતુ સંમિશ્રણ ઓછું હોઈ, એ કામ વ્યવસ્થિત કરવામાં ધારવા કરતાં ઓછો સમય ગયો. તાડપત્રની પ્રતો ફરીથી આ રીતે મિશ્રિત ન થઈ જાય માટે પ્રત્યેક પ્રત દીઠ એક એક એલ્યુમિનિયમની તાડપત્રના માપની પેટીઓ તૈયાર કરાવી. તથા એ પેટીઓને રાખવા જોધપુરના એન્જિનિયર પાસે સેઈફ ડિપોઝીટ વોલ્ટના જેવું જ એક આખું વોલ્ટ તૈયાર કરાવડાવ્યું અને પ્રત્યેક પેટી એ વોલ્ટમાં રાખવામાં આવી નકામા જણાતા તાડપત્રોના અવશેષનું એક નાનકડા કાચથી મઢેલ ટેબલ ઉપર પ્રદર્શન પણ ગોઠવેલું. આમ આખોય ભંડાર શાસ્ત્રીય રીતે વ્યવસ્થિત કરવામાં આવ્યો. એમની પાસે વૈજ્ઞાનિક દષ્ટિ પણ હોઈ આ બધી પ્રતોમાંથી એમને જરૂરી એવી તાડપત્રની પ્રતો તથા કાગળની હસ્તપ્રતોનું પણ દિલ્હી ખાતે પોતાના ખાસ અંગત સાથીદારો મોકલી કેન્દ્ર સરકારની સહાયથી માઈક્રોફિલ્મ કરાવ્યું અને આ રીતે જેસલમેરના આંટાફેરા વારંવાર ન કરવા પડે એ પણ થયું. અન્ય લિપિશાસ્ત્રીઓના જ્ઞાનથી એમના લિપિશાસ્ત્રના જ્ઞાનની વિશેષતા છે. તેઓ માત્ર લિપિઓ વાંચી હસ્તપ્રતનું લખ્યાનું વર્ષ એના મરોડના આધારે નક્કી કરી શકે છે એટલું જ નહીં, પરંતુ એમની આગવી વિશેષતા તો જુદી જ છે. તે એ છે કે તેઓ નાગરી લિપિના કોઈ પણ વર્ષના મરોડનો સતત અભ્યાસ કર્યા પછી એ મરોડને એટલો હસ્તગત કરી લે છે કે એ જ મરોડમાં તેઓ લખી પણ શકે છે. તાડપત્રની કેટલીએક પ્રતોનું સંશોધન તથા અન્ય હસ્તપ્રતોનું સંશોધન એમણે તે તે હસ્તપ્રતની પોતાની લિપિમાં જ એ જ મરોડથી કર્યું છે, જેથી વાચક, સંશોધક વિદ્વાનને મુશ્કેલી ન પડે. હસ્તપ્રતો કેમ વાંચવી અને જુદી જુદી હસ્તપ્રતોના જુદા જુદા વર્ષના મરોડ કેવા હોય છે, તેનું શિક્ષણ એમણે ઘણાને આપ્યું છે. પોતાની આગવી સૂઝથી પાટણમાં જ તેઓ સારા લહિયાઓનું સર્જન કરી શક્યા છે. અત્યારે તો નવી વૈજ્ઞાનિક પદ્ધતિ ચાલુ થઈ હોવાથી લહિયાઓની વિશેષ જરૂર નથી પડતી, કારણ કે નકલ કરવાનું કામ હવે ફોટોસ્ટેટ કે માઈક્રોફિલ્મ દ્વારા થઈ શકે છે. આમ છતાં પ્રાચીન લેખનકળાના એમના અત્યારે અપ્રાપ્ય એવા પુસ્તકને જોવાથી પણ લેખન-કળા વિશે એમનું જ્ઞાન કેટલું ગંભીર તથા વિશાળ છે, એનો ખ્યાલ આવ્યા વિના ન રહે. એ પુસ્તક છપાયા પછી અત્યાર સુધીમાં એમનને એમાં એટલો બધો વધારો કર્યો છે કે ફરીથી જ્યારે એનું પ્રકાશન થશે ત્યારે એથી દ્વિગુણીમાત્રામાં એ જોવા મળશે. એમની આ વિશેષતા ઉપર અને એમના જ્ઞાનથી મુગ્ધ થઈને જ અમદાવાદના દાનવીર શેઠ શ્રી કસ્તૂરભાઈલાલભાઈએ એક સારું સંશોધનમંદિર ઊભું કરવાનું એમને સોંપ્યું. હાલનું ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર’ એ એક રીતે આ વિનમ્ર વિદ્વાનનું સર્જન છે. એમાં આજે લગભગ ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) હસ્તપ્રતો ઉપરાંત મુદ્રિત પુસ્તકોનું પણ સારું એવું ગ્રન્થાલય છે. પોતે જીવનમાં સંગ્રહીત કરેલી હસ્તપ્રતો તથા અનેક અમૂલ્ય પ્રાચીન વસ્તુઓ એમણે ખૂબ ઉદારતાથી આ સંશોધનમંદિરને, એનો વિદ્વાનો ઉપયોગ કરી શકે એ હેતુથી, ભેટ આપી દીધી છે. શી પુરા-ચરિત્રમ્ 140 Page #160 -------------------------------------------------------------------------- ________________ લિપિશાસ્ત્રના તેમજ અન્ય અનેક કળાઓના પારગામી અને પરીક્ષક એવા આ મુનિશ્રીમાં જ્ઞાનની ગંભીરતા સાથે વિનમ્રતા અને ઋજુતા એવી તો જામી ગઈ છે કે એક નાના બાળકને પણ એમની સાથે બેસી વાત કરતાં સંકોચ થતો નથી. એમનું વાત્સલ્ય અને કામ કરવાની અનોખી રીતે કોઈપણ વિદ્વાનનો કે મળવા જનાર વ્યક્તિનો સંકોચ ક્ષણમાત્રમાં દૂર કરે છે. તેઓ સંપ્રદાયે જૈન હોવા છતાં સાંપ્રદાયિક સંકુચિતતાથી પર હોવાને કારણે વિશ્વમાંના સૌ સંશોધક વિદ્વાનોનો પ્રેમ સંપાદન કરી શક્યા છે અને એ રીતે તેઓ એક વિશ્વમાનવ છે. આજે પણ ભારતના કે અન્ય પૂર્વ કે પશ્ચિમના કોઈ પણ વિદ્વાનને એમની સહાય મળવામાં કોઈ પણ જાતનો અંતરાય નથી નડતો. આવા માત્ર જૈન સંપ્રદાયના જ નહિ પણ આપણઆ દેશના અને અતિશયોક્તિ વિના આખા વિશ્વના પ્રાચ્ય વિદ્યા સંશોધનના રત્નને પરમકૃપાળુ પરમાત્મા સ્વાસ્થ અને દીર્ઘ આયુષ્ય આપે એ જ પ્રાર્થના. ઇતિ શમ્ પૂ. પુણ્યવિજયજીની વિદ્યાસાધના - ડો. પ્રબોધ બેચરદાસ પંડિત, દિલ્હી આપણી સાધુસંસ્થાના સભ્યો સાથે મારો પરિચય નહિવતું, જે થોડો પરિચય તેનો સંદર્ભ પણ જુદો : બાળપણથી અમે સાધુઓને મારા પિતાજી પાસે અભ્યાસ કરવા આવનાર વ્યક્તિઓ તરીકે જ ઓળખ્યા છે. એમને વિદ્યાપ્રેમી અને સંશોધકો તરીકે જ ઓખળવાના અમારા બાળપણના સંસ્કારોનું સ્વાભાવિક રીતે જ, બહુ ઓછા સાધુઓ સાથે આ ભૂમિકાએ પરિચય કેળવી શકાય. મેં પૂ. પુણ્યવિજ્યજી મહારાજને એક વિદ્યાપ્રેમી અને સંશોધક તરીકે જ જોયા અને ઓળખ્યા છે. હું હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે મારા પિતાજી સાથે પાટણ જવાનું બન્યું. ઐતિહાસિક નગર, પ્રાચીન અવશેષો અને જ્ઞાનભંડારો એવાં અનેક આકર્ષણો. પિતાજીને પૂ. ચતુરવિજયજી અને પૂ. પુણ્યવિજયજી મહારાજને મળવાનું કામ. આચાર્ય હેમચંદ્રની પરંપરા અને જ્ઞાનભંડારોના આ સંદર્ભમાં એ વિશિષ્ટ સાધુઓ સાથે મારો પ્રથમ પરિચય. પછી તો, મારા પિતાજી સાથે અને એકલા, પૂ. પુણ્યવિજયજી મહારાજને મળવાનું અનેકવાર થયું છે; મારામાં પરંપરામાન્ય ધાર્મિક સંસ્કારોનો અભાવ, વંદના કરતાં કે સુખશાતા પૂછતાં પણ આવડે નહીં, છતાં પૂ. પુણ્યવિજયજી મહારાજે મને કદાપિ એવું લાગવા દીધું નથી કે હું બહારનો છું કે મારા વર્તનમાં કંઈ ઊણપ છે. મારા વિદ્યાભ્યાસમાં એમણે રસ લીધો છે એટલું જ નહિ, પણ એમ.એ. થયા પછી ભાષાવિજ્ઞાનના અભ્યાસાર્થે વિલાયત જવા માટે એમના થકી મને સહાય પણ મળી છે. આ બધું, આ વિદ્યાના તાંતણે જ બંધાયેલું; આગમોના સંપાદનમાં, સંપાદનપદ્ધતિમાં, શબ્દોના અર્થો અને વ્યુત્પત્તિઓમાં એમની દષ્ટિ અને મારી દષ્ટિમાં ઘણો ફરક અને એમને એની જાણ, છતાં ઉદારભાવે એમણે મારી પ્રવૃત્તિને હંમેશાં વેગ અને ટેકો આપ્યાં છે. વિદ્યાધનોમાં પણ આવી ઉદારતા વિરલ હોય છે. વિદ્યાક્ષેત્રે પૂ. પુણ્યવિજયજી મહારાજની કેટલીક નોંધવા જેવી–ગુજરાત જેને માટે ગૌરવ લે અને ઋણી રહે તેવી-સિદ્ધિઓનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય; હું અહીં એમાંની બેનો ઉલ્લેખ કરું છું. જેસલમેરના ભંડારની હાથપ્રતોની યાદીનું સંપાદન અને મધ્યકાલીન ગુજરાતી લખાવટનું અધ્યયન. 141 થી પુણ્યચરિત્રમ For Private & Personal use only Page #161 -------------------------------------------------------------------------- ________________ જેસલમેરના જર્જરિત ભંડારો અને વેરવિખેર થઈ ગયેલી પોથીઓના ઢગલા–કોઠીઓમાં ભરેલી– જેણે જોયા હોય એમને જ પૂ. પુણ્યવિજયજી મહારાજના આ મહાભારત કામનો અંદાજ આવી શકે. વિલાયતથી આવીને હું જેસલમેર ગયો હતો; એ વખતે પૂ. મહારાજજી જે ઉતારામાં હતા એ કદાચ કોઈ ધર્મશાળા જેવું મકાન હશે; સેંકડો પાનાંઓ પાથરીને ક્યા ગ્રન્થનાં ક્યાં પાનાં ક્યાં છે એ શોધવાનું અને ગોઠવવાનું ચાલતું હતું. નજીકમાં નજીક રેલવે સ્ટેશનથી સાઠ માઈલ દૂર, ખાવાની કશી વ્યવસ્થા નહીં, વીજળીનો અભાવ, (હું તો થોડા દિવસમાં જ પાછો આવ્યો!) ભંડારોના જડ રખેવાળો—આવી અનેક અગવડો છતાં પૂ. મહારાજશ્રી અને એમના સહાયકોએ ખૂબ પરિશ્રમ કરીને આ ભંડારોને વ્યવસ્થિત કર્યા છે, અને હવે તો એ હસ્તપ્રતોની સંકલિત યાદી પણ આપણા હાથમાં પહોંચી છે. સતત સંપાદનકાર્યમાં પ્રવૃત્ત રહેતા પૂ. મહારાજજીએ લહિયાઓની આદતો અને એમની લેખણની ખામી—ખૂબીઓનો ઝીણવટથી અભ્યાસ કર્યો છે અને એના પરિપાકરૂપે એક અભ્યાસગ્રન્થ લખ્યો છે. મધ્યકાળની હાથની લખાવટના અભ્યાસ માટે આ પુસ્તક મહત્ત્વનું છે. પોથીની લખાવટને તપાસીને પૂ. મહારાજજી એ પોથીના લેખનો કાળ ચોકસાઈથી નક્કી કરી શકે છે. પ્રાચીન અને અર્વાચીન ભાષાના વિદ્યાર્થીઓએ આ વિદ્યા એમની પાસેથી શીખવી જોઈએ અને આ પરંપરા ચાલુ રાખવી જોઈએ. ગુજરાતમાં ગ્રંથસંપાદનકળાનો સારો વિકાસ થયો છે તેમાં પૂ. મહારાજજીનો મોટો ફાળો છે. પૂ. પુણ્યવિજયજી મહારાજની વિદ્યાસાધનાનો લાભ ગુજરાતનાં વિદ્યામંડળોને મળતો રહે એ આ શુભ પ્રસંગે પ્રાર્થના. સદ્ધર્મપરાયણ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજને વંદના શ્રી રવિશંકર મ. રાવળ, અમદાવાદ પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી આ યુગના પ્રાચીન ગ્રંથ - સાહિત્યના પ્રખર સમુદ્ધારક છે એવી છાપ મારા મન પર જ્યારે અમદાવાદમાં ભગુભાઈના વંડામાં જૈન સાહિત્ય ભંડારોનું એક વિરાટ પ્રદર્શન પ્રથમવાર થયું ત્યારથી પડી ગઈ હતી. તે પ્રદર્શન બતાવવા સારાભાઈ નવાબ મારા સાથી બન્યા હતા. તેમને મેં તે જ સમયે જણાવ્યું હતું કે જૈન ગ્રંથોમાં વિપુલ ચિત્રસામગ્રી ભરી છે તે પ્રકાશિત થાય તો જૈન સંપ્રદાયે ગુજરાતમાં કલાને કેવો સમાશ્રમ આપ્યો છે તેનું પ્રજાસમસ્તને ભાન થાય. સારાભાઈએ એ વાત ઉપાડી લીધી અને કાપડની દુકાનમાંથી સમય મેળવી જૈન ભંડારોમાંના ચિત્રગ્રંથો માગી લાવી તેના ગુણોનું મૂલ્યાંકન મારી પાસે કરાવતા તે વખતે એકાદ વાર મને મુનિ શ્રી પુણ્યવિજયજી પાસે લઈ ગયેલા એવું યાદ છે. તેમના કામમાં મુનિશ્રી ઘણી પ્રેરણા અને સહાયતા કરી તેથી જ જૈન ગ્રંથોમાંના ચિત્રોનાં પ્રકાશનો તે કરી શક્યા હતા એમ સારું માનવું છે. શ્રી કનૈયાલાલ મુનશીએ પાટણમાં હેમસત્ર ઊજવવા પરિષદને માટે આમંત્રણ મેળવ્યું ત્યારે સંગ્રહોના શ્રી પુણ્યચરિત્રમ્ 142 Page #162 -------------------------------------------------------------------------- ________________ સુરક્ષણ માટે તૈયાર થયેલા મકાન અને અંદરની પાકી વ્યવસ્થા જોયાં ત્યારે જ મુનિશ્રીના અથાગ પરિશ્રમ અને વિદ્યોપાસનાનો ખ્યાલ મળ્યો. અવાવરુ ઘરો અને ભંડારોમાંથી એકત્ર કરેલા સહસ્રાવધિ વિષયોની વિરલ હસ્તપ્રતો અને ગ્રંથોની સુવિગતે સુચિપત્રકો તૈયાર કરી સમુચિત વ્યવસ્થાવાળા મહાલયમાં પુનઃ સ્થાપિત કરી ગુજરાતના યુગપુરુષ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિના સ્મારકનું ઉદ્ઘાટન થયું તે વેળા મેં એ ગ્રંથભંડારોનું દર્શન કર્યું. ગ્રંથોની ચિત્રસામગ્રીમાં ગુજરાતની કલાનો ઈતિહાસ જોયો અને પૂર્ણ જિજ્ઞાસુભાવે મુનિશ્રીના વાર્તાલાપો સાંભળ્યા ત્યારથી જૈનાશ્રિત કલાઓનો હું ભાવિક બની ગયો; કલા દ્વારા ધર્મભાવના કેવી રીતે વિકાસ પામી છે તેનું દર્શન કરી શક્યો અને કલાની આધ્યાત્મિક પ્રકૃતિ પણ સમજી શક્યો. પૂજ્ય પુણ્યવિજયજી જ્યારે અમદાવાદ પધારતા અને ઘણા મહિના મારા ઘરની નજીકના ઉપાશ્રયમાં નિવાસ કરતા ત્યારે કોઈ ને કોઈ સજ્જન મુલાકાતી સાથે તેમનાં દર્શને જતો તે દરેક પ્રસંગે તેમના સંશોધનની પ્રક્રિયા અને શુદ્ધિ માટે સાવધાનીની વાતો સાંભળતો; તેમાંથી તેમના પરિશ્રમ અને વિદ્વત્તાના નવા પ્રદેશોનું ભાન મેળવતો. એકવાર તેમણે તાજેતરમાં હાથ લાગેલી ‘અંગવિદ્યા’ નામના ગ્રંથની પ્રકીર્ણ માહિતી આપવા માંડી, જેમાં મનુષ્યનાં અંગ-ઉપાંગોના ઉપરથી તેની પ્રકૃતિનું નિદાન કેમ થઈ શકે તેનું શઃસ્ર વર્ણવ્યું હતું તેને અંગે મને વિસ્મય થયું કે પ્રાચીન વિદ્વાનોએ કેવી સૂક્ષ્મતાથી પ્રત્યેક સ્વરૂપ અને લક્ષણ માટે કેવા સૂચક પર્યાયો યોજ્યા હતા. આ મોંઘેરો ગ્રંથ ઘણે ભાગે ભારતની મધ્યસ્થ સરકાર તરફથી પ્રસિદ્ધ થયો છે. પ્રાચીન ગ્રંથોના સંશોધન અને સંરક્ષણ માટે કેવાં સાધનો આજે ઉપલબ્ધ છે તેની માહિતી તેમણે દેશપરદેશો પાસેથી મેળવી તેને પ્રયોજી છે ! તૂટી જતાં પાનાંને પ્લાસ્ટિકના અસ્તરોમાં સાચવી લેવાનું, ફોટોસ્ટેટ નકલ લેવાનું, માઈક્રોફિલ્મ કરાવી લેવાનું અને સંરક્ષણનાં સાધનો લગાડવાનું તેમનું જ્ઞાન મને આશ્ચર્યમુગ્ધ કરતું. જૈન સંપ્રદાયની પ્રથા પ્રમાણે ઉપાશ્રયમાં રાત્રિ દીપજ્યોત રખાય નહીં, કારણ કે તેનાથી હવામાં ફરતાં અસંખ્ય જીવ-જીવાતની હિંસા થાય છે. પરંતુ મુનિશ્રીને તેમના કાર્ય માટે દિવસનો સમય ઓછો પડતો એટલે તેમણે શંકુ આકારના પૂંઠાના ભૂંગળા નીચે વીજળી ગોળો રાખી નીચે પડતા પ્રકાશથી રાતના લગભગ એક વાગ્યા સુધી તેમનું સંશોધન-લેખનકાર્ય ચાલુ રાખ્યું હતું, જેમાં અહિંસાવ્રતનો જરાય ભંગ થવા દીધા વિના વિદ્યોપાસના અખંડ જાળવી હતી. એમણે એક પછી એક જૈન ગ્રંથભંડારોની હસ્તપ્રતોની વ્યવસ્થા કરી તેના ગ્રંથકાર અને વસ્તુવિષયની વિગતોવાળી સૂચી (કોલોફોન) તૈયાર કર્યાં છે તે એમનું યુગવર્તી મહાભારત ધર્મકાર્ય છે અને તે માટે સમગ્ર ગુજરાત તેમનું ઋણી રહેશે. પ્રસન્નતા અને પૂર્વગ્રહરહિત અભેદભાવે વિશ્વને જોનારા મુનિવરોમાં તેઓશ્રી અનન્ય છે. તેમને ભાવપૂર્વક મારી વંદના અર્પતાં હું ધન્યતા અનુભવું છું. 143 શ્રી પુણ્યચરિત્રમ્ Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભારતીય સાહિત્યોદ્ધારક મુનિશ્રી ડો. નગીનભાઈ જી. શાહ, અમદાવાદ વિદ્વત્તા અને વિનમ્રતાનો સુભગ સંયોગ એટલે મુનિશ્રી પુણ્યવિજયજી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલ ભારતીય અસ્મિતાના પ્રાણભૂત પ્રાચીન સાહિત્યની ગુણવત્તા અને ઈચત્તાને પ્રગટ કરનાર મુનિશ્રી ભારતનું એક અણમોલ રત્ન છે. પાદવિહારી મુનિશ્રી પાટણ, ખંભાત, લીંબડી, જેસલમેર જેવાં અનેક સ્થળોનાં જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કર્યા છે અને અનેક ગ્રંથરત્નોને શોધી આપ્યા છે, ભારતીય દર્શનના શિરમોર કહી શકાય એવા–પ્રમાણવાર્તિ કરવોપજ્ઞવૃત્તિ જેવા ગ્રંથોને ભંડારમાંથી બહાર કાઢી જગત સમક્ષ રજૂ કર્યા છે. ભારતીય સંસ્કૃતિની દષ્ટિએ ખૂબ જ મહત્ત્વના એવા “અંગવિજ્જા આદિ ગ્રંથોનું સંશોધન-સંપાદન પણ એમણે એક સંનિષ્ઠ સંશોધકને છાજે એ રીતે કરેલ છે. વળી, ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા' જેવા અભ્યાસપૂર્ણ મૌલિક ગ્રંથો પણ એમણે લખ્યા છે. અત્યંત નોંધપાત્ર મહત્વની વાત તો એ છે કે એમણે અનેક વિદ્વાનોને તૈયાર કર્યા છે; તૈયાર કર્યા છે એટલું જનહિ, પરંતુ તેઓ આ સંશોધનના ક્ષેત્રમાં જીવનભર રહે એ રીતે તેમની મમતાભરી માવજત કરી છે. મુનિશ્રી કીર્તિની મહત્ત્વાકાંક્ષા નથી. પોતાને પ્રાપ્ત થયેલ મહત્ત્વના ગ્રંથો પોતે જાતે જ સંપાદન કરવાને બદલે, તેઓ જો બીજા સુયોગ્ય વિદ્વાનો હોય તો, તેમને જ ઘણા ઉંમગથી સંપાદન કરવા આપે છે. આ ગુણ આ ક્ષેત્રે ખૂબ જ વિરલ છે. વિદ્યાર્થીઓને તેઓ ધીરજથી સમજે છે, સમજાવે છે, અને તેથી જ તો દૂર-સુદૂરથી વિદ્યાર્થીઓ એમની સાથે ચર્ચા-વિચારણા કરવા આવે છે અને વિદ્વતા અને નિખાલસતાનો આસ્વાદ માણી જાય - વિદેશમાં થઈ રહેલા પ્રાચ્યવિદ્યાના સંશોધનકાર્યમાંય એમનો હિસ્સો નાનોસૂનો નથી. અનેક વિદ્વાનોને તેઓ સંશોધન-સામગ્રી સુલભ કરી આપે છે અને પોતાના જ્ઞાનનો લાભ આપે છે. આમ મુનિશ્રી એક જીવંત વિદ્યાપીઠશા છે. તેઓ અનેક સંશોધન સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જોધપુરનું પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન તેમણે લેવરાવેલી જેસલમેરના જ્ઞાનભંડારોની હસ્તપ્રતોની માઈક્રોફિલ્મની ફોટોકોપીઓથી સમૃદ્ધ છે. વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરને તેમનો ઉમળકાભર્યો સહકાર મળે છે અને તેની ગ્રંથમાળાને તેઓ અમૂલ્ય ગ્રંથરત્નો સંપાદિત કરી આપે કે સંપાદન કરવા માટેની સામગ્રી પૂરી પાડી સમૃદ્ધ કરી રહ્યા છે. વળી, પ્રાચીન ભારતીય સાહિત્યના સંશોધન-સંપાદનને વેગ મળે એ હેતુથી મુનિશ્રીએ એક એવી સંસ્થાની કલ્પના કરી કે જ્યાં અનેક જ્ઞાનભંડારો ભેટ કે અનામત તરીકે આવે, વ્યવસ્થિત થાય અને તેમાંથી અપ્રગટ કૃતિઓ પ્રકાશિત થાય; જ્યાં જે હસ્તપ્રતોને તેમના માલિકો કે રક્ષકો આપવા તૈયાર ન હોય તેમની માઈક્રોફિલ્મનો વિપુલ સંગ્રહ હોય; જ્યાં વિદ્વાન સંશોધકોને એક જ સ્થળે સંશોધન - સામગ્રી સુલભ થાય. આ વિચાર વિખ્યાત ઉદ્યોગપતિ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને ખૂબ જ ગમી ગયો અને આમ જન્મ થયો લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરનો. તેઓશ્રીએ પોતાનો હસ્તપ્રતોનો કીમતી સંગ્રહ વિદ્યામંદિરને ભેટ ધર્યો અને એ રીતે વિદ્યામંદિર શરૂ થયું. પ્રાકૃત ટેસ્ટ સોસાયટીના તેઓ પ્રણેતા છે અને શ્રી મહાવીર જૈન શી પુણ્યચરિઝમ 144) Page #164 -------------------------------------------------------------------------- ________________ r વિદ્યાલયની આગમ પ્રકાશન યોજનાના તેઓ પ્રાણ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ (અમદાવાદ અધિવેશન)ના ઈતિહાસ વિભાગના તેમ જ ઓલ ઈન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સ (૧૯૬૧)ના પ્રાકૃત વિભાગના અધ્યક્ષપદે વિરાજી ચૂકેલા મુનિશ્રી ઈતિહાસ, લિપિશાસ્ત્ર, પ્રાકૃત, સંસ્કૃત, જૂની ગુજરાતી, રાજસ્થાની વગેરેના અઠંગ અભ્યાસી વિધાન છે. આમ પુણ્યાત્મા મુનિશ્રી પુણ્યવિજયજી માત્ર ગુજરાતે જ નહિ સમગ્ર ભારતે ગર્વ લેવા જેવા ક નિરાડંબર વિનમ્ર વિદ્યાપુરુષ છે. એમનો જ્ઞાનયજ્ઞ હજુય અનેકાનેક વર્ષો સુધી ચાલે અને અનેક સંશોધકોને દીર્ઘકાળ સુધી એમની હૂંફ મળ્યા કરે એ જ અભિલાષા. મહામના મુનિજી શ્રી મધુસૂદન ઢાંકી, વારાણસી મુનિશ્રીના લેખનપ્રદાનથી તો વર્ષોથી અભિજ્ઞ હતો; પણ પ્રથમવાર દર્શન થયેલાં પાંચેક સાલ પહેલાં; અમદાવાદના લુણસાવાડાના ઉપાશ્રયે. એ પછી તો ત્રણેકવાર જુદે જુદે પ્રસંગે અમદાવાદ ખાતે ફરીને એમનાં દર્શનનો યોગ્ય પ્રાપ્ત થયેલો. બે’ક વાર તો વાસ્તુવેત્તા શ્રી પ્રભાશંકરભાઈ અને એક વાર વિધર્ય પં. અંબાલાલ પ્રેમચંદ શાહની સાથે મુનિજીને મળવાનું થયેલું. વાસ્તુગ્રન્થોની ખોજ અંગે એમના સંપર્ક-પરામર્શનો એ હતો પ્રસંગ; એ અવસરે ઘણી ઉપયુક્ત માહિતી એમની પાસેથી પ્રાપ્ત થયેલી. છેલ્લે, થોડા માસ પહેલાં જ વડોદરામાં શ્રી આત્માનન્દ જૈન ઉપાશ્રયમાં ડો. ઉમાકાન્ત શાહની સંગાથે એમનાં દર્શને જવાનો સુયોગ પ્રાપ્ત થયેલો. આ બધી મુલાકાતો દરમિયાન એમને વિષે જે કંઈ સાંભળેલું તે પ્રત્યક્ષ જોયું. મુનિશ્રીની વિદ્યાની લહાણી અંગેની અનવિધ ઉદારતા, ભારતની ભૂતકાલીન સંસ્કૃતિનું સંશોધન કરવા ઈચ્છનાર સૌકોઈ પરત્વેની એમની અપાર મમતા, અને સાથે જ જોયું એમનું ગૌરવપૂર્ણ, તામ્રદીપ્ત, સૌભદ્ર પ્રસન્નકર વ્યક્તિત્વ. સૌજન્યમૂર્તિ, વિદ્યાવત્સલ મુનિજી પાસે વિદ્યાની ટહેલ નાખનાર કોઈ ખાલી હાથે પાછું જતું નથી. તપોનિષ્ઠ, નિસ્પૃહતા, તત્વચિત્સ્યમયતા અને ડુંગરના ખોળે રમતી જલધારાશી પારદર્શિતા તો ચારિત્ર્યશીલ જૈન મુનિઓમાં અપેક્ષિત, જીવનમાં ઘણીવાર જોવા મળતી, સંસ્કારગત ને સ્વભાવગત લાક્ષણિકતાઓ છે; વર્ષોના અભ્યાસ-રિયાઝથી વિકસેલી, ઘૂંટાયેલી, જીવન સાથે ઓતપ્રોત બનેલી, પુરાણાં મધ અને ચોખા જેવી, પથ્ય અને મધુર. પણ તત્ત્વાનુષંગિક અને આચારસાધના અતિરિક્તનો વિદ્યાવ્યાસંગ અને તેમાંયે વળી ઈતિહાસપ્રવણ દષ્ટિ, ગવેષણદષ્ટિ તો બહુ થોડા જૈન મુનિઓમાં જોવા મળી રહે છે. આ ક્ષણે હૈયે ચઢે છે આચાર્યશ્રી વિજયધર્મસૂરિ, મુનિ શ્રી ચતુરવિજયજી અને કાન્તિવિજયજી, મુનિશ્રી જિનવિજયજી, જયન્તવિજયજી અને કલ્યાણવિજયજી, ત્રિપુટી મહારાજ અને જમ્બુવિજયજી જેવાં થોડાંક, પણ તેજસ્વી નામો. પ્રાચીન ઈતિહાસોપયોગી વાઙમય-પ્રબન્ધો અને ચૈત્યપરિપાટીઓ, ગ્રન્થપ્રશસ્તિઓ, ગુર્વાવલીઓ અને પટ્ટાવલીઓ; તેમજ પુરાતત્ત્વ અને કલા-ઈતિહાસના મૌલિક સાધનો-ઉત્કીર્ણ લેખો, પુરાણી પ્રતિમાઓ અને મન્દિરો, પ્રતસ્થ ચિત્રો પ્રભૃતિ સાધન-સાહિત્ય-ને પ્રકાશમાં લાવવા આ સૌ ત્યાગસ્ત મુનિઓનો નોંધપાત્ર, 145 શ્રી પુણ્યચરિત્ Page #165 -------------------------------------------------------------------------- ________________ નિષ્કામ અને યશસ્વી ફાળો રહ્યો છે. ને એ ક્ષેત્રે મહારાજશ્રીનું–મુનિશ્રી પુણ્યવિજયજીનું— તો આગવું, વિશિષ્ટ અને પ્રશસ્ય પ્રદાન રહ્યું છે. એમના દ્વારા સમ્પન્ન સંશોધન લેખો-પ્રકાશનોની પૂર્ણ યાદી અહીં ન આપતાં આ પળે જેની સ્મરણપટ પર છાપ ઊપસી આવે છે તે પ્રમુખ પ્રદાનોની વાત કરું તો એમાં દેશવિરતી ધર્મારાધક સભા તરફથી પ્રકાશિત ‘જૈન ગ્રન્થ પ્રશસ્તિ સંગ્રહ’” અને ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રસિદ્ધ થયેલ ખંભાતના શાન્તિનાથ જિનાલયના ગ્રન્થભારની તાડપત્રીય હસ્તપ્રતોની વિગતપૂર્ણ સૂચિ નોંધનીય છે; ગુજરાત અને રાજસ્થાનના મધ્યકાલીન ઈતિહાસમાં કેટલાક ખૂટતા રંગો એ ગ્રન્થોની પ્રશસ્તિઓ-પુષ્પિકાઓ દ્વારા પૂરી શકાયા છે. ‘‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ અંક’' માં પ્રસિધ્ધ થયેલ શત્રુંજય પર મળી આવેલા મંત્રીશ્વર વસ્તુપાલના શિલાલેખની વાચનાવાળો એમનો લેખ વાઘેલાયુગીન પુરાતતત્ત્વ તેમજ વસ્તુપાલ-તેજપાલના જીવન અને કાર્ય સંબંધી એક મહત્ત્વપૂર્ણ, નવા સાધનનો ઉમેરો કરે છે. પણ એમની કીર્તિદા તો બન્યું છે ‘‘વસુદેવહિણ્ડી’’ અને ‘અગવિજ્જા’’નું સંપાદન. ગુપ્તકાલીન ભારતીય સંસ્કૃતિના અધ્યયનમાં અત્યાધિક અગત્ય ધરાવનાર આ બે વિરલ અને બહુમૂલ્ય પ્રાકૃત ગ્રન્થોની લબ્ધિ માટે ભારતીય વિદ્યાવિદો મુનિશ્રીના હંમેશના ઋણી બન્યા છે. સરસ્વતીની ઉપાસના અને પરમાદર તો આર્યધર્મની ઈતર બે શાખાઓ-બ્રાહ્મણ અને બૌદ્ધ-જેટલાં જ જૈન સંપ્રદાયમાં પણ રહ્યાં છે. તેમાંયે વાદેવીની પ્રતિમાનાં સર્જન જૈનાશ્રિત કલામાં જેટલાં થયાં છે તેટલાં અન્યત્ર જાણ્યાં નથી. શારદાની કેવળ સ્થૂલ પૂજા જ નહીં, વિદ્યોપાર્જન-સર્જનમાં પણ જૈન મુનિવરો ઓછા પ્રવૃત્ત નહોતા રહ્યા, વિદ્યોપાસનાની એ મહાન પરંપરાના સાંપ્રત કાળે મુનિશ્રી એક સીમાસ્તંભ બની ગયા છે. ઈતિહાસ-પુરાતત્ત્વ અતિરિક્ત, એમનાં જૈનાગમો પરનાં સંશોધનો ઘણી દષ્ટિએ મૂલ્યમય મનાયાં છે. એમની એ મહાન સેવાના પ્રતિઘોષરૂપે, સમાજમુખે સ્વયંભૂ પ્રભવેલા, એમને સંબોધાયેલ ‘આગમપ્રભાકર’ના અભિધાનની યથાર્થતા, સાર્વત્રિક સ્વીકૃતિ વિષે શંકાને કોઈ જ સ્થાન નથી. ‘‘નન્દિસૂત્ર’’ની એમણે વર્ષોના પરિશ્રમ બાદ, અને મોટી સંખ્યામાં એકઠી કરેલી પુરાણી પ્રતોના મિલાનાધારે તૈયાર કરેલી સંશુદ્ધ વાચનાવાળી આવૃત્તિ, પદ્ધતિપૂર્ણ જિનઆગમોદ્ધારના અનુલક્ષમાં એક સીમાચિહ્નરૂપે યાદગાર બની રહેશે. સંપ્રદાયની આમન્યામાં રહેવા છતાં, સાધુકર્મનું સહચર્ય જરાયે અળગું ન કરવા છતાં, અને એ કારણથી દોરાઈ જતાં સીમાવર્તુળ-ઘણી ઘણી મર્યાદાઓ અને એથી ઊભી થતી અગવડો-ની સામે એ જ સંયોગોનો, ને એ સંયોગોમાં એમને જ લભ્ય બની શકે તેવી કેટલીક વિરલ સુવિધાઓનો, એમની જ સામે ખૂલી શકે તેવાં વાયિક સામગ્રીના અને પુરાવસ્તુના ભંડારોના દ્દારોની તક્તો પરમ સદૂપયોગ કરી, એક બાજુથી નષ્ટભ્રષ્ટ થતી પ્રાચીન સંપત્તિના જતનપૂર્વકના પરિક્ષણ-પરિમાર્જનની પ્રેરણામૂર્તિ બની રહ્યા, અને બીજી બાજુ એ મૂલ્યવાન સાધન-સામગ્રીને પ્રકાશમાં લાવવાના - પુરાણા ભારતની સંસ્કૃતિના આપણા જ્ઞાનમાં વધારો કરવાનાતેઓ અર્ધી સદી ઉપરાંતના અવિશ્રાન્તશ્રમી પુરુષાર્થી પણ બની રહ્યા. આથી એ ક્ષેત્રમાં લધાયેલાં પરિણામોનો વિચાર કરીએ તો આજની, એમની નજર સામેની પેઢી, અને આવનારી પેઢીઓ એમની કેટલી ૠણી છે એ વાતનું સત્વર ભાન થાય છે. પુરાણી બેમૂલ હસ્તપ્રતોનો સંગ્રહ એકઠો કરનાર ‘લાલભાઈદલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર’ સરખી પ્રાચ્યાન્વેષણ સંસ્થા પાછળ મુનિજીની પ્રેરણા પ્રભાવક બનેલી અને તેની શ્રી પુણ્યચરિત્રમ્ 146 Page #166 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના સમયે પહેલું કામ તો પોતાનો જ દશ હજાર જેટલી પ્રતોનો સંગ્રહ અર્પણ કરવાનું કર્યું. એક રીતે શેષ રહેલ પરિગ્રહની માત્રા પણ ઘટાડી : વ્રતધારી સાધુના ધર્મને એમણે પૂરેપૂરો ચરિતાર્થ કરી બતાવ્યો છે. એમની સંશોધનાભિમુખ વૃત્તિ પરંપરાનાં શ્રેષ્ઠ તત્ત્વોને જુદાં તારવી, સાચવી લઈ, અનિષ્ટ પાસાંઓથી દૂર રાખનારી અન્ડરસ્થ લાલબત્તી બની હોય તેમ લાગે છે. આચાર્ય હરિભદ્રસૂરિ અને પરમ સાધુ હેમચન્દ્રશી એમની ભૂમાપ્રવાણદષ્ટિ અને સર્વદર્શનસમભાવની આડમાં પણ એ જ સત્યાન્વેષી દીપશિખા કારણભૂત બની હોય તેમ અંદાજીએ તો ખોટું નથી. તત્વ પર આચ્છાદનરૂપે રહેલા તત્ત્વના કલેવરની જાણકારી પણ તસ્વાવબોધ જેટલી જ ઈષ્ટ છે, ઈતિહાસ-કથાનુયોગ-ચરિતાનુયોગનેનું અનુશીલન અને અવેક્ષણ પણ ઉપકારક પ્રવૃત્તિ છે; નિર્લેપભાવે આચરો તો એ મુક્તિમાર્ગની બાધક નહીં, પળોજણરૂપે નહીં, સાધક પોષક અને પુષ્ટિકર છે એવું માનનારાઓ આપણને સૌને મુનિજી સરખી વિભૂતિનો આજે સાથ છે એ મોટા સભાગ્યની વાત છે. એમની આ વ્યાપક દષ્ટિ અને સમુચિત વલણ કેટલાં લાભદાયી-ફળદાયી બન્યાં છે તેનાં પ્રોજજવલ દષ્ટાન્તો તો છે મુનિજીનું પોતાનું જ કવન અને એમની પ્રેરણાથી અને પ્રભાવથી ગુજરાતમાં નિર્માયેલ કર્મઠ વિદ્વાનોનું વર્તુળ. શિયપરિવારવૃદ્ધિની માથાકૂટમાં પડવાને બદલે, બોજારૂપ, અહંતાવર્ધક પદવીઓને આવકારવાને બદલે, મુનિશ્રીએ તો પુરાણી પ્રતોનાં સંવર્ધન-સંરક્ષણમાં પ્રવૃત્ત રહેવું પસંદ કર્યું છે. શ્રાવકો પાસેથી પ્રશંસાનાં પુષ્પોની પ્રાપ્તિના પરિશ્રમી બનવાન કે સંઘાગ્રણી ધનિક શ્રાવકોની (સત્કાર્ય-સિદ્ધયર્થે પણ) સાધૂચરિત ગૌરવ છોડી ખુશામત કરવાનો ખ્યાલ મુનિજીને સ્પર્યાનું જાણ્યું નથી. સંસાર છોડ્યા છતાં સંસારીઓની ઝીણી-મોટી પ્રવૃત્તિઓમાં ફુરસદે ઓછો-ભંડો કે આડકતરો રસ લેવાના (અન્યથા માનસસ્વભાવસહજ) પ્રવૃત્તિ મુનિશ્રીને આકર્ષી શકતી નથી. આડંબર અને યશેષાણાથી પર રહેલા મહારાજશ્રીનો સાધુધર્મ કંથામાં ચોટેલો ન રહેતાં અન્તરંગમાં ઊતરેલો છે તે વસ્તુ તો એમના પ્રથમ જ વાર દર્શનાર્થે આવેલી વ્યકિત પણ અનુભવે છે. મુનિશ્રી એક ઊંચી કોટિના વક્તા, પ્રભાવક વ્યાખ્યાતા છે, એ વાતથી એમના શ્રોતાજનો સુપરિચિત છે, પણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિષયોનાં પાસાંઓને દીપ્ત કરનાર, આગમોના પાઠોનું અધિકારથી સંશોધન કરનાર મુનિજીનું આગમ-તત્ત્વવિષયક અને દર્શનોના અન્તરંગનું જ્ઞાન પણ કેટલું તલાવગાહી અને સૂક્ષ્મ છે તે તો તેમની સાથે પ્રસંગોપાત્ત વિચારવિમર્શ કરનાર વિદ્વાનો સારી રીતે જાણે છે. એક પ્રસંગ મારા માટે તો સ્મરણીય બની ગયો છે. તત્ત્વજ્ઞાનના એક પ્રમેય અંગે મનમાં ઊઠેલો કોયડો ઘેરી આશંકાનું કારણ બનેલો, ભારે અમૂંઝણ થયેલી. તેનો ખુલાસો કદાચ મહારાજશ્રી પાસેથી મળે એવી આકાંક્ષાથી એક સાંજે એમની પાસે એકલો જ ગયો. પ્રાસંગિક વાતચીત પછી મારી વાત એમની પાસે રજૂ કરી : “જો પરબ્રહ્મ કે સિદ્ધગતિએ પહોંચેલ આત્મા સર્વદર્શી, ત્રિકાલજ્ઞ હોય, દષ્ટ-અદષ્ટ, વિશ્વના સકલ જીવાજીવ પદાર્થોની ગતિ, સ્થિતિ, ક્રિયા અને એ સૌના અતિત-અનાગતથી સંજ્ઞાત હોય, તો એનો વ્યવહારમાં અર્થ એટલો જ થાય કે માનવ પુરુષાર્થની વાત ભ્રામક ઠરે; હોનહાર બધું જ નિર્મિતિને ચોપડે લખી ચૂક્યું છે અને નિયતિ અનુસાર યથાકાળે સૌ બન્યું જશે, માનવ કંઈ કરતો જ નથી. આમ જ હોય તો આજીવક-ગોશાલક્ઝો નિયતિવાદ-એની પ્રરૂપણાનાં કેટલાંક કઢંગા પાસાંઓ અને સ્થળ નિષ્કર્ષોને બાજુએ રાખતાં-એક સિદ્ધાન્તરૂપે કે પ્રમેયરૂપે સાચો જ ઠરે.” આનો મને જે ઉત્તર મળ્યો તેમાં 147 ' શ્રી પુણ્યચરિત્રમ્ Page #167 -------------------------------------------------------------------------- ________________ સમાધાન તો હતું જ, પણ વિશેષમાં મુનિશ્રીની શાસ્ત્રપૂત જ નહીં, સંવિત્તિશીલ પ્રજ્ઞા અને વદ ચૌદશની રાતે દેખાતા શુક્રના ગ્રહ જેવી પ્રકાશમાન, સ્વચ્છ, તાર્કિક મેધાનાં દર્શન થયાં, જૈન મુનિને છાજે તેવી; ‘ભાષાસમિતિ'નું તત્ત્વ સાચવતી એમની વાણી કેવી ઋતંભરા, અર્થપ્રબોધી, અને અમોઘ બની શકે છે એનો એ પળે ખ્યાલ આવ્યો. એમણે સમજાવ્યું કે “આ પ્રશ્ન ઈશ્વરના દષ્ટિકોણથી નહીં, માનવીની દૃષ્ટિએ જોવાનો છે. કત્વભાવ ક્રિયારત મનુષ્ય પોતે સેવતો હોય છે અને નિયતિચક્ર તેમજ એમાંથી પામવાના છુટકારા માટે જે પુરુષાર્થ કરે છે એને પોતે તો નિયતિથી અજ્ઞાત-અસંપ્રજ્ઞાત રહીને જ કરતો હોઈ, તેની દષ્ટિએ વ્યવહારમાં નિયતિનું અસ્તિત્વ કે અનસ્તિત્વ સરખું જ બની રહે છે; એના પોતાના ભાવથી તો, સંયોગોના તખ્તા પર એ પોતે જ ક્રિયાનો કર્તા, અને ક્યારેક ક્યારેક વિધાયક-નિર્ણાયક હોય તેવું પ્રતીતિપૂર્વક માનતો હોય છે; નિષ્ફળતા મળે યા તો આપત્તિમાં આવે ત્યારે પૂર્વ કર્માધીન બધું બની રહ્યું છે તેવું ક્યારેક કહેતો હોય છે. આથી નિયતિની શાશ્વતતા અને માનવાત્માની નિજસ્વી ક્રિયા-માન્યતાને અને માણસને થતી કર્માનુસાર ફલપ્રાપ્તિ વચ્ચે, કૈવલ્યના અભાવમાં નિયતિના એને રહેલા અજ્ઞાનને કારણે, કોઈ અવરોધ ઊભો થતો નથી.” આ વાત અશરીરી, ચિત્તમય ભૂમિકા પરથી મુનિજી કહી રહ્યા હોય તેવું ગાંભીર્ય અને કાળતત્ત્વના લોપનો અનુભવ એ પળે કર્યાનું યાદ છે. સાઠ સાઠ વર્ષના સાદુ જીવનને મુનિશ્રીએ તપ, ઋત અને અધ્યયનથી ઉજમાવ્યું છે. મારુ-ગુર્જરીના જનાદરણીય જ્યોતિર્ધર, પરમસારસ્વત મુનિશ્રી દીક્ષા પર્યાયીના, દોઢ દાયકા બાદ થનારા અમૃતોત્સવ પ્રસંગે, એમની પાસેથી હવે પછી થનારાં પ્રદાનોને અભિનંદવા, ને એમના સારસ્વકર્મને વંદના દેવા ફરીને એકઠા થવાની શુભ કામના એમને જાણનાર સૌ કોઈના હૃદયમાં આ પળે સ્કુરાયમાન થતી હશે! સ્વયંપ્રકાશિત પારગામી વિધાન શ્રી ઉપેન્દ્રદાય જ. સાંડેસરા, અમદાવાદ મારા મુરબ્બી મોટા ભાઈ ડો. ભોગીલાલ સાંડેસરા પાટણમાં ખૂબ નાની વયથી જ પૂ. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ પાસે સંસ્કૃત, પ્રાકૃત, જુની ગુજરાતી વગેરે ભાષાઓનો અભ્યાસ કરતા. એટલે અમારા કુટુંબને પૂ. પુણ્યવિજયજી મહારાજ અને એમના સમુદાયના મુનિમહારાજો સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાયેલો. પછી તો અમે પાટણથી અમદાવાદ રહેવા આવ્યા. અને તે પછી કેટલાક સમયે પૂ. પુણ્યવિજયજી મહારાજ પણ પાટણથી વિહાર કરીને અમદાવાદ લુણાવાડાના ઉપાશ્રયે આવ્યા. એટલે મને અમદાવાદમાં એમના સત્સંગનો વિશિષ્ટ લાભ મળ્યો. શેરબજારના અત્યંત સમય અને ધ્યાન ખેંચી લેતા ધંધામાંથી સમય કાઢીને એમની પાસે વારંવાર જવાનું શક્ય નહોતું. પણ તે છતાં જ્યારે જ્યારે ઠીક ઠીક સમય મળે છે એમ લાગતું ત્યારે ત્યારે હું એમની પાસે જઈને કલાકો સુધી બેસતો. બેઠા પછી એટલો રસ પડતો કે બેસી જ રહેતો; ઊઠવાનું મન જ ન થતું. તેઓ પણ દરેક વખતે પ્રેમથી એમની પાસેથી કોઈ નવીન વિશિષ્ટ ચીજ-વસ્તુ બતાવતા, વિદ્યાનાં અનેક ક્ષેત્રોની વિવિધ વાનગીઓ ચખાડતા. અને એમ હું એમની પ્રેમાળ, જ્ઞાનપૂત સત્સંગતિ ઉલ્લાસથી માણતો. બે કલાક ગાળવાનું ધારીને ગયો હોઉં અને ત્રણ કલાક તો સહેજે વીતી જાય! થી પુણ્યચરિત્રમ્ | 148 Page #168 -------------------------------------------------------------------------- ________________ એવામાં મેં મહાભારતનો સ્વાન્તઃ સુખાય અભ્યાસ આરંભ્યો. એટલે જ્ઞાનગોષ્ટિ દરમિયાન મારા આ અભ્યાસ અંગે હું એમનું માર્ગદર્શન માગતો, અને તે મળી રહેતું. ખાસ કરીને જૈન આગમોમાંના ઉપયુક્ત આધારભૂત સન્દર્ભો એ સહેલાઈથી અને આશ્ચર્યજનક ત્વરાથી કાઢી આપતા. અને એ દરમિયાન મેં એમની પારગામી ઋજુ વિદ્વત્તા અનુભવી. આ પારગામી વિદ્વત્તાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ : મારા મહાભારતનાં સૂક્તિ-રત્નોનું મસાલોચન કરતા ગ્રન્થ 'ભારત રત્ન' માટે હું શ્રેષ્ઠ શ્લોકોની પસંદગી કરતો હતો. તેમાં ઋષિ સનસુજાતના બ્રહ્મવિદ્યાબોધમાંના બે શ્લોકનું તાત્પર્ય મને સમજાતું હતું, પણ તેનો અર્થ ગુજરાતીમાં યથાતથ અભિવ્યક્ત કરવાનું મુશ્કેલ લાગતું હતું. એટલે તે માટે ગુજરાતના પ્રથમ પંક્તિના વિદ્વાનોનો સંપર્ક સાધ્યો. પણ સંતોષકારક અર્થ બેસાડવાનું કાર્યઅધૂરું જ રહ્યું. એક વખત બન્ને શ્લોક લઈને હું પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે ગયો. એમણે સ્વભાવિક ઋજુતાથી કહ્યું: “હું વૈદિક પરંપરાનો જાણકાર નથી. એટલે મારો કરેલો અર્થ ભાગ્યે જ સંતોષકારક હશે.' મેં કહ્યું: ‘તેમ છતાં આપને સ્વતંત્ર રીતે જે અર્થ યોગ્ય લાગતો હોય તે કરી આપો. કદાચ કામ આવી જાય.’ પૂજ્ય મહારાજશ્રીએ ‘સારુ’ કહી, અત્યંત ધ્યાનપૂર્વક અર્થ બેસાડયો. અમે પછી એના ઉપર દીર્ધ ચર્ચાવિચારણા કરીને અર્થ વ્યવસ્થિત કરતાં તે અર્થ કેવળ “સંતોષકારક નહોતો રહ્યો, પરંતુ ઉપનિષદોની પ્રાચીન પ્રણાલિને અનુરૂપ હતો ! પ્રસ્તુત શ્લોકો અને તેનો અર્થ આ પ્રમાણે છે न साधुना नोत असाधुना वा समानमे तददृश्यते मानुषेषु । समानमेतदमृतस्य विद्यादेवंयुक्तो मधु तदै परिप्सेत् । योगिनस्तं प्रपश्यन्ति भगवन्तं सनातनम् ॥ . મ0 ભાઇ, ભાં. ઑ0 ઈ0ની વાચના, ‘ઉદ્યોગપર્વ', ૪૫-૨૦ नास्यातिवादा हृदयं तापयन्ति नानधीतं नाहुतमग्निहोत्रम् । मनो ब्राह्मी लघुतामादधीत प्रज्ञानमस्य नाम धीरा लभन्ते । fશન અપચન્તિ માવતું સનાતનમ્ ૨૧ II. ('ભારત-રત્ન', સળંગ શ્લોક ૬૧,૬૨) અર્થ: આ (બ્રહ્મ)નું સ્વરૂપ મનુષ્યોમાં તપાસીએ-જોઈએ તો તે સાધુ જેવું કે અસાધુ સમાન-જેવું દેખાશે નહિ-મળશે નહિ. (પણ)એ બ્રહ્મનું સમાન સ્વરૂપ-સાચું સ્વરૂપ, અમૃતત્ત્વમાં-અપ્રમાદમાં વીતરાગભાવમાંવીતમોહભાવમાં જણાશે. એટલે આવી વૃત્તિઓવાળો યોગી જ તે મધુને મેળવવાની ઈચ્છા રાખે-મેળવી શકે. યોગીઓ તે સનાતન ભગવાનને પ્રત્યક્ષ જુએ છે. થી પુણ્યચરિત્રમ્ Page #169 -------------------------------------------------------------------------- ________________ (આવા બ્રહ્મલિપ્સ યોગીના) હૃદયને અતિવાદો-વિચિત્રવાદો તપાવતા નથી-મૂંઝવતા નથી. એને અધ્યયન નહિ કર્યાનો કે આહુતિ નહિ આપ્યાનો ખ્યાલ પણ તપાવતો નથી. પણ એનું મન બ્રહ્મદશાની લઘુતાનેહળવાશને-સમતાને ધારણ કરે છે. આ પ્રજ્ઞાન(બ્રહ્મ)ને ધીર યોગીઓ પ્રાપ્ત કરે છે. યોગીઓ તે સનાતન ભગવાનને પ્રત્યક્ષ જુએ છે. આ શ્લોકોમાં ઉપનિષદપ્રસિદ્ધ મધુવિદ્યા, પરિવ્રજક અને શ્રમણ થવાનું રહસ્ય તથા પ્રજ્ઞાન-પ્રાપ્તિનો સંક્ષેપમાં ભાવવાહી સંગ્રહ કરેલો છે. ‘બૃહદારણ્યક’માં વિશ્વમાં જે કંઈ છે તે એકબીજાનું, પરસ્પરનું ‘મધુ’-મધ આપનાર તત્ત્વ છે’ એમ કહ્યું છે. જેમ મધમાખો પરસ્પર સહકારથી મળીને મધ બનાવે છે, પછી એ મધ મધમાખોને ખાવા કામ લાગે છે, એમ જગતમાં પરસ્પર સંપ અને સહકારથી સાચો આનંદ પ્રાપ્ત થાય છે.... આ દરેક પ્રાણીપદાર્થોમાં વસનારવ્યાપી રહેનાર પુરુષ એ જ આત્મા, અમર, બ્રહ્મ અને સર્વ કંઈ છે,’ એમ કહ્યું છે. (‘બૃહદારણ્યક’ ૨-૫; વળી જુઓ ‘છાંદોગ્ય’ અ-૩) વળી બીજે સ્થળે ‘બૃહદારણ્યક ઉપનિષદ’ કહે છે, ‘સમાનભાવને પામેલો ત્યાગી પરિવ્રાજક એષણા માત્રને ત્યાગીને અનાસક્ત, મુક્ત અને મૂંઝવણ વિનાનો થાય છે. આ આત્મજ્ઞને ‘મેં પાપ કર્યું, મેં પુણ્ય કર્યું’ એવા બે વિચાર નથી થતા. એ બંનેને તરી જાય છે. એને ‘અમુક કર્યું કે અમુક ન કર્યું’ એવો તાપ થતો નથી. આવો આત્મજ્ઞ શાન્ત, દાન્ત, ઉપરત, તિતિક્ષુ અને સમાહિત થઈને આત્મામાં જ આત્માને જોતો આત્માની લઘુતા-હળવાશને પ્રાપ્ત કરે છે.’ (બૃહદારણ્યક’ ૪-૪-૨૨, ૨૩.) મહર્ષિ સનત્સુજાતે બ્રહ્મને અહીં ‘પ્રજ્ઞાન’ નામથી સંબોધ્યું છે. ‘ઐતરેય ઉપનિષદ’માં ‘પ્રજ્ઞાન બ્રહ્મ’ એમ સંબોધન કરીને એના ઉપર વિવરણ કર્યું છે; ‘જે આ હૃદય અને મન છે, તે ઉપરાંત સમ્યજ્ઞાનશક્તિ, આજ્ઞા દેનાર શક્તિ, અનેક દષ્ટિથી જાણવાની શક્તિ, તત્કાલ જાણનારી શક્તિ, મેધા, દૃષ્ટિ, ધૃતિ, મતિ, મનનશક્તિ, અદમ્ય વેગ, સ્મૃતિ, સંકલ્પ, ક્રિયામાં પરિણત ઈચ્છા, પ્રાણશક્તિ, કામશક્તિ અને સંયમની શક્તિ; એ બધાં પ્રજ્ઞાન બ્રહ્મનાં નામ છે... પક્ષી, સ્થાવર, જંગમ વગેરે જે કોઈ પ્રાણીઓ છે તે બધાં પ્રજ્ઞાનેત્ર છે-પ્રજ્ઞારૂપ પરમાત્માથી જ કાર્ય કરનારાં છે, પ્રજ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે. બ્રહ્માંડ પ્રજ્ઞાનેત્ર છે. પ્રજ્ઞા એની પ્રતિષ્ઠા છે. પ્રજ્ઞાન બ્રહ્મ છે.’ (‘ઐતરેય’ ૩-૧-૨,૩) પૂજય પુણ્યવિજયજી મહારાજ સંપ્રદાયે જૈન સાધુ છે. પણ એમનામાં ‘સાંપ્રદાયિકતા’નો અભાવ છે. પરિણામે સાવ સ્વતંત્ર રીતે વૈદિક પરંપરાના આગમનું હાર્દ સૂચવતો ભાવાર્થ એમના હૃદયમાં ઊગી શક્યો. એનાથી એ પણ સિદ્ધ થયું કે ‘સંપ્રદાયવાદીઓ’નો મત ગમે તે હોય, પણ ભારતીય દર્શનોનું રહસ્ય કેવળજ્ઞાન, નિર્વાણ, બ્રહ્મ કે વિષ્ણુનું પરમપદ એ એક જ તત્ત્વને જ્ઞાનીઓએ આપેલાં ભિન્ન નામ છે. અને પૂજ્ય મહારાજશ્રી આ જ્ઞાનના અજોડ ઉપાસક છે, પારગામી વિધાન છે, પરિણામે જૈનો કરતાં વધુ પ્રમાણમાં જૈનેતર વિદ્વાનો એમની સહાય લે છે. અને એ જ રીતે જૈન વિદ્વાનોના મુકાબલે જૈનેતર વિદ્વાનોની ફોજ એમના સંશોધન અને વિદ્યોપાસનાના ઉદાત્ત કાર્યમાં એમને હાર્દિક સહાય આપે છે. શ્રી પુણ્યચરિત્રમ્ 150 Page #170 -------------------------------------------------------------------------- ________________ આગમપ્રભાકર મહારાજશ્રીની આટલી પારગામી વિદ્વત્તા અને ઋજુતા છતાં, એમને આચાર્ય પદવી તો શું પણ બીજી કોઈ નાનકડી પદવી આપવાનું પણ હજુ સુધી શ્રી જૈન સંઘને સૂઝ્યું નથી, એ પણ એક અજાયબી છે! જોકે એનું આ સમતાવાન જ્ઞાનયોગીને દુખ પણ નથી. રાજા કરતાં રાજાનો બનાવનારો હંમેશાં મોટો છે. એમ એમને સામાન્ય પદવી નથી મળી. પરંતુ બીજાને ‘પદવીઓ’ આપી શકે તેવું ‘આગમપ્રભાકર’નું સ્વયંભૂ બિરુદ એમને પ્રાપ્ત થયું છે. ‘પ્રભાકર પોતાના તેજથી પ્રકાશિત છે, સ્વયંપ્રકાશ છે; એમને પરપ્રકાશની જરૂર નથી. એ તો પ્રકાશ આપનાર છે.’ ક્વિંચત પ્રાપ્ત થતા આ મંગલ અવસરે હું પૂજ્ય મહારાજશ્રીનું અભિવાદન કરું છું. મુનિ શ્રી પુણ્યવિજયજી-કેટલાંક સંસ્મરણો ડો. રમણલાલ નાગરજી મહેતા, વડોદરા ઘડિયાળી પોળના ઉપાશ્રયમાં સાંજના ઝાંખા પ્રકાશમાં એક પાટ પર બેઠેલા ધીર ગંભીર મુખમુદ્રાવાળા મહારાજની સામે કેટલાક ખ્યાતનામ વિદ્વાનો બેઠા હતા. અહીં જૈન દર્શનશાસ્ત્ર, સાહિત્ય, ચિત્રકલાનો ઈતિહાસ વગેરે વિષયો વાતચીતમાં ઝડપભેર બદલાતા જતા હતા. વિષય બદલાય પણ મુનિશ્રીની ગંભીર મુદ્રામાં ફેર પડતો નહીં તેમ જ તેમની દરેક વિષયની સૂઝ અને સરળ સમજાવવાની પદ્ધતિ પણ એકસરખી રહેતી; એ દૃશ્ય આજે નજર સમક્ષ આવતાં મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ સમક્ષ મસ્તક ઝૂકે છે. મારો મુનિશ્રી સાથેનો આ પ્રથમ મેળાપ આજથી બે દાયકા પહેલાં થયેલો, તે વખતે કંઈ પ્રસંગોપાત્ત, ડો. ઉમાકાન્ત શાહની તપાસમાં હું નીકળેલો અને ચાલતી જ્ઞાનગોષ્ટિમાં હાજર રહેલો. ડો. ઉમાકાન્ત ભાઈએ મારી ઓળખાણ મુનિશ્રીને આપતાં જણાવેલું કે જૂનાં ઠીઠરાં, પથરા વગેરેની તપાસ કરવાનું મારું કામ છે, અને તે તપાસથી ઇતિહાસ પર સારો પ્રકાશ પડે છે. મુનિશ્રી સાથે ત્યાર પછી મારો પરિચય વધ્યો, અને તેની સાથે તેમની જાગૃતિ તથા જ્ઞાનોપાસનાનો તેમનો આજીવન યજ્ઞ પણ નજર સમક્ષ આવ્યો. મુનિશ્રીની ઉત્કંઠા ભારે. તેમણે મને જણાવ્યું કે અમે જ્યારે વિહાર કરતાં હોઈએ છીએ ત્યારે ઘણી વસ્તુઓ જોતા હોઈએ છીએ, પણ તેમાં ઠીકરાં, ટેકરા વગેરેનો સ્પષ્ટ ખ્યાલ આવતો નથી, તો એ ઠીકરાં કેવાં હોય છે તે મારે જોવાં છે. મને ઘણી નવાઈ લાગી. પણ એ ભાવ દબાવી દઈને મહારાજશ્રીને મેં જ્યારે જૂની વસ્તુઓ બતાવી ત્યારે તેમણે જે ચોકસાઈથી પ્રશ્નો પૂછ્યા તે કોઈ પણ પુરાવસ્તુવિદની જિજ્ઞાસાની કસોટીએ જરાં પણ ઊતરે એમ ન હતા. તેમણે એ વસ્તુઓ ઓળખી લીધી અને તેને માટે વધુ માહિતી બાબત પણ ટકોર કરી. ત્યાર બાદ મહારાષ્ત્રીને મારે એક શિલાલેખ બાબત પ્રશ્ન પુછવાનો પ્રસંગ ઊભો થયો ત્યારે મેં જે પત્ર લખ્યો તેનો વળતી ટપાલે અત્યંત વિગતવાર જવાબ મળી જતાં મારું કામ ઊકલી ગયું. આ એક માત્ર મારો અનુભવનથી, પણ તેમના પરિચયમાં આવનાર અનેક લોકોનો આ અનુભવ છે. પ્રો. બેન્ડર, પ્રો. નોર્મન બ્રાઉન જેવા પરદેશી વિદ્વાનો પણ મુનિશ્રીના પરિચયમાં આવ્યા પછી આજે પણ તેમનું નામ, તેમણે તેમને આપેલી મદદ વગેરેને લીધે જ આદરપૂર્વક સંભારે છે તે સાંભળતાં મહારાજશ્રીએ પોતાની જ્ઞાનોપાસનાની ફેલાવેલી 151 શ્રી પુણ્યચરિત્રમ્ Page #171 -------------------------------------------------------------------------- ________________ સુવાસ મહેકી ઊઠે છે. આજથી એક વર્ષ પર અમે શામળાજી પાસેના દેવની મોરી ગામની સીમમાં ખોદકામ કરતા હતા. ત્યારે મહારાજશ્રી વિહારમાં હતા. કપડવંજથી કેશરિયાજી તેમને જવાનું હતું. મહારાજશ્રીનો મુકામ કપડવંજમાં છે એવી ખબર પડતા મહારાજશ્રીનાં દર્શન કરીને આગળ વધવું એવું નક્કી કરીને અમે મોટર કપડવંજમાં વાળી. મહારાજશ્રીનો મુકામ ક્યાં હતો તે ખબર ન હતી. તેથી ત્યાં બજારમાં પૂછપરછ કરી ને અમને રસ્તામાં સ્કલીફ પડશે કે કેમ એવો વિચાર કરતા હતા ત્યાં અમૃતલાલ ભોજક મળ્યા, તેમણે અમારો માર્ગ સરળ કરી આપ્યો. મહારાજશ્રી તો કપડવંજ કોલેજમાં વ્યાખ્યાન આપવા ગયા હતા, એવી ખબર તેમના ઉતારા પાસે પહોંચ્યા ત્યારે અમને મળી. પણ સંધ્યાકાળ થવા આવ્યો હતો એટલે મહારાજશ્રી જલદી આવી પહોંચશે એવી અમારી ધારણા સાચી પાડતા, તેઓ આવી પહોંચ્યા. દૂરથી જ અમને તેમણે ઓળખી પાડ્યા અને કપડવંજ તરફ નીકળવાનું કારણ પૂછ્યું. મેં દેવની મોરીના સ્તૂપ તથા વિહારના ઉત્નનનની વાત કરી. એટલે તેમણે ટીંટોઈથી દેવની મોરી કેટલું દૂર થાય? રસ્તો કેવો છે? શામળાજીથી તેનું અંતર કેટલું વગેરે પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. મેં તેમને એ સ્થળનો પરિચય આપ્યો એટલે તેમણે વિહારનો કાર્યક્રમ જોયો અને મને કહ્યું કે અમુક દિવસે બપોરના એ ઉત્પનન જોવા અમે આવીશું. દેવની મોરીની અમારી છાવણીમાં મેં મારા સહાયકર્તા શ્રી સૂર્યકાન્ત ચૌધરીને મહારાજશ્રીના આગમનના સમાચાર આપ્યા તેથી તે આનંદમાં આવી ગયા અને એમના આગમનની રાહ જોતા થઈ ગયા, નિયત સમયે વિહાર કરતો સંઘ આવી પહોંચ્યો. પૂ. મહારાજશ્રી, પૂ. પં. રમણિકવિજયજી અને તેમના સાથીદાર સાધુઓ, સાધ્વીજીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓથી સૂપ અને વિહાર ઊભરાયો. ઘડીભર તો લાગ્યું કે મહાવીર અને ગૌતમ બુદ્ધનો કાળ સજીવન થયો. વિહાર જોઈને ઘણા લોકોને ઉપાશ્રય યાદ આવ્યો અને સૂપ તથા વિહારમાં સંઘના લોકો ફરવા લાગ્યા. પણ મહારાજશ્રીએ અમને ઉખનન સમજાવવાનું કહ્યું, એટલે એક પછી એક ઉત્નનનની વિગતો અમે આપવા માંડી. પણ મહારાજશ્રીની પ્રશ્નાવલીની ઝીણવટ, વિગતો જાણવાની તેમની આતુરતાને પરિણામે અમારી ખરેખર પરીક્ષા થઈ. તેનું શુભ ફળ એ આવ્યું કે કેટલીક બાબતો પર અમે ઓછો વિચાર કર્યો હતો તેની પર વિચારણા થઈ અને ઉત્નનનના જુદા જુદા વિભાગો વધુ સ્પષ્ટ થયા. પુણ્યવિજયજી મહારાજ માત્ર ઉખનન જોઈને સંતોષ માને એવા ન હતા. એમણે તેમાંથી નીકળેલી વસ્તુઓ જોઈ તેની વિગતવાર પરીક્ષા કરી ત્યારબાદ મોરી પાર્શ્વનાથનું સ્થળ પૂછ્યું. દેવની મોરીની આજુબાજુ બૌદ્ધ તથા હિંદુ અવશેષોથી તથા જળાશયો વગેરેથી તો અમે પરિચિત હતા, પરંતુ અમારી તપાસમાં જૈન અવશેષો અમને મળ્યા ન હતા. તેથી આ પ્રશ્નોનો જવાબ તત્કાળ આપવો મુશ્કેલ હતો. સારે નસીબે દેવની મોરીના ઠાકોર શ્રી સૂરજમલસિંહ જાડેજા અમારી સાથે હતા. તેમનો દેવની મોરીની સીમનો પરિચય એટલો વિશાળ હતો કે તેમણે તરત જ અમારી છાવણીના નૈઋત્ય ખૂણામાં બાવળની ઝાડી, બતાવી અને કહ્યું કે પેલી ઝાડીની પાછળ જૈન દેરાસર હતું અને તે સ્થળની એ પ્રતિમા હતી. હાલ નવા બાંધકામો અને રસ્તાઓની રચનાને લીધે એ દેરાસરનું નિશાન રહ્યું નથી. પાછળથી એ જ સ્થળેથી કેટલીક જૈન પ્રતિમાઓ શી પુણ્યચરિત્રમ્ 152 Page #172 -------------------------------------------------------------------------- ________________ ઠાકોર સાહેબે મેળવી હતી અને વડોદરા યુનિવર્સિટીને આપી હતી, જે હકીકત ઠાકોર સાહેબની માહિતીની સચ્ચાઈ દર્શાવતી હતી. દેવની મોરીના અવશેષો જોઈને મહારાજશ્રીનો સંઘ કેશરિયાજીને રસ્તે મેશ્વો નદીની વિશાળ ખીણમાંથી, શામળાજી તરફ આગળ વધતો અમે જોઈ રહ્યા અને મારા સાથીદારોએ કહ્યું કે, “આવા જોનાર આવે તો આપણો આનંદ કેટલો બધો વધે!'' આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજને વાકપુષ્પાંજલિ શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે, પાટણ संतो हि सत्येन नयन्ति सूर्य । संतो भूमिं तपसा धारयन्ति ॥ संतो गतिभूतभव्यस्य राजन् । सतां मध्ये नावसीदन्ति सन्तः ॥४७ ।। મારત રૂ-૨૮૧ સજનો જ સત્યથી સૂર્યને ગતિમાન કરે છે, સજનો ધરતીને તપ વડે ધારણ કરે છે, હે (યમ) રાજ! સનો ભૂત-ભવિષ્યની આધારગતિ છે, સજનોની મધ્યે સકાન કદી સીદાતો નથી. 'મહાભારત' ૩૨૮૧. પ્રાતઃસ્મરણીય પ. પૂ. પુણ્યવિજ્યજી મહારાજ પાટણમાં લાંબો કાળ રહ્યા તે દરમ્યાન, આ સંત મહાપુરુષના સમાગમમાં આવનાનો અનન્ય લાભ ઘણો વખત મળ્યો છે. જ્યારે જ્યારે તેમના દર્શને ગયો છું ત્યારે ત્યારે, ઘણાં આવશ્યક કાર્યોમાં રચ્યાપચ્યા રહેતા હોવા છતાં, તેઓએ સસ્મિત વદને આવકાર આપ્યો હતો. તેમની મુખ્ય પ્રવૃત્તિ પુસ્તકોદ્ધારમાં કેન્દ્રિત હતી. પાટણના ભંડારો, જે અદર્શનીય બન્યા હતા, તેને તેમના ગુરુ અને પરમગુરુ, પ. પૂ. શ્રી ચતુરવિજયજી મહારાજ અને પ્રવર્તક પ. પૂ. શ્રી કાંતિવિજયજી મહારાજના આદેશ પ્રમાણે, તે દરેક ભંડારોને સંશોધી તેના ગ્રંથોને વ્યવસ્થિત કરી, પદ્ધતિસર, તેમણે સુલભ અને દર્શનીય બનાવ્યા. કારણ, પ્રાચીન કાળમાં સ્થપાયેલા આ ભંડારોના ગ્રંથો, પેટી-પટારાઓમાં પોટકાં બાંધી નાખ્યા હતા. તેના સંરક્ષક જૈન શ્રેષ્ઠીઓ આ ગ્રંથોમાં શું છે તે જાણતા ન હતા, છતાં ધાર્મિક દષ્ટિએ આ જ્ઞાનભંડાર છે એમ માની, તેના પ્રત્યે પૂર્ણ આદર અને ભક્તિ રાખી, તેની સંગોપના રાખતા હતા. તેમાં ધોડાવજની પોટલીઓ મૂકવી, ઊધી ન લાગે તે માટે તેને ઉપર-નીચે કરી તપાસવા અને પાછા પટારામાં પધરાવી, તેનું સંરક્ષણ કરવામાં જ પોતાનું કર્તવ્ય સમજતા. પ. પૂ. પુણ્યવિજયજી મહારાજે પોતાના ગુરુ શ્રી પૂ. ચતુરવિજયજી સાથે આ બધા ભંડારોને વારાફરતી તપાસી, તેમાંના દરેક ગ્રંથોનાં, પહેલાં તો, ક્રમ પ્રમાણે પાનાં ગોઠવ્યાં, પછી તે ક્યા વિષયના ગ્રંથો છે તેની યાદી તૈયાર કરી. તદુપરાંત તે બધાની પ્રશસ્તિઓ તપાસી, તે ગ્રંથની રચનાકાળ, લખ્યાકાળ, લખનાર, લખાવનાર શ્રેષ્ઠી, અને ક્યાં રચાયો કે લખાયો, તેની સર્વ વિગતો તૈયાર કરી, તેની વ્યવસ્થિત યાદીઓ 153 થી પુણ્યચરિત્રમ્ Page #173 -------------------------------------------------------------------------- ________________ કરાવી. આ દરેક કાર્ય પોતે જાતે કરતા, તેમની મદદમાં કેટલાક ભાઈઓ કે લહિયાઓને રાખતા છતાં, પૂર્ણ ચોકસાઈથી તે યાદી કરાવતા. સામાન્ય માણસથી તો આવું ભગીરથ કાર્ય બનવું અશક્ય છે, જ્યારે વર્ષો સુધી એકધારી આ સારસ્વત આરાધના, આ મહાપુરુષે પોતાની સ્વસ્થ કે અસ્વસ્થ દશા હોય છતાં, સતત જારી રાખી. દિવસ-રાત આ કાર્યને તેમના જીવનના મુખ્ય ધ્યેય તરીકે તેમણે સ્વીકાર્યું અને પ્રભુની પરમ કૃપાથી તે અવિચ્છિન્ન રીતે પૂર્ણ કર્યું. પાટણમાં ભંડારોની સંખ્યા નાનીસૂની નથી. લગભગ ચૌદ-પંદર ભંડારો, તે દરેકમાં સેંકડો બબ્બે હજારો ગ્રંથો, વળી કાગળ ઉપર લખાયેલા ગ્રંથોની સાથે તાડપત્રમાં લખાયેલા ગ્રંથો, તે દરેકની ભાષા પણ જુદી જુદી, કોઈ સંસ્કૃતમાં લખાયેલા, કોઈ પ્રાકૃતમાં લખાયેલા, કોઈ અપભ્રંશ ભાષામાં, તો કોઈ પ્રાચીન ગુજરાતિમાં લખાયેલા, આ બધા ગ્રંથો હતા. કોઈ ગ્રંથ મૂળ પ્રાકૃતમાં, તો તેની વ્યાખ્યા સંસ્કૃતમાં, કોઈ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં. આમ આ ગ્રંથોદ્ધારના ભગીરથ કાર્યમાં વિવિધ દષ્ટિએ કામ કરવાનું હતું. કેટલીક વખત ગ્રંથોનાં પાનાં અવ્યવસ્થિત મળતાં, તેને મેળવવાનું કાર્ય વિકટ હતું. કદાચ કેટલાંક પાનાં મળતાં પણ નહિ, છતાં આ મહાવિદ્વાન પુરુષ તેથી મૂંઝાતા નહિ. કોઈ ગ્રંથનાં પાનાં બીજા ગ્રંથમાં મૂકતા અને પૂર્વાપરનું સંમેલન કરીને જ તે કાર્ય પૂરું કરતા. કોઈ દિવસે તેમને આ કાર્ય માટે કંટાળો કે અણગમો આવ્યાનું જાણવામાં નથી. તેમની અપૂર્વ મેધાશકિતના બળે, કયો શ્લોક ક્યા ગ્રંથનો છે, તે તરત જ તેઓ સમજી જતા. કોઈ કોઈ ગ્રંથના અનન્ય પ્રસંગો વાંચી વિચારતા અને તેમની પાસે કામ કરતા કે અમારા જેવા આગંતુકોને કહેતા-સમજાવતા. તેમણે ફક્ત પાટાગના ભંડારો જ તપાસી વ્યવસ્થિત બનાવ્યા નથી, પણ જેસલમેર જેવાં દૂર દૂરનાં ગામોમાં જઈ, ત્યાંના ભંડારો તપાસી, વ્યવસ્થિત બનાવ્યા છે. છેલ્લે છેલ્લે ખંભાત અને અમદાવાદના ભંડારો તપાસી, તેને વ્યવસ્થિત કરવાનું કાર્ય પાગ આ મહાપુરુષે કરી, સારસ્વત આરાધનાનો મહાયજ્ઞ તેમણે જીવન પર્યંત ચાલુ રાખ્યો છે. તેમના જીવનનું મહામૂલું પ્રશસ્ય કાર્ય, સેંકડો વિદ્રત્તાપ્રચુર મહાગ્રંથોનું સંપાદન કાર્ય છે. આખાય જીવન દરમ્યાન ગ્રંથોનું સંશોધન, અને વ્યવસ્થા કર્યા પછી, તેમના ધ્યાનમાં પ્રાચીન અપૂર્વ ગ્રંથોનું પ્રકાશન કરવા માટે વિચારણા ઉદ્ભવી. સેંકડો ગ્રંથોના અવગાહનથી તેમનું જ્ઞાન અભૂતપૂર્વ વિસ્તા પામ્યું, અને આજે તો તેઓ એક પ્રત્યક્ષ સ્વરૂપે જ્ઞાનકોષ જેવા જ છે. ગમે તે વિષય સંબંધી આપણે પ્રશ્ન કરીએ તો તેનું રહસ્ય સમજાવવા તે પૂરતો પ્રયત્ન કરે જ. આવી અપૂર્વ મેધાને કારણે તેમનું જ્ઞાન ખૂબ વિસ્તાર પામ્યું છે. તેમણે સેંકડો ગ્રંથો સંપાદન કરી બહાર મૂકયા છે, જે તેમની અનુભૂતિ વિદ્વત્તાની ઝાંખી કરાવે છે. સંપાદિત કરેલ ગ્રંથો પાછળ પણ તેમની ચીવટ અને ખંત કેટલી સજીવ છે તે દરેક ગ્રંથોના પરિશીલનથી જાણી શકાય છે. દરેકમાં પાઠાંતરો મેળવવાં, જ્યાં લહિયાની ભૂલ હોય ત્યાં સુધારો સૂચવવો, તે દરેકની પ્રસ્તાવનામાં ગ્રંથના ગુણદોષો પ્રકટ કરવા, તેના કર્તા તથા . લેખકની પિછાન આપવી, તેના ઉપર થયેલ ટીકા-ટિપ્પણીની નોંધો મેળવવી વગેરે સાર્વત્રિક બાબતો વિચારીને, પછી જ જે તે ગ્રંથ બહાર મૂકવા તેઓ તૈયારી કરતા. આવો મહાન પરિશ્રમ વેઠીને પણ, બીજા લેખકોની માફક, જેને સારસ્વત ઉપાસના દ્વારા કોઈ એષણા કે સ્વાર્થ નથી, તેવા દેવદૂત જેવા મહાપુરુષને નિષ્કામ સેવાભાવી મહાસંત તરીકે જ ઓળખાવી શકાય. પાટણમાં જ્યારે તેઓ વિદ્યમાન હતા, ત્યારે તેમની પાસે વિવિધ વિષયોની વિચારણા માટે કે ગ્રંથો શ્રી પુણ્યચરિત્રમ્ 154) Page #174 -------------------------------------------------------------------------- ________________ વાંચવા માટે લેવા-આપવા, કે કોઈ શંકા હોય તો તેના સમાધાન માટે જવાનું થતું ત્યારે તેઓ સદાકાળ કાર્યરત જ હોય. છતાં જે જે વિષય માટે પ્રશ્ન કરું, તેનો વિગતપૂર્ણ અહેવાલ આપી શંકાનું સમાધાન કરતા. આજે તો પાટણના મોટા ભાગના જ્ઞાનભંડારો એક જ જ્ઞાનમંદિરમાં વ્યવસ્થિત રીતે લાવી, મોટા સ્ટીલના કબાટોમાં સુવ્યવસ્થિત રીતે રાખ્યા છે. આ મહાન લોકસેવાનું કાર્ય, ૫.પૂ. પ્રવર્તક કાંતિવિજયજી મહારાજની પ્રેરણાથી થયું, અને તેમાં પ. પૂ. પુણ્યવિજયજી મહારાજનો ફાળો નાનોસૂનો નથી. આ ભંડારો માટે એક ભવ્ય ગ્રંથાગાર સ્વ. શેઠશ્રી હેમચંદ મોહનલાલ અને તેમના ભાઈઓએ તેમના પિતાશ્રીના સ્મારક તરીકે પ. પૂ. પ્રવર્તક કાંતિવિજયજીના આદેશથી બંધાવેલ છે, જેનું નામ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર છે. આ બધાનું સાચું શ્રેય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ અને તેમના શિષ્ય પૂ. ચતુરવિજયજી અને પ્રશિષ્ય પ.પૂ. પુણ્યવિજયજી મહારાજને જ ઘટે છે. પહેલાંના વખતમાં પાટણના ભંડારો જોવા શ્રી ભાંડારકર, પીટર્સન, ફાર્બસ અને બીજા અનેક વિદ્વાનો પાટણ આવેલા, પણ તેમને બધા ભંડારો જોવાની સુવિધા મળી ન હતી, કારણ, ભંડારોના વ્યવસ્થાકોને શંકા હતી કે, આ અમલદારો કદાચ આપણા ગ્રંથો પાણીના મૂલે રાજસત્તાધીશોની મદદથી લઈ જશે. આથી તેઓ ભંડારનાં થોડાં પોટક બતાવતાં. વળી તે ધૂળ ખાતા પ્રાચીન ગ્રંથો વ્યવસ્થિત, અવ્યવસ્થિત સ્થિતિમાં જોઈ, લંડારો માટે તે અમલદારો પોતાના અનુભવ પ્રમાણે અભિપ્રાયો બાંધતા. સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદી પણ પાટણના ભંડારો જોવા ગાયકવાડ સરકાર તરફથી આવેલા. તેમને થોડાક ભંડારો જોવા મળેલા. છેલ્લે સ્વ. શ્રી ચીમનલાલ દલાલ ગાયકવાડ સરકાર તરફથી પુનઃ પાટણ આવેલા, તેમણે પ. પૂ. પ્રવર્તક કાંતિવિજયજી મહારાજશ્રીની સહાયથી ઘણાખરા ભંડારો જોયા હતા. અને તેમાંના સારા ગ્રંથો અહીંથી લઈ જઈ, તેમાગે વડોદરાની પૌવંતગ્રંથમાળામાં પ્રસિધ્ધ કર્યા. ત્યાર બાદ પ્રવર્તકજીનું ધ્યાન આ ભંડારોના સમૃદ્ધાર તરફ ગયું અને તેમણે પોતાના શિષ્યમંડળની સહાય લઈ, બધા ભંડારોને વ્યવસ્થિત કર્યા, જેમાં પ. પૂ. પુણ્યવિજયજી મહારાજે અનન્ય ફાળો નોંધાવ્યો છે. આજે તો તેમની યોજના મુજબ આ બધા ભંડારો હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં આવી ગયા છે, જ્યારે કેટલાક હજુ જે તે મહોલ્લાઓમાં જ છે. આ જ્ઞાનમંદિરના ગ્રંથોની વિસ્તૃત યાદી, તેમ જ કેટલાકની ઐતિહાસિક દષ્ટિએ ઉપયુકત અંત્યપ્રશસ્તિઓ પણ પુસ્તકકારે બહાર મૂકવાની વ્યવસ્થા થઈ છે. આજ સુધીમાં ૧૪૦૦૦ ગ્રંથોની યાદી છપાઈ ગઈ છે, હજુ બાકીનું કામ આગળ ચાલી રહ્યું છે. આથી જે મહાન જ્ઞાનસમુદ્ર પાટણમાં પ્રછન્ન હતો, તે વિદ્રોગ્ય બનાવવા માટે, આ સંતપુરુષે, પોતાના જીવનનો મોટો ભાગ ખર્ચા, આજે સુલભ બનાવ્યો છે, જે સારસ્વત આરાધનાનો એક વિરલ પ્રયાસ ગણાવી શકાય. પ. પૂ. પુણ્યવિજયજી મહારાજનું જીવન સદાકાળ વિદ્યાવ્યાસંગી અને એક મહાન સંતને અનુરૂપ ઋષિમુનિ જેવું ગણાવી શકાય તેમ છે. તેમની પાસેથી દેશપરદેશના અનેકાનેક વિદ્વાનોએ પ્રેરણા અને સૂચનાઓ મેળવી છે. કેટલાયે વિદ્વાનો તેમના અંતેવાસી બની, તેમના જ્ઞાનનો લાભ મેળવવા પાટણ આવી રહેતા હતા. તેમના અપૂર્વ જ્ઞાનપ્રભાવથી, શ્રી ડો. હર્મન યાકોબી જેવાં કેટલાયે પરદેશી વિદ્વાનો તેમના પ્રત્યે અપાર પ્રેમ અને આદર સેવે છે. પ્રાચીન સંસ્કૃતિ અને ઈતિાસ તથા કલા પ્રત્યે વધુ પ્રેરણા અને તેમના દ્વારા જ મળી છે. કેટલાય ગ્રંથો વાંચવા-વિચારવા આપી મારી તે ભાવનાને ઉત્તેજિત બનાવવામાં તેમનો મોટો ફાળો છે તે કેમ ભૂલી 155 શ્રી પુણ્યચરિત્રમ્ Page #175 -------------------------------------------------------------------------- ________________ શકાય? દૂર દૂર રહ્યા છતાં પણ સદાકાળ તેઓ પોતાની અમીદષ્ટિ મારા ઉપર રાખે છે. તેમણે મારામાં રહેલા સંસ્કારો અને તેમની પ્રેરણાથી જ મને મારા લેખનકાર્યમાં કેટલુંક બળ મળ્યું છે, જે બદલ હું તેમનો આજન્મ ઋણી છું. તેઓ આ યુગના સાચા આર્ષદષ્ટા, મહાન સંતપુરુષ છે. ભર્તુહરિના શબ્દોમાં કહીએ તો मनसि वचसि काये पुण्यपीयूषपूर्णास्त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः ॥ परगुणपरमाणुन् पर्वतीकृत्य नित्यं निजहदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ।।७५ ।। - भृर्तृहरि-नीतिशतक જેઓ મન, વચન અને કાયાના પુયરૂપી અમૃતથી પૂર્ણ છે, જેઓ ત્રણે ભુવનને ઉપકારોની હારમાળાથી પ્રસન્ન કરે છે, કાયમ બીજાના પરમાણુ જેવડા ગુણોને પર્વત સમાન ગણીને પોતાના હૃદયમાં પ્રફુદ્ધ થાય છે, એવા સંતો વીરલ જ હોય છે. આગમપ્રભાકર પ.પૂ. પુણ્યવિજયજી મહારાજમાં આ બધા ગુણો અધિષ્ઠાન પામ્યા છે, અને તેથી જ તેઓ, સારસ્વત ઉપાસનાને પરમજ્ઞાનઉપાસના દ્વારા, પોતાનું આત્મકલ્યાણ સાધી રહ્યા છે. હમણાં તો તેમણે સૌથી વિકટ અને મહાન કાર્ય આગમોના સંપાદનનું ઉપાડ્યું છે. ભાંડારકર ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યૂટ અને વડોદરા ઓરિયેન્ટલ ઈસ્ટિટયૂટ જેવી સંસ્થાઓએ, મહાભારત અને રામાયણની શુદ્ધ વાચનાઓ તૈયાર કરી જેમ બહાર મૂકી છે, તે જ પદ્ધતિ અને કાર્ય પ્રમાણે, ૪૫ આગમોની શુદ્ધ વાચનાનું ભગીરથ કાર્ય તેમણે સ્વીકાર્યું છે. આવું ભગીરથ કાર્ય તેમણે જ્યાં હોય ત્યાં પૂર્ણ ખંત અને ચીવટથી રાતદિવસ કરી, પોતાનું જીવન આ મહાન પરમ ધાર્મિક કાર્યમાં યોજ્યું છે. પ્રભુ તેમને દીર્ધાયુષ્ય બક્ષી, તેમણે સ્વીકારેલ કાર્ય પરિપૂર્ણ કરાવે, એ જ અંતરની અનન્ય શુભેચ્છા સાથે, તેમને વંદન કરી મારી આ વાકપુષ્પાંજલિ અર્પણ કરતાં વિરમીશ. પ. પૂ. આ. પ્ર. શ્રી મુનિશ્રી પુણ્યવિજ્યજી મહારાજ અને શ્રી જૈન આત્માનંદ સભા (ભાવનગર) શ્રી ખીમચંદ ચાંપશી શાહ, ભાવનગર પરમ પૂજ્ય ગુરુદેવ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજનો દીક્ષા પર્યાય સાઠ વર્ષનો પૂરો થતાં તેમને અભિનંદન આપવાના આ શુભ પ્રસંગે તેઓશ્રીને અર્થ આપતાં હું આનંદ અને ગૌરવની લાગણીઓ અનુભવું છું. પ્રાચીન જૈન સાહિત્ય ખૂબ સમૃદ્ધ અને વિશાળ છે. જૈન પૂર્વાચાર્યો, વિદ્વાનો અને સાહિત્યકારોએ શ્રી પુણ્યચરિત્રમ્ 156 Page #176 -------------------------------------------------------------------------- ________________ ધર્મ, દર્શન, ઈતિહાસ, સાહિત્ય કળા, જ્યોતિષ વગેરે વિવિધ વિષયો પર વિપુલ પ્રમાણમાં ગ્રંથો રચ્યા છે. જૈન ચરિત્રકથાઓ અને બોધકથાઓ, તેમની અનોખી શૈલીના લીધે, વાચકોને હૃદયંગમ બની છે. ભારતના કથાસાહિત્યના વિકાસમાં જૈન કથાઓ અને રાસાઓનો નોંધપાત્ર ફાળો છે. જૈનોએ આ સાહિત્ય પોતાના ભંડારોમાં ખૂબ કાળજીપૂર્વક સાચવી રાખ્યું છે, પરંતુ સમયના વહેણ સાથે તે અવ્યવસ્થિત બની ગયું છે. આ સાહિત્યનું વ્યવસ્થિત સંશોધન અને પ્રકાશન થાય તો જૈન સમાજને, અભ્યાસીઓને અને વિદ્વાનોને જૈનધર્મનો વિશેષ પરિચય થાય અને જૈન સાહિત્ય તરફ વિશેષ અભિરુચિ વધે. આ હેતુથી આ સાહિત્યનું સંશોધન અને પ્રકાશન અત્યંત જરૂરી બન્યું છે. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે આ બાબતમાં ઘણું જ પ્રશંસનીય કાર્ય કર્યું છે. પ્રાચીન જૈન સાહિત્ય અને આગમોનું સંશોધન કરી તેનું પ્રકાશન કરવામાં તેમની કામગીરી અદ્વિતીય છે. પાટણ, જેસલમેર, વડોદરા જેવા સ્થળોએ સંગ્રહાયેલા ગ્રંથોનું જે ખંતથી, જે ઊંડી સૂઝથી અને જે અભ્યાસપૂર્ણ વિદ્રષ્ટિથી તેમણે સંશોધન કર્યું છે અને તેના સંરક્ષણ માટે તથા મહત્વના ગ્રંથોની માઈક્રોફિલ્મ ઉતારી વિદ્વાનોને સુલભ કરવા માટે તેમણે જે જહેમત ઉઠાવી છે તેની પ્રશંસા કરવા પૂરતા શબ્દો જડે તેમ નથી. તેમનું આ કાર્ય ચિરકાળ સુધી યાદ રહેશે. આ કાર્ય પંડિત સુખલાલજીએ કહ્યું છે તેમ “ન કેવળ જૈન પરંપરા સાથે સંબંધ રાખે છે, ન કેવળ ભારતીય પરંપરા સાથે સંબંધ ધરાવે છે, પરંતુ માનવ સંસ્કૃતિની દષ્ટિએ પણ એ ઉપયોગી છે.” પરમ પૂજ્ય ન્યાયાભાનિધિ આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ એક મહાન ક્રાંતિકારી યુગપુરુષ હતા. તેમના સમયમાં જૈન સમાજમાં અજ્ઞાન, વહેમ, અંધશ્રદ્ધા, કુરૂઢિયો વગેરે ઘર કરી ગયાં હતાં. તે બધાંને દૂર કરવા તેમણે ભગીરથ પુરુષાર્થ કર્યો. પંજાબ, મારવાડ, ગુજરાત વગેરે પ્રદેશોમાં સતત વિહાર કરી જૈન સમાજનાં નેત્રો જ્ઞાનરૂપી અંજનશલાકા વડે ખોલ્યાં. તેમના ભવ્ય ઉપદેશની અસર તળે સમાજ જ્ઞાનપૂર્વકની ક્રિયા અને ક્રિયા સહિતના જ્ઞાન વડે રંગાવા માંડ્યો હતો, અને જૈન ધર્મ, દર્શન, સાહિત્ય તથા શિક્ષણ માટે કંઈક નવું યોજન કરવાની તેનામાં તમન્ના જાગી હતી. તેમના શિષ્ય પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજ જૈન ધર્મ અને સાહિત્ય પ્રત્યે અપૂર્વ પ્રેમ ધરાવતા હતા. તેમની સંશોધનદષ્ટિ પણ અનોખી હતી. તેમના પ્રબળ પુરુષાર્થથી પાટણ અને લીંબડીના વિશાળ ગ્રંથભંડારોનો ઉદ્ધાર થયો હતો અને વડોદરા તથા છાણીમાં પણ એક એક વિશાળ ગ્રંથભંડારની સ્થાપના થઈ હતી. તેમના શિષ્ય પૂજ્ય મુનિરત્ન શ્રી ચતુરવિજયજી મ. પણ મહાન વિદ્વાન અને પ્રાચીન ગ્રંથોના નિષ્ણાત સંશોધક અને સંપાદક હતા. તેમણે પોતાના ગુરુ પ્ર. કાંતિવિજયજી મ.ને ગ્રંથભંડારોનો ઉદ્ધાર કરી સુવ્યવસ્થિત કરવામાં સંપૂર્ણ મદદ કરી હતી. તેમના શિષ્ય પૂજ્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે ચૌદ વર્ષની નાની ઉંમરે દીક્ષા લઈ દાદાગુરુ પ્રવર્તકજી મ. તથા ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મ. પાસેથી પ્રાચીન ગ્રંથોના સંશોધન, સંરક્ષણ અને સંપાદનની ઉત્તમ તાલીમ લીધી, અને તે બંનેના કાળધર્મ પામ્યા પછી તેઓએ શરૂ કરેલું કાર્ય તેઓ તરફની ભક્તિના પ્રતીકરૂપે એકલે હાથે ઉપાડી લીધું, એટલું જ નહિ પણ તે કાર્યને વિદ્વજગતમાં ખ્યાતનામ બનાવી દીધું, એ જ તેમની યશ કલગી છે. ભાવનગરમાં શ્રી જૈન આત્માનંદ સભાની સ્થાપના પૂ. આત્મારામજી મ.ના સ્વર્ગવાસ પછી પચીસમાં દિવસે, એટલે કે વિ. સં. ૧૯૫રના બીજા જેઠ સુદિ બીજ તા. ૧૩-૬-૧૮૯૬ના રોજ, તેઓશ્રીના અનુયાયીઓ અને પ્રશંસકોએ ભકિતભાવ નિમિત્તે તેઓશ્રીની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તે હેતુથી કરી. શરૂઆતથી આ સભા 157 શ્રી પુણ્યચરિત્રમ Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે તેઓશ્રીના સમુદાયના મુનિમહારાજની કૃપાદૃષ્ટિ રહી છે. અને તેમના તરફથી પ્રસંગે પ્રસંગે કીમતી સહયોગ મળતો રહ્યો છે. પરંતુ તેમાંય ખાસ કરીને પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ., મુનિરત્ન શ્રી ચતુરવિજયજી મ. અને આ. પ્ર. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મ.ની અમીભરી દષ્ટિ તો સભા માટે સંજીવની નીવડી છે. આ સભાનો એક મુખ્ય હેતુ પૂર્વાચાકૃત જૈન સાહિત્યના સંશોધન, પ્રકાશન અને પ્રચારનો છે. તે કાર્યનો પ્રારંભ કરવામાં અને તેને વેગવંત કરી પ્રશસ્ત બનાવવામાં આ ગુરુ-શિષ્ય-પ્રશિષ્ય ત્રિપુટીનો મુખ્ય પુરુષાર્થ છે. પૂ. પ્રવર્તકશ્રીની પ્રેરણાથી આ સભાએ સૌ પ્રથમ પ. પૂ. આચાર્ય શ્રી આત્મારામજી મ.ના હિંદીના લખેલા ગ્રંથ 'જૈન તત્ત્વાદર્શન’ના ગુજરાતી અનુવાદથી પુસ્તક-પ્રકાશનનો આરંભ વિ. સં. ૧૯૫૬માં કર્યો. પરંતુ આ કાર્યને વેગ તો ત્યારે જ મળ્યો કે જ્યારે તેમના શિષ્ય શ્રી ચતુરવિજયજી મહારાજે વિ. સં. ૧૯૬૬માં સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓમાં પૂર્વાચાર્યોએ લખેલા આગમ, દર્શન, કર્મવાદ, અનુયોગવિષયક ગ્રંથો મૂળ, ભાષ્ય, ટીકા, અવચૂરિ વગેરે સહિત સંશોધિત કરીને પ્રસિદ્ધ કરવાની યોજના ઘડી અને તે યોજનાને ‘શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલા” એવું નામ આપીને તેને સફળ બનાવવાનો ભાર ઉપાડી લીધો. આ યોજના જ્યારે ઘડાઈને અમલમાં મુકાતી હતી, ત્યારે શ્રી પુણ્યવિજયજી મ.ની ઉંમર માત્ર ચૌદ-પંદર વર્ષની હતી અને તેમણે તાજી જ દીક્ષા લીધી હતી. પરંતુ વય અને અભ્યાસ વધતાં તેઓ ગુરુદેવ સાથે આ કાર્યમાં જોડાયા અને વિ. સં. ૧૯૯૬માં ગુરુદેવના કાળધર્મ પામ્યા પછી આ ગ્રંથરત્નમાલાના પ્રકાશનની સઘળી જવાબદારી તેમણે સ્વીકારી લીધી. આ સંબંધમાં તેઓ કહે છે કે, “આ સભાના સેક્રેટરી શ્રી વલ્લભદાસભાઈ વગેરે ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મ. પાસે આવતા અને આ સાહિત્યપ્રવૃત્તિ માટે ચર્ચાવિચારણા કરતા. હું બાળકની જેમ આ બધું સાંભળતો પણ સમજતો નહીં. એમ છતાં આછોપાતળો ખ્યાલ ખરો કે કાંઈક મહત્ત્વની વસ્તુ થાય છે. તે સમયે મને કલ્પના ન હતી કે મારે આ સભા સાથે સંબંધ થશે અને મારે આ જવાબદારી ઉપાડી લેવી પડશે.' આ શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલામાં નાનામાં નાના અને મોટામાં મોટા અજોડ મહત્ત્વના ગ્રંથો પ્રકાશિત થયા છે. નાનાંમોટાં સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણોનો સમૂહ તેમાં પ્રસિદ્ધ થયો છે એ તેની ખાસ વિશેષતા છે. આ પ્રકરાગો દ્વારા જૈન શ્રમણ-શ્રમણીઓને ખૂબ જ લાભ થયો છે. જે પ્રકરણોના નામ મેળવવાં કે સાંભળવા પણ એકાએક મુશ્કેલ હતાં. એ પ્રકરણો તેમને હસ્તગત થઈ ગયાં છે. આગમિક, દાર્શનિક, ઐતિહાસિક, કાવ્યનાટકવિષયક વિધવિધ સાહિત્યના કુલ૯૨ ગ્રંથો પ્રસિદ્ધ થયા છે. તેમાંના ઘણા મોટા ભાગના ગ્રંથોના સંપાદન અને પ્રકાશનની સંપૂર્ણ કાર્યવાહી આ ગુરુ-શિષ્ય બેલડીને આભારી છે. બૃહત્કલ્પસૂત્ર (છ ભાગમાં), છ કર્મગ્રંથો (બે ભાગમાં), ત્રિપષ્ટિશલાકા પુરુષચરિત્રમહાકાવ્ય (ચાર પર્વ, બે ભાગમાં), વસુદેવ હિંડી (બે ભાગમાં) અને અન્ય એવા અતિ કઠિન ગ્રંથોનું તેમનું સંશોધન-સંપાદન સર્વાગવિશુદ્ધ અને શાસ્ત્રીય છે, અને તે ગ્રંથોની પ્રસ્તાવના તેમજ પરિશિષ્ટો અભ્યાસપૂર્ણ અને અન્ય સંશોધનકાર્યમાં અતિ ઉપયોગી થઈ પડે તેવાં છે. પૂર્વના તેમજ પશ્ચિમના પ્રખ્યાત વિદ્વાનોએ આ સંપાદનોની મુક્તકંઠે પ્રશંસા કરી છે એ જ શ્રી પુણ્યવિજયજી મહારાજની વિદ્વત્તા અને પ્રતિભાની બિરદાવલી છે. શ્રી પુણ્યવિજયજી મહારાજના શ્રી જૈન આત્માનંદ સભાને હંમેશાં અમીભર્યા પ્રેમ અને આશીર્વાદ શ્રી પુણ્યચરિત્રમ્ 158 Page #178 -------------------------------------------------------------------------- ________________ મળતા રહ્યા છે. શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલાના સફળ સંચાલન ઉપરાંત બીજી અનેક રીતે આ સભાને પ્રતિષ્ઠિત કરવામાં તેમનો ફાળો અજોડ છે. આ સભાએ વિ. સં. ૨૦૨૩માં પોતાનો સિત્તેર વર્ષનો મણિમહોત્સવ કોજવ્યો, ત્યારે અન્ય પુષ્કળ કામગીરી હોવા છતાં અને તબિયત પણ બરાબર ન હોવા છતાં સભાના કાર્યવાહકોની વિનંતિને સ્વીકારીને અતિશય શ્રમ વેઠીને અમદાવાદથી વિહાર કરી ભાવનગરમાં તે મણિમહોત્સવની શાન અને ૌરવ વધારવા પોતે પધાર્યા તેજ તેમની આ સભા પ્રત્યેની હમદર્દી દર્શાવે છે. આ સભા સદાને માટે તેમની અત્યંત ઋણી છે. મુનિશ્રી પુણવિજ્યજી મહારાજ ખરેખર જ્ઞાનની સાધના કરનાર તપસ્વી છે. આજે ૭૪ વર્ષની ઉંમરે પણ તેમની જ્ઞાનસાધના પૂર્ણ ઉત્સાહ, પૂર્ણ એકાગ્રતા, પૂર્ણ એકનિષ્ઠાથી ચાલે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની મૂળ આગમોની સંપૂર્ણ સંશોધિત આવૃત્તિ તૈયાર કરી પ્રસિદ્ધ કરવાની યોજનાના પાયામાં તેઓ પોતે છે અને આજે અવિરતપણે તેઓ તે કાર્ય માટે જે જહેમત ઉઠાવી રહ્યા છે તે આપણને આશ્ચર્યચકિત કરી દે છે. આટલી બધી વિદ્રત્તા હોવા છતાં આ જ્ઞાનતપસ્વીમાં જરા પણ અહંભાવ નથી. તેઓ હંમેશાં જિજ્ઞાસુઓની જ્ઞાનપિપાસા તૃપ્ત કરવા તૈયાર જ હોય છે, અને તે માટે પોતાને પડતા પરિશ્રમ કે પોતાના કામમાં પડતી ખલેલની જરા પણ દરકાર કરતા નથી. ઘણીવાર જિજ્ઞાસુઓ અને મુલાકાતીઓનો પ્રવાહ વહેતો રહે છે અને તેમના હાથ ઉપરના કામમાં વિક્ષેપ થાય છે, છતાં જરા પણ અચકાયા વિના સૌને પ્રસન્ન વદને મળે છે, અને સૌને સંતોષ આપે છે. તેમની આ સૌમ્નયતા ખરેખર પ્રશંસનીય છે. નિરહંકારતાની સાથે સાથે તેઓ નમ્ર અને ઉદાર છે. પોતાના મોટા કાર્યને નજીવું ગાગવાની અને બીજાએ કરેલા નાના કાર્યને મોટું બતાવવાની વૃત્તિ તેઓ ધરાવે છે. શ્રી આત્માનંદ સભાના તો તેઓ પ્રાગ છે, છતાં તે સભાના મણિમહોત્સવ પ્રસંગે પોતાના કાર્યને એક બિંદુ સમાન ગણાવતાં તેમણે કહ્યું હતું કે, “ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મ.ના સ્વર્ગવાસ પછી આત્માનંદ સભા માટે સાહિત્ય પ્રગટ કરવા અંગેની જવાબદારી અમારી ઉપર આવી છે. સભાએ જે સેવા કરી છે તેમાં અમે પણ બિંદુ મેળવ્યું છે તે અમારા આનંદની વાત છે.” તેઓશ્રીની સત્યનિષ્ઠા પણ અજોડ છે. સત્ય વસ્તુ સ્વીકારતાં જરા પણ અચકાતા નથી, એટલું જ નહીં પણ અપ્રિય હોય તેવું સત્ય વિવેકપૂર્ણ ભાષામાં કહી દેતાં પણ જરાયે ક્ષોભ અનુભવતા નથી. આ બાબતમાં બૃહત્કલ્પસૂત્રના પહેલા ભાગની પ્રસ્તાવનામાં અપવાદિક બાબતોની તેમણે જે વિશદ ચર્ચા કરી છે અને શાસ્ત્રસંમત આધારો ટાંકીને આજની ખિલતાભરી દીક્ષા પ્રવૃત્તિની જે આકરી ટીકા કરી છે તે તેમની સત્યનિષ્ઠાની પ્રતીતિરૂપ છે. આજના આ શુભ પ્રસંગે અમે આ સત્યનિષ્ઠ, નમ્ર, નિરહંકારી, સૌમ્ય, જ્ઞાનતપસ્વી મુનિરાજને સવિનય વંદન કરીએ છીએ અને તેઓશ્રી સંપૂર્ણ સ્વાસ્થ સહિત શતાયુ થઈ તેઓશ્રીની જ્ઞાનસાધના સતત અવિરતપણે ચાલુ રહે તે માટે પ્રાર્થના કરીએ છીએ. 159 શ્રી પુણ્યચરિત્રમ્ Page #179 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ : વિશુદ્ધ સેવાનિષ્ઠ શ્રમણજીવન : પ્રો. કેશવલાલ હિંમતરામ કામદાર, વડોદરા ।। રહસ્ય સાધુનામનુપધિ વિશુદ્ધ વિજયતે ઉત્તરરામચરિત (ભવભૂતિ) પરમ પૂજ્ય મહારાજ શ્રી પુણ્યવિજયજીના દીક્ષા-મહોત્સવના પ્રસંગને સાઠ વર્ષો થયાં તેના સ્મરણમાં વડોદરાના શ્રી જૈન સંઘે મહારાજશ્રીના લેખોની પ્રસિદ્ધિ કરવાનો નિર્ણય કર્યો છે તે જાણતાં ઘણો આનંદ થયો. એ ગ્રન્થમાં મહારાજશ્રીની સાથેના મારા થોડા-ઘણા પરિચયના લખાણના સમાવેશરૂપે એક લેખ મોકલવાનું, ગ્રન્થ પ્રકાશન માટે નિર્ણીત થયેલી સમિતિની વતી પ્રાચ્યવિદ્યામંદિરના વિદ્વાન અધ્યક્ષ ભાઈ શ્રી ભોગીલાલ સાંડેસરાએ મને લિખિત નિમંત્રણ આપ્યું તે માટે એમનો અને સમિતિનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અંગ્રેજી ભાષામાં મારા આ પ્રયાસને વર્ણવું તો હું લખી શકું કે I regard it as my proud privilege to pay my humble tribute to the learning and the selfless devotion to duty and pursuit for knowledge of the respected Muni Maharaj. મુનિશ્રીના પરિચયમાં હું વર્ષોથી છું. એ પરિચય મારા વડોદરા શહેરના નિવાસ દરમિયાન અને મહારાજશ્રીના વડોદરા શહેરમાં થયેલા ચતુર્માસો દરમિયાન હું કેળવી શક્યો છું. એમનાં વ્યાખ્યાનોનો મેં અતિ આનંદથી લાભ ઉઠાવ્યો છે. અને એમની સાથે જૈન વિદ્યા સબંધી ચર્ચા કરી એમના જ્ઞાનનો સારો લાભ લીધો છે. હમણાં જ, વિક્રમ સંવત ૨૦૨૪ના ચાતુર્માસ દરમિયાન, જાની શેરીના ઉપાશ્રયમાં થયેલા-થતાં એમનાં વ્યાખ્યાનોનું કોઈ કોઈ વાર શ્રવણ કર્યું છે. વર્ષો અગાઉ ઘડિયાળી પોળમાં જૈન ધર્મશાળામાં મહારાજશ્રી નરસિંહજીની પોળમાં આવેલા જ્ઞાનમંદિરની હસ્ત-લિખિત પ્રતોનું સંપાદન કરવામાં વ્યાવૃત રહેતા હતા ત્યારે હું તેમની પાસે ઘણીવાર જતો-આવતો હતો. જ્યારે જ્યારે હું દર્શનનો લાભ લઉં છું ત્યારે મને એવું થાય છે કે, હું શહેરમાં રહેતો હોઉં તો કેવું સારું! તો હું આ પરિચયને સારી રીતે કેળવી શકું ! અત્યારે તો એ અશક્ય છે, કારણ કે મારું નિવાસ-સ્થાન ઉપાશ્રયથી દૂરના વસતિ-સ્થાન-પ્રતાપગંજમાં આવી ગયું છે. હું ઈચ્છું કે, વડોદરાનો શ્રીસંઘ નિશ્રાની સવડ વિકસતા વડોદરા શહેરની જૈન-જૈનેતર જનતાને વધારે આપવા શક્તિમાન થાય! એક દષ્ટિએ શ્રી પુણ્યવિજયજી મહારાજે જૈન આગમ-સાહિત્યની વાચનાને પુરોગામી અને સહ-યુગી કાર્યકરોની પરંપરાને સાચવી રાખી છે, તો બીજી દષ્ટિએ, એ જ પુરાણી પરંપરાને એમણે નવો, વર્તમાન-યુગી, યુરોપીય ઘાટ આપ્યો છે. જૈન શ્વેતાંબર આગમસાહિત્યની વાચનાઓ પાટલીપુત્ર, મથુરા અને વલભી(વળા) મુકામે થઈ. તે વાચનાઓ સમૂહવાચનાઓ હતી. અને તેમના નિર્ણયો સમૂહ નિર્ણયો હતા. એ હરેક સ્થળે વિદ્વાન મુનિરાજો ભેગા થયા હતા, અને પરંપરાથી ચાલતા આવતા, વિવાદાસ્પદ પાઠોને શુદ્ધ કરી-કરાવી, અંતિમરૂપ આપવા એમણે પ્રયત્નો કર્યા હતા, તેમાં વલભી વાચનાને જે સ્વરૂપ આપવામાં આવ્યું હતું તે સ્વરૂપ અત્યારે અંતિમ સ્વરૂપ ગણાય છે, અને તેને બધા શ્વેતાંબરી પક્ષો માન્ય કરે છે. આ વાચનાઓનો નિર્ણય થયો ત્યારે વાચનાના માધ્યમ વિષે મતભેદ હતો, પણ છેવટે મહાવીરની દેશનાઓના માધ્યમ-અર્ધમાગધીનો સર્વાનુમતિએ ।। પુણ્યરિત્રમ્ 160 Page #180 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર થયો હતો. આ સંકલનના વિદ્વાનોને એક બાબત લક્ષમાં લીધી હોય પણ ખરી, દક્ષિણ ભારતમાં દિગંબરી સાહિત્યનું - જેમ કે કુન્દકુન્દઆચાર્યના સાહિત્યનું માધ્યમ અર્ધમાગધી હતું, તે અનુસાર, ઉત્તર ભારતનું માધ્યમ પણ અર્ધમાગધી રાખવામાં આવ્યું હોય! અલબત્ત, જૈન વિદ્વાનોથી સંસ્કૃતની ઉપેક્ષા તો થઈ શકે એમ નહોતું. મુનિ-મહારાજોએ અર્ધમાગધીનું માધ્યમ તો રાખ્યું, પણ તે પાઠો ઉપરની વૃત્તિઓ, વિવેચનાઓ, વ્યાખ્યાઓએ માટે એમણે સંસ્કૃતનું માધ્યમ રાખ્યું, પરિણામે જૈનોનો સંસ્કૃત ભાષાનો પરિચય સાબૂત રહ્યો. એમાગે નિર્વાણ માધ્યમ ભાષ્યો, નાટકો, મહાકાવ્ય, કાવ્યશાસ્ત્રો વગેરે લખ્યાં, તે જ સાથે એમાગે પ્રાદેશિક ભાષાઓ, બોલીઓ, રાજસ્થાની, હિન્દી, ગુજરાતી, કાનડી, તામિલ વગેરે માધ્યમો રાખી તેમાં પાગ નવું સાહિત્ય આપ્યું. દુર્ભાગ્યે તે પ્રયાસ એક પક્ષીય રહ્યો; જૈનેતર વિદ્વાનોએ અર્ધમાગધીનો પરિચય કેળવ્યો નહિ! મહારાજશ્રી પુણ્યવિજયજીએ આ પરંપરાઓને સાચવી રાખીને જૈન વિદ્યાનો આપાગને પરિચય કરાવ્યો છે, જૈન આગમ-સાહિત્યની એમની વાચના વ્યકિતગત રહી છે. પ્રથમ કક્ષાની વાચના અત્યારે બિલકુલ શક્ય નથી. મહારાજશ્રીની આ વ્યક્તિગત વાચના સ્વછંદી, સાંપ્રદાયિક કે કોઈ અમુક હેતુલક્ષી નથી. એમની વાચનામાં મૂળ પાકને જ વળગી રહેવામાં આવે છે. એમના નિર્ણયો પૂર્વે થયેલી સામૂહિક વાચનાઓ અને તેમના ઉપર થયેલી વૃત્તિઓ વગેરેના તુલનાત્મક અભ્યાસ પછી જ લેવામાં આવ્યા છે. આ હકીકત હું જાત-અનુભવથી અહીં લખી શકું છું; એ જાત-અનુભવની નોંધ મારે અહીં લેવી જ જોઈએ. મુંબઈના મહાવીર જૈન વિદ્યાલય તરફથી સંશોધન થાય છે અને તે સાહિત્ય પ્રસિદ્ધ પાગ થાય છે; એમાં શ્વેતાંબરી આગમ-સાહિત્યનાં કોઈકોઈ સૂત્રોનો સમાવેશ થયો છે. એવા એક સૂત્રનું સંપાદન કરવાનું મહારાજશ્રીએ હાથ ઉપર લીધેલું તે પૂરું કરવામાં વિલંબ થયેલો. વિદ્યાલયના કાર્યકરોએ તે કાર્ય વેળાસર પૂરું કરી આપવાની મહારાજશ્રીને વિનંતી કરેલી. મહારાજે કાર્યકરોને ધર્મલાભ ફરમાવતાં, વિલંબની સ્પષ્ટતા કરતો જે જવાબ આપેલો તે વિદ્યાલયના રિપોર્ટ-નિવેદનમાં, સમગ્ર પ્રસિદ્ધ થયેલો. જે મારા વાંચવામાં આવેલો અને જેને મેં નિવેદનમાંથી કાઢી મારી ફાઈલમાં ગોઠવી રાખેલો છે-એ હેતુથી કે, એવાં કોઈ બીજાં સંપાદનો થતાં હોય તે માટે મહારાજશ્રીનો જવાબ માર્ગદર્શક થઈ શકે. મારે અહીં કહેવું જોઈએ કે, આવાં કોઈ કોઈનવીન સંપાદનો પ્રસિદ્ધમુદ્રિત થયેલાં પ્રકાશનોના આધાર ઉપર સંગ્રહીત થયેલાં હોય છે, અને એ પ્રયાસોમાં મહારાજશ્રીએ કેળવેલી તુલનાત્મક વાચનાનો આશ્રય-અવકાશ હોતો નથી! પુણ્યવિજયજી મહારાજની તમામ વાચનાઓનો આ મુખ્ય વૈશેષિક ગુણ છે. આવી વિશિષ્ટતા પ્રાચીન ઢબને અનુસરતા આપણા પંડિતોને બહુ ઓછા પ્રમાણમાં લાધેલી હોય છે. પુણ્યવિજયજી મહારાજ પ્રાચીનોમાં આવે છે, સાથે તેમના પ્રયાસો નવયુગી પ્રયાસોની કક્ષામાં આવે છે. જૈન માન્યતાઓને તેઓ આ નવીન શૈલીથી વિચારે છે તેથી તેમનાં મંતવ્યો યુરોપીય વાતાવરણથી રંગાયેલાં વિદ્વર્ગમાં એકદમ માન્યતા પામ્યાં છે. એમના વિચાર્યોમાં સાંપ્રદાયિક તત્ત્વો ઘૂસી શક્યાં નથી. અત્યારે તો હરેક વિચારક માને છે કે કોઈ પણ મંતવ્યમાં કોઈ સમય-અધીન તત્વ હોય તો તેનો વિચાર જે તે સમયની મર્યાદાઓને સમજીને થવો જોઈએ, અને એમાં સાંપ્રદાયિક આગ્રહ હોવો જોઈએ નહિ. મહારાજશ્રીની દષ્ટિએ આ નવીન શૈલીનો સમાવેશ થાય છે એ હું મારા એમના પરિચયથી જાણી શક્યો 16 ! શ્રી પુણ્યચરિત્રમ્ Page #181 -------------------------------------------------------------------------- ________________ છું, અને તેને આ લેખમાં મૂકવાનું હું મારું કર્તવ્ય સમજું છું. એક વાર વડોદરા મુકામે મેં આચારાંગસૂત્રની મારી વાચનાનો કોઈ કોઈ અનુભવ એમની સમક્ષ મૂકયો. મૂકતાં મને કાંઈક સંકોચ તો થતો હતો, છતાં શુદ્ધ વિચારણા માટે મેં એ સંકોચને દૂર કરી મારા વિષયના એકાદ બે મુદ્દાઓ એમની સમક્ષ મૂક્યા. મને જે જવાબ મળ્યો તેથી મને અત્યંત આનંદ-હર્ષ થયો. મહારાજશ્રીએ મારા વિચારને પુષ્ટિ આપી, ઉપરાંત સ્પષ્ટ કર્યું કે, આચારાંગસૂત્રની સંકલના કરનાર આચાર્ય ગૃહસ્થાશ્રમમાં જૈન દીક્ષા લીધી તે અગાઉ તેઓ વૈદિક મતના પ્રખર પંડિત,વિવેચક અને તત્ત્વચિંતક હતા, એટલે આચારાંગની સંકલનામાં એમનો પૂર્વાશ્રમનો રંગ, વિશુદ્ધ ભાવે, આવે તેમાં કશું આશ્ચર્ય નથી! મને પુણ્યવિજયજી મહારાજ દુરાગ્રહથી પરામુખ જગાયા છે. બાળદીક્ષા દેવદ્રવ્ય, પૂજાવિધિ, દિગંબર-સ્થાનકવાસી-તેરાપંથી ગચ્છવાદ, એ વિવાદથી તેઓ મુક્ત રહ્યા છે. સમક્તિ-મિથ્યાત્વના વિવાદથી તેમની દષ્ટિ કુંઠિત થઈનથી. તેમનો આચાર કડક રહ્યો છે, તો એકાંગી ક્રિયાવાદથી તેઓ બિલકુલ રંગાયેલા નથી. શુદ્ધ, વિવેકપ્રચુર, અભિનિવેશ રહિત તેમનાં વ્યાખ્યાનો અનુભવવામાં આવ્યાં છે. જ્યાં પદ્રવ્યમાં, પંચાસ્તિકાયમાં માન્યતા છે, જ્યાં સ્યાદ્વાદ-અનેકાંતમાં શ્રદ્ધા છે, ત્યાં જૈનત્વ હોઈ શકે છે એમ તેઓ માને છે; સાથે સર્વદર્શનો પ્રત્યે તેઓ સમભાવપણે રહે છે, ધર્મ અને સાયંસ, એ બે વચ્ચે વિરોધ સંભવતો નથી એમ તેઓ કહે છે. જૈન આગમમાં નિર્નવોનો વિચાર આવે છે. આ એક વિશેષ પ્રયોગ છે. તેનું પ્રયોગાતર અંગ્રેજીમાં dissent શબ્દથી કરીશ. કેથોલિક ચર્ચની માન્યતાઓથી પ્રોટેસ્ટંટો જુદા પડ્યા અને ડિસેન્ટર કહેવાયા. એ જ પ્રોટેસ્ટંટોમાં મતાંતરો થયાં. તેઓ પરસ્પર dissent કહેવાય છે. મહાવીરના સમયમાં બે મુખ્ય dissent નિદવો થઈ ગયાઃ (૧) મંખલીપુત્ર ગોશાલક, (૩) ખુદ મહાવીરનો જમાઈ જમાલિ. મહાવીર પછી નિર્નવો થયા, એમનો નિર્દેશ કરવાની અહીં જરૂર નથી. વળી એટલું કહેવું બસ થશે કે, આ નિર્નવો પરસ્પર એકમેકને મિથ્યાત્વી કહેતા આવ્યા છે. જો કે ખૂબી તો એ છે કે દરેક નિદ્ધનો જૈનોની મુખ્ય માન્યતાઓ પંચાસ્તિકાય, પવ્યવિચાર, અનેકાંતવાદ-સ્યાદ્વાદ એમાં તો માને છે જ, છતાં એક સમૂહ બીજા દરેકને સમૂહને મિથ્યાત્વીઅ-જૈન માને છે! આ સંકુચિત વિચારધારા છે. મહારાજશ્રી આવા સંકુચિતપણાથી વિમુખ રહ્યા છે, સાથે તેઓ પોતાના પરંપરાગત ગચ્છગત સમૂહમાં રહીને જ સેવા કરતા રહ્યા છે, અને આ બધા સમૂહો તેમના પ્રત્યે સમાન સેવતા રહ્યા છે. કેટલાયે સ્થાનકવાસી સાધુઓ તેમનો પરિચય કેળવવાની તત્પરતા દર્શાવે છે, એ મારે જાત અનુભવ છે. જૈન વિદ્યાની એમણે આજીવન સેવા કરી છે એ જ એમના જીવનનું સાફલ્ય છે. આપણે ઈચ્છીએ કે આવા પવિત્ર માનવો જૈન વિદ્યાની સેવા કરવા સદૈવ સમર્થ રહે, દીર્ઘ આયુષ્ય ભોગવે, અને આરોગ્યમાં રહે! પ્રેરક વિભૂતિ ડો. રમણલાલ ચી. શાહ, મુંબઈ દરેક વ્યક્તિના જીવનમાં કોઈ કોઈ વ્યક્તિ પ્રેરણારૂપ બની જાય છે. જે કેટલીક વડીલ અને પૂજનીય વ્યકિતઓ મારા જીવનઘડતરમાં પ્રેરણારૂપ બની ગઈ છે તેમાં પરમ પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ થી પુણ્યચરિત્રમ્ 162 Page #182 -------------------------------------------------------------------------- ________________ અગ્રસ્થાન ધરાવે છે. એમની પ્રેરણાએ જ મને પ્રાચીન જૈન સાહિત્ય પ્રત્યે અને એથી પણ વિશેષ ધર્મ પ્રત્યે અનુરાગી બનાવ્યો છે. એમના આશીર્વાદથી જ જીવનમાં કેટલાંક કાર્યો હું સફળતાપૂર્વક પાર પાડી શક્યો છું અને એથી એમના પ્રત્યે હું ઘણો જ ઋણી છું. પૂજ્ય મહારાજ સાહેબ સાથેનો મારો પરિચય લગભગ દોઢ દાયકાનો છે. એમનાં પહેલવહેલાં દર્શન કર્યાં અમદાવાદમાં ઓરિયેન્ટલ કોન્ફરન્સ ભરાઈ ત્યારે. જૈન મુનિઓ પણ આવી કોન્ફરન્સમાં રસ લે છે એ જાણીને ત્યારે આશ્ચર્ય થયેલું અને આપણા ‘જ્ઞાનભંડારો' વિશે પૂ. મહારાજ સાહેબે જે પ્રવચન કર્યું તે સાંભળીને તો મારી મુગ્ધતાનો પાર રહ્યો ન હતો. પૂજ્ય મહારાજ સાહેબના વધુ નિકટના સંપર્કમાં આવવાનું બન્યું ઈ.સ.૧૯૫૫માં. એ વર્ષે અમદાવાદમાં સેંટ ઝેવિયર્સ કોલેજની સ્થાપના થઈ અને મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજ તરફથી અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્ય કરવા માટે એક વર્ષ માટે મને મોકલવામાં આવ્યો. સવારની કોલેજ હતી એટલે સમય પણ પુષ્કળ મળતો હતો. રોજ સાંજે સરિતકુંજમાં પૂજ્ય પંડિત શ્રી સુખલાલજી પાસે જતો હતો અને એમને કંઈક વાંચી સંભળાવતો હતો. તે સમયે ‘નલ-દમયંતીની કથાનો વિકાસ' એ વિષય ઉપર મહાનિબંધ લખવાના કાર્યનો હજુ આરંભ જ મેં કર્યો હતો. પૂજ્ય પંડિતજી સાથે એ વિષયની વાત કરતાં એમણે એ માટે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનો સંપર્ક સાધવાનું સૂચન કર્યું અને એ પ્રમાણે એક દિવસ બપોરે હું જૈન સોસાયટીના ઉપાશ્રયમાં જઈ ચડચો. પૂ.મહારાજ સાહેબને મેં વંદન કર્યા, પરંતુ વિધિસર વંદન કરતાં મને આવડતું નહોતું. પૂજ્ય મહારાજ સાહેબને મારો કોઈ પરિચય ન હતો, પરંતુ પ્રથમ મુલાકાતે જ એમણે મારી સાથે કોઈ સ્વજનની જેમ ખૂબ ઉમળકાભેર વાત કરી અને તેથી હું અત્યંત પ્રભાવિત થઈ ગયો. એમના આવકારે મારું હૃદય જીતી લીધું. પોતાના કામમાંથી સમય કાઢી એમણે મારે માટે પુષ્કળ સમય આપ્યો અને તે ને તે જ વખતે એમણે મારું કંઈપણ ઠામઠેકાણું લીધા વિના મને મધ્યકાલીન જૈન કૃતિઓની બે હસ્તપ્રતો આપી. એમણે મારામાં મૂકેલા અસાધારણ વિશ્વાસને કારણે હું એમના વ્યક્તિત્વથી વધારે આકર્ષાયો અને પછી તો એમને વંદન કરવાને તથા એમનું માર્ગદર્શન મેળવવાને રોજ ઉપાશ્રયે જવાનો મારો કાર્યક્રમ બની ગયો. નળદમયંતીની કથા વિશેના મહાનિબંધની પૂર્વ તૈયારીમાં મેં જે કેટલીક કૃતિઓ જોઈ તેમાં સમયસુંદરકૃત ‘નલ-દવદંતી રાસ’ પણ હતો. પરંતુ એ કૃતિ અપ્રગટ હતી એટલે હસ્તપ્રતને આધારે એનો અભ્યાસ કરવાનો હતો. જોકે હસ્તપ્રતની લિપિ બરાબર વાંચતાં મને આવડતું નહોતું, જે પૂજ્ય મહારાજ સાહેબ પાસેથી શીખવા મળ્યું, એટલું જ નહિ, એમની પ્રેરણાથી સમયસુંદરની એ કૃતિનું સંપાદન કરવાનું કાર્ય મેં હાથ ધર્યું, જેમાં પૂજ્ય મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય દર્શનવિજયજી મહારાજે પણ મને ઘણી સહાયતા કરી. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના હાથ નીચેની તાલીમને પરિણામે એ સંપાદન સારી રીતે તૈયાર થઈ શક્યું અને એ જ્યારે પુસ્તકરૂપે પ્રગટ થયું ત્યારે એમના ચરણકમલમાં મેં એ અર્પણ કર્યું. આમ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલી જૈન રાસાદિ કૃતિઓના સંશોધન-સંપાદનના ક્ષેત્રમાં પૂજ્ય મહારાજ સાહેબે જ મને પ્રવેશ કરાવ્યો અને એમની જ પ્રેરણાથી ત્યાર પછી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીકૃત ‘જંબુસ્વામી રાસ’નું સંપાદન પણ તૈયાર કરી પ્રકાશિત કર્યું. 163 શ્રી પુણ્યચરિત્રમ્ Page #183 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. ૧૯૫૫-૫૬માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં એક વર્ષ કામ કરી મારે મુંબઈ પાછા ફરવાનું થયું. પૂજ્ય મહારાજ સાહેબને વંદન કરવા ગયો ત્યારે મારો ધર્મ પ્રત્યેનો અનુરાગ વધતો જોઇને એમણે મને સંભારાણા તરીકે એક પ્રાચીન કલાત્મક સિદ્ધચક્રજીની ભેટ આપી, જેના નિત્ય દર્શન-વંદનને પરિગામ, મારે પ્રામાણિકપણે કહેવું જોઈએ કે, મને જીવનમાં અસાધારણ લાભો થયા છે. મુંબઈ આવીને પૂજ્ય મહારાજ સાહેબ સાથે પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સૌને હશે એવો જ અનુભવ મને થયો. પૂજ્ય મહારાજ સાહેબની આ એક જાણીતી ખાસિયત છે કે તેઓ સામાન્ય રીતે પત્રવ્યવહાર બહુ રાખતા નથી. ટપાલટિકિટનો બને તેટલા ઓછામાં ઓછો પરિગ્રહ અને સંઘને ઓછામાં ઓછું ખર્ચ કરાવવાની ભાવનામાંથી આ વૃત્તિ જન્મેલી મનાય છે. પરંતુ અનિવાર્ય હોય ત્યારે પૂજ્ય મહારાજ સાહેબ અવશ્ય પત્રનો જવાબ આપે છે એવો પણ અનુભવ છે. મેં જ્યારે જ્યારે ધાર્મિક કે સાહિત્યિક વિષયની કોઈ અગત્યની બાબત વિશે એમનું માર્ગદર્શન મંગાવ્યું હોય ત્યારે ત્યારે અચૂક તેમના તરફથી સ્વચ્છ અને મરોડદાર અક્ષરે મુદ્દાસર અને ચીવટપૂર્વક લખેલો પત્ર મળ્યો છે. બાળબ્રહ્મચારી, લાંબા દીક્ષા પર્યાયવાળા, સંયમની આરાધનામાં મગ્નચિત્ત, જ્ઞાનવૃદ્ધ અને તપોવૃદ્ધ સ્થવિર પૂજ્ય મહારાજ સાહેબે પોતાની તબિયતની પણ દરકાર કર્યા વગર પાટણ, જેસલમેર, અમદાવાદ વગેરે સ્થળે જૈન ભંડારોની હસ્તપ્રતને વ્યવસ્થિત કરવાનું અમૂલ્ય કાર્ય કર્યું છે. અસહ્ય ગરમીમાં માથે ભીનું પોતું મૂકીને ધીખતા પતરા નીચે ભરબપોરે જ્યારે એમને મેં દેવસાના પાડાના ઉપાશ્રયમાં પ્રસન્ન ચિત્તે કાર્ય કરતા જોયા ત્યારે તો મારું મસ્તક એમના ચરણોમાં નમી પડયું હતું. એમના અથાગ પરિશ્રમયુક્ત અવિરત કાર્યને કારણે તેમજ ચારિત્ર્યની શ્રેષ્ઠતાને કારણે કોઈ સંઘ કે સમાજે તેઓ વર્ષોથી ઉપાશ્રયમાં પોતાના કામને માટે લાઈટનો ઉપયોગ કરતા હોવા છતાં તેનો વિરોધ કે ઊહાપોહ કર્યો નથી. પૂજ્ય મહારાજ સાહેબની આત્મિક શક્તિ એટલી પ્રબળ છે કે અડધી રાત સુધી કાર્ય કર્યું હોય અને રાતના એક-બે કલાકની ઊંઘ મળી હોય તો પણ બીજે દિવસે સવારે તેઓ એવા જ સ્વસ્થ અને પ્રસન્ન હોય અને દિવસે આરામ લેવાની એમને જરૂર પણ ન હોય. આવી રીતે એકાદ દિવસ નહિ, દિવસોના દિવસો સુધી કાર્ય કરવાની અસાધારણ શક્તિ તેઓ ધરાવે છે. શું જૈન કે શું બૌદ્ધ, શું હિંદુ કે શું ખ્રિસ્તી, દરેક ધર્મ કે સંપ્રદાયના ત્યાગી સાધુઓમાં પણ જોવા મળે છે લોકેષણાની અભિપ્સા, ત્યાગી મહાત્માઓની લોકપ્રશંસા આપોઆપ જ થવા લાગે છે. પરંતુ સમય જતાં ક્યારેક કેટલાકમાં વધુ લોકેષણાની વાસના જાગે છે. પરંતુ પૂજ્ય મહારાજ સાહેબે એના ઉપર પણ વિજય મેળવ્યો છે. એમણે સહજ મળતી આચાર્યની પદવીની પણ જો ખેવના કરી નથી, તો લોકેષણાની તો વાત જ શી કરવી? જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં મહાન ગણાતી કોઈ કોઈ વ્યક્તિઓના નિકટના સંપર્કમાં આવવાની જ્યારે પગને તક મળે છે ત્યારે તે દરેકનો આપણો અનુભવ એકસરખો નથી હોતો. કેટલીક મહાન ગણાતી વ્યક્તિઓ જેમ જેમ નિકટના સંપર્કમાં આપણે આવીએ છીએ અને એની વિશ્વસનીય વ્યક્તિ બનીએ છીએ તેમ તેમ એ મહાપુરુષમાં રહેલ અહંકાર, દંભ, ઉગ્ર રાગદ્વેષ, સંકુચિત અને સ્વાર્થપરાયણ દષ્ટિ, ખટપટ, ચારિત્ર્યની શિથિલતા, શ્રી પુણ્યચરિત્રમ્ 164 Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ અને વર્તન વચ્ચેની વિસંવાદિતા ઈત્યાદિ આપાગી નજરે ચડવા લાગે છે અને વખત જતાં એ મહાપુરર્ષમાં વામન પુરુષનું આપાગને દર્શન થતું જાય છે. બીજી બાજુ કેટલાક એવા ખરેખર મહાત્માઓ હોય છે, જેમના જેમ જેમ નિકટના સંપર્કમાં આપાગે આવતાં જઈએ છીએ તેમ તેમ તેમના ચારિત્રનાં અજ્ઞાત ઉજ્વળ પાસાંઓનું વધુ અને વધુ દર્શન આપાગને થતું જાય છે. પરમ પૂજ્ય પુણ્યવિજ્યજી મહારાજ સાહેબના જેમ જેમ નિકટના પરિચયમાં આવવાનું થતું ગયું તેમ તેમ એમના જીવનના અત્યંત ઉજવળ પાસાંઓનું વધુ અને વધુ દર્શન અને હંમેશાં થતું ગયું છે. આવા ભવ્યાત્માનાં ચરણોમાં આપાગી કોટિ કોટિ વંદન હજો. વિદ્વદલ્લભ' સાથેના સાહિત્યિક પ્રસંગો પ્રો. હીરાલાલ ૨. કાપડિયા, સુરત વ્યસન-આજથી પચાસ વર્ષ ઉપર મુંબઈ વિદ્યાપીઠની એમ.એ.ની પરીક્ષામાં ગણિત સાથે ઉત્તીર્ણ થયા બાદ મુંબઈની વિલ્સન કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકે કામ કરતી વેળા મને જૈન સાહિત્યના વિશિષ્ટ અભ્યાસ કરવાનો સુયોગ સાંપડ્યો. વાત એમ બની કે એ વર્ષે ‘શાસ્ત્રવિશારદ' જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીનું અમના બહુશ્રુત વિનેયો સહિતનું મુંબઈમાં ચાતુર્માણ થયું અને મને એનો યથેષ્ટ લાભ મળ્યો. ત્યારથી મને અનેકવિધ વિષયોનો બોધ કરાવનારા મહત્ત્વપૂર્ણ જેન તેમજ અજૈન ગ્રન્થો વાંચવા વિચારવાનો, નોંધો કરવાનો, લેખો લખવાનો તથા કૃતિઓ યોજવાનો રંગ લાગ્યો. એ મારા સ્વાધ્યાયના એક અંગરૂપે પરિણમ્યો. આગળ જતાં એ મારું વ્યસન થઈ પડ્યું. એ આજે પાગ આ વૃદ્ધાવસ્થામાં વિકટ પરિસ્થિતિ ઉભવતાં માનસિક સમતુલા જાળવવામાં, સાહિત્યનો નિર્મળ આનંદ પ્રાપ્ત કરવામાં તેમજ સાહિત્યક્ષેત્રને પોતાનાં મહામૂલ્યશાળી પ્રદાન વડે ગૌરવાંકિત કરનારા બિવૃધોનો કંઈ નહિ તો પરોક્ષ સમાગમ સાધવામાં સહાયભૂત બન્યું છે. પ્રાથમિક પરિચય -ચાળીસેક વર્ષ ઉપર રવ. બાબુસાહેબ જીવનલાલ પનાલાલે મને ‘આહત જીવન જ્યોતિ' તૈયાર કરવાનું કામ સોંપ્યું. એ કાર્ય સાંગોપાંગ બને, એનું સમુચિત આયોજન થાય અને એ સર્વાશે કાર્યસાધક થઈ પડે એ માટે એમણે મને તે સમયના ધર્મધુરંધર જૈન આચાર્યો અને મુનિવરોનો પ્રત્યક્ષ સમાગમ સાધવાની સૂચના કરી. તદનુસાર હું પારાગ ગયો અને પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજશ્રીને મળ્યો. એમાણે મને એમના પોતાના પ્રશિષ્ય મુનિશ્રી પુણ્યવિજયજી સાથે આ સંબંધમાં વિચારણા કરવી ઠીક થઈ પડશે એમ કહ્યું. સાથે સાથે મારા સદૂગત પિતા અને પિતામહના પંજાબોદ્ધારક’ શ્રી આત્મારામજી મહારાજજીના સમુદાય સાથેનો ધર્મસ્નેહ હતો તે જગાવ્યું. આ પ્રમાણેના આહલાદક વાતાવરણમાં હું પુણ્યવિજયજીને મળ્યો. આ મારો એમની સાથેનો પ્રથમ પરિચય હતો. આથી થોડીક વાતો થયા બાદ જ એમણે મારા ઘરમાંથી એમના સરનામે અશુભ સમાચાર'ના નિદર્શપૂર્વકનો મારા ઉપર લખેલો પત્ર આપ્યો. આ એમની વ્યવહારકુશળતા - વિવેકબુદ્ધિનું ધોતન કરે છે, નહિ તો પ્રથમ ગ્રાસે મક્ષિકા' જેવો ઘાટ થાત. જાહેર વ્યાખ્યાન- બપોરનો સમય થવા આવ્યો હતો એટલે વાત આગળ ન વધી. રાત્રે મુનિશ્રીને ફરીથી 165 શ્રી પુણ્યચરિત્રમ્ | Page #185 -------------------------------------------------------------------------- ________________ મળવાનું થતાં એમણે મને એક જાહેર વ્યાખ્યાન આપવા કહ્યું. એ ઉપરથી મારે ક્યા કયા મુદ્દાઓ ખાસ ચર્ચવા એ બાબત મેં એમને પૂછી એટલે એ દિશામાં એમણે વેધક પ્રકાશ પાડ્યો. બીજા દિવસે મારા વ્યાખ્યાન પ્રસંગે એઓ જ નહિ પણ એમના પ્રગુરુ પણ પધાર્યા. આથી મને સાનંદાશ્ચર્ય થયું અને મારા ઉત્સાહમાં વૃદ્ધિ થઈ. ફરીથી મળવાનું થતાં ચરવળો, કટાસણું ઈત્યાદિ શબ્દોની ચર્ચા ચાલી. ઉદારતા- કાલાંતરે મેં જૈનાચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજી ત્યાં પાટણમાં હતા તેમનો વન્દનાદિ દ્વારા લાભ લેવાની ઈચ્છા દર્શાવી, તો એમની સાથે યથાયોગ્ય સુમેળ નહિ હોવા છતાં તરત જ-જરા પાર્ગ સંકોચ વિના એમણે યોગ્ય પ્રબંધ કરી આપ્યો, આ એમની ઉદારતા. આમ મારો એમની સાથેનો પ્રાથમિક પરિચય પાંગરવા લાગ્યો. ઉપહાર-પુણ્યવિજયજીએ દેવેન્દ્રસૂરિકૃત “ચવારઃ કર્મગ્રન્થા”ની એક નકલ મને ભેટ આપી ત્યારે એમણે ગુજરાતી લિપિમાં નિમ્નલિખિત ઉલ્લેખ કર્યો હતોઃ“ભાઈશ્રી હીરાલાલ રસિકદાસ કાપડીઆને સસ્નેહ ઉપહાર - મુનિ પુણ્યવિજય સં. ૧૯૯૩ના માગશર્ષ કૃષણપંચમી” કાલાંતરે એમણે મને બીજા બે કર્મગ્રન્થોને લગતા પુસ્તકની પણ એક નકલ ભેટ આપી હતી. એના ઉપર બાળબોધ લિપિમાં નીચે મુજબ ઉલ્લેખ કર્યો હતો :“ભાઈ શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયાને સાદર સમર્પિત પુણ્યવિજય” નિર્દેશઃ- “ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજય સ્મૃતિગ્રન્થના આમુખ (પૃ. ૧૪માં) પુણ્યવિજ્યજીએ “એક સુયોગ્ય વિદ્વાન લેખક તરીકે મારો નિર્દેશ કર્યો છે. સહકાર -મુંબઈ સરકારની માલિકીની જૈન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચિપત્ર મેં ત્રણેક વર્ષ પૂનામાં રહીને સોળ વિભાગમાં જે પૂર્ણ કર્યું હતું તે ભાંડારકર પ્રાચ્ય વિદ્યાસંશોધન મંદિર તરફતી આજે વર્ષો થયાં છપાય છે. અત્યાર સુધીમાં નવ વિભાગ પ્રકાશિત થયા છે. આ પૈકી 1 DC GCM [VolXVII, pts 12 & pt.3 pp. 1-56] જે ઈ.સ. ૧૯૩૫થી ૧૯૪૦ના ગાળામાં પ્રસિધ્ધ કરાયાં છે તેનાં બીજી વારનાં મુદ્રણપત્રોની એક નકલ, જે સંસ્થાએ મારી વિજ્ઞપ્તિથી એમના ઉપર પણ મોકલી હતી, તેમાંનો અંગ્રેજી સિવાયનો ભાગ તપાસી જવા એમણે કૃપા કરી હતી. ઉલ્લેખ અને કૃતજ્ઞતા - "Journal of the University of Bombay" (Vol. VI, pt. 6) માં મારો લેખ નામે "Outlines of Palaeography"૧૯૩૮માં છપાયો તેમાં પૃ. ૮૯માં “જૈન ચિત્રકલ્પદ્રુમ'' ગત પુણ્યવિજયજીના જૈન લેખનકળા' નામના વિસ્તૃત લેખની મેં નોંધ લીધી છે અને અંતમાં એમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી છે. નોંધ કરતી વેળા મેં એમનો “an erudite scholar and a Gaina saint” તરીકે ઉલ્લેખ કર્યો છે. શ્રી પુણ્યચરિત્રમ્ | 166 Page #186 -------------------------------------------------------------------------- ________________ નિખાલસતા અને નિર્ભયતા - પચ્ચીસેક વર્ષ ઉપર આગમોબારક શ્રી આનન્દસાગરસૂરિજી અહીંસુરતમાં લીંબડાની ઉપાશ્રયે સ્થિરતા કરતા હતા એવામાં પુણ્યવિજ્યજી અહીં આ જ ઉપાશ્રયમાં પધાર્યા. પ્રસંગોપાત એક રાત્રે મેં એક મુનિશ્રીની ઉપસ્થિતિમાં એમને નિમ્નલિખિત બે વિવાદાગ્રસ્ત બાબતો વિશે પોતાના વિચારો રજૂ કરવા વિજ્ઞપ્તિ કરી અને એમણે નિખાલસતા અને નિર્ભયતાપૂર્વક એ બાબતો ઉપર જે પ્રકાશ પાડ્યો તે મારી જિંદગીમાં આ જાતનો પહેલો જ અનુભવ હતોઃ (૧) શ્રમણ ભગવાન મહાવીરસ્વામી અને માંસાહાર, (૨) ‘મહાત્મા’ ગાંધીજી અને એક લાખ વર્ષમાં થઈ ગયેલાં તીર્થકરો. વિદ્વલ્લભ-મુનિશ્રી પુણ્યવિજયજી માટે આજે કેટલાંય વર્ષો થયાં મેં ‘વિકલ્લભ' વિશેષણ યોજ્યું છે અને મારી અન્યાન્ય કૃતિઓમાં મેં એનો ઉલ્લેખ પણ કર્યો છે. આ સમાસના તપુરુષ તેમ જ બહુવીહિ એ બંને અર્થ મને પૂરેપૂરા અભિપ્રેત છે. એઓ વિદ્વાનોને પ્રિય છે તેમજ એમને પાગ વિદ્વાનો પ્રિય છે. આ જગજાહેર બાબતને મેં આ વિશેષ દ્વારા મૂર્ત સ્વરૂપ આપ્યું છે. વિશેષમાં આથી તો મેં આ લેખનું 'પુણ્ય-પ્રસંગો' જેવા વયર્થક શીર્ષકને બદલે “વિદ્વલ્લભ'' તરીકે એમનો પ્રારંભમાં જ નિર્દેશ કરવાનું વધારે ઉચિત ગણ્યું છે. આથી આ વિશેષણની જાણ વધારે વ્યાપક બનશે એવી આશા છે. એ એમના યોગ્ય સન્માનનું પ્રતીક થઈ પડશે. ભલામાર- ‘પ્રાકૃત ટેસ્ટ સોસાયટી' તરફથી પ્રકાશિત થતાં પુસ્તકો મને ભેટ મળતાં રહે એ માટે એમણે આ સંસ્થાના સંચાલક મહાનુભાવોને ભલામણ કરી હતી એમ જાણવા મળે છે. મને શરૂઆતના કેટલાક ગ્રંથો ભેટ મળ્યા તે આ ભલામણું પરિણામ છે એમ મારું માનવું છે. લાક્ષણિક પરોપકાર- મુંબઈ વિદ્યાપીઠ તરફથી “આકારચિત્રોનાં ઉદાહરણો''ને અંગેનો મારો અંગ્રેજી લેખ સચિત્ર સ્વરૂપે પ્રસિદ્ધ થતો હતો તેવામાં મારે અમદાવાદ જવાનું થયું. ત્યાં તારીખ ૧૩-૩-'પપના રોજ મુનિશ્રીને મળવા ગયો ત્યારે ૬૩ આકારચિત્રોથી અલંકૃત અને ઉદયવિજયે ૩૧૭ પઘોમાં રચેલ વિજ્ઞપ્તિપત્રની કપડા ઉપર ચોંટાડાયેલી અને કાગળ ઉપર લખાયેલી ટિપ્પણાના આકારની એક હાથપોથી એમણે મને બતાવી હતી એટલું જ નહીં, પણ ભલ્લ, શંખ અને શ્રીકરીનાં ચિત્રો એ ઉપરથી એમણે મને આલેખી આપ્યાં હતાં. વિશેષમાં આ અમૂલ્ય અને વિરલ હાથપોથી મારે મારી જન્મભૂમિમાં-સુરત લઈ જવી હોય તો તે માટે પૂરી સાનંદ તૈયારી બતાવી હતી. પણ આ અલભ્ય વસ્તુ લઈ જવાની મેં ના પાડી હતી. કાલાંતરે મેં આ હાથપોથી જોવા માગી ત્યારે તેમણે કહ્યું કે સાક્ષરવર્ય શ્રી જિનવિજયજીએ પ્રકાશનાર્થે લઈ ગયા છે. અન્ય ચિત્રોનું કામ આથી અટકી પડ્યું છે. આજે આ હાથપોથી ક્યાં છે અને એ વિજ્ઞમિપત્ર સચિત્ર સ્વરૂપે પ્રકાશિત થયું હોય તો તેની મને ખબર નથી. એમની લાક્ષણિક પરોપકારવૃત્તિ-સૌજન્યનો-એક યાદગાર બીજો પણ પ્રસંગ બન્યો છેઃ તા. ૨૪-૩-'પપને રોજ એમણે મને અષ્ટ મંગળોનાં આકારચિત્રોથી વિભૂષિત ચંદ્રપ્રભસ્વામિસ્તવનની વિ.સં. ૧૫૧૨માં લખાયેલી હાથપોથી આપી મારી આ પ્રવૃત્તિમાં મને પ્રોત્સાહિત કર્યો. આ કૃતિ મારા ઉપર્યુક્ત લેખમાં છપાઈ છે. આ હાથપોથી અંશતઃ મૂળ તેમ જ ચિત્રો એમ બંને રીતે અંશતઃ ખંડિત 167 શ્રી પુણ્યચરિત્રમ્ Page #187 -------------------------------------------------------------------------- ________________ હતી, પાગ એકબીજાનો લાભ લઈ હું એને પરિપૂર્ણ સ્વરૂપ આપી શક્યો હતો. પત્રવ્યવહાર અને અક્ષરો-ચઉસરાગ ઇત્યાદિ પધણગોની પ્રાચીનતા અને પંચકમ્પના પરિચય જેવા વિષય વિષે પત્રવ્યવહાર દ્વારા એમાગે મને પોતાના વિચારો દર્શાવ્યા હતા. ગુજરાતી તથા બાળબા બંને લિપિના એમના અક્ષરો સુન્દર, સ્પષ્ટ, સુબોધ અને નયનપ્રિય છે, એમ એમના લખાણથી જણાયું છે. સમાગમ - મારો મુનિશ્રી પુણ્યવિજ્યજી સાથેનો સમાગમ મોટે ભાગે પરોક્ષ છે. એમની રચેલી કૃતિઓનું વાંચન કરતાં મને આનંદ થયાં છે. એક અભિનવ દષ્ટાંત તરીકે કહીશ કે નન્દીસુત્તની અગિગ સહિતની એમની આવૃત્તિમાં એમણે આગમોબારકને અંગે જે પ્રશંસનીય અને અભિવન્દનીય ઉગારો મૂર્ત કર્યા છે તેનો બૃહત્કલ્પ (ભા. ૧) ગત એમની પ્રસ્તાવનામાં આગમોબારક અંગે કરેલા ઉલ્લેખ સાથે સરખાવતાં મને સાનંદ આશ્ચર્ય થયું હતું. એ જ સુજ્ઞ અને સહૃદય વ્યક્તિના જીવનમાં પણ પ્રસંગાનુસાર કેવી કેવી વિલક્ષણ-પરસ્પર વિરુદ્ધ જણાતી ઘટનાઓ બને છે તેનું આ એક જવલંત ઉદાહરણ છે. સુયોગ - વિકલ્લભ મુનિ શ્રી પુણ્યવિજયજીના મારા ઉપર વિવિધ ઉપકારો થયા છે. તેનો ચન્કિંચિત નિર્દેશ કરવા માટે મને જે આ સુયોગ સાંપડ્યો છે તે ડો. સાંડેસરા અને ડો. ઉમાકાંતના તા. ૧૯-૯-'૯૮ના ભાવભીના આમંત્રણને આભારી છે. અભિલાષા - પુણ્યવિજયજીએ પોતાના સાઠ વર્ષના દીર્ઘકાલિન દીક્ષાપર્યાયને વિશેષત: સાહિત્યની અભિવૃદ્ધિ કરીને સારી રીતે દીપાવ્યો છે તે બદલ હાર્દિક અભિનન્દન આપતો અને એ સત્કાર્યમાં એમની ઉત્તરોત્તર અધિક પ્રગતિ થતી રહે અને એ વપર હિતકારી બને એ અભિલાષા દર્શાવતો હું વિરમું છું. બહુમુખી પ્રતિભા ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ, અમદાવાદ જૈન સાધુસમાજમાં કેટલાક વિદ્વાન મુનિઓ પોતાની કાર્યપદ્ધતિથી અલગ તરી આવે છે તેમાં આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીનું નામ આપી શકાય. તેમની વિદ્વતા, પ્રતિભા, ઔદાર્ય, નમ્રતા અને સાધુચરિત સહૃદય વગેરે ગુણો તેમના આગવા વ્યક્તિત્વનો ખ્યાલ કરાવે છે. તેમણે સંપાદિત કરેલા અનેક ગ્રંથો અને વિશિષ્ટ નિબંધોથી તેમની વિદ્વતા અને પ્રતિભાનો પરિચય મળે છે. વિદ્વાનો કે વિદ્યાર્થીઓને ઉપયોગી એવી સાહિત્યિક સામગ્રી પૂરી પાડવાના તેમના ઔદાર્ય વિશે વિદ્વાનોએ પોતાની કૃતિઓમાં તેમની શતમુખે કૃતજ્ઞતા પ્રદર્શિત કરી છે. ગમે તેવા નાના માનવી પાસેથી તેમને કોઈ કાર્ય પરત્વે સહાય લીધી હોય તો આપણા સાધુસમાજમાં અલગ તરી આવે એવી તેમની આભાર પ્રદર્શન કરવાની નમ્રતા જોઈને તો ઘણી વખત એવો માનવી શરમ પણ અનુભવે. તેમની સાથે વાત કરતાં તેમની રજૂઆતમાં કંઈ પાણ છુપાવવાની કૃત્રિમ વાગીનો કે વાતનો સહેજે પણ આભાસ ન થાય એવી એમની પારદર્શી ઋજુ સહજતા શ્રી પુણ્યચરિત્રમ્ 168 Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ ઉમંગસૂરિજી મહારાજ સાથે નગરપ્રવેશ કરતા પૂજ્ય પુણ્યવિજયજી મ. સા.ની લાક્ષણિક તસવીર શ્રીમદ્દ હેમસાગર સૂરિજીના હસ્તે થતી વાસક્ષેપની અમીવર્ષા નિહાળતા શ્રી પુણ્યવિજયજી મ.સા. (જમણે) Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાન ભંડારની બહાર પ.પૂ. આગમપ્રભાકરશ્રીજી મહારાજ, મુનિ શ્રી શિષ્યરત્ન રમણીકવિજયજી મહારાજ અને પૂ. શ્રી ચરણવિજયજી મ.સા. દષ્ટિગોચર થાય છે. સાધ્વી શ્રી કારશ્રીજી મ. સા. સાથે બેઠેલા શ્રધ્ધાળુ શ્રાવિકા પૂજ્યશ્રીજીને પ્રસન્નતાથી નિહાળતા પ્રત્યુત્તરની પ્રતીક્ષા કરતા જણાય છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ th --- lksh steh b>F bich Pbih > >f Plbltle ale tilc=ble lap Plcy e lane · *63 hlka delica)? dog be t sbJdh ‘નહીં મહારાજ સાહેબ! મને તો આપ જ ગોચરી વહોરાવવાનો લાભ આપો !' એવી જ કંઈક વિનંતીને ગ્રાહ્ય રાખીને પુણ્યવિજયજી મહારાજ શ્રાવિકાના હસ્તે પાત્રામાં ગોચરી ગ્રહણ કરતા તસવીરમાં દૃષ્ટિગોચર થાય છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પુણ્યવિજયજી મ. સા.ને વંદન કરતા પાટણ નિવાસી શેઠ શ્રી કેશવલાલ કિલાચંદ Mini Brij.. યુવા પુણ્યવિજયજી મ.સા. જ્ઞાનપિપાસુ વિદ્વાન વિદેશી તથા પંડિત શ્રી બેલાણી સાથે જ્ઞાનગોષ્ઠિ કરી રહ્યા છે Page #192 -------------------------------------------------------------------------- ________________ હાથમાં અમૂલ્ય પુરાણી પ્રત લઈ પ્રવચનની મુદ્રામાં બિરાજિત પૂજ્યશ્રીજી એકાંતની આ પળો કેટલી આનંદપ્રદ છે. સંતોષના ભાવ સાથે કોઈક પ્રત પર સંશોધન કરતા પૂજ્યશ્રીજી દષ્ટિગોચર થાય છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આગમપ્રભાકરજીના શિષ્ય મુનિ શ્રી રમણીકવિજયજી મહારાજ પૂજ્ય આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ પાટણમાં ‘શ્રી જિનાગમ પ્રકાશિની સંસદ'ની સ્થાપના ટાણે આગવી શૈલીમાં પ્રવચન કરતાં ઉક્ત તસવીરમાં દશ્યમાન થાય છે. (વિ. સં. ૨૦૦૧) Page #194 -------------------------------------------------------------------------- ________________ આ. કર્મયોગી જ્ઞાનયોગી પૂજ્ય પુણ્યવિજયજી મ. સા.તથા મુનિ શ્રી ચરણવિજયજી મહારાજની યુવાકાળની એક લાક્ષણિક તસવીર... પૂજ્ય પુણ્યવિજયજી મ. સા. જ્ઞાનભંડારોના ઉધ્ધાર માટે જેસલમેર પધાર્યા ત્યારની એક તસવીરી ઝલક Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્યવિજયજી મ. સા.ની સાથે શ્રી અમૃતલાલ ભોજક મરુધરા... જેસલમેરના આંગણે... પંડિત પ્રવર શ્રી અમૃતલાલ ભોજક સાથે ચર્ચારત પૂજ્યશ્રીજી. Page #196 -------------------------------------------------------------------------- ________________ નિર્ભીક આલેખક- મહારાજશ્રીએ વિશાળકાય બૃહતકલ્પસૂત્ર'નાં અનેક પરિશિષ્ટો અને પ્રસ્તાવનાથી અલંકૃત કરેલા સંપાદન પછી નિયુક્તિઓના કર્તા ભદ્રબાહુસ્વામી પહેલાં કે બીજા એ વિષયનો એક લેખ તૈયાર કર્યો. તેમાગે નિર્યુક્તિઓના આંતરબાહ્ય પરીક્ષાગ પછી નિર્ણય કર્યો કે મળી આવતી કેટલીક નિર્યુક્તિઓ અવશ્ય ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામીની નહીં પરંતુ વરાહમિહિરના ભાઈ બીજા ભદ્રબાહુસ્વામી-રચિત લાગે છે. આ એમનો નિર્ણય જૈન સાધુસમાજમાં ‘નિર્યુક્તિઓ બધી પહેલા ભદ્રબાહુસ્વામી રચિત છે.' એવી માન્યતા સામે ખળભળાટ મચાવે એવો હતો. તેમણે કેટલાંય પ્રમાણો આપીને પોતાના નિર્ણય વિષયક લેખ લખ્યો છે. મને યાદ છે કે એક ન માસિક પત્રમાં પ્રગટ કરવાને તે લેખ આપવામાં આવ્યો. પગ માસિક પત્રના તંત્રીને આવા નિર્ણય સામે ડર લાગતાં તે લેખ મહારાજશ્રીને પરત કર્યો. છેવટે મહાવીર જૈન વિદ્યાલયના સિલ્વર જ્યુબિલી ગ્રંથમાં એ પ્રસિદ્ધ થયો, પરંતુ તેમની અકાચ દલીલો સામે કોઈ હજી સુધી જવાબ આપી શક્યું નથી. મહારાજશ્રીએ ‘બૃહતુકલ્પસૂત્ર'ના પ્રાસ્તાવિક વક્તવ્યમાં આગમોદ્ધારક આ. શ્રી સાગરાનંદસૂરિજી સામે જે ભારે ધ્રુજારો કર્યા છે તે પણ એમની નિર્ભીકતાનું જ ઉદારણ છે. જૈનોના સાધુસમેલન વખતે આગમો અને તેની પંચાંગીની વાત છેડાઈ. બધા સાધુઓ જુદી જુદી રીતે પંચાંગીની વાત કરતા હતા ત્યારે મહારાજશ્રીએ પંચાંગીના નિર્ણય વિશે નાનો પણ મુદ્દાસરનો લેખ લખી જૈન સાધુસમાજની માન્યતા સામે ઠપકાભરી ચીમકી આપી હતી. સંપાદનની ચીવટ – મહારાજશ્રીની સંપાદન વિષયક ચિવટ તો આપાગને દંગ બનાવી મૂકે એવી છે, પાઠભેદ લેવાની એમની પદ્ધતિ, અન્ય ગ્રંથોના સમાંતર સંદર્ભો, શબ્દોની સૂચી, તેના પ્રકાર, પાઠભેદમાં સમાન કુલની પ્રતિઓનો વિભાગ કરી પહેલા કઈ લેવી ને પછી કઈ લેવી, કોને મહત્ત્વ આપવું અને કોને ગૌણ સમજવા એ વિશે તો જેઓ એમની પાસે બેસીને કામ કરે છે અગર જેમાગે કામ કર્યું છે તેમને જ વધુ ખબર છે. આમ છતાં તેમણે મહાવીર જૈન વિદ્યાલય તરફથી સંપાદિત થતાં આગમગ્રંથોમાં સર્વપ્રથમ નંદિ-અનુયોગદ્વાર'માં જે સંપાદકીય વિસ્તૃત નિબંધ – નિબંધ શું? એક સંપાદનશાસ્ત્ર રચી કાઢ્યું છે એ દ્વારા વિદ્વાનો જાગી શકે કે મહારાજશ્રીની સંપાદન વિષયક સમજ અને ચીવટ કેટલી સૂક્ષ્મ અને ઊંડી છે? બહુશ્રુત પાંડિત્ય- તેઓ આગમ, તત્ત્વજ્ઞાન, દર્શન, કાવ્ય, અલંકાર, છંદ, કોશ વગેરે વિવિધ વિષયના જાગકાર છે એ એમના સંપાદન-ગ્રંથો ઉપરથી જાણી શકાય છે. એ સિવાય શિલાલેખો, શિલ્પ-આકૃતિ-સ્થાપત્ય, ચિત્રકળા, ગ્રંથભંડારો વિશે એમની સમજ ખૂબ ઊંડી છે. તેઓ જે નિર્ણય આપે તે વૈજ્ઞાનિક રીતે પાગ બરાબર ખરો નીકળે. એમની પાસેથી તે તે વિષયનું જ્ઞાન મેળવતાં પ્રત્યેક વિષયને તેઓ પારદર્શી બનાવી જિજ્ઞાસુને સંતુષ્ટ કરી દે છે. તેમની પાસે અનુભવની વાતોનો પાગ અમૂલ્ય ખજાનો કંઠસ્થ છે. ગમે તેવા કઠિન વિષયને અનુભવની મનોરંજક વાતો દ્વારા સહજ અને સરળ બનાવી દેતાં મેં સાંભળ્યા છે. - - - 169 શ્રી પુણ્યચરિત્રમ Page #197 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાની લગન-મહારાજશ્રી પાસે જઈએ ત્યારે તેમના એક ઊભા ઢીંચણ ઉપર હાથ-લખાણ રાખીને કંઈ ને કંઈ સંપાદનકાર્ય લઈને તેઓ બેઠેલા જ હોય એમ માલૂમ પડે. આપણા જવાનો કંઈ અવાજ ન થાય તો કેટલાય સમય સુધી ચુપચાપ એમની વિદ્યાદેવીની ઉપાસનાવિધિ જોવાનો લહાવો મળે. જ્યારે તેઓ પેન્સિલને બદલ ઈંડીપેન કે અક્ષર ભૂંસવા માટે રબર લેવા હાથ લાંબો કરતાં નજર ફેરવે ત્યારે જ સામે આવેલા જિજ્ઞાસુ ઉપર તેમની નજર પડે. અને મહારાજશ્રી આગંતુકની યોગ્યતા સમજીને કાં તો હાથ ઉપરનું કામ નીચે મૂકી દે, અગર જણાવે છે, બે મિનિટમાં હું વાત કરું છું. એમની પાસે જનારને યોગ્યતા મુજબ આદરમાન મળે જ એ મારા અનુભવની વાત આમ એમના વ્યવહારુ જીવનની ઊજળી બાજુ એમની વિદ્વતામાં સોનામાં સુગંધ જેવી લાગ્યા વિના ન જ રહે. ગુણગ્રહિતા-તેઓ નાના કે સામાન્ય લાગતા માણસની વિશેષતાની પણ ખૂબ માનભેર કદર કરતા હોય એવું અનુભવાયું છે. તેમના સંપાદનમાં લહિયાથી માંડીને મોટા વિદ્વાનો, જેમનો જેમનો સહકાર મળ્યો હોય, તેમનો તેઓ નિઃસંકોચ ભાવે આભાર માને છે. પોતે જે વિષયમાં જાણતા ન હોય તે વિષય માટે તેઓ જિજ્ઞાસુ આગળ સ્પષ્ટ એકરાર કરતાં એ વિષયના જાણકારનું નામ અને સરનામું આપી એવા વિદ્વાનનું મૂલ્ય આંકી પરિચય કરાવે છે. ઔદાર્ય-ગમે તેવા વિદ્વાનને જોઈતી હાથપ્રતો, છપાયેલા ગ્રંથો કે બીજી સામગ્રી તેઓ ઉદાર હાથે પૂરી પાડે છે. એમાં એમને વેઠવુંયે પડે છે છતાં તેઓ પોતાના આ પ્રકારના ઔદાર્યમાં લેશ પણ કચાશ નથી રાખતા. અરે! તેમના વિચારો વિશે વિરોધ દર્શાવનારા કેટલાક સાધુઓને પણ તેમણે બને તેટલી સવેળા સામગ્રી પૂરી પાડયાનાં અનેક ઉદાહરણો છે. તેમના આવા ઔદાર્યથી સંશોધક જગત્ સુપરિચિત છે. પરદેશી વિદ્વાનો પણ તેમના આ ઔદાર્યનો આસ્વાદ માણી રહ્યા છે અને તેમના પ્રત્યેનું ઋણ ખૂબ આદર સાથે તેઓ જાહેર કરે છે. મહારાજશ્રી વિશે દાખલાઓપૂર્વક ખૂબ લખી શકાય, પણ અહીં તો મેં અનુભવેલી ઉપલક દષ્ટિએ મુદ્દાસરની આછીપાતળી નોંધ આપી છે. મેં પણ તેમના બહુશ્રુત પાંડિત્ય અને ઔદાર્યનો આસ્વાદલીધો છે, લઈ રહ્યો છું. એ વિશે હું અહીં આદર સાથે મારી આભારની લાગણી વ્યક્ત કરું છું. તેમની ઉપર્યુક્ત બહુમુખી પ્રતિભાને વંદનાભરી આ અંજલિ છે. * * * શ્રી પુણ્યચરિત્રમ્ 170 Page #198 -------------------------------------------------------------------------- ________________ અક્ષર દિવ્યાત્માની અક્ષરઝાંખી આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ પૂજ્ય પુણ્યવિજયજીનો દિવ્યાત્મા જ્ઞાનયોગમાં જીવનની પ્રત્યેક ક્ષાગની આહુતિ અર્પિત કરતા કરતા તા. ૧૪-૦૬-૧૯૭૧, સોમવારની રાત્રે ૮-૩૦ કલાકે પૃથ્વીલોકથી ઉદ્ગલોક ભાગી મહાપ્રસ્થાન કરી ગયો. અક્ષર આત્માએ ક્ષર પંચભૂતકાયાનો ત્યાગ કરી દીધો. આજે તો એ અક્ષર દિવ્યાત્માના સભ્યોની સુવાસ વિદ્વજનો અને જ્ઞાનપિપાસુઓ પૂરતી જ સીમિત રહી જવા પામી છે કારણ કે સિંહાગનું દૂધ મેળવવા જેમ સુવર્ણપાત્ર આવશ્યક છે તેમજ જૈન ધર્મ તથા ભારતીય પ્રાપ્ય સંસ્કૃતિનું અમૃતપાન કરવા અખંડ જ્ઞાનયજ્ઞની આવશ્યકતા અનિવાર્ય છે. પૂજ્ય પુણ્યવિજયજીનો અક્ષર આત્મા તો ન જાણે ક્યા ઉદ્ગલોકમાં નિવાસ કરતો હશે, આપાસે નથી જાણતા. આજે તેઓ સદેહે હયાત નથી એ વાસ્તવિકતા છે અને તેમ છતાં તેમનાં વ્યક્તિત્વને ઉજાગર કરતી ઘણી તસવીરો પૈકી કેટલીક આ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવી છે, એ સુખદ વાતની સાથે સોનામાં સુગંધ ભળે એવા શુભાશયથી પ્રેરાઈને પૂજ્ય પુણ્યવિજજી મહારાજ સાહેબના સ્વહસ્તે આલેખિત બે કતિઓ-એક પત્ર ગુજરાતીમાં તથા એક શૌર્યગીત હિન્દીમાં અત્રે પ્રસ્તુત છે.... આશા છે કે, અક્ષર કર્મયોગીના અક્ષર નીરખી આપ સૌનાં હૈયાં પુલકિત થશે! - રશ્મિકાંત જોષી | ગમનું ગીત || ---------- -જૂનમાર ---- રર૬ . જે પપ ર ત્રિ આ બઈ દાદર= પાનમાથ-ઈ-રી રામ વિના યોફેર પંખ જી. સ્ટી પિu m છે. તે જ ગાઝમાં હાઈ બે અને બાજરાજ અરબ) મા . 20) દિવસ) મા તે છે). આની જાય છે કે છે ) બીજા અw hd »ડ તા. ૧-૧૯મી પરી . નિરપ 3 તા. ૨૬- છ ) રબા સ્ટીએ. તે નાથી દબઈ હાઈડળ , ઉપાધિ છે. તા. - છે શા જા . ---- મારા રૂમ માં જાર-પબિનre +:0ામ છે. - Fill ala din ind nic, un metg um tn alde - એ બto a 6 ડોકીદા nર છેકે. —— +, ચમા૨ ત્રni na -કઈ એક નર અને કઈ . -- . . . લી. ૫ ) નિ યમલ જ ના ૦ ૦ કિ. 171 શ્રી પુણ્યચરિંમ્ | Page #199 -------------------------------------------------------------------------- ________________ राष्ट्रीय गीत. 2. दोस्तो मिटा दो , आपसकी ये लडाई. . पारसी सीरब, हिन्दु हो या मुसलमा, धर्म सनबा, नेक तबका मा . १ - करो भलाई, मजहबर ये मरमा . का है भाजतो , इरन तर के साभा, 2 नामनो अमाझी बोलत, बजे में है तुको. नष्ट सूर महाबहार, तुम हो वतन ने प्यारे ? व, सास , तुम इसके से काले दो रासीक २ . . शायदा उठालो , भारत में नो निहाले. पान रमे, कसे काय ? . सेतो मिटा ). 'पसय थे । १०- , इस निसने तुझे सीरार सेल ।, दिली करो सका। १४ ओं, को, मरतने नो निहालो. हिंदुस्ताननाने भारत को થી પુણ્યચરિત્રમ્ 172 Page #200 -------------------------------------------------------------------------- ________________ ભવ્યાત્માને અર્પિત શ્રદ્ધાંજલિઓ (મહામાનવ, કર્મયોગી, ધ્યાનયોગી આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબના મહાપ્રસ્થાન પ્રસંગે વિવિધ શ્રમાગ સમુદાયના ગચ્છાધિપતિઓ, મહારાજશ્રીઓ, મુનિરાજ, સાધ્વીશ્રી મહારાજ તથા દેશ-વિદેશમાં વરતા પંડિતો વિદ્વાન સંશોધનશીલ વ્યક્તિઓએ તેમના વિશે અનેક શ્રદ્ધાંજલિઓ મોકલાવી હતી, પરંતુ સ્થળ-સંકોચના કારાગે અને એ બધી શ્રધ્ધાંજલિઓ પૈકી કેટલીક શ્રદ્ધાંજલિઓ પ્રસ્તુત છે કરીએ છીએ. - રશ્મિકાન્ત એચ. જોષી - પાલનપુર) પૂજ્ય શ્રમણ-સમુદાયના પત્રોમાંથી પૂ. આ.ભ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ : આ સમાચારથી આપાગને તો શું પરંતુ સૌ કોઈ સાંભળનારને મહાદુઃખ થયા વિના ન રહે. એઓશ્રીજીની ખોટ પૂરી શકાય એમ નથી. આપણા સમુદાયમાં નહિ પરંતુ જૈન સમાજના એ મહાન વિદ્વાન મહાપુરુષ હતા. એઓશ્રીજીનું અધૂરું રહેલું કાર્ય કોઈ પૂરું કરી શકે એમ નથી, પણ કાળની આગળ કોઈનું કાંઈ પણ ચાલતું નથી. એઓશ્રીજીના વિરહમાં અમો સંવેદના પ્રગટ કરીએ છીએ. આજે ચતુર્વિધ શ્રીસંઘ સાથે દવવંદન કર્યું અને અફાઈ મહોત્સવ કરાવવાનું નકકી કર્યું. આવતી કાલે શોકસભા રાખી છે. (શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કાર્યકરો તથા શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા ઉપરના પત્રમાંથી. પૂના, તા. ૧૫-૬-૭૧) સ્વયં પ્રખર પ્રૌઢ વિદ્વાન હોવા છતાં વિવેકશીલ, નમ્રતા અને વિવેક આદિ ઘણા ગુણો જોવા મળ્યા. દીક્ષા પર્યાયમાં મારા કરતાં બે વર્ષ મોટા હતા અને ગુણોના ભંડાર હતા, છતાં મારું માન બરાબર સાચવતા હતા. જ્યાં બિરાજતા હતા ત્યાંથી હું નીકળે તો તરત જ હાથ જોડી ઊભા થઈ જતા હતા અને હું પણ આવી જ રીતે એમનું માન સાચવતો હતો. ખાસ જરૂરત પડે તો તેઓશ્રીજીની સલાહ પણ લેતો હતો અને એઓશ્રીજી ઉદાર દિલે સલાહ આપતા હતા. ગુરુદેવની જન્મશતાબ્દી પ્રસંગે સારો સહકાર આપ્યો હતો. ગુરુદેવના પ્રત્યે તો એમાં બહુમાન અને ભાવભક્તિ હતી. એઓશ્રીજીની તબિયત નાદુરસ્ત રહેવા છતાં શાસ્ત્રસંશોધનનું કામ તો સતત કર્યા જ કરતા હતા. આગમસંશોધનના કાર્યમાં એવા તો મસ્ત રહેતા કે આહાર, પાણી વગેરેનો ખ્યાલ પણ ન રહે. અમદાવાદમાં સંવત ૧૯૯૦માં વિશાળ મુનિસંમેલન થયું હતું તેમાં પણ તેઓ અગ્રગણ્ય ભાગ લેતા હતા. ભાયખલામાં એક કચ્છી બહેનની દીક્ષા થઈ હતી, ત્યારે તેઓશ્રી પધાર્યા હતા ને સાધ્વીઓના વ્યાખ્યાન સંબંધી સુંદર મહત્ત્વશાળી વ્યાખ્યાન આપ્યું હતું. ભાયખલાથી અમો બંને ઉપાશ્રય બહાર નીકળ્યા અને હું દેરાસરમાં દર્શન કરવા ગયો અને એઓશ્રી મારી વાટ જોતા ત્યાં બિરાજી રહ્યા; પછી રસ્તો પલટાતાં અમો બંનેએ પરસ્પર સ્નેહભાવથી મળી સુખશાતા પૂછી. એઓએ વાલકેશ્વર તરફ વિહાર કર્યો ને મેં પૂના તરફ વિહાર કર્યો. અમાં બંને જુદા પડ્યા ત્યારે બન્નેની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં. પણ કોને ખબર હતી કે અમે બન્ને હંમેશને માટે જુદા પડી રહ્યા છીએ! એઓશ્રીજી વિનય, વિવેક, ગંભીરતા, વિશાળતા, ઉદારતા, સમયજ્ઞતા, વિદ્વત્તા આદિ ગુણોથી શ્રી પુણ્યચરિત્રમ્ 173 Page #201 -------------------------------------------------------------------------- ________________ ભરપૂર હતા. એઓશ્રીના વિષયમાં લખનાર હોય તો મોટું પુસ્તક થઈ જાય. એઓની ખોટ વિદ્વાનોને ખટકી રહી છે. એ ખોટ પુરાય એમ નથી. જૈન સમાજને એક અમૂલ્ય વ્યક્તિની ખોટ પડી ગઈ; એ ખોટ પુરાય એમ નથી. (રતિલાલ દીપચંદ દેસાઈ ઉપરના પત્રમાંથી. પુના, તા. ૪-૭-૭૧). પૂ. આ. ભ. શ્રી વિજયપ્રતાપસૂરિજી મ., પૂ. આ. ભ. શ્રી વિજયધર્મસૂરિજી મ. તથા પૂ. મુ. શ્રી યશોવિજયજી મહારાજ જૈન શ્રમણસંઘમાં રત્ન સમાન શ્રીમાનું આગમપ્રભાકરજી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મના સમાચાર જાણીને અમોને અત્યંત દુઃખ થયેલ છે. પ્રાચીન હસ્તલિખિત ભંડારોને વ્યવસ્થિત કરવાના અને જૈન આગમાદિ ધર્મશાસ્ત્રોનું સંશોધન-સંપાદન કરવાના પવિત્ર કાર્યમાં આ કાળમાં તેઓ પ્રથમ નંબરના શિરોમણિ સાધુપુરુષ હતા. મૃતની કિંવા સમ્યકજ્ઞાનની ઉપાસનામાં સમગ્ર જીવનને સમર્પિત કરનાર આવા પુણ્યપુરુષની સેંકડો વર્ષો બાદ શાસનને મળેલ ભેટ અદશ્ય થવાથી જૈન સંઘને ન પુરાય તેવી મહાન ખોટ પડેલ છે. તેઓશ્રીનો નમ્ર અને સરળ સ્વભાવ તેમજ સજ્જનતાની સુવાસ કોઈ પણ વ્યક્તિથી ભુલાય તેમ નથી. અમારી સાથે તેઓશ્રીનો ધર્મસ્નેહ ઘણો વધુ પ્રમાણમાં હોવાથી તેઓશ્રીની ભવ્ય મૂર્તિ અમારા હૃદય સમક્ષ વારંવાર પડી થાય છે, અને અમારી આંખો અશ્રુભીની બને છે. આવતીકાલના ગુણાનુવાદ સાથે શ્રદ્ધાંજલિ સમર્પણ કરવાના પ્રસંગમાં અમારા તરફની પણ શ્રદ્ધાંજલિ સ્વીકારશો. અને એ સ્વ. પુણ્યાત્માને શાસનદેવ જ્યાં હોય ત્યાં અપૂર્વ શાંતિ અર્પણ કરે એ અમારા દિલની ભાવના જાણશો. દ. ધર્મ વિ.ના ધર્મલાભ. યશોવિજયના ધર્મલાભ સાથે મારું દિલ અને દિમાગ સ્તબ્ધ બની ગયું છે, જેથી કંઈ જ સૂઝતું નથી, જેથી પૂ. ગુરુજીએ જે લખ્યું છે તેમાં અત્યારે તો મારો સૂર પુરાવું છું. તેઓશ્રીનો આત્મા ફરીથી આ સૈકાને અંતે આગમનું કામ પૂરું કરે તેવા સ્થળે ઉત્પન્ન થયો હોય તેવી ઝંખના કરું છું. મારા ધર્મલાભ સાથે ઉપર લખેલ શ્રદ્ધાંજલિ અમારી સહુની સંયુક્ત ગણી લેશો. દઃ પ્રતાપવિ. (પ્રતાપસૂરિ). (વાલકેશ્વરની ગુણાનુવાદ સભા પ્રસંગે વાલકેશ્વર દેરાસરના ટ્રસ્ટીઓ ઉપર મોકલેલ સંદેશ. મુંબઈ, બોરીવલી પૂર્વ; તા. ૧૯-૬-૭૧). પૂ. આ.ભ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજ ઃ જૈન સાહિત્યના સતત અભ્યાસી મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના સ્વર્ગવાસથી સમગ્ર ભારતના સંઘમાં એક પુણ્યાત્માની મહાખોટ પડેલી અનુભવાય છે. એમના પોતાના સમગ્ર લાંબા દીક્ષા પર્યાયમાં હસ્તલિખિત પુસ્તકોના ભંડારોનો ઉદ્ધાર, તેવા અપ્રસિદ્ધ સાહિત્યને સંશોધનાદિ વિધિમાં પસાર કરી આધુનિક રીતે પ્રસિદ્ધ કરાવવા ઈત્યાદિક સાહિત્યવિષયક જૈન શાસનને અને જૈન સંઘને મોટો વારસો આપેલો છે, તેમની પછી તે વારસો સંભાળનાર તેવા કોઈ નજરમાં આવતા નથી, છતાં બહુરત્ના વસુંધરા ન્યાયે અને શાસન હજુ લાંબા કાળ સુધી અવિચ્છિન્ન પરંપરા પ્રમાણે વર્તવાનું છે. આજના એકત્રિત થયેલા ચતુર્વિધ શ્રીસંઘને આવા તેમના જેવા હસ્તલિખિ ગ્રંથો વાંચવા-લખવા, પ્રેસ કોપીઓ તૈયાર શ્રી પુણ્યચરિત્રમ 174 Page #202 -------------------------------------------------------------------------- ________________ કરાવી સંશોધન-મુદ્રણાદિ કાર્યો કરી શકે તેવા વિદ્વાનો તૈયાર થાય તે માટે ઉપસ્થિત શ્રમણપ્રધાન શ્રી જૈન સંઘને અભ્યર્થના કરું છું. વળી, સ્વર્ગસ્થ આત્માના સમગ્ર જીવનની જેને સાહિત્યની કરેલી સેવાની અનુમોદના કરી તેમનો આત્મા ચિરશાંતિ અનુભવે તેવી શ્રદ્ધાંજલિ આ ટૂંકા પત્ર દ્વારા મોકલી કૃતાર્થ થાઉં છું. (વાલકેશ્વરની ગુણાનુવાદ સભા પ્રસંગે મોકલેલ સંદેશ. મુંબઈતા. ૧૯-૬-૬૧). પૂ. આ. ભ. શ્રી વિજયઉદયરત્નસૂરિજી મહારાજ: મુંબઈ આગમપ્રભાકર પુણ્યવાન, પુણ્યવિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યાના ઘણા જદુઃખમય સમાચાર જાણી આત્માને ઘણું જ દુઃખ થયું છે. આજરોજ અમો બન્નેએ આચાર્ય મહારાજ શ્રી કસ્તૂરસૂરિજી મહારાજ આદિઠાણા ૧૪ સહિત દેવવંદન કર્યું છે. (અમદાવાદ, સાબરમતી; તા. ૧૫-૬-૭૧). પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજ આદિ આજે નવ વાગે દૈનિક પત્ર “જનશક્તિ' તથા મુંબઈ સમાચાર' છાપામાં આગમપ્રભાકરજી મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના કાલધર્મના સમાચાર વાંચી અત્યંત દિલગીરી થઈ. ચતુર્વિધ શ્રીસંઘ સાથે દેવવંદન કર્યું. શાસનદેવ તેઓશ્રીના આત્માને પરમ શાન્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેઓશ્રીના કાળધર્મ પામવાથી જૈન સંઘમાં જ્ઞાની મુનિભગવંતોની ન પુરાય તેવી ખોટ પડી છે. (કુર્લા, જેઠ વદિ ૭, મંગળવાર, વિ. સં. ૨૦૨૬). પૂ. મુ. શ્રી જંબૂવિજયજી મહારાજ: આજનો દિવસ મારે માટે ઘણો આઘાતજનક અને વેદનામય બન્યો છે. અમે માંડવી પાસે રાયણ નામે ગામડામાં હમણાં છીએ. એક ભાઈએ માંડવીથી ફોન દ્વારા સમાચાર મોકલ્યા કે કચ્છમિત્ર નામના કચ્છના છાપામાં સમાચાર છે કે પુણ્ય વિ. મ.નો મુંબઈમાં સ્વર્ગવાસ થયો છે.' આ સમાચાર સાંભળી મને અનેક રીતે આઘાત-સખત આઘાત-થયો. છવ્વીસ-છવ્વીસ વર્ષોનો ગાઢ સંબંધ અને એમાં થયેલા એમના વ્યક્તિત્વના અનુભવો આંખ સામે ખડા થયા. હમણાં તો લક્ષ્મણભાઈનો મને પત્ર હતો કે હોસ્પિટલમાં છે અને આરામ થઈ જશે. ત્યાં આ અચાનક સમાચારથી સખત આંચકો જ લાગ્યો. શું લખું? કેટલું લખું? મારા અંગત જીવનમાંથી કોઈ મહત્વનું વિશિષ્ટ અંગ કપાઈ ગયું હોય એવું મને લાગે છે. જ્ઞાનસાગરમાં જીવનભર ડૂબી રહેનાર અને અગાધ જ્ઞાનના અજોડ ભંડાર એવા આ મહાપુરુષ પાસેથી ઘણી ઘણી અપેક્ષા અને આશા સંઘને હતી ત્યારે જ એ ચાલ્યા ગયા. તમને સૌને ઘણું દુઃખ તો હોય જ. સંઘમાં પણ અમારા જેવા અનેકને આ મોટો દુઃખનો વિષય છે. જૈન સંઘને આ ન પુરાય એવી મહાન ખોટ પડી છે. હસ્તલિખિત પ્રાચીન ગ્રંથોનો-શાસ્ત્રોનો અગાધ અનુભવ હવે ક્યાં મુખેથી સાંભળવા મળશે? આગમ સાહિત્યની અનેક આશાઓ તૂટી પડી. પ્રભુ તેમના આત્માને પરમશાંતિ અને મુક્તિ આપે. (પૂ.પુણ્યવિજયજી મહારાજના શિષ્યગણને સંબોધીને લખેલ પત્રમાંથી. રાયણ(કચ્છ); તા. ૧૬-૬-૭૧). 175 શ્રી પુણ્યચરિત્રમ્ Page #203 -------------------------------------------------------------------------- ________________ પૂ. ઉ. શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજ : ગઈકાલે તા. ૪-૭-૭૧ના, વાલકેશ્વર શ્રી આદિનાથ ભગવાનના દેરાસરમાં લઘુ શાન્તિસ્નાત્ર બહુ જ સારી રીતે ભાગાવાઈ ગઈ. સાધુ-સાધ્વીઓમાં આપણો સમુદાય તથા પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના પં., ગણિ, મુનિરાજો તેમ જ શ્રી યશોવિજયજી મ. તરફથી મુનિરાજ શ્રી વાચસ્પતિવિજયજી આવ્યા હતા. લોકોની સંખ્યા સારી હતી. શાન્તિસ્નાત્ર પૂજા ભગાવતી વખતે પણ પૂ. મહારાજશ્રીની અતિનિકટ પરિચિતોનાં હૃદયો ભરાઈ આવ્યાં હતાં. જેમને એમનો અલ્પ પણ પરિચય-કરવાનો પ્રસંગ સાંપડ્યો છે, તેમના દિલમાંથી તેમની યાદ વીસરાતી નથી. તેમની ઓરડામાં બેસવાની પાટ હજી સુધી એમ ને એમ સૂની પડેલી જોતાં જ ત્યાં પૂજ્યશ્રીજીની મનોહર મૂર્તિ આંખ સામે ખડી થાય છે. જાણે જીવનમાં વૈધવ્ય આવી ગયું હોય તેમ ભાસે છે. આજે અહીં દાદરમાં પણ ગુણાનુવાદ થઈ ગયો. લોકો ઠીક ઠીક હતા. (મુંબઈ, દાદર; તા. ૫-૭-૭૧) પૂ. મુ. શ્રી અભયસાગરજી મહારાજ ઃ કાલે સવારે ૬ વાગે મુંબઈથી આવેલા કોલથી વજ્રાઘાત જેવા સમાચાર મળ્યા કે પૂ. પુણ્યવિ. મ. સ્વર્ગત થયા. ઘડીભર સમાચાર સાચા ન માન્યા, કેમ કે મેં પૂજ્યશ્રીના ઓપરેશનની સુખશાતાનો પત્ર લખેલ, જેનો જવાબ તા. ૧૨-૬-૭૧નો લખેલ મળેલ, જેમાં તબિયત સારી છે, સુધારા પર છે. કલ્પના પણ નહીં, પણ ખરેખર સમાચાર સાચા નીકળ્યા, કેમકે ૭ વાગે પેપર હાથમાં આવ્યું, ‘જનસત્તા’માં, ‘ગુજરાત સમાચાર’માં ખૂબ વિગતથી સમાચાર હતા. હૈયું દ્રવી ગયું. તુર્ત સકલ સંઘ સાથે ૮ વાગે દેવવંદન કર્યું. શોકસભા કરી શ્રદ્ધાંજલિ અર્પી. બપોરે પૂજા રાખી. ખરેખર, હસ્તલિખિત સાહિત્યના સંશોધન ક્ષેત્રે તેજસ્વી સૂર્યનો અસ્ત થયો. પૂ. પુણ્યવિજયજી મ.શ્રીની મારા ઉપર ખૂબ કૃપાદૃષ્ટિ હતી. હું એક અદનો, સંશોધનકાર્યનો પાપા પગલી માંડતો, છતાં ખૂબ જ લાગણી, સહૃદયતા, સૌજન્યનાં દર્શન પૂજ્યશ્રીએ કરાવેલ. હું જ્યારે જતો ત્યારે કલાકો સુધી પોતાનાં મહત્ત્વનાં કાર્યો પડતાં મુકી મારી જિજ્ઞાસાઓ તૃપ્ત કરતા. શતશઃ હાર્દિક શ્રદ્ધાંજલિ. (કપડવંજ, તા. ૧૬-૬-૭૧). પૂ. પં. શ્રી નેમવિજયજી ગણિ તથા પૂ. પં. શ્રી ચંદનવિજયજી ગણિ : આ સમાચાર જાણીને ઘણું જ દુ:ખ થયું. તે હજી બી યાદ આવે છે ને હૃદયમાં ચિરાડ પડે છે. શ્રી આગમપ્રભાકર જોકે આપણા બધાની વચમાંથી પધારી ગયા એ મોટું દુઃખ થયું, પણ પંડિતમરણ થયું જાણી હું તો રાજી થયો. અંત વખતે કોઈ બી વેદના જ નહીં. બાકી આપણે બધાને પૂછવાનું, કોઈ બી નિર્ણય કરવા સલાહ-સૂચનનું સ્થાન ચાલી ગયું ! હમોને ઊઠે ચોમાસે મલવાની એમની ને હમારી ખૂબ જ ભાવના હતી અને મળવા માટે પત્રો બી આવેલ છે. પણ જ્ઞાની ભગવંતે આવું બનવાનું જ દેખેલ હશે. ભાવિ ભાવ આગળ આપણું કોઈનું ચાલતું નથી. (વડોદરા, તા. ૧૯-૬૩૧). શ્રો પુણ્યરિત્રમ્ 76 Page #204 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ. ભ. શ્રી માણેકસાગરસૂરિજી મહારાજ: મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસ થયાના સમાચાર મુંબઈ સમાચારમાં વાંચ્યા. તેઓશ્રી મિલનસાર અને સરલ આત્મા હતા. તેઓની ખોટ પડી છે (નંદરબાર, જેઠ વદિ ૮) શ્રી જૈન સંઘ, ભાવનગર શ્રી ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંધની બેઠક તા. ૨૨-૬-૭૧ના રોજ રાત્રીના નવ કલાકે શ્રી મોટા દેરાસરના ઉપાશ્રયે પરમપૂજ્ય આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રી કાળધર્મ પામતાં, તેઓશ્રીનો ગુણાનુવાદ કરવા, શેઠ શ્રી ભોગીલાલ મગનલાલ શાહના પ્રમુખપદે મળી હતી. સભામાં શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહ, શ્રી અમરચંદમાવજી શાહ, શ્રી ખીમચંદભાઈ ચાંપશી શાહ, શ્રી ભાયચંદ અમરચંદ શાહ, શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી, શ્રી છોટાલાલ ગિરધરલાલ શાહ તથા સભાના પ્રમુખ શ્રી ભોગીલાલ મગનલાલ શાહે મહારાજશ્રીને પોતાની હાર્દિક શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નીચે મુજબ ઠરાવ પસાર કરવામાં આવ્યો : શોક-ઠરાવ પરમપૂજ્ય આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ, મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબ જેઠ વદ ૬, તા. ૧૪-૬-૧૯૭૧ સોમવારના રોજ રાત્રિના ૮-૩૦ કલાકે મુંબઈ મુકામે બાસઠ વર્ષનો નિરતિચારપણે દીર્ધ ચારિત્રપર્યાય પાળી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. આપણા જૈનધર્મમાં “જ્ઞાન”ને સહુથી ઉત્તમ સ્થાન આપ્યું છે. પ્રાચીન શ્રમણ સંસ્કૃતિનાં ઉચ્ચ મૂલ્યો જૈન આગમોમાં સંગ્રહાયેલાં છે. તેનું શુદ્ધ પ્રકાશન કરવામાં, જુદા જુદા જૈન ભંડારોને વ્યવસ્થિત બનાવી તેનું સંરક્ષણ કરવાના કાર્યને જીવનની મુખ્ય પ્રવૃત્તિ બનાવી, જેઓશ્રીએ સકળ સંઘ ઉપર પરમ ઉપકાર કર્યો છે, તે પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ, જેઓશ્રી નિરભિમાની, નિરતિચારી, નિઃસ્પૃહવૃત્તિના શાંતમૂર્તિ, સમભાવી હતા, તે મહારાજશ્રીના સ્વર્ગવાસથી જૈન સમાજને જ નહિ પરંતુ સમસ્ત પ્રજાને આધ્યાત્મિક સત્ય અને ગહન શાસનનાં તત્ત્વો સમજાવનાર એક ગુરુવર્યની મહાન ખોટ પડી છે. તેઓશ્રીનાં મૅકાશનો તથા જૈન સાહિત્યસેવાની પ્રવૃત્તિ દ્વારા તેઓશ્રીએ કરેલ સેવા ચિરકાળ સુધી અવિસ્મરણીય રહેશે, તેમ આજે શ્રી જૈન છે. મૂ. તપાસંઘની મળેલ સભા માને છે; અને તેઓશ્રીનાં ઉપદેશેલાં સત્યો જીવનમાં ઉતારવાની આપણને સહુને શક્તિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરે છે, અને તેઓશ્રીના આત્માની પરમ શાંતિ ઈચ્છે છે. (તા. ૨૨-૬-૭૧). - લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ પ્રજ્ઞા-શીલસંપન્ન પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના કાળધર્મ પામ્યાના સમાચારથી અમે લા. દ. વિદ્યામંદિરની સંચાલક સમિતિના સભ્યો શોકની ઘેરી લાગણી અનુભવીએ છીએ. 377 થી પુણ્યચરિત્રમ્ Page #205 -------------------------------------------------------------------------- ________________ પૂ. મુનિશ્રીએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલ ભારતીય અસ્મિતાના પ્રાણભૂત સાહિત્યની ગુણવત્તા અને ઈયત્તાને પ્રગટ કરી ભારત ઉપર અનેરો ઉપકાર કર્યો છે. તેઓશ્રીએ અનેક જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કરવાનું શ્રમસાધ્ય કાર્ય કર્યું છે, સન્નિષ્ઠ સંશોધકને છાજે એવાં સંપાદનો આપ્યાં છે. અમૂલ્ય હસ્તપ્રતોની માઇક્રો ફિલ્મ લેવડાવીને વિદ્વાનોને તે સામગ્રી સુલભ થઈ પડે અને સંશોધનકાર્યને વેગ મળે એ ખાતર તેઓએ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના કરાવી, તેના મૂળ પ્રણેતા બન્યા અને પોતાનો કીમતી સંગ્રહ સંસ્થાને ભેટ ધર્યો. તેઓશ્રી લા. દ. વિદ્યામંદિરના પ્રાણભૂત હતા. તેમના જવાથી વિદ્યામંદિરને ન પુરાય તેવી ખોટ પડી છે. તેઓશ્રી, તેમનાં છેલ્લાં વર્ષોમાં, જૈન આગમોની સુસંપાદિત સંપૂર્ણ ગ્રંથમાળા તૈયાર કરવામાં એકાગ્ર હતા. તેમાં ત્રણ આગમો પ્રકાશિત પણ થયાં. પરંતુ તે કાર્ય તેમના જવાથી અધૂરું રહ્યું. તેમનો એ સંકલ્પ પૂરો કરવાની વિદ્યાસ્થાનો અને વિદ્વાનોને શક્તિ મળો, એમણે શરૂ કરેલો જ્ઞાનયજ્ઞ સુદીર્ઘ કાળ ચાલો અને એ પુણ્યવિજયજીનો પુણ્ય આત્મા ઉત્તરોત્તર આધ્યાત્મિક વિકાસ સાધી ઉચ્ચત્તમ શિખરે વિરાજો એ જ અમારી અંતરની અભિલાષા છે. (તા. ૨૯-૬-૭૧). લુણસાવાડા, મોટી પોળ જૈન સંઘ, અમદાવાદ અમદાવાદ લુણસાવાડા, મોટી પોળના જૈન સમસ્ત સંઘ ઉપર શ્રી વિજયાનંદસૂરીશ્વરજી ને નામે દેશપરદેશમાં ખ્યાતિ પામેલા જૈનાચાર્ય બહુશ્રુત, ચારિત્રચૂડામણિ પરમપૂજ્ય શ્રી આત્મારામજી મહારાજની અને તેમની પરંપરાના વિદ્વાન અને નિર્મળ ચારિત્રના ધણી એવા અનેક મુનિમહારાજોની કૃપાદૃષ્ટિ રહ્યા કરી છે; તેમાં પરમપૂજ્ય શ્રી પ્રવર્તકજી કાન્તિવિજયજી મહારાજની તથા પરમપૂજ્ય શાન્તમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજની આ સંઘ ઉપર વિશેષ અમી દૃષ્ટિ રહેલી છે, અને તેને લીધે આ સંઘ પોતાને મહા ભાગ્યવંત માને છે. અમારા આ જૈન સંઘના અપૂર્વ પુણ્યોદયને લીધે, જોગાનુજોગે, પૂજ્ય શ્રી પ્રવર્તકજી મહારાજના પ્રશિષ્ય અને આત્માનંદગ્રંથમાળાના સંપાદક પંડિતપ્રવર મુનિરાજ શ્રી ચતુરવિજયજીના વિદ્વાન શિષ્ય શ્રી આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજી મહારાજ આગમો તથા શાસ્ત્રોના સંશોધનનું ઘણું જ ગંભીર કામ હાથ ઉપર લઈને આજથી આશરે ૨૫-૨૬ વર્ષ પહેલાં એટલે ઈ. સ. ૧૯૪૫-૪૬માં આ અમારી મોટી પોળ લુણસાવાડાના જૈન સંઘના ઉપાશ્રયમાં પધારેલા અને આ જ ઉપાશ્રયમાં તેમણે ૨૫-૨૬ વર્ષ સુધી એક આસને બેસીને, પોતાના શરીરની પણ પરવા કર્યા વિના, જૈન શાસ્ત્રોના સંશોધન-સંપાદનનું કામ કરેલું. ભલે તેઓશ્રી વચ્ચે વચ્ચે થોડો સમય બહાર જઈ આવે અને જેસલમેર, ખંભાત, કપડવંજ અને વડોદરા જેવાં શહેરોમાં જ્ઞાન ભંડારોના સંશોધનનાં કાર્યો માટે ચોમાસું પણ કરે, છતાં તેઓ છેવટે પોતાના મૂળ સ્થાનરૂપ આ ઉપાશ્રયે જ પધારી પોતાનું કામ ચાલુ કરતા. અને અમારા જ સંઘના એક સભ્યે મુનિપદ સ્વીકારીને તેમની સાથે મિત્રભાવે અને સેવકભાવે આજીવન રહેવાનું સ્વીકારેલું એ બાબત પણ અમારા સંઘને ગૌરવ આપે એવી છે. એ મુનિરાજ પંન્યાસ રમણિકવિજયજી અમારા સંઘમાં વિશેષ આદરપાત્ર બનેલા. પણ દૈવયોગે તે મુનિરાજશ્રી તો શ્રી આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજીની પહેલાં જ, તેમની સાથે વિહારમાં, છાણી મુકામે કાળધર્મ પામી ગયા, એ વાતનો નિર્દેશ કરતાં અમને ભારે દુઃખ થાય છે. આમ આ મુનિયુગલની જોડીને લીધે અને તેમની જ્ઞાનધ્યાનની સાધનાને લીધે અમારો શ્રી પુણ્યરિત્રમ્ 178 Page #206 -------------------------------------------------------------------------- ________________ આ ઉપાશ્રય સદા ધર્મના ઘોષથી ગાજતો અને ભર્યોભર્યો રહેતો તથા અમારા સંઘના દરેક સભ્યને એટલે દરેક ભાઈ-બહેનને અને બાળકો સુધ્ધાંને આ મુનિરાજોનો સદાય લાભ મળ્યા કરતો, એને લીધે અમારા સંઘમાં ધર્મસંસ્કાર સદા જાગતા થયેલા અને જાગતા રહેતા. આવા ઉત્તમ પ્રકારના મુનિપંડિતો અમારા આ ઉપાશ્રયમાં રહેતા હોવાથી તેમના આકર્ષણથી બીજા બીજા મુનિઓ અને બીજા ગચ્છના મુનિઓ પણ આ જ ઉપાશ્રયમાં પોતાની જ્ઞાનધ્યાનની સાધના માટે આવીને રહેતા, જેથી અમારા સંઘને ઘણો આનંદ-પ્રમોદ રહેતો અને એ મુનિઓની સેવાનો થોડો-ઘણો લાભ પણ મળ્યા કરતો. કપડવણજ નગરપાલિકાની બોર્ડની સાધારણ સામાન્ય સભા, કપડવણજ કપડવણજ નગરપાલિકાની બોર્ડની આજની આ સભા તા. ૧૪ જૂન ૧૯૭૧ના રોજ રાતના ૮-૫૦ મિનિટે મુંબઈ મુકામે જ્ઞાનતપસ્વી, શ્રુતશીલવારિધિ, આગમપ્રભાર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રી ૭૫ વરસની વયે કાળધર્મ પામ્યા છે તેથી સમસ્ત જૈન સંઘે ઘણો જ ઊંડો આઘાત અનુભવ્યો છે, તે ઊંડા દુઃખની લાગણી સાથે નોંધ લે છે. તેઓશ્રીનો જન્મ કપડવણજ શહેર એટલે કે આપણા જ શહેરમાં વિક્રમ સંવત ૧૯૫૨ના કારતક સુદ પાંચમના રોજ થયો હતો. તેઓએ તેમના જીવનકાળ દરમ્યાન જ્ઞાનભંડારોનું સંશોધનકાર્ય કરી તેને વ્યવસ્થિત કરવામાં સમય વ્યતીત કરેલ છે. આ બધા જ્ઞાનભંડારો મહારાજા શ્રી કુમારપાલના સમયમાં મુનિ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના લખેલાં ગ્રંથોમાંથી ઉપસ્થિત થયેલા છે. અને મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીનું પ્રાકૃત ને સંસ્કૃત વિદ્યામંદિર અસ્તિત્વમાં આવેલ છે. પ્રાચીન વિદ્યાનાં સંશોધનો, જે વિદેશોમાં અને પશ્ચિમના દેશોમાં જાય છે, તેમાં તેઓશ્રીનો ઘણો જ મોટો ફાળો છે. અને તેઓશ્રીના આ અવિરત અને ઉજ્જ્વળ કાર્યોનો પ્રકાશપુંજ અમેરિકાના ધ્યાન ઉપર આવતાં અમેરિકાની ઓરીએન્ટલ સોસાયટીએ તેઓશ્રીને માનદ સભ્યપદ સને ૧૯૭૦માં આપીને તેઓશ્રીની વિદ્વત્તાનું વિરલ એવું બહુમાન કરેલ છે. આવા શીલસંપન્ન મહામુનિવરની મહાયાત્રા એ ભારતની જ નહિ પણ વિશ્વભરની સાધુતા અને વિદ્વત્તાના ક્ષેત્રમાં ન પુરાય અને ન ભુલાય તેવી ખોટ પડી છે. અને આગમપ્રભાકર મુનિશ્રીના જીવનનાં યશોગાન ગાઈને તેઓશ્રીને હાર્દિક શ્રધ્ધાંજલિ અર્પણ કરે છે. પ્રભુ તેઓશ્રીના આત્માને નિર્વાણપદ આપે એવી સહૃદય પ્રાર્થના તેઓશ્રીના માનમાં ઊભા થઈને બે મિનિટ મૌન પાળીને કરવામાં આવે છે. (તા. ૨૪-૭-૧૯૭૧) 179 પાટણના નાગરિકોની જાહેર સભા પૂજ્યપાદ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ, તેઓના ગુરુ પરમપૂજ્ય મુનિ શ્રી ચતુરવિજયજી મહારાજ શ્રી પુણ્યરિત્રમ્ Page #207 -------------------------------------------------------------------------- ________________ તથા તેઓના ગુરુ પરમપૂજ્ય પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજે વર્ષો સુધી પાટણમાં જ્ઞાનની તેમજ સંયમની વિમળ સાધના કરતાં રહીને ગુજરાતની ગૌરવશાળી પાટણનગરીને પોતાની કર્મભૂમિનું ગૌરવ આપ્યું હતું. મહારાજશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે, પાટણની સંખ્યાબંધ જૈન તેમ જ અન્ય સંસ્થાઓના ઉપક્રમે, તા. ૨૨-૬-૭૧ના રોજ રાતના, જાહેરસભા બોલાવવામાં આવી હતી. સભાનું પ્રમુખસ્થાન પાટણની સાયન્સ અને આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ શ્રી બી. એમ. ઉપાધ્યાયે સંભાળ્યું હતું. જુદા જુદા વક્તાઓએ મહારાજશ્રીના જીવન અને કાર્યને હાર્દિક અંજલિ આપ્યા બાદ નીચે મુજબ ઠરાવ સભામાં પસાર કરવામાં આવ્યો હતો ઠરાવ પ્રાતઃ સ્મરણીય, આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના, મુંબઈ મુકામે, તા. ૧૪-૬-૭૧ના રોજ, સમાધિપૂર્વક થયેલા કાળધર્મથી પાટણના નાગરિકોની આ સભા ઊંડો ખેદ અને દુઃખની લાગણી વ્યક્ત કરે છે. તેઓશ્રીના જવાથી જૈન સમાજ અને વિદ્વતજગતને મહાન ખોટ પડી છે. આ પુણ્યશ્લોક મહાત્માનુંકાયમી સ્મારક જાળવવા, જ્ઞાનમંદિરના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા પાટણના નાગરિકોને આ સભા સર્વાનુમતે વિનંતી કરે છે. (તા. ૨૨-૬-૭૧) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા, પાટણ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના સ્વર્ગવાસ બદલ આજની આ સભા ઊંડો ખેદ વ્યક્ત કરે છે અને તેઓશ્રીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરે છે. (તા. ૧૪-૨-૭૨) પ્રાકૃત વિદ્યા મંડળ, અમદાવાદ આગમપ્રકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના અચાનક અવસાનથી આ સભા શોકની ઘેરી લાગણી અનુભવે છે. પૂજ્ય મુનિજી પ્રાકૃત વિદ્યા મંડળના સામાન્ય સભ્ય હતા અને પ્રારંભથી જ તેમણે પ્રાકૃત વિદ્યા મંડળને સમૃદ્ધ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમના અવસાનથી પ્રાકૃત વિદ્યા મંડળને જે ખોટ પડી છે તે પુરાવી સંભવ નથી તેઓના જવાથી જૈન સાહિત્યની સંસ્થાનું કાર્ય જે અધૂરું પડડ્યું છે તે કોણ કરશે તે સમાજને મૂંઝવતો પ્રશ્ન બની ગયો છે. તેઓએ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે તે નમૂનેદાર હતું અને અનેકોને પ્રેરણાદાયી બન્યું છે. અનેક વર્ષોથી આગમ-સંપાદનના કામમાં તેઓ રત હતા અને હવે તેમના જવાથી આ કાર્યનો ભાર ઉપાડી શકે તેવા વિદ્વાનો દુર્લભ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપો. (તા. ૧૧-૯-૭૧, સામાન્ય સભાનો ઠરાવ) શ્રી જૈન પ્રાચ્ય વિદ્યા ભવન, અમદાવાદ પરમપૂજ્ય આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રુતપરાગામી વિદ્વાન મુનિવર હતા. અને તેઓશ્રીની જ્ઞાનોદ્ધારને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ તેઓની આદર્શ શ્રુતભક્તિની કીર્તિગાથા 180 શ્રી પુણ્યરિત્રમ્ Page #208 -------------------------------------------------------------------------- ________________ બની રહે એવી હતી. તેઓએ પોતાના ૬૨ વરસ જેટલા દીર્ધ દીક્ષા પર્યાય દરમ્યાન, જીવનભર જ્ઞાનોપાસના, શાસ્ત્રસંશોધન, જ્ઞાનપ્રચાર અને જ્ઞાનની બહુમૂલ્ય સામગ્રીના રક્ષણનું સંઘોપકારક કાર્ય પૂરી નિષ્ઠા અને એકાગ્રતાથી કરતાં રહીને, પોતાના દાદાગુરુશ્રીના તથા ગુરુશ્રીના જ્ઞાનોદ્ધારના સંસ્કારવારસાને વિશેષ ગૌરવશાળી બનાવ્યો હતો. તેઓની વિદ્વત્તા અને જ્ઞાનોદ્ધારની પ્રવૃત્તિનો લાભ દેશ-વિદેશના વિદ્વાનોને બહોળા પ્રમાણમાં મળતો રહેતો અને તેથી તેઓશ્રીની સુવાસ વિદેશ સુધી પ્રસરી હતી. વળી, શ્રમણજીવનના સારરૂપ સમભાવ તેમજ નિખાલસતા, ઉદારતા, સરળતા, નિરભિમાનવૃત્તિ, સત્યપ્રિયતા જેવા સદ્ગુણોથી તેઓનું જીવન વિશેષ ઉપકારક અને શોભાયમાન બન્યું હતું. આવા એક જ્ઞાન-ચારિત્રસંપન્ન મુનિવરનો મુંબઈમાં, વિ. સં. ૨૦૧૭ના જેઠ વદિ ૬, તા. ૧૪-૬૧૯૭૧ સોમવારના રોજ, સ્વર્ગવાસ થતાં જૈન સંઘને તથા ભારતીય વિદ્યાના દેશ-વિદેશના વિદ્વાનોને બહુ મોટી ખોટ પડી છે. સ્વર્ગસ્થ પૂજ્ય મુનિવરની સલાહ અને દોરવાણીનો લાભ આપણા શ્રી જૈન પ્રાચ્ય વિદ્યા ભવનને પણ મળતો રહેતો હતો. શ્રી જૈન પ્રાચ્ય વિદ્યા ભવનની આ સભા પરમપૂજ્ય આગમપ્રભાકરજી મહારાજના સ્વર્ગવાસ અંગે પોતાના ઊંડા દુઃખની લાગણી દર્શાવે છે અને તેઓશ્રીને ભાવપૂર્વક અનેકાનેક વિંદના કરીને તેઓશ્રીની વિરલ શાસનસેવાઓને પોતાની હાર્દિક શ્રદ્ધાંજલિ આપે છે. (તા. ૨૭-૬-૭૧) શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મ પામ્યાના અત્યંત દુઃખદ સમાચાર તારથી મળ્યા. આ સભાનો તો એક આધારસ્તંભ તૂટી પડયો. જગતના વિદ્વાનોને એક મહાન સંશોધકની ખોટ પડી છે. જૈન સમાજને એક મહાન માર્ગદર્શક મુનિવરની લાંબા સમય સુધી ન પુરાય તેવી ખોટ પડી છે અને આ સભા ઉપર તો વજાઘાત જેવું થયું છે. તેઓશ્રીની પુણ્ય સ્મૃતિમાં એકાદ પુસ્તક બહાર પાડવા અમારી ઈચ્છા છે. અમે આપ સહુ ગુરુદેવોના આશીર્વાદ અને સહકાર માગીએ છીએ. (પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ ઉપર લખેલ પત્રમાંથી) (ખીમચંદ ચાંપશી શાહ, પ્રમુખ, તા. ૨૪-૬-૭૧) k 181 શ્રી પુણ્યચરિઝમ Page #209 -------------------------------------------------------------------------- ________________ જીવંત સંસ્થા લેખક: પરમપૂજ્ય સ્વર્ગસ્થ શ્રી આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરિજીના પદરેણુ પૂજ્ય મુનિ શ્રી કીર્તિચંદ્રવિજયજી ધામધુમ અને ધમાધમના આ યુગમાં લગભગ અર્ધ શતાબ્દી સુધી ચાલેલી એમની નિષ્ઠાભરી અખંડ જ્ઞાનોપાસના, અનેક અતિ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથભંડારોનો એમના હાથે થયેલો આદર્શ જીર્ણોદ્ધાર, જૈન સંઘને માટે પરમશ્રદ્ધેય એવાં આગમસૂત્રોની શુદ્ધતમ વાચના તૈયાર કરવાના ઓગના મનોરથો અને એ મનોરથોને સાકાર બનાવવા માટે એમાગે જીવનભર કરેલા વિવિધ પ્રયત્નો, પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના અનેક અપ્રગટ અને મહત્વના ગણાતા મહાકાય ગ્રંથોનું એમના સિદ્ધ હસ્તે થયેલું સંશોધન-સંપાદન, તથા બીજા અનેકાનેક નામીઅનામી વિદ્વાનોને એમના વિદ્યોપાસનાના કાર્યમાં, ઉદાર દિલે, ઉદાર હાથે, આત્મીયતાપૂર્વક એમણે કરેલી અમૂલ્ય સહાય વગેરેની વાતો જૈન સંઘમાં કે વિદ્વજ્જગતમાં હવે કાંઈ અજાણી નથી રહી. એ વિશે કંઈ લખવું એ તો પુનરુક્તિ કરવા જેવું જ ગણાય. એમની ઉપરોક્ત વિશેષતા કરતાંયે એમના અલ્પ પરિચયમાં આવનાર વ્યક્તિને પણ ધ્યાનમાં આવ્યા વિના ન રહે એવી એમની જે બીજી વિશેષતા હતી, તે એમનો અત્યંત સૌજન્યપૂર્ણ વ્યવહાર, નમ્રતા, નિખાલસતા, ઉદારતા, ગુણગ્રાહિતા અને સહુ કઈના વિકાસમાં નિઃસ્વાર્થભાવે સહાયક થવાની ઉચ્ચ ભાવના-પરાર્થવ્યસનિતા વગેરે અનેકાનેક ગુપમાંથી એમનું જીવન સદા મહેકતું રહ્યું હતું. એ સુગંધથી ખેંચાઈને અનેક જિજ્ઞાસુ અને ગાગરસિક ભ્રમરો એમની પાસે આવતા જ રહેતા... આવતા જ રહેતા... અને પોતાની શક્તિ મુજબ કંઈક ને કંઈક ગ્રહાગ કરીને જતા. તેઓ માત્ર એક વ્યક્તિ નહિ પાગ જીવંત સંસ્થારૂપ હતા. એમની ચિરવિદાયથી જૈન શ્રમાગસંઘમાં અને ગુજરાતના વિદ્રદજગતમાં જે અસાધારણ ખોટ પડી છે તેને પૂરી કરવા માટે કંઈક અસાધારણ પ્રયત્ન કર્યા વિના ખાલી શ્રદ્ધાંજલિ-વિશેષાંક કાઢીને સંતોષ માની ન લેવાય એ જરૂરી છે. સ્વર્ગસ્થના આત્માને અત્યંત પ્રિય એવું મહાન કાર્ય હતું પરમ પવિત્ર શ્રી જૈનાગમોની શુદ્ધતમ વાચના (ઉપલબ્ધ સર્વ સામગ્રીના આધારે) તૈયાર કરવાનું. એમનું એ અધૂરું રહેલું કાર્ય વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય એ માટે સતત જાગ્રત રહીને પ્રયત્ન કરવાની જેમની જવાબદારી છે તે સહુ પોતાની એ જવાબદારીને અદા કરી એ કાર્યને પૂર્ણતાને આરે પહોંચાડી સ્વર્ગસ્થને સાચી શ્રદ્ધાંજલિ સમર્પણ કર્યાનું સદભાગ્ય માગે એમ હું અંતરથી ઈચ્છું છું. વધુ તો શું લખું? શ્રી પુણ્યચરિત્રમ્ 182 Page #210 -------------------------------------------------------------------------- ________________ અમારા ગુરુદેવ લેખિકા - પૂજ્ય સાધ્વી શ્રી ઓંકારશ્રીજી જગતના બગીચામાં અનેક પ્રાણીઓ આવે છે અને જાય છે. એમાંના કેટલાક વિરલ આત્મા પોતાના જીવનની સુવાસ મૂકીને જાય છે. જગતની સૌંદર્યસૃષ્ટિમાં અનેક પુષ્પોનો પ્રાદુર્ભાવ થાય છે, પણ દરેક પુષ્પ કંઈ પોતાના પરિમલ દ્વારા માનવીના માનસને પ્રફુલ્લિત બનાવી શકતું નથી. એ જ રીતે જગતની સૃષ્ટિમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ અન્ય જીવો ઉપર ઉપકાર કરીને એમને આનંદ આપી શકે એવું તન-મનના સમર્પણથી શોભતું જીવન જીવી શકતી નથી. જીવનમાં અનુકૂળતાઓને ઠોકરે મારી પ્રતિકૂળતા સામે ટક્કર ઝીલવી, એ વાત અતિકપરી છે. સારી વાણી ઉચ્ચારવી એ ઉત્તમ વિચાર કરવા તે માનવીને માટે મોટી વાત નથી, પરંતુ તેને વર્તનમાં મૂકી તેનો અમલ કરવો એ અતિ દુષ્કર કામ છે. પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, પરમઉપકારી, આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ જેવી એક મહાન વિભૂતિ આપણા બધા વચ્ચેથી, વર્ષો જૂનો સંબંધ છોડી, સ્નેહની સાંકળ તોડી, એક મહિના પહેલાં ચાલી ગઈ. આ મહાન વાત્સલ્યમૂર્તિ વિભૂતિનો જન્મ ગરવી ગુજરાતના પવિત્ર કપડવંજ ગામમાં માણેક જેવા ગુણવાળાં માણેકબાઈ માતા તથા પિતા ડાહ્યાભાઈના લાડીલા પુત્ર મણિલાલ તરીકે થયો હતો. મિણલાલ ‘પુત્રનાં લક્ષણ પારણામાં' જણાય તેમ, જ્ઞાનોદ્ધારક, આગમોદ્ધારક થવાના હોય તેમ, તેમનો જન્મ લૌકિક પર્વ તરીકે ‘લાભપંચમીએ' તથા લોકોત્તરપર્વ તરીકે ‘જ્ઞાનપંચમી’ના ધર્મપર્વ દિને સં. ૧૯૫૨માં થયો હતો. આ મહાન વિભૂતિનો જન્મ લાભપંચમીને દિવસે થવાથી લૌકિક માર્ગવાળાને (જૈનેતર સમાજને) તથા જ્ઞાનપંચમીને દિવસે થવાથી લોકોત્તર માર્ગવાળા (જૈન સમાજને) એટલે કે જૈન-જૈનેતર દરેક સમાજને અકલ્પ્ય, અવર્ણનીય લાભ થયો છે. તેઓશ્રીએ જનતાને ઘણો ઘણો લાભ આપ્યો છે. મણિલાલ ૧૩ વર્ષની કુમળી વયે પરમપૂજ્ય પ્રશાંતમૂર્તિ પ્રવર્તકજી શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય મુનિપ્રવર શ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય પુણ્યવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. તેમની માતા માણેકબહેને પણ લાડીલા પુત્રને દીક્ષા અપાવ્યા બાદ સિદ્ધક્ષેત્રની શીતળ છાયામાં દીક્ષા અંગીકાર કરી હતી. તેઓ અમદાવાદમાં ૯૩ વર્ષની વયે કાળધર્મ પામ્યાં હતાં. દુનિયામાં કહેવત છે કે ‘મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે.' તેમ પુણ્યવિજયજી મહારાજ ઉપર ગુરુજી કરતાં પણ દાદાગુરુજી પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ અખૂટ વાત્સલ્ય, સ્નેહ, સદ્ભાવ ધરાવતા હતા. સ્નેહતંતુના તાણાવાણા દૂરના કે નજીકના સ્નેહસંબંધની ખેવના રાખતા નથી, તેમ પૂછ્ય પુણ્યવિજયજી મહારાજને પણ ગુરુજી કરતાં દાદાગુરુ ઉપર અત્યંત પ્રેમ હતો. દીક્ષા લીધા બાદ ત્રણ-ચાર વર્ષમાં જ તેઓ પૂજ્ય ગુરુજી ચતુરવિજયજી મહારાજની કોપી લઈને, ગુરુજી ગોચરી જતા ત્યારે, છાનામાના કોપી કરીને મૂકી દેતા હતા. તેમને પ્રથમથી જ સંશોધનકાર્યમાં અત્યંત રસ હતો. જ્યારે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ વયમાં નાના હતા—ગુણોથી તો તેઓ હંમેશાં મહાન હતા—ત્યારે પંડિતજી વ્યાકરણ ભણાવવા આવતા હતા. પંડિતજી રૂપો ગોખવા આપતા. બીજે દિવસે પાઠ ધરાવવા વખતે 183 શ્રી પુણ્યચરિત્રમ્ Page #211 -------------------------------------------------------------------------- ________________ પંડિતજી રૂપી બોલવાનું કહેતા, ત્યારે બાલમુનિ પુણ્યવિજયજી મહારાજ કહેતા કે, મને એવું ગોખણપટ્ટી જ્ઞાન ભાણવું ગમતું નથી; તમારે જે રૂપોની સાધનિકા કરાવવી હોય તે કરાવો, હું સાધનિકા બરાબર કરી આપીશ; હું કદી પણ ગોખણપટ્ટી કરીશ નહિ. પંડિતજી દાદાગુરુ આગળ ફરિયાદ કરતા, તો દાદાગુરુ (પૂજ્ય કાંતિવિજયજી મહારાજ) કહેતા કે નાનો બાળક છે એની ઈચ્છા પ્રમાણે ભણાવો. તેઓ હંમેશાં એવી શિખામણ આપતા કે ભલે થોડું જ્ઞાન પ્રાપ્ત કરે, પણ તે સચોટ કરજો. અને સાચા જ્ઞાની થવું હોય તો, જીવનમાં રાગ-દ્વેષની પરિણતિ ઓછી કરી, કષાયોને તિલાંજલિ આપો. વાદવિવાદની ચર્ચામાં ક્યારે પણ ઊતરવું નહિ. જીવનમાં બાલકથી માંડીને વૃદ્ધ સુધી, મૂર્ખથી માંડીને વિદ્વાન વર્ગ સુધી દરેક વ્યક્તિ ઉપર આદર, સદ્ભાવ, પ્રેમ રાખજો, કોઈના પ્રતિ તિરસ્કારભરી દષ્ટિથી જોશો નહિ, અણગમો કરશો નહિ, જીવનમાં માનવતાને સ્થાન આપજો. - પૂજ્ય પુણ્યવિજયજી મહારાજને વડોદરામાં “આગમપ્રભાકર'ની પદવી આપી હતી. તે પદવીનો સ્વીકાર તેમણે અનિચ્છાએ કર્યો હતો. તેઓ પદવી માટે હંમેશાં ઈન્કાર કરતા. આપણે કહીએ છીએ કે ‘સાઠે બુદ્ધિ નાઠી' પરંતુ પૂજ્ય ગુરુદેવ કહેતા, આ કહેવત જે માનવી પ્રવૃત્તિહીન તથા આળસુ-નિરુદ્યમી હોય તેને લાગુ પડે છે. તેઓનું આ કથન સત્ય હતું. પોતે ત્રણ વર્ષના હતા, તે સમયમાં બનેલ જે જે પ્રસંગો હતા, તે પ્રસંગો પૂજ્ય જ્ઞાનયોગી ગુરુજી અત્યારે પાણ સવિસ્તાર કહી સંભળાવતા હતા, તે પ્રસંગો સ્મૃતિપથમાંથી જરા પણ દૂર થયા ન હતા. તેમનામાં જ્ઞાનની સાથે નિરભિમાનતા, સુજનતા, વત્સલતા, નિર્ભયતા આદિ અનેક અપૂર્વ ગુણો ભર્યા હતા. તેમના સંપર્કમાં એક વાર જનાર વ્યક્તિ બીજી વાર જવાની ઈચ્છા રાખતી. તેમના ગુણોનું આકર્ષણ કોઈ અનોખું અને અલૌકિક હતું. પ્રેરણામૂર્તિ પૂજ્ય ગુરુદેવને પોતાનાં કાર્યો કરવા દિવસે બહુ ઓછો વખત મળતો. દિવસે અનેક વિદ્વાનો, દેશ-પરદેશનાં સ્કોલરો, જ્ઞાનભંડારના સંચાલકો તથા જ્ઞાનપિપાસુજિજ્ઞાસુઓ આવતા, તેમની સાથે વાર્તાલાપ કરતા, ધાર્મિક ચર્ચા કરતા, પરંતુ પૂજ્યશ્રી વાદવિવાદમાં કે મારા-તમારામાં, વાડા-પાડામાં કદી પડતા નહિ. સત્ય વસ્તુ સમજાવવામાં તેઓ હંમેશા નિર્ભય રહેતા હતા. તેઓ કદી કોઈની નિંદા કરતા નહિ, તેમ બીજાની નિંદા સાંભળતાં પણ નહિ, તેઓ હંમેશાં કહેતા હતા કે આ મુખ સુવર્ણ-કચોલું છે. 'સુવાર્ગ એટલે સોનું'. સોનાના કચોલામાં ઉત્તમ વસ્તુ ભરાય, પરંતુ કચરો ન ભરાય, તેમ મુખરૂપ સૂવર્ણ કચોલામાં સુવર્ણ એટલે શોભાભરી વાણી ભરાય, પરંતુ જગતના ગંદવાડરૂપી નિંદા ન ભરાય. આ મહાન પુરુષના ગુણો જાણીએ, તેમના જીવનના એક એક સિદ્ધાંતો સાંભળીએ, એમના નિટકનાં પરિચિત વ્યક્તિઓ તથા વિદ્વાનો પાસેથી એમના વિશે જાણીએ, તો આપણને કલ્પના આવે કે તેઓ કેવા મહાન હતા અને તેમની ભાવનાઓ કેટલી બધી ઉચ્ચ તથા ઉદાત્ત હતી. સ્વર્ગસ્થ ગુરુદેવના અનેક જીવનપ્રસંગો સ્મૃતિપથ ઉપર, પવનવેગી ઘોડાની જેમ, એક પછી એક પસાર થઈ જાય છે. તેમાંના ક્યા જીવનપ્રસંગો યાદ કરીએ અને કોને પકડી રાખીએ, તે કાંઈ સમજાતું નથી. પૂજ્યપાદ ગુરુદેવ શ્રી આગમપ્રભાકરજી મહારાજ કહેતા કે નવરા માનવીને કોઈ કાંઈ કાર્ય બતાવે, તો કહે કે મને ટાઈમ નથી, સમયનો અભાવ છે; જ્યારે પ્રગતિશીલ માનવીને ક્યારે પણ કોઈનું કાર્ય કરવા માટે પ્રેરણા કરવામાં આવે તો તે એ અત્યંત આફ્લાદપૂર્વક કરી આપે છે. શ્રી પુચચરિત્રમ્ 184 Page #212 -------------------------------------------------------------------------- ________________ નિઃસ્પૃહયોગી પૂ. ગુરુદેવ આગમોનું સંશોધન પોતાના જીવનકાર્યની જેમ પૂરા યોગથી કરતા. ઉપરાંત, તેમની પાસે કેટલાયે વિદ્વાનો પ્રસ્તાવના, લેખો વગેરે લખાવવા આવતા, તે બધાંને પણ તેઓ સંતોષકારક જવાબ આપતા. પુસ્તક પ્રાપ્ત કરવા માટે આવનારને પુસ્તકો ગમે ત્યાંથી પ્રાપ્ત કરાવી આપતા. જ્ઞાનપિપાસુને જ્ઞાનનું દાન કરવામાં જરાય કંજૂસાઈ કરતા નહિ. તેમણે જીવનની સમગ્ર શક્તિઓ ધર્મને, સંઘને અને જનસમુદાયને સમર્પિત કરી હતી, અને જાણે ‘આગમસંશોધન’ માટે તો ભેખ જ લીધો હતો. આવા ભેખધારી નિઃસ્પૃહયોગી જગતમાં પ્રાપ્ત થવા અતિદુર્લભ છે. ભર્તૃહરિએ વૈરાગ્યશતકના એક શ્લોકમાં કહ્યું છે કે માનવીનું આયુષ્ય શતમ્ એટલે સો વર્ષનું હોય છે. તેમાંથી અડધા એટલે પચાસ વર્ષ રાત્રિમાં જાય છે. શેષ પચાસ રહ્યાં, તેમાંથી બાલ્યાવસ્થામાં, વૃધ્ધાવસ્થામાં, રાગ-વ્યાધિઓથી ગ્રસ્ત થવામાં તથા બીજાની સેવા કરવામાં દિવસો, મહિનાઓ તથા વર્ષો જતાં રહે તો માનવીને પોતાની આરાધના તથા સાધના માટે કેટલો સમય મળે? પૂ. ગુરુદેવ તો કોઈ અલૌકિક, અનોખી અને દુનિયાથી પર વ્યક્તિ હતા. તેમની દીક્ષાના ત્રેસઠ વર્ષના પર્યાયમાં સાડાએકત્રીસ વર્ષ રાત્રિના આવે. પરંતુ ૩૧। વર્ષની અડધી રાત્રિ પણ ગુરુદેવે નિદ્રા લીધી નહિ હોય. તેઓ હંમેશાં રાત્રિના નવ વાગે પ્રતિક્રમણ કરી કાર્ય કરવા માટે બેસતા હતા, તે રાત્રિના બે-અઢી વાગે ત્યાં સુધી કામ કરતા રહેતા; તેમને સમયની ખબર જ પડતી નહિ! મહિનાના ત્રીસ દિવસમાં આખી રાત્રિ ક્યારે પણ નિદ્રાદેવીના ખોળે નહિ પડયા હોય. બે કલાક નિદ્રા લઈ ચાર-સાડા ચાર વાગે ઊઠી પ્રતિક્રમણ કરતા, ભગવાનનો જાપ કરતા અને દરેક કાર્ય સમયસર કરતા. જીવનમાં કેવળ જ્ઞાનનો જ વ્યાસંગ હતો, એવું ન હતું; ધર્મક્રિયા, પ્રભુભક્તિ, બીમાર હોય તેને ધર્મશ્રવણ કરાવવું વગેરે દરેક કાર્યમાં તેઓને રસ હતો. તેમનામાં ખાસ વિશિષ્ટતા હતી કે, ક્યારે પણ બહાર જતા, તો સૌથી પ્રથમ તેમનાં પાનાં-પોથીને યાદ કરતા. છેલ્લે પૂજ્ય ગુરુજીને હરસનું ઓપરેશન કરાવવા હોસ્પિટલમાં દાખલ થવાનું હતું, ત્યારે તેઓશ્રી ‘આવશ્યક ચૂર્ણિ’નું સંશોધન કરતા હતા. તેનાં થોડાં પાનાં સંશોધન કરવાનાં બાકી હતાં, તે પણ હોસ્પિટલમાં રાત્રિના બે-અઢી વાગ્યા સુધી કામ કરી પૂરાં કર્યાં. આ રીતે તેમના જીવનના અનેક પ્રસંગો છે. તેઓશ્રીને અંત સુધી કાર્ય કરવાની તમન્ના તથા ધગશ હતી. પૂજ્ય ગુરુદેવ પોણોસો વર્ષ જેવી વૃદ્ધાવસ્થામાં પણ અઢાર કલાક સુધી કામ કરતા હતા. તેમની બંને આંખોના મોતિયા કઢાવ્યા હતા. છતાં પણ તેઓ સુક્ષ્મ અક્ષરો ખૂબ સારી રીતે વાંચી શકતા હતા. કાચી કાયામાં ઘડપણ આવ્યું હતું. પણ એમનું કાર્યબળ જુવાનને પ્રેરણા આપે તેવું હતું. જીવનમાં કીર્તિની લાલસા કદી કરી ન હતી. માન કે મોટાઈ તેમને આકર્ષી શકતાં ન હતાં. તેઓશ્રી ખૂબ સરળ અને નિખાલસ હતા. તેઓ સંશોધન કરતા હોય ત્યારે કાર્યમાં એવા એકાકાર થઈ ગયા હોય કે અમારા જેવા જઈને બેસીએ, ત્યારે પાંચ-દશ મિનિટ સુધી તો એમને ખબર જ પડતી નહિ ! નજર પડતાં પોતાનું કાર્ય એક તરફ મૂકીને અમોને કાંઈ ને કાંઈ ઉપદેશ આંપતા. આવા જ્ઞાનજ્યોતિ, આગમપ્રભાકર, આગમોના ખજાનચી જગતની સૃષ્ટિમાં શોધ્યા મળે તેમ નથી. તેઓ નામ અને કામથી અમર બની ગયા છે. એમનો મહાન આત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાંથી અમને ધર્મને માર્ગે ચાલવાની બુદ્ધિ અને શક્તિ આપે, એ જ અંતરની અભ્યર્થના. 185 શ્રી પુણ્યચરિત્રમ્ Page #213 -------------------------------------------------------------------------- ________________ અનન્ય વિદ્યાપ્રેમ લેખક : પ્રો. શિવલાલ જેસલપુરા ઈ. સ. ૧૯૬૪માં કવિ લાવણ્યસમયના ‘‘નેમિરંગરત્નાકર છંદ’’ની હસ્તપ્રતોની મારે જરૂર હતી. મારા મિત્ર શ્રી રતિલાલ સંઘવીએ આ માટે મુનિ શ્રી પુણ્યવિજયજીને મળવાનું સૂચન કર્યું. અમદાવાદમાં લુણસાવાડે મોટીપોળ સામે આવેલા ઉપાશ્રયમાં જઈને મુનિશ્રીને મળ્યો અને સદરહુ હસ્તપ્રતો મેળવી આપવાની વિજ્ઞપ્તિ કરી. થોડા જ દિવસમાં પાટણના શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાંથી તેઓશ્રીએ સદરહુ હસ્તપ્રતો મંગાવી આપી. હસ્તપ્રતો લેતી વખતે મેં પૂછ્યું :‘“આની પહોંચ શામાં લખી આપું? બીજી સંસ્થાઓમાં સાડાત્રણ રૂપિયાના સ્ટેમ્પ ઉપર હસ્તપ્રત પાછી આપવાની બાંહેધરી લખાવી લેવામાં આવે છે, અને તે માટે જામીન પણ આપવા પડે છે.’’ મહારાજશ્રીએ જવાબ આપ્યો : ‘“પહોંચની કશી જ જરૂર નથી. હસ્તપ્રતોનો ઉપયોગ કરનારા જ ક્યાં મળે છે?’' બે-એક મહિના પછી મહારાજશ્રીને મળ્યોઃ પૂછ્યું : ‘‘નેમિરંગરત્નાકર છંદ’’ની વાચના તૈયાર કરી છે. આપ એ જોઈ ન આપો?’’ મહારાજશ્રીએ કહ્યું : ‘‘તમે દરરોજ બપોરે ૨ થી ૪ દરમ્યાન આવો.’’ મેં કહ્યું : ‘‘પણ એ તો આપનો આરામનો સમય રહ્યો. વળી, આ ઉનાળાની સખત ગરમી.’’ તેઓશ્રીએ કહ્યું : ‘“હું આરામ કરતો નથી.’’ અને પછી પ્રેમપૂર્વક ઉમેર્યું : ‘“તમે જરૂર આવજો.’’. તેઓશ્રીના આ વિદ્યાપ્રેમે મારો સંકોચ દૂર કરી નાખ્યો. બપોરે શરીરે પરસેવો વળે તે લૂછ્યા જાય, અને વાચના તથા તેના પાઠાન્તરો તેઓ સાંભળતા જાય. સિત્તેર વર્ષની ઉંમર, પણ જરાય કંટાળો નહિ, સહેજ પણ ઉતાવળ નહિ. એમનું સૂચન પણ સૂઝ ઉત્પન્ન કરે એવું. દશેક દિવસે કામ પૂરું થયું. મારું અંતર પ્રસન્ન થઈ ગયું. આ પ્રોત્સાહનથી કવિ લાવણ્યસમયની અન્ય કાવકૃતિઓ પ્રકાશમાં લાવવાની મને ઈચ્છા થઈ. એની તમામ હસ્તપ્રતો વડોદરાના શ્રી આત્મારામ જૈન જ્ઞાનમંદિરમાંથી મહારાજશ્રીએ મંગાવી આપી. એ કાર્ય પૂરું થતાં પ્રાચીન-મધ્યકાલીન બારમાસાનો સંગ્રહ તૈયાર કરવાની મને ઈચ્છા થઈ. આ વખતે પણ મહારાજશ્રીએ સંખ્યાબંધ હસ્તપ્રતો મંગાવી આપી. આટલી બધી હસ્તપ્રતો સુપ્રત કરતી વખતે પણ નહિ પહોંચની માગણી, અરે, ઉપકારની લાગણી પણ નહિ! આજે મહારાજશ્રી તરફથી પ્રત્યક્ષ સહાય મળે તેમ નથી, પણ તેઓશ્રીના આ વિદ્યાપ્રેમનું સ્મરણ મારા જેવા અનેક વિદ્યાવ્યાસંગીઓને પરોક્ષ રીતે સહાય કરશે અને તેમની પ્રવૃત્તિમાં બળ પૂરશે એવી મને શ્રદ્દા છે. શ્રી પુણ્યરિત્રમ્ 186 Page #214 -------------------------------------------------------------------------- ________________ પુણ્યવિજયજી સંશોધન-સંપાદન ક્ષેત્રે પ્રભાવશાળી પ્રદાન કરનાર સૌમ્ય વ્યકિતત્વ અભય દોશી-મુંબઈ પુણ્યવિજયજી એ જૈન શ્રમણોની વિદ્યાભ્યાસની ગૌરવશાળી પરંપરાના એક તેજસ્વી પ્રતિનિધિ હતા. તેમણે વિદ્યાભ્યાસની પ્રાચીન સાથે અર્વાચીન સંશોધન પદ્ધતિનો સુમેળ સાધી જૈનસાહિત્યના સંશોધનસંપાદનને આગવી દિશાઓ દર્શાવી છે તેમ જ હસ્તપ્રતભંડારના સંરક્ષણ-સંવર્ધનની સુદીર્ઘ કામગીરીથી જન સંઘને માટે શ્રુતવારસાની વ્યવસ્થા કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે.. પુણ્યવિજયજીના નામ સાથે એક વાત ચિત્તમાં સ્મરે છે. સુરેશ જોષીના મિત્ર અને પ્રસિદ્ધ સાહિત્યમર્મજ્ઞ શ્રી રસિક શાહ પોતાના બાળપણની વાત કરતાં કરતાં પુણ્યવિજયજીનું સ્મરણ ઘણીવાર રજૂ કરતા. તેઓ કહેતા, “અમે પાટણના સાગર ઉપાશ્રયે બાળપણમાં જતા ત્યારે પુણ્યવિજયજી તેમના ગુરુ ચતુરવિજયજી અને દાદાગુરુ પ્રવર્તક કાન્તિવિજયજી સૌ સાધુઓ સાથે પ્રતો ગોઠવવા, તેની ઉપરનાં કપડાં બદલવા વગેરે કાર્યોમાં વ્યસ્ત હોય, પરંતુ આવેલા અમારા જેવા બાળકોને કામ કરતાં કરતાંય સુંદર જૈન કથાવાર્તા કહેતા જાય... સામે થાંભલાને અડેલીને બેઠા હોય કાન્તિવિજયજી દાદા, સામે હોય પ્રતોનો વિશાળ ઢગલો....” આવી કાર્યશીલ છતાં સ્નેહાળ પુણ્યવિજયજીનું કાર્ય એટલે ત્રણ પેઢીની સંચિત જ્ઞાનસાધના, તેને સંપૂર્ણ અંજલિ આપવા તો પુસ્તકોનાં પુસ્તકો ઓછા પડે, પરંતુ આ લેખમાં તેમની પાવન સ્મૃતિને કાંઈક અંશે એકત્ર કરવાનો ઉપક્રમ કર્યો પુણ્યવિજયજીના કુલ ૩૦ જેટલા સંપાદિત તથા મૌલિક ગ્રંથો ઉપલબ્ધ થાય છે. તેમનો જન્મ કપડવંજમાં વિ. સં. ૧૯૫૨ના જ્ઞાનપંચમીના દિવસે થયો હતો. જ્ઞાનપંચમીનો જન્મ એ કેવળ યોગાનુયોગ ન હતો પરંતુ પુણ્યવિજયજીના ભાવિ જીવનની દિશા સૂચવનારો પુણ્યસંકેત હતો. પોતાના જન્મના સંકેતને સાર્થક કરતું પુણ્યવિજયજીનું સમગ્ર જીવન જ્ઞાનસાધનાને સમર્પિત બની રહ્યું. બાળપણમાં ઘોડીયે ઝૂલતા મણિલાલ (પુણ્યવિજયજીનું સાંસારિક નામ)ને એકલો મૂકી મા કપડાં ધોવા ગઈ, પાછળ ઘરમાં ભયાનક આગ લાગી. પડોશમાં રહેતા વહોરા ગૃહસ્થની સમયસૂચકતાને લીધે બાળક મણિલાલનો જીવ બચ્યો. આમ, બાળક મણિલાલની સુરક્ષા દ્વારા આ વહોરા ગૃહસ્થ જૈનસંઘના અમૂલ્ય રત્નનું રક્ષણ કર્યું. આ ઘટના બાદ પિતા બાળક મણિલાલ અને માતાને લઈ મુંબઈ આવ્યા. ૧૪ વર્ષની વયે પિતાનું મૃત્યુ બાદમાતાની ઈચ્છા દીક્ષા લેવાની હતી. આથી માતાની ઈચ્છામાં પોતાની ઈચ્છા જોઈ બાળક મણિલાલ પુણ્યવિજયજી બન્યા, તો માતા રત્નશ્રીજીના 187 શ્રી પુષ્ટાચત્રમ્ | Page #215 -------------------------------------------------------------------------- ________________ નામે સાધ્વી તરીકે દીક્ષિત થયા. દીક્ષાનાં પ્રારંભિક વર્ષોમાં વિવિધ પંડિતો પાસે અભ્યાસ કરવાની સાથે જ પંડિત સુખલાલજી જેવા સંશોધન-સંપાદનની આધુનિક સુઝવાળા વિદ્વાનની પાસે અભ્યાસ કરવાનો યોગ થયો, તેના પરિણામે પુણ્યવિજયજીની દષ્ટિ વિશાળ અને ઉદાર બની. ગુરુ દાદાગુરુ તેમજ દાદાગુરુના ગુરુબંધુ મુનિ શ્રી હંસવિજ્યજી પાસેથી જ્ઞાનભંડારની વ્યવસ્થા તેમજ આગમોદ્ધારની પ્રવૃત્તિના પાઠ પ્રાપ્ત કર્યા. આ કાર્યમાં સાગરજી મહારાજ અને નેમિસુરિસમુદાયના લાવણ્યવિજ્યજીનાં કાર્યોનો પણ પરોક્ષ પ્રભાવ રહ્યો. તેમણે પોતાનું સમગ્ર જીવન શ્રુતસેવામાં સમર્પિત કર્યું. તેમના આ બૃહકાર્યમાં આગમગ્રંથોનું સંશોધનસંપાદન સૌથી વધુ મહત્ત્વપૂર્ણ કાર્ય છે. તેમણે બૃહકલ્પસૂત્ર' નામક આગમ ગ્રંથ જે એક મહત્ત્વપૂર્ણ છેદસૂત્ર છે, તેનું નિર્યુક્તિ, ભાષ્ય, વૃત્તિ સાથેનું સંપાદન તૈયાર કર્યું. અનેક હસ્તપ્રતોને આધારે પાઠનિર્ણય કરીને કરાયેલું આ એક મૂલ્યવાન સંપાદન છે. છ ભાગમાં ફેલાયેલું ૧૯૩૩થી ૧૯૪૨ સુધીના નવ વર્ષ સુધી ચાલેલું આ ગ્રંથનું સંપાદનકાર્ય ગુરુ-શિષ્યના સહિયારા પુરુષાર્થનું એક યશસ્વી શિખર છે. પુણ્યવિજયજીએ આ ગ્રંથની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના લખી છે, તેમાં તેમની નિષ્પક્ષ દષ્ટિનાં દર્શન થાય છે. તેઓ ઐતિહાસિક તથ્યોને સાંપ્રદાયિક માન્યતામાં બદ્ધ થયા વિના નિર્ભિકપણે રજૂ કરે છે. સાંપ્રદાયિક માન્યતા એવી છે કે સૂત્રકાર અને નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામી એક જ છે, પરંતુ તેમાગે તિસ્થાગોલિયપ્રકરણ, પંચકલ્પ ભાષ્ય, ચૂર્ણ આદિ અનેક ગ્રંથોનાં અવતરણો આપી સિદ્ધ કર્યું કે સૂત્રકાર અને નિર્યુક્તિકાર ભદ્રબાહસ્વામી વિભિન્ન છે. તેઓ સૂત્રકાર તરીકે અંતિમ ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામીને દર્શાવે છે, તો નિયુક્તિ ભદ્રબાહુસ્વામી ઉત્તરકાલીન વિક્રમની છઠ્ઠી સદીમાં થયેલા છે, એમ સિદ્ધ કરે છે. તેઓ દસ નિર્યુક્તિગ્રંથો, ઉપસર્ગહરસ્તોત્ર, ભદ્રબાહુસંહિતા આદિના કર્તા છે, એમ સપ્રમાણ રજૂ કરે છે. એ ઉપરાંત આ નિર્યુક્તિકાર પૂર્વે ગોવિંદ નામના આચાર્યની ‘ગોવિંદનિયુક્તિ'ની રચના થઈ હતી, એવી મહત્ત્વની વિગત પર પ્રકાશ પાથરે છે. એ જ રીતે કલ્પભાષ્યકાર સંઘદાસગણિ અને ટીકા રચનાર આચાર્ય મલયગિરિજીનો પરિચય સંશોધન બાદ ઉપલબ્ધ કરે છે. ર૬ ટીકાગ્રંથો રચનાર મલયગિરિજીના જીવનની વિગતોને પ્રકાશમાં લાવી આ મહાન આચાર્યનું ભાવપૂર્ણ તર્પણ કર્યું છે તેમની લેખનશૈલીનો પરિચય આપતાં પુણ્યવિજયજી આદરપૂર્વક કહે છે; ગંભીરમાં ગંભીર વિષયોને ચર્ચતી વખતે પણ ભાષાની પ્રાસાદિકતા, પ્રૌઢતા અને સ્પષ્ટતામાં જરા સરખી પણ ઊણપ નજરે પડતી નથી અને વિષયની વિશદતા એટલી જ કાયમ રહે છે.' આ બૃહકલ્પસૂત્રો ઉત્સર્ગ અને અપવાદમાર્ગનું જે વિસ્તૃત નિરૂપણ ઉપલબ્ધ થાય છે, તે આજે પણ શ્રી પુણ્યચરિત્રમ્ 188 T T Page #216 -------------------------------------------------------------------------- ________________ સાધુજીવન માટે આચાર માર્ગદર્શક બની રહે એવું અજોડ છે. આ સમગ્ર સૂત્રનો મર્મ દર્શાવતી ખૂબ માર્મિક વાત પુણ્યવિજયજી મહારાજ પ્રસ્તાવનામાં રજૂ કરે છે; ઉત્સર્ગ અપવાદની મર્યાદામાંથી જ્યારે પરિણામીપણું શુદ્ધવૃત્તિ પરવારી જાય છે, ત્યારે એ જ ઉત્સર્ગ અને અપવાદ ઉત્સર્ગ અપવાદ ન રહેતાં અનાચાર અને જીવનનાં મહાન દૂષણો બની જાય છે. આ જ કારણથી ઉત્સર્ગ-અપવાદનું નિરૂપણ-નિર્માણ કરતા પહેલાં ભાષ્યકાર ભગવંતે પરિણામી, અપરિણામી શિષ્યો એટલે કે અનુયાયીઓનું નિરૂપણ કર્યું છે અને જણાવ્યું છે કે, યથાવ્યવસ્થિત વસ્તુને સમજનાર જ ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગની આરાધના કરી શકે છે. તેમજ આવા જિનાજ્ઞાવશવર્તી મહાનુભાવ શિષ્યો-ત્યાગી-અનુયાયીઓ જ છેદ આગમજ્ઞાનના અધિકારી છે અને પોતાનું જીવન નિરાબાધ રાખી શકે છે. જ્યારે પરિણામીભાવ અદશ્ય થાય છે અને જીવનની શુદ્ધ સાત્ત્વિક સાધુતાને બદલે સ્વાર્થ, સ્વચ્છંદતા અને ઉપેક્ષાવૃત્તિ જન્મે છે, ત્યારે ઉત્સર્ગ અપવાદનું વાસ્તવિક જ્ઞાન અને પવિત્રપાવન વીતરાગધર્મ આરાધના દૂરને દૂર જાય છે અને અંતે આરાધના કરનાર પડી ભાંગે છે.' તેમણે આ વિશાળ બૃહકલ્પસૂત્ર ઉપરાંત શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત જીવકલ્પસૂત્રનું સંપાદન કર્યું, તેમ જ હાલમાં કલ્પસૂત્ર તરીકે વિશેષ પ્રસિદ્ધ પર્યુષણા કલ્પસૂત્ર'નું પણ નિર્યુક્તિ, ચૂર્ણી, ટિપ્પણ, ગુર્જરાનુવાદ સાથે સંપાદન કર્યું. તેમણે કલ્પસૂત્રમાં આવતાં સ્વપ્નાં હાલનાં વર્ણકોને સ્થાને પૂર્વે અન્ય વાર્ણકો ઉપલબ્ધ હશે એવું પ્રમાણને આધારે દર્શાવ્યું, તેમજ સ્થવિરાવલી પછીથી ઉમેરાયેલી હોવા છતાં નિષ્પમાણ નથી એમ સિદ્ધ કરી પોતાની નિષ્પક્ષપાતી સંશોધકવૃત્તિનાં દર્શન કરાવ્યાં છે. આ સંપાદનો ઉપરાંત મહાવીર જૈન વિદ્યાલયની આગમ-પ્રકાશન યોજના “નંદીસુત્ત અણુઓગદ્દારાઇ ચ” (નંદૂસૂત્ર-અનુયોગોદ્ધાર) પન્નવણા સૂત્રના બે ભાગ, નંદીસૂત્ર-ચૂર્ણા સાથે, નંદીસૂત્ર વિવિધ વૃત્તિ સાથે, સૂત્રકૃતાંગ ચૂર્ણ, દસ-વૈકાલિક અગત્યચૂર્ણ સાથે સંપાદન કર્યું છે. દશવૈકાલિક અગત્યચૂર્ણના સંપાદનમાં તેમણે અગસ્તસિંહની શ્રમણ પરંપરા તેમજ આ ચૂર્ણનું મહત્ત્વ યથાયોગ્ય રીતે અંકિત કરી આપ્યું છે. તેમના આગમવિષયક સંપાદનમાં એક મહત્વનું સંપાદન અંગવિજા' (પ્રકિર્ણક)નું સંપાદન છે. આ અંગવિજા પ્રકીર્ણક (અંગવિદ્યા પ્રકીર્ણક)માં મનુષ્યની હાલવા-ચાલવાની રીત-વર્તણૂંક પરથી તેનું ભવિષ્ય જાણવાની પદ્ધતિ દર્શાવી છે. તેમણે ખૂબ જહેમત લઈ અપ્રાપ્ય એવા આ ગ્રંથનું સંપાદન કર્યું છે. તેમણે પ્રસ્તુત સંપાદન તેમજ બૃહત્કલ્પસૂત્રના સંપાદનની પ્રસ્તાવના આગમગ્રંથોમાં આવતી વિગતોને આધારે તે સમયના મનુષ્યનાં વસ્ત્ર, ભોજન, રહેવાસ, નૃત્ય, રાજ્યકારભાર આદિની સાંસ્કૃતિક વિગતો પર સારો પ્રકાશ પાથર્યો છે. આ રીતે તેમણે સાંસ્કૃતિક અધ્યયનનો નવા દષ્ટિકોણનો પણ પરિચય કરાવ્યો છે. તેમણે આગમ સાહિત્યની સાથે જ પ્રાકૃત ભાષામાં રચાયેલા વિપુલકર્મ સંબંધિત સાહિત્યનું પણ વિશાળ શી પુરાચરિત્રમ્ 189 Page #217 -------------------------------------------------------------------------- ________________ પાયા પર સંપાદન કરી જૈનદર્શનના અધ્યયનની વિવિધ દિશાઓ ઊઘાડી આપી છે. તેમણે પ્રથમ પાંચ કર્મગ્રંથ તેમજ પંચસંગ્રહ ગ્રંથનાં સુંદર સંપાદનો ઉપલબ્ધ કરાવ્યાં છે. આ સંપાદનોમાં દિગંબરકર્મવિષયક સાહિત્યનું તુલનાત્મક અધ્યયન રજૂ કરી પોતાની વિશાળ વિદ્યાપ્રીતિભરી દૃષ્ટિનાં દર્શન કરાવ્યાં છે. તેમનું વ્યક્તિત્વ એવું વિશાળ હતું કે, બૌદ્ધ, વૈદિક આદિ અન્ય દર્શનની મહત્ત્વપૂર્ણ કૃતિઓ જૈનભંડારમાંથી ઉપલબ્ધ થઈ હોય તો એ પ્રત્યે પાણ જગતનું લક્ષ્ય દોર્યું છે. તેમણે જીવનભર આગમગ્રંથોનું સંશોધન કર્યું, પરંતુ સાથે જ લલિત કહી શકાય એવાં નાટક અને કથાગ્રંથોનું પણ સંશોધન-સંપાદન તેમના હાથે થતું રહ્યું છે. તેમના સંશોધનકાર્યના પ્રકાશનનો પ્રારંભ જ જૈનનાટકોથી થયો હતો. સોલંકીવંશના પ્રતાપી ગુરુ હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્ર રચિત નાટકોનું પ્રાગટ્ય ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની એક મહત્ત્વની ઘટના બની રહી. ગુજરાતમાં સંસ્કૃત નાટકો લખવાની, ભજવવાની પરંપરાનું દર્શન કરાવ્યું. આ સાથે જ કૌમુદી મિત્રાનંદ’ નાટક તથા મુનિ રામભદ્રનું પ્રબુદ્ધ રૌહિણેય’ નાટક સંપાદિત કર્યા. તેમાંના પ્રબુદ્ધ ગૌહિણેયમ” નાટકના શ્રી ગોવર્ધન પંચાલ દ્વારા ભાઈદાસ સભાગૃહ, વિલેપાર્લે, મુંબઈમાં થયેલા મંચનપ્રયોગનું દર્શન કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. આ પ્રયોગમાં ગુજરાતના એ સંસ્કૃતભાષી કવિ રામભદ્રની રંગમંચની ઊંડી સૂઝનાં દર્શન થયાં હતાં. આ નાટકની પ્રસ્તાવનામાં મુનિ પુણ્યવિજયજીએ આ નાટક યુગાદિદેવના પ્રાસાદમાં ભજવાયું હતું એવો ઉલ્લેખ દર્શાવી જૈન નાટકો માત્ર લખવા નહિ પરંતુ ભજવાતાં પણ હતાં, તે સિદ્ધ કરી આપ્યું. વિશાળ જૈનકથાસાહિત્યમાં અપૂર્વ મહત્ત્વ ધરાવનાર વાચક સંઘદાસગણિ વિરચિત વસુદેવહિડિ’ ગ્રંથના પ્રથમ ખંડનું પોતાના ગુરુ ચતુરવિજયજી સાથે યશસ્વી સંપાદન કર્યું. આ સંપાદનને જૈનપરંપરામાં ઉપલબ્ધ બૃહકથાના પ્રાચીન રૂપાંતરનું દર્શન કરાવ્યું. એ પછીના ખંડનું પણ શ્રી ભોગીલાલ સાંડેસરા મુનિશ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી જ સંપાદન કરી શક્યા. આ સંપાદનમાં પણ તેમની સાંસ્કૃતિક અધ્યયનની દષ્ટિનો ઉચિત વિનિયોગ થયો છે. તેમણે દેવભદ્રમણિકૃત કથારત્નકોશ'નામની પ્રમાણમાં અપ્રસિદ્ધ કૃતિનું ગાઢ પુરુષાર્થ બાદ પ્રકાશન કર્યું. તેમણે જૈન કથાગ્રંથોમાં અત્યંત ગૌરવવંત અને સમૃદ્ધ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત મહાકાવ્યના ત્રણ પર્વોનું સંપાદન કરીને આ કથાભંડારની વિશેષતાઓ દર્શાવી છે. તેમાગે આ ઉપરાંત નેમિચન્દ્રાચાર્યકૃત આખ્યાનકમણિકોશનું પણ સંપાદન કર્યું છે. ગુજરાતનો ઈતિહાસ એ પણ પુણ્યવિજયજીના એક ઊંડા રસનો વિષય રહ્યો છે. હેમચંદ્રાચાર્ય અને થી પુણ્યર્ચારિત્રમ્ 190 Page #218 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળના જીવનસંબંધી નાનાં-મોટાં લખાણો કરતા રહ્યા છે. તેમણે પાટણ ૧૬ ચોમસાં કર્યાં હોવાથી, તેમની કર્મભૂમિ પાટણના આ પુણ્યપુરુષો વિશે ત્રણ વાર લખી અંજલિ આપી છે. આ ઉપરાંત સકલાર્હતસ્તોત્ર વૃત્તિ સહ અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત જેવા ગ્રંથોનાં સંપાદનો કર્યા છે. તેમણે ‘સિદ્ધહેમકુવારસંવત’ અંગે પણ સુંદર અંગુલિનિર્દેશ કર્યો છે. શત્રુંજયની એક ધાતુપ્રતિમા પરથી પ્રાપ્ત સંવત પુણ્યવિજયજી જણાવે છે તેમ આગળ વિશેષ કાળના બળનો ચાલ્યો નથી, પરંતુ કોઈ અજ્ઞાત વ્યક્તિએ પોતાના યુગની ત્રણ વિલક્ષણ પ્રતિભાઓના નામોલ્લેખનો સમન્વય કરી આ સંવત ચલાવ્યો હશે, તે એમને ધન્યવાદપાત્ર જણાય છે, તેમજ આ મૂર્તિને સાચવવાની વિશેષ ભલામણ કરે છે. એ જ રીતે વસ્તુપાલ-તેજપાલનું જીવન પણ વારંવાર તેમના સંશોધનક્ષેત્રમાં આવતું રહ્યું છે. તેમણે ઉદયપ્રભસૂરિષ્કૃત ધર્માભ્યુદય મહાકાવ્યમ્ સં. ૧૯૪૬થી પ્રારંભી ૧૮૬૧માં સુકૃતકીર્તિ કલ્લોલિન્યાદિવસ્તુપાલ પ્રશસ્તિસંગ્રહ એમ કુલ ચાર સંપાદનો વસ્તુપાલના જીવનને કેન્દ્રમાં રાખી કર્યાં. આ ઉપરાંત પાલીતાણાની વાઘણપોળ અને અન્ય સ્થળોથી પ્રાપ્ત કુલ દસ અપ્રસિદ્ધ શીલાલેખોનું સંકલિત સંપાદન કર્યું. આ સંપાદન પ્રવૃત્તિ દ્વારા તેમણે મધ્યકાલીન ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય ઈતિહાસના અનેક ઉજ્જવલ પૃષ્ઠો પર પ્રકાશ પાથર્યો. તેઓ વસ્તુપાલના વિદ્વત્તા, વિદ્વાનો પ્રત્યેનો ઊંચો આદર ને જૈનધર્મપ્રિયતા, દાનેશ્વરીપણું આદિગુણોની પ્રશંસા કરે છે, વસ્તુપાલનાં શિવાલય, સૂર્યમંદિર આદિ સુકૃત્યોને પણ રાજ્યકર્તાની સમદષ્ટિ અને ઉચિત વર્તન તરીકે દર્શાવે છે, તેમાં તેમની વિશાળતાના દર્શન થાય છે. પુણ્યવિજયજીએ જીવનમાં આમ કુલ ૩૦ જેટલાં સંપાદનો કર્યા, પરંતુ તેમની આ વિશાળ સંપાદન પ્રવૃત્તિ તો તેમના જીવનની એક અન્ય મુખ્ય આવૃત્તિના કેવળ અંશરૂપ પ્રવૃત્તિ હતી. આ ગુરુ-શિષ્યની ત્રણ પેઢીનું મોટું વિદ્યાકાર્ય હોય તો ગ્રંથભંડારોનો ઉદ્ધાર કરવો. સોળ ચાતુર્માસ પાટણ રહી આ ત્રણ પેઢીએ સંયુક્ત પ્રયાસો દ્વારા પાટણના ૨૦ ભંડારોને એક સ્થળે એકત્રિત કરી ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર’નું સર્જન કર્યું. આ વીસે ભંડારોના ગ્રંથોને વ્યવસ્થિત ગોઠવ્યા. અસ્ત-વ્યસ્ત થયેલી પ્રતોનાં પાનાં એકત્રિત કરવાં એ કેવું વિકટ કાર્ય હોય છે એ તો અનુભવીને જ ખબર પડે. આ કાર્યમાં તેમણે અનેક અમૂલ્ય ગ્રંથો જૈનસંઘને ભેટ ધર્યા, એટલું જ નહિ, બૌદ્ધ, સાંખ્ય, ચાવાર્ક આદિ દર્શનના પણ અલભ્ય ગ્રંથોને વિશ્વ સમક્ષ ઉપલબ્ધ કરી આપ્યા. આ ગ્રંથભંડારનો વિસ્તૃત પરિચય ફાર્બસ ગુજરાતી સભાના ત્રૈમાસિક અંક ૭૩/૪માં શ્રી મણિભાઈ પ્રજાપતિએ કરાવ્યો છે. આવું જ બીજું ગંજાવર કાર્ય જેસલમેરના ગ્રંથભંડારોનું હતું. અત્યંત ઉગ્રવિહાર કરી, ભારત-પાકિસ્તાનના યુદ્ધના ભણકારા વચ્ચે જેસલમેર જઈ ત્યાંના અનેક જ્ઞાનભંડારો ખોલાવ્યા. એક જ્ઞાનભંડાર ખોલાવવા નવ ટ્રસ્ટીઓની હાજરી જરૂરી હોય, અને ટ્રસ્ટીઓ દેશ-દેશાવરમાં વસતા હોય, પરંતુ આ બધી પરિસ્થિતિઓ પાર કરી જેસલમેરની અપૂર્વ જ્ઞાનસમૃદ્ધિભરી હસ્તપ્રતસૃષ્ટિનો પરિચય આપ્યો, તેનું વિસ્તૃત કેટલોગ (સૂચિપત્ર) શ્રી પુણ્યરિત્રમ્ 191 Page #219 -------------------------------------------------------------------------- ________________ કર્યું, તેમ જ ‘જેસલમેરની ચિત્રસમૃદ્ધિ’ જેવા ગ્રંથ દ્વારા જૈનોની કલાસમૃદ્ધિનો જગતને પરિચય કરાવ્યો. તેમની પોતાની જેસલમેરની સંશોધન પછિત અંગે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને પત્રમાં કહે છે; ‘‘તમને પત્ર લખ્યા પછી ભંડાર તપાસવાનું અમારું કાર્ય આગળ ચાલ્યું છે. એક-એક પોથીમાં જે સંખ્યાબંધ પાનાઓ ભેગા ભળી ગયા છે એ બધાંના પૃથક્કરણ માટે અમે એ પાનાંઓનું અનેક દષ્ટિએ વર્ગીકરણ કર્યું છે. એ અત્યારે જોવા જેવું છે. તમે ઘણાંય પ્રદર્શન જોયાં હશે, પરંતુ અમારું આ પ્રદર્શન આશ્ચર્યચકિત કરે તેવું છે... કોઈ ગ્રંથનાં એક બે પાનાં હોય, કોઈ ગ્રંથનાં પાનાંઓનાં ટુકડાઓ હોય એ બધાંયને જોઈ વિવિધ નિશાનીઓ અને શબ્દો ઉપરથી ગ્રંથનું નામ કેમ પકડી પાડવામાં આવે છે, તે તમે નજરે જુઓ તો તાજુબ જ થઈ જાઓ.'' અને જંબુવિજયજીનેકહે છે; ‘‘અત્યારે હું સંશોધનનું કામ કિનારે રાખીને આખા ભંડારને તપાસી રહ્યો છું.'' આજ રીતે લીંબડી તેમજ ખંભાતનો શાન્તિનાથ દેરાસરનો તાડપત્રીય જ્ઞાનભંડાર ખાસી મહેનત કરી ગોઠવ્યો અને તેનાં સૂચિપત્રો પણ મુદ્રિત કર્યાં. તેઓની હસ્તપ્રત ઓળખવાની સૂઝ ગજબની હતી. તેઓ લખાણના વળાંક પરથી હસ્તપ્રત ક્યા સૈકાની છે તેનો ખૂબ જ સહેલાઈથી નિર્ણય કરી શકતા. આ કાર્યોમાં તેમને દાદાગુરુ અને અન્ય સ્રોતોથી પ્રાપ્ત થયેલ પુષ્કળ હસ્તપ્રતો પ્રાપ્ત થઈ. આ સંગ્રહનું પણ તેમણે સૂચિપત્ર તૈયાર કર્યું; તેમ જ જૈનસંઘના ગૌરવવંતા દાનવીર કસ્તુરભાઈના પુરુષાર્થનો સમન્વય થતાં ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર'માં આ હસ્તપ્રતસંગ્રહ સચવાયો. સાથે જ પુણ્યવિજયજીના પ્રયત્નોથી ખેડાસંઘ, અન્ય મુનિઓના જ્ઞાનભંડાર પ્રાપ્ત થતાં શ્રી લા. દ. પ્રાચ્ય વિદ્યામંદિરની હસ્તપ્રતસમૃદ્ધિ અપૂર્વ બની રહી. એ અને કોબાનો શ્રી કૈલાસસાગર સૂરિ જ્ઞાનભંડાર જૈનસંઘની અપૂર્વ સમૃદ્ધિ સમ છે. આ રક્ષણ, સંવર્ધન અને તેની હસ્તપ્રતોને આધારે થતાં સંશોધનોથી જ જૈન સાહિત્યની સમૃદ્ધિ વધુ પ્રજા સુધી પહોંચી શકી છે. મુનિ શ્રી પુણ્યવિજયજીને કળાકારીગીરીની પણ ઊંડી સૂઝ હતી, આથી હસ્તપ્રતોમાંના કલાત્મક ચિત્રોની જાળવણી અને પ્રસિદ્ધિ પણ સમયે સમયે કરતા. શ્રી લા. દ. પ્રાચ્ય વિદ્યામંદિર સાથે એક મ્યુઝિયમ સંકળાયેલું છે, તેના એક ભાગમાં પુણ્યવિજયજીના ઉપયોગની વસ્તુઓ સચવાઈ છે. પેન, પેન્સિલ, રજોહરણ, મુહપત્તી આદિઉપકરણો સાથે જ એક નાનકડી ડબ્બીમાં શત્રુંજય પરથી પ્રાપ્ત થયેલ સ્ફટિકના ચોખા અને થોડી ગિરિરાજની પવિત્રધૂળ સંગ્રહાયાં છે. આમાં પુણ્યવિજયજીના જીવનમાં વ્યાપક શ્રદ્ધાતત્ત્વનાં પણ દર્શન થાય છે. તર્કશુદ્ધ પ્રત્યેની પરમશ્રદ્ધા એમના જીવનમાં પૂર્ણપણે વ્યાપ્ત હતી, એનું ભાવભીનું દર્શન છે. આમ, પુણ્યવિજયજીના જીવનમાં તર્ક અને શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયા બન્ને યુગપત્ રીતે વહેતાં રહ્યાં છે. તેમને હસ્તપ્રત લેખનમાં પણ ઊંડી શ્રદ્ધા હતી. મુદ્રિત પુસ્તકોનું આયુષ્ય ઓછું હોવાથી ભવિષ્યમાં શ્રી પુણ્યચરિત્રમ્ 192 Page #220 -------------------------------------------------------------------------- ________________ પુનઃહસ્તલિખિત પુસ્તકોની જરૂરત ઊભી થશે. આ શ્રદ્ધાથી તેમણે જૈનશ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા'માં હસ્તપ્રત લેખન માટેની વિવિધ સામગ્રી, શાહી બનાવવાની, કાગળ બનાવવાની વિધિઓ, પ્રત સુરક્ષા માટે ઘોડાવજ આદિની પડીકી આદિની ખૂબ ઝીણવટભરી નોંધ કરી છે. સોના-રૂપાની શાહી કેવી રીતે બનાવવી તેની પણ માહિતી આપે છે. શ્રી પુણ્યવિજયજી આમ અત્યારે મનુસક્રીપ્ટોલોજીની આજકાલ બહુ ચર્ચા છે, તે વિષયનું પાયાનું પુસ્તક ઉપલબ્ધ કરી આપે છે. તેમની શ્રદ્ધા ખરે જ સાચી પડી છે. આજે અમદાવાદમાં શ્રુતલેખનમ્ અને અન્ય સંસ્થાઓ દ્વારા હસ્તપ્રતલેખનનું કાર્ય પુનઃ શરૂ થયું છે અને તેમાં શ્રી પુણ્યવિજયજીનું આ પુસ્તક અને પુણ્યવિજયજીના માર્ગદર્શનમાં તૈયાર થયેલ લક્ષ્મણભાઈ ભોજક આદિનો પાયાનો સહયોગ રહ્યો છે. એમના આ સમગ્ર કાર્યના અભિવાદનાર્થે દીક્ષા પર્યાયના ૬૦મા વર્ષે વડોદરા સંઘે ‘જ્ઞાનાંજલિ' નામે અભિવાદન ગ્રંથ પ્રકાશિત કર્યો હતો. તેમાં ડો. એ. એન. પાળે Muni shri Punyavijayaji : An Institution નામના લેખમાં કહે છે; "He easily shares his information with his other colleagues but also helps with material as well different scholars working in various fields of studies. He has obliged the community of scholars more fruitfully than even a big institution can claim to do." આમ, સંસ્થા સમા, અરે અનેક સંસ્થાના પ્રાણસમાં શ્રી પુણ્યવિજયજી પુણ્યમય જીવન જીવ્યા અને સરળતા, નિષ્પરિગ્રહતા, શુદ્ધ આચાર, જ્ઞાનપીપાસા અને પરમાત્મભક્તિ આદિ ગુણોના અપૂર્વ યોગે સમગ્ર જૈન સમાજ અને વિશ્વસમાજ માટે પરમ આદરણીય બની રહ્યા. તેમના જીવનમાં ક્ષમા આદિ ઉત્તમ મુનિગુણો ઓતપ્રોત થયા હતા, તે અંગેના બે પ્રસંગો પૂજ્ય આચાર્યદિવ શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ સાથેના અંગત વાર્તાલાપમાંથી જાણવા મળ્યા હતા. પુણ્યવિજયજીએ જેસલમેરથી કેટલીક પ્રતો અમદાવાદમાઈક્રોફિલ્મીંગ માટે મોકલાવી હતી. તેમાંની કેટલીક કથા-સાહિત્ય સંબંધિત હસ્તપ્રતો એક ભાઈએ રાખી દીધી. થોડા સમય બાદ એ હસ્તપ્રત આધારિત સંપાદનો એ ભાઈના નામે પ્રકાશિત થયા. આ ઘટનાથી મુનિશ્રીના વિદ્યાગુરુ શ્રી પંડિત સુખલાલજી અત્યંત ક્રોધિત થયા. તેઓ પુણ્યવિજયજીને મળવા આવ્યા, ત્યારે પુણ્યવિજયજી કપડાનો કાંપ કાઢી રહ્યા હતા. (જૈન સાધુનાં વસ્ત્ર ધોવાની ક્રિયાને કાંપ કાઢવો તરીકે ઓળખાય છે.) તેમણે આવતા બારણામાં જ કહ્યું, ‘એ ભાઈ પર કેસ કરો.” પુણ્યવિજયજી કાંપ કાઢતાં જ ઊભા થઈ આદરપૂર્વક કહ્યું; “ના એ નહિ બને, કારણ હું જૈન સાધુ છું.” 193 શ્રી પુણ્યચરિઝમ Page #221 -------------------------------------------------------------------------- ________________ આવા ક્ષમાગુણના ભંડાર પુણ્યવિજયજી એકવાર સંશોધનના કાર્યમાં વ્યસ્ત હતા. તે સમયે તેમના પરિવારના એક મુનિએ ચોવિહાર માટે પીવા પાણી મૂક્યું. તેમણે કહ્યું; આ કાર્ય પૂર્ણ થતાં પાણી વાપરી લઈશ. પરંતુ પ્રફનું કાર્ય પૂર્ણ થવામાં થોડી વધુ વાર લાગી. આ બાજુ મુનિએ ઉતાવળમાં પાણી પરઠવી લીધું. કાર્ય પૂર્ણ થયે પાણી માંગ્યું, પરંતુ પાણી તો પરઠવાઈ ગયેલું. લક્ષ્મણભાઈ ભોજક આદિએ આજુબાજુમાં પ્રયત્ન કર્યો, પરંતુ ઊકાળેલું પાણી મળી શક્યું નહિ. આવા પ્રસંગે પણ મુનિ પુણ્યવિજર્યજીએ પરિવારના તે મુનિને ઠપકો દેતો એક અક્ષર પણ કહ્યો નહિ, આમ તેઓ જીવનમાં ક્ષમામૂર્તિ બની રહ્યા. તેમની અપાર ઉદારતા અને વાત્સલ્યનો લાભ તેમના પરિચયમાં આવનાર નાના-મોટા સૌને થતો. ચતુર્વિધ જૈનસંઘ પરત્વે પણ તેમને અપાર લગાવ હતો. શ્રી લા. દ. પ્રાચ્ય વિદ્યામંદિરના સર્જન બાદ તેના એકાંત સ્વાધ્યાય ખંડમાં સ્થિરતા કરી સંશોધન કરવાની વિનંતી થઈ હતી, પરંતુ તેમણે લોકોની વચ્ચે સંઘ સાથે રહી પોતાનાં સંશોધન-સંપાદન આગળ વધારવાનું પસંદ કર્યું હતું. શ્રમણીઓના જ્ઞાન-ધ્યાન-અભ્યાસમાં વૃદ્ધિ થાય, તે માટે તેઓ અપાર ખેવના ધરાવતા. પોતાની વૃદ્ધ સાધ્વી માતાની આંખોનાં તેજ ચાલ્યાં ગયાં હતાં, પરંતુ વૃદ્ધ માતાને સમાધિ રહે એ માટે એ પોતે અથવા પોતાના અંતેવાસી મુનિ શ્રી રમણીકવિજયજીને નંદીસૂત્ર આદિની ગાથાઓનો સ્વાધ્યાય સંભળાવવા મોકલતા. તેઓ મુનિઆચારનું પણ શક્ય એટલી શુદ્ધિપૂર્વક પાલન કરતા. તેઓ દીક્ષાના ૬૦ વર્ષે પર્યાય પૂર્ણાહુતિના વડોદરા મહોત્સવ બાદ મુંબઈ પધાર્યા. મુંબઈમાં વાલકેશ્વર પર ચાતુર્માસ નિશ્ચિત થયું હતું. પરંતુ તે પૂર્વે જ જેઠ આઠમ, ૨૦૧૭ના દિવસે, ૧૪ જૂન ૧૯૭૧, રોગોની પીડા ઘેરી વળી, અને મુનિશ્રીએ બચાની હોસ્પિટલમાં આ નશ્વર દેહ છોડી પરલોકની યાત્રાએ પ્રયાણ કર્યું. સમગ્ર જૈન સંઘ માટે આ દિન અત્યંત દુઃખદ બની રહ્યો. તેઓ ‘આગમપ્રભાકર” તેનાં શાસ્ત્રો પર પ્રકાશ પાથરનારો સૂર્ય જાણે આથમી ગયો. પુણ્યવિજયજીએ પોતાના જીવનમાં જ્ઞાનની અપૂર્વ ઊંચાઈ સાથે જ વિનય, નમ્રતા અને પરોપકારી વૃત્તિ જેવા ગુણોનો સુમેળ સાધ્યો હતો. એ વિરલ પુણ્યપુરુષને અંજલિ આપતાં શ્રી ન્યાયવિજયજીએ કહ્યું છે તે યથાર્થ છે; અજાતશત્રવે વિશ્વામિત્રાય સ્નેહમૂર્તિ સર્વેષાં ચ હિત કર્યું તત્પરાય નિસર્ગત આ તેમના શોધકાર્યનો વારસો મુનિ જંબુવિજયજી જેવાઓએ આગળ ધપાવ્યો છે, આપણે આશા રાખીએ કે શ્રી જૈનસંઘને આવા જ્ઞાન પ્રત્યેની નિષ્ઠાવાળા વધુ સાધુઓ મળ્યા કરે. સંદર્ભ : જ્ઞાનાંજલિ - પ્ર. શ્રી સાગરગચ્છ જૈન ઉપાશ્રય, વડોદરા. શ્રી પુણ્યચરિત્રમ્ 194 Page #222 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ લેખક - શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ આ સદીની એક અલૌકિક વ્યક્તિ હતા. કોઈપણ જાતની મોટાઈના મોહથી દૂર રહીને તેઓએ એક સામાન્ય મુનિની જેમ જ જીવવામાં સંતોષ માન્યો હતો, અને સંયમની નિર્મળ આરાધના કરતાં કરતાં મહાન ગુણો મેળવ્યા હતા. તેમનું જીવન ઘણું જ સાદું અને નિર્ભેળ હતું. તેમને આચાર્યપદ આપવા સારુ બે-ત્રણ વખત પ્રયત્ન થયેલા, પણ તેમને કોઈ પણ પદવીની ઈચ્છા બિલકુલ ન હતી, એટલે અંતકાળ સુધી તેઓ એક મુનિ તરીકે જ રહ્યા. આવા અનેક ગુણોને લીધે એમનું જીવન એક આદર્શ શ્રમણભગવંતના જેવું ઊંચું બન્યું હતું. એમનામાં કેટલાક ગુણો તો એવા હતા કે જે અલૌકિક જ લાગે. મને એમનો પચીસ કરતાં વધુ વર્ષોથી પરિચય હતો, અને એ વિશેષ આદરભર્યો અને ગાઢ બનતો ગયો હતો. લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરની સ્થાપના પછી મારે તેઓની પાસે અવારનવાર જવાનું થતું. આ સંસ્થાની સ્થાપનામાં તેઓનો ફાળો અસાધારણ હતો. એમણે પોતાનો હસ્તલિખિત પ્રતો, છાપેલાં પુસ્તકો અને વિપુલ કળાસામગ્રીનો જેસંગ્રહ આ સંસ્થાને ભેટ આપ્યો છે એની કિંમત થઈ શકે એમ નથી. આમાં એમની સાધુ તરીકેની જે અનાસક્તિ અને લોકોપકારની ભાવના જોવા મળે છે, એનો જોટો મળવો મુશ્કેલ છે. વિદ્યામંદિરના વિકાસ માટે તેઓ સતત ચિંતા સેવતા હતા. એમણે જે પદ્ધતિથી આગમોનું સંશોધન કાર્ય કર્યું છે તેવું બહુ થોડાએ જ કર્યું હશે. જ્યારે પણ તમે તેમની વિંદના અર્થે જાઓ ત્યારે તેઓ આગમસૂત્રો અથવા તો બીજા કોઈ ગ્રંથના સંશોધનમાં જ રોકાયેલા હોય. ક્યારેક તો તેઓ આ કાર્યમાં એવા એકાગ્ર થઈ જતા કે જેથી કોણ આવ્યું અને કોણ ગયું એનો એમને ખ્યાલ પણ આવતો નહીં. આ મારા જાતઅનુભવની વાત છે. જ્ઞાનની આવી ઉપાસના ભાગ્યે જ જોવા મળે છે. સત્યને પામવાની તથા પમાડવાની તેઓની ઝંખના બહુ તીવ્ર હતી. અને તેથી જ તેઓએ શ્રુતભક્તિ, જ્ઞાનની પ્રભાવના અને જૂના ગ્રંથો અને ગ્રંથભંડારોની સાચવણી માટે જીવનભર ખૂબ જહેમત ઉઠાવી હતી; અને વિદ્વાનોને દરેક જાતની સહાયતા કરી હતી. તેઓનું જ્ઞાન જીવન સાથે એકરૂપ થઈ ગયું હતું. અને તેથી નમ્રતા, સરળતા, સમતા, ઉદારતા, વિવેક, ગુણોને ગ્રહણ કરવાની દષ્ટિ, સહનશીલતા જેવા સાધુજીવનની શોભા જેવા અનેક ગુણો એમનામાં જોવા મળતા હતા. અભિમાન કે અહંકારનો એમનામાં અંશ પણ ન હતો એટલે જ્યાંથી જે કંઈ પણ ઉપયોગી વાત જાણી શકાય એમ હોય તે જાણવા તેઓ નમ્રતાથી હંમેશાં તત્પર રહેતા. સાચુ તે મારું” એ એમનું જીવનસૂત્ર હતું. મારે તેઓની સાથે આટલો નિકટનો પરિચય હતો, છતાં પોતાના અંગત કામ માટે તેઓએ મને ભાગ્યે જ વાત કરી હતી. તેઓ લોભ અને સ્વાર્થથી મુક્ત અને ઉચ્ચ કોટિના સાધુ હતા. સંસાર છોડીને સાધુપણાનો સ્વીકાર કરવો અથવા સાધુવેશને ધારણ કરવો એ એક વાત છે, અને સંયમની 195 થી પુણ્યચરિત્રમ્ Page #223 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ આરાધના કરીને જીવનને શુદ્ધ બનાવવું એ જુદી વાત છે. જ્ઞાન અને ચારિત્રની સમાન રીતે આરાધના કરવાથી જઆથઈ શકે છે. આવી વ્યક્તિઓ બહુ ઓછી જોવા મળે છે. પૂજ્ય આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજનું સ્થાન આવી ઉત્તમ વ્યક્તિઓમાં આગલી હરોળમાં શોભે એવું હતું. વિશાળ દષ્ટિ કેળવીને તેઓએ સમભાવને જીવનમાં ઉતાર્યો હતો; અને એમ કરીને રાગદ્વેષ અને કષાયો ઉપર કાબૂ મેળવ્યો હતો. જૈન પરંપરામાં, છેલ્લા બે હજાર વર્ષમાં, અનેક પ્રભાવકો મહાપુરુષો થઈગયા. એમાં જ્ઞાન અને સંયમ એ બન્નેની આરાધનાની દષ્ટિએ બે આચાર્ય, મહારાજ અને એક ઉપાધ્યાયજી મહારાજ એમ ત્રણ શ્રમણભગવંતો આપણું વિશેષ ધ્યાન ખેંચે છે, જે આ પ્રમાણે છે પહેલા છે, આચાર્ય મહારાજશ્રી હરિભદ્રસૂરિજી મહારાજ. તેઓ વિક્રમની આઠમી નવમી સદીમાં થઈ ગયા. બીજા, વિક્રમની બારમી-તેરમી સદીના મહાન પ્રભાવક પુરુષ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને જૈન શાસનના ત્રીજા જ્યોતિર્ધરતે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ. તેઓ વિક્રમની સત્તરમીઅઢારમી સદીમાં થઈ ગયા. પરમપૂજ્ય પુણ્યવિજજી મહારાજ આ મહાન વિભૂતિઓ નજીક આવી શકે એવી વિરલ વિભૂતિ હતા. ધર્મમય જ્ઞાનજ્યોતિને વંદના જૈન' સાપ્તાહિક, ભાવનગર, તા. ૧૯-૬-૭૧ અહિંસાલક્ષી જીવનસાધના અને સત્યલક્ષી જ્ઞાનોપાસના એ જ આત્મસાધના કે આત્મસાક્ષાત્કારનો એટલે કે અંતરને સત્-ચિત્ આનંદમય બનાવવાનો સફળ ઉપાય છે. મતલબ કે જે સાધના અહિંસા અને કરુણાના મંગલમય માર્ગે આત્માને નિર્મળ અને સર્વમિત્ર બનાવવામાં સહાયરૂપ ન થાય એ સાચી જીવનસાધના નહીં; અને જે ઉપાસના પોતાની જાતના અને વિશ્વના સત્ય સ્વરૂપનું સુરેખ દર્શન કરાવવામાં ઉપયોગી ન થાય એ યથાર્થ જ્ઞાનોપાસના નહીં. પ્રાતઃસ્મરણીય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ આવા જ એક જીવનસાધક અને જ્ઞાનોપાસક ધર્મપુરુષ હતા. તેઓનું જીવન ધર્મની સર્વમંગલકારી ભાવનાથી સુરભિત અને જ્ઞાનની જ્યોતથી સદાય પ્રકાશમાન હતું. તેઓની જ્ઞાનોપાસના એવી અખંડ અને ઉત્કટ હતી કે તેઓના રોમરોમમાં જાણે સાચા જ્ઞાનની ગુણગ્રાહક અને સત્યચાહક વૃત્તિ સદાય ધબકતી રહેતી હતી; તેઓ સ્વયં જ્ઞાનજ્યોતિ જ હતા. તેઓશ્રીનો થોડોક પણ નિકટનો પરિચય થતાં સહેજે મનમાં એક આનંદકારી સવાલ ઊઠતો કે આ મહાપુરુષની સાધુતા વધે કે વિદ્વત્તા વધે ? અને એનો એવો જ આલાદકારી ઉત્તર મળે કે તેઓની સાધુતા વિદ્વત્તાથી વિશેષ શોભાયમાન બની હતી; તેઓની વિદ્વત્તા સાધુતાના પારસસ્પર્શથી વિશેષ કલ્યાણકારી બની હતી; અને આવી વિમળ સાધુતા અને નિર્ભેળ વિદ્વત્તાના સુભગ સમન્વયને લીધે તેઓનું જીવન સમભાવપૂર્ણ, શ્રી પુણ્યચરિત્રમ્ 196 Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવશાળી અને ઉચ્ચાશયી બન્યું હતું. શ્રી આગમપ્રભાકરજી મહારાજના યશોwવલ વ્યક્તિત્વનો વિચાર કરીએ છીએ અને એક આદર્શ શ્રમણશ્રેષ્ઠની ભવ્ય છબીનાં મંગલકારી દર્શન થાય છે. ન કોઈની નિંદા-કૂથલીમાં પડવાનું, ન કોઈના પ્રત્યે વૈર કે લેષ ધરવાનો; ન કોઈની ઈર્ષ્યા-અદેખાઈકરવાની; અભિમાન-અહંકારથી સદાય દૂર રહેવાનું, નામના -કીર્તિનો મોહ અંતરને અભડાવી કે રંક બનાવીન જાય એની તેમ જ વિનય, વિવેક અને વિનમ્રતામાં ક્યારેય ખામી આવવા ન પામે એની સતત જાગૃતિ રાખવાની; નાના કે મોટા, ભણેલા કે અભણ, પાપી કે પુણ્યવંત, સાધુ કે ગૃહસ્થ, શ્રીમંત કે ગરીબ, સ્ત્રી કે પુરુષ સૌ પ્રત્યે સમાન હેત અને આદરભાવ દર્શાવવાનો; પ્રશંસાથી ન કદી ફુલાઈ જવાનું કે નિંદાથી ન ક્યારેય વિલાઈ જવાનું, ધર્મજીવન કે સાધુજીવનના પાયારૂપ નિર્દભવૃત્તિનું જતન કરીને છળપ્રપંચ કે માયાભાવથી સદાય અલિપ્ત રહેવાનું, રાગ-દ્વેષ, ડંખ કે મારા-તારાપણાથી અળગા રહીને નિષ્કષાયપણાને જીવન સાથે વણી લેવા સતત પ્રયત્નશીલ રહેવાનું, કોઈનું પણ કામ કરી આપવાની પરગજુવૃત્તિ; દિન-દુઃખી પ્રત્યે અપાર અને સક્રિય કરુણા, ઋણસ્વીકારની તત્પરતા-આવા આવા અનેક ગુણોની વિભૂતિને લીધે તેઓનું જીવન અપ્રમત્ત સંયતના જીવન જેવું ખૂબ ઉન્નત અને પવિત્ર બન્યું હતું, અને છતાં પોતાના આવા ઉન્નતપણાનો કે મોટાપણાનો લેશ પણ ખ્યાલ એમના અંતરને સ્પર્શી શક્યો ન હતો, એ બીના મહારાજશ્રીની અંતર્મુખ જીવનસાધનાની કીર્તિગાથા બની રહે એવી છે; એ તેઓની આત્મસાધનાની વિરલ વિશેષતા છે. જન્મજન્માંતરની અખંડ સાધનાને લીધે જાણે અહિંસા, સંયમ અને તપમય કે જ્ઞાન-ચારિત્રમય ધર્મની આરાધના એમને માટે બિલકુલ સહજ અને સ્વાભાવિક બની ગઈ હતી. એમની આસપાસ સદાય ધર્મભાવનાનું માધુર્ય પ્રસરેલું રહેતું અને એમની પાસે જનારના અંતરને પાવન કરતું. તેઓનું જીવન તપ, ત્યાગ, સંયમ, વૈરાગ્ય અને તિતિક્ષાને વરેલા એક ધર્મગુરુનું જીવન હતું, અને છતાં ઉદાસીનતા કે અણગમો એમની પ્રસન્નતાને જરા પણ ઓછી કરી શક્યાં ન હતાં, એ પણ એમની સંયમસાધનાની એક વિશિષ્ટતા જ લેખાવી જોઈએ. ઘરના કે બહારના ગમે તેવા ગંભીર પ્રશ્નો સામે આવીને ઊભા હોય, પરિસ્થિતિ ઘેરી ચિંતા કરાવે એવી હોય કે શરીર અસ્વસ્થ બન્યું હોય, છતાં એમની પ્રસન્નતા ભાગ્યે જ ખંડિત થતી. ગમે તેવા વિષમ સંયોગોમાં પણ પ્રસન્નતાપૂર્વક પોતાની સંયમયાત્રાને આગળ વધારવાની કળા જાણે તેઓને સહજસિદ્ધ હતી. જેઓએ મહારાજશ્રીની હાસ્ય-ઉલ્લાસ વેરતી પ્રસન્નતાનો થોડો પણ અનુભવ કર્યો હશે તેઓ એને ક્યારેય વિસરી નહીં શકે. અને મહારાજશ્રીના અંતરની વિશાળતા અને ઉદારતા તો મોટા મહેરામણનું સ્મરણ કરાવે એવી હતીસાચે જ તેઓ દરિયાવદિલ મહાપુરુષ હતા. સૌ કોઈને માટે એમનાં અંતરનાં દ્વાર ઉઘાડાં રહેતાં; સૌ-કોઈને એમની પાસે સદાય ઉમળકાભર્યો આવકાર મળતો. એમને માટે ન કોઈ પોતાનું હતું કે ન કોઈ પરાયું હતું, સૌ એમને મન સ્વજના સમા પ્રિય હતા, અને સૌને એમના નિર્ચાજ વાત્સલ્યની ભેટ મળ્યા કરતી. વળી, તેઓ વિચક્ષણ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવના ઊંડા જાણકાર અને સમયના પ્રવાહોને સારી રીતે પિછાનનાર હતા. એટલે કંઈક સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને માટે તેઓ શિરછત્રરૂપ હતા. તેઓના ધીર અને સાગરગંભીર હૃદયમાં કેટકેટલી વ્યક્તિઓનાં દુઃખ અને વેદના સમાયાં હતાં અને કેટકેટલી વ્યક્તિઓ એમની પાસેથી આશ્વાસન 197 થી પુણ્યચરિત્રમ્ Page #225 -------------------------------------------------------------------------- ________________ પામતી રહેતી હતી ! તેઓની સંવેદનશીલતા, હિતચિંતા અને સાચી શાણી સલાહ અને ચિંતાગ્રસ્ત અને દુઃખી વ્યક્તિઓને માટે દુઃખનિવારણની સંજીવનીની ગરજ સારતી. કોઈપણ સમુદાયની સાધ્વીજીઓ પ્રત્યેની તેઓના લાગણી તો દાખલારૂપ બની રહે એવી હતી. અનેક સાધ્વીઓને માટે તેઓ ધર્મગુરુ હોવાની સાથે સાથે ધર્મપિતારૂપ હતા. મહારાજશ્રી પાસે પ્રાચીન હસ્તપ્રતો, કળાના ઉત્તમ નમૂનાઓ અને બીજી સામગ્રીનો જે વિપુલ અને કીમતી સંગ્રહ થઈ શક્યો હતો તેમાં મહારાજશ્રીની સાધ્વી-ભગિનીઓએ ગુરુભક્તિ નિમિત્તે મોકલેલ સામગ્રીના હિસ્સો પણ નોંધપાત્ર ગણી શકાય એવો છે. મહારાજ પ્રત્યે આદર-ભક્તિ ધરાવનાર આ સાધ્વીવર્ગ આજે જે ઊંડું દુઃખ અને નિરાધારી અનુભવે છે તેમાંથી પણ મહારાજશ્રી તેઓના જ્ઞાન-ચરિત્રની આરાધના અંગે અને બીજી બાબતો અંગે, એક મમતાળુ વડીલ તરીકે કેટલી ચિંતા સેવતા હતા તેનો ખ્યાલ આવી શકે છે. સૌને સ્નેહ, શાંતિ અને સુખની શીતળ છાયામાં આવરી લે એવું, વટવૃક્ષ જેવું વિશાળ એમનું અંતર હતું. આજે એ વાત્સલ્યસભર વડલાની છાયા સદાને માટે સંકેલાઈ ગઈ ! વળી અપ્રમત્તતા, નિસ્પૃહતા, નિખાલસતા, સહૃદયતા અને બાળકસહજ સરળતા જેવા અનેક ગુણરત્નોથી તેઓની સાધુતા વિશેષ શોભાયમાન બની હતી. માનવજીવનને સફળ બનાવનારા ઉચ્ચમાં ઉચ્ચ આદર્શો એમના જીવનમાં સાકાર બન્યા હતા. તેઓની એકેએક વૃત્તિ અને પ્રવૃત્તિમાં આદર્શ માનવતા અને સારમાણસાઈનું રસાયણ જોવા મળતું; અને તેઓ કેવા મોટા માનવ બન્યા હતા એની સાક્ષી પૂરતું. વિશ્વના વિરલ મહામાનવોમાં મહારાજશ્રીનું સ્થાન સદાય આગળ પડતું અને ગૌરવભર્યું રહેશે એમાં શક નથી. મુનિ શ્રી પુણ્યવિજયજીએ પ્રગટાવી જાણેલી કે જીવી જાણેલી માનવતા હંમેશને માટે માનવ-જન્મની મહત્તાની કીર્તિગાથા સંભળાવતી રહેશે. મહારાજશ્રી ગુણોના સાચા ચાહક અને ગ્રાહક હતા. ગુણગ્રહણ કરવામાં તેઓને સમુદાય, ગચ્છ, સંપ્રદાય, ધર્મ, સમાજ કે દેશનાં કોઈ સીમાડા કે બંધનો ક્યારેય નડતાં ન હતાં. સાચા હીરાનો પારખુ ગમે ત્યાંથી હીરાનો સ્વીકાર કરવામાં ક્યારેય સંકોચ કરતો નથી : ગુણો પ્રત્યની મહારાજશ્રીની દષ્ટિ પણ આવી જ ઉદાત્ત અને ઉમદા હતી. અને ગુણની કે સત્યની શોધ કરવા જતાં ક્યારેક પોતાની માન્યતાનો ત્યાગ કરવાનો કે કડવા સત્યનો સ્વીકાર કરવાનો વખત આવતો ત્યારે એવી આકરી કસોટીમાંથી પણ તેઓ અતિ સહજ રીતે પાર ઉતરતા. કદાગ્રહ કે હઠાગ્રહનો અભાવ અને અનાગ્રહી મનોવૃત્તિ એ મહારાજશ્રીની સત્યભક્તિ અને ભવભીરુ વૃત્તિનું જ સુપરિણામ હતું એમ કહેવું જોઈએ. આ ઉપરથી સહેજે સમજી શકાય એમ છે કે જૈનધર્મની અનેકાંતદષ્ટિનું અમૃત મહારાજશ્રીના રોમરોમમાં પ્રસરેલું હતું. તેઓ જીવંત અને પ્રયોગાત્મક અનેકાંતવાદરૂપ જ હતા. આ તો બધો મહારાજશ્રીના ધર્મમય આત્માનો મહિમા થયો. જ્યારે મહારાજશ્રીના જ્ઞાનમય આત્માના વિકાસનો વિચાર કરીએ છીએ ત્યારે જ્ઞાનની જ્યોતિથી જળહળતા એકવિરાટ વ્યક્તિત્વનાં દર્શન થાય છે. એમ પણ હોય કે જ્ઞાનની આટલી સિદ્ધિ જ આવી ઉત્કટ ધર્મપરાયણતાની પ્રેરક બની હોય. છેવટે તો જ્ઞાન અને ધર્મ બન્નેનો એક જ આત્મામાં વાસ છે, અને બન્ને એકરૂપ બને છે ત્યારે આત્મસાક્ષાત્કાર થઈ શકે છે. એક મોટા જ્ઞાની કે શાસ્ત્રપારગામી મોટા વિદ્વાન તરીકેની મહારાજશ્રીની સફળતાનો વિચાર કરીએ છીએ ત્યારે પણ એમ જ માનવું પડે છે કે આ પણ જન્મજન્માંતરની નિષ્ઠાભરી શ્રુતભક્તિનું જ સુપરિણામ શ્રી પુણ્યચરિત્રમ્ 198 Page #226 -------------------------------------------------------------------------- ________________ હોવું જોઈએ. મહારાજશ્રીએ ધર્મમય જીવન જીવવાની સાથે સાથે આ યુગમાં શાસ્ત્રોના રક્ષક અને ઉદ્ધારક તરીકે જે શ્રુતભક્તિ કરી છે, એનું મૂલ્ય આંકવાનું આપણું ગજું જ નથી. મહારાજજીની ધર્મસાધનાની જેમ એમની જ્ઞાનાપાસનાની પણ એ જ વિશેષતા હતી કે એમાં પણ તેઓને મન મારા-તારાપણાના કોઈ ભેદ ન હતો. વિઘામાત્ર પ્રત્યે તેઓ સમાન આદરભાવ ધરાવતા હતા અને તેથી જ તેઓ જૈન-જૈનેતર, દેશી-વિદેશી વિદ્વર્ગની સમાન ચાહના અને ભક્તિ મેળવી શક્યા હતા. પદ્ધતિસર અભ્યાસ કરવાની તક બહુ ઓછી મળેલી; મોટે ભાગે દાદાગુરુ આદર્શ શ્રમાગ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ અને વિદ્યામૂર્તિ ગુરુવર્ય શ્રી ચતુરવિજયજીની છત્રછાયામાં અભ્યાસ અને વિદ્યાકાર્ય સાથે સાથે જ ચાલતાં રહ્યાં. તેઓએ વિધાસાધના અને જ્ઞાનોદ્ધારના વિવિધ ક્ષેત્રે જે અસાધારણ સિદ્ધિ મેળવી, તે હેરત પમાડે એવી છે. વેરવિખેર થયેલા પ્રાચીન જ્ઞાનભંડારોના ઉદ્ધારક તરીકે, જૈન આગમસૂત્રો, બીજાં શાસ્ત્રીય ગ્રંથો અને અન્ય પુસ્તકોના ઉદ્ધારક તરીકે અને દેશ-વિદેશના વિદ્વાનોના ઉદાર સહાયક તરીકે દાયકાઓ સુધી મહારાજશ્રીએ કામગીરી બજાવી છે, તેને સૌ કોઈ કૃતજ્ઞતાપૂર્વક ચિરકાળ સુધી સંભારતા રહેશે. તેઓના તથા એમના ગુરુશ્રીના હાથે સંશોધિત-સંપાદિત થયેલા ગ્રંથો સંપાદનવિદ્યાનો ઉત્તમ નમૂનો પૂરો પાડવા સાથે તેઓની સત્યપ્રિયતા અને તલસ્પર્શી અને વ્યાપક વિદ્વત્તાની સાક્ષી ભરતા રહેશે. મહારાજશ્રીએ શરૂ કરેલો જ્ઞાનોદ્ધારનો યજ્ઞ આજે થંભી ગયો ! તેઓશ્રીના કાળધર્મથી જૈન પ્રવચનને પડેલી ખોટ ક્યારે કોના દ્વારા પૂરી થશે એની તો આજે કલ્પના પણ થઈ શકતી નથી. આ ખોટ ભારતીય અને જૈન વિદ્યાના અધ્યયન-સંશોધનની દષ્ટિએ વિશ્વખોટ બની રહે એટલી મોટી છે. પણ આથી નિરાશ થઈને બેસી રહીએ, એ આપણને કોઈ રીતે પાલવે એમ નથી. તેઓના જીવન અને કાર્યને નજર સામે રાખીને એ દિશામાં પુરુષાર્થ કરવો એ જ એ દિવંગત આત્માને સાચી શ્રધ્ધાંજલિ છે. એ ધર્મમય પાવનજ્યોતિને આપણી અનેકાનેક વંદના હો! જ્ઞાનોદ્ધારનું કપરું કામ જૈન” સાપ્તાહિક, ભાવનગર, તા. ૨૬-૬-૭૧ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ જ્ઞાનોદ્ધારનાં જુદાં જુદાં અનેક ક્ષેત્રે, એટલે હાથે, જે કામ કરી ગયા, તે સાચે જ અચરજ ઉપજાવે એવું વિરાટ છે. અને એનું મૂલ્યાંકન કરવાનું તો આપણું ગજું જ નથી. જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ તેઓશ્રીના કાર્યનું મૂલ્ય જૈન સંઘને અને ભારતીય વિદ્યાના અધ્યયન-સંશોધન ક્ષેત્રે કામ કરતા દેશ-વિદેશના વિદ્વાનોને વધુ ને વધુ સમજાતું હશે અને તેઓના સ્વર્ગવાસથી કેટલી મોટી ખોટ પડી છે એનો ખ્યાલ વધારે ને વધારે આવતો જશે. એ ખોટ ક્યારે, કોના દ્વારા કેવી રીતે 199 શ્રી પુણ્યચરિત્રમ્ | Page #227 -------------------------------------------------------------------------- ________________ પુરાવાની છે, એ જ્ઞાની જાણે. આજે તો એવી આશાની કોઈ રેખા ક્ષિતિજમાં નજરે પડતી નથી. કંઈક નિરાશ થઈ જવાય એવી મોટી આ ખોટ છે! આમ છતાં આ હકીકતને, એટલે કે મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના જીવન અને કાર્યને, કંઈક આશા જગાવે એવી બીજી રીતે પણ વિચારી શકાય એમ છે. ધર્મસાધકો અને ધર્મશાસ્ત્રોએ આત્માની શક્તિ અનંતઅખૂટ હોવાનું વારંવાર ઠેરઠેર કહ્યું છે. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી કે એમના જેવા નિષ્ઠાવાન ધર્મપુરુષો કે માનવજાતના સેવકો, પોતાના જીવનકાળ દરમ્યાન, જેન કલ્પી શકાય એટલી કાર્યસિદ્ધિ કરી ગયા, તે આત્માની શકિત અખૂટ હોવાની વાતની સચ્ચાઈની સાક્ષીરૂપ બની રહે એવી છે. આ હકીકતમાંથી આપણે કંઈક આશા અને આશ્વાસન મેળવી શકીએ. પણ એ વાતની વિશેષ ચર્ચા જવા દઈએ અને નજર સામેની પરિસ્થિતિનો જ વિચાર કરીને જૈન સંઘે જ્ઞાનોદ્ધારનો પુણ્યયજ્ઞ ચાલુ રાખવા શું કરવું જોઈએ એનો જ વિચાર કરીએ. શ્રી આગમપ્રભાકરજી મહારાજે જ્ઞાનના ઉદ્ધારના ક્ષેત્રે જે વિરલ અને વિપુલ કામગીરી બજાવી છે, એની વિગતો કંઈક આ પ્રમાણે આપી શકાય (૧) મહારાજશ્રીએ, પોતાના દાદાગુરુ શ્રી કાંતિવિજયજી મહારાજ તથા ગુરુ મુનિવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજની સાથે, અને તેઓના સ્વર્ગવાસ બાદ તેઓના પગલે પગલે, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ હસ્તકના સંખ્યાબંધ પ્રાચીન હસ્તલિખિત જ્ઞાનભંડારોનો નમૂનેદાર જીર્ણોધ્ધાર કર્યો-કરાવ્યો હતો. આ જીર્ણોધ્ધારમાં માત્ર હસ્તલિખિત પ્રતોને સુરક્ષિત બનાવીને જ સંતોષ માનવાને બદલે એ પુસ્તકોનું માહિતીપૂર્ણ સૂચીપત્ર તૈયાર કરીને એ પુસ્તકો એનો ઉપયોગ કરવા ઈચ્છતા વિદ્વાનોને ઓછામાં ઓછી મુશ્કેલીથી મળી શકે, એવી વ્યવસ્થા પણ તેઓએ કરાવી હતી. અને કેટલાક જ્ઞાનભંડારોમાંના પુસ્તકોની સૂચીઓ તો તેઓએ ખૂબ મહેનત લઈને મુદ્રિત પણ કરી છે, જેથી દેશ-વિદેશના જુદાં જુદાં સ્થાનોમાં રહેતાં વિદ્વાનોને માટે ક્યા ભંડારમાં કેવાં કેવાં પુસ્તકો છે, તેની માહિતી ઘેરબેઠા મેળવવાનું સહેલું થઈ પડતું. આ ઉપરથી એમ સહેજે કહી શકાય કે મહારાજશ્રીને જ્ઞાનભંડારોને સુરક્ષિત બનાવવાની જેટલી ધગશ હતી એટલી ધગશ તેઓને જ્ઞાન ભંડારનો ઉપયોગ સહેલાઈથી થઈ શકે એવી વ્યવસ્થા કરવાની હતી. આ માટે મહારાજશ્રીએ કેટલી જહેમત ઉઠાવી હતી, એની તો કેવળ કલ્પના જ કરવી રહી. એમ લાગે છે કે શ્રી પુણ્યવિજયજી મહારાજના દાદાગુરુના ગુરુ યુગપ્રભાવક મહાપુરુષ શ્રી આત્મારામજી (આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી) મહારાજને જ્ઞાનપ્રચાર અને જ્ઞાનોદ્ધારની જે ઉત્કટ ઝંખના હતી, એ પરંપરાનું જ સાતત્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે સવાઈ રીતે સાચવી અને શોભાવી જાયું હતું. (૨) જ્ઞાનભંડારોના ઉદ્ધારમાં હસ્તપ્રતોનો ઉદ્ધાર તો સ્વયમેવ સમાઈ જાય છે. આમ છતાં શ્રી પુણ્યવિજયજી મહારાજે હજારો પ્રાચીન જીર્ણ હસ્તપ્રતોને સુરક્ષિત બનાવવા માટે, માતા જેવી મમતાથી, એમની જે માવજત કરી હતી, તેનો જુદો નિર્દેશ કરવો ઉચિત છે. જુદી જુદી પ્રતોનાં ભેગાં થઈ ગયેલાં પાનાંઓને તપાસી તપાસીને છૂટાં પાડીને એમને સળંગ પુસ્તકરૂપે વ્યવસ્થિત કરવાની, પુસ્તકોનો વિષય સમજી જવાની, છૂટાંછવાયાં પરચૂરણ પાનાંઓને જોઈને એક એક પાનાની ઉપયોગિતા નક્કી કરવાની, ફાટતૂટી કે વળી ગયેલ પ્રતને સરખી કરવાની, પ્રતોમાંના પુસ્તકની મહત્તાને પિછાની જવાની, વિશિષ્ટ મહાપુરુષોના હસ્તાક્ષરોને શ્રી પુણ્યચરિત્રમ્ 200 Page #228 -------------------------------------------------------------------------- ________________ ઓળખી કાઢવાની અને અન્ય સાહિત્યનાં પુસ્તકોની વિશેષતાને પણ પામી જવાની મહારાજશ્રીની ચકોર દષ્ટિ, આવડત અને સૂઝ ખરેખર અનોખી હતી. પ્રાચીન પ્રતોની કિંમત પણ તેઓ બરાબર આંકી શકતા. આવાં પુસ્તકો વેચનારાઓ પાસેથી તેઓએ જે હસ્તપ્રતો ખરીદાવી હતી તેની સંખ્યા હજારો ઉપર પહોંચી જાય એવી મોટી છે. આવી જૂની કે કળાના નમૂનારૂપ વસ્તુઓ વેચનારને યોગ્ય વળતર મળી રહે, એ માટેની મહારાજશ્રીની ચીવટ તેઓના જીવન સાથે એકરૂપ બની ગયેલ ઉદારતા અને ભવ્યતાનું જ પરિણામ કહી શકાય. (૩) પોતાના ગુરુવર્ય સાથે, બીજા વિદ્વાનો સાથે તેમ જ એકલે હાથે મહારાશ્રીએ જૈન આગમો, અન્ય પ્રાચીન જટિલ જૈન શાસ્ત્રીય તેમજ બીજા ગ્રંથો અને ઈતર સાહિત્યના ગ્રંથોનું જે સંશોધન-સંપાદન કર્યું છે, તે તેઓની મધ્યસ્થવૃત્તિ, સમભાવપૂર્ણતા, સત્યની શોધની તાલાવેલી અને પ્રાચીન કઠિન ગ્રંથોને સમજવાની સિદ્ધહસ્તતાનું સૂચન કરે એવું છે. તેઓએ સંશોધિત-સંપાદિત કરેલ ગ્રંથોએ દુનિયાના વિદ્વાનોની પ્રશંસા મેળવવા સાથે સંશોધનકળાના શ્રેષ્ઠ નમૂના તરીકે પણ નામના મેળવી છે. તેમાંય જૈન-આગમો અંગેનું મહારાજશ્રીનું જ્ઞાન તો જેટલું ઊંડું એટલું જ વ્યાપક અને એટલું જ મૂળગામી હતું. એકબીજાં આગમસૂત્રો વચ્ચેના આંતરપ્રવાહોના તો તેઓ અનન્ય જ્ઞાતા જ હતા. જ્ઞાનભંડારોના ઉદ્ધારનું, પ્રાચીન હસ્તપ્રતોની સાચવણીનું અને પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથોના સંશોધનનું કામ તો, ધૂળધોયાના ધંધાની જેમ, ઉત્કટ અંત, અપાર ધીરજ અને અનન્ય શ્રુતભકિત માગી લે એવું અતિમુશ્કેલ કામ ગાગાય. મહારાજશ્રીમાં આ ગુણો પૂરી માત્રામાં પ્રગટ્યા હતા. બીજાં બીજાં કામોની ગમે તેવી ભીંસ વચ્ચે પાણ આ કામોને તેઓ, લેશ પણ ઉતાવળ કર્યા વગર, પૂરી સ્વસ્થતાથી ન્યાય આપવા ટેવાયા હતા. તેઓની વિરલ સફળતાની આ જ ચાવી હતી. (૪) વળી, પ્રાચીન-અર્વાચીન ચિત્રો, નાની-મોટી મૂર્તિઓ, સચિત્ર હસ્તપ્રતો, શિલ્પ-સ્થાપત્યના નમૂનાઓ અને લાકડા કે ધાતુની કે બીજી કળાસામગ્રીનું મૂલ્યાંકન કરવાની તેઓશ્રીની કોઠાસૂઝ અને એ બધાનો સંગ્રહ કરીને એને સુરક્ષિત બનાવવાની વૃત્તિ, અને સાથે સાથે એ બધી સામગ્રી પ્રત્યેની અલિપ્તતા તેના પ્રત્યે વિશેષ આદર પ્રેરે એવી હતી. | (૫) અને જૈન વિદ્યા કે ભારતીય વિદ્યાના વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓ માટે તો તેઓ જ્ઞાનકોષ અને જ્ઞાનતીર્થરૂપ જ હતા. તેઓને જોઈતી માહિતી, સામગ્રી અને ક્યારેક તો ખર્ચમાં પૂરક થઈ રહે એવી સહાય પણ તેઓશ્રી પાસેથી મળતી; ઉપરાંત, કોઈ કોઈ ગ્રંથની વિરલ હસ્તપ્રત પણ મહારાજશ્રીની પોતાની પાસેના જ્ઞાનભંડારમાંથી મળી રહેતી, મહારાજશ્રીની હંમેશાં એ ઝંખના રહેતી કે કોઈ પણ વિદ્યાના સાધકની સાધના જરૂરી માહિતી, સામગ્રી કે સહાયના અભાવે રૂંધાવી ન જોઈએ. આ ક્ષેત્રની મહારાજશ્રીની કામગીરી ઉદારતાનો એક ઉત્તમ નમૂનો બની રહે એવી છે. જૈન વિદ્યાના અધ્યયન-સંશોધનમાં દેશ-વિદેશના વિદ્વાનોને ઉદારતાથી સહાય કરવાની જે ઉપયોગી પ્રવૃત્તિ સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે વ્યવસ્થિતપણે શરૂ કરી હતી, તેનું સાતત્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ સાચવ્યું હતું. (૬) જ્ઞાનોધ્ધારના કાર્યમાં જેના વગર ચાલે નહીં એવા લહિયાઓ તૈયાર કરવાની દિશામાં પણ મહારાજશ્રીએ, તેમ જ એમના ગુરુશ્રી અને દાદાગુરુશ્રીએ, જે કામગીરી બજાવી હતી તે તેઓની દીર્ધદષ્ટિ અને 201 શ્રી પુણ્યચરિત્રમ Page #229 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાસાધનાની તીવ્ર ઝંખનાનું સૂચન કરે એવી છે. મુશ્કેલીથી ઉકેલી શકાય એવી લિપિઓમાં લખાયેલી શાસ્ત્રીય તેમ જ બીજા અનેક વિષયોની પ્રાચીન હસ્તપ્રતોને ઉકેલવાનું અને એની શુદ્ધ અને સ્વચ્છ નકલ કરવાનું ખૂબ જ મુશ્કેલ છે. આજે તો આવા નિપુણ લહિયાઓની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જાય છે, અને નવા લહિયાઓ તૈયાર કરવા માટે કોઈ પ્રયાસ થતો દેખાતો નથી. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે કુશળ વિદ્વાનોનું એક જૂથ જે કામ ન કરી શકે એટલું બધું કાર્ય એકલે હાથે કરેલું હોવા છતાં જ્ઞાનભંડારોના રક્ષણ, જ્ઞાનપ્રસાર અને આગમસૂત્રો અને સમગ્ર આગમિક સાહિત્યના ઉદ્ધારની દિશામાં હજુ પણ ઘણું ઘણું કરવાનું બાકી છે. અને જો આ કાર્ય સરખી રીતે આગળ વધારવું હોય તો મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીના હાથે થયેલ અને ઉપર સૂચવેલ છયે છ પ્રવૃત્તિઓ આગળ ચલાવ્યા વગર આપણને ચાલવાનું નથી. આ પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલુ રહે અને વિકાસ પામે એની વિચારણા અને યોજના જૈન સંઘેશ્રમણસમુદાયના અગ્રણીઓએ અને શ્રાવકસંઘના અગ્રણીઓએ - સત્વરે કરવી જોઈએ. આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા તેઓના શિષ્યોના પ્રયાસથી, આચાર્ય શ્રી વિજયજંન્સૂરીશ્વરજી મહારાજના પ્રયાસથી, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, મુનિરાજ શ્રી ચતુરવિજયજી તથા મુનિ શ્રી પુણ્યવિજયજીના પ્રયાસથી, આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી અને એમના શિષ્યોના પ્રયાસથી તેમજ બીજા પણ કેટલાક આચાર્યો કે મુનિવરોના પ્રયાસથી અનેક સમૃદ્ધ જ્ઞાનભંડારો અસ્તિત્વમાં આવ્યા છે, તે રાજી થવા જેવું છે. પણ આમાંના કેટલાક ભંડારોની વિગતવાર સૂચીઓ તૈયાર થવી અને એમની સામગ્રીનો અભ્યાસીઓ સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા થવી બાકી છે. આવી સૂચીઓ અને આવી વ્યવસ્થાના અભાવમાં, આ ભંડારોનો ઉપયોગ કૃપાણના ધનની જેમ, અતિ મુશ્કેલ કે અશક્ય ન બની જાય, તે આપણે જોવું જોઈએ. નહીં તો છતી સામગ્રીએ આપણે વિદ્વાનો અને જિજ્ઞાસુઓ આગળ દરિદ્ર દેખાઈશું. પ્રાચીન પુસ્તકોનું સંશોધન-પ્રકાશન કરવાનો રસ પણ આપણા શ્રમાગસમુદાયમાં સારા પ્રમાણમાં જોવા મળે છે; અને જૂનાં-નવાં પુસ્તકોના પ્રકાશનમાં જૈન સંઘ દર વર્ષે અઢળક દ્રવ્ય પાર ઉદારતાથી ખરચે છે. આ બધું જ છે, છતાં એ બધામાં જે વ્યવસ્થા અને સળંગસૂત્રતા હોવી જોઈએ તે નહીં હોવાને લીધે, આ બધા પ્રયત્નો અને ખર્ચનું જોઈએ તેવું સારું પરિણામ આવતું નથી. આ બધા કથનનો સાર એ છે કે હવે પછીની જ્ઞાનોદ્ધાર અને જ્ઞાનપ્રચારની આપણી કોઈપણ પ્રવૃત્તિ કેવળ જૈન સંઘને જ લક્ષમાં રાખીને નહીં પણ દેશ-વિદેશના વિદ્વાનોને અને અત્યારની વૈજ્ઞાનિક સંશોધનપદ્ધતિને ધ્યાનમાં રાખીને ચાલવી જોઈએ. આ કામ જરૂર કપરું-અતિ કપરું છે, પણ અશક્ય તો નથી જ. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી તથા અન્ય વિદ્વાન આચાર્યો, મુનિવરો અને ગૃહસ્થોની કામગીરી આ બાબતમાં સારી રીતે માર્ગદર્શક બની શકે એમ છે. જે રીતે બની શકે એ રીતે જ્ઞાનોદ્ધારના મુશ્કેલ કાર્યને આગળ વધારવા જૈન સંઘ સજ્જ બને એ જ અભ્યર્થના. શ્રી પુણ્યચરિત્રમ્ 202 Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉત્કટ જિજ્ઞાસા અને ઉદ્દીપ્ત શ્રમસાધનાના અવિરત જલસિંચન વડે પોતાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાને ફલદાયિની બનાવનાર શ્રમશીલ સંશોધક, દૃષ્ટિસંપન્ન સંપાદક ને વિનમ્ર વિધર્ય આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રી ધીરુભાઈ પરીખ - ‘‘કુમાર’’ માસિક, અમદાવાદ; ફેબ્રુઆરી, ૧૯૭૨ આજથી લગભગ પોણો સો વર્ષ પહેલાંની વાત છે. કપણવંજ ગામમાં ત્યારે ભારે આગ લાગેલી. ચિંતામણિ પાર્શ્વનાથની ખડકીમાં એક મકાન ભડકે બળતું હતું. એ વખતે ત્યાંથી પસાર થતા, એક મુસલમાન વહોરા ભાઈએ મકાનમાંથી આવતો કોઈ બાળકના રુદનનો સ્વર સાંભળ્યો–અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એ એમાં ધસી ગયા ! જોયું તો, ચારેક માસનો એક બાળક અગનજ્વાળાઓ વચ્ચે પારણામાં પડચો પડચો રડતો હતો. બાળકને લઈને એ વહોરા ભાઈ બહાર નીકળી ગયા. હિંદુનું બાળક હતું એટલે કોઈ હિંદુને ત્યાંથી પાણી લાવીને એને પાયું અને દૂધ પાઈને એક દિવસ રાખ્યું. બીજે દિવસે એમણે એ બાળકના વાલીની ખોજ આદરી. આ તરફ નદીએ કપડાં ધોવા ગયેલી માતા પાછી ફરતાં આગમાં ભરખાયેલું પોતાનું મકાન નજર સામે પડ્યું અને તરત જ પારણામાં સુવાડીને ગયેલી તે પોતાના વહાલસોયા પુત્ર આંખ સામે તરવરી રહ્યો. માનું હૃદય ભાંગી પડ્યું ! એણે માની લીધું કે પોતાનો પુત્ર આગની જ્વાળામાં સ્વાહા થઈ ગયો હશે. ત્યાં તો બીજે દિવસે પેલા પરોપકારી અને સાહસિક વહોરા ભાઈએ એ માતાને પુત્ર એના હાથમાં મૂક્યો અને એના જીવમાં જીવ આવ્યો. રામનાં રખવાળાં ખરેખર અકળ હોય છે ! એ બાળક તે જ મુનિ શ્રી પુણ્યવિજયજી. એ વખતે બાળકને આમ અકસ્માતમાંથી ઉગારી લેવા પાછળ ભાવિમાં વિદ્વદ્દર્ય વિભૂતિના પ્રાકટચનો દૈવી સંકેત કોણ કળી શક્યું હશે? આવા મુનિજીનો જન્મ ઈ. સ. ૧૮૯૫ને સત્તાવીશમી ઓકટોબર રવિવારે થએલો. વિ. સં. પ્રમાણે એ દિવસ કાર્તિક સુદ પાંચમનો. જૈનધર્મ પ્રમાણે એ જ્ઞાનપંચમી. આમ, જ્ઞાનપંચમીને દિવસે જન્મેલા પુણ્યવિજયજીએ આજીવન તીવ્ર જ્ઞાનોપાસના કરીને જન્મદિનને સાર્થક કર્યો. પુણ્યવિજયજી તો એમનું દીક્ષાનામ; એમનું જન્મનામ તો હતું મણિલાલ. પિતાનું નામ ડાહ્યાભાઈ દોશી. પત્ની તથા પુત્રને કપડવંજમાં મૂકી એમણે મુંબાઈમાં નસીબ અજમાવવું શરૂ કરેલું; ત્યાં જ આ આગનો અકસ્માત બન્યો, એટલે તરત જ એ વતન આવી, પત્ની માણેકબેન અને પુત્ર મણિલાલને પોતાની પાસે મુંબાઈ લઈ ગયા. આ રીતે પુણ્યવિજયજીનાં બાળપણ અને કિશોરકાળ મુંબાઈમાં વીત્યાં. પિતા ડાહ્યાભાઈ ધંધાર્થી છતાં ય ધર્મબુદ્ધિવાળાં. માતા માણેકબેન તો પૂરેપૂરાં ધર્મનિષ્ઠ સન્નારી. એમના જમાનામાં જ્યારે કન્યા કેળવણી નામવત્ હતી ત્યારે માણેકબેને ગુજરાતી છ ધોરણનો અભ્યાસ કરેલો. માતાનું આ વિદ્યાીજ જ પુત્ર મણિલાલમાં છેવટે વિકસીને વટવૃક્ષ બન્યું: મુંબાઈમાં પિતૃછાયા નીચે અંગ્રેજી છ ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યાં જ પિતાનું અવસાન થયું. ધર્મનિષ્ઠ વિધવા માતાને હવે દીક્ષા લેવા પ્રબળ ઈચ્છા થઈ. પરંતુ પુત્રની બાળ વય જોઈ વિચારમાં પડી ગયાં. આખરે શ્રી પુણ્યચરિત્રમ્ 203 Page #231 -------------------------------------------------------------------------- ________________ પુત્રને પણ દીક્ષા લેવડાવવામાં જ એમણે શ્રેય માન્યું. પાલીતાણામાં ચાતુર્માસ ગાળી, ત્યાંની નવ્વાણું ધર્મયાત્રા વિધિપૂર્વક પતાવી, માતા માણેકબેન વડોદરા પાસેના છાણી ગામમાં આવી પહોંચ્યા. ત્યાં પોતાના પુત્ર મણિલાલને શ્રી કાંતિવિજ્યજીના મુનિમંડળને ચરણે સોંપ્યો. ગુરુ ચતુરવિજયજીએ મણિલાલને વિ. સં. ૧૯૬૫ના મહા વદ પાંચમે, એટલે કે ઈ. ૧૯૦૯ના ફેબ્રુઆરી માસમાં દીક્ષા આપી. એ વખતે મણિલાલની વયે તેર-ચૌદ વર્ષની. હવે બાળક મણિલાલ દીક્ષિત પુણ્યવિજય બન્યા. એમની સાચી કેળવણીનો પ્રારંભ દીક્ષિત જીવનના આરંભથી જ થયો કહેવાય. જો કે એકધારો સળંગ વ્યવસ્થિત અભ્યાસ કરવાનું તો ક્યારેય બન્યું જ નહોતું, છતાંય પ્રગુરુ કાંતિવિજયજી ને ગુરુ ચતુરવિજયજીએ નવદીક્ષિત પુણ્યવિજ્યજીમાં ઊંડો રસ લઈ એમને કેળવણીની કેડીએ લાવી મૂક્યો. એમના અભ્યાસ માટે જે બેચાર શિક્ષકો વિદ્યાદાન કરતા તેમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી મોખરે હતા. પાછળથી તો આ ગુરુ-શિષ્ય સંબંધ ગાઢ મૈત્રીમાં પરિણમેલો. વળી, ગુરુ ચતુરવિજયજી તો સંશોધન અને સંપાદનના પણ જબરા શોખીન. એમના જ સહવાસથી પુણ્યવિજયજીમાં સંશોધનની જિજ્ઞાસા મહોરી ઊઠીં, જેનાં મીઠાં ફળ એમની સુદીર્ઘ સંશોધનપ્રવૃત્તિમાં જોઈ શકાય છે. પ્રગુરુ કાંતિવિજયજીની વૃદ્ધાવસ્થા હોઈ પ્રશિષ્ય પુણ્યવિજયજીને લાગલગાટ અઢાર વર્ષ એમની પાસે સેવાર્થે પાટણમાં જ રહેવાનું થયું. આ વખતે પણ એમના જ્ઞાનપિપાસુ આત્માએ મળેલી તકનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો. સૈકાઓથી સંઘરાએલી, વિવિધ જ્ઞાનથી ખચિત હસ્તલિખિત પોથીઓથી સમૃદ્ધ એવા પાટણના બધા જ જ્ઞાનભંડારોનું એમણે એ દરમ્યાન અવલોકન કર્યું. પછી જુદા જુદા જ્ઞાનભંડારોનાં અવ્યવસ્થામાં વ્યવસ્થા લાવવાનો એમને વિચાર આવ્યો, અને અત્યંત પરિશ્રમ ઉઠાવી એમણે એ ભંડારોની સુદીર્ઘ સૂચિપત્રો જાતે જ તૈયાર કર્યા. અંતે એમના પ્રયાસથી પાટણમાં હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની સ્થાપના થઈ. દીક્ષાના પ્રથમ વર્ષે જ પ્રગુરુ અને ગુરુ પાસે એમણે બધાં પ્રકરણોનો અભ્યાસ કરી લીધો. ત્યાર બાદ બીજે વર્ષે ખેડા જિલ્લાના વસો ગામના શ્રાવક ભાઈલાલ પાસે સંસ્કૃત ‘માર્ગોપદેશિકા’નો અભ્યાસ કર્યો પછી પંડિત શ્રી નિત્યાનંદજી શાસ્ત્રીની નિશ્રામાં ‘સિદ્ધહેમ લઘુવૃત્તિ', “હેમલઘુપ્રક્રિયા', “ચંદ્રપ્રભા વ્યાકરણ', ‘હિતોપદેશ', ‘દશકુમારચરિત' વગેરે શાસ્ત્રો અને સર્વગ્રંથોનું પરિશીલન કર્યું. ત્યાર પછી તો પાળિયાદ નિવાસી પંડિત શ્રી વીરચંદભાઈ મેઘજી પાસે એમણે ‘લઘુવૃત્તિ’નો અધૂરો રહેલો અભ્યાસ પૂરો કરવા ઉપરાંત કાવ્યોનું પણ વાચન કર્યું, તો જૈન તત્ત્વજ્ઞાન અને ભારતીય દર્શનશાસ્ત્રના પારગામી પંડિત સુખલાલજી પાસે વિ. સં. ૧૯૭૧-'૭રમાં, અનુક્રમે પાટણ અને વડોદરામાં, કાવ્યાનુશાસન', 'તિલકમંજરી', 'તર્કસંગ્રહ' તેમજ છંદોનુશાસન' જેવા પ્રશિષ્ટ અભ્યાસગ્રંથોનું વિગતે પરિશીલન કર્યું. આ બધા અભ્યાસે એમના જ્ઞાનની ક્ષિતિજોનો અને દષ્ટિકોણનો અદ્ભુત વિકાસ કર્યો. એમના આ અભ્યાસકાળમાં આપણને એક સત્ત્વનિષ્ઠ અને સત્યનિષ્ઠ જ્ઞાનસાધકનાં દર્શન થાય છે. એક સાચા વિદ્યા-અર્થીને છાજે તેવી ઉત્કટ જિજ્ઞાસા, ઉચ્ચબુદ્ધિમત્તા, ઉષ્માયુક્ત જ્ઞાનોપાસના, ઉદ્દીપ્ત શ્રમસાધના અને ઉદાહરણીય વિનમ્રતાનાં પુણ્યવિજયજીમાં જે દર્શન થાય છે તે આજના યુગના પરીક્ષાલક્ષી વિદ્યાર્થીઓને માટે અનુકરણીય અને અનુસરણીય છે. એમની આ વિદ્યાભ્યાસની ધારા સાથે શાસ-સંશોધનની ધારા પણ ચાલતી જ રહી. સંશોધન અને શ્રી પુણ્યચરિત્રમ્ 204 Page #232 -------------------------------------------------------------------------- ________________ કેળવણી અન્યોન્ય પૂરક થઈ પડ્યાં. એમની સંશોધન-પ્રવૃત્તિનો આરંભ મુનિ રામચંદ્ર રચિત સંસ્કૃત કૌમુદીમિત્રાનંદ-નાટક'નું ઈ. સ. ૧૯૧૭માં સંપાદન કર્યું ત્યારથી ગણી શકાય, ત્યાર પછીના જ વર્ષે, ૧૪મી સદીમાં થએલા મુનિરામભદ્રના પ્રબુદ્ધ રૌહિણેય નાટકનું સંપાદન કર્યું. એ જ અરસામાં આચાર્ય મેઘપ્રભનું ‘ધર્માલ્યુદયછાયા નાટક’ સંપાદિત કર્યું. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત “ઐન્દ્રસ્તુતિ-ચતુર્વિશતિકા'નું સંપાદન એમણે ૧૯૨૮માં કર્યું. આ રીતે એમણે અભ્યાસ સાથે સંપાદનમાં પણ પોતાની પ્રતિભા કેળવી. એમની સકલ જ્ઞાનપ્રતિભા ત્રણ માર્ગે કાર્યરત રહી છે: (અ) પ્રાચીન સાહિત્ય-સંસ્કૃતિના સંશોધન-સંપાદનમાં, (બ) પ્રાચીન ગ્રંથભંડારોના વિશ્લેષણ અને વ્યવસ્થાકાર્યમાં, (ક) દેશી-પરદેશી જ્ઞાનપિપાસુઓ અને અભ્યાસીઓના સંશોધનકાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયભૂત થવામાં. સંપાદક તરીકેની એમની ખ્યાતિ મુખ્યત્વે ૧૯૩૩ થી '૪૨ સુધીમાં પ્રગટ થએલ ‘બૃહત્કલ્પસૂત્ર'ના નિર્યુક્તિ અને ટીકા સાથે છ ભાગ, 'વસુદેવ હિપ્પી'નાં બે ભાગ, તથા ‘અંગવિજા’, ‘આખ્યાનક-મણિકોશ', 'કલ્પસૂત્ર', નંદિસૂત્ર વગેરે પર આધારિત છે. આ ઉપરાંત એમણે પાટણ, ખંભાત, લીંબડી, જેસલમેર, બિકાનેર, જોધપુર, ભાવનગર, પાલીતાણા, વડોદરા, અમદાવાદ આદિના જ્ઞાનભંડારોની ચીવટપૂર્વક તૈયાર કરેલી ગ્રંથસૂચિઓ એમની અથાક શ્રમશીલતાને અદ્ભુત ધીરજની દ્યોતક છે. એમાંય જેસલમેરના ગ્રંથભંડારની પ્રવૃત્તિ દાદ માગી લે તેવી છે. આશરે ઈ. ૧૯૫૦નો સમય. જેસલમેરના વિશાળ અને વિકટ ગણાતા ગ્રંથભંડારનું સંશોધન કરવાના અડગ નિર્ધારથી એમણે અમદાવાદ રેલવેના પાટે પાટે પદયાત્રા આરંભી. હજુ હો ફાટતાં પહેલાંનું અંધારું હતું. ચાલતાં ચાલતાં તેઓશ્રી પંદર-સત્તર ફૂટ ઊંડા એક ગરનાળામાં પછડાયા ! પરંતુ દેવ કૃપાએ આબાદ રીતે ઉંગરી ગયા અને ઊભા થઈવળી પાછો એમણે લગભગ સાત માઈલનો પગપાળા રસ્તો કાપ્યો. જેસલમેરની કયાત્રાનો આ તો આરંભ જ હતો ! અંતે તેઓ ત્યાં પહોંટ્યા ત્યારે પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો. મભોમમાં વેરવિખેર ગામડાં, અબુધ પ્રજાજનો સાથે પનારો પડવો, બળબળતી રેતીમાં ખુલ્લે પગે પ્રવાસ ખેડવો, જ્ઞાનભંડારના નિયમજડ રક્ષકોને રીઝવવા : આ બધું જ સહીને એમણે જેસલમેરના જ્ઞાનભંડારમાં સંશોધનના શ્રીગણેશ માંડ્યા. ત્યાં દોઢેક વર્ષ રહ્યા એ દરમ્યાન ખાવાપીવાની પણ પ્રતિકૂળતા. મકાઈના રોટલા ને જાડી દાળ પર જ એમણે દિવસો ગુજારવા માંડ્યા. ક્યારેક તો પીવાના પાણીની ભારે તંગી પડે. પરંતુ આ સંકટમય સંજોગોમાં ઝાપટાં એમના અખંડ પ્રજ્વલિત જ્ઞાનદીપને સહેજે પણ હતપ્રભ કરી શક્યાં નહિ. આ કષ્ટોના કંટકોએ એમની અવિરત કર્મયાત્રાને સહેજ પણ થંભાવી નહિ. બલ્ક આ મુસીબતોએ એમને વધારે મહેનતુ બનાવ્યા, આફતોએ વધુ આશાવાદી બનાવ્યા ને પ્રતિકૂળતાની ધોંસે એમને વિશેષ ધૈર્યવાન બનાવ્યા. આખા ભંડારને એમણે પુનર્વ્યવસ્થિત કર્યો તેમજ શ્રમસાધ્ય વિસ્તૃત સૂચિ તૈયાર કરી. દુપ્રાપ્ય હસ્તપ્રતોની જાળવણી કેમ થાય એનું એમણે સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. ત્યાંની અમૂલ્ય તાડપત્રીઓની એમણે માઈક્રો ફિલ્મ લેવડાવી કે જેથી પછીના કાળમાં સહુ એનો ઉપયોગ કરી શકે. અને તદ્દનુસાર આ તાડપત્રીઓનો ભારતના તેમજ ભારત બહારના અનેક અભ્યાસીઓએ ઉપયોગ કર્યો પણ છે. એમનું જેસલમેરનું કાર્ય એમની તીવ્ર જ્ઞાનોપાસના, દૂરંદેશીપણું અને 205 શ્રી પુણ્યચરિત્રમ્ Page #233 -------------------------------------------------------------------------- ________________ અપાર ખંત તેમજ ધીરજની ગવાહી પૂરે છે. પણ આ સૌમાં જૈન આગમોનો અદ્યતન ઢબે અભ્યાસ કરી તેની પૂનર્વાચનાઓ તૈયાર કરવાનો એમના પુરુષાર્થ શિરમોર જેવો છે. પિસ્તાળીસ જેટલાં જૈન આગમોનો, તેની નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાઓનો, પ્રથમ તો કેટલાંક વર્ષો સુધી એમાગે મૂક અભ્યાસ કર્યો. પછી બે-ત્રણ સંનિષ્ઠ લક્ષિાઓની મદદથી એમાગે સંપાદનો તૈયાર કરવા માંડ્યા. પરંતુ આ વખતે એ લહિયાઓને ચૂકવવાના પૂરા પૈસાની પણ સગવડ નહિ. છતાંય પોતાનું અજાચક વ્રત એમણે છોડ્યું નહિ. ઈ. ૧૯૪૭-૪૮માં શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને આ વાતની ખબર પડી. એમાણે મુનિશ્રીનું કાર્ય નિહાળ્યું અને પ્રસન્ન થઈ લહિયાઓનું લહેણું ભરપાઈ કરી આપ્યું. એટલું જ નહિ પણ મુનિજીને પોતાનું સંશોધનકાર્ય આગળ ધપાવવામાં સર્વ રીતે સહાય કરવાનું એમણે વચન આપ્યું. આ આગમોની છેલ્લી વાચનાઓ આજથી લગભગ પંદરસો વર્ષ પૂર્વે વલભીપુરમાં શ્રી દેવગિણિ ક્ષમાશ્રમાગના માર્ગદર્શન નીચે તૈયાર થએલી; ત્યાર પછી એ છેક આ કાળે મુનિશ્રી પુણ્યવિજયજીએ અપાર પુરુષાર્થથી જે નવી વાચનાઓ તૈયાર કરી તે જૈન ધર્મમાં અને આ સદીના સંપાદન ક્ષેત્રમાં અમૂલ્ય અને અદ્વિતીય પ્રદાન લેખાશે. આમાંના બે ગ્રંથોન્ચૂર્ણિ સાથેનું ‘નંદીસૂત્રમ્” અને વિવિધ ટીકાઓ સાથેનું ‘નંદીસૂત્રમ્’–તો અનુક્રમે ઈ. ૧૯૬૬ અને ૧૯૬૮માં છપાઈને પ્રકટ પણ થયાં છે. એમના આ ભગીરથ પ્રયાસને અનુલક્ષીને એમને ‘આગમપ્રભાકર” કહેવામાં આવ્યા છે તે ઉચિત જ છે. સંપાદન ઉપરાંત હસ્તપ્રતો ભેગી કરવી, ગોઠવવી, તેની અન્વીક્ષા કરવી, એ પણ એમની પ્રિય પ્રવૃત્તિ રહી. તે અંગેનો. ઈ. ૧૯૩૫માં પ્રગટ થએલો ‘ભારતીય શ્રમાગસંસ્કૃતિ અને લેખનકળા' નામક દીર્ધ નિબંધ આ વાતની સાખ પૂરે છે. વિવિધ કાળની હસ્તપ્રતો વાંચવાની આ પ્રવૃત્તિને પરિણામે એમણે દેવનાગરી પહેલાંની બ્રિાહ્મી લિપિ ઉકેલવાનું તેમજ દેવનાગરીના સદીએ સદીએ બદલાએલા મરોડ ઉકેલવાનું કાર્ય આત્મસાત્ કર્યું સાથે સાથે વિવિધ સૈકાની દેવનાગરી લિપિ લખવામાં પણ એમણે નિપુણતા મેળવી લીધી. પ્રાચીન ચિત્રકળા, લિપિશાસ્ત્ર, સિકકા, મૂર્તિઓ વગેરે પુરાતત્ત્વ વિષયોના પણ એ અચ્છા જ્ઞાતા હતા. લિપિશાસ્ત્રના તો એ એવા અસાધારણ અભ્યાસી હતા કે લિપિ પરથી કઈ હસ્તપ્રત કઈ સદીની હશે તેનું ચોક્કસ અનુમાન કરી શકતા. સંશોધક તરીકે સાંપ્રદાયિક અને છતાં વ્યક્તિગત મત-માન્યતાઓથી મુક્ત એવી ઐતિહાસિક દષ્ટિ તેમની પાસે હતી. તુલનાત્મક અભ્યાસરીતિ અને સત્યાન્વેશી સંશોધન પ્રીતિ એમને સહજ હતાં. આથી જ એ પોતાના સંશોધન હેઠળની કૃતિનીખૂબી-ખામીનું તાશ્યપૂર્ણ દર્શન કરી શકતા. ગુણગ્રાહક દષ્ટિએ એમનામાં કોમળતા અને સહાનુભૂતિ પ્રગટાવ્યાં હતાં, તો સત્યોપાસનાએ નિર્ભયતા અને નિષ્પક્ષપાત ખીલવ્યાં હતાં. એમની સર્વાગી અન્વેષણાત્મક દૃષ્ટિએ એમની પાસે અણિશુદ્ધ સંપાદનો કરાવ્યાં છે. માઈક્રો ફિલ્મ, ફોટોસ્ટેટ તેમજ એન્લાર્જમેન્ટ જેવી વૈજ્ઞાનિક સાધનપદ્ધતિનો પણ એમણે સંશોધક તરીકે પૂરતો ઉપયોગ કર્યો છે. આવા જ્ઞાનવીર સાધુપુરુષનું વ્યક્તિત્વ પણ આકર્ષક અને અભુત હતું. ચિત્તની નિર્વિકાર અવસ્થામાંથી પ્રગટેલી મુદ્રા હરહંમેશ એમના વદન પર અંકિત રહેતી. નિર્ભેળ જ્ઞાનસાધનાએ એમના વ્યક્તિત્વને અત્યુચ્ચ બનાવ્યું હતું. પરિણામે એમની વિરતિ રસહીન કે ઉદાસ નહોતી, પણ સદા પ્રસન્નતાથી છલકાતી રહેતી. એમની સરળતા ને સમતા એમનાં વાણી-વર્તનમાં સદા નર્તન કર્યા કરતી. એમની અનાસક્તિએ એમને કઠોર નહિ પણ શ્રી પુણ્યચરિત્રમ્ 206 Page #234 -------------------------------------------------------------------------- ________________ કોમળ બનાવ્યા હતા. કોઈનું પણ દુઃખ જોઈ એમનું દિલ દ્રવી જતું. એમની પાસે આવનાર કોઈ પણ દુખિયું પ્રશાંત થયાં વગર પાછું ફરતું નહિ. હસ્તપ્રતોનો એમનો પરિગ્રહ પણ ઉદારતા અને પરોપકારનો પ્રેર્યો હતો. આથી જ કોઈ પણ અભ્યાસી કે વિદ્વાન એમની પાસે આવે કે તરત જ પોતાના સંગ્રહમાંથી, સહેજ પણ સંકોચ વગર, એ આવનારને ઉપયોગી સામગ્રી પૂરી પાડતા. આશંકા કે અવિશ્વાસનું સહેજ પણ નામ નહિ. એમની આવૃત્તિ જ સામેની વ્યક્તિમાં પાગ વિશ્વાસનું વાવેતર કરતી. વિશ્વાસથી જ વિશ્વાસ કેળવાય છે એની પ્રતીતિ એમાણે પોતાના વર્તન દ્વારા કરાવી આપી હતી. ઉદારતા પણ એવી જ અનુકરણીય. અમદાવાદમાં ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર’ના આરંભમાં એમણે જ પોતાની દસ હજાર હસ્તપ્રતો તદ્દન નિર્મમપણે કાઢી આપી હતી. નિખાલસતા અને નમ્રતા પણ એમના વ્યક્તિત્વને દીપ્તિમંત કરતાં. અને એમની વત્સલતાથી તો કોઈ અનભિજ્ઞ નથી. જૈન કે જૈનેતર, નિરક્ષર કે સાક્ષર, ધનિક કે નિર્ધન સૌના પ્રત્યે એ પૂરો સમભાવ રાખતા. એઓ રૂઢિગ્રસ્ત આચારવિચારની મર્યાદા જાણતા, તો નવીનની ઉપયોગિતાને પાગ પિછાણતા. આથી જ ક્ષીરનીર-વિવેક એઓ જાળવી શકતા. શ્રમણસંઘના ભિન્નભિન્ન સમુદાયો વચ્ચે જે વાડાબંધી જેવું હોય છે તેનાથી તેઓ સર્વદા અલિપ્ત રહેતા. કોઈ પણ ગચ્છના અનુયાયીનો એમને છોછ નહોતો. આ રીતે એમાગે એક આદર્શ શ્રમણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરનિંદાથી પર પુણ્યવિજયજીએ સામી વ્યકિતના નાનામાં નાના ગુણને પણ મોટો ગણી સન્માન્યો હતો. જ્ઞાનની જેમ એમણે ચારિત્ર પર પણ ખૂબ ભાર મૂક્યો હતો. શીલ અને પ્રજ્ઞા જ ઉચ્ચ વ્યક્તિત્વનાં ઘડતર બળો છે એમ એમના જીવન પરથી કોઈ પણ કળી શકતું. એમની વિદ્યાને અહંકારનો ઓપ નહોતો દીધો. પોતાના અવિરત જ્ઞાનયજ્ઞનો ભંગ ન થવા દેવા માટે એમણે જુનવાણી કક્ષાના મોટામોટા આડંબરી મહોત્સવો ટાળ્યા હતા, તેમ એ જ ઈરાદાથી સુધારાના બહાના નીચે ઉપાડવામાં આવતી ઊહાપોહયુક્ત ચળવળથી પણ એઓ સદા દૂર રહ્યા હતા. પદવી કે પદની એમણે કદાપિ આકાંક્ષા રાખી નહોતી. શિષ્યો કે નામના મેળવવા પાછળ પણ એમણે નજર રાખી નહોતી. આથી જ આવા સાંસારિક વ્યામોહથી પર રહી એઓ એકધારી જ્ઞાનસાધના અને આત્મસાધના કરી શક્યા હતા. ‘મુનિ તો ન સૂરિઓમાં સામાન્ય પદવી છે, જ્યારે “આચાર્યની પદવી અતિ માનવંતી છે. વડીલ સૂરિઓ અને પાટણના શ્રીસંઘે એમને આચાર્ય પદથી વિભૂષિત કરવાનું ઠરાવ્યું ત્યારે એમણે નમ્રતાપૂર્વક એ પદનો પણ અસ્વીકાર કર્યો. વિદ્વત્તાના પ્રતીકરૂપ અપાતી. ‘પંન્યાસ’પદવીનો પાગ એમણે અસ્વીકાર કરેલો. વડોદરાના શ્રીસંઘે તો એમને પૂછ્યા વગર જ વિ. સં. ૨૦૧૦માં ‘આગમપ્રભાકર'નું બિરુદ આપી દીધેલું. પરંતુ આનું કશું ય વળગણ એમને નહોતું. દશી-પરદેશી અનેક વિદ્વાનોએ એમની રાહબરી નીચે સંશોધન કર્યું છે. છતાંય ગુરુપદનો લેશ પણ મદ કયાંય કળી શકાશે નહિ. ઉચ્ચતમ ઉપાધિ પીએચ.ડી.ના પરીક્ષક તરીકે પણ એમણે એટલી જ નિર્લેપતાથી કામગીરી કરી હતી. ઈ. સ. ૧૯૫૯માં અમદાવાદ ખાતે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદ'ના વીસમાં 207 શ્રી પુણ્યચરિત્રમ્ Page #235 -------------------------------------------------------------------------- ________________ અધિવેશનના ઈતિહાસ-પુરાતત્ત્વ વિભાગના એઓ પ્રમુખ વરાએલા. ઈ. સ. ૧૯૬૧માં કાશ્મીર ખાતે મળેલા ઓલ-ઈન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સ'ના એકવીસમા અધિવેશનમાં પ્રાકૃત અને જૈન ધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે એ પસંદ થએલા. ઈ. સ. ૧૯૭૦માં અમેરિકાની ‘ઓરિયેન્ટલ સોસાયટી'એ એમનાં માનાઈ સભ્ય તરીકે ચૂંટી કાઢયા હતા. આવું માન મેળવનાર કદાચ એઓ પ્રથમ જ હિંદી હશે. એમને પાંડિત્યનો આ કંઈ ઓછો પુરાવો નથી. આથી જ પ્રો. ડો. ડબ્લ્યુ. નોર્મન બ્રાઉનના શબ્દો યથાર્થ લાગે છે (He is) a worthy representative of the best Indian tradition of learning and teaching. (તેઓ ઉત્તમ ભારતીય અધ્યયન-અધ્યાપન-પ્રણાલીના એક આદરણીય પ્રતિનિધિ છે.) એમની જ્ઞાનપ્રવૃત્તિની બે સફળતા તે- પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન મંદિર’ની તેમજ અમદાવાદના ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના. અનેક વિદ્વાનો અને અભ્યાસીઓને માટે આ બંને સંસ્થા આશીર્વાદ રૂપ બની છે. એમની સક્રિય પ્રવૃત્તિની તેમજ પ્રાચીન જ્ઞાનવિસ્તરણ વૃત્તિની આ ન ભુલાય તેવી દેણગી છે. અનેક વ્યક્તિઓ અને વિદ્વાનોથી ઘેરાએલા પુણ્યવિજયજી એક વ્યક્તિ નહિ પણ સ્વયં સંસ્થારૂપ હતા. વિદ્યાવ્યાસંગમાં તો એઓ વ્યાધિને પણ વીસરી જતા. ઈ. ૧૯૫૫ની વર્ષાઋતુના દિવસો હતા. સંગ્રહાગીના રોગે એમને ઘેરી લીધા. વ્યાધિ ઉગ્ર સ્વરૂપ પકડતો ગયો. લગભગ દોઢ વર્ષ સુધી એઓ પીડાયા; પરંતુ તે દરમિયાન એમને સધિયારો આપ્યો શાસ્ત્રવ્યાસંગે. કથાર–કોષ'નું સંપાદન અને 'નિશીથચૂર્ણિ'નું અધ્યયન એમાણે આ નાદુરસ્ત તબિયતે જ કર્યું. એમની જ્ઞાનભક્તિ અને ચિત્તની સ્વસ્થતા અહીં પ્રગટ થયા વગર રહેતાં નથી. આવા આત્મસાધક સંત પોતે અનેકાંતવાદની સાક્ષાત્ પ્રતિમા હતા. પોતાની તેજસ્વી બુદ્ધિને સ્વાશ્રયના જળસિંચનથી એમણે અવિરત ફળદાયિની બનાવી હતી. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ને જૂની ગુજરાતીના આ પ્રકાંડ પંડિત પાંડિત્યદંભથી હંમેશાં દૂર રહેતા. કદાપિ વિકાર ન પામી શકે એવી ચિત્તવૃત્તિવાળા એઓ સાચા આધ્યાત્મિક પુરુષ હતા. વિપરીત સંજોગો પણ એમના દઢોત્સાહને કદાપિ વિચલિત નહોતા કરી શક્યા. બાસઠ વર્ષનું એમનું દીક્ષાજીવન એટલે અવિરત કર્મયાત્રા અને અખંડ જ્ઞાનયજ્ઞ. પોતાની સાધના સાથે સાથે એમણે અનેકોને અધ્યાત્મજ્ઞાન આપ્યું હતું. એઓ શાસ્ત્રીય દષ્ટિસંપન્ન સંપાદક, શ્રમશીલ સંશોધક, વિનમ્ર વિદ્વાન, આદર્શ શ્રમાણ અને ગુણગ્રાહી વત્સલ વ્યક્તિ હતા. એક સાચા વિદ્વાનને છાજે એ રીતે એઓ આજીવન વિદ્યા-અર્થી જ રહ્યા. પુણ્યવિજયજી એટલે નખશિખ વિદ્યાર્થી. એમની વિદ્યાપ્રીતિ અને વ્યવહારરીતિ નિરાડંબરી અને નિખાલસ હતાં. ૭૬ વર્ષની ઉંમરે મુંબાઈમાં ‘પ્રોસ્ટેટ’ની શસ્ત્રક્રિયા બાદ ૧૪મી જૂન ૧૯૭૧ના રોજ રાત્રે સાડા આઠ કલાકે આવા મનીષી સંત, પ્રજ્ઞાપુરુષ અને આજીવન અક્ષર-સાધક સમ્યક રીતે જ ક્ષરને ત્યજી અ-ક્ષરત્વ પામ્યા. એમની જ્ઞાનસાધનાનો સ્ત્રોત અખ્ખલિત રીતે અનેકોને પ્રેરણાવારિ પાતો રહે એ જ એમની સાચી અંજલિ હો! થી પુણ્યચરિત્રમ 208 Page #236 -------------------------------------------------------------------------- ________________ જેસલમેરની મરુ ભૂમિ પર પૂજ્ય પુણ્યવિજયજી મ. સા. અન્ય સાધુભગવંત તથા ભાવિકો સાથે. આગમપ્રભાકર પૂજ્યશ્રીજીની સાથે શ્રી ભોગીલાલ સાંડેસરા, પંડિત શ્રી બેલાણી વિગેરે. Page #237 -------------------------------------------------------------------------- ________________ હસ્તલિખિત પ્રતોની સુંદર ગોઠવણી કરી આત્મસંતુષ્ટિ અનુભવતા પૂજ્યશ્રીજી મહારાજ સા. પૂજ્યશ્રીના જેસલમેરના વિહાર વેળાની એક તસવીર. Page #238 -------------------------------------------------------------------------- ________________ સંશોધન-અધ્યયનરત પૂજ્યશ્રીજી જિજ્ઞાસુ મહાનુભાવ અને શ્રધ્ધાળુ શ્રાવક સાથે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ સૌમ્ય મુદ્રામાં દષ્ટિગોચર થાય છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ રસિકલાલ કોરા સાથે ચર્ચા કરતા વિચારમાં ગરકાવ થયેલા પૂજ્યશ્રીજી દધીચિ ઋષિએ દેવોને અસ્થિઓ અર્પદાનવોને પરાજિત કરાવ્યા હતા. તો પૂજ્ય પુણ્યવિજયજીએ પોતાની નાજુક કાયા ઘસીને અરે! સંગ્રહણી રોગની પીડા સહન કરતાં કરતાં પણ આગમો તથા સંશોધનકાર્ય ચાલુ રાખ્યું હતું. આગમો અને જ્ઞાનભંડારોનો ઉધ્ધાર કર્યો હતો. Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રધ્ધાળુ ભકતને વાસક્ષેપ પ્રદાન કરતા શ્રી નેમવિજયજી મ.સા.ની બાજુમાં ગંભીર મુદ્રામાં બેઠેલા પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ સાહેબ નજરે પડે છે. ઉપરોકત તસ્વીરમાં શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબ, શ્રી મેઘવિજયજી મહારાજ તથા શ્રી રમણીકવિજયજી મહારાજ સાહેબ પાઠશાળાના વિદ્યાર્થીઓ સાથે Page #241 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાનતિમિર તરણિ ગુરુ વલ્લભ આચાર્યશ્રીજી સાથે પાટ પર જ્ઞાનભંડારોના પ્રણેતા પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા અન્ય સાધુ ભગવંતો ઉપરોકત તસવીરમાં દષ્ટિગોચર થાય છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ આગમપ્રભાકર પૂજ્યશ્રીજીના ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મ. સા. પ્રાચીન જ્ઞાનભંડારોના પ્રણેતા. ‘કર્મ પર મારો અધિકાર છે અને કર્મયજ્ઞને હું કોઈપણ સંજોગોમાં અપૂર્ણ નહીં જ છોડું!” કંઈક એવો જ ભાવ પૂજ્યશ્રીજીના મુખ અને મુઠ્ઠીની મુદ્રામાં વર્તાય છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો....! પ્રશાન્ત મુદ્રામાં મહામાનવ પુણ્યવિજયજીએ મહાપ્રસ્થાન કર્યું એ અવસર પર મુંબઈમાં નીકળેલી તેમની અંતિમયાત્રાને ૪૦ હજાર ભાવિકોએ અશ્રુભીની આંખે વિદાય આપી હતી. જતાં જતાં પણ આ અક્ષર મહાત્માએ સંત કબીરજીની આ પંકિતઓને સાર્થક કરી બતાવી.... ‘કબીરા જબ હમ પૈદા હુએ, જગ હંસે હમ રોય, કરની ઐસી કર ચલો, હમ હંસે જગ રોય!' Page #244 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રી “ધર્મપ્રિય” મુ. શ્રી પુણ્યવિજયજીને સંશોધનકાર્ય માટે અનહદ રસ હતો. પોતાને સંગ્રહણીનું દર્દ હોવા છતાં, અને તે વખતે પાટણનું પાણી તેમની તબિયતને અનુકૂળ નહોતું તો પણ, સંશોધનકાર્ય માટે લાગલગાટ સોળ વર્ષ સુધી પાટણમાં રહ્યા હતા. શ્રી જિનાગમોના સંશોધનમાં તેમણે આપેલ ફાળાથી આકર્ષાઈ અમેરિકાની ઓરીએન્ટલ સોસાયટીએ તેમની માનદસભ્ય તરીકે નિમણૂક કરી તેમનું સન્માન કર્યું હતું. જેસલમેર તથા ખંભાતના સંધના ભંડારોમાં રહેલ સંખ્યાબંધ ગ્રંથોને વ્યવસ્થિત કરી તેની સૂચિ તૈયાર કરવાનું અને જીર્ણશીર્ણ પ્રતોની માઈક્રો ફિલ્મ તૈયાર કરાવી તેની જાળવણી કરવાનું કાર્ય તેમણે હમણાં જ પૂરું કર્યું હતું. અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટીટયુટની સ્થાપના અને સંચાલનમાં તેઓશ્રીનો મહત્ત્વનો ફાળો હતો. મુ. શ્રી પુણ્યવિજયજીએ, કેટલાક સંઘોએ વિનંતી કરવા છતાં, ગણિપદ, પંન્યાસપદ, ઉપાધ્યાયપદએવી કોઈપણ પદવી સ્વીકારવા માટે પોતે તૈયારી બતાવી નહોતી અને એવી વિનંતીઓનો સવિનય ઈન્કાર કર્યો હતો. જાહેરાતનો તેમને બિલકુલ મોહ ન હતો. તેઓશ્રી કહેતા કે મારે કોઈ પદ કે પદવી જોઈતી નથી. મેં જે મુનિપદ લીધું છે તે જ સાચવી રાખું એટલે બસ. લગભગ બાસઠ વર્ષની સંયમયાત્રા દરમ્યાન તેમણે કોઈ જગાએ ઉપધાન કે ઉજમણાં કરાવ્યાં નથી. તેમ સંઘને કોઈપણ પ્રકારના ખર્ચના ખાડામાં ઊતરવું પડે એવી પ્રવૃત્તિ કે પ્રેરણા કરી નથી. માત્ર જ્ઞાનની આરાધનામાં જ તેઓ મસ્ત રહેતા. આજે સાધુઓમાં જે શિષ્યવ્યામોહ જોવામાં આવે છે તે પણ તેમનામાં ન હતો. તેમના શિષ્ય થવા માટે સ્વયં આવેલા પૈકી માત્ર બે કે ત્રણને જ તેમણે દીક્ષા આપી છે. સામાન્ય જ્ઞાન વધે ત્યારે અભિમાન વધે અને આચારમાં સ્કૂલના આવે, પરંતુ મુનિશ્રી પુણ્યવિજયજીએ એ કથન પોતાના સંબંધમાં ખોટું પાડ્યું હતું. સાધુધર્મના આચારોનું તેઓ ખૂબ આદરપૂર્વક પાલન કરતા અને એ આચારોનું સાધુઓએ શાસ્ત્રવિહિતપણે પાલન કરવું જોઈએ એમ કહેતા. એ આચારસંહિતાના નિયમોમાં પોતાનાથી કોઈ વખતે કાંઈ ભૂલ થઈ હોય તો એકરાર પણ કરતા. પૂજ્ય ગુરુદેવશ્રીને શ્રદ્ધાંજલિ જૈન સેવક” માસિક, મુંબઈ, જૂન, ૧૯૭૧. આગમો એ જ આપણું આલંબન છે. આવી આગમોની વાણીને મહેનત કરી, લીંબડી, જેસલમેર, પાટણ, વડોદરા, છાણી, ખંભાત, ભાવનગર વગેરે જ્ઞાનભંડારોમાંથી ચીવટપૂર્વક સંશોધન કરનાર; આ બધા જૈન, હિંદુ, બૌદ્ધ ધર્મના ગ્રંથો, જેમાં ધર્મ, સાહિત્ય, કળા, ઈતિહાસ, જ્યોતિષ વિષે સમૃદ્ધ જ્ઞાનનો ભંડાર છે, 209 શ્રી પુણ્યચરિત્રમ્ Page #245 -------------------------------------------------------------------------- ________________ એનાં ચોંટી ગયેલાં પાનાઓને સંભાળીને ઉખેડવાં, એનાં તૂટી ગયેલાં પાનાંઓના ટુકડા પ્લાસ્ટીક અસ્તરોમાં રાખી સાચવવા, જોડવા; એમાં લખાયેલી સંસ્કૃત, પ્રાકૃત, માગધી, મધ્યયુગની ગુજરાતી ભાષાને સમજવી; તેનાં અર્થ-પ્રકાશનો કરવાં; એનાં સૂચીપત્રો બનાવવાં, એની ફોટોસ્ટેટ કોપી, માઈક્રો ફિલ્મ કોપી કરાવવી; એનાં પ્રદર્શનો યોજવાં; એ ગ્રંથોના જ્ઞાનની લહાણી જ્ઞાનપિપાસુ દેશ-પરદેશના વિદ્વાનોને કરી, અનેક સંશોધકોને ઘડવા; અનેકોમાં જ્ઞાનની સંજીવની છાંટવી; અને આ બધું શોધેલું-સંગ્રહેલું જરૂર પડતાં, ગમે તેવા દામ આપી ખરીદવું; આ પ્રાચીન તાડપત્રો, ચિત્રસામગ્રીઓ, કળાના બેનમૂન નમૂનાઓને સંગ્રહવા; જ્ઞાન-ભંડારો, પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર સ્થાપવાં અને જ્ઞાનપિપાસુને ગમે તેવી કીમતી પ્રતો વિના સંકોચે અપાવનાર; આ વિશ્વના વિદ્વાનોના પ્રેમી; વિશ્વમાનવ; આગમોના ખજાનચી, તત્ત્વશીલ પ્રભાવિક વ્યાખ્યાતા; ચંદ્ર જેવા શીતલ, સાગર જેવા ગંભીર; રાત-દિવસ જેવા ગંભીર; રાત-દિવસ સતત કામમાં રહેનાર; સદા પ્રસન્ન મુખવાળા, નમ્ર, આચાર્ય પદવી લેવાનો ઈન્કાર કરનાર; ગમે તે ફિરકા કે સંપ્રદાયને હેતથી આવકારનાર ને દુઃખિયાઓના દુઃખથી કરુણાભીના થનાર; ગમે તે સમયે ગમે તેવા સખત કામમાં પણ ખપીને બોધ આપવા ખાતર તત્પર રહેનાર; ગરીબ-તવંગરને સમદષ્ટિથી જોનાર; નાના બાળકને વિદ્વાનને હેતથી આવકારનાર; મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આગમોના પ્રકાશનની યોજનાના પ્રાણસ્વરૂપ; નિષ્કામ સેવાભાવી; ત્યાગમૂર્તિ, પરમપૂજ્ય ગુરુદેવ આત્મારામજી મહારાજના જ્ઞાની શિષ્યરત્ન પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી દાદાના શિષ્યરત્ન પૂ. ચતુરવિજયજી મહારાજના શિષ્ય; ૭૬ વર્ષના બાલબ્રહ્મચારી; પુણ્યપુરુષ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ જેઠ વદી ૬ સોમવારે મુંબઈમાં કાળધર્મ પામ્યા હતા. તેમનો જન્મ કપડવંજમાં સં. ૧૯૫૨માં જ્ઞાનપંચમીના પવિત્ર દિને થયો હતો. નાની ઉંમરમાં ધર્મને રંગે રંગાઈ ૧૯૬૫માં દીક્ષા લીધી હતી. તેઓ જૈન શાસ્ત્રોના અધિકૃત જ્ઞાતા હતા, અને જૈન આગમોના તો પરમજ્ઞાની હતા. તાજેતરમાં અમેરિકી ઓરીએન્ટલ સોસાયટી તરફથી તેમને માનદ સભ્ય નિયુક્ત કરવામાં આવેલ. જ્ઞાનભંડારોના ઉદ્ધારોની સાથોસાથ તેઓ જીર્ણશીર્ણ થઈ ગયેલ પ્રાચીન હસ્તલિખિત પ્રતોની જાળવણીમાં સિદ્ધહસ્ત હતા. દિવંગત મુનિશ્રીને શ્રદ્ધાંજલિ શ્રી “રકતતેજ” ફતે યેન મહત્કાર્ય, જ્ઞાનદીપપ્રકાશનમ ! વસ્થ મહદ્રુપકારક, પુણ્યાય તઐ નમોસ્તુ મે | - “રકતતેજ:” - “જૈન ધર્મ પ્રકાશ' માસિક, ભાવનગર, જુલાઈ, ૧૯૭૧ પ્રાચ્ય સાહિત્ય-સંશોધન ક્ષેત્રનો એક તારક સં. ૨૦૨૭ના જેઠ વદી છઠ્ઠને સોમવારના દિવસે વિલીન થયો. વિશ્વ એક આદર્શ ચરિત સંતને ગુમાવ્યા. જૈન સમાજે ઉચ્ચ આદર્શ પુરુષ અને સાહિત્યસેવીને ગુમાવ્યા. શ્રી પુણ્યચરિત્રમ્ 210) Page #246 -------------------------------------------------------------------------- ________________ આગમ સાહિત્યના ક્ષેત્રને એક વિરલ વિભૂતિની ખોટ પડી. આગમપ્રભાકર, શીલના ઉપાસક, દીર્ઘતપસ્વી, મૂક સાહિત્યસેવી વિદ્વાન મુનિરત્ન શ્રી પુણ્યવિજયજીની ચિરવિદાયથી આપણને કેટલી ખોટ પડી છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. એમના જવાથી જૈન સમાજે એક મહામૂલું રત્ન ગુમાવ્યું છે. એમના જીવન અને કાર્ય પર દષ્ટિપાત કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે આપણને કેવી વિરલ અને ઉપકારક વિભૂતિની ખોટ પડી છે. પૂજ્ય મુનિ પુણ્યવિજયજીના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી તેમ જ તેમના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ આ બન્ને મહાપુરુષો જ્ઞાનના સાચા ઉપાસક હતા. આ બન્ને વિદ્વાન મુનિવરોએ પ્રાચીન સાહિત્યસંશોધન તેમજ સાહિત્ય-પ્રકાશનમાં ઊંડો રસ લઈ ઉત્તમ કોટીનું કાર્ય કર્યું છે. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ પણ આ બન્ને મહાપુરુષોની પ્રેરણા અને આશીર્વાદથી એમણે આપેલા વારસાને દીપાવ્યો અને વિકસાવ્યો હતો. મુનિ શ્રી પુણ્યવિજયજીએ ગુરુ અને દાદાગુરુના પગલે પગલે સાહિત્ય-સંશોધન અંગે અનેકવિધ કાર્ય કર્યું છે. પ્રાચીન સાહિત્યનું પ્રકાશન અણીશુદ્ધ અને ભૂલ વગરનું થાય તે માટે મુનિજીએ બધા જ પ્રકારની ચીવટ રાખી છે. તે માટે જરૂરી હસ્તપ્રતો એકત્રિત કરી, અસ્તવ્યસ્ત અને જીર્ણ થયેલી હસ્તપ્રતો વ્યવસ્થિત અને સુરક્ષિત કરી અને જરૂરી પ્રતો ફરી લખાવી તૈયાર કરાવી. આ કાર્ય માટે અનેક જૈન ભંડારોમાં કલાકો સુધી બેસી જ્ઞાનભંડારો પણ વ્યવસ્થિત કર્યા, હસ્તપ્રતોનાં સૂચિપત્રો તૈયાર કર્યા અને મહત્ત્વની હસ્તપ્રતોની માઈક્રો ફિલ્મ પણ લેવરાવી. આ રીતે આપણો પ્રાચીન સાહિત્યનો અમર વારસો જાળવી રાખવામાં એમનો ફાળો અમૂલ્ય છે. એમણે સંપાદિત કરેલા ગ્રન્થો તેમના ઉચ્ચ પ્રકારના સંપાદનકાર્ય તેમજ વિદ્વત્તાના ઘોતક છે. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષાઓ તેમજ જૂની ગુજરાતી ભાષાના સારા અભ્યાસી હતા. દર્શનશાસ્ત્રો, છન્દશાસ્ત્ર, તેમજ વ્યાકરણ વગેરેનું પણ તેમનું જ્ઞાન ઊંડું અને તલસ્પર્શી હતું. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ તેમના ગુરુ સાથે કરેલું વસુદેવહિન્વીનું સંપાદન તેમનામાં રહેલી ઉચ્ચ પ્રકારની સંશોધનશકિત અને વિદ્વત્તા તેમજ ખંતની સાક્ષી પૂરે છે. તેમનાં અન્ય સંપાદનો જેવાં કે કૌમુદીમિત્રાનંદનનાટક, પ્રબુદ્ધરૌહિણેય નાટક, ધર્માલ્યુદય નાટક વગેરે અનેક ગ્રંથોમાં તેમની ચીવટ તેમજ વિદ્વત્તા જણાઈ આવે છે. એમનાં મહત્ત્વનાં સંપાદનોમાં બૃહત્કલ્પભાષ્ય, જીવકલ્પસૂત્ર, કથાર–કોષ, ધર્માલ્યુદય મહાકાવ્ય વગેરે ગણાવી શકાય. આવા બધા ગ્રન્થોનું સંશોધનકાર્ય ખરેખર ઘણી જ વિદ્વત્તા, ચીવટ તેમજ કુશળતા માંગી લે છે. તેમનું ઘણું જ મહત્ત્વપૂર્ણ કાર્ય આગમોના પ્રકાશનનું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તેમજ દાતાઓના સહકારથી તેમણે ૪૫ આગમોનું સંપાદનકાર્ય આરંભેલું, પણ દૈવયોગે ત્રણ આગમ સુધી જ એ કાર્ય આજે પહોંચ્યું છે. તે કાર્ય ચાલુ રહે એ જોવાની જૈન સમાજના દાનવીરો, સંસ્થાઓ, સંઘો અને વિદ્વાનોની ફરજ છે. 211 શ્રી પુણ્યચરિત્રમ્ Page #247 -------------------------------------------------------------------------- ________________ એ કાર્યમાં સૌએ યથાશક્તિ સહકાર આપવો જરૂરી છે. જૈન નગરી અમદાવાદમાં આવેલી શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરનો અત્રે ઉલ્લેખ અસ્થાને નહિ ગણાય. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીની પ્રેરણા અને સહકારથી તેમજ દાનવીર, વિદ્યાપ્રેમી કસ્તુરભાઈની ઉદારતા અને સાહિત્યભિરુચિથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા આ બન્ને વ્યક્તિઓમાં રહેલી દીર્ધદષ્ટિ અને વિચક્ષણતાનું દર્શન કરાવે છે. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ પોતાના ગ્રન્થોનો આખો સંગ્રહ આ સંસ્થાને ભેટ આપી પોતાની અનન્ય ઉદારતા અને વિશાળતા દર્શાવ્યાં છે. આ સંસ્થાને પુણ્યયોગે એવી જ એક બીજી વ્યક્તિનો સંપૂર્ણ સહકાર સાંપડવ્યો છે; એ છે વિદ્વત્ન પંડિત શ્રી દલસુખભાઈ માલવાણીયા, પં. શ્રી દલસુખભાઈ જેવા પ્રખર અભ્યાસી અને ઉપાસક સંચાલક આ સંસ્થાને મળ્યા એ સંસ્થાનું ઉજ્જવળ ભાવિ સૂચવે છે. આવી ઉત્તમ શક્તિ અને અનેકવિધ ક્ષેત્રમાં કેટલું અનન્ય કાર્ય છતાં પૂજ્ય પુણ્યવિજયજીના સ્વભાવમાં કદી આડંબર કે અહંકાર પ્રવેશી શક્યા નથી. તેઓ સ્વભાવે શાન્ત, સરળ અને જીવનમાં સાદા જરહીને જીવનના અંત સુધી જ્ઞાનની ઉપાસનાનું કાર્ય કરતા જ રહ્યા. આવી ઉત્તમ વિભૂતિની ચિરવિદાયથી ખરેખર આપણને કદી ન પુરાય એવી ખોટ પડી છે. ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડારનો પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજે કરેલ ઉદ્ધાર શ્રી નર્મદાશંકર ચંબકરામ ભટ્ટ નવસંસ્કાર' સાપ્તાહિક, ખંભાત, તા. ૨૪-૬-૭૧ પ્રાચીન ગ્રંથોના ઉદ્ધારક, આર્ય સંસ્કૃતિના પ્રેમી, પાટણ, જેસલમેર, લીંમડી, અમદાવાદ, કચ્છ વગેરે અનેક સ્થળોનાં જૈન જ્ઞાનભંડારોના ઉદ્ધારક આગમપ્રભાકર પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ સને ૧૯૫૩માં ખંભાત પધાર્યા. તેમનું ચોમાસુ અંબાલાલ પાનાચંદની ધર્મશાળામાં થયું. તેમણે શ્રી શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારનાં એકએક પુસ્તકો હાથ પર લીધાં. અસ્તવ્યસ્ત દશામાં, વેરવિખેર હાલતમાં પડેલા ગ્રંથોનાં પાને પાનાં મેળવ્યાં. દરેક ગ્રંથ કેટલાં પાનાંનો છે, દરેકમાં કેટલી લીટી છે, કઈ ભાષાનો છે, ક્યાં વિષયનો છે, તે ગ્રંથનું માપ કેટલું છે, તેમાં ચિત્રો છે કે કેમ, તેનો લેખક કોણ છે, કોણે લખાવ્યો છે, લખ્યા મિતિઓ કઈ છે, તે વખતે રાજા કોણ હતો, તેની નકલ કોણે કરી છે વગેરે અનેક વિષયોનું સૂક્ષ્મ અવલોકન કરી તેમણે એક ગ્રંથસૂચી તૈયારી કરી. પુસ્તકોનું રક્ષણ થાય તે માટે નવાં કપડાંથી તેને બાંધવામાં આવ્યાં. તેમાં જંતુ પ્રવેશ ન કરે તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી. એલ્યુમિનિયમની પેટીઓ-પુસ્તકના આકારની લાંબી-તથા લાકડાની કરાવીને તેમાં તેને મૂકવામાં થી પુણ્યચરિત્રમ્ 212 Page #248 -------------------------------------------------------------------------- ________________ આવ્યાં. પેટીમાં ક્યાં ક્યાં પુસ્તકો મૂક્યાં છે, તેનાં નામ પેટી ઉપર લખાવ્યાં; તેમ પોથી ઉપર પણ પોથીનું નામ અને નંબર લખાવ્યાં, કે જેથી સરળતાથી પુસ્તક મળી શકે. ગ્રંથસૂચિની પ્રસિદ્ધિઃ અથાગ પરિશ્રમ વેઠી તૈયાર કરેલી જ્ઞાનસામગ્રીને પ્રસિદ્ધિમાં મૂકવાનો મહાવિકટ પ્રશ્ન હતો. પરંતુ પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજનું આ મહાન કાર્ય વિદ્વાનો, યુનિવર્સિટીઓ તથા પ્રકાશક સંસ્થાઓથી અજાણ્યું ન હતું. વડોદરાની ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ -મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડાએ કામ ઉપાડી લીધું અને તેનો પહેલો ભાગ સને ૧૯૬૧માં સીરીઝ નં. ૧૩૫માં છપાવ્યો, અને બીજો ભાગ સને ૧૯૬૬માં સીરીઝ નં. ૧૪૯માં છપાવ્યો. દરેકની કિંમત અનુક્રમે રૂા. ૨૫ અને રૂા. ૨૪ રાખવામાં આવી. આ ભગીરથ કાર્ય મહાન સમર્થ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, માગધી વગેરે અનેક ભાષાઓ જાણનાર પંડિત વગર થઈ શકે જ નહિ, અનેક ગ્રંથોનું અવલોકન કરનાર, લિપિના મરોડ જાણનાર, વિવિધ પ્રકારનું જ્ઞાન હોય તે જ સુંદર રીતે કરી શકે. આ સઘળું કાર્ય કરનાર તપસ્વી અને ત્યાગી, સતત કાર્યશીલ, પૂ. શ્રી પુણ્યવિજયજી હતા. તેમના હાથે ખંભાતના તાડપત્રીય જ્ઞાનભંડારનો ઉદ્ધાર થયો, તે ખંભાતનું મહત્વ સદ્ભાગ્ય છે. તેઓશ્રી છેલ્લા વિ. સં. ૨૦૨૫ (ઈ. સ. ૧૯૬૮)ના પ્રારંભમાં ખંભાત પધારેલા. જ્ઞાનભંડારના મકાનનું નિરીક્ષણ કરેલું, શાળાના વિદ્યાર્થીઓને તા. ૭-૧-૬૯ના રોજ ઉબોધન કરેલું જ્ઞાનભંડારોની મુલાકાત લીધેલી; જિજ્ઞાસુ અને જ્ઞાનપિપાસુઓને તૃપ્તિ અને શાંતિ આપેલી. તેઓની સમદષ્ટિ હોવાથી જૈન અને જૈનેતર તેમના સમાગમમાં નિરંતર આવતા. આ તેજસ્વી તારલાની જ્યોત તો સદા વલંત જ રહેશે. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રી રવીન્દ્ર ભટ્ટ “જન્મભૂમિ' પત્રોના મુખ્ય પ્રતિનિધિ, અમદાવાદ. “જન્મભૂમિ' દૈનિક, મુંબઈ, તા. ૪-૭-૭૧ પૌરસ્ય જ્ઞાનના પંડિત, પ્રાચીન જ્ઞાનભંડારો અને જ્ઞાનગ્રંથોના ઉધ્ધારક તથા ભારતીય પ્રાચીન ભાષાઓના એક પ્રખર વિદ્વાન, અદ્વિતીય સંશોધક, પ્રજ્ઞા, શ્રદ્ધા, કર્મનિષ્ઠા તથા ધર્મનિષ્ઠાના પ્રતીક, આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના ગયે મહિને થયેલા દેહાવસાન સાથે હેમચંદ્રસૂરિની કક્ષાનો એક મહાન આત્મા આપણી વચ્ચેથી ચાલ્યો ગયો છે. - અઢારસો પંચાણુંના ઓક્ટોબરની સત્તાવીસમી તારીખે ખેડા જિલ્લાના કપડવંજ ગામે એક મધ્યમ વર્ગના જૈન કુટુંબમાં જન્મેલા અને બાળવયે જ, એટલે કે બે-ચાર મહિનાની ઉંમરે જ, આગની લપેટમાંથી એક વહોરા સર્જનને હાથે જીવતદાન પામેલ મણિલાલ ડાહ્યાભાઈએ ચૌદ વર્ષની બાળવયે મુનિ શ્રી ચતુરવિજયજી પાસે વડોદરા નજીક છાણી ખાતે દીક્ષા ગ્રહણ કરી, પુણ્યવિજયજી બની આરંભેલ જ્ઞાનયજ્ઞની કદાચ દુનિયાના . 213 શ્રી પુણ્યચરિત્રમ્ Page #249 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસમાં જોડ મળવી મુશ્કેલ છે. જ્ઞાનોદ્વાર જેનું જીવનકાર્ય બની ગયું હતું, તેવા મુનિ શ્રી પુણ્યવિજયજી, તેમના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ અને ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજની ત્રિપુટીએ છેલ્લાં સાઠ-સિત્તેર વર્ષ દરમિયાન જ્ઞાનોદ્ધારની જે એક એકથી ચડિયાતી પ્રવૃત્તિ કરી છે તે બદલ કેવળ જૈન સંઘ જ નહિ પણ જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-પરદેશના વિદ્વાનો અને અભ્યાસીઓ તેમના સદાય ઋણી રહેશે. મુનિશ્રીએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનનાં જુદાં જુદાં ચાલીસ ગામોના જૈન ભંડારોને વ્યવસ્થિત કરવાનું તથા પચાસ ભંડારોમાં બેસી સંશોધન કરવાનું કામ કર્યું હતું. તેમણે લગભગ ત્રણ હજાર તાડપત્રીય જ્ઞાનગ્રંથો તથા બે લાખથી વધુ કાગળ પર લખેલા જ્ઞાનગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. સુખલાલજી શું કહે છે? મહારાજશ્રીએ જેમને પોતાના વિદ્યાગુરુ તરીકે ઘટાવ્યા છે તે પંડિત સુખલાલજી મુનિશ્રીને શાસ્ત્રોદ્ધાર તથા ભંડારોદ્ધારના કર્મયોગી તરીકે ઓળખાવતાં કહે છે કે, “તેમણે શાસ્ત્રો અને ભંડારોના મુખ્ય કેન્દ્ર ગણાતા ગુજરાત અને રાજસ્થાનનાં કેવળ પ્રસિદ્ધ શહેરોમાં જ જઈ તેમજ રહી તે અંગે વ્યવસ્થિત કામ નથી કર્યું, પણ નજીક કે દૂર, નાનાં ગામડાંમાં કે ઉપેક્ષિત એવાં સ્થળોમાં નાનાં-મોટાં શાસ્ત્રસંગ્રહની વાત સાંભળી ત્યાં પણ જાતે પહોંચીને તે શાસ્ત્રસંગ્રહ અંગે બધું જ ઘટતું કર્યું છે. આ બધું કામ અંગત શાસ્ત્રસંગ્રહ વધારવા માટે નહિ પણ તે તે ભંડારો અને શાસ્ત્રો વધારે સુરક્ષિત કેમ રહે અને વધારે સુલભ કેમ બને અને છતાંય તેમાંથી કશું ગૂમ ન થાય તે દષ્ટિએ તેઓએ કર્યું છે. આ કામ એટલું બધું વિશાળ, શમસાધ્ય અને કંટાળો ઉપજાવનારું છે, છતાં તેમણે એ પ્રસન્ન ચિત્તે કર્યું છે. સ્થાનકવાસી, મૂર્તિપૂજક કે ઈતર પરંપરાગત અનેક સાધુઓ કે વિદ્વાનોએ મળીને પણ જે, જેવું અને જેટલું કામ નથી કર્યું છે, તેવું અને તેટલું કામ એકલે હાથે મુનિ શ્રી પુણ્યવિજયજીએ કર્યું છે.” મુનિશ્રીએ જ્ઞાનભંડારો તથા ગ્રંથોને વ્યવસ્થિત, સુરક્ષિત અને અદ્યતન બનાવવાનું જ માત્ર કામ કર્યું હોત તો પણ તેમનો ફાળો અદ્વિતીય ગણાત; પરંતુ મુનિશ્રીએ તો, તેથી આગળ વધી, અગાઉ માત્ર ઉધાઈ કે જીવાત જેવાં વિનાશક તત્ત્વો જ પહોંચી શકે તેવા એ જ્ઞાનગ્રંથો જ્ઞાનોપાસકો માટે ઉપલબ્ધ કરવાનું કામ કર્યું છે. મુનિ શ્રી આગમપ્રભાકરજીએ પોતાની ત્રણ પેઢીનો હસ્તપ્રત સંગ્રહ અમદાવાદના “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર’ને સોંપી દીધો છે. માત્ર હસ્તપ્રતો જ નહિ પણ પોતે જિંદગીભર ચૂંટીઘૂંટીને સંઘરેલાં સાત-આઠ હજાર મુદ્રિત પુસ્તકો પણ તેમણે આ સંસ્થાને સોંપી દીધાં છે. મુનિશ્રીએ સંસ્થાને સોંપીલે દસ હજારથી વધુ હસ્તપ્રતોનાં સંગ્રહમાં બીજી પચીસેક હજારથી વધુ પ્રતો તેમની જ ભલામણથી સંસ્થાને મળી છે. વિદ્યામંદિરના નિયામક શ્રી દલસુખભાઈ માલવણિયા મુનિશ્રીની આ ઉદારતા યાદ કરતાં જણાવે છે કે, મેં અનુભવ્યું છે કે, ક્યારેય પણ એ પ્રતો મારી છે એ પ્રકારનો અહમ્ મેં તેમનામાં જોયો નથી. તેમજ તે સોંપી દઈને પોતે મોટો ઉપકાર કર્યો છે એવી ભાવના પણ મેં તેમનામાં જોઈ નથી.” શ્રી પુણ્યર્ચારિત્રમ્ 214 Page #250 -------------------------------------------------------------------------- ________________ મુનિ શ્રી પુણ્યવિજયજી તેમના જીવનનાં છેલ્લાં ચાલીસ બેંતાળીસ વર્ષ દરમિયાન જૈન આગમોના સંશોધન-સંપાદનના કામમાં રત હતા. મહારાજશ્રીનો એ મનોરથ હતો કે જૈનધર્મના આ પ્રમાણભૂત ગ્રંથોની સુસંપાદિત આવૃત્તિઓ તૈયાર થાય તથા તેના આધારે અમદાવાદમાં એક “આગમમંદિર’ની રચના કરવામાં આવે. ગ્રંથોનું સંપાદનકાર્ય પરંતુ ગ્રંથો અને ગ્રંથભંડારોને સુરક્ષિત તથા વ્યવસ્થિત કરવા, જ્ઞાનપિપાસુઓને સહાય અને માર્ગદર્શન આપવું, આગમોનું સંશોધન તથા સંપાદન કરવું, એટલું જ કરીને પુણ્યવિજયજી બેસી નથી રહ્યા. તેઓએ અનેક ગ્રંથોનું સંપાદન પણ કર્યું છે અને તેમના દ્વારા સંપાદિત ગ્રંથ વિદ્વજતમાં વિશ્વસનીય આવૃત્તિ ગણાય છે. વળી, તેમની તીક્ષણ દષ્ટિ પુસ્તકનું મહત્ત્વ પારખી શકતી હોવાને કારણે તેમણે જે કાંઈ સંપાદિત કર્યું છે એ મહત્ત્વનું હોય છે. “બૃહત્કલ્પ' જેવો મહાગ્રંથ, જૈન આચાર્યો અને આગમધરોના વિરોધ છતાં, તેઓએ સંપાદિત કર્યો અને એ ગ્રંથનું મહત્ત્વ વિદ્વજગતમાં અંકાયું. તેવો જ બીજો ગ્રંથ “વસુદેવહિપ્પી''; તે જ્યારથી પ્રકાશિત થયો છે ત્યારથી આજ સુધી સતત વિદ્વાનો તે વિશે કાંઈ ને કાંઈ લખતા રહ્યા છે, તેની ભાષાની દૃષ્ટિએ અને કથાવસ્તુની દૃષ્ટિએ તથા ગુણાઢચની ‘બ્રહત્કથા' જે અત્યારે અનુલબ્ધ છે, તેની સામગ્રીનો ઉપયોગ વસુદેવહિાડી''માં થયો હોઈ તેની વિશેષતા વિદ્વાનોને મન ઘણી છે. ‘‘અંગવિજા” નામનો ગ્રંથ આમ તો નિમિત્તશાસ્ત્રનો ગ્રંથ છે, પણ તેમાં જ ભારતીય સંસ્કૃતિ વિશેની સામગ્રી ભરી પડી છે તે ધ્યાન ખેંચે તેવી છે. “અંગવિજા” ભારતીય સાહિત્યમાં એના પ્રકારનો એક અપૂર્વ મહાકાય ગ્રંથ છે. સાઠ અધ્યાય અને નવ હજાર શ્લોકોમાં પથરાયેલા આ ગ્રંથમાં ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે તથા જન્મ-કુંડળીના બદલે માનવીની સહજ પ્રવૃત્તિ-હલન-ચલન, રહન સહન–ના આધારે ફલાદેશ નિર્દેશ કરવામાં આવ્યો છે. શ્રી પુણ્યવિજયજીએ પોતે આ ગ્રંથની સંપાદકીય નોંધમાં લખ્યું છે કે, “કોઈ વૈજ્ઞાનિક દષ્ટિવાળી વ્યકિત, ફલાદેશની અપેક્ષા સાથે, આ શાસ્ત્રનું અધ્યયન કરે તો આ ગ્રંથ બહુ જ કીમતી છે.” આ ગ્રંથનો આ ઉપરાંત આયુર્વેદ, વનસ્પતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, તેમજ ઈતિહાસની દષ્ટિએ અભ્યાસ કરાય તો પણ તેમાંથી ઘણું નવું જ્ઞાન લાધી શકે તેમ છે. વ્યક્તિત્વની ઝાંખી અંતમાં મુનિ શ્રી યશોવિજયજી મહારાજના શબ્દોમાં પુણ્યવિજયજીનું ચારિત્રચિત્રણ કરી આ ભાવાંજલિ પૂરી કરીશ. તેમણે જણાવ્યું છે કે “ચંદ્ર જેવું શીતળ અને સમુદ્ર જેવું ગંભીર જીવન જોવું હોય, નમ્રતા, સરળતા અને પુરુષાર્થની મૂર્તિ જોવી હોય, જીવનના મુખ્ય પાયા જેવા “વવા” એટલે કે વિનય અને વિવેકના આદર્શો જોવા હોય, “જ્ઞાને મૌન'ની ઉક્તિનાં યથાર્થ દર્શન કરવાં હોય, કાર્યના અનેક બોજ વચ્ચે પાગ સદાય પ્રસન્ન રહેતી મુખમુદ્રાનું દર્શન કરવું હોય, તો મુનિ શ્રીને જુઓ અને તમને ઉપરોક્ત તેમજ બીજા અનેક ગુણોનું દર્શન લાધશે.” આવો આ પવિત્ર, કર્મનિષ્ઠ, ધર્મનિષ્ઠ, વિદ્વાન, સરલ અને ઉદાર આત્મા આપણી વચ્ચેથી ચાલ્યો ગયો 215 શ્રી પુણ્યચરિત્રમ્ Page #251 -------------------------------------------------------------------------- ________________ છે, ત્યારે અમદાવાદમાં તેમના માનમાં યોજાયેલી સભામાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ઉમાશંકર જોષીએ કહ્યું હતું તેમ, આવી વિભૂતિને ફરી જન્મ આપવાની આપણા સમાજને શક્તિ આપે એવી જગત્રિયતા પાસે પ્રાર્થના કરવાથી વધુ શું થઈ શકે તેમ છે? મુનિશ્રી પુણ્યવિજયજીનો સ્વર્ગવાસ સંદેશનિક, અમદાવાદ, તા. ૧૬-૬-૭૧ આજીવન જ્ઞાનતપસ્વી, આગમપ્રભાકર, મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ મુંબઈમાં, સોમવાર, તા. ૧૪-૬-૭૧ની રાત્રે ૮-૧૦ કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. પૂ. મુનિશ્રી યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના સમુદાયના આજીવન જ્ઞાનતપસ્વી હતા. તેમનું જીવન નિર્ભેળ જ્ઞાનસાધના અને નિર્મળ જીવનસાધનાને સમર્પિત થયેલું હતું. તેઓ જૈન શાસ્ત્રોના અધિકૃત જ્ઞાતા અને જૈન આગમોના તો પારગામી વિદ્વાન હતા. તેઓશ્રીએ ખંભાત, પાટણ, જેસલમેરના ગ્રંથભંડારોનું સર્વાગીણ સંશોધનનું કામ કર્યું હતું. પ્રાચીન ચિત્રકળા, લિપિશાસ્ત્ર, સિક્કા, મૂર્તિઓ વગેરે પુરાતત્ત્વના વિષયોના તેઓ નિષ્ણાત અને જાણકાર હતા. તેઓની ઉત્કટ જ્ઞાનભકિતની અમરકથા ઉપરથી એમ કહેવું જોઈએ કે પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથોના સંશોધન અને જ્ઞાનભંડારોના ઉદ્ધાર માટે જ તેઓ જમ્યા અને અમર બની ગયા. તેઓશ્રીની પ્રેરણાથી પાટણમાં હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની, અમદાવાદમાં ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના થઈ હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલય મારફત ચાલતી આગમ પ્રકાશન યોજનાના મુખ્ય સંપાદક હતા. આવા પારગામી વિદ્વાન મુનિશ્રીને તાજેતરમાં અમેરિકન ઓરિએન્ટલ સોસાયટીના માનદ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. - ak & થી પુણ્યચરિત્રમ્ 216 Page #252 -------------------------------------------------------------------------- ________________ ( 1 ) w/ 1 /\ /\ /\ /\ / را دارا ال تار و م ارا م ارا لار